05 September 2010

મેચબોક્સમાં પેક થશે મિશેલની સાડી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


મેચબોક્સમાં પેક થશે મિશેલની સાડી

પોતાની ફેશન માટે હમેશા ચર્ચામાં રહેતી અમેરિકી પ્રથમ મહિલા મિશેલ ઓબામા નવેમ્બરમાં જ્યારે બરાક ઓબામા સાથે ભારત આવશે ત્યારે ભારત તરફથી તેને એક સાડી ભેટમાં આપવામાં આવશે. ગિફ્ટ જ્યારે ખાસ ફેશન આઇકન મનાતી કોઈ વ્યક્તિને આપવાની હોય ત્યારે તેને અત્યંત ખાસ બનાવવી જરૂરી છે.મૈસૂર સિલ્કની આ સાડીનું વજન માત્ર 30 ગ્રામ છે. એટલું જ નહીં તેને વાળીને એક માચિસના બોક્સમાં સમાવી શકાશે. આ સાડીનું પ્રદર્શન બેંગલોરમાં ચાલી રહેલા એક સિલ્ક ઉત્સવમાં કરવામાં આવ્યું. આ સાડીને પારંપરિક વણકર દંપતી 69 વર્ષીય નારાયણપ્પા અને તેની પત્ની કમલામ્માએ બનાવ્યું છે.આ એક સાડી તૈયાર કરવામાં આ દંપતીને 6 મહિના કરતા પણ વધારે સમય લાગ્યો છે. નારાયણપ્પા એવું ઈચ્છતા હતા કે અમેરિકી રાષ્ટ્રપતિ જ્યારે પોતાની પત્ની સાથે બેંગાલુરુ આવે ત્યારે તેમને ભારતના પરંપરાગત વારસાના પ્રતીકરૂપ કોઈ ભેટ મળે.સામાન્ય રીતે આ પ્રકારની સાડીઓ બનાવવા માટે સિલ્કમાં જે સૂતર વાપરવામાં આવે છે, તેમાં કેટલાંય રેસા હોય છે, પરંતુ આ સાડીમાં માત્ર બે જ રેસાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ જ કારમે આટલા પાતળા સૂતરમાંથી આખી 18 ફૂટની સાડી બનાવવાનું કામ સરળ નહોતું. આટલા પાતળા સૂતરને તૂટવાથી બચાવવાનું કામ પણ એક પડકારરૂપ હતું.


7 વર્ષમાં 80 IPS અધિકારીઓએ નોકરી છોડી

ભારતીય પોલીસ સેવા એટલે કે આઈપીએસના લગભગ 80 પોલીસ અધિકારીઓએ ગત સાત વર્ષ દરમિયાન પોતાની નોકરી છોડી છે. સેવામાં અસમાનતા, મનચાહી કેડર ન મળવી, નોકરીની પડકાર ભરેલી પ્રકૃતિ, મોડેથી પ્રમોશન અને ખાનગી ક્ષેત્રમાં આકર્ષક વેતન જેવા કારણોથી ઘણાં આઈપીએસ અધિકારીએ કેરિયરની અધવચ્ચે પોતાની નોકરીઓ છોડી દીધી છે.7 પોલીસ અધિકારીઓએ 2007માં નોકરી છોડી, 2004માં 11, 2005માં 8, 2006માં 13, 2008માં 15 અને 2009માં 8 પોલીસ અધિકારીઓએ નોકરી છોડી હતી. સીમા સુરક્ષા દળ એટલે કે બીએસએફના ભૂતપૂર્વ મહાનિદેશક અને 1972ની બેચના આઈપીએસ અધિકારી એમ. એલ. કુમાવતે કહ્યું હતું કે ગડબડવાળા વિસ્તારોમાં લાંબા સમય સુધી તેનાતી પણ આઈપીએસ અધિકારીઓનું નોકરી છોડવાનું મુખ્ય કારણ છે.કુમાવતે કહ્યું હતું કે સેવાની શરતોને સુધારવી જોઈએ. આઈપીએસ અધિકારી પોતાના સમગ્ર કેરિયર દરમિયાન ફીલ્ડમાં રહે છે. તેમને તેનો કંઈક લાભ મળવો જોઈએ, નહીંતર નોકરી છોડવાની પ્રવૃતિ બનેલી રહેશે.


હજી સુધી દેખાયા નથી મુ્ક્ત બંધક પોલીસકર્મીઓ

માઓવાદીઓએ બંધક બનાવાયેલા બિહાર મિલિટ્રી પોલીસના ત્રણ પોલીસકર્મીઓ અભય યાદવ, એહસાન ખાન અને રુપેશ સિંહેને આજે મુક્ત કરવાની વાત કહેવામાં આવી છે. જો કે હજી સુધી માઓવાદીઓ દ્વારા બંધકોને છોડવાની વાતની ઔપચારીક પુષ્ટિ થઈ નથી. મહત્વપૂર્ણ છે કે માઓવાદીઓએન ગત રવિવારે બિહારના લખીસરાયમાં એન્કાઉન્ટર બાદ ચાર પોલીસ કર્મીઓને બંધક બનાવી લીધા હતા. સરકાર પર પોતાની માગણીઓ માનવાનું દબાણ બનાવવા માટે માઓવાદીઓએ લુકસ ટેટે નામના એક બંધક પોલીસ જવાનની હત્યા પણ કરી દીધી છે.જો કે બિહાર પોલીસ તરફથી બંધકોને છોડવાની વાતની આધિકારીક પુષ્ટિ થઈ શકી નથી. બિહાર પોલીસના ડીજીપી નીલમણિએ કહ્યું છે કે તેઓ માઓવાદીઓ દ્વારા બંધકોને છોડાવના અહેવાલોની પુષ્ટિ કરવામાં કાર્યરત છે. મુંગેર, જમુઈ અને લખીસરાય જિલ્લામાં માઓવાદીઓ વિરુદ્ધ કોમ્બિંગ ઓપરેશન જોઈ રહેલા આઈજી કે. એસ. દ્વિવેદીએ કહ્યું છે કે તેમણે તમામ જિલ્લા પોલીસ અધિક્ષકોને આ વાતની પુષ્ટિ સંદર્ભે કહ્યું છે, પરંતુ હજી સુધી ત્રણેય બંધક પોલીસકર્મીઓમાંથી કોઈને જોઈ શકાયા નથી.મહત્વપૂર્ણ છે કે ગઈકાલે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સર્વપક્ષીય બેઠક બાદ કહ્યું હતું કે તેઓ માઓવાદીઓ સાથે વાતચીત કરવા માટે તૈયાર છે અને વાતચીત કરનારા માઓવાદી નેતાઓને પાછા જવા માટે સુરક્ષિત રસ્તો આપવામાં આવશે. જો કે માઓવાદીઓએ વાતચીત કરવાનો ઈન્કાર કરી દીધો છે.નક્સલી નેતાએ અભય યાદવની પત્ની પાસે રાખડી બંધાવી,બીજી તરફ મુક્તિ પહેલા પોલીસ અધિકારી અભય યાદવના ઘરે એક નક્સલીના આવવાની માહિતી મળી છે અને જણાવામાં આવી રહ્યું છે કે તેણે બંધક બનાવાયેલા અભય યાદવની પત્ની પાસે રાખડી બંધાવી છે. પોલીસ અધિકારી અભય યાદવની પત્નીએ રાખડી બાંધ્યા પછી પોતાના પતિની મુક્તિની માગણી કરી હતી. ત્યાર બાદ નક્સલી નેતાએ કહ્યું હતું કે વિશ્વાસ કરો કે તમારો પતિ જલ્દીથી છુટી જશે.રજનીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે તેઓ 6 વાગ્યે તેના ઘરે આવ્યા અને કહ્યું કે તેઓ તેને પોતાની બહેન માને છે. ત્યાર બાદ તેમને રાખડી બાંધી. રજનીએ જણાવ્યું હતું કે તે મને પોતાનો ભાઈ કહ્યો માટે હું તારી પાસે રાખડી બંધાવી રહ્યો છું અને તારો સુહાગ પાછો આપી રહ્યો છું.


ભારતે બ્રહ્મોસ ક્રૂજ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું

ભારતે આજે ઓરિસ્સાના તટ પર સ્થિત ચાંદીપુર ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (આઈટીઆર)ધી 290 કિલોમીટરની મારક ક્ષમતાવાળી બ્રહ્મોસ ક્રૂજ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ સૈન્ય ક્ષમતા વધારવા માટે કરવામાં આવેલા પ્રયાસનો ભાગ છે.સવારે 11 કલાક અને 35 મિનિટે કરવામાં આવેલા પરીક્ષણ બાદ થોડી વારમાં ડિફેન્સ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)ના પ્રવક્તાએ કહ્યું હતું કે આ પરીક્ષણ સૈન્યદળો દ્વારા મિસાઈલની ઉપયોગિતાની તપાસ કરવા માટે કરવામાં આવ્યું છે.બ્રહ્મોસ મિસાઈલ-2 આતંકવાદીઓના ઠેકાણા પર સટીક હુમલો કરવા માટે બેહદ ઉપયોગી સાબિત થશે. આ ક્રૂજ મિસાઈલથી નિશાના પર લેવાયેલા ઠેકાણા આસપાસ તબાહી મચાવ્યા વગર બરબાદ કરી શકાશે. આ મિસાઈલ ધ્વનિની ગતિથી 2.8 ઘણી વધારે ઝડપ ધરાવે છે. તે 300 કિલોગ્રામ વિસ્ફોટકો સાથે 290 કિલોમીટર સુધી વાર કરી શકે છે. એટલું જ નહીં તે નિશાના પર લેવાયેલા આતંકી ઠેકાણાંને માત્ર 10 મીટરની ઊંચાઈથી ઉડીને નિશાન બનાવી શકે છે. જો કે આ ક્રૂજ મિસાઈલને કોઈપણ પ્લેટફોર્મ પરથી લોન્ચ કરી શકાય છે, પરંતુ સૈન્યદળો તેના ફાઈટર પ્લેન અને સબમરીન પરથી લોન્ચ કરવાની તકનીક પર જોર આપી રહ્યાં છે.


અમેરિકામાં ઑગસ્ટમાં 54 હજાર લોકોએ નોકરી ગુમાવી

અમેરિકન અર્થવ્યવસ્થામાં ખરાબ સમાચારનુ આવવુ સતત ચાલુ છે. હવે એવા સમાચાર પ્રાપ્ત થયા છે કે ઑગસ્ટ મહિના દરમિયાન અમેરિકામાં 54 હજાર લોકોએ પોતાની નોકરી ગુમાવી છે.અમેરિકાના શ્રમ વિભાગના આંકડાઓ પ્રમાણે મોટા ભાગની નોકરીઓ સાર્વજનીક ક્ષેત્રમાં કામ કરનારા અસ્થીર કર્મચારિયોના હાથ માથી છુટી છે. અને તાજા આંકડાઓ પ્રમાણે ઑગસ્ટ માસમાં અમેરિકામાં બેરોજગારી દર વધીને 9.6 ટકાની સપાટીએ પહોંચી ગયો છે.જોકે ઓબામાં પ્રશાસન માટે રાહતના સમાચાર એમ પણ છે કે ત્યાના પ્રાઇવેટ સેક્ટરે આ દરમિયાન 67 હજાર નવા લોકોને રોજગાર આપ્યો છે. આ બાબતે પોતાનો આનંદ વ્યક્ત કરતા અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યુ હતુ કે આ સકારાત્મક સંકેત છે.ઓબામા આ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે આવનારા દિવસોમાં પરિસ્થિતિમાં સુધારો આવશે. પરંતુ તેઓએ એમ પણ સ્પષ્ટ કરી દીધુ હતુ કે બેરોજગારીને પહોચી વળવા કોઈ તાત્કાલિક ઉપાય નથી.


ઓબામાના પ્રવાસ પહેલાં વિઝા ફી વિવાદ ઉકેલવા માગતું ભારત

અમેરિકા સાથેનો વિઝા ફી વિવાદ નવેમ્બર પહેલાં ઉકેલવાની ઇચ્છા વ્યક્ત કરીને ભારતે જણાવ્યું કે, અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાના ભારતના પ્રવાસ પહેલાં નવી દિલ્હી વિઝા ફીનો વિવાદાસ્પદ ઉકેલવા માગે છે.વાણિજ્ય સચિવ રાહુલ ખુલ્લરે જણાવ્યું કે, દરેક વ્યક્તિ આ મુદ્દો મૈત્રીપૂર્ણ રીતે ઉકેલવાનો યોગ્ય માર્ગ શોધી રહી છે. બરાક ઓબામા ભારતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે વિઝા ફી વિવાદ ઉકેલાઇ જાય એવું દરેક ઇચ્છે છે. તેમણે એમ પણ જણાવ્યું કે, હવેથી બે સપ્તાહમાં જોઇન્ટ ટ્રેડ પોલિસી ફોરમ (ટીપીએફ)ની બેઠક શરૂ થવાની હોવાથી પણ આ મુદ્દો ઉકેલવાની જરૂર છે.તેમણે જણાવ્યું કે, નાયબ અમેરિકી વેપાર પ્રતિનિધિ માઇકલ પુંક અને ફ્લોરિડાના સેનેટર જ્યોર્જ લિમ્યુકસ સહિત ઘણા અમેરિકનોએ ગયા સપ્તાહે તેમની સાથે મુલાકાત કરી હતી અને વિઝા ફી વિવાદ અંગે ચર્ચા કરી હતી.


શાહરૂખ સલમાનને મસ્કા મારી રહ્યો છે..

હાલમાં જ અભિનેતા સલમાન ખાને એક ટીવી શોમાં શાહરૂખ ખાન સાથે મતભેદ હોવાની વાત કહી હતી. સલમાને કહ્યું હતું કે, શાહરૂખ સાથે તેની મિત્રતા ક્યારેય શક્ય નથી. તેઓ એકબીજા સાથે વાત નથી કરતા અને ભવિષ્યમાં ક્યારેય કામ કરે તેવી પણ શક્યતા નથી.સલમાન શાહરૂખ સાથે કોઈ સંબંધ રાખવા માંગતો નથી પરંતુ કિંગ ખાન સલ્લુમિયા સાથેના સંબંધો સુધારવા માંગે છે. હાલમાં જ મસલ્સ અને સિક્સ પેક એબ અંગે ચર્ચા થતી હતી ત્યારે એસઆરકેએ આનો તમામ શ્રેય સલમાનને આપ્યો હતો.આટલું જ નહિ કિંગ ખાને સલમાનના વખાણ કર્યા હતા અને સલમાનની બોડિ બિલ્ડિંગને આદર્શ માની હતી. એસઆરકેના મતે સલમાને બોડિ બિલ્ડિંગને પૂજનીય બનાવવાનું કામ કર્યુ છે. શાહરૂખના મતે સલમાન બોલિવૂડનો સિલ્વેસ્ટર સ્ટેલન છે. લાગે છે કે, શાહરૂખ સલમાનને મસ્કા મારી રહ્યો છે. જેથી સલમાન શાહરૂખ સાથે મિત્રતા કરી લે...


મુંબઈ શહેરમાં જ્યારે રિક્ષાવાળાએ મિનિષાને..

રિક્ષા ડ્રાઈવરે અભિનેત્રી મિનિષા લાંબાને ઘર સુધી મુકવા જવાની ના પાડી દીધી હતી. આ અંગે રિક્ષા ડ્રાઈવરે કારણ આપ્યું હતું કે, મુંબઈ શહેરમાં ઘણાં બધા ભૂવા છેમિનિષા લાંબા મઢ આઈલેન્ડમાં શુટિંગ કરીને ઘરે જતી હતી. આ સમયે તેની પાસે કાર નહોતી અને તે રિક્ષામાં જ ઘરે જવાની હતી. જો કે જ્યારે તેણે રિક્ષા બોલાવી ત્યારે ડ્રાઈવરે તેને બેસાડવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.વધુમાં રિક્ષા ડ્રાઈવરે કહ્યું હતું કે, શહેરમાં ઘણાં બધા ભૂવા છે અને તેને કારણે તેને કમરમાં દુ:ખે છે.મિનિષાએ જણાવ્યું હતું કે, તે રિક્ષા ડ્રાઈવરે તેની માફી માંગી હતી અને કહ્યું હતું કે, રસ્તા પરના ભૂવાને કારણે તેને કમરમાં દુખાય છે.મિનિષા લાંબાએ કહ્યું હતું કે, મુંબઈમાં જાહેર પરિવહન સેવાને અવગણવામાં આવી છે. ભૂવાને કારણે અનેક લોકો બિમારીથી પીડાઈ રહ્યા છે પરંતુ આ બાબતને બિલકુલ મહત્વ આપવામાં આવ્યું નથી.


કોણે કહે છે પાક ખેલાડીઓ બુકીના સંપર્કમાં ન હતા?

ક્રિકેટને બદનામ કરનાર પાકિસ્તાનના કેપ્ટન સલમાન બટ્ટ અને મેચ ફિક્સર મઝહર મજિદ વચ્ચેના સબંધો કેટલા મજબુત છે તેના પુરાવા રૂપી તસવીરો અત્રે પ્રસ્તુત છે. જેમાં બટ્ટ દોઢ લાખ પાઉન્ડની એસ્ટોન માર્ટિન કારમાં મજિદ સાથે ફરતો જોવા મળી રહ્યો છે.આ કારને સલમાન બટ્ટ ચલાવી રહ્યો છે અને વિકેટકીપર કામરાન અકમલ તેની બાજુમાં બેઠો છે જ્યારે મેચ ફિક્સર મજિદ પાછળની સીટ પર બેઠો છે. તેમાં કોઈ બે મત નથી કે આ સફર દરમિયાન થયેલી ઘણી વાતો મેચ ફિક્સિંગને સબંધિત હશે.જુલાઈમાં ખેંચવામાં આવેલી આ તસવીર લંડનની એક હોટલની છે જ્યાં પાકિસ્તાનના ખેલાડીઓ રોકાયા હતા. આ દરમિયાન માજિદ પાકિસ્તાનના ઘણા ખેલાડીઓનો સંપર્ક કર્યો હતો. તેમાં મોહમ્મદ આમિર, બટ્ટ અને મોહમ્મદ આસિફ પ્રમુખ છે. તેણે પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હોટલમાં ડીનર પણ લીધું હતું.નોંધનિય છે કે ન્યુઝ ઓફ ધ વર્લ્ડ દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે અને પાકિસ્તાન ક્રિકેટ ટીમની ઉંઘ ઉડી ગઈ છે.


હવે આઈફોન ઉપર પૂરી ફિલ્મ જોવો

હા મીત્રો હવે આ સંભવ છે. કોઈ પણ પ્રકારની એકસ્ટ્રા મેમરી ચિપ અથવા અન્ય વિશેષ પ્રયત્નો વગર હવે તમે કોમ્પ્યૂટર કે ટીવીની જેમ ફિલ્મ જોઈ શકાસે. અમેરિકાની કંપની નેટફ્લિક્સે એક એવી એપ્લીકેશન બજારમાં ઉતારવાની જાહેરાત કરી છે, જેનાથી આઈફોન ઉપર પૂરી ફિલ્મ જોઈ શકાસે. જેના માટે માત્ર વાઈફાઈ અથવા તો 3જી મોબાઇલની જરૂર પડશે.નેટફ્લિક્સ એક એવી કંપની છે જે અમેરિકા અને કેનાડામાં ફિલ્મ અને ટીવી કાર્યક્રમો ઑનલાઈન ભાડા ઉપર ઉપલબ્ધ કરાવે છે. તે મેલ દ્વારા પણ લોકોને ડીવીડી મોકલે છે. આ સમયે નેટફ્લિક્સ કેટલાય પ્રકારના ઉપકરણો અને સ્ક્રિન ઉપર ઉપલબ્ધ છે. માઇક્રોસૉફ્ટના એક્સબૉક્સ, સોની પ્લેસ્ટેશન 3 અને નિનટેન્ડો ડબલ્યૂઆઈઆઈ ઉપર પણ આ ઉપલબ્ધ છે.એપ્પલના આઈપેડ ઉપર પણ આ કોમ્પ્યૂટર અને લેપટૉપ દ્વારા ઉપલબ્ધ છે. આ એપ્લીકેશન તેના સભ્યો માટે તો તદ્દન નિઃશુલ્ક છે. કંપની આઈ પૉડ ઉપર પણ આ સુવિધા આપી રહી છે, જેનો ઉપયોગ ખુબજ સરળ છે.


લંડનની સીધી ફ્લાઇટ ચાલુ કરવા NRGની માગ

યુ.કે. ઉપરાંત ગુજરાતમાં વસતા ગુજરાતીઓએ એક સ્વરે ગુજરાતથી ડાયરેકટ લંડનની ફ્લાઇટ ઝડપથી શરૂ કરવા માગ કરી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલે શિયાળુ સમયપત્રકમાં અમદાવાદથી લંડન ડાયરેકટ ફ્લાઇટનું આપેલું વચન પાળ્યું નથી તે મુદ્દે સૌએ નારાજગી વ્યક્ત કરી હતી.વિધાનસભામાં વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે,નેશનલ એરલાઇન્સ તરીકે એર ઇન્ડિયાનું કામ નફો કમાવવાનું નહીં પણ સેવા આપવાનું છે. આ પ્રશ્ન રાજકીય પક્ષાપક્ષીથી દૂર રાખી ગુજરાતની પ્રજાના હિતમાં ચર્ચાવો જોઇએ અને યોગ્ય રજુઆત દ્વારા તેનું ચોક્કસ નિરાકરણ લાવવું જોઇએ. આ પ્રસંગે તેમણે ગુજરાતના અન્ય શહેરોને ડોમેસ્ટિક ફ્લાઇટ સરકિટથી જોડવા માટે પણ રાજ્ય સરકારને સૂચન કર્યું હતું. જેમાં માત્ર ૧૫થી ૨૦ કરોડના બજેટમાં આ પ્રોજેક્ટ પાર પડી શકે છે તેમ જણાવ્યું હતું.ભાજપના સંસદસભ્ય કિરીટ સોલંકીએ કહ્યું હતું કે,‘હવાઇ સેવાઓ ખૂબ અગત્યનો ભાગ ભજ્વે છે. તેથી ડાયરેક્ટ ફ્લાઇટની કનેક્ટિવિટી બંધ થતાં ગુજરાતને અન્યાય થઇ રહ્યો છે.’


હાલોલની મહિલાનું વડોદરામાં સ્વાઇન ફ્લૂમાં મોત

શહેરમાં સ્વાઇન ફ્લૂમાં વધુ એક મોત નિપજ્યું હતું. જે અંતર્ગત હાલોલની સગભૉનું વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.હોસ્પિટલના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ સયાજી હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલ હાલોલની સગભૉનું આજે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પ્રાપ્તવિગતો અનુસાર હાલોલ ખાતે આવેલ ઇન્દ્રાડ ગામે રહેતી ૨૫ વર્ષિય રાજેશ્રી દપિકભાઇ ભરવાડને સાત માસનો ગર્ભ હતો.શુક્રવારે તેને શંકાસ્પદ સ્વાઇન ફ્લૂની અસર દેખાતા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જયાં શનિવારે તેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જ્યારે આજે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.


સેકન્ડ જનરેશન ટીચર કેવો હશે?

ટીમ ટીચિંગ અંતર્ગત વર્ગમાં ત્રણ શિક્ષકોની ટીમ વિદ્યાર્થીઓને ભણાવે છે, જેથી વિદ્યાર્થીઓને વેરીએશન તો મળે જ છે. સાથે સાથે તેઓ શિક્ષકોના અનુભવો મેળવી શકે છે.સેકન્ડ જનરેશન ટીચર કેવો હશે? ભાવિ શિક્ષકોને તૈયાર કરવા ડૉ.આર.સી. પટેલ કાયમ અવનવી તકનીકો વાપરતા હોય છે. એમએઇડ, પી એચ ડી ઇન સાયન્સ એજ્યુકેશનનો અભ્યાસ કરનાર આર.સી.પટેલે તકનીક અપનાવી તે છે ટીમ ટીચિંગ. જે અંતર્ગત તેઓ વર્ગમાં ત્રણ શિક્ષકોની ટીમ સાથે ભણાવે છે.મ.સ.યુનિમાં પ્રોફેસર ઇન એજ્યુકેશન સાયકોલોજી જેવો અઘરો વિષય ભણાવવમાં તેમની ટેકનીકથી વિદ્યાર્થીઓને વેરીએશન તો મળે જ છે. સાથે સાથે તેઓ ત્રણે ટીચરના અનુભવો મેળવી શકે છે.એમની જ વિદ્યાર્થીની કશ્યપીએ કહ્યું કે, સર પાસેથી વિદ્યાર્થીઓની સયાકોલોજી શું હોય છે અને એમને કંઇ રીતે ભણાવવા તે શીખી છું.જેનો અમલ કર્યા બાદ શિક્ષક શું હોવો જોઇએ એનો ખ્યાલ આવ્યો. સામાન્ય રીતે શિક્ષક વિદ્યાર્થીઓને તૈયાર કરતા હોય છે. આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં એન્જિનીયર બને કે ડોક્ટર બને એવું બની શકે પણ આર.સી.પટેલ અને તેમની ટીમ જેને તૈયાર કરે છે તે ભવિષ્યમાં શિક્ષક બને છે અને તેના માથે ભાવિ પેઢી તૈયાર કરવાની જવાબદારી આવે છે.આ જવાબદારી સુપેરે નિભાવી શકાય તે માટે આ ટીચિંગ ટીમને માથે મોટો પડકાર આવી જાય છે. તેઓ વિદ્યાર્થીની સાયકોલોજી સમજે અને પછી તેમને સમજાવે છે. વિદ્યાર્થીમાં જીજ્ઞાશા ઊભી કરવા સાથે તેમને અભ્યાસની રૂચિ કેળવી શકે તે શિખવવાની જવાબદારી તેઓ નિભાવી રહ્યા છે.


ગેમન માટે ગેટ વે ખૂલ્યો, પાલ-અઠવા દોરડે જોડાશે

લાંબા ઇંતજાર બાદ છેવટે ભાજપ શાસકોએ ટેક્નિકલ માન્યતા આપી દેતા તાપી નદી પર એલ.પી. સવાણી અને અઠવાલાઇન્સ વચ્ચે રાજ્યનો પ્રથમ કેબલ સ્ટેઇડ બ્રિજ નિર્માણ પામશે. લાંબા વિવાદના અંતે આ બ્રિજનું નિર્માણ કાર્ય ગેમન ઇન્ડિયા કંપનીને જ સોંપાયું છે.સૌપ્રથમ રૂ. ૧૬૪ કરોડનો ભાવ મૂકનાર ગેમન ઇન્ડિયા કંપની રૂ. ૧૪૩.૬૪ કરોડમાં બ્રિજ બનાવવા તૈયારી દાખવતા તેની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે. શાસકોએ પંડિત દિનદયાળ ઉપાધ્યાય નામકરણ કરાયું છે. ૮મી સપ્ટેમ્બરે બ્રિજનું ખાતમુહૂર્ત કરાશે જેને માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ પણ પાઠવી દેવાયું છે. ટેન્ડરરને ૩૬ મહિનામાં કામગીરી પૂર્ણ કરવાની શરત મૂકી હોઈ વર્ષ ૨૦૧૪-૧૫ સુધીમાં બ્રિજ આકાર પામે તેવી શક્યતા છે.બ્રિજનો સીધો ફાયદો અડાજણ અને અઠવા વચ્ચેના ટ્રાફિકને થશે. રાંદેર, પાલનપુર પાટિયા, પાલ, ભાઠાનો ટ્રાફિક સરદાર બ્રિજ સુધી ન જતાં કેબલ સ્ટેઇડ બ્રિજ પર ડાયવર્ટ થતાં સરદાર બ્રિજ પર સર્જાતી જામની પરસ્થિતિથી રાહત મળશે. જેના કારણે અઠવા ગેટ અને મજુરા ગેટ સહિત રિંગરોડ પર પણ ટ્રાફિક હળવો થશે.


સરના મુદ્દે ૧૨મીથી આંદોલન

સરને મામલે રાજ્ય સરકાર સામે તા. ૧૨મી સપ્ટેમ્બરે આંદોલન શરૂ કરવાની ખેડૂતોએ શનિવારે ઘોષણા કરી હતી. અલબત્ત આ આંદોલનને ખભે લઇને ચાલતાં માજી ધારાસભ્ય ધનસુખ પટેલે આંદોલન મામલે પોતાનો વિરોધસૂર પૂરાવીને પલ્ટી મારી દીધી હતી.હજીરામાં સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજયનના પ્રકરણમાં રાજ્ય સરકાર દ્વારા લેખિતમાં કોઇ બાયધરી આપવામાં આવી નથી. ત્યારે સરનું આંદોલન છેડવું કે નહી તે માટે શનિવારે કોરગ્રુપની મિટિંગ મળી હતી. માજી ધારાસભ્ય ધનસુખ પટેલે રાજ્ય સરકારને આ ગંભીર મામલે વધુ સમય આપવાની માંગણી કરી હતી. માજી ધારાસભ્ય અને અન્ય બે અગ્રણીઓની આ માંગણીને કોરગ્રુપે સ્વીકારવાની સ્પષ્ટત ના પાડી દીધી હતી.હજીરાનું સર કોરગ્રુપ ખેડૂતોને મળવા મહુવા જશે : કોરગ્રુપ સહિત રાજ્યના અન્ય સ્થળો જેવા કે મહેસાણા જિલ્લા અને મહુવા તાલુકામાં નિરમા પ્રોજેક્ટને રાજ્ય સરકારે ખેડૂતોની બાપદાદાની જમીન ઉદ્યોગપતિઓને ધરી દીધી છે.


બાર કીલો ગાંજાના જથ્થા સાથે ઝારખંડના બે યુવકો ગિરફ્તાર

બિહાર રાજ્ય અને ઓરીસ્સાના ઉડીયા મજુરો તેમના પ્રાંતમાંથી નશાકારક પદાર્થો લાવીને અલંગના શીપયાર્ડ પાસે વેચાણ કરતા હોયને આ પ્રવૃત્તિઓ ઘણા સમયથી ચોરી-છુપીથી ચાલતી હોયને, તેને નષ્ટ કરવા માટે એસ.પી. ચન્દ્રશેખરે પોલીસને એલર્ટ કરતા, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની પોલીસે ૧૨ કીલો ગાંજાના જથ્થા સાથે ઝારખંડ રાજ્યના બે યુવકોને રંગેહાથ ઝડપી લીધા હતા.પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્તવિગત મુજબ એસ.ટી. બસ દ્વારા નારી ચોકડી પાસે થેલા લઈને ઉતરેલ પિન્ટુ રાજેન્દ્રર પ્રસાદ કેસરી અને ક્રીષ્ના રામલાલ જાદવ (રે.બન્ને ઝારખંડ-રાંચી)ને પૂર્વ બાતમીના આધારે એસઓજીના પી.આઈ. વાઢેર, સ્ટાફના તાજુદીન દલ, અશોકસિંહ, હર્ષદ ગોહેલ, સુરેશ બોરીચા, સતીષ પટેલ સહિતના સ્ટાફે ઝડપી લઈને બન્ને પરપ્રાંતિય યુવકોના થેલાની તપાસ કરતા અંદરથી નશાકારક ગાંજો નિકળતા, પોલીસે ૧૨ કિલો ગાંજો કબ્જે કરીને રૂ.૬૮ હજારનો મુદ્દામાલ કબ્જે કરેલ છે.


ભાવનગર : ૨૩ કલાક બાદ શેત્રુંજી ડેમના દરવાજા બંધ કરાયા

ભાવનગર શહેર અને જિલ્લાભરમાં પીવાના પાણી તેમજ ચોમાસુ, શિયાળુ અને ઉનાળુ પાક માટે મુખ્ય ગણાતા શેત્રુંજી ડેમના ૨૫ દરવાજા કુલ ૨૩ કલાક સુધી ખુલ્લા રખાયા બાદ આજે સાંજે ૫ કલાકે બંધ કરાતા ડેમની સપાટી ૩૩ ફૂટ ૧૦ ઈંચ નોંધાઈ હતી.ભાવનગર જિલ્લાના પાલિતાણા નજીકના રાજસ્થળી ગામે આવેલા શેત્રુંજી ડેમના ૫૯ પૈકી ૨૫ દરવાજા ગઈકાલે સાંજે ૬ કલાકે ૨ ફૂટ ખોલવામાં આવ્યા હતા. બાદમાં ખોડિયાર ડેમમાંથી આવક ઘટી જતાં આજે સાંજે પાંચ કલાકે આ ૨૫ દરવાજા બંધ કરી દેવાયા હતા.આજે સવારે એક તબક્કે ડેમમાંથી ૧૨,૩૭૫ કયુસેક પાણીની જાવક સામે આવક ૨૪૭૨ થઈ જતાં સાંજે પાંચ વાગે દરવાજા બંધ કરી દેવાયા હતા.


ચાર્જશીટ વિના જ પ્રદીપ શર્માની જામીન અરજીએ આશ્ચર્ય સર્જ્યું

ભુજ જથ્થાબંધ બજારના કેસમાં છેલ્લા ઘણા સમયથી પાલારાની જેલમાં કેદ કચ્છના તત્કાલીન કલેક્ટર અને આઇએએસ અધિકારી પ્રદીપ શર્માએ લાખો રૂપિયાના મોબાઇલ બિલ અંગેની એન્ટી કરપ્શનના કેસમાં તેમની ધરપકડ કે કોર્ટના ચાર્જશીટ ન થવા દેવા ભુજની કોર્ટમાં જામીન અરજીએ આશ્ચર્ય સર્જ્યું હતું.આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ પ્રદીપ શર્માના એડવોકેટ રત્નાકરભાઇ ધોળકિયાએ લાંચ રૂશ્વતના કેસમાં ભુજ કોર્ટમાં જામીન માટેની અરજી કરી છે જોકે, આશ્ચર્યજનક કહી શકાય તેવી હકિકત એ છે કે, એસીપીના કેસમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા હજુ સુધી પ્રદીપ શર્માની ધરપકડ જ થઇ નથી. માત્ર એટલું જ નહીં પરંતુ કોર્ટમાં હજુ સુધી આ અંગે ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી નથી. ક્રિમીનલ પ્રોસજિર કોડની કલમ ૧૬૭ મુજબ શર્માની જામીન અરજી કરવામાં આવી છે.

No comments:

Post a Comment