03 January 2010

ઉત્તરાયણની મજા, નિર્દોષ પક્ષીઓ માટે મોતની સજા ૧૦૦થી વધુ પક્ષીઓના મોત: ૫૦૦થી વધુ ઘાયલ

ઉત્તરાયણનું પર્વ પતંગ રસિયાઓ માટે ઉત્સાહ અને મોજ મસ્તીનું બની રહે છે પરંતુ આ તહેવાર નિદોઁષ પક્ષીઓ માટે મોતની સજા સમાન અને અત્યંત કાતિલ બની રહે છે. ઉત્તરાયણ પહેલા જ પતંગની દોરીથી કપાઇ જવાના કારણે અત્યાર સુધીમાં ૧૦૦ થી વધુ પક્ષીઓના મોત નીપજયા છે, જ્યારે ૫૦૦થી વધુ પક્ષીઓ ઘાયલ થયા છે. સૌથી વધુ સમડી અને કબૂતરનો ભોગ લેવાયો છે. ચાઇનીઝ દોરી પશુ-પક્ષીઓ માટે અત્યંત ઘાતક સાબિત થતી હોઇ રાજય સરકારે તેના પર પ્રતબિંધ મૂકયો હોવા છતાં તેનું વેચાણ ચાલુ છે, બીજી બાજુ, કાચ અને લુગ્દીવાળી માંજા દોરી પણ પક્ષીઓના મોત માટે લગભગ એટલી જ જવાબદાર ઠરી રહી છે. અબોલ પશુ-પક્ષીઓ અને જીવો માટે કાર્યરત સંસ્થા આશા ફાઉન્ડેશનના કો-ઓિર્ડનેટર હરમેશ ભટ્ટે જણાવ્યુ કે, અત્યાર સુધીમાં તેમની સંસ્થા પાસે ૧૦૨થી વધુ ઘાયલ પક્ષીઓના કેસ આવ્યા છે. જેમાં રાષ્ટ્રીય પક્ષી મોર, ગીધ, યાયાવર પક્ષીઓ, સમડી, કબૂતર, ઘુવડ, પોપટ, ચકલી વગેરેનો સમાવેશ થાય છે. જયારે ૩૨થી વધુ પક્ષીઓના કરૂણ મોત નીપજયા છે. ગીતાબહેન રાંભિયા સ્મૃતિ અહિંસા ટ્રસ્ટના સંચાલક બચુભાઇએ જણાવ્યુ કે, તેમની સંસ્થા પાસે ૨૦૦થી વધુ ઘાયલ પક્ષીઓના કિસ્સા આવ્યા છે, જ્યારે ૨૫થી વધુ પક્ષીઓના મોત નોંધાયા છે. જેમાં સૌથી વધુ કબૂતર, સમડી ઉપરાંત ઘુવડ, પોપટ, કાબર વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય બે વાંદરા પણ ગંભીર રીતે ઘાયલ થવાથી મોતને ભેટ્યા હતા. પશુ-પક્ષી અને અન્ય જીવો માટે નવકાર એનીમલ હેલ્પલાઇન, જીવદયા હેલ્પ લાઇન સહિતની સંસ્થાઓ પણ કાર્યરત છે. જયાં રોજબરોજ પતંગની દોરીથી કપાઇ જવાથી ઘાયલ પક્ષીઓ અને તેમના મોતના નવા નવા કિસ્સા નોંધાય છે

No comments:

Post a Comment