visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
ડો. અમિનનું નવું સરનામું કઇ જેલ હશે?
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સાબરમતી જેલમાં રખાયેલા ડો. નરેન્દ્ર અમિનનું નવું સરનામું હવે કઇ જેલ હશે? તે અંગે રાજ્યભરમાં અને ખાસ કરીને પોલીસ બેડામાં ચર્ચાઓ થઇ રહી છે.સોહરાબુદ્દીન પ્રકરણમાં ડી.જી. વણઝારા. એન.વી. ચૌહાણ અને અમિત શાહ સહિત આ પ્રકરણના કેટલાય આરોપીઓ સાથે સાબરમતી જેલમાં રખાયેલા પોલીસ અધિકારી ડો. નરેન્દ્ર અમિને તાજનો સાક્ષી બની પોતાનીપાસેની તમામ વિગતો સીબીઆઇને આપવાની જાહેરાત કરી છે.જેના પગલે તે સોહરાબુદ્દીન પ્રકરણના અન્ય આરોપીઓમાં અપ્રિય થઇ ગયા છે. અને પોતાના આ પગલાંથી જેલમાંના આ કેસના આરોપીઓ તેમના પર હુમલો કરે તેવી દહેશત વ્યક્ત કરતાં ડો.અમિને સીબીઆઇ સ્પેશિયલ કોર્ટમાં પોતાની જેલ બદલવા અરજી કરી છે.ડો.અમિનની આ અરજીની સુનવણી આજે બપોર પછી કરવામાં આવશે ત્યારે જાણી શકાશે કે હવે ડો. અમિનનું નવું સરનામું કઇ જેલ હશે?
અમે એક જ છીએ કહેનારા અમીન જ સૌથી પહેલા છુટા પડ્યા
ભલે અમારામાં કોઇ મુદ્દે વિખવાદ હોય પરંતુ સોહરાબુદ્દીન એન્કાઉન્ટરના મુદ્દે તો અમે એકજ છીએ અને એકજ રહેવાના છીએ તેવું કહેનારા પોલીસ અધિકારી ડો. નરેન્દ્ર અમીને જ તાજના સાક્ષી બનવાની અરજી કરી સૌથી પહેલા છુટા તમામથી છુટા પડવાની જાહેરાત કરી દીધી છેસોહરાબુદ્દીન એન્કાઉન્ટર અને કૌસરબી હત્યા પ્રકરમમાં ગુજરાત પોલીસ તથા સીઆઇડી દ્વારા ધરપકડ કરાયેલા ઘણા પોલીસ અધિકારીઓ અને કર્મચારોને જુદી જુદી જેલોમાં રાખાવામાં આવ્યા છે.જેલવાસ દરમિયાન પોલીસ અધિકારીઓ ડી.જી.વણઝારા અને ડો. નરેન્દ્ર અમીન વચ્ચે થયેલી તકરાર મારામારી સુધી પહોંચી ગઇ હતી.આ પ્રકરણ બાદ જ્યારે ડો.નરેન્દ્ર અમીનને કોર્ટમાં લાવવવામાં આવ્યા હતા ત્યારે તેમણે કોર્ટ બહાર એવું નિવેદન આપ્યું હતું કે ભલે અમારા વચ્ચે કોઇ મુદ્દે તકરાર થઇ હોય તેવું તમે જાણ્યું હોય પરંતુ એન્કાઉન્ટરના મુદ્દે તો અમે એકજ છીએ અને એકજ રહેવાના છીએ.પરંતુ એન્કાઉન્ટરના મુદ્દે અમે એકજ છીએ તેવું કહેવાવાળાજ ડો. નરેન્દ્ર અમીનજ સૌથી પહેલા છુટા પડી રહ્યા છે. તેમણે જ તાજના સાક્ષી બની પોતાની પાસેની વિગતો તથા પુરાવાઓ સીબીઆઇને સોપવાની જાહેરાત કરી છે.
આર. બી. આઇ. એ વ્યાજદરમાં વધારો કર્યો
મોંઘવારીને કાબૂમાં લેવા માટે અને દેશના અર્થતંત્રના વિકાસને જાળવી રાખવા માટે આજે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકગાળામાં ક્રેડિટ પોલિસી જાહેર કરતાં મુખ્ય વ્યાજદરોમાં વધારો કરી દીધો છે.આરબીઆઇએ ધારણા પ્રમાણે જ રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કર્યો, રિવર્સ રેપોરેટમાં 0.50 ટકાનો વધારો કરી દીધો છે. જ્યારે કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર)માં કોઇ વધારો કરવામાં ન આવતા 6 ટકાના દર પર સ્થિર રહેશે. આ નવા વ્યાજ દર લાગૂ થતાં રેપો રેટ 5.75 ટકા અને રિવર્સ રેપો રેટ 4.50 ટકા થઇ જશે.આરબીઆઇ વ્યાજદરોમાં વધારો કરતાં હવે હોમ, કાર સહિતની તમામ પ્રકારની લોનો મોંઘી થઇ જશે તેવું નિષ્ણાતોનું કહેવું છે.આરબીઆઇએ ચાલુ નાણાંકીય વર્ષ 2010-11માં દેશનો આર્થિક વિકાસ દર 8.5 ટકા અન ફુગાવાનો દર ક્રમશ: ઘટતા 6 ટકા થઇને વર્ષના અંતમાં 5.5 ટકા રહેશે તેવી ધારણા વ્યક્ત કરી છે.
શાહ સામે સીબીઆઇનો દુરૂપયોગ : સોરેન
ઝારંખડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સીબુ સોરેને આક્ષેપ મુક્યો છેકે, યુપીએ સરકાર દ્વારા સીબીઆઇનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે તથા ગુજરાતના ભૂતપૂર્વ પ્રધાન અમિત શાહને ફસાવવામાં આવી રહ્યાં છે.સીબુ સોરેને આક્ષેપ મુક્યો હતોકે, અમિત શાહ વિરૂદ્ધની સીબીઆઇ કામગીરી રાજકીય હેતુથી પ્રેરિત હોય તેવું જણાય છે. તથા પક્ષની જરૂર પ્રમાણે કોંગ્રેસ દ્વારા સીબીઆઇનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.ઉલ્લેખનીય છેકે, ભાજપના સમર્થનથી સીબુ સોરેન ઝારખંડના મુખ્યપ્રધાન બન્યા હતા. પરંતુ, બજેટ સત્ર દરમિયાન યુપીએ સરકાર વિરૂદ્ધના કાપ પ્રસ્તાવ દરમિયાન તેમણે યુપીએ સરકારના સમર્થનમાં મતદાન કર્યુ હતું. આથી ભાજપે તેમને આપેલો ટેકો પાછો ખેંચી લીધો હતો. જેના પગલે ઝારખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની ફરજ પડી હતી.
જેલમાં વણઝારાએ અમીનને જોઈ લેવાની ધમકી આપી
સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટરમાં અમિત શાહ જેલમાં જતાની સાથે જ જેલમાં રહેલા અધિકારીઓ વચ્ચે તનાવનું વાતાવરણ ઊભું થયું છે. એન.કે. અમીન તાજના સાક્ષી બનવા જઈ રહ્યા હોવાથી વણઝારા અને અમીન વચ્ચે જેલમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેના પગલે વણઝારાએ અમીનને જોઈ લેવાની ધમકી આપી હતી. અમીને રાજકોટ કે વડોદરા જેલમાં ખસેડવા માટે અરજી આપી દીધી છે. પૂર્વ ગૃહરાજ્યમંત્રી અમિત શાહ જેલમાં આવતાની સાથે જ એન.કે. અમીને તાજના સાક્ષી બનવા માટે કોર્ટમાં અરજી આપી દીધી છે. તેમના વકીલ આજે સીબીઆઇના અધિકારીઓને મળ્યા હતા.તેમના અસીલ એન.કે. અમીન તાજના સાક્ષી બનાવા માટે કોર્ટમાં અરજી કરી હોવાની માહિતીથી વાકેફ કર્યા હતા. બીજી બાજુ જેલમાં રહેલા ડી.જી. વણઝારાને અમીન તાજના સાક્ષી બની રહ્યા હોવાની જાણ થતાં વણઝારા અને અમીન વચ્ચે જેલની અંદર ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું જાણવા મળ્યું છે.
‘મુસાફરોની સેવા’માં મુંબઈ વિમાનમથક ચોથું
વાર્ષિક દોઢ કરોડથી વધુ પ્રવાસીઓની હેરફેર કરતાં ભારતીય વિમાનમથકોમાં મુંબઈના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય વિમાનમથકને શ્રેષ્ઠ વિમાનમથક તરીકે એરપોર્ટ સર્વિસ કવોલિટી નામના સર્વેક્ષણે સ્થાન આપ્યું છે. આ સર્વેક્ષણ એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલે વર્ષ ૨૦૧૦ના બીજા ત્રિમાસિક ગાળામાં હાથ ધર્યું હતું. સર્વેક્ષણે દોઢ કરોડથી અઢી કરોડ મુસાફરોની હેરફેર કરતાં વિશ્વનાં વિમાનમથકોમાં શ્રેષ્ઠતાની દ્રષ્ટિએ મુંબઈના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય વિમાનમથકનેચોથો ક્રમ આપ્યો છે.વર્ષ ૨૦૧૦ના બીજા ત્રિમાસિક ગાળા માટે મુંબઈ વિમાનમથક સેવા સંતોષની બાબતમાં ૪.૩૪નો પ્રશંસનીય આંક પણ આ સર્વેક્ષણમાં પ્રાપ્ત કર્યો છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં આ વિમાનમથકે સેવા સંતોષમાં ૪.૨૦નો આંક મેળવ્યો હતો અને વર્ષ ૨૦૦૯ના બીજા ત્રિમાસિક ગાળામાં ૩.૮૩નો સેવા સંતોષ આંક પ્રાપ્ત કર્યો હતો.એરપોર્ટસ કાઉન્સલ ઈન્ટરનેશનલ, વિમાન મથકોની સેવાઓની ગુણવત્તા (એરપોર્ટ સર્વિસ કવોલિટી)નાં સર્વેક્ષણો હાથ ધરવામાં સક્રિય એવી સ્વાયત્ત અને સ્વતંત્ર સંસ્થા છે. તેમાં પ્રવાસીઓના વિમાન મુસાફરી અંગેના તાજા પ્રતિસાદની અભિવ્યક્તિઓને આધારે મૂલ્યાંકન કરાય છે. આ સર્વેક્ષણો માસિક ધોરણે કરવામાં આવે છે અને તેનાં પરિણામો ત્રિમાસિક ધોરણે બહાર પાડવામાં આવે છે. આ વૈશ્વિક કાર્યક્રમ છે. તેમાં હાલ ૧૪૬ વિમાન મથકો સહભાગી છે.s
ભેટ આપીને દર્શાવીએ પ્રેમની લાગણી
ભેટ સોગાદ લેતીદેતીની કોઈ પરંપરા નથી. લગભગ દરેક ધર્મમાં દરેક સમાજમાં એક બીજાને ભેટ સોગાદ આપવામાં આવે છે. ભેટ સોગાદનો સીધો અર્થ થાય છે પોતાની સદભાવનાઓને કોઈ પ્રિય વ્યક્તિ સમક્ષ વ્યક્ત કરવી. આ જીવન પણ પ્રકૃતિ દ્વારા આપવામાં આવેલી એક ભેટ છે. દરેક ધર્મમાં ભેટ આપવાની એક પરંપરા છે. હિન્દુ લોકો દિવાળીના સમયે એકબીજાને ઉપહાર આપે છે. ખ્રિસ્તી લોકોમાં સાંતાક્લોઝ એક મોટો ઉપહાર છે. એના માધ્યમ થકી તેઓ ખાસ કરીને બાળકોને સદભાવનો સંદેશ આપે છે.
બ્રિટનમાં સ્થાયી થવા માટે અંગ્રેજીની પરીક્ષા ફરજીયાત
બ્રિટને પોતાના દેશમાં સ્થાયી થવા માગતા નોન-યૂરોપિયન દેશના લોકો માટે અંગ્રેજીની પરીક્ષા ફરજીયાત કરી છે. બ્રિટનની વર્તમાન સરકારે 29 નવેમ્બરથી નોન-યૂરિપોયન સિવાયના દેશમાંથી અહીં આવીને સ્થાયી થવા માગતા લોકો તેમજ બ્રિટનમાં લગ્ન કરવા કરવા માગતા લોકો માટે આ પરીક્ષા ફરજીયાત કરી છે. ધ યુકે બોર્ડર એજન્સીએ(યુકેબીએ) મંગળવારે જણાવ્યું હતું કે જે લોકો અહીં આવીને કાયમી વસવાટ કરવા માગે છે અથવા બ્રિટિશ નાગરિક સાથે લગ્ન કરવા માગે છે તેમણે હવેથી એવું સાબિત કરવું પડશે કે તેઓ અંગ્રેજી બોલી શકે છે તેમજ તેમને અંગ્રેજીની સમજ છે.આ માટે માઈગ્રન્ટોએ એજન્સી દ્વારા નક્કી કરવામાં આવેલી પરીક્ષામાં ઉતીર્ણ થવું પડશે. એટલે કે અરજીકર્તાએ એવન લેવલની પરીક્ષામાં પાસ થવું પડશે. યુકેબીએના જણાવ્યા પ્રમાણે બ્રિટનમાં કોઈ પણ જગ્યાએ રહેવાની અરજી કરતા લોકો માટે આ ટેસ્ટ ફરજીયાત છે.નોંધનીય છે કે બ્રિટનની સરકારે ગયા મહિને પોતાના દેશમાં બે વર્ષ સુધી અસ્થાયી સ્વરૂપે રહ્યા બાદ કાયમી વસવાટ માટે અરજી કરતા લોકો માટે‘નોલેજ ઓફ લેંગ્વેજ એન્ડ લાઈફ ઈન ધ યુકે’ ટેસ્ટ ફરજીયાત કરી હતી.
અમે એક જ છીએ કહેનારા અમીન જ સૌથી પહેલા છુટા પડ્યા
ભલે અમારામાં કોઇ મુદ્દે વિખવાદ હોય પરંતુ સોહરાબુદ્દીન એન્કાઉન્ટરના મુદ્દે તો અમે એકજ છીએ અને એકજ રહેવાના છીએ તેવું કહેનારા પોલીસ અધિકારી ડો. નરેન્દ્ર અમીને જ તાજના સાક્ષી બનવાની અરજી કરી સૌથી પહેલા છુટા તમામથી છુટા પડવાની જાહેરાત કરી દીધી છે.સોહરાબુદ્દીન એન્કાઉન્ટર અને કૌસરબી હત્યા પ્રકરમમાં ગુજરાત પોલીસ તથા સીઆઇડી દ્વારા ધરપકડ કરાયેલા ઘણા પોલીસ અધિકારીઓ અને કર્મચારોને જુદી જુદી જેલોમાં રાખાવામાં આવ્યા છે.જેલવાસ દરમિયાન પોલીસ અધિકારીઓ ડી.જી.વણઝારા અને ડો. નરેન્દ્ર અમીન વચ્ચે થયેલી તકરાર મારામારી સુધી પહોંચી ગઇ હતી.આ પ્રકરણ બાદ જ્યારે ડો.નરેન્દ્ર અમીનને કોર્ટમાં લાવવવામાં આવ્યા હતા ત્યારે તેમણે કોર્ટ બહાર એવું નિવેદન આપ્યું હતું કે ભલે અમારા વચ્ચે કોઇ મુદ્દે તકરાર થઇ હોય તેવું તમે જાણ્યું હોય પરંતુ એન્કાઉન્ટરના મુદ્દે તો અમે એકજ છીએ અને એકજ રહેવાના છીએ.
વરસતા વરસાદમાં ભાજપની મૌન રેલી
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર પ્રકરણમાં રાજ્યના ભૂતપૂર્વ ગૃહ રાજ્યમંત્રી અમિત શાહની સીબીઆઇએ કરેલી સંડોવણીના વિરોધમાં શહેર ભાજપે આજે વરસતા વરસાદમાં મૌન રેલી કાઢી હતી. રેલીમાં, જિલ્લા ભાજપના આગેવાનો જોડાયા હતા.રાજ્યના માજી ગૃહ રાજ્યમંત્રી અમિત શાહની સંડોવણી માટે સીબીઆઇ અને કોંગ્રેસનું ષડયંત્ર હોવાનો પ્રહાર કરીને ભાજપે જરૂર પડે શેરીઓમાં આંદોલન લઇ જવાનું આહ્વાન આપ્યું છે. અમિત શાહ નિર્દોષ છે અને કોંગ્રેસ કા હાથ સોહરાબુદ્દીન કે સાથના લખાણોવાળા બેનરો, પ્લે કાર્ડ સાથે શહેર ભાજપના હોદ્દેદારો, કાર્યકરો વાડી મહાદેવ તળાવ પાસે એકઠા થયા હતા. વાડી મહાદેવ મંદિરેથી વરસાદમાં મૌન રેલીનો પ્રારંભ થયો હતો. કેસરિયા ખેસ અને મોં પર કાળી પટ્ટી ધારણ કરીને નીકળેલી રેલીની આગેવાની શહેર ભાજપના અધ્યક્ષ ભરત ડાંગરે લીધી હતી. આ રેલીમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કૌશિક પટેલ, સુષ્મા અગ્રવાલ, ધારાસભ્ય ભુપેન્દ્ર લાખાવાલા, ઉપેદ્રસિંહ ગોહિલ, અભેસિંહ તડવી, વુડાના ચેરમેન એન વી પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ બાળકૃષ્ણ ઢોલાર, માજી જિલ્લા પ્રમુખ સતીષ પટેલ, માજી ધારાસભ્ય દિલુભા ચુડાસમા, મધ્ય ગુજરાત મીડિયા ઇન્ચાર્જ શબ્દશરણ બ્રહ્નભટ્ટ, શિક્ષણ સમિતિના અધ્યક્ષ મેહુલ ઝવેરી, ઉપાધ્યક્ષ રંજન ભટ્ટ, ડે. મેયર પુનમ પંચાલ,કાઉન્સિલરો, સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકરો જોડાયા હતા. આનંદપુરા સ્થિત લોકમાન્ય તિલકની પ્રતિમા પાસે રેલીની પૂણૉહુતિ થઇ હતી.રેલીના રૂટ પર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. શહેર ભાજપના મહામંત્રી સદાનંદ દેસાઇ, પ્રવીણ પટેલ અને જશવંતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, શહેરમાં આજ સુધી કોઇરાજકીય પાર્ટી દ્વારા યોજાઈ ન હોય તેવી મૌન રેલી યોજાઈ હતી. જેમાં, પાંચ હજારથી વધુ કાર્યકર્તા જોડાયા હતા.
ટફનો લાભ લેવામાં લઘુઉદ્યોગકારો પાછળ
વર્ષ ૧૯૯૯માં કેન્દ્ર સરકાર દ્વારા દેશના ટેક્સટાઇલ ઉદ્યોગના આધુનિકીકરણ માટે શરૂ કરવામાં આવેલી ટેક્સટાઇલ અપગ્રેડેશન ફંડ યોજનાનો સુરત સહિત સમગ્ર દેશમાં મહત્તમ લાભ વિરાટકાય ઉદ્યોગગૃહોએ લીધો છે, જ્યારે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી (એસએસઆઇ)ના ઉદ્યોગ સાહસિકો આ બાબતમાં હજુ પાપા પગલી ભરતા હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. ટફ હેઠળ વિરાટકાય ઉદ્યોગગૃહોએ કુલ રૂપિયા ૩૩,૧૮૪.૬૦ કરોડની સહાય મેળવી છે જ્યારે લઘુ ઉદ્યોગોના મુખ્ય સેગમેન્ટોના હિસ્સામાં રૂપિયા ૩૧૦૧.૧૪ કરોડ આવ્યા છે.લઘુઉદ્યોગકારો વિશ્વની સ્પર્ધામાં ટકી રહેવા સાથે આધુનિકીકરણના માર્ગે વાળવા માટે કેન્દ્રીય વસ્ત્ર મંત્રાલયે શરૂ કરેલી ટફ યોજનાને હાલમાં કેન્દ્ર સરકારે થોડા સમય માટે સ્થગિત કરી છે. સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે સુરતમાં સૌથી વધારે એસએસઆઇ યુનિટો આવેલાં છે અને ટફ યોજનાનો મૂળભૂત હેતુ પણ એસએસઆઇના આધુનિકીકરણનો છે ત્યારે એમ્બ્રોઇડરી અને વીવિંગ યુનિટોને બાદ કરતાં મોટા ગજાનાં ઉદ્યોગગૃહોએ ટફનો મહત્તમ લાભ લીધો છે.ટફ યોજનાને જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા નવા સ્વરૂપે રજુ કરવાની ક્વાયત હાથ ધરવામાં આવી છે ત્યારે આ યોજનાનો લાભ એસએસઆઇ સંચાલકોને મળે તેવું આયોજન પણ કરવાની આવશ્યકતા છે. હાલના તબક્કે સુરતના ઉદ્યોગકારોને વિકાસ અને આધુનિકીકરણ માટે મોટા પ્રમાણમાં ટફની સહાયની જરૂર છે અને જો આ પ્રકારના ફેરફાર થાય તો તેનો સૌથી વધારે લાભ સુરતના ઉદ્યોગ સાહસિકોને મળે તેમ છે.
નક્સલવાદીનો કબજો કામરેજ પોલીસને સોંપવા આદેશ
દક્ષિણ ગુજરાતના ડાંગ-આહવા અને સોનગઢ સહિતના વિસ્તારોમાં નક્સલવાદ ફેલાવવાનો આરોપ જેમના પર છે એવા બે આરોપી હાલમાં નાગપુર જેલમાં છે. આ બન્ને નક્સલીઓની પુછપરછ કરવા માટે પોલીસે તેમનો ટ્રાન્સફર વોરન્ટથી કબજો માંગ્યો હતો. મુંબઇ કોર્ટ દ્વારા બન્ને નક્સલીઓને કામરેજ પોલીસને સોંપવા માટે આદેશ કરાયો છે.ડાંગ-આહવા અને સોનગઢ સહિતના વિસ્તારમાં નક્સલવાદ ફેલાવવાના આરોપસર જિલ્લા પોલીસ દ્વારા કેટલાક આરોપીઓને ઝડપી લઇ જેલ હવાલે કરવામાં આવ્યા હતા. આ નક્સલીઓની તપાસમાં મુંબઇના અંધેરી વિસ્તારમાં રહેતો વસંત ઉર્ફે વિક્રમ ઉર્ફે પ્રદીપ ગોન્સાલવીસ અને ચેમ્બુરમાં રહેતો શ્રીધર ઉર્ફે વિષ્ણુ ઉર્ફે વિજય શ્રીનિવાસન પણ તેમની સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું હતું.વસંત અને વિજયને મુંબઇ એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમને નાગપુર જેલના હવાલે કરવામાં આવ્યા હતા. હાલમાં નાગપુરની જેલમાં રહેલા વસંત અને શ્રીધરનો ટ્રાન્સફર વોરન્ટથી કબજો મેળવવા માટે કામરેજ પોલીસ દ્વારા મુંબઇ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.મુંબઇ કોર્ટ દ્વારા હાલમાં નાગપુર જેલમાં રહેલા નક્સલવાદી વસંત અને શ્રીધરનો કબજો સોંપવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આ બન્નેને ટુંક સમયમાં પુછપરછ માટે લાવવામાં આવશે.જિલ્લા પોલીસની ખાસ ટીમના હાથે નક્સલવાદ ફેલાવવાના આરોપસર ઝડપાયેલા પાંચ આરોપી દ્વારા જામીન મુક્ત થવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અંગે મંગળવારના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. વિગતો અનુસાર નક્સલવાદ ફેલાવવાના આરોપ હેઠળ જિલ્લા પોલીસની ખાસ ટીમ દ્વારા સામખીયા નારાયણસિંહ ચૌહાણ (રહે, ભાવનગર), જયરામ ગૌસ્વામી (રહે, સોનગઢ), ભરત પવાર (રહે, સોનગઢ), માકા ચૌધરી (રહે, માંડવી) અને વિનાયક ઉર્ફે અવિનાશ કુલકર્ણી (રહે, આહવા-ડાંગ)ને ઝડપી પાડી જેલ હવાલે કરવામાં આવ્યા હતા.
પૂણા-કુંભારિયા રોડ પર સીઆરવી કારમાં આગ, આઠેક લાખનું નુકસાન
સોમવારે સાંજે માર્કેટ વિસ્તારમાંથી ઘર તરફ જઈ રહેલા એક કાપડ દલાલની સીઆરવી કારમાં આગ લાગતાં કાપડદલાલનો ચમત્કારિક બચાવ થયો હતો. આ બનાવ અંગે કાપડ દલાલે પૂણા પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ કરી કારમાં આઠેક લાખનું નુકસાન થયું હોવાની માહિતી આપી હતી.રિંગ રોડ પર માર્કેટ વિસ્તારમાં કાપડની દલાલી કરતા વસંતભાઈ કવરલાલ રાઠી સોમવારે સાંજે માર્કેટ વિસ્તારમાંથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર એકાએક બંધ પડી ગઈ હતી અને એકાએક કારના બોનેટમાંથી ધુમાડો નીકળવાની શરૂઆત થતાં તેઓ કારની બહાર નીકળી ગયા હતા. કારનો આગળનો ભાગ સળગી ગયો હતો. સ્થાનિક લોકોએ કાર પર પાણી નાખ્યું હતું. પરંતુ આગને કારણે કારમાં લગભગ આઠેક લાખનું નુકસાન થયું હતું.
હવે કચ્છમાં પોલીસનું મહત્વનું હેડક્વાર્ટર ગાંધીધામ બની જશે?
પૂર્વ કચ્છના નવા એસપી હાજર થઇ જતાં ટૂંક જ સમયમાં ગાંધીધામ ખાતે ૨૦૦થી ૩૦૦ જવાનોની ફાળવણી.પૂર્વ કચ્છના અલગ એસપીની જાહેરાત થયા પછી ખાલી પડેલી આ જગ્યા પર આખરે ચિરાગ કોરડિયાની નિમણુંક થતાં વિધિવત રીતે પોલીસ મથકે હવે પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ એવા બે ભાગ પડી ગયા છે. પૂર્વ કચ્છ પોલીસ માટે પહેલેથી જ મહત્વ હોવાથી હવે પશ્ચિમ કચ્છના પણ અનેક અધિકારીઓ પોતાની બદલીઓ કરાવી પૂર્વ કચ્છમાં જવા માટે તલપાપડ કરી રહ્યા હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.મળતી વિગતો મુજબ પૂર્વ કચ્છના એસપી તરીકે ચિરાગ કોરડિયા ગાંધીધામ ખાતે હાજર થઇ જતાં હવેથી વિધિવત રીતે પોલીસ ચોપડે પૂર્વ કચ્છ અલગ ભાગ થઇ ગયો છે. પૂર્વ કચ્છ પોલીસ માટે પહેલેથી જ મહત્વપૂર્ણ અને અનેક બાબતે ‘ખાસ’ રહ્યો છે.કચ્છ પોલીસના નીચેથી લઇને ઉપલા અધિકારીઓ આ વિસ્તારથી આશા રાખતા હોય છે. ત્યારે હવે પૂર્વ કચ્છ અલગ થઇ જતાં પશ્ચિમ કચ્છના અનેક અધિકારીઓ પૂર્વ કચ્છ આવવા માટે તલપાપડ છે. નોંધનીય છે કે, પૂર્વ કચ્છ આર્થિક રીતે સમૃદ્ધ વિસ્તાર છે.ઉદ્યોગગૃહની સાથે આ વિસ્તારમાં ગુનાહીત પ્રવૃતિઓનું પ્રમાણ પણ પશ્ચિમ કચ્છ કરતાં ગણું વધારે છે. ત્યારે પોલીસ સૂત્રોએ પૂર્વ કચ્છનું વિભાજન થતાં હવે કચ્છનું ખરેખર કહેવાતું હેડક્વાર્ટર ગાંધીધામ થઇ જશે તેવી વાત કહી હતી. તો બીજી બાજુ સૂત્રોએ એમ પણ ઉમેર્યું હતું કે, એસપી કચેરી શરૂ થતાની સાથે જ ભુજથી તથા રાજ્યથી ૨૦૦થી ૩૦૦ પોલીસ જવાનો ગાંધીધામ ખાતે આવી પહોંચશે.
ઉત્તર ગુજરાતમાં સરેરાશ ૫૧ ટકા વરસાદ
૪૫ તાલુકા પૈકી ૨૧ તાલુકામાં ૫૦ ટકા કરતાં વધુ વરસાદ : સરેરાશ ૬૯૦ મિ.મીની સાપેક્ષમાં ૩૫૪ મિ.મી વરસાદ નોંધાયો : સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લામાં ૬૩.૧૭ ટકા : અન્ય જિલ્લાઓની તુલનાએ સાબરકાંઠા કોરો : માત્ર ૩૭.૯૬ ટકા પાણી પડ્યુંસમગ્ર ઉત્તર ગુજરાતને ઘમરોળી નાંખનાર છેલ્લા બે દિવસમાં થયેલા ભારે વરસાદને પગલે ઉત્તર ગુજરાતમાં ચોમાસાનું ઘણુંખરૂ પાણી વરસી ચુક્યૂ છે. ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ ૫૧ ટકા વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતના ૪૫ તાલુકાઓ પૈકી ૨૧ તાલુકાઓમાં ૫૦ ટકા કરતાં વધુ પાણી પડ્યું છે તો અન્ય ૨૪ તાલુકાઓમાં સિઝનનો અડધો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠામાં ૬૩.૧૭ ટકા જ્યારે સૌથી ઓછો સાબરકાંઠામાં ૩૭.૯૬ ટકા થયો છે.જુલાઇની ૧૫મી તારીખ સુધી ઉત્તર ગુજરાતમાં એક માત્ર ગાંધીનગરને બાદ કરતાં તમામ જિલ્લાઓમાં ૨૦ ટકા કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો હતો. જોકે છેલ્લા કેટલાક દિવસથી થઇ રહેલા ભારે વરસાદને પગલે ઉત્તર ગુજરાતમાં પાણી પાણી થઇ રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં ૨૬મી જુલાઇ સવારે સાત વાગ્યા સુધીમાં સરેરાશ ૫૧ ટકા જેટલો વરસાદ પડી ચુકયો છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠામાં ૬૩.૧૭ ટકા થયો છે તો સાબરકાંઠા પ્રમાણમાં સુકો રહ્યો છે જ્યાં માત્ર ૩૭.૯૬ ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ગાંધીનગરમાં ૫૫.૩૮ ટકા, મહેસાણામાં ૪૮.૬૨ તથા પાટણમાં ૫૬.૨૪ ટકા વરસાદ થયો છે.
આણંદ : વાલ પડતાં માતા - બે પુત્રો ઘાયલ
ઉમરેઠના ધુળેટા ગામમાં શનિવારે મધરાતે મકાનની દિવાલ ધરાશયી થતાં બે બાળકો સહિત ત્રણને ઇજાથઈ હતી.ધુળેટા ગામમાં રહેતા મજીદમીંયા મલેકની પત્ની ૩૫ વર્ષના રફુગરાબીબી મજીદમીંયા મલેક અને તેમના બે બાળકો ૧૫ વર્ષનો બસ્ત્રીમીંયા અને ૧૨ વર્ષનો બરક્તમીંયા શનિવારની રાત્રે જમી પરવારી ઘરમાં સુઈ ગયા હતા. દરમિયાન રાત્રીના બાર વાગ્યાના સુમારે મકાનની એક બાજુની દિવાલ તુટી તેમની ઉપર પડી હતી. આ ઘટનામાં માતા સહિત બે બાળકોને ઇજાઓ થતાં તેઓને સારવાર માટે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.
આણંદ જિલ્લામાં વસતી ગણતરીકારોને રોકડીનો યોગ
આણંદ જિલ્લામાં વસતી ગણતરીના કામકામજનો પ્રથમ તબક્કો પૂર્ણતાના આરે પહોંચ્યો છે. જે સંદર્ભે કેન્દ્ર સરકારે અગાઉ જાહેર કર્યા મુજબ વસતી ગણતરીના કામકાજમાં જોડાયેલા કર્મચારીઓનું વેતન જાહેર કરાયું છે. જે સંદર્ભે આણંદના ૪૫૨૨ જેટલા કર્મચારીને રૂ.૨૯૫૦નું આપવામાં ઠરાવવામાં આવ્યું છે.સુત્રોના જણાવ્યાનુસાર, આણંદ જિલ્લામાં એપ્રિલ માસમાં દેશભરની સાથે વસતી ગણતરીનું કામકાજ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં ૩૭૯૮ ગણતરીદાર, ૬૪૩ સુપરવાઈઝર અને ૮૧ જેટલા માસ્ટર ટ્રેનરને નિમણૂંક આપવામાં આવી હતી. આ ગણતરીનો પ્રથમ તબક્કો પૂર્ણ જાહેર થવામાં છે. જે સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા તમામ કર્મચારીને સદર કામગીરી પેટે રૂ.૨૨૦૦ વેતન તથા રૂ.૭૫૦ તાલીમ મળી કુલ રૂ.૨૯૫૦નું ચૂકવણી જાહેર કરવામાં આવ્યું છે.આણંદ જિલ્લામાં વસતી ગણતરીના પ્રથમ તબક્કામાં કોઈ મકાન કે પરિવાર ગણતરીમાં ન આવ્યું હોય કે ગણતરીદારે તેમની મુલાકાત ન લીધી હોય તેની ફરિયાદ માટે ગાંધીનગર ખાતે ખાસ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી હતી. જેમાં આણંદ જિલ્લા સંદર્ભે ૧૦૦ ઉપરાંત ફરિયાદ થઈ હતી.
સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘમહેર વચ્ચે કપાસનું વાવેતર મોખરે
જુલાઇ મહિનાના અંતે સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘવર્ષા થવાથી અગાઉ આગોતરો પાક નિષ્ફળ જવાની ઊભી થયેલ દહેશત ટળી છે. જ્યાં, વાવણી બાકી હતી ત્યાં પણ મોડે મોડે મેઘરાજાએ રીઝીને વાવેતરને વેગ આપ્યો છે. એમાંય છેલ્લા સપ્તાહમાં સૌરાષ્ટ્રની દરિયાઇ પટ્ટી અને અંદરના વિસ્તારોને અનરાધાર વરસાદમાં તરબોળ કર્યા છે. જોકે, ખેડૂતો પાકની ખેડ વખેડ કરવા માટે લાંબો વરાપ માગે છે.સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ ૪૧.૫૦ લાખ હેકટરના ખરીફ વાવેતરની સામે ૨૬ જુલાઇ સુધીમાં કુલ ૩૯.૪૨ લાખ હેકટર એટલે કે, ૯૫ ટકા વાવેતર સંપન્ન થયું છે. અત્યાર સુધીના સારા વરસાદને કારણે રાજ્યના ચાર ઝોનમાં સૌથી વધુ ખરીફ વાવેતર સૌરાષ્ટ્રમાં થયું છે.રાજ્યના કૃષિ વિભાગની રાજકોટ અને જૂનાગઢ સ્થિત સંયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ) ની કચેરીના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર-કચ્છમાં કપાસ અને મગફળીનું વાવેતર આગળ પડતું છે. કપાસનું વાવેતર ૧૬.૩૫ લાખ હેકટરમાં અને મગફળીનું વાવેતર ૧૫.૪૨ લાખ હેકટર વિસ્તારમાં થયું છે.
