visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
મહાહડતાલથી કેરળમાં વેપાર પ્રભાવિત
કેન્દ્રીય ટ્રેડ યુનિયનોની અપીલ પર ભારતવ્યાપી બંધથી કેરળના ઔદ્યોગિક અને વ્યાપારીક ક્ષેત્રમાં ખાસી અસર પડી રહી છે. હડતાલને કારણે સામાન્ય જનજીવન પણ ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યું છે.આ હડતાલથી પરિવહન ક્ષેત્રમાં ઘણી અસર પડી છે. બસો, ટ્રકો, ટ્રેનો અને ટેક્સીઓ સડકો પરથી ગુમ છે. આ પ્રદર્શનથી વીજળી અને પાણી આપૂર્તિ પર ઘણો પ્રભાવ પડી રહ્યો છે. ટ્રેન સેવાને હડતાલથી બાકાત રાખવામાં આવી છે.તમામ શહેરોમાં દુકાનો અને વ્યવાસયિક પ્રતિષ્ઠાનો બંધ છે. પોલીસે જણાવ્યું હતું કે અત્યાર સુધી ક્યાંયથી અપ્રિય ઘટનાના અહેવાલો સાંપડયા નથી.
પશ્ચિમ બંગાળમાં મહાહડતાલથી જનજીવન પ્રભાવિત
ડાબેરીઓ શાસિત પશ્ચિમ બંગાળમાં મજૂર સંગઠનોની અપીલ પર થઈ રહેલી દેશવ્યાપી હડતાલના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. મજૂર સંગઠનોએ ભાવવધારાના વિરોધમાં બંધનું એલાન કર્યું છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કોલકત્તામાં આવાગમન કરી રહેલી ફ્લાઈટ પ્રભાવિત થઈ છે. કારણે કે ઘણી ખાનગી ઉડ્ડયન કંપનીઓએ 80થી વધારે ફ્લાઈટ રદ્દ કરી છે. જેના કારણે યાત્રીઓને ઘણી મુશ્કેલી પડી રહી છે.એર ઈન્ડિયાના સૂત્રોએ જણાવ્યું હતું કે એર ઈન્ડિયાના ઉડ્ડયનો સામાન્ય રીતે સંચાલિત થઈ રહ્યાં છે. સવારથી અત્યાર સુધીમાં એરઈન્ડિયાની 8 ઉડાણોનું સંચાલન થઈ ચુક્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એર ઈન્ડિયાની કાઠમંડૂની ઉડાણ રદ્દ કરી દેવાય છે.દેશવ્યાપી હડતાલે રાજ્યમાં બંગાળ બંધનું સ્વરૂપ લીધું છે. કારણ કે સત્તાધારી ડાબેરીઓએ તેનું સમર્થન કર્યું છે. શહેરોમાં તમામ દુકાનો, શૈક્ષણિક સંસ્થાનો, બજાર અને અન્ય વ્યવસાયિક પ્રતિષ્ઠાનો બંધ છે. સડકો પર સરકારી અને ખાનગી બસો પણ બંધ છે. ટ્રેનો અને મેટ્રો સેવાને બંધથી અલગ રાખવામાં આવી છે.
વેરાવળ ખારવા સમાજ દ્વારા ભૂખ હડતાલ: તંત્ર દોડ્યું
વેરાવળ ખારવા સમાજનાં પટેલ સામેનો વિવાદ ૬૦ દિવસ બાદ પણ ઉકેલાયો નથી. ખારવા સમાજ જનજાગૃતિ મંચ દ્વારા વિવિધ સ્તરે આધાર પુરાવા સાથે રજૂઆત અને પોલીસ ફરિયાદ થવા છતાં કોઇ જ પગલાં ન લેવાતાં આજે ખારવા સમાજનાં બે હજાર લોકો ભૂખ હડતાળ ઉપર ઉતરી ગયા હતા.તંત્ર દ્વારા ખારવા સમાજનાં પટેલ જીતુ કુહાડા સામે કોઇ જ કાર્યવાહી ન કરાતાં ખારવા સમાજ જનજાગૃતિ મંચ દ્વારા પ્રતિક ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો. આથી ઉચ્ચ અધિકારીઓએ મીટિંગ યોજયા બાદ પણ કશી જ કાર્યવાહી ન કરતાં આજે વરસતા વરસાદે ખારવા સમાજનાં અગ્રણીઓ સહિત એકીસાથે બે હજાર લોકો ભૂખ હડતાળ ઉપર ઉતરી ગયા હતા. આથી સ્થાનિક પી.આઇ. અને મામલતદાર બપોરે પોણા ચાર વાગ્યે ઉપવાસી છાવણી ખાતે દોડી ગયા હતા.અને ભૂખ હડતાળ પર બેસેલા આગેવાનોને સમજાવી પગલાં લેવાની ફરી એક વખત ખાત્રી આપી હતી. જોકે, તંત્રનાં ઠાલાં વચનોથી કંટાળેલાં આગેવાનોએ ૨૪ કલાકમાં કાર્યવાહી ન થાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવા ચીમકી આપી એક દિવસ પૂરતી ભૂખ હડતાળ મોકૂફ રાખી હતી. ખારવા સમાજનો પ્રશ્ન વેરાવળમાં ચર્ચાસ્પદ બન્યો છે.
હું PM ઈન વેઈટિંગ અડવાણી નથી: સુષ્મા સ્વરાજ
ભાજપના નેતા સુષ્મા સ્વરાજે કહ્યું છે કે લોકસભામાં વિપક્ષના નેતા હોવાના કારણે તેમને નથી લાગતું કે તેઓ વડાપ્રધાન પદના સ્વાભાવિક દાવેદાર છે. સ્વરાજના જણાવ્યા પ્રમાણે, આ બ્રિટશ પદ્ધતિ છે કે વિપક્ષના નેતા વડાપ્રધાન પદના સ્વાભાવિક દાવેદાર ગણવામાં આવે છે. ભારતમાં આ નિર્ણય ચૂંટણી સમયે પાર્ટીઓ કરે છે. એ યાદ આપવાતા કે પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ એક મુલાકાતમાં તેમણે બ્રિટનની આ પરંપરાનો ઉલ્લેખ કર્યો હતો. સુષ્મા સ્વરાજે તેના સંદર્ભે જવાબ આપ્યો હતો કે તેઓ અડવાણી નથી.એક અન્ય સવાલના જવાબમાં સુષ્મા સ્વરાજે માન્યું કે વિપક્ષના નેતા તરીકે અન્ય પક્ષોના નેતા સાથે વાતચીતમાં તેમની ઉપલબ્ધતા વધારે છે, કારણ કે અડવાણીનું અલગ કદ હતું. સ્વરાજે કહ્યું હતું કે તેઓ લોકસભામાં વિપક્ષના નેતા હોવા છતાં જ્યારે ઈચ્છે ત્યારે લાલુપ્રસાદ યાદવ, વાસુદેવ આચાર્ય, મુલાયમસિંહ યાદવ અને અન્ય નેતાઓને સહયોગ માટે મળી લે છે. સુષ્મા મંગળવારે વુમન પ્રેસ કોર્પમાં પત્રકારો સાથે વાતચીત કરી રહ્યાં હતા.
ગુજરાતમાં રોકાણ કરવા કેનેડા આતુર
આજે ગુજરાત પ્રગતિના પંથે આગળ વધી રહ્યુ છે અને આ પ્રગતિને હજુ પણ ઝડપી બનાવવા દેશ-વિદેશ પણ સાથે જોડાઈને પોતાનું મહત્વનું યોગદાન આપી રહ્યા છે. 2011 એટલે કે આવતા વર્ષે 12 અને 13 જાન્યુઆરીએ ગુજરાત દ્વારા યોજાનારા પાંચમા 'વાઇબ્રન્ટ ગુજરાત સમિટ, અ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ' માં કેનેડાને પણ રોકાણ કરવા આંમત્રિત કરવામાં આવ્યું છે.ગુજરાત સરકારના એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી ડી. જે પાંડિયને ગત સોમવારે ગુજરાતમાં રોકાણના મિત્રતા ભર્યા સંબધો અને તેની મજબૂતાઈને વધુ મજબૂત કરતા કેનેડિયન બિઝનેસ જૂથોને ગુજરાતમાં રોકાણાર્થે આકર્ષિત કરવા એક રોડ શો નું આયોજન કર્યું હતું.પાંડિયન, કે જેઓ રાજ્યમાં 18 ઉચ્ચ સ્તરીય બિઝનેસ પ્રતિનિધિમંડળના સભ્ય છે તેઓએ કહ્યું હતું કે અમે વૈશ્વિક રોકાણકારો સાથે સારા સંબંધો પ્રસ્થાપિત કરવા માંગીએ છીએ.પાંડિયને કહ્યું હતું કે અમે કેનેડા સાથે મહત્વપૂર્ણ પાર્ટનરશીપ ઉભી કરવા માંગીએ છીએ. તેઓએ કહ્યું કે અમે અહિં તે બાબત પણ ધ્યાનમાં લીધી છે કે કેવી રીતે કેનેડીયન રોકાણકારો વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં જોડાય કે જેનાથી ભારતમાં વેપારી તકોનુ નિર્માણ થાય. ગુજરાત એક એવુ રાજ્ય છે જ્યાં વિદેશી રોકાણકારો ટેક્સ ભરપાઇ કર્યા પછી પણ 15 ટકાથી વધારે પ્રમાણમાં કમાય છે.તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કેનેડિયન રોકાણકારોને રોકાણ માટે મોટા પ્રમાણમાં તકો છે, જેમા એનર્જી, ઓઇલ એન્ડ નેચરલ ગેસ, પાવર, માઇનિંગ એન્ડ મિનરલ્સ, મેટલ્સ, કેમિકલ્સ, હેલ્થકેર અને ફેશન ડિઝાઇનિંગ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.ડેલીગેશનોની બેઠકમાં કેનેડાના કયાં કયાં સભ્યો જોડાયા હતા તે બાબતનો ખુલાસો કરતા પાંડિયને જણાવ્યું હતું કે તેમાં ઇન્ડો કેનેડા ચેમ્બર્સ ઑફ કૉમર્સ, કેનેડા ઇન્ડિયા ફાઉન્ડેશન, કેનેડા-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ અને ઑન્ટરિયો બોર્ડ ઑફ ટ્રેડ જોડાયા હતા.
સ્ટૂડન્ટ વિઝા પર અંકુશ લાવશે બ્રિટન
બ્રિટનની ડેવિડ કેમરૂન સરકાર સ્ટૂડન્ટ વિઝા મેળવવા ઈચ્છતા યુરોપીય સંઘથી બહારના દેશોના વિદ્યાર્થીઓ માટે કેટલીય નવી શરતો મૂકવા જઈ રહ્યું છે. સરકારના આ નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓ પણ પરેશાનીમાં મૂકાશે.એક તાજેતરના અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2004માં સ્ટૂડન્ટ વિઝા પર બ્રિટન આવનારા 20 ટકાથી વધારે લોકો પાંચ વર્ષ પછી પણ અહીંયા જ રહે છે. આ સંબંધે ઉઠાવવામાં આવનારા નવા પગલા અંતર્ગત હવે સ્ટૂડન્ટ વિઝાની એપ્લીકેશન કરતી વખતે જ એક કરાર કરવો પડશે.આ કરાર હેઠળ જમા કરાવવામાં આવેલી રકમ બ્રિટનમાં અભ્યાસક્રમ પૂરો કરીને સ્વદેશ આવતી વખતે પરત કરવામાં આવશે. ભારતના પૂર્વોત્તર રાજ્યોમાંથી મોટી સંખ્યામાં અરજીઓ મળતાં બ્રિટિશ સરકારે પહેલેથી જ વિઝા આપવાની પ્રક્રિયા થોડી મોડી કરી દીધી છે.
સાંસદ દિનુ સોલંકીના ભત્રીજા શિવાની ધરપકડ
અમિત જેઠવાની હત્યા માટે સોપારી આપનાર કોન્સ્ટેબલ બહાદુરને નાણા શિવાએ આપ્યા હતા. એકટીવીસ્ટ અમિત જેઠવાની હત્યામાં સાંસદ દિનુભાઇ સોલંકીના ભત્રીજા શિવા સોલંકીને આજે વ્હેલી સવારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના અધિકારીએ રાજકોટ એરપોર્ટ પરથી ઝડપી લીધો હતો.જેઠવાની હત્યા માટેની સોપારીના નાણા શિવાએ આપ્યા હોવાનો તેના ઉપર આરોપ છે.ચકચારી ખૂન કેસમાં પહેલા દિવસથી જ સાંસદ દિનુભાઇ સોલંકીનું નામ ચર્ચામાં હતું, તેમજ અમિતના પિતાએ પણ તેના પુત્રની હત્યા સાંસદના ઇશારે થયાનો ખુલ્લો આક્ષેપ કર્યો હતો. પોલીસે ખૂન કેસમાં સાંસદના નજીકના મનાતા ગીર ગઢડાના કોન્સ્ટેબલ બહાદુર અને તેના ભાણેજ સંજય તેમજ શાર્પ શુટરની સાથે હત્યા કરવા ગયેલા કુખ્યાત પચાણ શિવાને ઝડપી લ ઝડપી લીધા હતા. આરોપીઓની પૂછપરછમાં હતની સોપારી આપનાર પોલીસમેન બહાદુરને એ રકમ સાંસદના ભત્રીજા શિવા સોલંકીએ આપી હોવાનુ ખુલ્યુ ત્યારથી શિવા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.દરમિયાન શિવા સોલંકી ધરપકડ ટાળવા આજે રાજકોટથી વ્હેલી સવારની ફ્લાઇટમાં મંુબઇ ભાગી જવાની તૈયારીમાં હોવાની સચોટ માહિતી મળતા અમદાવાદ ક્રાઇમ બ્રાંચના એસ.એન. ચૌધરીએ વોચ ગોઠવી હતી. એરપોર્ટમાં દાખલ થયો તે સાથે જ પોલીસે તેજે હિરાસતમાં લઇ લીધો હતો.
‘પાકિસ્તાન ચીનનો સારો મિત્ર પણ છે’
ચીને જાહેરાત કરી છે કે તે ભારે તારાજીનો સામનો કરી રહેલા પાકિસ્તાનને વધુ 2.94 કરોડ ડોલરની આર્થિક સહાય પૂરી પાડશે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા જિયાંગ યૂએ આ વાત જાહેર કરી છે. તેઓ વધુમાં ઉમેરે છે કે આ પહેલા પણ ચીન પૂરગ્રસ્ત પાકિસ્તાનને 12 કરોડ યુઆનની મદદ કરી ચૂક્યું છે.જિયાંગ યૂ કહે છે કે પાકિસ્તાન માત્ર ચીનનો પાડોશી દેશ જ નથી પણ સારો મિત્ર પણ છે. ચીન, પાકિસ્તાનમાં રાહત અને પુનર્નિર્માણના કાર્યોમાં પણ પોતાનો સહયોગ ચાલુ રાખશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ઓબામાની નજરમાં કૂતરાં છે રિપબ્લિકન્સ
અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા વચગાળાની ચૂંટણીની દોડ દરમિયાન ચાલી રહેલી સખત સ્પર્ધાથી પોતાનો કાબૂ ગુમાવી બેઠા હોય તેવું લાગી રહ્યું છે. ડેમોક્રેટિક પાર્ટીના ચૂંટણી અભિયાનની શરૂઆતમાં આયોજિત એક રેલીમાં તેમણે પોતાના રિપબ્લિકન વિરોધીઓને કૂતરાં કહ્યા. વિરોધી દળ રિપબ્લિકન પાર્ટીએ આની આકરી નિંદા કરી છે. અમેરિકામાં બીજી નવેમ્બરે આ ચૂંટણી યોજાવાની છે.આ ચૂંટણીમાં યુનાઇટેડ સ્ટેટ્સ કોંગ્રેસ એટલે કે સંસદના 435 સભ્યો સિવાય અન્ય રાજ્યોના રાજ્યપાલોની ચૂંટણી પણ થવાની છે. આ ચૂંટણીમાં કંઈ રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની નથી, પરંતુ આ ચૂંટણી ઓબામાની પરીક્ષા સમાન છે. તેમના ઉપર અત્યારે તેમની પાર્ટીને બહુમતી અપાવવાનું દબાણ છે. અત્યારે તો ડેમોક્રેટિક્સ અને રિપબ્લિકન વચ્ચે સખત ટક્કર છે.ઓબામાએ ડેમોક્રેટિક પાર્ટીના ચૂંટણી અભિયાનની શરૂઆત મિલવાઉકીથી કરી હતી., પરંતુ પહેલી જ સભામાં તેમની જીભ સરકી ગઈ અને તેમણે રિપબ્લિકન્સને કૂતરાં કહી દીધા. તેમણે એવું નિવેદન કર્યું હતું કે કેટલાંક તત્વો પોતાની રીતે દેશનો એજન્ડા નક્કી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ મારા વિશે કૂતરાંની જેમ બોલે છે.ઓબામાએ વધુંમાં ઉમેર્યું હતું કે રિપબ્લિકન નેતા વિચારી રહ્યા છે કે નવેમ્બરમાં ચૂંટણી આવશે ત્યાં સુધી લોકો ભૂલી જશે કે ડેમોક્રેટિક પાર્ટીએ દેશ માટે શું કર્યું છે. તેમની નીતિઓની દેશ પર કેવી વિપરિત અસર થઈ છે, તેની સૌને ખબર છે. તેમની નીતિઓના કારણે જ આજે દેશની અર્થવ્યવસ્થા વિખેરાઈ ગઈ છે અને આટલું કરવા છતાં તેઓ સત્તા પર પાછા આવવા માગે છે. ઓબામાને એવો વિશ્વાસ છે કે લોકો રિપબ્લિકન પાર્ટીને સત્તા પર નહીં જ આવવા દે.
નવીન જિન્દાલનો પગાર રૂ. 40 કરોડ
કોન્ગ્રેસ સાંસદ અને જિન્દાલ સ્ટીલ પાવરના એક્ઝિક્યૂટિવ વાઇસ ચેરમેન અને એમડી, નવીન જિન્દાલ દેશમાં સૌથી વધારે પગાર મેળવનાર સીઈઓ બની ગયા છે. તેમનો વાર્ષિક પગાર 39.70 કરોડ રૂપિયા છે. પગારની બાબતમાં નવીને સન ટીવીના કર્તા-ધર્તા મારન દંપત્તિ (કલાનિઘિ મારન અને કાવેરી મારન)ને પણ પાછળ કરી દીધા છે. આ બન્ને વાર્ષિક 37.08-37.08 કરોડ રૂપીયાનો પગાર મેળવે છે. તેમને માત આપવાની સાથે જ નવીન જિન્દાલ દેશના 25 'ટૉપ ટેન સીઇઓ'ની લીસ્ટમાં સૌથી ઉપર પહોચી ગયા છે.પ્રાઇવેટ કંપનીઓના સીઇઓના મોટા પ્રમાણમાં પગાર ઉપર તાજેતરમાં જ સંસદમાં પ્રશ્નો ઉઠાવામાં આવ્યા હતા. નાણાકિય બાબતોમાં સાંસદની સ્થાયી સમિતિએ આને લઇને પ્રશ્નો ઉઠાવ્યા હતા. કમિટિએ પોતાની એક રિપોર્ટમાં કહ્યુ હતુ કે દરેક કંપનીમાં એક કમિટિ હોવી જોઇએ જે તેના ઉચ્ચ અને મહત્વપૂર્ણ અધિકારીઓનો પગાર નક્કિ કરે. આ અગાઉ પ્રધાનમંત્રી મનમોહન સિંહે પણ કંપનીયોના સીઈઓને મળનારા પગાર ઉપર પ્રશ્નો ઉઠાવ્યા હતા.
આસામમાં સ્મૃતિ ઈરાનીના કાફલા પર હુમલો
ભાજપના મહિલા મોરચના અધ્યક્ષ અને પ્રખ્યાત ટીવી અભિનેત્રી સ્મૃતિ ઈરાનીએ આરોપ લગાવ્યો છે કે પાર્ટીના કેટલાંક કાર્યકર્તાઓ પર સ્થાનિક ડાબેરી સંગઠનોએ ઈટાનગરથી જતી વખતે હુમલો કર્યો છે.સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે તેઓ મહિલા મોરચના ઉપાધ્યક્ષ શારદા દેવી અને અન્ય બે પુરુષ કાર્યકર્તાઓ સાથે તેજપુરથી ઈટાનગર જઈ રહ્યાં હતા, ત્યારે સોનપત પાસે તેમને સંગઠન દ્વારા રોકવામાં આવ્યા અને તેમને પાછા જતાં રહેવા જણાવાયું હતું. જ્યારે તેમણે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો તો તે લોકોએ પુરુષ સભ્યો પર હુમલો કર્યો અને શારદા દેવીને વાહનમાંથી ખેંચીને ઢસડવાનો પ્રયત્ન કર્યો હતો.સ્મૃતિ ઈરાનીએ આક્ષેપ કર્યો હતો કે તેમની સાથેની પોલીસ એસકોર્ટ સમગ્ર ઘટનાક્રમ વખતે મુકદર્શક બનીને ઉભી હતી. તેમણે દાવો કર્યો હતો કે સ્થાનિક પોલીસ આ લોકોથી અળગી રહી તે આઘાતજનક છે. તેમને એ પણ આશ્ચર્ય થયું કે પોલીસે તેમને હુમલાખોરોને સાંભળીને પાછા જતાં રહેવાનું કહ્યું હતું.સ્મૃતિ ઈરાનીએ ઉમેર્યું હતું કે હુમલાખોરોએ વાહનને સળગાવી દેવાની ધમકી પણ આપી હતી.
મજિદે કરેલા ધડાકાનો ભાગ-2
બ્રિટનના અખબાર ન્યૂઝ ઓફ ધ વર્લ્ડે સ્ટિંગ ઓપરેશન દરમિયાન કહેવાતા ફિક્સર મઝહર મજિદ અને તેના અંડરકવર રિપોર્ટર વચ્ચે થયેલી વાતચીતનો ખુલાસો.બેઠક દરમિયાન મજિદ મેચ ફિક્સિંગમાં પોતાની મોટી ભાગીદારી વિશે જણાવ્યું અને મોબાઈલ પર પાકિસ્તાનના કેપ્ટન સલમાન બટ્ટને પણ ફોન કર્યો જેનાથી પ્રસ્તાવિત ટૂર્નામેન્ટની સંભવિત તારીખોની જાણકારી મળી શકે. મજિદ અને રિપોર્ટર વચ્ચે ત્યાર બાદ કારમાં ગુપ્ત વાતચીત થઈ જ્યાં તેણે મેચ ફિક્સિંગ વિશે પ્રકાશ પાડ્યો હતો.માજિદે કહ્યું હતું કે મેચ ફિક્સિંગમાં ઘણી મોટી રકમ છે અને તે લગભગ અઢી વર્ષથી પાકિસ્તાન ટીમ સાથે આવું કરી રહ્યો છે. મજિદે કહ્યું કે તેણે ઘણા પૈસા બનાવ્યા હતા અને તે એક ભારતીય પક્ષ સાથે કામ કરે છે અને તે સૂચના આપવા માટે તેને પૈસા પણ આપે છે.મિજદે રિપોર્ટરને ફિક્સિંગની સમગ્ર પ્રક્રિયા વિશે જણાવ્યું હતું. રિપોર્ટમાં મજિદના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ઉદાહરણ માટે ભારતમાં 10 ઓવર પછી 30 રન કે 10 ઓવર પછી 33 રન પર સટ્ટો લગાવવાનો વિકલ્પ છે. હવે ખેલાડી શું કરે છે કે તે પહેલી ત્રણ ઓવરમાં 13 રન કે તેનાથી વધારે રન બનાવે છે.તેનાથી બજારમાં વધારે રન બનવાની સંભાવના બને છે. કારણ કે તેઓ ઝડપી ગતિથી રન બનાવે છે. પરંતુ ત્યાર બાદ આગામી સાત ઓવરમાં તે 14 રન કે તેનાથી ઓછા બનાવે છે. આ માટે જે લોકોને આ સૂચનાની જાણકારી હોય છે તેઓ વધારે કમાય છે.આ રીતે બોલિંગમાં પણ વિકલ્પ હોય છે. ઉદાહરણ તરીકે મોહમ્મદ આસિફ કે આમિર બોલિંગ કરી રહ્યાં છે. 10 ઓવરમાં 32 રન બજારમાં ખુલે છે. હવે છઠ્ઠી ઓવરમાં બોલર ડેડ બોલ કરે તો મારા લોકો સમજી જાય છે કે તે આઠ, નવ અને 10મી ઓવરમાં 18 રનથી વધારે આપનાર છે.
ગરીબો માટે પાંચ રૂપિયામાં ડિનર
સસ્તી લોકપ્રિયતા પ્રાપ્ત કરવા માટે મધ્ય પ્રદેશ સરકારે રાજ્યના ચાર શહેરોમાં ગરીબો માટે પાંચ રૂપિયામાં રાતનુ ભોજન ઉપલબ્ધ કરાવાની યોજના બનાવી છે. જેના માટે પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જંયતી ઉપર 25 સપ્ટેમ્બરના રોજ રામ રોટી યોજના શરૂ કરવામાં આવશે. મધ્ય પ્રદેશના નાગરીક પ્રશાસન અને વિકાસ મંત્રી બાબૂલાલ ગૌરે સોમવારે જણાવ્યુ કે આ યોજના અંતર્ગત પાંચ અથવા છ રોટલી, એક શાક અને અથાણુ લગભગ પાંચ રૂપિયામાં આપવામાં આવશે. મ.પ્ર ના પૂર્વ મુખ્યમંત્રી ગોરે કહ્યુ કે ઇન્દોર અને ભોપાલ ચાર-ચાર અને જબલપુર અને ગ્વાલિયરમાં બે-બે આશ્રયસ્થાન બનાવામાં આવ્યા છે.
તેઓએ એમ પણ કહ્યુ કે આ આશ્રયસ્થળોમાં શૌચાલય અને ચાદરોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આમા ગરીબોની સાથેસાથે મજૂરો પણ રાત વિતાવા માટે રહી શકે છે. અત્યારે લગભગ 1200 લોકો તેમાં રહે છે.ગૌરના જણાવ્યાનુસાર ચાર શહેર નિગમોમાં આ યોજનાના સફળતાપૂર્વક ચાલ્યા પછી તેને અન્ય દસ શહેરોમાં પણ સંચાલિત કરવામાં આવશે. તેઓએ કહ્યુ કે આ યોજના ઉપર ખર્ચ નામમાત્રનો ખર્ચ આવશે અને ગરીબોને આ પેકેટ્સ સ્વરૂપે પ્રાપ્ત થશે.
મેક્સિકોમાં 400 સમલૈંગિકોએ લગ્ન કર્યા
તાજેતરમાં સમલૈંગિક લગ્નોને સરકારની મંજૂરી મળવાને કારણે આશરે 6 મહિનાથી સંઘર્ષ કરી રહેલા 400 સમલૈંગિકોએ સત્તાવાર રીતે લગ્ન કર્યા છે. 398 લગ્નો માંથી 53 ટકા સમલૈંગિક પુરુષોના હતા અને 47 ટકા સમલૈંગિક મહિલાઓના હતા.આ સમલૈંગિકોની યાદીમાં મોટા ભાગના યુરોપીઅન ત્યારબાદ સાઉથ અમેરિકનો અને નોર્થ અમેરિકન દેશોના છે. લગ્ન કરનારાઓમાં મોટા ભાગના 30થી 40 વચ્ચેના વયજૂથના છે. આમાંના ચાર લગ્નો તો 71થી 90 વર્ષ વચ્ચેની વયજૂથના લોકોના છે.સુપ્રીમ કોર્ટે હવે જાહેર કર્યું છે કે સમલૈંગિકો હવે બાળક પણ દત્તક લઈ શકશે, જેની આ પહેલા અહીંના ચર્ચ દ્વારા આકરી ટીકા કરવામાં આવી હતી.
આમિર પુરાવા આપે તો આજીવન પ્રતિબંધ નહીં
છેલ્લા એકાદ અઠવાડિયાથી હોટ ટોપીક બની ગયેલા લોર્ડ્સ ટેસ્ટમાં સ્પોટ ફિક્સિંગના મામલામાં નવી જ વાત બહાર આવી છે. જેમાં જાણવા મળ્યા અનુસાર જો મોહમ્મદ આમિર અન્ય બે ક્રિકેટર વિરુદ્ધના પુરાવાઓ આઇસીસી સમક્ષ રજૂ કરી દે તો તેને આજીવન પ્રતિબંધ ફટકારવામાં આવશે નહીં.બ્રિટિશ અખબારમાં એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. જેમાં આઇસીસીએ એશિયા કપ અંગે પાકિસ્તાના સસ્પેન્ડેડ ટેસ્ટ સુકાની સલમાન બટ્ટ અને વિકેટ કિપર કામરાન અકમલને તેઓના ફોન રેકોર્ડ આપવા જણાવવામાં આવ્યું છે.જો કે, આ જ અહેવાલમાં બ્રિટિશ અખબાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સ્પોટ ફિક્સિંગમાં સંડોવાયેલ પાકિસ્તાનનો યુવા બોલર મોહમ્મદ આમિર જો તેના અન્ય સાથી કે જેઓ પણ આ કથિત સ્પોટ ફિક્સિંગમાં શામેલ છે. તેઓ અંગેના પુરાવાઓ આઇસીસી સમક્ષ રજૂ કરવા તૈયાર થાય છે. તો દોષી પુરવાર થયા બાદ તેના પર અન્ય ખેલાડીઓની જેમ આજીવન પ્રતિબંધ લગાડવામાં આવશે નહીં.
એશ્વર્યા રાયની અંગત ક્ષણો જાહેર કરવાની ચોખ્ખી ના
હાલમાં જ બોલિવૂડની બહુ એશ્વર્યા રાયને હોલિવૂડ સ્ટુડિયો દ્વારા મિલીયન ડોલરની ઓફર કરવામાં આવી હતી. આ ઓફર તેને એક ડોક્યુમેન્ટ્રીમાં ભાગ લેવા માટે તેને આ ઓફર થઈ હતી. ઉલ્લેખનિય છે કે, આ જ ડોક્યુમેન્ટ્રીનાં એક ભાગમાં શાહરૂખ ખાને કામ કરેલું છે.હોલિવૂડ સ્ટુડિયોની ડિલ પ્રમાણે, ડોક્યુમેન્ટ્રી સાથે સંક્ળાયેલાં ફોરેઈન ક્રુ મેમ્બર અઠવાડિયા સુધી તેની આસપાસ રહેશે અને તેનાં અંગત જીવન અંગત ક્ષણો પર આ ફિલ્મ બનશે.જોકે એશ્વર્યાએ કોઈજ મોટો હોબાળો ન કરતાં શાંતીથી આ ઓફર ફગાવી દીધી હતી. તેણે તેમ કહીને આ ઓફર ફગાવી હતી કે તે તેનાં ઘરમાં કોઈ જ પ્રકારનું શૂટિંગ કરવા ઈચ્છતી નથી.ઉલ્લેખનિય છે કે આ ડોક્યુમેન્ટ્રી મેકર ઘણાં મહિનાથી આ ફિલ્મ બનાવવાં એશ્વર્યાનો સંપર્ક સાધી રહ્યાં છે પણ એશએ અંતે તો આ ફિલ્મ માટે ચોખ્ખી ના જ પાડી દીધી હતી.
મલેશિયા : સૂટકેસમાં ભર્યા 95 સાપ
મલેશિયાના વન્યજીવોના એક કુખ્યાત તસ્કરને સાપોની તસ્કરીના ગુના હેઠળ છ માસ માટે જેલ મોકલી દેવામાં આવ્યો છે.એન્સન વોન્ગ નામના આ તસ્કર પર આરોપ હતો કે તેણે 95 બોઆ નામના દુર્લભ પ્રજાતિના સાપને સૂટકેસમાં સંતાડીને ઈન્ડોનેશિયા લઈ જવાની કોશિશ કરી હતી.વોન્ગની સૂટકેસમાં 95 બોઆ સાપ ઉપરાંત બે વાયપર સાપ અને એક દુર્લભ જાતિનો કાચબો પણ હતો.તસ્કરે અદાલતમાં એ સ્વીકાર કરી લીધો છે કે તે 26 ઓગસ્ટે આ વન્યજીવોને મલેશિયાના પેનાંગ રાજ્યથી ઈન્ડોનેશિયાની રાજધાની જાકાર્તા લઈ જઈ રહ્યો હતો.વોન્ગને કુઆલા લામપુર એરપોર્ટ પરથી એ સમયે ઝડપી લેવાયો જ્યારે અચાનક જ કન્વેયર બેલ્ટમાંથી પસાર થતાં તેની સૂટકેસ ખૂલી ગઈ હતી.
07 September 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment