08 January 2010

પતિ પ્રેમ કે અંધ શ્રદ્ધા ?

અંધ વિશ્વાસના નમૂના ભારતમાં ઘણી વાર જોવા મળે છે. પૂનાની 44 વર્ષીય ગૃહિણીને એક મહિલાએ કહ્યું કે, તેના પતિ પર કાળો જાદુ કરવામાં આવ્યો છે અને કેટલીક વિધી કરીને પોતે તે દૂર કરી દેશે. જો કે એ મહિલાનો પતિ સાજો તો ન થયો અને ડિસેમ્બરમાં પાર્કિન્સન રોગથી મૃત્યુ પામ્યો પરંતુ વિધિ કરનારી મહિલા માલામાલ થઈ ગઈ છે. રૂચા ગોડસે નામની આ મહિલાએ રૂપિયા 83 લાખ પડાવ્યા હતા. કો થરૂડ પોલીસે રૂચા ગોડસેની ધરપકડ કરી છે. રૂચાએ સુજાતા દેવધરને જણાવ્યું હતું કે, તેના પતિ પ્રમોદ પર કાળો જાદુ થયો છે. રૂચાએ સુજાતાના મનમાં કાળો જાદુનો ભય ઉભો કર્યો હતો. આ બનાવ મે અને ઓગસ્ટ 2009 દરમિયાન બન્યો હતો. પોલીસ ઈન્સેપક્ટર એ ડી વાળમ્બેએ કહ્યું કે, સુજાતાનો પતિ પાર્કિન્સન રોગથી પીડાતો હતો. તેઓ ગન્નજય સોસાયટીમાં રહેતા હતા. તેમના બંને સંતાનો વિદેશમાં વસે છે. દેવધર પરિવારની બાજુમાં રહેતી રૂચા અને સુજાતા વચ્ચે સારા સંબંધ હતા. ગોડસેએ સુજાતાને કહ્યું હતું કે, તેના પતિ પર કોઈએ કાળો જાદુ કર્યો છે. તેણે દાવો કર્યો હતો કે, તેને જ્યોતિષી વિદ્યા આવડે છે અને તે વિધી દ્વારા તેના પતિને સારો કરી દેશે. વધુમાં ગોડસેએ કહ્યું હતું કે, તે નવ ગ્રહ પૂજા દ્વારા તેના પતિ પરથી કાળો જાદુ દૂર કરી દેશે. વિધી કરાવ્યા પહેલા નક્કી કરવામાં આવ્યું કે, સુજાતા રોકડ રકમ રૂચાને આપશે અને રૂચા વિધી કરાવ્યા બાદ તે રકમ પરત કરશે. ત્રણ મહિના પછી ગોડસેએ રૂપિયા 1.03 કરોડ પડાવી લીધા હતા. જ્યારે પણ રૂચા પૈસાની માંગણી કરતી ત્યારે સુજાતા તેને નાણાં આપતી હતી. એક સમયે તો તેણે પોતાના સગાંસબંધી પાસેથી ઉધાર નાણાં લાવીને રૂચાને આપ્યા હતા. રૂચાએ માત્ર 20 લાખ રૂપિયા પરત આપ્યા હતા. જો કે તેને કહ્યું હતું કે, તે બાકીની રકમ ચેકથી ચૂકવી દેશે. પરંતુ તમામ ચેક બાઉન્સ થયા હતા. આ દરમિયાન સુજાતાનો પતિ ડિસેમ્બર મહિનામાં મૃત્યુ પામ્યો હતો. તેના બંને સંતાનો વિદેશથી ભારત આવ્યા હતા અને સુજાતાએ પોતાના બંને દિકરાઓ સાથે રૂચાની વાત કરી હતી. પરિણામે તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. રૂચા એક ગૃહિણી છે અને તેનો પતિ બેન્કમાં કર્મચારી હતો.

No comments:

Post a Comment