03 January 2010

રાજ્યભરમાં અષાઢી માહોલ, ઠેર-ઠેર માવઠું

સૌરાષ્ટ્ર-કરછ, મઘ્ય અને દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળે માવઠું આગામી ૨૪ કલાકમાં વધુ વરસાદની આગાહી
અરબી સમુદ્રમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર તીવ્ર બની રહી હોય તેમ છેલ્લા ત્રણેક દિવસથી રાજ્યના હવામાનમાં ભારે તફાવત સર્જાયો છે. ખોરવાયેલા ઋતુ ચક્ર બાદ ભર શિયાળે અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં ગોરંભાયેલા વાતાવરણને પગલે શનિવારે મોડી રાત્રે સૌરાષ્ટ્ર, કરછ ઉપરાંત દ.ગુજરાતમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જયારે રવિવાર પરોઢથી જ અમદાવાદમાં પણ સમયાંતરે હળવાં ઝાપટાં નોંધાયાં હતાં. જાન્યુઆરી માસમાં વરસાદ થતા લોકો આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા. લગભગ તમામ જિલ્લાઓમાં થઇ રહેલા માવઠાને પગલે રવી પાકને ભારે નુકસાન જવાની ભીતિ ઉપરાંત રોગચાળો ફેલાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, તો બીજી તરફ હવામાન ખાતાએ આગામી ૨૪ કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના વ્યકત કરી છે.

No comments:

Post a Comment