બ્રિટનમાં વસી રહેલા ૨૫૦૦૦ જેટલા ભારતીય મૂળના તબીબો આગામી બે ચાર વર્ષમાં ભારત પાછા ફરવાની અને કેન્દ્ર સરકાર દ્વારા ઊભી થનારી એ.આઇ.આઇ.એમ.એસ. જેવી સંસ્થામાં જોડાવાની યોજના બનાવી રહ્યા છે. ભારતના પ્રવાસે આવેલા બ્રિટિશ એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ ઇન્ડિયન ઓરિજીનના પ્રમુખ રમેશ મહેતાએ જણાવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં નિવૃત્ત થનારા વરિષ્ઠ તબીબો ભારત આવવા વિચારી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આ તબીબોને સરકાર તરફથી હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે. મંત્રાલયે પણ બ્રિટનના આ તબીબી સંગઠનને જણાવ્યું હતું કે ‘એ.આઇ.આઇ.એમ.એસ.’ના મોડેલ આધારે ઊભી થનારી નવી સાત તબીબી કોલેજોમાં ગુણવત્તા યુક્ત તબીબોની અછત રહેવાની સરકારને ચિંતા છે.
નવી તબીબી કોલેજો
બ્રિટિશ સંગઠન માને છે કે વર્તમાનમાં તાલીમ લઇ રહેલા ૧૫૦૦૦ તબીબો ભારતમાં ઊભી થનારી સાત નવી તબીબી કોલેજોમાં મદદરૂપ રહેશે. કેન્દ્ર સરકાર સાત રાજયોમાં એઈમ્સ જેવી તબીબી કોલેજો ઊભી કરવાની દરખાસ્તને લીલી ઝંડી આપી ચૂકી છે. આ પ્રત્યેક કોલેજ રૂ. ૩૦૦ કરોડના ખર્ચે ઊભી થશે.
07 January 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment