visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
સૌરાષ્ટ્ર-કચ્છમાં સરેરાશ ૪૦ ઈંચથી વધુ વરસાદ પડી ગયો
સૌરાષ્ટ્ર-કચ્છને આ વખતે મેઘરાજાએ થોડું વધારે વહાલ કર્યું છે. હજુ શ્રાવણ મહિનો પૂરો થવા આડે પાંચ દિવસ બાકી છે ત્યારે ગત વર્ષની ૩૦ ઈંચની સરેરાશ સરખામણીએ આ વખતે ૪૦ ઈંચથી વધુ વરસાદ વરસાવી દીધો છે.હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ છે ત્યારે અમુક જિલ્લાના સેન્ટરો સંભવત: ચેરાપૂંજીનો રેકોર્ડ તોડે તેવી શક્યતા ઊભી થઈ છે. સારા વરસાદથી કાઠિયાવાડના લગભગ તમામ ડેમ પાણીથી છલોછલ થઈ ગયા છે.સારા વરસાદે ખેતીના પાકનું ચિત્ર પણ ઊજળું છે અને મબલખ પાકનું ઉત્પાદન થાય તેવું હાલના સંજોગે જણાઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં વર્ષ-૨૦૦૯માં રાજકોટ, જામનગર, જુનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર અને કચ્છમાં સરેરાશ ૩૦.૩૦ ઈંચ વરસાદ થયો હતો.વર્ષ-૨૦૧૦ના સપ્ટેમ્બર મહિનાની ૩ તારીખ સુધીના મળેલા આંકડા મુજબ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં સરેરાશ ૪૦.૬૫ ઈંચ વરસાદ પડી ગયો છે. અને હજુ વધુ વરસાદ પડે તેવી સંભાવના છે
'રાજકોટની ભારત-શ્રીલંકાની વન-ડે ફિક્સ હતી'
૭ દડામાં જીત માટે ૧૪ રનની જરૂર હતી, શ્રીલંકાની પાંચ વિકેટો બાકી હોવા છતાં મેચ હારી ગયું હતું. આઇસીસી દ્વારા ત્રણ પાકિસ્તાની ક્રિકેટરોને સ્પોટ ફિક્સિંગ કૌભાંડમાં સસ્પેન્ડ કરાયા છે ત્યારે આઇસીસીની તપાસ માગી લે તેવા એક બૂકીના ઘટસ્ફોટમાં રાજકોટની એક વન ડે મેચ ફિક્સિંગના ઘેરામાં આવી છે ભારતના એક ટોચના બૂકીના કહેવા મુજબ ૧૫મી ડિસેમ્બર ૨૦૦૯ના રોજ રાજકોટમાં રમાયેલી ભારત-શ્રીલંકા વન ડે મેચ ફિકસ થયાની સંભાવના છે તેના કહેવા મુજબ આ મેચ ચોખ્ખી ન હતી.કોઇપણ ખેલાડી-બૂકી ષડયંત્રમાં પોતાની સંડોવણી નહીં હોવાનો દાવો કરનાર આ બૂકીએ રાજકોટની વન ડે તરફ મેચ ફિક્સિંગની આંગળી ચિંધતા ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજકોટની આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતી ભારતને દાવમાં ઉતાર્યું હતું અને બેટ્સમેનો માટે સ્વર્ગ સમી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમની પીચ પર ભારતે ૫૦ ઓવરમાં ૪૧૪ રનનો તોતિંગ સ્કોર ખડકયો હતો.