08 January 2010

રૂપિયો 15 મહિનાની ટોચે

ડોલર સામે ભારતીય રૂપિયો સતત મજબૂત બનતો જાય છે. આજે ડોલર સામે રૂપિયો 10 પૈસા ઉપરમાં ખૂલતા 15 મહિનાની ટોચ રૂ.45.74 પર પહોંચી ગયો છે. બીજી બાજુ એશિયન કરન્સી પણ મજબૂતીથી ટ્રેડ થઇ રહી છે. આંતર બેન્ક ફોરેન એક્સચેન્જ (ફોરેક્સ) બજારમાં ડોલર સામે રૂપિયો સપ્ટેમ્બર, 2008 બાદની સૌથી ઊંચી સપાટી રૂ.45.74 પર છે. ગઇ કાલે ડોલર સામે રૂપિયો 40 પૈસા ઉછળીને દિવસના અંતે રૂ.45.84/85 પર બંધ રહ્યો હતો. ડિલરો કહે છે કે શેરબજારો મજબૂત થઇ રહ્યા હોવાથી એશિયન કરન્સી સામે ડોલર નબળો પડી રહ્યો છે. રૂપિયાને વધવા માટે મજબૂત સપોર્ટ મળ્યો છે.

No comments:

Post a Comment