28 July 2010

બર્ફાની બાબા ચાર ફૂટના થઇ ગયા

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

બર્ફાની બાબા ચાર ફૂટના થઇ ગયા

પવિત્ર અમરનાથ બાબાનું હિમશિવલિંગ દિવસે-દિવસે ઓગળી રહ્યું છે. હાલ, શિવલિંગની ઊંચાઇ માત્ર ચાર ફૂટ જેટલી રહી ગઇ છે. જુલાઇ માસની શરૂઆતના સમયમાં શિવલિંગ બાર ફૂટનું થઇ ગયું હતું.દરવર્ષ કરતા આ વખતે શ્રદ્ધાળુઓનો ધસારો વધુ હોવાના કારણે, બરફના શિવલિંગ ઓગલી રહ્યું છે. ગતવર્ષે લગભગ ચાર લાખ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફાના દર્શન કર્યા હતા. જ્યારે ચાલુ વર્ષે અત્યારસુધી સાડા ત્રણ લાખ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચૂક્યા છે.ગ્લોબલ વોર્મિંગ વધુ શ્રદ્ધાળુઓની સંખ્યા સહિતના કારણો જવાબદાર છે. આવી રીતે જો શિવલિંગ ઓગળતું રહ્યું તો યાત્રા પૂરી થતા પહેલા સુધી જ શિવલિંગ ઓગળી જશે. વર્ષ 2008 અને 2009 યાત્રા દરમિયાન સમગ્ર સમયે શિવલિંગ હિમસ્વરૂપમાં રહ્યું હતું.બીજી બાજુ, આજે વધુ જથ્થાને જમ્મુથી બાલતાલ કે પહેલગામના રસ્તેથી ગુફા માટે જવા માટે શ્રદ્ધાળુઓને મંજૂરી આપવામાં આવી ન હતી. ઉપરાંત જમ્મુથી કોઇ જથ્થાના સંબંધિત જવાની મંજૂરી આપવામા આવી ન હતી. દરમિયાન અમરનાથ યાત્રામાં આવેલા વધુ બે શ્રદ્ધાળુઓના મોત થયા છે. તેમાંથી એક શ્રદ્ધાળુ રાજસ્થાનના તથા અન્ય એક શ્રદ્ધાળુ મહારાષ્ટ્રના હતા.

જીરાવાલા જામીન માટે સી. બી.આઇ. સેસન્સ કોર્ટમાં અરજી કરે તેવી શક્યતા

અર્હમ ફાર્મ હાઉસના માલીક રાજુ જીરાવાલા આજે સ્પેશિયલ સીબીઆઇ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરે તેવી શક્યતા છે. સોહરાબુદ્દીન મર્ડર કેસમાં સીબીઆઇ દ્વારા ધરપકડ કરાયેલા અર્હમ ફાર્મહાઉસના માલીક અને કોર્પોરેટર સુરેન્દ્ર જીરાવાલાના ભાઇ રાજુ જીરાવાલાને કોર્ટમા રજુ કરી સીબીઆઈએ તેના રીમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે ના મંજુર કર્યા હતા.તો બીજી તરફ રાજુ જીરાવાલાના વકીલે સીબીઆઇ સ્પેસીયલ મેજીસ્ટ્રટે એ.આઇ.રાવલ સમક્ષ જામીન માટે પણ અરજ કરી હતી પરંતુ કોર્ટે જીરાવાલાની જામીન અરજી ફગાવી દીધી હતી. અને જીરાવાલાને જયુડીશીયલ કસ્ટડીમાં રાખવાનો આદેશ કરતા તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.માટે હવે જીરાવાલા દ્વારા આજે સ્પેશિયલ સીબીઆઇ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવે તેવી શક્યતા છે.


રાહુલ મહાજન પાયલને હેરાન કરી રહ્યો છે

રાહુલ મહાજને ટીવી પર સ્વંયવર યોજીને ડિમ્પી ગાંગુલી સાથે લગ્ન કર્યા છે. જો કે હવે તેઓના લગ્નજીવનમાં મુશ્કેલી આવે તેવી શક્યતા છે. રાહુલ પોતાની ભૂતપૂર્વ પ્રેમિકા પાયલને હેરાન કરી રહ્યો છે તેવી માહિતી મળી છે.રાહુલ છેલ્લાં એક મહિનાથી પાયલને ગમે તે સમયે ફોન કરે છે અને મેસેજ પણ મોકલે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલે પાયલને મેસેજમાં લખ્યું હતું કે, તે પાયલને મળવા માંગે છે અને તે પાયલને હજી પણ ભૂલ્યો નથી.


કેટરિનાનું સ્પેનિશ યુવક સાથે ચક્કર

હાલમાં કેટરિના ઝોયા અખ્તરની ફિલ્મ જિંદગી ના મિલેંગી દોબારાનું શુટિંગ કરી રહી છે. સ્પેનમાં કેટરિનાનો ચાહકવર્ગ વિશાળ છે.કેટરિના જ્યારે બુલફાઈટનું શુટિંગ કરતી હતી ત્યારે તેને કેટલાંક યુવકો મળવા આવ્યા હતા. એમાંથી એક યુવકે કેટરિનાને પ્રપોઝ કર્યુ હતું.શરૂઆતમાં યુનિટે આ યુવકોને સેટ પર આવવા દીધા નહોતા. યુવકો પણ જીદે ચડ્યા હતા. તેઓએ કેટરિનાને મળ્યા વગર જવાનો ઈનકાર કર્યો હતો અને તેઓ ત્યાં જ ઉભા રહી ગયા હતા.

એ.ટી.એમ.પર ધ્યાન રાખીને જાઓ


ગમે ત્યારે ક્યાંય પણ કોઇપણ બિલના પેમેન્ટ.. કોઇ ખરીદી અથવા તો પછી અન્ય પ્રકારની લેણદેણ માટે મુઠ્ઠીમાં સમાઇ જનાર ડેબિટ, ક્રેડિટ, એટીએમનો ઉપયોગ કરી શકો છે પણ તેમાં હવે મોટા ખતરા પણ રહેલા છે. શાતિર અને ટેકનિકના જાણકાર ચોર હવે તમારા નાણાં પર આરામથી ધાડ પાડી શકે છે કારણ કે આ કાર્ડોનો ઉપયોગ અને સાવધાનીઓની આપણને કોઇ જાણકારી નથી.મોટી રકમની લેવડ-દેવડ કરનાર કાર્ડધારકોને વધુ ખતરો મંડરાઇ રહ્યો છે. એટીએમથી રકમ ઉપાડનર ચોર એટલા શાતિર છે કે ખાતેદારોને તેનો ખ્યાલ સુદ્ધાં પણ આવતો નથી આવતો અને આ ખાતામાંથી મોટી રકમ ઉડી જતી હોય છે. પછી બેન્કથી લઇને પોલીસ સ્ટેશનની ભાગદોડ જેમાં પરિણામ મોટાભાગે શૂન્ય જ રહે છે.બીજીબાજુ બેન્ક મેનેજમેન્ટ તો ગ્રાહકની બેદરકારી બતાવીને જવાબદારીનો પલ્લો તેમના પર નાંખે છે. એવામાં લૂંટાયેલ કાર્ડધારક કશું કરી શકતો નથી. મોટું કારણ એ પણ છે કે પોલીસ સાઇબર ક્રાઇમ જેવા અપરાધને પકડવામાં પૂરું તંત્ર હજુ સુધી વિક્સિત થઇ શક્યું નથી.એટીએમ ટ્રેપ શું છે..એટીએમમાં ગ્રાહક આવતા પહેલાં જ કોઇ ચોર ત્યાં ટ્રેપ ફીટ કરીને રાખે છે. આ પ્રક્રિયામાં એક્સ-રે ફિલ્મની બે પાતળી સ્ટ્રિપનો ઉપયોગ કરવામાં આવે છે. બંને સ્ટ્રિપ એટીએમ કાર્ડ બ્લોકમાં આ રીતે ફસાવી દે છે કે તે ગ્રાહકોને દેખાય નહિં. ગ્રાહક જેવું પોતાનું કાર્ડ નાંખે છે તો મશીન પ્રોસેસમાં ન આવે.આ દરમ્યાન ચોર તમારી મદદ કરવાની વાત કહે છે. ગ્રાહક તે સમયે ફસાઇ જાય છે આથી તે કંઇપણ વિચાર્ય વગર મદદ માંગે છે. ચોર ગ્રાહકને પાસવર્ડ ફરીથી નાંખવાનો કહે છે. જેવો તમે પાસવર્ડ નાંખો છો તે ચોરી છુપીથી પાસવર્ડ જાણી લે છે.મશીન છતાં પણ ન ચાલે તો ગ્રાહકોને એ કહીને બહાર નીકાળી દે છે કે મશીન ખરાબ છે. શાતિર યુવક ચૂપચાપ તમારા એટીએમનું કાર્ડ બદલી દે છે. એટીએમ ખરબા હોવાની વાત સાંભળીને યુવકની પાછળ-પાછળ ગ્રાહક પણ એટીએમમાંથી બહાર નીકળી જાય છે. હવે યુવક પાસે એટીએમ કાર્ડ અને પાસવર્ડ બંને છે. થોડાંક જ સમયમાં યુવક ફરીથી આવે છે અને ગ્રાહકની રકમ ઉડાવી દે છે.

અંધારી આલમના ડોન જેવી શાહની ભૂમિકા હતી

સોહરાબુદ્દીનકાંડમાં અત્યાર સુધી વણઝારા અને અભય ચુડાસમા જ ખંડણી રેકેટના સૂત્રધાર હોવાનું બહાર આવ્યું હતું પરંતુ અમિત શાહ સામે સીબીઆઇ દ્વારા મુકાયેલી ચાર્જશીટમાં પાને પાને એ વાત સ્પષ્ટ થતી જાય છે કે અમિત શાહની ભૂમિકા પણ અંધારી આલમના ડોન હોય તેનાથી કમ ન હતી.માર્બલના વેપારીઓના ઇશારે ષડ્યંત્ર રચાયું.રાજસ્થાનના માર્બલના વેપારીઓના વિસ્તારમાં ૨૦૦૪માં સોહરાબુદ્દીન ગેંગનો અસહ્ય ત્રાસ વધી ગયો હતો. તે સમયે આ જ વિસ્તારમાં હમીદલાલા ગેંગ પણ સક્રિય હતી, જે આ વેપારીઓનું રક્ષણ કરવાના બદલામાં તેમની પાસેથી ખંડણી ઉઘરાવતી હતી.દરમિયાન સોહરાબુદ્દીન ગેંગ જોધપુરના મરિયમ માર્બલવાળા અગ્રવાલ પર ખંડણી માટે દબાણ કરતી હતી અને સોહરાબુદ્દીન સહિત તેની ગેંગના અઝમ, મુદસ્સર અને રાજુ મરિયમ માર્બલના પ્રોપરાઇટર અલી હસન બોહરા પાસે ખંડણી માટે પહોંચી ગયા હતા.જેથી મરિયમ માર્બલના માલિકે સોહરાબુદ્દીન ગેંગ વિરુદ્ધ કેસ કર્યો હતો અને તમામની ધરપકડ કરાઈ હતી. ત્યાર બાદ જેલમાંથી છુટેલા સોહરાબુદ્દીનના માણસો આ વિસ્તારમાં વધુ સક્રિય થઈ ગયા હતા અને તેમણે ફરીથી આતંક મચાવ્યો હતો. સોહરાબુદ્દીનનો આતંક વધતાં માર્બલના વેપારીઓના ઇશારે રાજસ્થાન અને ગુજરાત પોલીસે સોહરાબુદ્દીનનો ખેલ ખતમ કરવાનું ષડ્યંત્ર રચ્યું હતું.


શાહે હત્યાનો દોષ પોલીસ પર ઢોળ્યો

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં અમિત શાહે ભાજપ ઓફિસેથી મીડિયા સમક્ષ જે નિવેદનો આપ્યાં હતાં તે નિવેદનો અને તેની જામીનઅરજીમાં કેટલીક વિસંગતતાઓ સ્પષ્ટ તરી આવે છે. આમ શાહનો રાજકીય અને કાનૂની ચહેરો અલગ-અલગ હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે.અમિત શાહે પત્રકાર પરિષદમાં સોહરાબુદ્દીન મોટો આતંકવાદી હોવાના સાથે તેની પાસેથી પકડાયેલા શસ્ત્રો કસાબ કરતાં પણ વધારે હોવાની વાત કરી હતી અને આટલો ખતરનાક આતંકવાદીની એન્કાઉન્ટર બદલ સીબીઆઈ કોઈના ઈશારે કામ કરી રહી છે એમ જણાવ્યું હતું.બીજા જ દિવસે કોર્ટમાં અમિત શાહના વકીલે શાહ વતી જામીનઅરજીમાં સોહરાબુદ્દીન નામની કોઈ વ્યક્તિની હત્યા પોલીસ અધિકારીઓએ કરી દીધી છે તેવું લેખિતમાં જણાવ્યું છે એમ રાજકીય લાભ ખાંટવા બહાર અલગ અને કાનૂન સમક્ષ અલગ ચહેરો શાહનો જણાઈ આવ્યો હતો.


અમિત શાહ મંત્રી હતા કે માફિયા?

રાજ્યના માજી ગૃહપ્રધાન અમિત શાહ અને તેમની ગેંગ સામે સી.બી.આઈ.એ ફરમાવેલું તહોમતનામું ઘણી બધી રીતે વિશિષ્ટ છે. આમાં કાતિલ ષડ્યંત્ર છે, દગો છે, ખંડણી છે, નાણાંની હેરાફેરી છે, ધમકીઓનો લાંબો ઈતિહાસ છે, ઉપરાઉપરી થતાં ખૂન છે. દેશની છેલ્લાં કેટલાંક વર્ષોની આ સૌથી ભયાનક ક્રાઈમ સ્ટોરી છે. ‘ખાખીધારી’ ખલનાયકો અને તેમના ‘ખાદીધારી’ સૂત્રધારે આચરેલા ગુનાઓની આમાં સિલસિલાબદ્ધ વિગતો છે.એટીએસની ટીમે સોહરાબુદ્દીન અને તેની પત્ની કૌસરબીનું અપહરણ કર્યા બાદ ૨૪મી નવેમ્બર-’૦૫ના રોજ રાજસ્થાનના ઇન્સપેક્ટર અબ્દુલ રહેમાને તે અંગેની માહિતી હમીદલાલાના ભાઈ માજીદ મોહંમદને આપી હતી. માજીદે સોહરાબુદ્દીનના સાગરીત રફિક ઉર્ફે બન્ટીના સાળા આગળ તેની ડંફાસો મારી હતી. સોહરાબદ્દીન અને તેના સાગરીતોએ હમીદલાલાની હત્યા કરી હતી. રાજસ્થાનની પોલીસોના આ કરતૂતોનો સીબીઆઇને મળેલા નિવેદનમાં પદાફૉશ થયો છે.


અમિત શાહનો પુત્ર જેલમાં ટિફિન આપવા જતાં પોલીસે અટકાવ્યો

અમિત શાહનો પુત્ર જેલમાં ટિફિન આપવા જતાં પોલીસે તેને અટકાવ્યો. રાજકીય આગેવાનોના કહ્યાગરા કંથ બનનાર પોલીસ અધિકારીઓ હવે તેમની સામાન્ય તરફદારીથી પણ છળી ઊઠે છે. અમિત શાહને ટિફિન આપવા ગયેલા તેના પુત્રને આજે જેલ સત્તાવાળાઓએ અટકાવી દીધો હતો. જો કે બાદમાં અમિત શાહના પુત્ર જયની વહારે જેલના એડશિનલ ડી.જી. આવી પહોંચ્યા હતા.ગૃહપ્રધાન તરીકે એક સમયે જ્યાં કોઈ રોકવાની હિંમત ન કરે તેવી સ્થિતિમાંથી જેલમાં પુરાયેલા અમિત શાહના પુત્ર જયને જેલ સત્તાવળાઓનો પરચો થઈ ગયો હતો. જય આજે ટિફિન આપવા માટે જેલમાં ગયો હતો. જો કે તેના પિતાને મળતાં જેલ સત્તાવાળાએ તેને અટકાવ્યો હતો. તેથી તેણે ફોન કર્યો હતો. જે સાથે જેલના એડશિનલ ડી.જી. પી.સી. ઠાકુર ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે જયને સાથે લઈ જેલમાં પ્રવેશ્યા હતા.જો કે તે સમયે સિનિયર જેલરે તે સ્થળે આવી પહોંચી ઉચ્ચ અધિકારીને આવું નહીં કરવા જણાવ્યું હતું અને તેમને એવી પણ ટકોર કરી હતી કે, તમે અમારી નોકરી ખતરામાં મૂકો છો. જયને અંદર લઈ જવો હોય તો પહેલા એન્ટ્રી કરો પછી લઈ જાઓ. જે સાંભળી થોડી વાર માટે અધિકારી પણ સ્તબ્ધ થઈ ગયા હતા.


મોદીએ ગૃહ ખાતું કોઈને ના આપ્યું, ખાતાની ફાળવણી કરી

વજુ વાળાને ટ્રાન્સપોર્ટ અને સંઘાણીને કાયદાનો હવાલો, મુખ્યમંત્રી મોદીએ અમિત શાહના ખાતાની ફાળવણી કરી દીધી, ગૃહ સિવાયના અન્ય હવાલા રાજ્યકક્ષાના મંત્રી પરબત પટેલને ગુજરાત સરકારની કેબિનેટમાં રાજીનામું આપનાર અમિત શાહના ખાતાના વધારાના હવાલા અન્ય મંત્રીઓને સોંપવામાં આવ્યા છે. જો કે ગૃહ ખાતુ અન્ય મંત્રીઓને આપવા કરતાં ખુદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની પાસે રાખ્યું છે. આમ પણ તેઓએ કેબિનેટની ફાળવણીમાં ગૃહ ખાતુ પોતાની પાસે રાખેલું છે.રાજ્યના નાણામંત્રી વજુભાઇ વાળાને ફાળે વાહન વ્યવહાર ખાતું આવ્યું છે તો કૃષિમંત્રી દિલીપ સંઘાણીને કાયદો-ન્યાયતંત્ર,જેલ અને વૈધાનિક-સંસદીય બાબતોનો હવાલો અપાયો છે. અમિત શાહ પાસે અન્ય જે ખાતા હતા તે બાકીના તમામ રાજ્યકક્ષાના પાણી પુરવઠા મંત્રી પરબત પટેલને આપવામાં આવ્યા છે.મુખ્યમંત્રી મોદીએ હાલ તુરત મંત્રીમંડળનું વિસ્તરણ કરવાનો કોઇ વિચાર કર્યો નથી અને ખાતાના વધારાના હવાલાની ફાળવણી કરી દીધી છે.


અમીનને સાક્ષી બનતા અટકાવવા માટે અરજી કરાઈ
સોહરાબુદ્દીન કેસમાં તાજના સાક્ષી બનવા માટે ડૉ. એન. કે. અમીને અરજી કરતાં જ અન્ય આરોપીઓમાં તેની ઘેરી પ્રતિક્રિયા પડી છે. આ કેસમાં પોતાને સાંભળ્યા સિવાય અમીનને માફી આપવાનો કોઈ નિર્ણય ન કરવા માટે ૮ આરોપીએ તેમના એડ્વોકેટ વતી મંગળવારે અરજી કરી છે. બીજી તરફ અમીનના એડ્વોકેટ જગદીશ રામાણી કૌટુંબિક કારણોસર કોર્ટમાં હાજર ન રહી શકતાં તેમણે પણ સમય આપવા રજુઆત કરી છે. સ્પેશિયલ સીબીઆઇ મેજિસ્ટ્રેટ એ. આઇ. રાવલે આ કેસની વધુ સુનાવણી ત્રીજી ઓગસ્ટ પર મુલતવી રાખી છે. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇને તમામ રીતે મદદ કરી આઇપીસીની કલમ ૧૬૪ મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપવા તૈયારી દર્શાવી તાજનો સાક્ષી બનવાની ડૉ. અમીનની રજુઆતોએ સહઆરોપીઓની મુશ્કેલી વધારી દીધી છે. ડી. જી. વણઝારા, રાજકુમાર પાંડિયન, દિનેશ એમ.એન., એમ. એલ. પરમાર, એન. વી. ચૌહાણ, શ્યામસિંહ, હિમાંશુસિંહઅને ચૌબેએ તેમના એડ્વોકેટ મીતેશ અમીન અને પ્રયેશ લીંબાચિયા મારફતે અરજી કરી અમીનને તાજનો સાક્ષી બનતા અટકાવવા માટે રજુઆતો કરી છે. અરજીમાં એવી રજુઆત કરાઈ હતી કે સીબીઆઇએ ફાઇલ કરેલી ચાર્જશીટમાં અમીન અને અરજદારો આરોપી છે. નરેન્દ્ર અમીને તાજના સાક્ષી બનવા માટે અરજી કરતાં કોર્ટે સીબીઆઇને નોટિસ પાઠવી છે. અરજદારના ધ્યાન પર એ હકીકત પણ આવી છે કે અમીને આ કેસમાં તેમને મુક્તિ આપવા માટે પણ રજુઆત કરી છે. હાલ આ કેસ તપાસના તબક્કામાં છે અને તે તબક્કે આરોપીએ માફી માગી છે. બીજી તરફ તપાસ એજન્સીએ એન.કે. અમીન અને અરજદારો સામે ચાર્જશીટ પણ ફાઇલ કરી છે.ત્યારે ન્યાયના હિતમાં કોર્ટ કોઈ પણ ઓર્ડર કરતાં પહેલાં અરજદારને સાંભળવા જોઈએ. હજુ આરોપીઓને ચાર્જશીટ મળી નથી અને તે મળ્યા બાદ અરજદારોને પૂરી તૈયારીનો સમય આપવો જોઈએ, જેથી તેઓ આ કેસમાં માફી માગતી અમીનની અરજી સામે રજુઆતો કરી શકે.

સી. બી. આઇ.એ ખંડણીનો ભોગ બનનારાનાં નિવેદન લીધાં

સીબીઆઇએ સોહરાબુદ્દીનકાંડમાં ઝડપેલા પોલીસ અધિકારીઓની ગુનાઇત માનસિકતા સંબંધે ઊંડાણપૂર્વક તપાસ કરી ભૂતકાળમાં આ અધિકારીઓએ જે કોઈ વ્યક્તિઓને ધાકધમકી આપી હોય તેવી વ્યક્તિઓને પણ આ કેસમાં સાક્ષી તરીકે લેવામાં આવી હોવાનું ચાર્જશીટ દ્વારા જાણવા મળ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર સીબીઆઇએ સોહરાબુદ્દીનકાંડ અને તેની આજુબાજુ સંબંધિત તમામ ગુનાઇત પ્રવૃત્તિઓની તપાસ હાથ ધરી છે. જેમાં ક્રાઇમબ્રાન્ચ અને એટીએસના અધિકારીઓએ ખંડણી માટે કે સરકારને મદદ કરવા ધાકધમકી આપી હોય તેવી વ્યક્તિઓને પણ સાક્ષી તરીકે લેવાનો પ્રયાસ કર્યો છે.આ સાક્ષીઓની સાક્ષી ઉપરથી કદાચ સીબીઆઇ એવું ફલિત કરવા માગે છે કે ધરપકડ કરાયેલા અધિકારીઓનો ઈતિહાસ ખંડણી ઉઘરાવવા તથા ધાકધમકી આપવાથી ખરડાયેલો છે. અનેક બિલ્ડરો અને કેટલાય લઘુમતી સમાજના રાજકીય અગ્રણીઓને પણ અગાઉ કેટલાક કેસોમાં ફસાવી દઈ બાદમાં તેમની પાસે ખંડણી માગવામાં આવી હોવાનું સીબીઆઇની તપાસમાં બહાર આવ્યું છે અને આવા લોકોની પૂછપરછ તથા નિવેદનો સીબીઆઇએ નોંધ્યાં છે.


ગૃહખાતું નરેન્દ્ર મોદીએ જ સંભાળ્યું

સોહરાબુદ્દીન કેસમાં જેલમાં ગયેલા અમિત શાહે ગૃહરાજ્યમંત્રી પદેથી આપેલા રાજીનામા બાદ તેમનાં ૧૦ ખાતાંની મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અન્ય મંત્રીઓમાં વહેંચણી કરી છે. જોકે રાજ્યકક્ષાના ગૃહ મંત્રી તરીકેનો હવાલો કોઈને સોંપવામાં આવ્યો નથી.
કેબિનેટ કક્ષાએ ગૃહખાતું પોતાને હસ્તક હોવાથી મોદીએ રાજ્યકક્ષાના ગૃહખાતાનો હવાલો પણ પોતાની પાસે જ રાખ્યો છે. મુખ્યમંત્રીએ હાલ પૂરતું મંત્રીમંડળનું વિસ્તરણ કરાય તેવા પણ કોઈ નિર્દેશ આપ્યા નથી. નરેન્દ્ર મોદી મંત્રીમંડળમાં હવે કેબિનેટ કક્ષાના ૧૦ મંત્રી છે અને રાજ્યકક્ષાના ૭ મંત્રી રહ્યા છે.બે મંત્રી અમિત શાહ અને ડૉ. માયાબહેન કોડનાનીનાં રાજીનામાં લઈ લેવાયાં છે. કેબિનેટની સ્ટ્રેન્થ ૨૭ સુધી લઈ જઈ શકાય છે, તેથી મોદી ધારે તો હજી ૮ મંત્રી લઈ શકે છે. સૌરભ પટેલ પાસે પહેલેથી જ ઊર્જા, ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, કુટિરઉદ્યોગ, મીઠાઉદ્યોગ, છાપકામ અને લેખનસામગ્રી, ખાણ-ખનીજ, આયોજન, પેટ્રો-કેમિકલ્સ, નાણાવિભાગ હોવાથી તેમને ખાતાની ફાળવણી કરાઈ નથી.


અમીનને સમજાવવા આઇ.પી.એસ.વકીલ પહોંચી ગયા

સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટર અને તેની પત્ની કૌસરબીની હત્યામાં મહત્વની ભૂમિકા ભજવનાર એન.કે.અમીન સાક્ષી બનવાની અરજી કરતાં સરકારની ઊંઘ ઊડી ગઇ છે. અમીનને સમજાવવા માટે ઇશરત એન્કાઉન્ટરની તપાસ કરતાં સીટના સભ્ય અને આઇપીએસ અને વકીલ સમજાવવા માટે જેલમાં ગયા હતા અને તમામ મદદની ખાતરી આપી હતી. પરંતુ અમીન સાથેની ચર્ચા નિષ્ફળ રહી હોવાનું જાણવા મળ્યું છે.ડીવાયએસપી નરેન્દ્ર અમીનની સાક્ષી બનવાની અરજીએ સરકારને ચોક્કસપણે હલાવીને મૂકી દીધી છે. અમીનને મળવા માટે જેલમાં કોઇપણ આવે ત્યારે તેઓ બહાર હોય ત્યારે અન્ય કોઇ કેદીને બેરેકની બહાર નહીં કાઢવાનો જેલ સત્તાવાળાઓએ નિર્ણય લીધો છે.અમીનને સમજાવવા માટે આજે ઇશરત એન્કાઉન્ટરની તપાસ કરતી સીટના સભ્ય એક આઇપીએસ અને વકીલ સમજાવવા માટે જેલમાં ગયા હતા. અમીને આ આઇપીએસ સમક્ષ તેમની હૈયાવરાળ ઠાલવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.છેલ્લાં ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી જેલમાં હોવા છતાં સરકારે તેમના પરિવારની આર્થિક કે બીજી કોઇ દરકાર લીધી નથી. સરકારે માત્ર વણઝારાના પરિવારની જ દરકાર રાખી છે અને તેમના પુત્રોને સારી જગ્યાએ ગોઠવી આપ્યા છે. અમીનને સમજાવવા ગયેલા આઇપીએસએ તમામ સહાયની ખાતરી આપી હતી. પરંતુ અમીનને સમજાવવામાં નિષ્ફળ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.


સેન્સેક્સ-નિફ્ટી સપાટ

ભારતીય શેરબજારના મુખ્ય ઇન્ડેક્સ આજે સવારે સપાટ નજર આવી રહ્યા છે. જો કે એશિયન બજારોમાં સકારાત્મક સંકેત મળી રહ્યા છે.બીએસઇ ખાતે સવારે 9.10 વાગ્યે સેન્સેક્સ 16 અંકની મજબૂતી સાથે 18,094 પર હતો, નિફ્ટી 3 અંકની વૃદ્ધિ સાથે 5,434 પર છે. એનએસઇ ખાતે સીએનએક્સ મિડકેપમાં 0.49 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. બીએસઇ ખાતે સ્મોલકેપમાં 0.46 ટકા અને મિડકેપમાં 0.47 ટકાની વૃદ્ધિ છે. બીએસઇ ખાતે સેકટરોલ ઇન્ડેક્સમાં બેકિંગ, ટીઇસીકે, રિઅલટી અને આઇટી ઇન્ડેક્સને બાદ કરતાં તમામ અન્ય ઇન્ડેક્સોમાં મજબૂતીનો દોર જોવા મળી રહ્યો છે. કન્ઝયુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ 0.83 ટકા ઉપર છે. સેન્સેક્સ ખાતે 17 શેરોમાં તેજી અને 11 શેરોમાં નરમાઇ છે. એસબીઆઇ અને આઇટીસીનો શેર સપાટ છે. ટાટા સ્ટીલનો શેર 1.12 ટકા સૌથી ઉપરમાં છે.


ટ્રકોના પૈડા થોભી જશે તો શું થશે

જો ટ્રકોના પૈડા થોભી જશે તો શું થશે. ભલે તમને સીધી રીતે બહુ મોટી નુક્સાની ન દેખાય, પરંતુ વિશ્વાસ કરો તમારી જિંદગી પર તેની બહુ મોટી અસર પડશે. મોંઘવારી પહેલેથી જ આસમાને અડી રહી છે અને ટ્રકના પૈડા થોભી જશે તો તેનો ગ્રાફ વધુ ચઢી જશે. ટ્રાન્સપોર્ટ દ્વારા તામારી ચીજવસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ નહિં પહોંચી શકે અને એ જ થવાનું છે. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કૉંગ્રેસે 6 ઓગસ્ટના રોજ અનિશ્ચિતકાલીન હડતાળ પર જવાની વાત કરી છે.ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કૉંગ્રેસના અધ્યક્ષ જી.આર.શનમુગપ્પાએ કહ્યું કે દેશભરમાં તેમના 60 લાખ સભ્ય 6 ઓગસ્ટના રોજ હડતાળ પર જશે. કારણ કતે ટ્રકો પાસેથી ભારેખમ ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. શનમુગપ્પાના મતે પહેલેથી ટ્રક માલિકોની સ્થિતિ ખરાબ છે. અને ભારેખમ ટોલ ટેક્સ તેમની મુશ્કેલીઓ વધારી રહ્યું છે. હાલ ટ્રકો પર પ્રતિ કિલોમીટર 5 રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. 1997 સુધી તે પ્રતિ કિલોમીટર રૂ.1.40 રહ્યા કરતો હતો. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ ટોલ ચાર્જને ઘટાડવાની માંગ કરી રહ્યા છે. આ સિવાય તે તમામ રાજ્યોમાં એક સમાન ડિઝલની કિંમતો લાગૂ કરવાની માંગ પણ કરી રહ્યું છે.

એલિસન સૌથી વધુ પગાર મેળવનાર સીઇઓ

સોફટવેર કંપની ઓરેકલ કોર્પ.ના સંસ્થાપક અને સીઇઓ લૈરી એલિસન છેલ્લાં દાયકામાં સૌથી વધુ પગાર મેળવનાર સીઇઓ રહ્યા. તેમણે વાર્ષિક 1.84 અબજ ડોલર (અંદાજે 85 અબજ 83 કરોડ રૂપિયા)નું પેકેજ લીધું.આ યાદીમાં બીજા નંબર પર ઇન્ટરનેટ દિગ્ગજ બૈરી ડિલરને 1.14 અબજ ડોલર (અંદાજે 53 અબજ રૂપિયા)થી વધુ પગાર મળ્યો છે. 65 વર્ષના એલિસને 1977માં ઓરેકલની સ્થાપના કરી હતી.વોલસ્ટ્રીટ જર્નલના મતે કંપનીમાં તેમનો હિસ્સો 23 ટકા છે. ત્રીજા નંબર પર ઓક્સિડેન્ટલ પેટ્રોલિયમના સીઇઓ રે ઇરાની છે, જેમનું પેકેજ 85.7 કરોડ ડોલર (40 અબજ રૂપિયા) મળ્યું છે.


અમૃતસર : પુત્રીએ માતાની સામે પિતાને મોતને ઘાટ ઉતાર્યા

અમૃતસરના પાહ્વા ખાતે પુત્રીએ પિતાની હત્યા કરી છે. સંપતિમાં ભાગ નહીં આપવાથી ઉશ્કેરાયેલી પુત્રીએ માતાની સામે જ પિતાને મોતને ઘાટ ઉતારી દીધા હતા.ઘરિંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્યારાસિંહ અને તેની પત્ની અમર કૌર ઘરે હતા ત્યારે તેની પુત્રી પ્રકાશ કૌર કેટલાક શખ્સો સાથે માતા-પિતાના ઘરે પહોંચી હતી. જ્યાં તેણે પિતા પ્યારાસિંહ પાસે સંપતિમાં ભાગ માંગ્યો હતો. જે આપવાનો પિતાએ ઇન્કાર કરતા પ્રકાશ કૌરે તેના પિતાને પિટવાનું શરૂ કરી દીધું હતું.માતા અમરકૌરે વચ્ચે પડીને તેના પિતા પ્યારાસિંહને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ઉશ્કેરાયેલી પુત્રી પ્રકાશકૌરે તેની ઉપર પણ હુમલો કરી દીધો હતો.જેમાં અમરકૌરને ઇજા પહોંચી હતી. અંતે, ભારે મારના કારણે પ્યારાસિંહનું મોત થયું હતું. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે અને પરિણીત પુત્રી પ્રકાશકૌરની શોધખોળ હાથ ધરી છે. તેની પાસેથી અન્ય સાગ્રીતો અંગે પણ વિગતો મેળવવામાં આવશે.


સિવિલ હોસ્પિટલ પાસેથી ૪ રૂપજીવિનીઓ પકડાઈ

રિંગ રોડ પર નવી સિવિલ હોસ્પિટલ ચોકથી લઈને છેક વનિતા વિશ્રામના ગેઇટ સુધીના વિસ્તારમાં દરરોજ સંખ્યાબંધ રૂપજીવિનીઓ રાત્રે સાડા આઠથી સાડા દસ સુધીના સમયગાળામાં ઊભી રહી ગ્રાહકની રાહ જોયા કરે છે. આ વાત રિંગ રોડ પરથી પસાર થનારી વ્યક્તિના ધ્યાન પર આવે છે પરંતુ કોઈ કારણોસર ઉમરા પોલીસને આ દ્રશ્યો દેખાતાં ન હતાં. તેવામાં મોડે મોડે પણ ઉમરા પોલીસ જાગી હતી અને મંગળવારે રાત્રે ચાર લલનાની ધરપકડ કરી હતી. રિંગ રોડ પર વનિતા વિશ્રામના ગેટ સામેથી લઈ મજુરાગેટ ગાંધી એન્જિનિયરિંગ કોલેજ સુધીના વિસ્તારમાંથી ચાર લલનાને પકડી પાડી છે. જેમાં અલ્પા રામુ મધુકર (રહે: ફૂલવીડી ઝૂંપડપટ્ટી, ભરીમાતા રોડ), સુનિતા લક્ષ્મણ હરિભાઉ (રહે: વરિયાવીબજાર), પૂનમ કિશોર દેશમુખ (રહે: મારુતિધામ સોસાયટી, અમરોલી) અને સોની બામનરાવ (રહે: ફૂવાવાડી ઝૂંપડપટ્ટી, ભરીમાતા રોડ)નો સમાવેશ થાય છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે જ્યારથી રૂપજીવિનીના વિસ્તાર ચકલાબજારનો અંત આવ્યો છે ત્યારથી મોટા ભાગની રૂપલલનાઓ ગ્રાહકોની શોધ માટે દરરોજ રિંગ રોડ પર ઊભી રહે છે. જેના કારણે ત્યાં આજુબાજુમાં રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વખત આવે છે. આ વિસ્તારમાં રહેતી મહિલાઓ વોકિંગ માટે ઘરની બહાર નીકળી શકતી નથી. આ દૂષણનો કાયમી અંત લાવવાની જવાબદારી જેમના માથે છે તે ઉમરા પોલીસ કોઈ અકળ કારણોસર આંખ આડા કાન કરતી હોવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવા સિવાયનો કોઈ રસ્તો બચ્યો નથી.

અલંગમાંથી લાપતા રશિયન ક્રુ હજુ સુધી લાપત્તા

રશિયન એમ્બેસીમાંથી દબાણ વધતા ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા સઘન શોધખોળ યથાવત.૧૯ જુલાઈએ રશિયન શીપ બીચ થયા બાદ જહાજનો ઈલેકટ્રીક એન્જિનિયર હજુ સુધી લાપત્તા.અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના પ્લોટ નંબર ૧૧૩માં બીચ થયેલા શિપના રશિયન ક્રુ મેમ્બર છેલ્લા દસ દિવસથી ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા શોધખોળ ચાલી રહી છે, પરંતુ ક્રુને દરિયો ગળી ગયો હોય તેમ આજદિન સુધી કોઇ ભાળ મળી નથીઅથવા કોઇ સગડ મળ્યા નથી.આ પ્રકરણ અંગે રશિયને એલચી કચેરીમાંથી પણ ક્રુ અંગેની પુછપરછ વધી જતા સ્થાનિક તંત્ર પર દબાણ વધ્યુ છે. તો સંબંધિત પોલીસતંત્રની મંજુરી મળતા આ જહાજના ૧૮ ક્રુ મેમ્બરો પોતાના વતનમાં જવા રવાના થયા હતા.તા.૧૯ના રોજ શિપ બીચ થયા બાદ એલપીજી કેરિયર સમરસેટ માંથી ૧૯ ક્રુ મેમ્બરો પૈકી ૧૮ કિનારે આવી પહોંચ્યા હતા, પરંતુ શિપનો ઇલેકટ્રીક એન્જીનિયર યાસિલ યેવ એન્જેની ગુમ થયા હતા અને શિપના કેપ્ટન કેસોક દ્વારા સત્તાવાર ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. બાદમાં આ સભ્યની ચોતરફ શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી.લાપતા ક્રુ નો ડીજીટલ કેમેરો ભાંગેલી હાલતમાં શિપની બાજુમાંથી જ મળી આવ્યો હતો. પરંતુ મરિન પોલીસ, અલંગ જીએમબીના ફાયર વિભાગની સંયુક્ત જહેમત બાદ પણ તેની કોઇ ભાળ મળી નથી.

No comments:

Post a Comment