06 January 2010
ઇલેકટ્રોનિક બાઇક હવે વધુ ઝડપે દોડશે
ભારતમાં ઇલેકટ્રોનિક બાઇકસનું બજાર એટલા માટે જોર નથી પકડી રહ્યું કેમ કે તે પેટ્રોલના વાહનો જેટલી ઝડપે ચાલતા નથી. આ વર્ષે ચિત્ર બદલાઈ જશે. બજાજ, ઇલેકટ્રોથર્મ અને હીરો જેવી કંપનીઓએ ૪૦ થી ૫૫ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડનારી ઇલેકટ્રોનિક બાઇકસ ૨૦૧૦માં રજૂ કરવાની જાહેરાત કરી છે. આ બાઇકસની બેટરી વધુ ચાલશે અને તેને ચાર્જ કરવાનો સમય પણ અડધો થશે. વર્તમાનમાં ઇલેકટ્રોનિક બાઇકસ એક વખત બેટરી ચાર્જ કર્યા બાદ ૭૦ થી ૮૦ કિમી ચાલે છે, પરંતુ નવી બાઇકસ એક વખત ચાર્જ કર્યા બાદ ૧૦૦ કિમી સુધી ચાલશે અને તેને ચાર્જ કરવા માટે ચાર કલાક પૂરતા રહેશે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment