28 July 2010

ભુજ સ્વામિનારાયણ મંદિરે હિંડોળા મહોત્સવનું વિશેષ આયોજન

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

ભુજ સ્વામિનારાયણ મંદિરે હિંડોળા મહોત્સવનું વિશેષ આયોજન

ભગવાન કૃષ્ણ જ્યારે ચોમાસાની સીઝનમાં વનમાં બાળ સખાઓ સાથે જતા ત્યારે ભૂલકાઓ વેલામાં હિંચકા બાંધી કૃષ્ણ ભગવાનને હિંચાવતા હતા. આ પરંપરા મુજબ ભક્તિ સંપ્રદાયમાં હિંડોળાની શરૂઆત થઇ આ પરંપરાને વલ્લભાચાર્ય અને રામાનુજાચાર્યએ આગળ ધપાવી છે.આ પરંપરા મુજબ ભુજમાં સ્વામિ ભગવાને ૧૮૨૩માં નરનારાયણ દેવના મંદિરની સ્થાપના કરી. ત્યારથીજ હિંડોળાની પ્રથા અવિરત ચાલુ છે બુધવારે સાંજે ૩:૩૦ વાગ્યે પ્રસાદીના અને ૪ વાગ્યે નૂતન મંદિરે હિંડોળાનો પ્રારંભ થશે.ભુજ પારેશ્વર ચોક સ્થિત સ્વામિ મંદિરે ૩:૩૦ વાગ્યે તેમજ નૂતન નરનારાયણ દેવના મંદિરે સાંજે ચાર વાગ્યે મહંત સ્વામી ધર્મનંદનદાસજી, પાર્ષદ જાદવજી ભગત, સ્વામી પ્રેમપ્રકાશદાસજી સહિતના સંતો તેમજ સત્સંગીઓની ઉપસ્થિતિમાં પ્રારંભ થશે. ભાઇઓ તથા બહેનોના મંદિરમાં શ્રીજી મહારાજને જુલાવવા તથા દર્શનનો લાભ ૨૮ જુલાઇથી ૨૬ ઓગસ્ટ સુધી ભક્તોને મળશે.જેમાં નરનારાયણ દેવ સુર્વણના અને રાધાકૃષ્ણદેવ રજતના હિંડોળે ઝૂલશે. તેમજ વૈષ્ણવ મંદિરો અને કૃષ્ણ સંબંધી મંદિરો, દ્વારકાધીશ, સત્યનારાયણ, લક્ષ્મી નારાયણ હવેલી વગેરેના મંદિરોમાં પણ હિંડોળા મહોત્સવ ઉજવાતો હોય છે.ભુજના સ્વામિનારાયણ અને નર નારાયણ મંદિરમાં દિવસોથી આ માટેની તડામાર તૈયારીઓ વડીલ સંતોના માર્ગદર્શન હેઠળ સ્વામી ધર્મસ્વરૂપદાસજી તેમજ અન્ય સંતો, હરિભક્તો, સત્સંગીઓ, સાંખ્યયોગી નીતાબાઇ અને સાંખ્યયોગી અનિતાબાઇની મદદથી કલાત્મક હિંડોળા તૈયાર કરી રહ્યા છે.

હવે, રાત્રિબજારનો રસ્તો મોકળો

વુડાભવન સામે વિશ્વામિત્રી નદીના કિનારે રાત્રિબજાર બનાવવાની દિશામાં સેવાસદને તેજ ગતિથી કામગીરી શરૂ કરી દીધી છે. ૪.૧૧ કરોડ રૂપિયાના ખર્ચે રાત્રિબજાર બનાવવા માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજુ કરવામાં આવી છે.શહેરમાં ખાસ કરીને મોડી રાતે પ્રવાસીઓ તેમજ સ્થાનિક નાગરિકોને ખાણીપીણીથી માંડીને પ્રાથમિક સુવિધા મળતી નથી. જેના નિરાકરણ માટે સેવાસદને વુડાઓફિસ સામે આવેલી જમીન સંપાદિત કરીને તેના બદલામાં અન્ય જમીન ફાળવવાનો નિર્ણય કર્યો હતો. વુડાભવન સામે વિશ્વામિત્રી નદીનાકિનારે નાઇટ માર્કેટ બનાવવાના આયોજનના ભાગરૂપે માંજલપુર આઉટડોર સ્પોર્ટસ કોમ્પ્લેકસના કન્સલ્ટિંગ આર્કિટેકટ નૂતન સ્થાપત્યની માનદ સેવાથી નિ:શુલ્ક લે આઉટ પ્લાન તૈયાર કરવામાં આવેલ છે.
રાત્રિ બજારના પ્રથમ તબક્કામાં ફૂડ સ્ટોલ, કિઓસ્ક, સિક્યુરિટી કેબિન, એડિમિનીસ્ટ્રેશન બ્લોક, ટ્રી બેન્ચ ફરતે કમ્પાઉન્ડ વોલ, પેવર બ્લોકથી ફલોરિંગ,ઓબઝેઁટીવ ટાવર, આરસીસી રોડ અને રિટેઇનિંગ વોલ, જેન્ટ્સ-લેડીઝ ટોઇલેટનો સમાવેશ થાય છે. જ્યારે, બીજા તબક્કામાં એમ્ફી થિયેટર, ફૂડ સ્ટોલ, સ્નેકબાર, આર્ટ અને ક્રાફટના વેચાણની વ્યવસ્થા, આઇસક્રિમ પાર્લર(નાસ્તાની વ્યવસ્થા અન્વયે રેસ્ટોરન્ટ), પેવર બ્લોકસાથેના ફલોરિંગ, આરસીસી રોડની કામગીરી કરવાની રહેશે.પ્રથમ તબક્કાની કામગીરી કરાવવા માટે ટેન્ડર આમંત્રિત કરવામાં આવ્યાં હતાં. જેમાં ત્રણ ટેન્ડર ક્વોલિફાય થયા હતા. જેમાં, સૌથી ઓછો ભાવ રૂ.૪.૧૨ કરોડનો દર્શાવનાર ઇજારદારને વધુ ભાવ ઘટાડો કરવાનુ કહેવામાં આવતાં ઇજારદારે ૦.૨૫ ટકાનો ઘટાડો કરતાં કુલ કિંમત રૂ.૪,૧૧,૨૪,૮૮૬ થતી હતી. અંદાજી રકમ નેટ કરતાં ૨.૭૭ ટકા ઓછી હોવાથી તેને બહાલી આપવા માટે સેવાસદનના વહીવટીતંત્ર દ્વારા સ્થાયી સમિતિમાંદરખાસ્ત રજુ કરવામાં આવી છે.


નાગરવાડાના તોફાનોમાં વધુ ૧૦ આરોપી ઝડપાયા

નાગરવાડામાં મકાન પર હુમલો કરી તેમજ તોડફોડના બનાવમાં વધુ ૧૦ આરોપીઓની કારેલીબાગ ગત મોડી રાતે ધરપકડ કરી તેઓના બે દિવસના રિમાન્ડ મેળવ્યાં હતા. નાગરવાડામાં રહેતાં હવાબહેન ઘાંચીએ તેમની સાથે ઝઘડો કરનાર તેમના વિસ્તારના કુખ્યાત અનવરસિંધી સહિતના આરોપીઓ સામે ગત ૧૧મી તારીખે કારેલીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદની અદાવતે ૧૩મી તારીખની રાતે અનવર સિંધી સહિતના ૬૦ના ટોળાંએ તેમના મકાન પર હુમલો કર્યો હતો.આ બનાવમાં સંડોવાયેલાં ઇકબાલ હુસેન ઉર્ફે ગબ્બર ગુલામહુસેન સિંધી, અમીરૂદ્દીન ઉર્ફે અઝહર ઉમર સિંધી, મહેબૂબ હબીબ પઠાણ, ઇલિયાસ હબીબ સિંધી, ગુલામહુસેન ઉર્ફે લાલો ગુલામનબી લાખાજીવાલા , સિદ્દીક ઇબ્રાહીમ અરબ, ફિરોઝ ઉર્ફે મુકરી તાજુમિયાં સિંધી, શબ્બીરહુસેન ઉર્ફેજગ્ગુ ગુલામ હુસેન સિંધી, વસીમ ઉમર સિંધી અને શબ્બીર મહંમદ ફકીર મહંમદ સિંધીની ધરપકડ કરી હતી.ફિરોજ તેની સાસરીમાં ડભોઈ અને ત્યારબાદ પાદરામાં અને બાકીના આરોપીઓ અજમેરમાં છુપાયા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મેળવ્યાં હતા.


સિવિલ હોસ્પિટલ પાસેથી ૪ રૂપજીવિનીઓ પકડાઈ

રિંગ રોડ પર નવી સિવિલ હોસ્પિટલ ચોકથી લઈને છેક વનિતા વિશ્રામના ગેઇટ સુધીના વિસ્તારમાં દરરોજ સંખ્યાબંધ રૂપજીવિનીઓ રાત્રે સાડા આઠથી સાડા દસ સુધીના સમયગાળામાં ઊભી રહી ગ્રાહકની રાહ જોયા કરે છે. આ વાત રિંગ રોડ પરથી પસાર થનારી વ્યક્તિના ધ્યાન પર આવે છે પરંતુ કોઈ કારણોસર ઉમરા પોલીસને આ દ્રશ્યો દેખાતાં ન હતાં. તેવામાં મોડે મોડે પણ ઉમરા પોલીસ જાગી હતી અને મંગળવારે રાત્રે ચાર લલનાની ધરપકડ કરી હતી.રિંગ રોડ પર વનિતા વિશ્રામના ગેટ સામેથી લઈ મજુરાગેટ ગાંધી એન્જિનિયરિંગ કોલેજ સુધીના વિસ્તારમાંથી ચાર લલનાને પકડી પાડી છે. જેમાં અલ્પા રામુ મધુકર (રહે: ફૂલવીડી ઝૂંપડપટ્ટી, ભરીમાતા રોડ), સુનિતા લક્ષ્મણ હરિભાઉ (રહે: વરિયાવીબજાર), પૂનમ કિશોર દેશમુખ (રહે: મારુતિધામ સોસાયટી, અમરોલી) અને સોની બામનરાવ (રહે: ફૂવાવાડી ઝૂંપડપટ્ટી, ભરીમાતા રોડ)નો સમાવેશ થાય છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે જ્યારથી રૂપજીવિનીના વિસ્તાર ચકલાબજારનો અંત આવ્યો છે ત્યારથી મોટા ભાગની રૂપલલનાઓ ગ્રાહકોની શોધ માટે દરરોજ રિંગ રોડ પર ઊભી રહે છે. જેના કારણે ત્યાં આજુબાજુમાં રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વખત આવે છે. આ વિસ્તારમાં રહેતી મહિલાઓ વોકિંગ માટે ઘરની બહાર નીકળી શકતી નથી. આ દૂષણનો કાયમી અંત લાવવાની જવાબદારી જેમના માથે છે તે ઉમરા પોલીસ કોઈ અકળ કારણોસર આંખ આડા કાન કરતી હોવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવા સિવાયનો કોઈ રસ્તો બચ્યો નથી.


કચ્છ એક્સપ્રેસ ટ્રેનનો અકસ્માત ટળ્યો


કચ્છમાં સોમવારે પડેલા ભારે વરસાદને કારણે અંજાર રેલવે ફાટક પાસે રેલવે ટ્રેક પરથી કાંકરા અને માટી ખસી જવાની ઘટના પછી તંત્રે તેનું સમારકામ કરી લીધું, પણ આજે એવું બહાર આવ્યું હતું કે, જો ફાટકમેનની ધ્યાન બહાર આ બાબત રહી જાત તો મોટી દુર્ઘટના થવાની શક્યતા સર્જાઇ હોત.રેલવેના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભુજથી કચ્છ એક્સપ્રેસ ટ્રેન ઉપડવાની તૈયારી હતી, ત્યારે જ તેને અટકી જવાનો આદેશ થતાં ભારે હલચલ મચી ગઇ હતી. અંજાર પાસે ટ્રેક યોગ્ય ન હોવાનો અહેવાલ આવતાં વરસાદથી નુકસાન થયું હોવાની સ્થિતિ ઊભી થયાનો અંદાજ સાચો પડયો હતો. રાત વચ્ચે અધિકારીઓએ ગાંધીધામથી ખાસ ટ્રેન મોકલીને ટ્રેકનું સમારકામ કરી લીધા પછી રાત્રે ૧૧.૫૦ વાગ્યે કચ્છ એક્સપ્રેસ અને રાત્રે ૧૨:૩૦ વાગ્યે સયાજીનગરી એક્સપ્રેસ રવાના કરાઇ હતી.અંજાર નજીક આવેલા ફાટક પાસે ટ્રેક યોગ્ય નથી તેની જાણ બહાર તંત્રે ટ્રેનને રાઇટ ટાઇમ રવાના કરવાની તૈયાર કરી લીધી હતી. મોન્સુન પેટ્રોલિંગ દરમિયાન સબસલામત હોવાનો રિપોર્ટ આપી દેવાયો હતો, આથી જ ટ્રેનને રવાના કરવા તૈયારી કરી લીધી હતી. આ સમયે જ ફાટકમેન દ્વારા ટ્રેક બેસી ગયાની જાણ થતાં જવાબદારો ધંધે લાગ્યા હતા.સીધા ટ્રેક પર ટ્રેન પસાર થાય તે સાથે જ ટ્રેક તૂટી જાત અથવા તો બેસી જાત તેને કારણે ટ્રેનના ડબ્બા ખડી પડ્યા હોત. મોટાભાગે ફાટક ક્લિયર હોય અને રાઇટ ટાઇમ સાચવવા હંમેશ મુજબની સ્પીડ હોય તેને કારણે અકસ્માતમાં જાનહાનિ કે મોટી નુકસાનીની પણ શક્યતા હતી.


ગળપાદરમાં યુવાન પાણીમાં તણાયો

શાંતિધામ પાસે તણાતાં યુવાનનું મૃત્યુ : જરૂ ગામની પાપડી પસાર કરવા જતા અન્ય યુવક પાણીમાં ગરકાવ થઇ ગયો : બંનેની લાશ મંગળવારે સવારે મળીકચ્છમાં એક બાજુ સારા વરસાદના પગલે સર્વત્ર આનંદની લાગણી છે, તો બાજી બાજુ વરસાદના કારણે આ વખતે લોકોને જીવ પણ ગુમાવવા પડ્યા છે. સોમવારે જિલ્લાભરમાં કુલ દસ વ્યક્તિનાં વરસાદના કારણે મૃત્યુ થયા બાદ મંગળવારે વધુ બે વ્યક્તિઓની પાણીમાં તણાઇ ગયેલી લાશ મળી આવતાં કુલ મૃત્યુઆંક ૧૨ પહોંચી ગયો છે.ગાંધીધામ તાલુકાના ગળપાદર પાસે આવેલી શાંતિધામ વસાહતની પાપડી પસાર કરતી વખતે એક યુવાન તણાઇ ગયો હતો. જેની લાશ મંગળવારે સવારે મળી આવી હતી, તો અંજાર તાલુકાના જરૂ ગામની નદી પરની પાપડી પસાર કરતી વખતે ડૂબી ગયેલા પરપ્રાંતીય યુવાનનો મૃતદેહ પણ મંગળવારે મળી આવ્યો હતો.મળતી વિગતો મુજબ ગાંધીધામ તાલુકાના ગળપાદર પાસે આવેલી શાંતિધામ વસાહત ખાતે રહેતો મનોજ જગદીશ શર્મા (ઉ.વ.૩૨) નામનો યુવાન રાબેતા મુજબ સોમવારે દીપક ટિમ્બર ખાતે કામ પર ગયો હતો. વરસાદ હોવાના કારણે ટિમ્બર પર રજા પડી જતાં તે અને બીજા અન્ય બે-ત્રણ લોકો પગપાળા શાંતિધામ ખાતે પોતાના ઘર પરત ફરી રહ્યા હતા. ભારે વરસાદના કારણે આ વિસ્તારમાં આવેલી પાપડી પર ખૂબ જ વેગથી પાણી વહી રહ્યું હતું.જોકે, તેની આગળ અન્ય બેથી ત્રણ લોકોએ આ પાપડી પસાર કરી લીધી હોવાથી ભોગ બનનારો યુવાન અને તેના સાથીદારોએ પણ પાપડી પસાર કરવાની હિંમત કરી હતી, પરંતુ પાપડી પસાર કરતી વખતે પાણીના પ્રવાહના કારણે આ યુવાનનો પગ લપસી પડતાં તે તણાઇ ગયો હતો. જોકે, તેને બચવાની પણ ભરપૂર કોશિશ કરી હતી. તેના એક સાથીદારે ૧૫ મિનિટ સુધી તેનો હાથ પકડી રાખ્યો હતો, પણ આખરે તે પણ પાણીના ધસમસતા પ્રવાહ સામે હારી ગયો હતો અને યુવાન તણાઇ ગયો હતો. જોકે, તેની સાથે રહેલા બેથી ત્રણ લોકો બચી ગયા હતા. ઘટના બાદ યુવાનની લાશ શોધવા આ વિસ્તારના રહીશોએ અથાગ પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેઓને સફળતા મળી નથી, પરંતુ મંગળવારે સવારે કેટલાક લોકોને બાવળની ઝાડીઓમાંથી આ યુવાનની લાશ મળી આવી હતી.

ભાવનગરના નેતાઓ ભલે નપાણીયા પણ પ્રજા હવે પાણી વાળી થઈ છે

ભાવનગરના લોકો મેઘરાજાની મહેરથી ખુશખુશાલ છે. ઉનાળાએ આ વર્ષે કાળોકેર વર્તાવ્યો હતો. ગરમીથી ત્રાસેલા નગરજનો અનરાધાર વરસાદથી ખુશ-ખુશ છે. જોકે, જગત આખું ભાવનગરને અન્યાય કરતું હોય તો પછી મેઘરાજા શું કામ બાકી રહે ? સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થયા છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો વરસાદ ભાવનગરમાં પડયો છે. જોકે, આપણી પ્રજા સંતોષી છે. કુદરતે દીધું તે ઘણુ ઘણું...ભાવનગરના લોકોને કુદરત આપે કે ન આપે તેની સાથે નહી પણ તંત્ર આપશે કે નહીં ? તેની સાથે જાજી લેવાદેવા હોય છે. અષાઢ મહિનામાં મોસમનો ૫૦ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે અને શહેરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ પણ ૨૫.૩ ફુટ જેટલો ભરાઈ ગયો છે અને મેઘરાજાની આવી જ મહેર ચાલુ રહી તો શેત્રુંજી ડેમ ઓવરફલો પણ થશે.ભાવનગરના લોકોએ છેલ્લા ઉનાળા દરમિયાન પાણી પ્રશ્ને અસહ્ય ત્રાસ વેઠયો છે. દૂષ્કાળ પડયો હોય અને ટીપુય પીવાનું પાણી ન હોય તો કુદરત રૂઠી છે તેમ સમજીને મન મનાવી લેવાય. પણ નજર સામે છલોછલ ભરેલું પાણી હોય છતાં પાણી ન મળે ત્યારે મન ન મનાવાય પણ જવાબદારોને શરમથી પાણી... પાણી.... થઈ જાય એવો સબક શીખવાડાય.પાણી માટે જુદી-જુદી એક ડઝન યોજનાઓ બની છે. પહેલા તરસમીયા ફલ્ટિર પ્લાન્ટ ચાલુ થશે એટલે સમસ્યા નહીં રહે તેવો દાવો કરાતો હતો. એ પછી શેત્રુંજય પેરેલલ લાઈન નાંખવાની વાત આવી. ૩૫ કરોડના ટેન્ડરમાં મલાઈ ન મળી એટલે કામનો વર્ક ઓર્ડર ન આપ્યો પ્રજાનું થવું હોય તે થાય અમારૂ તરભાણુ ભરો !! આ લોકોના ગરીબ મેળા પહેલા ગોઠવાય ગયા હશે!!શહેરના જુદા-જુદા વિસ્તારમાં પ્રેસરથી પાણી મળી રહે તે માટે પાણીની ટાંકીઓ બનાવવાની યોજના ચિતરાઈને પડી છે. પાણીની પાઈપ લાઈનો નાંખવા માટે કોર્પોરેટરોએ ફાળવેલી ગ્રાંટના કામો બાકી છે.સમય... ક્યારેય રોકાતો નથી. ચોમાસુ પુરૂ થઈ જશે અને મહાનગરપાલિકાની ચૂંટણીના નગારા... નગારા... ક્યારે વાગશે તે ખબર નહી પડે.

વિદ્યાર્થી આંદોલન હિંસક

ફી વધારાના મુદ્દે વલ્લભવિદ્યાનગર સ્થિત એન્જિનિયરિંગ કોલેજમાં શૈક્ષણિક કાર્ય દરમિયાન એબીવીપીના કાર્યકરોએ હુમલો કરતાં અફડાંતફડી મચી : એડીઆઈટીના પ્રિન્સિપલને માર મારતાં ગંભીર ઈજા : પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યોઈજનેરી, ફાર્મસી અને મેનેજમેન્ટની સ્વનિર્ભર કોલેજમાં તોતિંગ ફી વધારાના મુદ્દે વિદ્યાનગરમાં શરૂ થયેલું વિદ્યાર્થી આંદોલન મંગળવારે હિંસક બની ગયું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાનગરની એડીઆઈટી કોલેજમાં મંગળવારના રોજ એક કાર્યક્રમ દરમિયાન તોડફોડ કરતાં મામલાએ ગંભીરરૂપ ધારણ કરી લીધું હતું. આ બનાવના પગલે દોડી ગયેલાં ડીવાયએસપી સહિતના પોલીસ કાફલાએ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. એડીઆઈટી કોલેજમાં સ્થિતિ એટલી વણસી ગઈ હતી કે વિદ્યાર્થી આગેવાનોએ પ્રિન્સપલની કેબિનના કાચ તોડી નાખીને માર મારતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવા પડ્યાં હતાં.વિદ્યાનગર સહિત રાજ્યભરમાં ઈજનેરી, ફાર્મસી અને મેનેજમેન્ટની સ્વનિર્ભર કોલેજમાં રૂ.૧૬ હજાર સુધીનો ફી વધારો કરવામાં આવતાં વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. આ મુદ્દે છેલ્લાં ચારેક દિવસથી વિદ્યાર્થી આગેવાનો દ્વારા આંદોલન ચાલવવામાં આવી રહ્યું છે. આ આંદોલનની ધારી અસર ન થતાં હવે વાતાવરણ વધુ ઉગ્ર બન્યું છે.વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) દ્વારા ન્યૂ વલ્લભ વિદ્યાનગર સ્થિત એડીઆઈટી કોલેજમાં આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. મંગળવારના રોજ એબીવીપીના કાર્યકરો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કોલેજના દરવાજા પાસે એકત્ર થયાં હતાં. દરમિયાનમાં કોઈ મુદ્દે મામલો બિચકતાં વિદ્યાર્થીઓ ઉશ્કેરાયાં હતા અને બેઝબોલનું બેટ લાવી તોડફોડ શરૂ કરી દીધી હતી.ચાલું શૈક્ષણિક કાર્ય દરમિયાન અચાનક તોડફોડ થતાં કોલેજ કેમ્પસમાં અફડાતફડી મચી ગઈ હતી. તોફાને ચડેલાં વિદ્યાર્થીઓ અને આગેવાનો સીધા પ્રિન્સિપલ રાજીવકુમાર પ્યારેલાલ જૈનની ઓફિસ સુધી પહોંચી ગયા હતા અને દરવાજાના કાચ તોડી અફિસ ફર્નિચરને મોટોપાયે નુકસાન પહોંચાડ્યું હતું. આ ઉપરાંત પ્રિન્સિપલ રાવજીકુમાર જૈન પર પણ હુમલો કરી ઈજા પહોંચાડી હતી. સ્થિતિ કાબૂ બહાર જતાં આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી, જેનાં પગલે ડીવાયએસપી આર.સી. પાઠક, વિદ્યાનગર પોલીસ સબઈન્સ્પેકટર ડી.પી. ભટ્ટ, એ.એ. શેખ સહિતનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને સ્થિતિને કાબૂમાં લીધી હતી.

રાજ-ઉદ્ધવના સંબંધ સુધરશે!

શિવસેનાના કાર્યકારી પ્રમુખે પોતાના જન્મદિને આપેલો સંકેત. શિવસેનાના કાર્યકારી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પોતાના પિતરાઈ ભાઈ અને મહારાષ્ટ્ર નવિનર્માણ સેના (મનસે)ના વડા રાજ ઠાકરે સાથે હાથ મેળવવાનો સંકેત આપ્યો છે. આ બાબતે ઠાકરેએ પોતાના જન્મદિવસ નિમિત્તે કહ્યું હતું કે, કોંગ્રેસ અને નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) પાસેથી સત્તા મેળવવાનું ગણિત શીખવું જોઈશે.તેમને પત્રકારોએ પ્રશ્ન પૂછયો હતો કે, ‘અસંખ્ય મતભેદ હોવા છતાં કોંગ્રેસ અને એનસીપી સત્તા મેળવવા માટે એક થઈ જાય છે તો શું શિવસેના પણ મહાનગર પાલિકાની ચૂંટણીમાં જે પક્ષ સાથે મતભેદ છે એ પક્ષની સાથે જોવા મળશે? તેના જવાબમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, ‘ચૂંટણી પહેલાં એકબીજા વિરુદ્ધ આરોપ-પ્રત્યારોપ કરતો કોંગ્રેસ પક્ષ અને એનસીપી સત્તા મેળવવા માટે ચૂંટણીમાં એક થઈ જાય છે. ગોળની ભિલ્લી ઉપર જેમ મંકોડા ચીટકી રહે છે તેવી જ રીતે બેઉ પક્ષ સત્તામાં ચીટકી રહે છે. તે પક્ષોનો એ ગુણ શીખવા જેવો છે અને હવે અમારે પણ તેમની પાસેથી કંઈક તો શીખવું પડશે.’શિવસેનાના કાર્યકારી પ્રમુખનું આ નિવેદન બહુ જ મહત્વનું હોવાનું માનવામાં આવે છે, કારણ કે રાજ ઠાકરેએ અત્યાર સુધીમાં બે વાર તેમની સાથે સંબંધ સુધારવાનો સંકેત આપ્યો છે. રાજ અને ઉદ્ધવ મુંબઈ મનપાની ચૂંટણીમાં બન્ને ભાઈઓ સાથે થાય છે કે નહીં એ તો સમય જ કહેશે, પણ બેઉ ભાઈ વચ્ચે સંબંધ સુધરશે તો કોંગ્રેસ અને એનસીપીને તેનું રાજકીય નુકસાન ભોગવવું પડશે.શિવસેના અને મનસે ‘મરાઠી માણુસ’ નામે રાજકારણ કરે છે. તેમ છતાં બન્ને પક્ષોના એકત્ર આવવામાં ઓછી મુશ્કેલીઓ નથી. વળી, શિવસેના હિન્દુત્વના નામે પણ રાજકારણ કરે છે એટલે જ ભારતીય જનતા પક્ષ(ભાજપ)ની સાથે છેલ્લા બે દશકથી તેનું જોડાણ ટકીને રહ્યું છે, પણ મનસે મરાઠી માણસની સાથે મુસ્લિમ મતદારોને પણ સાંકળવાના પ્રયાસમાં છે.

કસાબના કેસની સુનાવણી ઓગસ્ટમાં હાથ ધરાશે

શહેરને બે દિવસ સુધી બાનમાં રાખનાર અને અત્યાર સુધીનો દેશમાં સૌથી મોટો મનાતો આતંકવાદી હુમલામાં એકમાત્ર જીવતા પકડાયેલા આતંકવાદી અજમલ કસાબે ફાંસીની સજા સામે કરેલી અપીલ પર મુંબઈ હાઈકોર્ટમાં હવે ઓગસ્ટમાં સુનાવણી હાથ ધરવામા આવશે.સુનાવણી દરમિયાન કસાબને આપવામાં આવેલી ફાંસીની સજાને સમર્થન મળે કે તે સજાને આજીવન કેદમાં ફેરવવામાં આવશે તે અંગેનો નિર્ણય હાઈકોર્ટ લેશે.કસાબે સીએસટી, કામા હોસ્પિટલ, મહાપાલિકા માર્ગ, મેટ્રો સિનેમા જંકશન અને ગિરગાંવ ચોપાટીની નજીક અંધાધૂંધ ગોળીબાર કરીને ૭૦ નિર્દોષ લોકોના જીવ લીધા હતા તેમ જ અનેક લોકો તેની બંદૂકમાંથી છુટેલી ગોળીઓને કારણે જખમી થયા હતા.હાઈકોર્ટમાં ૧૭ પેપર બુક (સાક્ષીઓના જવાબ, આરોપીનું કબૂલાતનામું, કોર્ટમાં સાક્ષીઓના પુરાવા અને નિકાલપત્ર વગેરે) જરૂરી હોઈ તેની એક નકલ પણ તપાસ સંસ્થાને તૈયાર રાખવી પડશે. જોકે ન્યાયાધીશ ટાહિલિયાનીએ આ બધો રેકોર્ડ પોતાના લેપટોપમાં સાચવી રાખ્યો હોવાને કારણે રેકોર્ડ બુકનું કામ જલદી થઈ જશે.

કરકરેના ખભામાં ગોળી લાગી હતી: ગૃહમાં ભાજપનો ધડાકો

એટીએસના શહીદ વડા હેમંત કરકરેના ખભામાં ગોળી લાગી હતી. તેમના ગરદનમાં ગોળી લાગી હતી એ રાજ્ય સરકારની માહિતી ખોટી છે, એવો ધડાકો ભાજપે મંગળવારે ગૃહમાં કર્યો હતો.ભાજપી વિધાનસભ્ય દેવેંદ્ર ફડણવીસે મંગળવારે રાજ્ય સરકારની પોલ ખોલી હતી. તેઓ કરકરેનો પોસ્ટમોર્ટમનો અહેવાલ જ ગૃહમાં લઈને આવ્યા હતા.તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારે એવી સ્પષ્ટતા કરી હતી કે કરકરેનું મોત ગરદનમાં ગોળી લાગવાથી થયું છે. હકીકતમાં કરકરેના ખભામાં ગોળી લાગી હતી. કરકરેને કુલ પાંચ ગોળી લાગી હતી એવું પોસ્ટમોર્ટમના અહેવાલમાં સ્પષ્ટ થાય છે.આનો મતલબ એ છે કે કરકરેનું બુલેટપ્રૂફ જેકેટ હલકી ગુણવત્તાનું હતું. સરકાર આ વાત છુપાવવા માટે કરકરેને ગરદનમાં ગોળી લાગીને તેમનું મોત થયું હોવાનું જુઠાણું ચલાવી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.નોંધનીય છે કે આતંકવાદી હુમલામાં કરકરે સહિત ત્રણ ટોચના પોલીસ અધિકારી શહીદ થયા બાદ જેકેટને લઈને ભારે કાદવઉછાળ થયો હતો. સરકાર આ જેકેટ હલકી ગુણવત્તાનાં નહોતાં એવું વારંવાર સ્પષ્ટતા કરતી હતી.

કલેક્ટર ઓફિસમાં એક જ ચર્ચા હવે ઉજવણીનો મૂડ રહેશે..?

અમિત શાહની ધરપકડથી પંદર ઓગસ્ટની ઉજવણી ઝાંખી પડવાની શક્યતા, મુખ્યમંત્રીના બે દિવસના કાર્યક્રમો જાહેર. રાજકોટમાં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી માટે તંત્રે વેગવાન તૈયારીઓ તો આરંભી છે પરંતુ પ્રવાહી રાજકીય સ્થિતિની અસર આ ઉજવણી પર કેવી થશે તે હવે ‘હોટ ડસ્કિશન’નો વિષય છે. સમગ્ર તંત્રમાં અને બહાર પણ એ ચર્ચા છે કે જે ભવ્યતા અને એક ઉત્સાહથી આ ઉજવણી થવાની હતી તે રીતે હવે થઇ શકશે? સ્થાનિક આગેવાનો અને આવનારા નેતાઓ મંત્રીઓના મોરલ પર આ ઉજવણી માટે કેવી અસર થશે તે પણ અગત્યનું છે. જો કે આ બધી વાતો વચ્ચે આજે તા.૧૪ અને ૧૫ ઓગસ્ટના મુખ્ય કાર્યક્રમો તો નક્કી થઇ પણ ગયા છે.તા.૧૪ ઓગસ્ટે મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી આખો દિવસ રાજકોટમાં રહેશે, સવારે ૯ વાગ્યે વિરાણી હાઇસ્કૂલ ખાતેથી ‘વાંચે ગુજરાત’ અભિયાન અંતર્ગત જ્ઞાનપ્રબોધિની રેલી નીકળશે જેમાં તેઓ હાજરી આપશે. તે જિ દવસે યુનિવર્સિટી ખાતે એક ભવનનું લોકાર્પણ થશે. સાંજે રાજકોટ મહાનગરપાલિકાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત થશે અને ત્યાર બાદ પ્રધ્યુમનપાર્કના નવાં પ્રાણી સંગ્રહાલયનું તેઓ લોકાર્પણ કરશે. સાંજે ગવર્નરની હાજરીમાં એટ હોમ કાર્યક્રમ યોજાશે. અને પંદરમીએ સવારે ભવ્ય પરેડ સાથે સી.એમ.રાજકોટમાં ધ્વજવંદન કરશે.


10 વર્ષની દુલ્હન અને 40નો દુલ્હો!

ઉત્તર પ્રદેશના કુશીનગરનમાં 10 વર્ષની એક બાળકીના લગ્ન તેના પરિવારજનોએ 40 વર્ષના પુરુષ સાથે કરાવી દીધા હતાં. આ પુરુષની સૌથી નાની પુત્રી આ બાલિકાવધૂથી બે વર્ષ મોટી છે. તેમજ તેની બીજી પુત્રીની ઉંમર 11 વર્ષ છે.રમાપુર બંગરા નિવાસી છાયા(કાલ્પનિક નામ) સ્થાનિક વિદ્યાલયમાં પાંચમાં ધોરણમાં અભ્યાસ કરે છે. હવે આ અબુદ્ધ બાળકી 40 વર્ષીય પુરુષ સાથે પોતાની જિંદગી વિતાવવા માટે મજબૂર છે.આશ્ચર્યની વાત એ છે કે છાયાની માતા સમગ્ર ષડયંત્ર રચનાર લોકોના દબાણમાં હતી. તેમજ તેના પતિ યોગેન્દ્ર સિંહની મનાઈ છતાં તેણે 40 વર્ષના પુરુષ સાથે પુત્રીના લગ્ન કરવા માટે જીદ પકડી હતી.પોલીસ અધિકારી લવ કુમારનું કહેવું છે કે અમે હાલમાં આ કેસની તપાસ કરી રહ્યા છીએ. તેમજ છાયાને જરૂર ન્યાય મળશે.

વણઝારાએ કૌસરબીની લાશને આગ ચાંપી હતી

સીબીઆઇની ચાર્જશીટ પ્રમાણે કૌસરબીની લાશને ઈલોલ લઈ ગયા બાદ નાથુભા જાડેજા અને ઇન્સપેક્ટર એન. વી. ચૌહાણે મૃતદેહ પર લાકડાં ગોઠવ્યાં હતાં.ત્યાર બાદ પીએસઆઇ બાલકૃષ્ણ ચૌબે જીપમાંથી ડીઝલનો કેરબો લઈ આવ્યો હતો અને ડીઝલ કૌસરબીની લાશ પર છાંટ્યું હતું. તે પછી ડી. જી. વણઝારાએ માચીસ સળગાવી કૌસરબીની ચિતાને આગ ચાંપી હતી.નજીકના ચેકડેમમાંથી પાણી લાવી ચિતા ઠારીને એક કોથળામાં અસ્થિઓ ભરીને ચૌબે અને એન.વી. ચૌહાણ નર્મદા નદીમાં કોથળો નાખી આવ્યા હતા.

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

No comments:

Post a Comment