07 September 2010

આજે દેશવ્યાપી હડતાળ બેંકનું કામકાજ ખોરવાશે

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

આજે દેશવ્યાપી હડતાળ બેંકનું કામકાજ ખોરવાશે

આવતીકાલે મંગળવારે દેશભરના કામદાર સંઘો તરફથી દેશવ્યાપી હડતાળનું એલાન અપાયું છે. આ એલાનમાં એ.આઇ.બી.ઇ.એ સાથે સંલગ્ન વડોદરા શહેર-જિલ્લાના અંદાજે ૧૫૦૦ જેટલાં બેંક કર્મચારીઓ પણ જોડાવાના હોઇ બેંકિંગ કામગીરી ઠપ થઇ જશે. વડોદરા શહેરમાં હડતાળ પાડનારાં બેંક કર્મચારીઓ સવારે ૧૦ વાગે માંડવી-નજરબાગથી કલેક્ટર કચેરી સુધી નીકળનારી કામદાર સંઘોની રેલીમાં જોડાશે.વડોદરા શહેર લોકલ બેંક એમ્પ્લોઇઝ કો.ઓર્ડિનેશન કમિટિના સંયોજક સુરેશ ડાંગેએ જણાવ્યું હતું કે, એ.આઇ.બી.ઇ.એ. સાથે સંલગ્ન બેંક કર્મચારીઓ હડતાળમાં જોડાશે. એટલું જ નહીં સવારે ૧૦ વાગે સંયુક્ત કામદાર સમિતિના ઉપક્રમે માંડવી-નજરબાગથી નીકળનારી રેલીમાં સામેલ થશે.આ રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી સભાના રૂપમાં ફેરવાશે.હડતાળમાં એ.આઇ.બી.ઇ.એ. ના સભ્ય થયેલા બેંક કર્મચારીઓ જોડાવાના હોઇ બેંકોમાં કામગીરી ખોરવાઇ જશે. પરંતુ એક પણ બેંક બંધ રહેશે નહીં. બેંકના અધિકારીઓ ફરજ બજાવશે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા સહિત વિવિધ બેંકો ચાલુ રહેશે.


નોકિયા આવતા સપ્તાહે ધમાકો કરશે

ભારતીય બજારના મોટા હિસ્સા પર કબ્જો જમાવી ચૂકેલ કંપની આવતા સપ્તાહે મોબાઇલ હેન્ડસેટના કેટલાંક ખાસ મોડલ રજૂ કરવા જઇ રહી છે. કંપનીનો ઇરાદો બજારમાં નબળી પડતી પોતાની પકડને ફરીથી મજબૂત કરવાનો છે.આવતા સપ્તાહે નોકિયાની વાર્ષિક મીડિયા અને ઇન્ડસ્ટ્રી ઇવેન્ટ છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કંપનીનો ઇરાદો રોકાણકારોને એ દેખાડવાનો છે કે તેમની સ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે. કંપની પોતાના નવા સ્માર્ટફોન ઇ-7 રજૂ કરશે તેવી ધારણા છે. સ્માર્ટફોનના વધતા બજારને જોતા હવે કંપની પોતાનું ધ્યાન સ્માર્ટફોન પર આપી રહી છે જો કે કંપનીએ હજુ પોતાના નવા હેન્ડસેટના ફીચર્સનો ખુલાસો કર્યો નથી પરંતુ સૂત્રોનું કહેવું છે કે નોકિયાના આ હેન્ડસેટમાં યુનિક ફીચર હોઇ શકે છે જે બીજા સ્માર્ટફોનમાં નથી હોતા. પરંતુ પહેલાં આ ફોન લંડનના બજારમાં ઉતારાશે. તેમાં મોટું ટચ સ્ક્રીન અને પૂરું કીબોર્ડ હશે.ઇ-7 સિવાય નોકિયા પોતાના નવા ફોન એન-8 પણ રજૂ કરશે. આ દુનિયાનો પહેલો એવો ફોન હશે જેમાં સિંબિયન 3 સોફટવેર હશે.
કંપનીને આશા છે કે આ રીતે નવા સ્માર્ટફોનના લોન્ચિંગ પહેલાં કંપની પોતાનો નફો વધારી શકશે. આના પર જ તેના સીઇઓ ઓલી-પેક્કા ક્લાસુઓની કેરિયર ટકી છે.


