28 July 2010

રાજકોટ : રસ્તો ઓળંગી રહેલા શ્રમિકનુ રિક્ષાની ઠોકરે મોત

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

રાજકોટ : રસ્તો ઓળંગી રહેલા શ્રમિકનુ રિક્ષાની ઠોકરે મોત

શહેરના મવડી વિસ્તારમાં બપોરે રસ્તો ઓળંગી રહેલા પરપ્રાંતિય શ્રમિકને રિક્ષા ચાલકે ઠોકરે ચડાવતા ગંભીર રીતે ઘવાયેલા શ્રમિકનુ સ્થળ ઉપર જ મૃત્યુ નિપજ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ ઉજ્જૈનના કડાય ગામના વતની અને છેલ્લા કેટલાક વર્ષથી રાજકોટના મવડી વિસ્તારની શ્રીનાથજી સોસાયટીમાં રહેતા રામચંદ્ર બેરામજી બલાઇ (ઉ.વ.૪૨) અહિં કડિયા કામ કરતા હતા.આજે બપોરે તે મવડી રોડ પર સહયોગ હોસ્પિટલ સામેનો રસ્તો ઓળંગી રહ્યા હતા. ત્યારે જી.જે. ૩ એ.યુ. ૩૮૮૩ નંબરની ઓટો રિક્ષાના ચાલકે તેને ઠોકરે ચડાવતા પટકાયેલા રામચંદ્રને ગંભીર ઇજા થઇ હતી. હોસ્પિટલ લઇ જવાય તે પહેલા તેણે દમ તોડી દીધો હતો. રિક્ષા ચાલક અકસ્માત સર્જી નાસી છુટ્યો હતો


રાજકોટ : માસુમ બાળકનું પહેલા માળેથી નીચે પટકાતા મોત

શહેરનાં કાલાવડ રોડ પર આવેલા પંચવટી હોલનાં પહેલા માળેથી રમતા રમતા દોઢ વર્ષનાં માસુમ બાળક નીચે ખાબકતા અરેરાટી ભર્યું મોત નિપજ્યું હતું.અરેરાટીભર્યા બનાવની મળતી વિગતો મુજબ, સુરત કતારગામે આવેલા માધવ એપાર્ટમેન્ટમાં રહેતા અને હાર્ડવેરનો વેપાર કરતા પ્રદિપભાઇ નાંમનાં વણિક યુવાનનાં રાજકોટ રહેતા સાળાની પત્નીનો સીમંત પ્રસંગ હોય પરિવાર સાથે તેઓ રાજકોટ આવ્યાં હતા. સીમંત પ્રસંગ કાલાવડ રોડ પર આવેલા પંચવટી હોલમાં રાખ્યો હતો.દરમિયાન મંગળવારે યોજાયેલા પ્રસંગમાં સાંજના સમયે પ્રદિપભાઇનો દોઢ વર્ષનો પુત્ર દિવ્ય રમતા રમતા અચાનક પહેલા માળેથી નીચે જમીન પર પટકાતા માથામાં ગંભીર ઇજા થઇ હતી. જેથી તેને તુરંત ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ માસુમ બાળકને વધુ સારવાર મળે તે પહેલા જ તેને દમ તોડ્યો હતો. માસુમ બાળકનાં મોતથી ખુશીનો માહોલ શોકમાં પલટાઇ જતા વણિક પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. બનાવ અંગે માલવિયાનગર પોલીસનાં હેડ કોન્સ. લખુભાઇ ગીડાએ જરૂરી કાર્યવાહી કરી છે.


ગુપ્ત દસ્તાવેજો જાહેર થતાં ઓબામા પરેશાન

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ બુધવારે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાન યુદ્ધ સંબંધિત જાહેર કરવામાં આવેલા દસ્તાવેજોમાં એવું કંઈ નથી જે આ પહેલા ક્યારેય ચર્ચામાં આવ્યું ન હોય.વિકીલીક્સ દ્વારા અફઘાનિસ્તાન યુદ્ધ સંબંધિત 92 હજાર દસ્તાવેજો જાહેર કરવામાં આવ્યા બાદ પ્રથમ વખત બોલતા ઓબામાએ જણાવ્યું હતું કે તે યુદ્ધ અંગેના ગુપ્ત દસ્તાવેજો જાહેર થવાથી ખૂબ ચિંતિત છે. જેના કારણે સંબંધિત વ્યક્તિઓ અથવા પક્ષકારો પર જોખમ ઉભું થઈ શકે છે.ઓબામાએ જણાવ્યું હતું કે હકીકત એ છે કે જાહેર થયેલા દસ્તાવેજોમાં એવું કંઈ નથી જે આ પહેલા અફઘાનિસ્તાન યુદ્ધ અંગે કરવામાં આવેલી ચર્ચામાં આવ્યું ન હોય. જાહેર થયેલા દસ્તાવેજોમાં એ વાતનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના કારણે અમેરિકાએ યુદ્ધ અંગેની નીતિમાં વ્યાપક પરિવર્તન કરવું પડ્યું હતું.ઓબામાએ વ્હાઈટ હાઉસમાં કોંગ્રેસ પ્રવક્તાઓ સાથે કરેલી બેઠક બાદ પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું હતું કે મેં નેતાઓ સાથે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં અમારા પ્રયાસોને સમર્થન આપવા માટે જરૂરી ફંડને મંજૂરી આપવાની વાત કરી હતી. પોતાની પૂર્વ ટિપ્પણીને દોહરાવતા ઓબામાએ જણાવ્યું હતું કે અમેરિકા સાત વર્ષ સુધી આ વિસ્તારોમાં યોગ્ય રણનીતિ નક્કી કરવામાં નિષ્ફળ રહ્યું છે. જેના કારણે 9/11 જેવો હુમલો થયો હતો.

ટોઈલેટ કરતા મોબાઈલ વધારે ખતરનાક

મોબાઈલનો ઉપયોગ કરતા લોકો માટે એક આઘાતજનક સમાચાર છે. તાજેતરમાં કરવામાં આવેલા એક સંશોધનમાં માલુમ પડ્યું છે કે ટોઈલેટ હેન્ડલ કરતા મોબાઈલ ફોન 18 ગણા વધારે બેક્ટેરિયા ધરાવે છે.સંશોધન માટે લેવામાં આવેલા એક મોબાઈલ ફોનમાં તો બેક્ટેરિયાનું પ્રમાણ એટલું વધારે હતું કે તેના કારણે તેના માલિકને પેટની ગંભીર બીમારી થઈ ગઈ હતી. ડેઈલી મેઈલે સંશોધન કરનાર મેગેઝિનના હવાલેથી જણાવ્યું છે કે આ માટે પસંદ કરવામાં આવેલા અનેક ડઝન મોબાઈલ ફોનમાં બેક્ટેરિયા હોવાનું માલુમ પડ્યું હતું. સંશોધનમાં એવું કહેવામાં આવ્યું છે કે બ્રિટનમાં વપરાશમાં રહેલા કુલ 63 મિલિયન મોબાઈલ ફોનમાંથી 14.7 મોબાઈલ ફોન એવા છે જે મનુષ્ય માટે સંકટ પેદા કરી શકે છે.
સંશોધનની આગેવાની લેનાર આરોગ્ય નિષ્ણાંત જીમ ફ્રાન્સિસે જણાવ્યું હતું કે સંશોધન માટે રેન્ડમલી પસંદ કરવામાં આવેલા એક મોબાઈલ ફોનમાં બેક્ટિરિયાનું પ્રમાણ એટલું હતું કે તેનાથી વ્યક્તિના સ્વાસ્થ્યને અસર થઈ શકે તેમ હતી.અન્ય એક સંશોધકે જણાવ્યું હતું કે મોબાઈલ દ્વારા બેક્ટિરિયા તમારા હાથમાં સરળતાથી આવી જાય છે. જ્યારે આ મોબાઈલ ફોન અન્યના હાથમાં જાય છે ત્યારે તેમાં રહેલા બેક્ટેરિયા તેના સુધી પહોંચી જાય છે. આવી રીતે બેક્ટેરિયાનો ફેલાવો સતત થતો રહે છે.સંશોધકોએ જણાવ્યું હતું કે લોકો ટોઈલેટ ફ્લશને સ્પર્શ કરવાથી ડરતા હોય છે. લોકો એવું માને છે કે ટોઈલેટ ફ્લશમાં વધારે પ્રમાણમાં સૂક્ષ્મજીવાણું હોય છે. પરંતુ ફ્લશ કરતા પણ વધારે બેક્ટેરિયા મોબાઈલ ફોનમાં હોય છે. આ પહેલા એવું સંશોધન કરવામાં આવ્યું હતું કે સંડાસની સીટ કરતા કોમ્પ્યુટરનું કી-બોર્ડ વધારે બેક્ટેરિયા ધરાવે છે.


'' મોદીને બ્રિટનમાં 'બિનઆવકાર્ય' જાહેર કરો''

બાબરી મસ્જીદનું ભૂત સાધ્વી ઋતુંભરાનો પીછો છોડવાનું નામ નથી લેતુ. ઋતુંભરા દેવી સપ્ટેમ્બર માસમાં બ્રિટનની મુલાકાત લેવા માગે છે ત્યારે ત્યાંના મુસ્લીમોએ તેનો વિરોધ કર્યો છે. તેમણે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભવિષ્યમાં બ્રિટનની મુલાકાત પર ન આવી શકે તેવી માગ કરી છે.કાઉન્સીલ ઓફ ઇન્ડિયા મુસ્લીમ, દ્વારા બ્રિટનની સરકારને અરજ કરવામા આવી છેકે, સાધઅવી ઋતુંભરાને બ્રિટનની મુલાકાત લેવા માટે મંજૂરી આપવામા ન આવે. લિબ્રાહન પંચના અહેવાલને ટાંકતા સંગઠન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છેકે, વર્ષ 1992માં અયોધ્યા ખાતે બાબરી મસ્જીદ તૂટી હતી. જેમાં 68 લોકોનો હાથ હોવાનુ બહાર આવ્યુ છે. જેમાં સાધ્વી ઋતુંભરાનો પણ સમાવેશ થાય છે.સંગઠનના કહેવા પ્રમાણે, ડૉ. ઝાકીર નાયક નામના મુસ્લીમ મૌલવી સામે કોઇપણ જાતનો કેસ ન હોવા છતા તેમને બ્રિટનના વિઝા આપવામાં આવ્યા ન હતા ત્યારે સાધ્વી ઋતુંભરાને પણ વિઝા ન મળવા જોઇએ.ગૃહસચિવ ટેરેસા મારિયાને લખવામાં આવેલા પત્રમાં એવી પણ માગ કરવામાં આવી છેકે, વર્ષ 2002માં ગુજરાતમાં થયેલા કોમી રમખાણોમાં નરેન્દ્ર મોદીની ભૂમિકા તપાસ હેઠળ હોવાથી તેમને બ્રિટનમાં બિનઆવકાર્ય શખ્સ જાહેર કરવા માગ કરવામા આવી છે. આ માટે બ્રિટનની વિઝા પ્રક્રિયાના કેટલાક નિયમોને પણ ટાંકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છેકે, ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની હાલમાં બ્રિટનની મુલાકાતની કોઇ યોજના ન હોવા છતા બ્રિટનના મુસ્લીમ સંગઠન દ્વારા આ માગ કરવામાં આવી છે.


ડેસ્કટોપ પરથી માઉસને ટાટા-બાય-બાય

કોમપ્યુટરની દુનિયામાં એક નવી ક્રાંતિની શરૂઆત થઇ ચૂકી છે. આથી જ થોડાંક સમય પછી તમારું પ્યારું 'માઉસ' તમારા કોમપ્યુટરનો સાથ હંમેશા માટે છોડી દેશે. મંગળવારે એપ્પલ કંપનીએ વોશિંગ્ટનમાં એક ટચપેડ રજૂ કર્યો જેણે મેજિક ટ્રેક પેડ કહે છે.આ ટચરેડ મોટાભાગે ઇશારાઓથી ચાલે છે. તેના માટે કોઇપણ પ્રકારના ટાઇપિંગની જરૂર નથી. અમેરિકામાં તેની કિંમત 69 ડોલર (રૂ.3217) છે. તે બેટરીથી ચાલે છે. આ નોટપેડની જેવો જ દેખાઇ છે અને ગ્લાસ તથા એલ્યુમિનિયમમાંથી તૈયાર થયેલ છે.તેની ખાસિયત એ છે કે તમે 33 ફૂટ દૂર રહીને પણ ઇશારાથી એટલે કે આંગળીઓ ફેરવીને સરળતાથી ક્લિક કરી શકો છો. આ એપ્પલના ડેસ્કટોપથી બ્લુટૂથ ટેકનોલોજી સાથે જોડાયેલ હોય છે. જો કે ભારતમાં આ ટેકનિક આવવામાં થોડોક સમય લાગશે.

બેફામ ટ્રક ચાલકે બાઇકચાલકને હવામાં ફંગોળ્યો

શહેરમાં માત્ર ૧૨ કલાકનાં ટુંકાગાળામાં આઇશરની અડફેટે એક કોલેજીયન યુવતી તથા નમાઝ પઢીને પરત આવી રહેલા એક યુવક મળી બેનાં કમકમાટી ભર્યા મોત નપિજયાં છે, ત્યાં વધુ એક કિસ્સામાં રોંગ સાઇડમાં બેફામ આવી રહેલા આઇશર ચાલકે એક યુવકને અડફેટે લેતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હોવાનું જાણવા મળ્યું છે.સ્થાનીક સુત્રો પાસેથી પ્રાપ્તવિગત અનુસાર ઓઢવનાં વિરાટનગરથી રિંગ રોડ તરફ જવાનાં માર્ગ પર વારાહી સ્કૂલ નજીક રોંગ સાઇડમાં માતેલા સાંઢની માફક દોડી રહેલા આઇશર ટ્રકે સામેથી આવી રહેલા બાઇક સવાર અશોક ગજેરા (ઉં.૨૩, રહે. ક્રિષ્નાપાર્ક સોસાયટી, ઓઢવ-નીકોલ રોડ)ને અડફેટે લીધો હતો. અકસ્માત સર્જી આઇશર ચાલક નાસી છુટ્યો હતો.જ્યારે ગંભીર હાલતમાં લોહીના ખાબોચીયામાં ફસડાઇ પડેલા યુવકને સ્થાનીક લોકોએ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડ્યો છે. જયાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યુ છે. બીજી તરફ ઓઢવ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


દોઢ વર્ષથી બંધ રહેલા મકાનમાં અડધા લાખની ચોરી

જાગરણ બંદોબસ્તમાં વ્યસ્ત રહેલી પોલીસનો તસ્કરોએ ભરપૂર લાભ ઉઠાવી દિવાનપરા તેમજ જય નગરમાં ખાબકી રૂ.પ૩,૨૦૦ની માલમતા ઉસેડી ગયા છે.ચોરીનાં પ્રથમ બનાવ અંગે રૈયા રોડ, ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટમાં રહેતા અને યુનિયન બેંકમાં માર્કેટિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા વિજયભાઇ પ્રાણલાલ પારેખે એ ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમનાં પિતાની માલિકીનું દિવાનપરા-૧માં વિનય નિવાસ નાંમનું મકાન આવેલું છે.વિજયભાઇ તેમનાં પરિવાર સાથે આ મકાન બંધ કરી દોઢ વર્ષ પહેલા રૈયા રોડ પર ફલેટમાં રહેવા આવી ગયા હતા. દરમિયાન આ બંધ મકાનને નિશાન બનાવી તાળા તોડી ઘરમાં રહેલા કબાટની તિજોરીમાંથી સોનાનાં ઘરેણા તેમજ રોકડ મળી કુલ રૂ.૪૮ હજારની મતાનો હાથફેરો કરી ગયા હતાં. ચોરીનાં બનાવ અંગે ફોજદાર જી.એલ.મકવાણાએ તપાસ હાથ ધરી છે.


સુરત : રાજ્યના ચૂંટણી કમિશનર કે.સી.કપૂરે મતદાર યાદી ચકાસી

સુરતની મુલાકાતે મંગળવારે આવેલા રાજ્યના ચૂંટણી કમિશનર કે. સી. કપૂરે સુરત મહાનગર પાલિકાના કમિશનર એસ.અપણૉની મુલાકાત લઈ ઓનલાઈન મતદાન માટેની તૈયારીની સમીક્ષા કરી હતી. સંભવત: ઓક્ટોબરમાં યોજનારી આ ચૂંટણી અંગે તજવીજ હાથ ધરવામાં આવી છે.પાલિકાની આગામી ચૂંટણી અમદાવાદની સાથે યોજાઈ તો તે અંગે કોપોઁરેશનનું તંત્ર સુસજ્જ છે કે નહીં તેની વિગતો મંગળવારે રાજ્યના ચૂંટણી કમિશનર કે.સી. કપૂરે કમિશનર કુ. એસ. અપણૉ પાસેથી ચર્ચાવિમર્શ કરી મેળવી હતી.પાલિકાની હવેની ચૂંટણીમાં મતદારો ઓન લાઈન મતદાન કરી શકે તેમાટેની તૈયારી પણ કરાઈ રહી હોવાથી તે અંગે ઓન લાઈન મતદાર યાદી પ્રસિદ્ધ કરવાના પાસાની પણ આ બેઠકમાં ચર્ચા કરાઈ હતી.


જામનગરમાં બોગસ સંસ્થા રચી દંપતીએ મહિલાઓને છેતરી

વિવિધ સહાય અપાવવાની લાલચ આપી રૂ.૬.૩૭ લાખ લઇ છૂ થઇ ગયા, સમસ્ત મહિલા પ્રજાપતિ સંગઠનના નામે છેતરિંપડી આચરનારા સામે ભભૂકતો રોષ.જામનગરમાં ઠગ દંપતિએ એક સંગઠન રચી ૧૦થી ૧૫ મહિલાઓને લાલચ આપી, રૂ.૬.૩૭ લાખની છેતરપિંડી આચરી છુ થઇ જતાં ચકચાર મચી ગઇ છે. સમસ્ત મહિલા પ્રજાપતિ સંગઠનના નામે થયેલી આ છેતરપિંડીની પોલીસે તપાસ હાથ ધરી છે.શહેરમાં ચકચારી બનેલા છેતરપિંડી પ્રકરણની પ્રાપ્તવિગતો મુજબ, રણજીતસાગર રોડ પર આવેલી કંસારા વાડીની સામે રહેતી અમૃતબેન અને તેના પતિ મનસુખભાઇએ સમસ્ત મહિલા પ્રજાપતિ સંગઠનના નામે સંસ્થા ઉભી કરી મહિલાઓને ભાત-ભાતના પ્રલોભનો આપ્યા હતા. બે માસ પૂર્વે શરૂ કરેલા આ સંગઠનમાં જોડાયેલી મહિલાઓને મકાન, પ્લોટ અને રોજગારી માટે સિવણ કલાસ અને પાર્લર ચાલુ કરવા સહાય આપવાની લાલચ આપી હતી.આ યોજનાનો લાભ લેવા રૂ.૧૭૮૦૦ની રકમ રજીસ્ટ્રેશન અર્થે માગવામાં આવી હતી. ૧૦ થી ૧૫ મહિલાઓએ આ સહાય લેવા તૈયારી દર્શાવી રૂ. ૬,૩૭,૮૦૦ જેટલી રકમ સંસ્થામાં જમા કરાવી હતી. ત્યારબાદ દશ દી પૂર્વે આ સંસ્થાના સંચાલકો ભુગર્ભમાં ઉતરી જતાં મહિલાઓ વિસામણમાં મુકાઇ ગઇ હતી.


અતિ ભારે વરસાદથી મકાન અને બે દીવાલ ધસી પડી

જામનગર શહેરમાં ગત રાત્રીના અતિ ભારે વરસાદે તારાજી સર્જી છે. તોફાની વરસાદને કારણે શહેરમાં એક મકાન અને બે સ્થળોએ દિવાલ ધસી પડતાં લોકોમાં ભયની લાગણી ફેલાઇ છે. જો કે, સદ્દનસીબે કોઇ જાનહાનિ ન થતાં તંત્ર અને લોકોએ રાહત અનુભવી છે.સોમવારે સવારથી શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી હતી. જે આખો દિવસ અવિરત રહેતા ૮ ઇંચ પાણી વરસ્યું હતું. જ્યારે રાત્રીના મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં સવાર સુધીમાં વધુ ૧૦ ઇંચ વરસાદ ખાબક્યો હતો. અતિ ભારે વરસાદને કારણે શહેરના લીંડીબજાર વિસ્તારમાં આવેલી વાણંદ શેરીમાં આવેલું જર્જરીત મકાન ધરાશાયી થઇ ગયું હતું. આથી શેરીમાં રહેતા લોકોમાં ભયનું લખલખું પ્રસરી ગયું હતું. આ બનાવ સદ્દનસીબે મોડી રાત્રીના બનતા કોઇ જાનહાનિ થઇ ન હતી. પરંતુ મકાન નીચે પડેલી ચાર રેકડીઓ અને બે મોટરસાયકલ કાટમાળમાં દટાઇ ગયા હતાં. બનાવની જાણ થતાં મનપાની એસ્ટેટ શાખાએ મકાનનો અન્ય ભાગ પણ સવારે તોડીપાડ્યો હતો. બીજીબાજુ તળાવ ઓવરફલો થવાથી અને ભારે વરસાદને કારણે સ્ટેપ ગાર્ડન સામેની સ્પોટર્સ કોમ્પલેકસની કમ્પાઉન્ડ વોલ ધસી પડી હતી. જેના કારણે લાઇટના થાંભલા તૂટીને સ્પોટર્સ કોમ્પલેકસની બારી પર પડતા કાચનો ભુકકો બોલી ગયો હતો. જ્યારે દરબાગઢ વિસ્તારમાં દરબારગઢને અડીને આવેલી પોલીસચોકી સામેની શેરીમાં પણ રાત્રીના દરબારગઢની જર્જરીત દિવાલ ધડાકાભેર ધસી પડતાં લોકો ભયના માર્યા ફફડી ઉઠયા હતાં. દિવાલ તૂટવાને કારણે શેરીમાં રહેતા એક આસામીના મકાનને પણ નુકશાન થયું હતું.


સોનું અઢી મહિનાના તળિયે

સોનાના ભાવ ઘટવાની શરૂઆત થઇ ચૂકી છે. છેલ્લાં ત્રણ ટ્રેડિંગ સેશનથી સોનાના ભાવમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સ્ટોકિસ્ટો અને રોકાણકારો સોનામાં સતત વેચવાલી કરી રહ્યા હોવાથી આજે દસ ગ્રામ સોનાના ભાવ અઢી મહિનાની નીચલી સપાટીએ પહોંચી ગયા હતા તેમ ડિલરોએ કહ્યું હતું.આજે દસ ગ્રામ સોનાના ભાવ બપોરે રૂ.17,705 હતા. આ ભાવ છેલ્લે મે મહિનામાં જોવા મળ્યો હતો તેમ કોલકત્તા સ્થિત જેજે ગોલ્ડ હાઉસના હર્ષદ અજમેરાએ કહ્યું હતું. સાથો સાથ વાયદાબજારમાં પણ સોનાના ભાવ છેલ્લાં બે ટ્રેડિંગ સેશનથી તૂટી રહ્યા છે.મુંબઇના એક અગ્રણી બેન્કરે કહ્યું કે એક ઔંસ સોનાના ભાવ 1150 ડોલરથી પણ નીચે જાય તેવી ધારણા છે

No comments:

Post a Comment