જવાબમાં શ્રીલંકાએ તિલકરત્ને દિલશાનના આકર્ષક ૧૬૦ રનના અંગત જૂમલા સાથે શ્રીલંકા આ મેચ જીતવાના આરે આવી ગયું હતું. પરંતુ અંતમાં તે ૩ રને હારી ગયું હતું. શ્રીલંકાએ આ મેચમાં ૨૭ એક્સ્ટ્રા અને ભારતે ૨૧ એક્સ્ટ્રા બોલ નાખ્યા હતા, અને આ મેચમાં કુલ ૮૨૫ રન નોંધાયા હતા.બૂકીનું કહેવું છે કે શ્રીલંકા એક તબક્કે પ વિકેટે ૪૦૧ રન નોંધાવી ચૂક્યું હતું અને તેને જીત માટે સાત દડામાં ફક્ત ૧૪ રન જોઇતા હતા. ત્યારે બાજી સરભર કરવા માટે ધડાધડ સટ્ટાબાજી ખેલાતી હતી. શરૂઆતમાં ભારત ફેવરીટ ગણાતું હતું અને શ્રીલંકાની જીત પર કોઇ પૈસા લગાવવા તૈયાર ન હતું. પરંતુ અંતિમ તબક્કે સ્થિતિ ભયાવહ બની હતી.ત્યારે જ આ બૂકીને તેના મોબાઇલ પર એક ટેક્સ્ટ મેસેજ મળ્યો હતો. આ મેસેજ મોકલનાર રાજસ્થાનનો ૨૦ વર્ષનો યુવાનો હતો જે અગાઉ આ બૂકી માટે કલીનરનું કામ કરતો હતો તેણે લખ્યું હતું કે સબ સૌદે કાટ દો, ઔર કોલ મત લેના, ઇન્ડિયા મેચ લે જા રહા હૈ. (તમામ સોદા રદ્દ કરો અને વધુ સોદા ન લો, ભારત મેચ જીતી જશે.) આ બૂકીના કહેવા મુજબ તેને પોતાના જૂના માણસની વાત પર અચાનક વિશ્વાસ બેસી ગયો અને તેણે તેના કહેવા મુજબ જ કર્યું, ભારત ત્રણ રને જીતી ગયું.
યાસિરનો ધડાકો: પાક ક્રિકેટમાં બધુ ફિક્સ છે
ન્યુઝ ઓફ ધ વર્લ્ડ દ્વ્રારા કરવામાં આવેલ સ્ટિંગ ઓપરેશનમાં ક્રિકેટ જગતમાં વધુએક ખળભળાટ મચી ગયો છે. હાલમાં જ થયેલા ખુલાસામાં પાકિસ્તાન ક્રિકેટનો એક અલગ ચહરો સામે આવ્યો છે, જેમાં ફિક્સિંગનો એક એવો પુરાવો મળ્યો છે જે એ વાત તરફ સંકેત કરે છે કે પાકીસ્તાનમાં દરેક મેચ ફિક્સ થતી હતી.ન્યુઝ ઓફ ધ વર્લ્ડ અખબારે પોતાના અંડર કવર પત્રકારના માધ્યમથી પાકિસ્તાનના ખેલાડી યાસિર હમીદની મુલાકાત લીધી છે જેમાં તેણે સનસનીખેજ ખુલાસો કર્યો છે. યાસિર હમીદે આ મુલાકાતમાં પાકિસ્તાનના ઘણા ખેલાડીઓની પોલ ખોલી છે. તેમજ સ્પોટ ફિક્સિંગ અંગે પણ ખુલાસો કર્યો હતો.-યાસિરના જણાવ્યાં મુજબ મેચ ફિક્સિંગ થાય છે અને ખેલાડી સ્પોટ મેચ ફિક્સિંગ કરે છે. પાકિસ્તાનમાં રમાનાર દરેક મેચ ફિક્સ હોય છે.ક્રિકેટમાં આવું થાય છે પરંતુ જે પકડાય છે તે ચોર હોય છે.-હામિદે ખુલાસો કર્યો હતો કે તેને પણ દોઢ લાખ પાઉન્ડની ઓફર મળી હતી. પરંતુ તેણે ફગાવી દીધી હતી. પરિણામ એ આવ્યું કે પાકિસ્તાન ટીમમાંથી તેનું પત્તુ કપાઈ ગયું અને તેની કેરિયર પર પણ અસર પડી હતી.- હા તેઓ દરેક મેચ ફિક્સ કરતા હતા અને મને ગુસ્સો પણ આવતો હતો.કારણ કે તે દિવસોમાં હું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતો હતો.
'રાજકોટની ભારત-શ્રીલંકાની વન-ડે ફિક્સ હતી'
૭ દડામાં જીત માટે ૧૪ રનની જરૂર હતી, શ્રીલંકાની પાંચ વિકેટો બાકી હોવા છતાં મેચ હારી ગયું હતું. આઇસીસી દ્વારા ત્રણ પાકિસ્તાની ક્રિકેટરોને સ્પોટ ફિક્સિંગ કૌભાંડમાં સસ્પેન્ડ કરાયા છે ત્યારે આઇસીસીની તપાસ માગી લે તેવા એક બૂકીના ઘટસ્ફોટમાં રાજકોટની એક વન ડે મેચ ફિક્સિંગના ઘેરામાં આવી છે ભારતના એક ટોચના બૂકીના કહેવા મુજબ ૧૫મી ડિસેમ્બર ૨૦૦૯ના રોજ રાજકોટમાં રમાયેલી ભારત-શ્રીલંકા વન ડે મેચ ફિકસ થયાની સંભાવના છે તેના કહેવા મુજબ આ મેચ ચોખ્ખી ન હતી.કોઇપણ ખેલાડી-બૂકી ષડયંત્રમાં પોતાની સંડોવણી નહીં હોવાનો દાવો કરનાર આ બૂકીએ રાજકોટની વન ડે તરફ મેચ ફિક્સિંગની આંગળી ચિંધતા ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજકોટની આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતી ભારતને દાવમાં ઉતાર્યું હતું અને બેટ્સમેનો માટે સ્વર્ગ સમી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમની પીચ પર ભારતે ૫૦ ઓવરમાં ૪૧૪ રનનો તોતિંગ સ્કોર ખડકયો હતો.જવાબમાં શ્રીલંકાએ તિલકરત્ને દિલશાનના આકર્ષક ૧૬૦ રનના અંગત જૂમલા સાથે શ્રીલંકા આ મેચ જીતવાના આરે આવી ગયું હતું. પરંતુ અંતમાં તે ૩ રને હારી ગયું હતું. શ્રીલંકાએ આ મેચમાં ૨૭ એક્સ્ટ્રા અને ભારતે ૨૧ એક્સ્ટ્રા બોલ નાખ્યા હતા, અને આ મેચમાં કુલ ૮૨૫ રન નોંધાયા હતા.બૂકીનું કહેવું છે કે શ્રીલંકા એક તબક્કે પ વિકેટે ૪૦૧ રન નોંધાવી ચૂક્યું હતું અને તેને જીત માટે સાત દડામાં ફક્ત ૧૪ રન જોઇતા હતા. ત્યારે બાજી સરભર કરવા માટે ધડાધડ સટ્ટાબાજી ખેલાતી હતી. શરૂઆતમાં ભારત ફેવરીટ ગણાતું હતું અને શ્રીલંકાની જીત પર કોઇ પૈસા લગાવવા તૈયાર ન હતું. પરંતુ અંતિમ તબક્કે સ્થિતિ ભયાવહ બની હતી.ત્યારે જ આ બૂકીને તેના મોબાઇલ પર એક ટેક્સ્ટ મેસેજ મળ્યો હતો. આ મેસેજ મોકલનાર રાજસ્થાનનો ૨૦ વર્ષનો યુવાનો હતો જે અગાઉ આ બૂકી માટે કલીનરનું કામ કરતો હતો તેણે લખ્યું હતું કે સબ સૌદે કાટ દો, ઔર કોલ મત લેના, ઇન્ડિયા મેચ લે જા રહા હૈ. (તમામ સોદા રદ્દ કરો અને વધુ સોદા ન લો, ભારત મેચ જીતી જશે.) આ બૂકીના કહેવા મુજબ તેને પોતાના જૂના માણસની વાત પર અચાનક વિશ્વાસ બેસી ગયો અને તેણે તેના કહેવા મુજબ જ કર્યું, ભારત ત્રણ રને જીતી ગયું.
આમિરનો એસ.એમ.એસ. : મારે નો બોલ ફેંકવાનો છે?
બટ્ટના રૂમમાંથી મળેલી રોકડ રકમ અંગે સલમાન બટ્ટ અને ટીમના અધિકારીઓનું વિરોધાભાષી નિવેદન.સ્પોટ ફિક્સિંગ મામલામાં ફસાયેલા પાકિસ્તાનના આ ત્રણેય ખેલાડીની સ્કોટલેન્ડ યાર્ડે વિસ્તારથી પુછપરછ કરી હતી. આ ખેલાડીઓને બુકી મઝહર મજિદ દ્વારા કરાયેલ ફોન અને એસએમએસની જાણકારી લીધી હતી. તેઓને સ્વિસ અને બ્રિટિશ બેંકના ખાતા અંગે પણ પુછવામાં આવ્યું.સ્કોટલેન્ડ યાર્ડે આ ત્રણેય ખેલાડી, સલમાન બટ્ટ, મોહમ્મદ આમિર અને મહોમ્મદ આસિફના ફોન આ ઘટનાનો ખુલાસો થયો ત્યારે જ કબજે કરી લીધા હતા. મોહમ્મદ આમિરના મોબાઈલમાં એ ખુલાસો થયો છે કે તેણે નો બોલ પ્રકરણના એક દિવસ પહેલા મજિદને એસએમએસ કરી પુછ્યું હતું કે મારે નો બોલ ફેંકવાનો છે કે નહી ? અને બીજા દિવસે તેણે નો બોલ નાખ્યો હતો. આમિરની પાંચ કલાક પુછપરછ કરવામાં આવી હતી.સ્પોટ ફિક્સિંગ મામલામાં પાકિસ્તાનની ટેસ્ટ ટીમના કેપ્ટન સલમાન બટ્ટના રૂમ (લંડનની હોટલની રૂમ)માંથી 50 હજાર પાઉન્ડ મળતા તે ચારેય બાજુએથી ઘેરાય ગયો છે. પાકિસ્તાનના અધિકારીઓએ સમજમાં નથી આવતું કે આ અંગે કેવું સ્પષ્ટીકરણ આપવું. બટ્ટનું કહેવું છે કે પાકિસ્તાનમાં તેની બહેનના લગ્ન માટેના દહેજની આ રકમ હતી. જ્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કાનુની સલાહકારે આ રકમને સ્પોન્સરશીપના બદલામાં આપવામાં આવેલી હોવાનું જણાવ્યું હતું.શંકાના ઘેરામાં ત્રણેય ખેલાડીઓ છે, પરંતુ સલમાન બટ્ટના રૂમમાંથી મળેલી રોકડ રકમ તેની વિરૂદ્ધ પુરતા પુરાવા બની ગયા છે. જો કે હાલ સ્કોટલેન્ડ યાર્ડે ત્રણેય ખેલાડીઓ પર કોઈ ચાર્જ લગાવ્યા વગર જ તેને છોડી મુક્યા છે.
‘કોંગ્રેસે મુસ્લિમોને કબાડી, ક્લિનર અને ડ્રાઈવર બનાવ્યા’
ભાજપના 10 ટકા વોટ વધારવા માટે દેશવ્યાપી અભિયાન પર નીકળેલા પાર્ટી અધ્યક્ષ નીતિન ગડકરીએ મુસલમાનોના પછાતપણાં માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી છે. તેમણે કહ્યું હતું કે દેશમાં સતત રાજ કરનારી કોંગ્રેસે મુસલમાનોને કબાડી, ક્લિનર અને ડ્રાઈવરની ઓળખ આપી છે. ભાજપ મુસલમાન વિરોધી નથી. ભાજપ સંદર્ભે કોંગ્રેસ દુષ્પ્રચાર કરી રહી છે. વાસ્તવમાં ભાજપ મુસ્લિમો વિરુધી નથી, પરંતુ આતંકવાદીઓ વિરુદ્ધ છે.રાયપુરમાં આયોજીત પ્રદેશ સ્તરીય કાર્યકર્તા સંમેલને સંબોધિત કરતાં ગડકરીએ કોંગ્રેસને આડે હાથ લેતાં કહ્યું હતું કે કોંગ્રેસ મુસલમાનોને માત્ર વોટબેંક સમજી રહી છે, જ્યારે ભાજપે મુસલમાનોને વાસ્તવમાં સમ્માન આપ્યું છે. ભાજપે પોતાના શાસનકાળમાં દેશના સર્વશ્રેષ્ઠ વૈજ્ઞાનિક એ.પી.જે.અબ્દુલ કલામને રાષ્ટ્રપતિ બનાવ્યા હતા.ગડકરીએ જણાવ્યું હતું કે તેમના દ્વારા મુસ્લિમો માટે સ્થાપિત કોલેજ અત્યાર સુધી છ હજાર મુસ્લિમ યુવતીઓને એન્જિનિયર બનાવી ચુકી છે. તેમણે કોંગ્રેસ પર સતત પ્રહાર કરીને કહ્યું હતું કે ભગવા આતંકની વાત કરનારા ગૃહમંત્રી ચિદમ્બરમને કદાચ ખબર નતી કે જ્યારે રામ રાવણ સાથે યુદ્ધ કરી રહ્યાં હતા, ત્યારે અને કૃષ્ણ યુદ્ધ મેદાનમાં નીકળ્યા હતા તે ભગવો ધ્વજ લઈને ચાલ્યા હતા.ભગવો રંગ શાંતિ અને સમૃદ્ધિનું પ્રતિક છે. હકીકતમાં વોટબેંકના રાજકારણને કારણે ચિદમ્બરમે આવું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે જ્યારથી દેશમાં યુપીએની સરકાર આવી છે, મોંઘવારી ત્રણ ગણી વધી ગઈ છે. મોંઘવારી વિરુદ્ધ ભાજપની લડાઈ ચાલુ છે. તેમણે કટાક્ષ કર્યો હતો કે કોંગ્રેસનો હાથ ગરીબોની સાથે નથી, પરંતુ કોંગ્રેસનો હાથ ગરીબોના ગળા પર છે. ભૂખમરાને કારણે દેશના 10 લાખ ખેડૂતો આત્મહત્યા કરી ચુક્યા છે.નક્સલીઓને હિંસા છોડવાનું કહેતાં ગડકરીએ કહ્યું હતું કે પશુપતિનાથથી તિરુપતિ સુધી રેડ કોરિડોર બનાવાનું સપનું જોઈ રહેલા નક્સલી સામાજીક આર્થિક સમસ્યા નથી. તેઓ લોકતાંત્રિક વ્યવસ્થાને પડકારી રહ્યાં છે. તેમણે નક્સલીઓને અપીલ કરી કે તેઓ હિંસાને છોડીને દેશના લોકતંત્ર પર ભરોસો કરે.હિંસાથી કોઈનો વિકાસ થઈ શકતનો નથી. હિંસા છોડીને મુખ્ય પ્રવાહ અપનાવે. દેશનું ભાગ્ય માત્ર ભાજપ બદલી શકે છે. ગડકરીએ કહ્યું હતું કે આ દેશની તકદીર બદલવાની તાકાત માત્ર ભાજપની પાસે છે. કોંગ્રેસના કશાસનમાં જેટલું નુકસાન દેશને થઈ ચુક્યું છે, તેમાંથી બહાર કાઢીને દેશને વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન પર બેસાડવા માટે પાર્ટી કામ કરશે.
આઇસીસીને સંગાકારા પર પણ શંકા!
હજૂ પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ખેલાડીઓની સ્પોટ ફિક્સિંગમાં સંડોવણીનો કિસ્સો ઠંડો થયો નથી. ત્યાં જ હવે આઇસીસી દ્વારા શ્રીલંકન ટીમના ખેલાડીઓ પર ચાપતી નજર રાખવામાં આવી રહી હોવાનો ધડાકો એક બ્રિટિશ અખબાર દ્વારા કરવામાં આવ્યો છે. માહિતી અનુસાર શ્રીલંકાની ટીમનો સુકાની કુમાર સંગાકારા ગઇ રાત્રે એક ગેરકાયદે બૂકી સાથે જોવા મળ્યો હતો....તો એ ચોથો ખેલાડી કોણ?બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયને જણાવ્યું છે કે, સુકાનીના ઇશારે શ્રીલંકન ખેલાડીઓ દ્વારા કોઇ ગેરકાયદે પ્રક્રિયા કરવામાં આવી રહી હોવાની ગંધ આઇસીસીના ભ્રષ્ટાચાર વિરોધ યૂનિટને આવી હતી. અને શ્રીલંકન ખેલાડીઓ વિરુદ્ધ પોલીસ તપાસ પણ થઇ હતી. જો કે, આ આખી વાતને શ્રીલંકન ક્રિકેટે પ્રકાશમાં આવવા દીધી ન હતી. 2009માં ઇંગ્લેન્ડ ખાતે રમાયેલા ટી-20 વિશ્વકપથી શ્રીલંકન ખેલાડીઓ આઇસીસીની નજર હેઠળ હતા.આઇસીસીના ભ્રષ્ટાચાર વિરોધી યૂનિટના અધિકારીઓએ કહ્યું છે કે, તેઓ કેટલીક ઉણપના કારણે તેઓ હતાશ થયા હતા. યૂનિટ કોઇ પોલીસિંગ એજન્સી નથી. અને તેની પાસે એવા કોઇ હક પણ નથી હોતા કે તે કોઇ ખેલાડીને ઝડપી શકે કે તેની ધરપકડ કરી શકે. અથવા તો સ્ટિંગ ઓપરેશનનો આધાર રાખી શકે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment