10 September 2010

રાજકોટમાં આખો દિવસ વરસાદ વરસ્યો: દોઢ ઇંચ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


રાજકોટમાં આખો દિવસ વરસાદ વરસ્યો: દોઢ ઇંચ

રાજકોટમાં ગુરૂવારે આખો દિવસ અવિરત હળવા ઝાપટાં વરસતા રહ્યા હતા. સતત પડતાં વરસાદને કારણે જનજીવન મંદ પડી ગયું હતું. આખો દિવસ આકાશમાં કાળા ડિબાંગ વાદળોની જમાવટ રહેતાં આખો દિવસ અંધકારભર્યું રહ્યું હતું. ગુરૂવારે વધુ ૩૬ મી.મી. વરસાદ નોંધાયો હતો.આખો શ્રાવણ માસ અંધાધૂંધ વરસાદ ખાબક્યા બાદ બે દિવસ વરાપ નીકળતાં મેઘરાજાએ વિદાય લીધી હોવાનું અનુમાન થતું હતું. પરંતુ મેઘરાજાને સૌરાષ્ટ્ર છોડ્યું જ ન હોય તેમ એમની પુન: પધરામણી થઇ હતી. રાત દરમિયાન વાદળોના દળકટકો ગગનગોખે ઉમટી પડ્યા હતા.ઘનઘોર કાળા ડિબાંગ વાદળોએ સૂર્ય કિરણોનો અવરોધતાં રાજકોટમાં આજે જાણે કે પ્રભાત ઉગ્યું જ નહોતું. સવારે ૮.૩૦ના અરસામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને તે પછી આખો દિવસ ઝીલ મીલ ઝીલ મીલ હળવા ઝાપટાં વરસતા રહ્યા હતા. આખો દિવસ અવિરત વરસાદ ચાલુ રહેતાં જનજીવન પર તેની વ્યાપક અસર પડી હતી.લોકોએ અનિવાર્ય કારણ ન હોય તો ઘરની બહાર જવાનું ટાળ્યું હતું. રાજકોટમાં આ વર્ષે મેઘરાજાની પૂર્ણ કૃપા વરસી છે. હજુ ૩૬ કલાક સુધી ભારે વરસાદની આગાહી છે ત્યારે આ વર્ષે વરસાદ ત્રણ દાયકાનો વિક્રમ તોડશે એ નિશ્વિત થઇ ગયું છે.


ગણેશ ઉત્સવ: રાજકોટમાં ત્રણ કરોડનો કારોબાર

ગણપતિ આયો બાપા, રિદ્ધિ-સિદ્ધિ લાયો... શનિવારના ભાદરવા સુદ ચોથથી અનેરા ઉમંગ સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ થશે. રાજકોટમાં ૬૦ થી ૬૫ સ્થળોએ મોટા આયોજનો થયા છે તો ૧૫૦૦ થી ૨૦૦૦ ગણપતિ, ઘરે-ઘરે, ફ્લેટમાં કે દુકાનોની બહાર ઉજવાશે. માત્ર રાજકોટ શહેરમાં ૩ કરોડ રૂપિયાની મૂર્તિ સહિત સાધન સામગ્રીનું વેચાણ થઇ ગયું છે.રાજકોટ શહેરમાં આ પર્વનું મહત્વ મહારાષ્ટ્ર જેવું બનતું જાય છે. સૌપ્રથમ રાજકોટમાં માત્ર ચારથી પાંચ પંડાલો હતા. પરંતુ છેલ્લા ચાર વર્ષથી તેનું મહત્વ વધતા આજે ૬૫ થી પણ વધુ પંડાલોની સંખ્યા પહોંચી છે. રાજકોટમાં ગણપતિ મૂર્તિઓનું વેચાણ પણ વધ્યું છે. મોટા પંડાલોની મૂર્તિ ૪૦ થી ૫૦ હજારમાં બને છે. બાદમાં કલર તેના શણગારની સામગ્રીનો કારોબાર પણ વધ્યો છે.મૂર્તિ બનાવનાર બંગાળી કારીગર બાબુભાઇએ જણાવ્યું હતું કે ઓર્ડર લેવાની ના પાડવી પડી તેટલી મૂર્તિઓ બનાવી છે. રાત-દિવસ કારીગરો કામ કરી રહ્યા હતા ત્યારે અંદાજે ૨૦ થી વધુ મૂર્તિઓ બનાવી છે. પહેલાં કરતાં રાજકોટમાં આ મહોત્સવનું મહત્વ વધ્યું છે.કિશનપરા ચોકમાં રેસકોર્સ ક્લબ, સદ્ગુરુ આશ્રમ, બ્રહ્મસેના, કરણપરા ચોક ગરબી મંડળ, સોનીબજાર સ્થિત મહારાષ્ટ્ર યુવક મંડળ, જ્યારે ગ્રીન સિટી ક્લબ દ્વારા નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ પાસેના બાલમુકુંદ પ્લોટ પાસે સ્કોચ વીડિયો સામેના ચોકમાં ગણેશોત્સવ, ભવ્ય આયોજન કરાયું છે. રાજકોટમાં આ ઉપરાંત ઠેર-ઠેર ગણપતિ મહોત્સવના આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.


પાણશિણામાં ત્રણ કલાકમાં ૮ ઇંચ

સૌરાષ્ટ્રના આકાશ પર મેઘરાજા જાણે મેરેથોન દોડમાં ભાગ લઇને સતત દોડી રહ્યા હોય તેમ અવિરત મેઘસવારી ચાલુ રાખી છે. આખો શ્રાવણ માસ વરસ્યા બાદ ભાદરવા મહિનામાં પણ મેઘકૃપા ચાલુ જ રાખી છે. ગુરુવારના દિવસે લીંબડી પંથક પર મેઘરાજાએ ડેરાતંબુ તાણ્યા હોય તેમ પાણશિણા અને આસપાસના વિસ્તારોમાં માત્ર ત્રણ કલાકમાં આઠ ઇંચ વરસાદ વરસાવી દીધો હતો.આ ઉપરાંત જામનગર જિલ્લાના ખંભાળિયામાં પણ વધુ પાંચ ઇંચ વરસાદ પડતા સદી આડે હવે માત્ર પાંચ ઇંચનું જ છેટું રહી ગયું છે. રાજકોટમાં વધુ સવા ઇંચ વરસાદ પડી જતાં ૩૦ વર્ષનો રેકોર્ડ તૂટવાની અણી પર છે. સૌરાષ્ટ્રમાં અન્ય વિસ્તારોમાં પણ ઝાપટાંથી માંડીને પાંચ ઇંચ સુધીનો વરસાદ થયો હોવાના અહેવાલ મળે છે.લીંબડી તાલુકાના પાણશિણા ગામ પર જાણે આભ ફાટ્યું હોય તેમ ગુરુવારના બપોરના ૧૨ થી ૩ વાગ્યા સુધીમાં આઠ ઇંચ વરસાદ પડી જતાં ચારોતરફ પાણી-પાણી થઇ ગયું હતું. વરસાદી પાણી ગામની બજારોમાં નદીના વહેણની માફક ચાલવા લાગ્યું હતું. નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઇ ગયા હતા. સાંબેલાધારે ખાબકેલા વરસાદથી ખેતરોમાં પાણી ભરાઇ જતાં હજારો એકર જમીનમાં ઊભેલો પાક પાણીમાં ગરકાવ થઇ જતાં ખેડૂતો ચિંતાતૂર થઇ ઊઠ્યા હતા.ભાવનગર શહેર-જિલ્લામાં શ્રાવણની અંતિમ રાત અને આજથી ભાદરવાના આરંભે છેલ્લા ૨૪ કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ચોતરફ અષાઢી મેઘમાહોલ જામી ગયો છે અને વાદળો મન મૂકીને એકધારા વરસી જતાં પંથકમાં ટાઢોડું થઈ ગયું છે. આજે ભાવનગર શહેરમાં ગઈકાલ રાતથી ધીમી ધારે વરસાદ વરસવો શરૂ થયો હતો અને આખી રાત શરૂ રહ્યાં બાદ સવાર સુધીમાં તો ચોતરફ વર્ષાનો માહોલ જામી ગયો હતો.



અમદાવાદમાં બે ઇંચ વરસાદથી સર્વત્ર પાણી

અમદાવાદ શહેરમાં ગુરુવારે ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે બે ઇંચ વરસાદ પડ્યો હતો. વહેલી સવારે ચાલુ થયેલો મુશળધાર વરસાદ અને દિવસ દરમિયાન ધીમી ધારે ચાલુ રહેલા વરસાદને કારણે શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.વરસાદથી પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારમાં પાણી ભરાયાં હતાં.જ્યારે એક મકાન પડી ગયું હતું અને એક મકાનની દીવાલ ધસી પડી હતી. આ ઘટનામાં એક વ્યક્તિને સામાન્ય ઇજા થઈ હતી. સવારે પડેલા ભારે વરસાદને કારણે મ્યુનિસપિલ કોર્પોરેશનના કંટ્રોલરૂમ ઉપર પાણી ભરાયાની અનેક ફરિયાદો નોંધાઈ હતી.ચાલુ વર્ષે વરસાદ બંધ થવાનું નામ નથી લેતો. વરસાદ પૂરો થયા બાદ ઉઘાડ નીકળ્યાના એક-બે દિવસ વીતે છે ત્યાં ફરીથી વરસાદનું આગમન થઈ જાય છે. આ સિલસિલો બુધવાર અને ગુરુવારે પણ જોવા મળ્યો હતો. શહેરમાં ગુરુવારે વહેલી સવારે ભારે વરસાદનું આગમન થયું હતું. મળસ્કે ધોધમાર એકથી દોઢ ઇંચ વરસાદ પડી ગયો હતો. વહેલી સવારનો વરસાદ નવેક વાગ્યે બંધ થયો હતો.


મહાનગરપાલિકા ચૂંટણીમાં ૩૫ લાખ મતદારો, ૧૯૨ ઉમેદવાર

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી આખરે ૧૦મી ઓક્ટોબરે યોજવાની જાહેરાત થઈ ગઈ છે અને મ્યુનિ. હદનું વિસ્તરણ થયા બાદ યોજાઈ રહેલી ચૂંટણીમાં ૩૫ લાખ જેટલા મતદારો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોમાંથી ૧૯૨ જણાને કોર્પોરેટરનો તાજ પહેરાવશે. મ્યુનિ.ની ૨૬મી ચૂંટણીમાં આ વખતે હદવિસ્તરણના કારણે મતદારો અને કોર્પોરેટરોની તથા વોર્ડ તેમજ બૂથની સંખ્યામાં વધારો થયો છે.૨૦૦૫માં ૧૨૯ બેઠક માટે ૪૩ વોર્ડમાંથી ૨૯ લાખ જેટલા મતદારોએ મતદાન કર્યું હતું અને આ વખતે ૧૯૨ બેઠક માટે ૬૪ વોર્ડમાંથી ૩૫ લાખ જેટલા મતદારો મતદાન કરશે. નવા વિસ્તારોના સમાવેશથી વોર્ડ વધવાના કારણે મતદારોની સંખ્યામાં ૪૦ હજારનો ઉમેરો થયો છે અને મહિલા બેઠકની સંખ્યા ૪૩થી વધીને ૬૪ જેટલી થઈ ગઈ છે.મ્યુનિ. હદમાં અઢી-ત્રણ વર્ષથી સમાવાયેલી નગરપાલિકા તથા પંચાયત વિસ્તારોને લાંબા સમય બાદ લોકપ્રતિનિધિ મળશે અને તેમાંય કોર્પોરેટર બનવા થનગનતા જુના હોદ્દેદારો તથા નવા કાર્યકરોના દાવાઓ ભાજપ-કોંગ્રેસ માટે માથાનો દુખાવો બનશે, જ્યારે જુની હદના કોર્પોરેટરો પૈકી કેટલાકને પાર્ટી ઘરભેગા કરી દેશે અને ૨૫ જેટલી બેઠકો અનામત જાહેર થતાં કેટલાક કોર્પોરેટરો અનામતના કારણે કપાશે.


પીવાના પાણી માટે ૧૭૦ કરોડ ખર્ચાયા

ગાંધીનગર જિલ્લાનાં ૨૯૧ ગામો અને દહેગામ, માણસા અને કલોલ શહેરને સુજલામ સુફલામ યોજના હેઠળ આવરી લઇ પીવાનું શુદ્ધ ફિલ્ટર પાણી આપવાનું આયોજન કરાયું છે. આ યોજના પાછળ આજ સુધીમાં રૂ.૧૭૦ કરોડથી વધુ ખર્ચ કરાયો છે અને ગાંધીનગર જિલ્લામાં હાલમાં ૧૪૪ ગામો અને ૩ શહેરને નિયમિત પાણી પુરવઠો મળે છે.સુજલામ સુફલામ યોજના અંતર્ગત અત્યાર સુધી ગાંધીનગર તાલુકામાં રૂ.૨૦૬૧.૪૭ લાખ દહેગામ તાલુકામાં રૂ. ૫૯૪૭.૬૨ લાખ, માણસા તાલુકામાં રૂ.૨૯૮૩.૮૮ લાખ અને કલોલ તાલુકાની ૧ અને ભાગ ૨ યોજનામાં રૂ. ૫૯૮૬.૯૩ લાખ મળી જિલ્લામાં કુલ રૂ.૧૬૯૭૮.૯૦ લાખનો ખર્ચ કરાયો છે. વાસ્મોના સહયોગથી પીવાના પાણીની લોકભાગીદારીવાળી સેક્ટર રિફોર્મ યોજનાનું અમલીકરણ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિએ કર્યું છે. જિલ્લામાં ૧૫૫ ગામોની રૂ.૨૦૮૧.૦૫ લાખની નવી યોજનાને મંજૂરી આપી દેવાઇ છે.


છ મહાનગરપાલિકાની ચૂંટણી : ભાજપ-કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકાની ૧૦મી ઓક્ટોબરે ચૂંટણીઓ યોજાવાની સત્તાવાર જાહેર થઈ ચૂકી છે. આ જાહેરાત સાથે જ ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગી, ચૂંટણીપ્રચારના મુખ્ય મુદ્દા અને ચૂંટણી જીતવા માટેની વ્યૂહરચના નક્કી કરવા માટેનો ધમધમાટ પણ શરૂ થઈ ચૂક્યો છે.અત્યારે આ છ મનપામાં ભાજપનું જ શાસન છે, પરંતુ તાજેતરમાં સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ, ખંડણી ઉઘરાવવાના આક્ષેપો અને તેમાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અમિત શાહની સંડોવણી જેવા મુદ્દાને કારણે બદલાયેલી રાજકીય પરિસ્થિતિમાં ભાજપ માટે છએ મનપામાં શાસન ટકાવી રાખવા માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ સાબિત થશે. બીજી તરફ કોંગ્રેસ ભાજપના ગઢમાં ગાબડું પાડવા માટે વ્યૂહરચના ગોઠવી રહ્યો છે.૨૦મીથી ઉમેદવારીપત્રો ભરાવાની શરૂઆત થશે, પરંતુ તે સ્વીકારવાની છેલ્લી તારીખ ૨૫મી સપ્ટેમ્બર હોવાથી તે અગાઉ રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂરી કરી તેની જાહેરાત કરશે. સૂત્રોની માહિતી મુજબ ટૂંક સમયમાં પ્રદેશ ભાજપના હોદ્દેદારોની ખાસ બેઠક મળશે, જેમાં નક્કી થયા મુજબ જિલ્લા ભાજપ એકમો પાસેથી ઉમેદવારી ઇચ્છુકોનાં નામની યાદી માગવામાં આવશે.ત્યારબાદ દરેક મહાનગરપાલિકાની ચૂંટણી માટેના ઉમેદવારો નક્કી કરવા પ્રદેશકક્ષાએથી ચૂંટણી નિરીક્ષકોની ટીમ બનાવાશે અને તેઓ જે-તે વિસ્તારોમાં જઈને ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં જિલ્લા એકમોને મદદ કરશે. આ યાદી તૈયાર થયા બાદ પ્રદેશ પાલૉમેન્ટ્રી બોર્ડની બેઠક મળશે અને એમાં ઉમેદવારોની આખરી યાદીને આખરી ઓપ આપવામાં આવશે.


૧૪મીએ મોક પોલિંગ ડેમોન્સ્ટ્રેશન

મહાનગરપાલિકાઓની ચૂંટણી વખતે ઓનલાઈન વોટિંગ પદ્ધતિ દાખલ કરવાનું નક્કી કરાયું છે. જેના સંદર્ભે ૧૪મીએ સિવિક સેન્ટર ઇ-પોલિંગના સ્થળે ‘મોક પોલિંગ ડેમોસ્ટ્રેશન’ યોજાશે.રાજ્ય ચૂંટણી પંચના સચિવ પી.એસ. શાહે કહ્યું હતું કે આ ડેમોસ્ટ્રેશનમાં મતદારો ભાગ લઈ શકશે અને ઇચ્છુકો તેમનાં નામ, સરનામાં અને મોબાઈલ નંબર પંચના ઈ-મેલ એડ્રેસ ઉપર ૧૧મ સુધીમાં લખાવી શકશે. આ વખતે મતદારોને તેમના યુઝર્સ નેમ-પાસવર્ડ અપાશે. તેને મતકુટિરમાં કમ્પ્યૂટરમાં એન્ટર કરવાથી સ્ક્રીન પર મતપત્ર દેખાશે.


ગાંધીનગર : શિષ્યવૃત્તિ ઉચાપત કેસમાં નિવૃત્ત બેંક મેનેજરની ધરપકડ

ગાંધીનગર શહેર જિલ્લામાં આવેલી પછાતવર્ગના વિદ્યાર્થીઓ માટે આપવામાં આવતી પછાતવર્ગની શિષ્યવૃત્તિ જિલ્લા પછાતવર્ગ કલ્યાણ કચેરીના સસ્પેન્ડ ક્લાર્ક વી.એસ.વૈધ્ય અને અન્ય ચાર વ્યક્તિઓએ ૫.૭૪ લાખની શિષ્યવૃત્તિ બારોબાર ઉપાડી લીધી હતી. આ ઉચાપત પ્રકરણમાં અમદાવાદના જશોદાનગર ઈન્ડિયન બેંકની બ્રાંચના તત્કાલીન બેંક મેનેજર બબાભાઈ સોલંકીની આજે પોલીસે ધરપકડ કરી હતી.ગાંધીનગર શહેર જિલ્લામાં આવેલી સરકારી શાળાઓમાં પછાતવર્ગના વિદ્યાર્થીઓ માટે આપવામાં આવતી શિષ્યવૃત્તિનું કૌભાંડ બે વર્ષ પહેલાં બહાર આવ્યું હતું. તે વખતે જિલ્લા પછાતવર્ગ કલ્યાણ કચેરીના કલાર્ક વી.એસ.વૈધ્ય વિરુદ્ધ ઉચાપતની ફરિયાદ થઇ હતી. પોલીસ ફરિયાદ બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.આ સસ્પેન્ડ કલાર્ક તેમજ અન્ય ચાર કર્મચારીઓ અમૃત સોમા શાહ, ખુશાલ ફુસા મકવાણા, વાલજી શંકર મકવાણા અને સંજય બોથા પરમારે પોણા છ લાખની શિષ્યવૃત્તિની ઉચાપત કરી હતી. તા.૧૧-૭-૦૬થી ૧૧-૭-૦૭ના સમયગાળાની પોણા છ લાખની શિષ્યવૃત્તિ ગાંધીનગર જિલ્લાની પાંચ શાળા અને કોલેજોને આપવાની હતી. સસ્પેન્ડ કલાર્ક વી.એસ.વૈધ્ય તેમજ અન્ય ચાર કર્મચારીઓ વિરુદ્ધ રૂ.૫,૭૪,૯૩૮ની ઉચાપતની ફરિયાદ સેક્ટર-૭ પોલીસ સ્ટેશનમાં થઇ હતી.



બાબુ બોખીરિયાની કંપનીઓ પાસેથી ૧૮૦ કરોડ વસૂલાતા નથી

ભાજપના પૂર્વપ્રધાન બાબુભાઈ બોખીરિયાની ભાગીદારી ધરાવતી જુદી જુદી ૧૨ કંપની પાસેથી રાજ્ય સરકારને લાઈમ સ્ટોનની રોયલ્ટીરૂપે રૂ. ૧૮૦ કરોડ વસૂલવાના થાય છે. સરકારની આ વસૂલાતના વિરોધમાં આ કંપનીઓએ કેન્દ્ર સરકારમાં સ્ટે માગ્યો હતો પરંતુ કેન્દ્રે આ મિનરલ માફિયાઓને સ્ટે આપવાનો ઈનકાર કરી દીધો છે.વર્ષ ૨૦૦૬થી અત્યાર સુધીમાં આ વસૂલાત માટે રાજ્ય સરકારે કોઈ કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ કોંગ્રેસે વિધાનસભા ગૃહમાં મંગળવારે કર્યો હતો. બીજી બાજુ ગુજરાત સરકારે રાજ્યમાં કુલ રૂ. ૬૫૮ કરોડની ખનીજચોરી થઈ હોવાનો સત્તાવાર રીતે સ્વીકાર કર્યો છે પરંતુ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, આ આંકડો આંખ પહોળી થઈ જાય તેટલો મોટો છે.કારણ કે, સરકારે આપેલા આંકડામાં માત્ર જુનાગઢ અને પોરબંદર જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમરેલી અને કોડીનાર જિલ્લામાં ખાસ કરીને ગીરમાં થતી ગેરકાયદે ખનીજચોરીનો આમાં સમાવેશ થતો નથી.પોરબંદર જિલ્લામાં ભાજપના પૂર્વપ્રધાન દ્વારા ખુલ્લેઆમ કાયદો નેવે મૂકીને આચરવામાં આવતી ખનીજચોરી સામે તત્કાલીન કલેક્ટર છિબ્બરે કાર્યવાહી હાથ ધરી ત્યારે ત્રણ મહિનામાં જ તેમની બદલી કરી નાખવામાં આવી હતી.


પીઠી ચોળ્યા બાદ વર-કન્યા એકલા કેમ નથી ફરી શકતા?

હિન્દૂ પરંપરા અનુસાર કરવામાં આવેલા લગ્નમાં ઘણી રીત અને રિવાજો હોય છે. જે પૂર્ણ થયાં પછી જ લગ્નવિધિ પૂર્ણ થઇ હોવાનું માનવામાં આવે છે. આ પરંપરાઓ અને રીત-રિવાજોમાં પણ ઘણી પરંપરા એવી છે. જેને લઇને આપણા મનમાં એક અજીબ ડર છુપાયો છે.આવી જ એક પરંપરા છે કે, પીઠી ચોળ્યા બાદ વર કે કન્યાને બહાર નિકળવા દેવામાં આવતા નથી. જ્યારે પણ તમારા ઘરમાં કે આડોસ પાડોસમાં ક્યારેયપણ લગ્ન થયા હોય તો તમે સાંભળ્યું હશે કે વર કે કન્યાને પીઠી ચોળ્યા બાદ એકલા મુકવામાં આવતા નથી. કે પછી બહાર જવા દેવામાં આવતા નથી. કારણ કે ખરાબ આત્માઓની તેમના પર અસર પડી શકે છે.વાસ્તવમાં આ માન્યતા પાછળ કોઇ અંધવિશ્વાસ નથી. કારણ કે, આપણા વડવાઓ હંમેશા વધારે વય અને જિંદગીનો અનુભવ ધરાવે છે. અને તેઓ જાણે છે કે, હળદર શરીરની સુંદરતા વધારે છે. અને દરેક પ્રકારની ચામડીના રોગ અને શરીરની દુર્ગંધમાંથી પણ મુક્તિ મળતા જ શરીરની સુંદરતા ખીલી ઉઠે છે.પરંતુ પીઠી ચોળ્યા બાદ બહાર ન નિકળવાના ઘણા કારણો છે. જેમાં હળદરમાં એક વિશેષ પ્રકારની ગંધ હોય છે. જેના કારણે વાતાવરણમાં ઉપસ્થિત નકારાત્મક અને સકારાત્મક તમામ પ્રકારની ઉર્જાઓ એ વ્યક્તિ તરફ ઝડપથી આકર્ષિત થાય છે.


અત્યાર સુધીની સૌથી ઉત્તેજક સેક્સ ટેપ

પ્લેબોયની ભૂતપૂર્વ મોડલ કરિસ્સા શેન્નોની એક સેક્સ ટેપ ટૂંક સમયમાં જ રજૂ થવાની છે. માનવામાં આવે છે કે, આ સેક્સ ટેપ ઘણી જ ઉત્તેજક છે.વિવિડ એન્ટરટેઈન્મેન્ટ દ્વારા આ સેક્સ ટેપ રીલિઝ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોર્ન ઈન્ડસ્ટ્રીઝમાં આ સેક્સ ટેપ ખળભળાટ મચાવી દેશે.સૂત્રોના મતે કરિસ્સા પોતાના કોસ્ટાર સાથે અંતરંગ પળો માણતી નજરે આવશે. એક રિપોર્ટ પ્રમાણે કોઈ ત્રીજી વ્યક્તિએ આ સેક્સ ટેપ વિવિડને આપી છે.માનવામાં આવે છે કે, વિવડના ચીફ આ સેક્સ ટેપની ક્વોલિટી જોઈને ઘણાં પ્રભાવિત થઈ ગયા છે. હાલમાં તો આ સેક્સ ટેપને ઈન્ટરનેટ પર ડાઉનલોડ કરવાની તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવામાં વ્યસ્ત છે.


રાજ્યમાં અનરાધાર વરસાદ, ધોળકામાં ધોધમાર ૧૩ ઇંચ

ગુરુવારે વહેલી સવારથી જ રાજ્યભરમાં મેઘરાજા ધોધમાર વરસ્યા હતા. મુશળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. અમદાવાદ જિલ્લાના ધોળકામાં સૌથી વધારે ૧૩ ઇંચ સાંબેલાધાર વરસાદ તૂટી પડ્યો હતો, જ્યારે લીંબડી, ઓલપાડ અને જલાલપોરમાં ધોધમાર ૮ ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો. રાજ્યના અન્ય વિસ્તારમાં અડધાથી ૭ ઇંચ વરસાદ નોંધાયો હતો. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને કારણે વાહન અને ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.રાજ્યમાં વીજળી પડવાથી એક બાળકનું મોત થયું હતું. ભારે વરસાદને કારણે રાજ્યમાં ૮ હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હવામાનખાતાએ આગાહી કરી હતી કે આગામી ૧૨ કલાકમાં રાજ્યના જુદા જુદા ભાગમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.ગુરુવારે વહેલી સવારે ૭ વાગ્યાથી જ વીજળીના કડાકાભડાકા સાથે અનરાધાર વરસાદ તૂટી પડ્યો હતો. રાજ્યમાં સૌથી વધારે વરસાદ અમદાવાદ જિલ્લાના ધોળકામાં ૧૩ ઇંચ નોંધાયો હતો. સવારે ૮.૩૦થી બપોરે ૩.૩૦ વાગ્યા સુધીમાં ધોળકામાં ૮ ઇંચ વરસાદ પડી ગયો હતો. ધોળકામાં ભારે વરસાદના કારણે અનેક સોસાયટીમાં ગોઠણડૂબ પાણી ભરાઈ ગયાં હતાં. અમદાવાદમાં દિવસ દરમિયાન બે ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે ધંધૂકામાં પાંચ અને રાણપુરમાં ચાર ઇંચ વરસાદ પડ્યો હતો.


ઐશ્વર્યા બસ બે જ બાળકો

અભિષેક બચ્ચનને તાજેતરમાં જ એક મેગેઝીન માટે ફોટોશુટ કરાવ્યું હતું. આ મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યૂમાં અભિષેકે બે બાળકોની અપેક્ષા રાખી છે.અભિએ કહ્યું હતું કે, જ્યારે પણ એશ ગર્ભવતી થાય ત્યારે તે બે બાળકોની આશા રાખે છે.ઉલ્લેખનીય છે કે, એશ-અભિના લગ્ન કર્યે ત્રણ વર્ષ થયા છે પંરતુ હજી સુધી કોઈ સારા સમાચાર મળ્યા નથી.


એક વીડિયો ગેમે વધારી અમેરિકાની ચિંતા

અમેરિકામાં આજકાલ એક વીડિયો ગેમ ચર્ચાનો વિષય બની છે. જેમાં તાલીબાની સૈનિકોએ અમેરિકી સૈનિકો પર ગોળી ચલાવવાની હોય છે. સંરક્ષણ વિભાગને અત્યારે એવો ડર લાગી રહ્યો છે કે ક્યાંક આ વીડિયો અમેરિકન સૈનિકોનું મનોબળ ના તોડી નાખે. જો કે આ વીડિયો ગેમનો આખા દેશના લશ્કરી વિસ્તારોમાં વેચાણ પર પ્રતિબંધ મૂકાઈ ગયો છે.કેલિફોર્નિયા સ્થિત ગેમ બનાવતી કંપની ઈલેક્ટ્રોનિક આર્ટ્સ દ્વારા તૈયાર કરાયેલી આ ગેમ ‘મેડલ ઓફ ઓનર’ 12મી ઓક્ટોબરથી બજારમાં ઉપલબ્ધ થશે. બ્રિટિક્ષ સંરક્ષણ મંત્રી લિયામ ફોક્સ સહિત કેટલાંય લોકોના વિરોધ બાદ આશરે 300 જેટલી આર્મી કેન્ટીનમાં આ વીડિયો ગેમનો સ્ટોક ન રાખવાનો નિર્ણય લેવાયો છે.જોકે અમેરિકી સૈનિકોએ આ ગેમ ખરીદવા પર પ્રતિબંધ નથી. તેઓ લશ્કરી ક્ષેત્રની બહારના વિસ્તારોમાંથી આ ગેમ ખરીદી શકાશે. આ વીડિયો ગેમ મૂળ બીજા વિશ્વ યુદ્ધ પર આધારિત છે, જેનું નવું સ્વરૂપ આધુનિક અફઘાનિસ્તાન પર ફિલ્માવવામાં આવ્યું છે, જ્યાં અમેરિકા અને નાટોના આશરે 1,40,000 સૈનિકો તાલીબાન સૈનિકો સાથે યુદ્ધ કરે છે.

No comments:

Post a Comment