અમદાવાદ : ઔડાની બેદરકારી મ્યુનિ.ને રૂ. સાડા ચાર કરોડમાં પડી

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા નવા રિંગરોડ ઉપર નાખવામાં આવેલી મેઇન ડ્રેનેજ લાઇનમાં ગેરકાયદે જોડાણોના કારણે કચરો-કાદવથી ભરાઈ ગઈ છે. હવે આ લાઇન સાફ કરવા માટે મ્યુનિ. સાડા ચાર કરોડ રૂપિયા ખર્ચશે.પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વ અમદાવાદમાં નવા વિસ્તારોના સમાવેશ પહેલાં ઔડા દ્વારા નવા રિંગરોડ ઉપર પાંચ વર્ષ અગાઉ કરોડોના ખર્ચે મેઇન ટ્રન્કલાઇન નાખવામાં આવી હતી. વિંઝોલથી નવા નરોડા સુધીના વિસ્તારોમાં ગટરનાં પાણીનો નિકાલ કરવાના નામે નાખવામાં આવેલી મેઇન ડ્રેનેજલાઇનની કામગીરી પણ અધૂરી છોડવામાં આવી હતી અને લગભગ ૧૧ જગ્યાએ મ્યુનિ.ને ડ્રેનેજ લાઇન નાખવી પડી હતી, જેનો ખર્ચ પણ મ્યુનિ.તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.વળી, આ ડ્રેનેજલાઇનો માટે જરૂરી પમ્પિંગ સ્ટેશન તથા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી હજુ સુધી પૂરી થઈ નથી. આ ડ્રેનેજ લાઇનમાં કોઈના જોડાણ ન થાય તેની તકેદારી રાખવી જોઈએ તે રાખી નહીં તેના કારણે નવા રિંગરોડ ફરતે બાંધકામો કરનારા બિલ્ડરોએ મોટી ડ્રેનેજલાઇનમાં ગેરકાયદે જોડાણો કરી નાખ્યાં હતાં.ગેરકાયદે જોડાણો થવાથી મેઇન ડ્રેનેજ લાઇનમાં ધીમે ધીમે કાદવ અને કચરો જામી ગયો છે અને આજની તારીખે આ જોડાણોના કારણે મેઇનહોલમાંથી ગંદાં પાણી ઊભરાઈને આજુબાજુનાં ખેતરો તથા રસ્તા ઉપર ફેલાઈ રહ્યાં છે.ઔડાની ગટર લાઇન સાફ કરવા માટે મ્યુનિ.એ ટેન્ડર મગાવ્યાં હતાં, જેમાં એક કંપનીએ ૩.૩૩ કરોડના ખર્ચે ગટરલાઇનો આધુનિક પદ્ધતિથી સાફ કરી આપવાની તૈયારી દર્શાવી હોવાનું જાણવા મળ્યું છે. ટેન્ડરના આધારે ૪.૩૫ કરોડના ખર્ચે કામ કરાવવા તથા ૪.૪૪ કરોડના અંદાજને મંજુરી આપવાની દરખાસ્ત સ્ટે.કમિટીમાં રજુ થઈ છે. ઇજનેરખાતાનાં સૂત્રોના જણાવ્યા મુજબ, ઔડાની બેદરકારીની કિંમત મ્યુનિ. ચૂકવી રહ્યું છે.



વડોદરા : ઘરગથ્થુ ગેસ કનેકશન માટેનાં ફોર્મનું વિતરણ આજથી શરૂ

સેવાસદન દ્વારા આવતી કાલથી પાઇપલાઇન દ્વારા ગેસ જોડાણ મેળવવા માટેનાં ફોર્મનુ વિતરણ શરૂ કરાશે. જોકે, સમગ્ર શહેરમાં ગમે ત્યાં ગેસ જોડાણ મળી શકશે નહીં.શહેરમાં ઘરે ઘરે પાઇપલાઇન ગેસ પહોંચતો કરી દેવાશે તેવી સત્તાધીશોએ મોટા ઉપાડે જાહેરાત કરી હતી.૧૦ હજાર નવાં ગેસજોડાણ આપવા માટે ફોર્મ વિતરણ ક્યારે શરૂ થશે તેની શહેરીજનો ભારે આતુરતાથી વાટ જોઇ રહ્યાં હતાં. ત્યારે સેવાસદનના ગેસ પ્રોજેક્ટ વિભાગ દ્વારા હયાત ગેસ લાઇનથી ૫૦ મીટરની મર્યાદામાં ગેસ પુરવઠાની ઉપલબ્ધતા અનુસાર નવીન ગેસ ઘરગથ્થુ ગેસ કનેકશન આપવાનું આયોજન છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હયાત લાઇનથી ૫૦ મીટરની મર્યાદામાં આવતી સોસાયટીમાં જેટલાં મકાનો આવતાં હશે તેટલાંને જ ગેસ કનેકશન આપી શકાશે.
તેમજ, જે એપાર્ટમેન્ટમાં ગેસ કનેકશન નથી તેને હયાત લાઇનથી ૫૦ મીટરની મર્યાદામાં આવતા હોય તેવા ગ્રાઉન્ડ ફલોરવાળાને આપી શકાશે અને ભવિષ્યમાં તેમાંથી ગેસ કનેકશન આપવા માટે કોમનરાઇઝર ઊભુ કરી અપાશે. આ સિવાય, હયાત ગેસ કનેકશન ધરાવતા એપાર્ટમેન્ટને ટેપીંગથી ૫૦ મીટરની મયાઁદામાં ગેસ કનેકશનો અપાશે.આ નવીન ગેસ કનેકશનો માટેના ફોર્મનુ વિતરણ આવતી કાલથી તા.૧૬ સુધી કચેરીના કામકાજના સમય દરમિયાન દાંડિયાબજાર સ્થિત ગેસ પ્રોજેક્ટની મુખ્ય કચેરીમાંથી અને રેલવે સ્ટેશન પાછળ આવેલ નંદનવન ગેસ સ્ટેશન ખાતેથી કરવામાં આવનાર છે. જ્યારે, ભરેલા અરજી ફોર્મ તા.૪ ઓક્ટોબરથી તા.૨૬ નવેમ્બર સુધી ગેસ પ્રોજેક્ટ ઓફિસ(દાંડિયાબજાર) ખાતે જ પરત લેવામાં આવનાર છે.


સુરત : વેપારીને યુવતી સાથે નગ્ન કરીને ક્લિપ ઉતારાઈ

રૂપિયા લેવા વેપારીને ઘરે બોલાવી રૂમમાં પૂર્યા બાદ બાંધી દઈ જાનથી મારી નાંખવાની ધમકી આપી સામા પાંચ લાખ માગ્યા. ૫ દિવસ બાદ વેપારીએ ફરિયાદ નોંધાવતાં પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈઘોડદોડ રોડ પર રહેતા અને ટેક્સટાઇલનો ધંધો કરતા વેપારીને ૨૫ લાખ રૂપિયા ન આપવા પડે તે માટે અન્ય ચાર જણાએ મળીને વેપારીનું અપહરણ કરીને તેને અન્ય એક યુવતી સાથે નગ્ન કરીને અશ્લીલ ક્લિપ ઉતારી હોવા અંગે લિંબાયત પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે.પોલીસ તરફથી જાણવા મળ્યા મુજબ ઘોડદોડ રોડ પર કાકડિયા કોમ્પ્લેકસ પાછળ ઉદય એપાર્ટમેન્ટ ખાતે રહેતા ચંદ્રપ્રકાશ મુરલીધર સોની છ વર્ષ પહેલાં ટેક્સટાઇલ માર્કેટમાં ધંધા અર્થે આવ્યા હતા. તેના મામાએ માર્કેટમાં તમામ સ્થળે ઓળખાણ કરાવી હતી અને નવાબવાડી પાસે જય ગોકુલ ટેક્સના નામથી ધંધો પણ સ્વતંત્ર રીતે કરતા હતા. દરમિયાન વિરમરામ આદુરામ જાની નામના અન્ય એક વેપારી સાથે તેને પૈસાની લેતીદેતી ચાલતી હતી.દરમિયાન થોડા વખત પહેલાં વિરમરામને પૈસાની જરૂરિયાત ઊભી થતાં તેણે ચંદ્રપ્રકાશ સોનીને વાત કરી હતી. આથી ચંદ્રપ્રકાશે તેને ૨૫ લાખ રૂપિયા આપ્યા હતા અને બદલામાં વિરમરામનું શ્રીવર્ધન સોસાયટીનું મકાન લખાવી લીધું હતું. એટલું જ નહીં ૨૫ લાખના કુલ ૧૩ ચેક પણ લીધા હતા. જે ચેક બીજા મહિને બેંકમાં ભરતાં તે રિટર્ન થયો હતો. આથી ચંદ્રપ્રકાશે આ અંગે બીરમાને જાણ કરી હતી.જવાબમાં બીરમાએ તેને ઘરે રૂપિયા લેવા બોલાવ્યો હતો. આથી ગત તા. ૧લીના રોજ બપોરે ૩.૩૦ વાગે ચંદ્રપ્રકાશ સોની તેમના લિંબાયત શ્રીવર્ધન સોસા. ખાતેના નિવાસસ્થાને ગયા હતા ત્યારે પૈસા આપવાને બદલે વિરમરામે તેના મકાનની રૂમમાં પૂરી દીધા હતા અને દોરડા વડે બાંધી દીધા હતા. ત્યારબાદ ગીરવે મૂકેલી મકાનની અસલ ફાઇલની માગણી કરી હતી.


પોર્ન ફિલ્મ ન ગમતાં સેક્સશોપમાં ચોરી કરી

જર્મનીમાં પોર્ન ફિલ્મોની કોઈ પણ સીડી શોપમાં સરળતાથી મળી જતી હોય છે. અહીંયા તાજેતરમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. અહીંની એક ગે સેક્સ શોપમાંથી એક વ્યક્તિ પોર્ન ફિલ્મની સીડી લઈ ગઈ, પણ ઘરે જઈને સીડી સારી ન લાગતા તેણે દુકાનદારને સીડી પરત આપી.ગ્રાહકની એવી દલીલ હતી કે ફિલ્મ સારી નથી. સીડી વેચાઈ ગઈ હોવાને કારણે દુકાનદારે તેના નાણાં પરત આપવાની ના પાડી દીધી. ત્યારે તો એ ગ્રાહક ચૂપચાપ ત્યાંથી જતો રહ્યો, પણ થોડીવાર પછી તે અચાનક ત્યાં પાછો આવ્યો.રોષે ભરાયેલા આ ગ્રાહકે કેશ કાઉન્ટરમાંથી 350 ડોલર ચોર્યા અને તરત જ ત્યાંથી ભાગી ગયો. જો કે દુકાનમાં લગાવાયેલા એક સીસીટીવી રેકોર્ડમાં આ બધું રેકોર્ડ થઈ ગયું છે, જેથી હવે પોલીસ સરળતાથી ચોરને ઝડપી લેશે.


અમદાવાદમાં ભારે વરસાદી ઝાપટાંથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં

શહેરમાં કેટલાક દિવસના વિરામ બાદ મેઘરાજાએ ગઇકાલે રવિવાર રાતથી ફરી હળવાથી ભારે ઝાપટાં વરસાવતાં ઠેરઠેર પાણી ભરાઇ જવાથી અને રસ્તા ઉપરના ખાડાઓના પુરાણ ધોવાઇ જતાં શહેરીજનોને ફરી હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.વરસાદે વિરામ પાળ્યા છતાં મ્યુનિ. તંત્ર દ્વારા સ્ટોર્મ વોટરલાઇનની કેચપીટ કે ડ્રેનેજ લાઇનો સાફ કરવાની તસ્દી લેવાઇ નહોતી. શહેરમાં ગઇ મોડી રાતે નવા પશ્ચિમ ઝોન તથા દક્ષિણ ઝોનમાં એક ઇંચ જેટલો વરસાદ પડી જવા પામ્યો હતો. જેના કારણે ગઇમોડી રાતે નવા પશ્ચિમ ઝોન અને દક્ષિણ ઝોનના જુદા જુદા વિસ્તારોમાં રસ્તા ઉપર તથા નીચાણવાળી સોસાયટીઓમાં અડધા ફૂટ જેટલા વરસાદી પાણી ભરાયાં હતાં.દક્ષિણ ઝોનમાં તો નારોલ-નરોડા હાઇવેના સર્વિસ રોડ ઉપર, સોસાયટીઓમાં તથા જશોદાનગર ચાર રસ્તા ખાતેના નવા બ્રિજથી ગોરના કૂવાથી મણિનગર રેલવે ક્રોસિંગ સુધી અને ભૈરવનાથ ચાર રસ્તા સુધી રોડ ઉપર પાણી ફરી વળ્યાં હતાં. જ્યારે નવા ઝોનમાં વેજલપુર, જુહાપુરા, સરખેજ, મેમનગર વગેરે વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. એસજી હાઇવેના સર્વિસરોડ ઉપર પણ પાણી ભરાઈ ગયા હતા.


સુરતમાં સિઝનનો વરસાદ પૂરો

શ્રાવણના અંતિમ સોમવારે વરુણદેવ પણ રીઝાયા, ૫૨ ઇંચની સરેરાશ સામે કુલ ૫૬ ઇંચ પાણી ખાબકી ગયું. સોનગઢ -માંડવીમાં ૪ ઇંચ, સુરતમાં ૨.૫ ઇંચ પાણી ઝીંકાયું,જિલ્લાનાં અન્ય કેન્દ્રોમાં પણ અડધાથી ૩ ઇંચ વરસાદ નોંધાયો. શ્રાવણ માસના અંતિમ સોમવારે મેઘરાજાએ શહેરમાં જે અમી વરસાવ્યું તેના દ્વારા છેલ્લાં ૧૦ વર્ષની સરેરાશ મુજબ સિઝનનો વરસાદ પૂરો થઈ ગયો છે. શહેરમાં દસ વર્ષની સરેરાશ ૫૨ ઇંચ વરસાદની છે તેની સામે સોમવારના વરસાદના આંકડા સાથે આ વર્ષે પ્રથમ નજરે ઓછો દેખાતો છતાં અધધ કુલ ૫૬ ઇંચ વરસાદ થઈ ગયો છે! બીજી રીતે કહીએ તો આખા શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓની શિવજીની ભક્તિ વરુણદેવે પણ સાંભળી હતી.માત્ર સોમવારના વરસાદની જ વાત કરીએ તો સવારે ૭.૦૦ વાગ્યાથી સાંજે ૪.૦૦ વાગ્યા સુધીમાં સુરત જિલ્લામાં સૌથી વધારે માંડવીમાં ૪ ઇંચ, સુરત શહેરમાં ૨.૫ ઇંચ તથા જિલ્લાના અન્ય તાલુકાઓમાં અડધાથી બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત આ વર્ષે પ્રમાણમાં કોરા રહેલા તાપી જિલ્લાના સોનગઢમાં પણ ૪ ઇંચ વરસાદ નોંધાયો હતો.આ વર્ષે ચોમાસાની પેટર્ન બદલાતાં ગુજરાત રાજ્યના એકમાત્ર ગ્રીન બેલ્ટ ગણાતા દક્ષિણ ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. તેની સામે રાજ્યના અન્ય અને ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત જેવા સૂકા વિસ્તારોમાં સરેરાશની સરખામણીમાં આ વર્ષે અત્યારથી જ દોઢો વરસાદ નોંધાયો ચૂક્યો છે.


નેશનલ શિપિંગ બોર્ડમાં સાંસદ રાજેન્દ્રરસિંહ રાણાની નિયુક્તિ

શિપિંગ ઉદ્યોગના વિકાસ અને પ્રશ્નોના ઉકેલ માટે કેન્દ્રની યુપીએ સરકાર દ્વારા છ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે જેમાં ભાવનગરના સાંસદ રાજેન્દ્રરસિંહ રાણાને જગ્યા આપવામાં આવી છે.લોકસભા અને રાજ્યસભાના છ સભ્યોની આગામી બે વર્ષ માટે નિમણૂંક કરવામાં આવી છે. શિપિંગ મંત્રાલય દ્વારા નિયુક્ત કરવામાં આવેલા સભ્યોમાં ભાવનગરના સાંસદ રાજેન્દ્રરસિંહ રાણા ઉપરાંત પશ્ચિમ બંગાળના સોમેન્દ્રનાથ મિત્રા, કેરળના એ.સંપત, લક્ષિદ્વપના હમદુલ્લા સૈયદ, રાજ્યસભાના સાંસદો આંધ્રના રામચંદ્ર રાવ, કે.બી.શનપ્પા (કર્ણાટક)ની પણ નિયુક્તિ કરવામાં આવી છે.નેશનલ શિપિંગ બોર્ડ દરિયાઇ સુરક્ષા, કોસ્ટલ શિપિંગ પોલીસી અને રાજ્ય મેરિટાઇમ બોર્ડની રચના જેવી બાબતોમાં કાર્યરત છે.


૫૦૦થી ૨૫૦૦૦ની મૂર્તિઓ ખરીદાશે

અમદાવાદથી આવતા કારીગરો બે માસ સુધી ધામા નાખી ગજાનનને સુંદર બનાવે છે.છેલ્લા ઘણા વર્ષોથી કચ્છભરમાં ગણેશ મહોત્સવનું મહત્વ વધી રહ્યું છે. ગણનાયકને આવકારવા ગલીએ ગલી ભારે ઉત્સુકતા જોવા મળે છે. માત્ર ભુજમાં જ ૫૦૦થી માંડી ૨૫૦૦૦ સુધીની મૂર્તિઓનું વેચાણ થાય છે. આ વખતે ૧૫૦થી વધારે ગણપતિ ખરીદાય તેવી શક્યતાઓ છે.શ્રાવણ માસથી છેક દિવાળી સુધી અવિરત તહેવારોની શૃંખલા જારી રહે છે. ભાદરવામાં ગણેશ ઉત્સવ હવે ભુજમાં નવરાત્રિની જેમ જ ઉજવાય છે. દુંદાળા દેવની મૂર્તિઓ માટે પણ રીતસરની હોડ જામે છે. ખમતીધર મંડળો બહારગામથી તો ભુજ માંથી પણ મોટાપાયે પ્રતિમાઓ ખરીદાય છે.છેલ્લા દસ વર્ષથી બે માસ માટે આવતાં અમદાવાદના તુલસીભાઇ કહે છે, શરૂઆતમાં માંડ ૨૫થી ૩૦ મૂર્તિઓ લેવાતી આજે અમે ૧૨ જણા મળી ૧૦૦ પ્રતિમા આપીએ છીએ અને દરેકનું એડવાન્સ બુકિંગ હોય છે. કલરના રંગકામ વચ્ચે વ્યસ્ત આ કારીગરે કહ્યું કે, દુંદાળા દેવના આશીર્વાદથી જ આ કામ થઇ શકે છે. અન્ય વ્યવસાયી કમલેશભાઇ પાંચ વર્ષથી ભુજમાં આવે છે. તેમણે કહ્યું કે, હવે તો ઘરોમાં પણ ગણેશ સ્થાપનાનો મહિમા વધ્યો છે, જેથી નાની પ્રતિમાથી મોટી મૂર્તિ આકર્ષક બને તેવો અમારો પ્રયાસ હોય છે.


CBIએ ખંડણીખોરોની મુંબઈ-અમદાવાદથી ધરપકડહ કરી

રાઈમ બ્રાંચની ખંડણી વિરોધી શાખા અને પ્રોપર્ટી સેલના અધિકારીઓએ સંયુક્ત રીતે કામગીરી બજાવીને પૂજારી ટોળકીના પાંચ ખંડણીખોરની ધરપકડ કરી છે. તેમની પાસેથી ૭.૬૫ એમ. એમ.ની દેશી રિવોલ્વર, પાંચ જીવંત કારતૂસ, બે મોબાઈલ અને બે સિમકાર્ડ જપ્ત કરવામાં આવ્યાં હતાં.શનિવારે પૂજારી ગેંગના જમણા હાથ રાજેન્દ્રર ચૌધરી ઉર્ફે થાપાનું સાંતાક્રુઝ સ્થિત આરકે ગાર્ડન પાસે પોલીસ સાથે સામસામા ગોળીબારમાં મોત થયું હતું. થાપા પૂજારી સાથે સંપર્કમાં હતો અને તેણે મુંબઈમાં બિલ્ડર લોબી અને ઝવેરીઓમાં ડર પેદા કરવા અમદાવાદથી બોલાવવામાં આવતા હતા.નવી પદ્ધતિથી થાપાએ પૂજારીને નામે દહેશત ફેલાવી હતી. ખાર પોલીસ સ્ટેશનની હદમાં તેણે ચોથી જૂનના રોજ બિલ્ડર અશ્વિનની ઓફિસ ઉપર ફાયરિંગ કરવા માટે અમદાવાદમાં ડ્રાઈવરો અને નોકર સપ્લાય કરવાનું કામ કરતા રાજુ ભંડારીને કહ્યું હતું. એવી જ રીતે ૩૦ જુનના રોજ ડીએન નગર પોલીસ સ્ટેશનની હદમાં કોંકર્ડ બિલ્ડરને ધમકાવવા માટે તેમની ઓફિસની નજીક પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ હુમલામાં વોચમેન સોનાવણેને ગોળી વાગવાને કારણે તે ઘાયલ થયો હતો. ફાયરિંગ કરીને એક ચિઢ્ઢી હુમલાખોરો છોડી ગયા હતા જેમાં એક નંબર લખવામાં આવ્યો હતો અને એ નંબર ઉપર પૂજારીને સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ ૧૪ જુલાઈના રોજ ઓશિવરા પોલીસ સ્ટેશનની હદમાં લોખંડવાલા વિસ્તારમાં નોતનદાસ જવેલર્સની દુકાનમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું.શહેરમાં ફરી એક વાર દહેશત ફેલાવવા માટે પૂજારી ગેંગ સક્રિય થઈ હોવાને કારણે પોલીસે તેની ઉક્ત ટુકડીઓને તપાસ સોંપી હતી. પોલીસે અમદાવાદથી હર્ષદ કાનજીભાઈ મારુ (૨૬), કન્નુ ભિકાજી ઠાકોર (૨૦), પરેશ રામપ્રસાદ નેપાળી ઉર્ફે પીડી (૨૬) અને નરેન્દ્ર મનબહાદુર સોની ઉર્ફે લાલા (૨૭)ની અને મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશને બહારગામ ભાગવાની કોશિશ કરી રહેલા રાજુ ભંડારીની પણ ધરપકડ કરી હતી.


રાહુલ ગાંધી આજે મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધશે

કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી મંગળવારે મહારાષ્ટ્રનાં વિદ્યાર્થી- વિદ્યાર્થિનીઓ સાથે સંવાદ સાધશે. પક્ષના વિદ્યાર્થી એકમ એનએસયુઆઈએ આ માટે વિદર્ભના અકોલા, મરાઠવાડા અને ઔરંદાબાદ તથા પશ્ચિમ મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં કાર્યક્રમ આયોજિત કર્યો છે.કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ અને મહારાષ્ટ્રના નિરીક્ષક મોહન પ્રકાશે જણાવ્યું હતું કે રાહુલની મુલાકાત બિનરાજકીય હશે. તેમની આ મુલાકાત એનએસ-યુઆઈએ મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધવા માટે યોજી છે. તેમણે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી સવારે ૧૦.૩૦ વાગ્યે અકોલામાં, બપોરે ૧૨.૩૦ વાગ્યે ઔરંગાબાદમાં અને બપોરે ૨.૩૦ વાગ્યે પુણેમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધશે.નોંધનીય છે કે ૫ ફેબ્રુઆરીના રોજ તેમણે મુંબઈમાં પાલૉ સ્થિત ભાઈદાસ હોલમાં છાત્રો સાથે સંવાદ સાધ્યો હતો.


આણંદ પાલિકામાં પ્રજાના પૈસે લ્હાણી!

આણંદ નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓએ પાંચ વર્ષ પહેલાં પાંચમા પગાર પંચના અમલ સમયે કર્મચારીઓને લ્હાણી કરી પ્રજાના પરસેવાની કમાણીમાંથી રૂ.૧૩.૩૫ લાખ વધારે ચૂકવી દેતાં ઓડિટ વિભાગે ગંભીર નોંધ લીધી હતી અને આ બાબતે કર્મચારી પાસેથી પૂરેપુરી રકમ વસૂલવા આદેશ આપ્યો હતો. આ સંદર્ભે પાલિકાના કર્મચારીઓના પગારમાંથી રૂ.૮.૫ લાખ વસૂલી લેવામાં આવ્યાં છે, જ્યારે બાકીના નાણાં વસૂલવા નોટિસ તૈયાર કરવામાં આવી છે. રજાના પરસેવાની કમાણીને ટેક્સરૂપે ઉઘરાવ્યાં બાદ આણંદ નગરપાલિકાના સત્તાધિશો તેનો કેટલો દૂરપયોગ કરે છે, તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. પાંચ વર્ષ પહેલાં પાંચમા પગાર પંચના અમલ સમયે પાલિકાના ૫૬૩ કર્મચારીઓને લ્હાણી કરી રૂ.૧૩,૩૫,૮૭૪ વધારે ચૂકવી દીધાં હતાં. આ અંગે ઓડિટ વિભાગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ‘પાંચમા પગાર પંચના તફાવતની ચૂકવણીમાં અનિયમિતતા જોવા મળી છે.જેમાં ઘરભાડાં તા.૧-૮-૯૭થી ચૂકવવાના બદલે તા.૧-૧-૯૬ની અસરથી રૂ. ૧૧,૨૮,૫૨૦ વધારે ચૂકવવામાં આવ્યાં હતા. તબીબી ભથ્થું તા.૧-૮-૯૭થી ચૂકવવાના બદલે તા.૧-૧-૯૬ની અસરથી રૂ.૧,૧૯,૪૩૪ વધારે ચૂકવી દેવામાં આવ્યું હતું. તેવી જ રીતે મોંઘવારી ભથ્થંુ તા.૧-૭-૯૬ના બદલે તા.૧-૬-૯૬થી રૂ.૭૯,૬૭૨ વધારે ચૂકવી દીધું હતું.આ ઉપરાંત સેવાપોથીમાં પણ રૂ.૮,૨૪૮ની વધુ ચૂકવણી થઈ હતી. આમ, કુલ રૂ.૧૩,૩૫,૮૭૪ તમામ ૫૬૩ કર્મચારી પાસેથી વસૂલ કરી નગરપાલિકા ફંડમાં તાત્કાલિક જમા કરાવવા.’ આ અંગે નગરપાલિકાના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે ‘ઓડિટ વિભાગના આદેશ બાદ તુરંત કાર્યવાહી કરવામાં આવી હતી અને મોટા ભાગના કર્મચારી પાસેથી રૂ.૮.૫ લાખ જેટલી રકમ વસૂલી લેવામાં આવી છે અને બાકી નીકળતી રકમ માટે પણ કર્મચારીઓને નોટિસ કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.’


કડીના યવતેશ્વર મહાદેવનો પરંપરાગત વરઘોડો નીકળ્યો

હાલમાં જૈનોનું પર્યુંષણ મહાપર્વ ચાલી રહ્યું છે ત્યારે જ સિદ્ધપુર અલવાના ચકલા પાસે આવેલા ભગવાન મહાવીર સ્વામીના જૈન દેરાસરમાંથી દોઢ કિલો ચાંદીનો મુગટ ચોરાયો છે.આ અંગે જૈન દેરાસરના ટ્રસ્ટી સુધીરભાઇ મહેતાએ જણાવ્યું હતું કે, શુક્રવારે સાંજે ૭-થી ૭-૩૦ કલાકે અજાણ્યું યુગલ દર્શન કરવા આવ્યું હતું. આ સમયે મંદિરમાં કોઇ દર્શનાર્થી હતા નહીં, તેથી દર્શન કર્યા બાદ એકલતાનો લાભ લઇ તે ભગવાન સુલતાન પાર્શ્વનાથને પધરાવેલ ચાંદીનો મુગટ લઇ પલાયન થઇ ગયું હતું.દોઢ કિલો ચાંદીનો રૂ. ૪૫ હજારની કિંમતનો મુગટ લઇ પલાયન થઇ ગયેલા મનાતા યુગલ અંગે તપાસ કરતાં ક્યાંય મળ્યું ન હતું. આ અંગે પોલીસ સ્ટેશને જાણવાજોગ નોંધ કરી છે.


ગૌહત્યાના વિરોધમાં વિજાપુર સ્વયંભૂ બંધ

ગૌહત્યાના વિરોધમાં સોમવાર અપાયેલા વિજાપુર બંધના એલાનને પગલે શહેરીજનોએ જડબેસલાક બંધ પાળ્યો હતો. માલધારી સમાજ સહિત વેપારીઓએ સ્વયંભૂ ધંધા-રોજગાર બંધ રાખી બંધમાં જોડાયા હતા.ઉપરાંત શાળા-કોલેજોમાં પણ શૈક્ષણિક કાર્ય બંધ રહ્યું હતું. જ્યારે બંધ દરમિયાન શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. જો કે, દિવસ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બનતા બંધ શાંતિપૂર્ણ રહ્યો હતો.ઉલ્લેખનીય છે કે, બંધનું એલાન આપનાર વિશ્વહિન્દુ પરિષદ, બજરંગ દળ અને ગૌરક્ષક દળ બંધમાં ન જોડાતા અનેક ચર્ચાઆએ જોર પકડ્યું હતું.

No comments:

Post a Comment