અનરાધાર વરસાદથી જોડિયા પંથક જળબંબોળ
હાલારના અન્ય વિસ્તારોમાં પણ અષાઢી મેઘ : ખંભાળિયા ત્રણ, દ્વારકા બે ઇંચ. જામનગર જિલ્લાનાં જોડિયા પંથકમાં આજે અનરાધાર આઠ ઇંચ વરસાદથી તાલુકાના ગ્રામ્ય વિસ્તારો જળબંબોળ બની ગયા હતાં. જોડિયા નગરમાં પણ ગોઠણડૂબ પાણી ભરાયા હતાં. એક દિવસના વિરામ બાદ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ નવેસરથી મેઘવ્રુષ્ટિ થઇ હતી. જેમાં ખંભાળિયામાં ત્રણ, દ્વારકામાં બે તથા લાલપુર, ધ્રોલ અને કલ્યાણપુરમાં એક-એક ઇંચ પાણી પડ્યું હતું.જિલ્લાનાં કાંઠાળ એવા જોડિયામાં આજે સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વહેલી સવારથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે જોડિયા ટાઉન ઉપરાંત આસપાસનાં ગામડાઓ જળબંબોળ બની ગયા હતા. જોડિયામાં સવારે ૬ કલાકમાં જ છ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. ત્યારબાદ પણ દિવસભર ધીમી ધારે વરસાદ ચાલુ રહેતા સાંજ સુધીમાં આઠ ઇંચ જેટલું પાણી વરસી ગયું હતું. જોડિયા નજીક હડિયાણામાં પણ વહેલી સવારથી અવિરત મેઘમહેરને પગલે મોડી સાંજ સુધીમાં છ ઇંચથી વધુ વરસાદ પડ્યાના વાવડ મળે છે.તાલુકામાં દિવસભર થયેલા વરસાદને કારણે નાના-મોટા તળાવો અને ચેકડેમો છલકાઇ જતાં ખેડુતોમાં આનંદની લાગણી પ્રસરી છે. મોડીસાંજે અહીં ફરીથી વરસાદ શરૂ થયો હોવાના અહેવાલો સાંપડ્યા છે. જોડિયા ઉપરાંત ખંભાળિયામાં પણ આખો દિવસ વરસાદ વરસ્યો હતો. જેને કારણે સાંજ સુધીમાં ત્રણ ઇંચ પાણી વરસી ગયું હતું. સ્ત્રાવ ક્ષેત્રોમાં થયેલાં વરસાદને કારણે ખંભાળિયાને પાણી પુરૂ પાડતા ઘી ડેમમાં વધુ બે ફુટ પાણી ઠલવાતા ડેમની કુલ સપાટી ૧૩ ફુટે પહોંચી છે. જે આખુ વર્ષ ચાલે તેટલો જથ્થો હોય શહેરીજનોમાં આનંદની લાગણી વ્યાપી છે.
શાહ જેલમાં: ‘ટ્રિગર હેપ્પી’ પોલીસ અધિકારીઓમાં ફફડાટ
સોહરાબુદ્દીનકાંડમાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ જેવી વગદાર વ્યક્તિ જેલમાં ધકેલાતાં રાજ્યના ‘ટ્રિગર હેપ્પી’ પોલીસ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. બીજી બાજુ કાયદો હાથમાં ન લેવો જોઈએ તેવું માનનારા અધિકારીઓના એક વર્ગમાં કુદરતી ન્યાયની પ્રક્રિયા કોઈને છોડતી ન હોવાનો મત પ્રવર્તી રહ્યો છે. પોલીસમાં પડેલા આ બે ફાંટામાં માત્ર વિચારધારાનો તફાવત નથી. વાસ્તવિકતા એ છે કે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટોને બચાવવા મથી રહેલી લોબીએ સીબીઆઇની તપાસ બાદ મૌન સેવી લીધું છે, જ્યારે સામેની લોબી સીબીઆઇને ગુપ્ત રીતે મદદ કરી રહી છે.ગુજરાત પોલીસનો એક વર્ગ સીબીઆઇને ગુપ્ત રીતે મદદ કરી રહ્યો છે.ગુજરાત પોલીસમાં પડેલા આ બે ફાંટા વચ્ચે એવા ગંભીર મતભેદ છે કે તેમાંથી કેટલાક તો સીબીઆઇને ગુપ્ત રીતે મદદ પણ કરી રહ્યા છે.સોહરાબુદ્દીન કેસને લાગતી મહત્વની કડીઓથી માંડીને અગાઉની તપાસમાં સીઆઇડી ક્રાઇમે ક્યાં અને કેવી રીતે અમિત શાહને બચાવવાનો પ્રયાસ કર્યો હતો તેની હકીકત સીબીઆઇને આપી રહ્યા છે. જેના આધારે સીબીઆઇ સોહરાબુદ્દીનકાંડમાં એક પછી એક હકીકતો પરથી પરદો ઊંચકવાનો દાવો કરી રહી છે.
27 July 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment