visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
મહાહડતાલ : 8 ટ્રેડ યુનિયનોના 6 કરોડ કર્મચારીઓની હડતાલ
મોંઘવારી સામે સોમવારે રાત્રે 12 કલાકથી સમગ્ર દેશમાં 24 કલાક માટેની મહાહડતાલ શરૂ થઈ છે. મંગળવારે દિલ્હીમાં ઓટો રિક્ષા મળશે નહીં, તો મુંબઈમાં પણ ઓટો રિક્ષા અને ટેક્સી બંનેની હડતાલ છે. મહાહડતાલને કારણે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. દેશભરમાં તમામ મોટા ટ્રેડ યુનિયનોએ મોંઘવારી વિરુદ્ધ હડતાલનું એલાન આપ્યું છે.ટ્રેડ યુનિયનોનો દાવો છે કે આ દરમિયાન તમામ સરકારી કર્મચારીઓ હડતાલ પર રહેશે. ભાજપ સાથે જોડાયેલા ભારતીય મજદૂર સંઘ અને કોંગ્રેસ સાથે જોડાયેલા ઈન્ટકના એક ધડાને છોડીને દેશના 8 મુખ્ય ટ્રેડ યુનિયનો હડતાલના સમર્થનમાં છે. એસબીઆઈ કર્મચારીઓને છોડીને બાકીની તમામ બેંકના કર્મચારીઓ આ હડતાલમાં સામેલ થયા છે.હકીકતમાં મુંબઈમાં સોમવાર રાત્રે 12 વાગ્યાથી ઓટો રિક્ષા અને ટેક્સી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. દિલ્હીના 55 હજાર ઓટો રિક્ષાચાલકો પણ સોમવારે રાત્રે 12 વાગ્યાથી હડતાલ પર ગયા છે. જો કે આ હડતાલ મોંઘવારી વિરોધમાં નહીં પણ દિલ્હી સરકાર સામે એક આદેશની નારાજગીમાં થઈ રહી છે.આ હડતાલનો મોટો પ્રભાવ પશ્ચિમ બંગાળ અને કેરળમાં પણ જોવા મળી રહ્યો છે. હડતાલ પહેલા જ જેટ એરવેઝ, જેટ લાઈટ અને કિંગફિશર એરલાઈન્સે તમામ ઉડ્ડયનો રદ્દ કરી દીધા છે. દેશના અન્ય વિસ્તારોમાં હડતાલની અસરને જોતાં ઓછામાં ઓછી 89 ઉડાણો રદ્દ થઈ ચુકી છે.
ખુશખબરઃ ભારતમાં વધી રહી છે નોકરીની તકો
ભારતમાં કંપનીયો આવતા ત્રણ મહીનામાં મોટી સંખ્યામાં નવી નિમણુંકો કરવાની યોજના બનાવી રહી છે. આ દરમિયાન લોક પ્રશાસન, શિક્ષણ તેમજ સર્વિસ ક્ષેત્રમાં નવી નાકરિયોની તકો વધવાની આશાઓ દેખાઈ રહી છે.માનવ સંસાધન સેવાઓ ઉપલબ્ધ કરાવનારી કંપની મેનપાવર દ્વારા કરવામાં આવેલા એક સર્વેક્ષણ પ્રમાણે, વિશ્વ ભરમાં ચીન અને તાઈવાન પછી ભારતમાં નવી નિમણુકોને લઇને પરિદ્રશ્ય સૌથી અનુકૂળ છે.મેનપાવર ઇન્ડિયાના સંચાલકિય નિર્દેશક સંજય પંડિતે જણાવ્યુ કે ઝડપી આર્થિક વૃદ્ધિ અને પ્રમુખ વૈશ્વિક બજારોમાં સુધારાના સંકેતોની સાથે-સાથે ભારતમાં નોકરી ક્ષેત્રોમાં પણ ઝડપનુ વલણ છે.સર્વેક્ષણ પ્રમાણે, ભારતમાં લોક પ્રશાસન તેમજ શિક્ષણ ક્ષેત્રમાં નોકરી વધવાના સૌથી વધારે અણસાર છે. ત્યારબાદ સેવા ક્ષેત્ર એમા પણ ખાસ કરિને નાણાકિય, વિમા તેમજ રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં નાકરીની તકો ઉભી થવાની આશા છે.
સ્ટુડન્ટ વિઝા પર અંકુશ લાવશે બ્રિટન
બ્રિટનની ડેવિડ કેમરૂન સરકાર સ્ટૂડન્ટ વિઝા મેળવવા ઈચ્છતા યુરોપીય સંઘથી બહારના દેશોના વિદ્યાર્થીઓ માટે કેટલીય નવી શરતો મૂકવા જઈ રહ્યું છે. સરકારના આ નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓ પણ પરેશાનીમાં મૂકાશે.એક તાજેતરના અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2004માં સ્ટૂડન્ટ વિઝા પર બ્રિટન આવનારા 20 ટકાથી વધારે લોકો પાંચ વર્ષ પછી પણ અહીંયા જ રહે છે. આ સંબંધે ઉઠાવવામાં આવનારા નવા પગલા અંતર્ગત હવે સ્ટૂડન્ટ વિઝાની એપ્લીકેશન કરતી વખતે જ એક કરાર કરવો પડશે.આ કરાર હેઠળ જમા કરાવવામાં આવેલી રકમ બ્રિટનમાં અભ્યાસક્રમ પૂરો કરીને સ્વદેશ આવતી વખતે પરત કરવામાં આવશે. ભારતના પૂર્વોત્તર રાજ્યોમાંથી મોટી સંખ્યામાં અરજીઓ મળતાં બ્રિટિશ સરકારે પહેલેથી જ વિઝા આપવાની પ્રક્રિયા થોડી મોડી કરી દીધી છે.
મજિદે કરેલા ધડાકાનો ભાગ-2
બેઠક દરમિયાન મજિદ મેચ ફિક્સિંગમાં પોતાની મોટી ભાગીદારી વિશે જણાવ્યું અને મોબાઈલ પર પાકિસ્તાનના કેપ્ટન સલમાન બટ્ટને પણ ફોન કર્યો જેનાથી પ્રસ્તાવિત ટૂર્નામેન્ટની સંભવિત તારીખોની જાણકારી મળી શકે. મજિદ અને રિપોર્ટર વચ્ચે ત્યાર બાદ કારમાં ગુપ્ત વાતચીત થઈ જ્યાં તેણે મેચ ફિક્સિંગ વિશે પ્રકાશ પાડ્યો હતો.માજિદે કહ્યું હતું કે મેચ ફિક્સિંગમાં ઘણી મોટી રકમ છે અને તે લગભગ અઢી વર્ષથી પાકિસ્તાન ટીમ સાથે આવું કરી રહ્યો છે. મજિદે કહ્યું કે તેણે ઘણા પૈસા બનાવ્યા હતા અને તે એક ભારતીય પક્ષ સાથે કામ કરે છે અને તે સૂચના આપવા માટે તેને પૈસા પણ આપે છે.મિજદે રિપોર્ટરને ફિક્સિંગની સમગ્ર પ્રક્રિયા વિશે જણાવ્યું હતું. રિપોર્ટમાં મજિદના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ઉદાહરણ માટે ભારતમાં 10 ઓવર પછી 30 રન કે 10 ઓવર પછી 33 રન પર સટ્ટો લગાવવાનો વિકલ્પ છે. હવે ખેલાડી શું કરે છે કે તે પહેલી ત્રણ ઓવરમાં 13 રન કે તેનાથી વધારે રન બનાવે છે.તેનાથી બજારમાં વધારે રન બનવાની સંભાવના બને છે. કારણ કે તેઓ ઝડપી ગતિથી રન બનાવે છે. પરંતુ ત્યાર બાદ આગામી સાત ઓવરમાં તે 14 રન કે તેનાથી ઓછા બનાવે છે. આ માટે જે લોકોને આ સૂચનાની જાણકારી હોય છે તેઓ વધારે કમાય છે.આ રીતે બોલિંગમાં પણ વિકલ્પ હોય છે. ઉદાહરણ તરીકે મોહમ્મદ આસિફ કે આમિર બોલિંગ કરી રહ્યાં છે. 10 ઓવરમાં 32 રન બજારમાં ખુલે છે. હવે છઠ્ઠી ઓવરમાં બોલર ડેડ બોલ કરે તો મારા લોકો સમજી જાય છે કે તે આઠ, નવ અને 10મી ઓવરમાં 18 રનથી વધારે આપનાર છે.
મોરબી રોડ જકાતનાકા પાસે બે બાઇક અથડાતાં ભરવાડ યુવાનનું મોત
મોરબી રોડ જકાતનાકા પાસે ગતરાતે બે બાઇક સામ સામે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા કોઠારિયા રોડ ઉપર રહેતા ભરવાડ યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું.પ્રાપ્ત વિગત મુજબ, કોઠારિયા રોડ ઉપર રહેતા ભરવાડ કિશોરભાઇ વાલાભાઇ સભાડના નજીકના સંબંધીનુ અવસાન થયું હોઇ સદ્ગતના આત્માની શાંતિ માટે ભજન કિર્તનનો કાર્યક્રમ હતો. કિશોરભાઇ એ કાર્યક્રમમાં હાજરી આપવા પોતાનું બાઇક લઇને ત્યાં જઇ રહ્યા હતા. મોરબી રોડ જકાતનાકા પાસે સામેથી ટ્રિપલ સવારીમાં આવી રહેલા બાઇકના ચાલકે અકસ્માત સર્જતા કિશોરભાઇને ગંભીર ઇજા થતાં તેનું મૃત્યુ નિપજ્યું હતું.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment