27 July 2010

રાજકોટ : વરસાદી રોગચાળાનો ભરડો, ઝાડા-ઊલટીના ૭૧પ કેસ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

રાજકોટ : વરસાદી રોગચાળાનો ભરડો, ઝાડા-ઊલટીના ૭૧પ કેસ

સમગ્ર શહેરમાં વરસાદી રોગચાળો હાહાકાર મચાવી રહ્યો છે. સરેરાશ એક પરિવારમાંથી એક વ્યક્તિ તાવ, શરદી કે ઝાડા-ઊલટીના ભરડામાં આવી જાય છે. માત્ર સરકારી ચોપડે જ જોઇએ તો છેલ્લા એક અઠવાડિયામાં ઝાડા-ઊલટીના ૭૧પ કેસ નોંધાઇ ચૂક્યા છે. ખાનગી હોસ્પિટલોનો સર્વે કરવામાં આવે તો રોગચાળાની સાચી ભયાનકતા સામે આવી જાય એ હદે રોગચાળાએ મોઢું ફાડ્યું છે.મહાપાલિકાનું આરોગ્ય તંત્ર તો પોતાની કામચોરી છતી ન થાય એવા મલીન ઇરાદા સાથે રોગચાળાના સત્તાવાર આંકડા છુપાવી સબ સલામતનું ગાણુ ગાઇ રહ્યું છે પણ વાસ્તવિક સ્થિતિએ સમગ્ર શહેરમાં વરસાદી રોગચાળાનો અજગર ભરડો આવી ગયો છે.આ અંગે આરોગ્ય વિભાગના માહિતગાર સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ઝાડા-ઊલટી અને તાવના રોગચાળાની સ્થિતિ અતિ ચિંતાજનક બનતી જાય છે. માત્ર એક જ અઠવાડિયામાં ઝાડા-ઊલટીના ૭૧પ કેસ જોવા મળ્યા છે. શહેરના ભગવતીપરા, જંગલેશ્વર, મવડી, મોરબી રોડ તથા ગાંધીગ્રામ જેવા વિસ્તારોમાં ઝાડા-ઊલટીના કેસ વધુ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે તાવના ગત અઠવાડિયામાં ૧૦૯૬ કેસ જોવા મળ્યા છે. અત્યાર સુધીમાં કોલેરાના પણ ૩ કેસ નોંધાઇ ચૂક્યા છે.શહેરમાં પ્રસરેલા રોગચાળામાં દરદીને ઝાડા-ઊલટી ઉપરાંત પેટમાં ચૂક ઉપડવી, સાંજ પડ્યું માથું ભારે થઇ જવું સહિતની ફરિયાદો મુખ્યત્વે રહે છે. આ બધા લક્ષણો રોટા વાયરસના હોવાનું તબીબી વર્તુળોમાંથી જાણવા મળ્યું છે. આ અંગે જાણીતા તબીબ ડૉ. હપાણીના કહેવા મુજબ રોટા વાયરસ વરસાદી વાતાવરણમાંથી ઉદભવે છે. તેનુ ઇન્ફેકશન બાળકોથી લઇ બુઝુર્ગોને ખૂબ ઝડપથી લાગી શકે છે.


મચ્છુ-૨ ડેમની સપાટી ૨૩.૫૦ ફૂટે: એક વર્ષનું પાણી સંગ્રહાયું

મોરબીવાસીઓ માટે ખુશ ખબર, એક રાતમાં મેઘરાજાએ મોરબીની પાણીની સમસ્યાનો હલ કરી નાખ્યો. છેલ્લા ૨૪ કલાકમાં ૮.૫૦ ફૂટ નવા નીરની તોતિંગ આવક.મોરબીવાસીઓ માટે ઘરે લાપસીના આંધણ મૂકવા જેવા સારા સમાચાર છે. મોરબીના લોકો માટે જીવાદોરી સમાન ગણાતા મચ્છુ-૨ ડેમ પંથકમાં પડેલા સારા વરસાદના પગલે એક જ રાતમાં નવા ૮.૫૦ ફૂટની તોતિંગ નીરની આવકથી આખા વર્ષની પીવાના પાણીની સમસ્યાનો અંત આવી જતાં લોકો ખુશખુશાલ થઇ ગયા છે.મોરબી શહેરને પાણીનો જથ્થો પૂરો પાડતો એકમાત્ર જળ સ્ત્રોત મચ્છુ-ર ડેમમાં ચોમાસા પહેલાં જ તિળયા દેખાવા લાગ્યા હતા અને મોરબી પર ગંભીર જળ સંકટ ઊંભું થયાનું તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા રૂપે નર્મદાનું પાણી મેળવવાના પ્રયાસો કરાયા હતા અને ઉપરથી ચોમાસુ ખેચાતા જળસમસ્યા વધુ વિકટ બની હતી.તેવામાં વરસાદના પ્રથમ રાઉન્ડમાં મચ્છુ-ર ડેમમાં ડેડ સ્ટોક ઉપરાંત ચાર-પાંચ મહિના ચાલે તેટલા પાણીનો જથ્થો સંગ્રહાતા મોરબીની જળસમસ્યા મહદ અંશે હળવી થઇ હતી.પરંતુ મેઘાની એ મોરબીવાસીઓ સામે કૃપા દ્રષ્ટિ કરી અને એક જ રાતમાં મચ્છુ-ર ડેમમાં ૮.૫૦ ફૂટ નવા નીર ઠાલવી એકજ ઝાટકે મોરબીની પાણીની સમસ્યા હલ કરી નાખી હતી.રવિવારની સાંજ સુધીમાં મચ્છુ-ર ડેમની સપાટી ૧૫ ફૂટ હતી. પરંતુ રાત્રીના પડેલા ભારે વરસાદના પગલે મચ્છુ-ર ડેમની સપાટી સોમવારે સાંજ સુધીમાં સીધી જ ૨૩.૫૦ ફૂટે પહોંચી ગઇ હતી.

બેટી નદીમાં પડતું મૂકી આધેડે જીવનનો અંત આણ્યો

યુનિવર્સિટી રોડ પરના મંડપ સર્વિસમાં કામ કરતા અને ત્યાં જ રહેતા સુથાર આધેડની લાશ બેટી નદીમાંથી મળી આવી હતી. ચોટીલા દર્શને જવા નીકળેલા આધેડે એકલવાયા જીવનથી કંટાળી આપઘાત કરી લીધો હતો.યુનિવર્સિટી રોડ પરના જયોતિનગરમાં આવેલા હરસિધ્ધિ મંડપ સર્વિસમાં કામ કરતા સુથાર અરિંવદભાઇ કિશોરભાઇ કથ્રેચા (ઉ.વ. ૪૨) દર પૂનમે ચોટીલા દર્શને જતાં હોય શનિવારે પણ ચોટીલા જવા નીકળ્યા હતા. પરંતુ, પરત નહીં આવતા મંડપ સર્વિસના સંચાલકોએ તેની શોધખોળ શરૂ કરી હતી.દરમિયાન, રવિવારે સવારે બેટી નદીના પુલ પાસે મહિલા કપડાં ધોવા ગઇ હતી ત્યારે લાશ નજરે પડતા પોલીસને જાણ કરી હતી. કુવાડવાના ફોજદાર પરમાર સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને તપાસ શરૂ કરતા મૃતક અરિંવદભાઇ સુથાર હોવાનું ખૂલ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અરિંવદભાઇને પાંચ ભાઇઓ છે અને તે અપરિણીત હતા. એકલવાયા જીવનથી કંટાળી આધેડે બેટી નદીના પુલ પરથી ઝંપલાવ્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું.ભગવતીપરામાં પડી જવાથી યુવાનનું મોત -ભગવતીપરામાં આશાબા પીર દરગાહ પાસે રહેતો મુસ્લિમ યુવાન કાસમ જુમાભાઇ દલ (ઉ. વ. ૩૫) બપોરે ઘર પાસે પડી ગયા બાદ બેભાન થઇ જતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. યુવાન પુત્રના મોતથી મુસ્લિમ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

રાજકોટ : દારૂના ડખ્ખામાં શ્રમિકને નામીચા શખ્સે પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધો

રાજકોટમાં દારૂ પ્રશ્ને ત્રણ દિવસમાં બીજી હત્યા, મયૂરનગરના કોળી યુવાનને ૮૦ ફૂટના રોડ ઉપર લઇ જઇ રહેંસી નાખ્યો : ધરપકડ.શહેરમાં બે દિવસ પહેલાં જંકશન પ્લોટમાં નામચીન શિવા ભરવાડની તેના જ ઘરમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો નથી ત્યાં આજે ૮૦ ફૂટના રોડ ઉપર મયૂરનગરના શ્રમિક કોળી યુવાનને તેના જ મિત્ર અને અગાઉ લૂંટ, ચોરીમાં પકડાઇ ચૂકેલા રીઢા અપરાધીએ માથામાં પથ્થરના ઘા મારી ક્રૂરતાપૂર્વક પતાવી દીધો હતો.૮૦ ફૂટના રોડ ઉપર હુન્ડાઇ શો-રૂમ સામે રેતીના ઢગલા ઉપર અજાણ્યા યુવાનની લોહી નીતરતી લાશ પડી છે તેવી માહિતી મળતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. સ્થળ પર આશરે ૩પ વર્ષના યુવાનની માથું છુંદાયેલી લાશ પડી હતી. પોલીસે ખિસ્સામાંથી મળી આવેલા મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરતા દિનેશભાઇ ભરવાડ(રહે. મોરબી રોડ) એ રૂબરૂ આવીને લાશ ભાવનગર રોડ પર રાજમોતી ઓઇલ મિલ પાસે મયૂરનગર મફતિયાપરામાં રહેતાં કોળી શૈલેષ તેજાભાઇ રોજાસરાની હોવાનું જણાવ્યું હતું.ત્યારબાદ વિનુભાઇએ નાના ભાઇ શૈલેષની લાશ ઓળખી બતાવી હતી. શૈલેષને દારૂ પીવાની ટેવ હતી અને રવિવારે રાતે આઠ વાગે રાજુ મરાઠી તેમજ રમેશ કોળી શૈલેષને ઘરેથી બોલાવી ગયા હતા તેવી માહિતી આપતા પોલીસે રાજુ અને રમેશની અટકાયત કરી હતી. શકમંદની કબૂલાત મુજબ, રાતે સાથે દારૂ પીને દસ વાગે છુટા પડી ગયા હતા.

વિદ્યાર્થિનીની છેડતીનું પ્રકરણ ફરી સળવળ્યું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણ ભવનમાં બે માસ પહેલાં વિદ્યાર્થિનીએ પ્રોફેસર વિરુધ્ધ કરેલી ફરિયાદની વાત પુન:સજીવન થઇ છે. જોકે, સૂત્રો કહે છે કે જે રીતે કિસ્સો ચર્ચાઇ રહ્યો છે તે જોતાં વુમન હેરેસમેન્ટ સેલની કોઇ નબળી કે નકારાત્મક ભૂમિકા નથી તો જે ફરિયાદ છે તેમાં પણ અનેક દ્રષ્ટિકોણ ભળ્યા છે તેમ છતાં આ બાબતે કદાચ હવે પોલીસ ફરિયાદ થાય તેવી પણ
સંભાવના છે.શિક્ષણભવનમાં લેવાયેલા વાઇવા દરમિયાન મોલિયા અટકવાળા એક પ્રોફેસરે અભદ્ર માગણી કરી હોવાની ફરિયાદ એક વિદ્યાર્થિનીએ કરી હતી. જે તે સમયે ચર્ચા હતી તે મુજબ ડિપાર્ટમેન્ટે પણ એ ફરિયાદને અવગણી હતી. વાત વુમન હેરેસમેન્ટ સેલ સુધી પહોંચી હતી. પરંતુ, કોઇ ઉકેલ આવ્યો નથી. હવે આ અંગે કદાચ પોલીસ ફરિયાદ થવાની શક્યતા છે.જો કે આ બાબતે વુમન હેરેસમેન્ટ સેલના સભ્યોએ કહ્યું કે અમે પાંચથી છ વિદ્યાર્થીઓના નિવેદન લઇને ઉપરાંત ફરિયાદીને પૂછીને તેમજ તેમની સહાધ્યાયી વિદ્યાર્થિનીઓને પૂછીને રિપોર્ટ મેળવ્યો છે અને જેણે જે કહ્યું તે જ શબ્દોમાં અહેવાલ કુલપતિને આપ્યો છે. જ્યારે પહેલીવાર આ પ્રકરણ બહાર આવ્યું ત્યારે જોરદાર ચર્ચા થઈ હતી અને વિદ્યાર્થિનીનું બાવડું પ્રોફેસર પકડ્યું હોવાની વાત વહેતી થઈ હતી.


લોકમેળાના સ્ટોલ ભાડામાં ૧થી ૩ હજારનો ભાવવધારો

૩૧ ઓગસ્ટથી લોકમેળાનો આરંભ, રમકડાંના સ્ટોલનું ભાડું ૮ હજારમાંથી ૧૧ હજાર.રેસકોર્સ મેદાન ખાતે ૩૧ ઓગસ્ટથી ૫ સપ્ટેમ્બર સુધી છ દિવસ માટે યોજાનારા લોકમેળામાં સ્ટોલના ભાડામાં એક હજારથી માંડી ત્રણ હજાર સુધીનો ભાવવધારો કર્યો છે. જો કે સૌથી વધુ ભાડાં વધારો રમકડાંના સ્ટોલમાં કરાયો હોય આ વખતે રમકડાં મોંઘા મળશે. ગત વર્ષે રમકડાંના સ્ટોલનો ભાવ આઠ હજાર હતો તેમાં ત્રણ હજારનો વધારો કરી આ વર્ષે છ દિવસનું ભાડું અગિયાર હજાર કારાયું છે.લોકમેળામાં વહીવટીતંત્ર દ્વારા ૩૨૯ સ્ટોલ માટે જગ્યાની ફાળવણી કરવામાં આવી છે જેમાં રમકડાંના ૧૯૮, આઇસક્રીમના ૨૩, ડેમોસ્ટ્રેશન કમ સેલના ૧૯ જ્યારે ખાણી પીણીના ૩૪ તેમજ ફજત-ફાળકા, યાંત્રિક કેટેગરીના ૫૫ સ્ટોલ નિશ્વિત કરાયા છે.ખાણી પીણી તેમજ રમકડાંના સ્ટોલની હરરાજી ૧૭ ઓગસ્ટે યોજાશે યાંત્રિકની ૧૮મી એ, આઇસક્રીમ સ્ટોલની ૨૦મી એ હરરાજી કરાશે, જ્યારે ડ્રો દ્વારા અપાનારા સ્ટોલ માટે ૧૯ ઓગસ્ટ મુકરર કરાઇ છે.રાજકોટ પ્રાંત અધિકારીની કચેરી તથા ઈન્ડિયન બેંક, શાસ્ત્રી મેદન ખાતેથી લોકમેળાના સ્ટોલના ફોર્મનું ૧૧ થી ૨ તથા ૩ થી ૫ દરમિયાન આજથી વિતરણ શરૂ કરાતા પ્રથમ દિવસે જ ૧૦૦ ફોર્મ ઉપડ્યા હતા. ૪- ઓગસ્ટ સુધી આ વિતરણ ચાલુ રહેશે.


બ્યૂટિ ફિકેશનની રેઢિયાળ કામગીરી : વાયરલેસ સેટ દ્વારા આંકડા આપવા પડ્યા.

બહુમાળી ભવનની બ્યૂટિ ફિકેશન કામગીરી દરમિયાન જેસીબી ચાલકની બેદરકારીને કારણે કેબલ તૂટી જતા સિંચાઇ ખાતાના કંટ્રોલ રૂમની ગાંધીનગર, જામનગર, સુરેન્દ્રનગરની હોટ લાઇન ઠપ્પ થઇ ગઇ હતી. જે સોમવારે બપોરે પૂર્વવત ચાલુ થઇ ગઇ હતી, તો વીજ લાઇન તૂટતા વેટ તંત્ર દ્વારા ઓનલાઇન અપાતા ‘સી’ ફોર્મનું વિતરણ થઇ શક્યું નહોતું.સિંચાઇ વિભાગના વર્તુળોને વાયરલેસ સેટ આપાયા હોય જળાશયોમાં પાણીની આવકના આંકડા વાયરલેસ સેટ તથા મોબાઇલ દ્વારા સ્ટેટ કંટ્રોલ રૂમને અપાયા હતા. સોમવારે નાગરિકોને કર્મચારીઓને સાત સાત માળ સુધી પગથિયા ચડવા પડ્યા હતા. બહુમાળી ભવનની બ્યૂટિફિકેશન કામગીરી અંતર્ગત ચોથા શનિવાર તથા રવિવારની રજાને ધ્યાને લઇ શુક્રવારે સાંજે કામગીરી શરૂ કરાતા જેસીબીને કારણે કેબલો કપાઇ જતાં ટેલિફોન લાઇન તેમજ વીજળી ઠપ્પ થઇ ગઇ હતી. આ અંગે સિનિયર ટ્રેઝરી અધિકારી આર કે ગોહિલે કોઇ તકલીફ પડી હોવાનો ઇનકાર કર્યો હતો જ્યારે વેટ વિભાગના જોઇન્ટ કમિશનર એમ બી પટેલે ઓનલાઇન સી ફોર્મ વિતરણની કામગીરીને અસર પહોંચી હોવાનું જણાવ્યું હતું.


અમદાવાદી આશના શાહ તાઈવાનમાં ઝળકી

એશિયન રોલર સ્કેટિંગની ફિગર અને આર્ટિસ્ટિકમાં આશનાએ સિલ્વર અને બ્રોન્ઝમેડલ જીત્યા.ઇન્ટરનેશનલ સ્કેટિંગમાં છેલ્લા ૧૩ વર્ષથી શાનદાર સફળતા હાંસલ કરી રહેલી અમદાવાદની આશના શાહે તાજેતરમાં તાઇવાન ખાતે યોજાયેલી એશિયન રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર અને બ્રોન્ઝમેડલ જીતીને પોતાની ઝળહળતી કારકિર્દી આગળ ધપાવી હતી.શહેરની સેંટ ઝેવિયર્સ સ્કૂલમાં ૧૨મા ધોરણમાં અભ્યાસ કરતી આશના શાહે ૨૧મી જુલાઈએ તાઈવાનમાં પૂર્ણ થયેલી ચાર દિવસની એશિયન રોલર સ્કેટિંગની લેડીઝ કમ્બાઇન ઇવેન્ટમાં સિલ્વરમેડલ હાંસલ કરવા ઉપરાંત જુનિયર લેડીઝ ફિગર સ્કેટિંગ ઇવેન્ટમાં પણ ભારતને બ્રોન્ઝમેડલ અપાવ્યો હતો.બે વર્ષ અગાઉ ચીનમાં યોજાયેલી ૧૩મી એશિયન રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં પણ આશનાએ સિલ્વરમેડલ જીત્યો હતો. આમ આ વખતે તેણે પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું. આ વખતે જાપાનની મિકીએ ગોલ્ડ તથા હોંગકોંગની યોલેન્ડાએ બ્રોન્ઝમેડલ જીત્યો હતો.કોચ જયોતિકા દેસાઈ અને કિરણ દેસાઈ પાસે માર્ગદર્શન લઈ રહેલી આશના શાહ ૨૦૦૭માં ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી વર્લ્ડ આર્ટિસ્ટિક રોલર સ્કેટિંગમાં વિશ્વમાં દસમા ક્રમે રહી હતી.જોકે આશનાનો હવે પછીનો લક્ષ્યાંક એશિયન ગેમ્સ માટે ક્વોલિફાઇ થવાનો છે. એશિયન સ્કેટિંગમાં વારંવારની સફળતા બાદ આશના કહે છે કે આ વર્ષના અંત ભાગમાં ચીનમાં યોજાનારા એશિયાડ માટેની ભારતીય સ્કેટિંગ ટીમમાં સ્થાન મેળવવું આસાન નથી, કેમ કે તેમાં જુનિયર અને સિનિયર એમ બે કેટેગરી હોતી નથી. આમ મારે ભારતની શ્રેષ્ઠ સ્કેટર સાથે જ હરીફાઈ કરવી પડે અને તેમાં ક્વોલિફાઇ થઈ જતાં મારે વિશ્વની શ્રેષ્ઠ સ્કેટર સામે સ્પર્ધા કરવાની રહેશે.

Slim થવાની ઇચ્છા બ્રેસ્ટ કેંસર નોંતરી શકે

રેમ્પ પર કેટવોક કરતી મોડલ્સની જેમ મદહોશ કાયા પાછળ ભાગતી છોકરીઓએ હવે સાવધાન થઈ જવાની જરૂર છે કારણ કે પાતળી બનવાની તેમની ઈચ્છા બ્રેસ્ટ કેંસર નોતરી શકે છે.વૈજ્ઞાનિકોએ પોતાના સંશોધનમાં એવું તારણ કાઢ્યું છે કે સાત વર્ષની ઉંમરમાં ખૂબ જ પાતળી હોય છે. આ યુવતીઓમાં મોટી વધતી ઉંમરે બ્રેસ્ટ કેંસર થવાનો ભય વધી જાય છે. સ્કોટહોમના કરોલિંસકા ઈંસ્ટિટ્યુટના વૈજ્ઞાનિકોએ એવું તારણ કાઢ્યું કે જે યુવતીઓ બચપણમાં સ્વસ્થ હોય છે તેમને બ્રેસ્ટ કેંસર થવાની શક્યતા ઓછી રહે છે.વૈજ્ઞાનિકોએ આ સંશોધન સ્વીડનની 6,000 મહિલાઓ પર કર્યું હતું. આ સંશોધનમાં સામેલ કરવામાં આવેલ મહિલાઓમાંથી અડધી મહિલાઓ કેંસર પીડિત હતી.


લાચાર ભારત ફરીથી ભીંસમાં

શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ ગુમાવ્યા બાદ બીજી ક્રિકેટ ટેસ્ટમાં ભારતની રમતમાં ખાસ ફરક પડ્યો નથી અને સોમવારે શરૂ થયેલી મેચમાં કુમાર સંગાકરા અને તરંગા પરાનવિતાનાની સદીની મદદથી શ્રીલંકાએ ફરી એક વખત જંગી સ્કોરનો પાયો નાખતાં બે વિકેટે ૩૧૨ રનનો સ્કોર નોંધાવી દીધો હતો.અહીંના સિંહાલિઝ સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ ખાતે શરૂ થયેલી બીજી ટેસ્ટ અને ગયા સપ્તાહે ગોલ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટની સરખામણી કરીએ તો બંને ટીમમાં કેટલાંક પરિવર્તન કરાયાં હતાં પરંતુ પરિસ્થિતિમાં કોઈ ફરક પડ્યો ન હતો. ગોલમાં શ્રીલંકાએ પ્રથમ દિવસે બે વિકેટે ૨૫૮ રન કર્યા હતા તો સોમવારે ૩૧૨ રન કર્યા હતા અને એ જ બે ખેલાડીએ સદી ફટકારી હતી.શ્રીલંકન સુકાની કુમાર સંગાકરાએ ટોસ જીતીને કંગાળ ભારતીય બોલિંગને ધ્યાનમાં રાખીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિવસની રમતને અંતે સંગાકરા ૧૦ અને મહેલા જયવર્દને ૧૩ રન સાથે રમતમાં હતા.તિલકરત્ને દિલશાને ભારતના વીરેન્દ્ર સેહવાગની માફક આક્રમક પ્રારંભ કર્યો હતો અને અભિમન્યુ મિથુન કે ઇશાન્ત શર્મા સેટ થાય એ પહેલાં તો અડધી સદી પૂરી કરી દીધી હતી. ભારતના સદનસીબે દિલશાન અડધી સદી પછી લાંબું ટક્યો ન હતો પરંતુ એ અગાઉ તેણે ૪૨ બોલમાં દસ બાઉન્ડ્રી સાથે ૫૪ રન ફટકારી દીધા હતા. ૧૮ ઓવરમાં તો શ્રીલંકાએ ૯૯ રન નોંધાવી દીધા હતા. સ્પિનર પ્રજ્ઞાન ઓઝાએ ભારતને પ્રથમ સફળતા અપાવતાં દિલશાનને આઉટ કર્યો હતો.


કોલંબો ખાતે રમાઇ રહેલી બીજી ટેસ્ટ : સંગાકારા-214, જયવર્દને-71

કોલંબો ખાતે રમાઇ રહેલી ત્રણ ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટના બીજા દિવસને પણ ભારતીય બોલરોની બોલિંગ ધાર વગરની જોવા મળતા શ્રીલંકાએ લંચ સુધીમાં બે વિકેટ ગુમાવીને 457 રન બનાવી લીધા છે. ભારતની નબળી બોલિંગનો ફાયદો ઉઠવતા લંકાના સુકાની કુમાર સંગાકારાએ બેવડી સદી ફટકારી છે. જ્યારે મહિલા જવર્દનેએ પણ અડધી સદી ફટકારી દીધી છે. કુમાર સંગાકારા 323 બોલનો સામનો કરીને 214 રન સાથે રમતમાં છે. જેમાં તેણે 29 ચોગ્ગા ફટકાર્યા છે. જ્યારે મહિલા જયવર્દને 133 બોલનો સામનો કરીને 10 ચોગ્ગાની મદદથી 71 રન સાથે રમતમાં છે.આ પહેલા પ્રથમ દિવસની રમતમાં ભારતીય બોલરોની બોલિંગ નિષ્ફળ રહેતા શ્રીલાંકાએ બે વિકેટ ગુમાવની 312 રન કર્યા હતા. જેમાં શ્રીલંકાના ઓપનિંગ બેટ્સમેન થરંગાએ 100 અને દિલશાને 54 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી શર્મા અને ઓઝાએ એક-એક વિકેટ મેળવી હતી.


વેસ્ટઇન્ડિઝના ઓલ ટાઇમ 11માંથી થ્રી ડબલ્યુ આઉટ

વેસ્ટઇન્ડિઝના ક્રિકેટ ઇતિહાસના સુપ્રસિદ્ધ થ્રી ડબલ્યુનો વેસ્ટઇન્ડિઝની ઓલ ટાઇમ ટેસ્ટ ટીમમાંથી બાદબાકી થઇ ગઈ છે. જ્યારે 80ના દશકાના પાંચ ખેલાડીઓએ આ ટીમમાં સ્થાન બનાવીને પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.એક ક્રિકેટની વેબસાઇટ દ્વારા પસંદ કરવામાં આવેલી સર્વકાલિન ટેસ્ટ ટીમમાં ત્રણ ડબલ્યુ ફ્રેંક વોરેલ, એવર્ટન વીક્સ અને ક્લાઇડ વાલકાટનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જોકે આ ત્રણ ખેલાડીઓનો સમાવેશ વેસ્ટઇન્ડિઝના મહાન ખેલાડીઓની યાદીમાં થાય છે. ટેસ્ટ ટીમમાં થ્રી ડબલ્યુ ઉપરાંત મહાન બોલર એંડી રોબર્ટ્સને પણ સ્થાન આપવામાં આવ્યું નથી. વેસ્ટઇન્ડિઝની આ ટીમાં ત્રણ મહાન ખેલાડીઓને તો સ્થાન મળ્યું નથી. પરંતુ 80ના દશકાના ગાર્ડન ગ્રીનિઝ, વિવિયન રિચર્ડ્સ, કર્ટલી એંબ્રોસ, માઇકલ હોલ્ડિંગ અને મૈલ્કમ માર્શલનો ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે હાલની વેસ્ટ ઇન્ડિઝની ટીમનો એક પણ ખેલાડીઆ બેસ્ટ વેસ્ટ ઇન્ડિઝ ટેસ્ટ ટીમમાં નથી.

No comments:

Post a Comment