03 January 2010
કર્મચારીઓના સામાન્ય ભવિષ્ય નિધિ ખાતામાં ઝીરો બેલેન્સ
ગુજરાત સરકારમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ એટલી હદ સુધી પોતાના સામાન્ય ભવિષ્ય નિધિ ખાતામાંથી રકમ ઉપાડે છે કે તેમના ખાતાની સિલક ઝીરો થઇ જાય છે. તાજેતરમાં સમીક્ષા દરમ્યાન ઝીરો સિલકના ખાતા જોવા મળ્યાં છે. આ ઘટનાથી ચોંકેલી રાજય સરકારે હવે એવા નિયંત્રણો મૂકયાં છે કે કોઇ પણ ગફલત માટે વહેંચણી અધિકારીને સજા કરાશે. એકાઉન્ટન્ટ જનરલની કચેરી દ્વારા સામાન્ય ભવિષ્ય નિધિ ખાતાઓના હિસાબોની સમયાંતરે સમીક્ષા કરવામાં આવે છે. આ કચેરીના ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક ખાતા ધારકોની સિલક માયનસ થઇ ગઇ છે. તેમના ખાતામાં ઝીરો સિલક માટેનું કારણ ઉપાડ અને વહેચણી અધિકારી દ્વારા નિયમોનુસાર મળવાપાત્ર મયૉદા કરતાં વધારે જીપીએફ ઉપાડ મંજુર કરવામાં આવે છે. સામાન્ય ભવિષ્ય નિધિ ખાતામાં માઇનસ બેલેન્સ થઇ જાય તે ખૂબ જ ગંભીર નાણાકીય અનિયમિતતા ગણાય છે. સરકાર આવી ઘટનાને ગંભીરતાથી જુએ છે. રાજયના નાણા વિભાગના ઉપ સચિવ કે. બી. દાણીની સહીથી બહાર પાડવામાં આવેલા આદેશમાં તમામ વિભાગોને આવી અનિયમિતતાની ઘટના ફરી ન બને તેની કાળજી રાખવા જણાવાવ્યું છે સિલક કરતાં વધારે ઉપાડ થયાનું ધ્યાન પર આવશે તો ઉપાડ અને વહેંચણી અધિકારીની જવાબદારી ગણાશે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમને સજા પણ કરી શકાશે. .
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment