11 September 2010

પાકિસ્તાનને સંકટમાં ભારત યાદ આવ્યું

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


પાકિસ્તાનને સંકટમાં ભારત યાદ આવ્યું

આતંકવાદ અને પૂરની સમસ્યાથી ઝઝૂમી રહેલ પાકિસ્તાનને મુસીબતમાં ભારતની યાદ આવી રહી છે. પૂરે પાકિસ્તાનની કૃષિ વ્યવસ્થાને પૂરી રીતે ચોપાટ કરી દીધી છે. લાખો એકરમાં લાગેલ પાક નષ્ટ થઇ ગયો અને લોકોને દાણા માટે મોહતાજ થવું પડ્યું છે. હવે પાકિસ્તાનને શાકભાજી, દાળ-મસાલા ભારતથઈ મંગાવાની જરૂર પડી છે.પાકિસ્તાન કન્ઝયુમર ટ્રેડર્સ એસોસીએશન ના ચેરમેન હારૂન આગરે કહ્યું કે આ પાકોની અછતના લીધે તાત્કાલિક તેની આયાત કરવી જરૂરી છે. તેના માટે ભારત અને ઇરાન ઉપયુક્ત છે કારણ કે અહિંનો સામાન સસ્તો છે અને જલ્દીથી આવી જશે. અન્ય દેશોમાંથી સામાન મંગાવો મોંઘો પડશે.પૂરના લીધે પાકિસ્તાનમાં પાલક, ટામેટા, મરચાં, કારેલા વગેરેના ભાવ આસમાને પહોંચી ગયા છે. જથ્થાબંધ બજારમાં બટાકાના ભાવ રૂ.30ના કિલોગ્રામ, ટામેટા રૂ.50 કિલો, ડુંગળી રૂ.50 કિલો અને લીલા મરચાં રૂ.200ના કિલોગ્રામ વેચાઇ રહ્યા છે. હારૂન આગરે કહ્યું કે ભારત અને ઇરાનથી આ સામાન મંગાવો યોગ્ય રહેશે.


ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ નક્કી સમજો

26 સપ્ટેમ્બર 2008ના રોજ દેશની આર્થિક રાજધાની મુંબઈ પર થયેલો આતંકવાદી હુમલો ભારત ભલે સહન કરી ગયું હોય પરંતુ જો ફરીથી આવો કોઈ હુમલો થશે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની શક્યતાનો ઈનકાર કરી શકાય નહી. વોશિંગ્ટનના એક પ્રતિષ્ઠિત સંશોધક જૂથ અમેરિકા પર 11 સપ્ટેમ્બરના રોજ થયેલા આતંકવાદી હુમલાની નવમી જયંતિ નિમિત્તે આવી ચેતવણી આપી હતી.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈ હુમલાનું પુનરાવર્તન રોકવું અમેરિકાની વિદેશ નીતિ માટે એક મોટો પડકાર છે. વોશિંગ્ટનની દ્વિપક્ષીય નીતિ કેન્દ્રના નેશનલ સિક્યુરિટી પ્રિપેર્ડનેશ ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવેલા 42 પાનાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આગામી થોડા વર્ષોમાં અમેરિકાની વિદેશ નીતિ માટે સૌથી મોટો સંભવિત પડકાર મુંબઈ હુમલાનું પુનરાવર્તન રોકવાનો રહેશે.


મમતા બેનર્જીની નમાજવાળી જાહેરાત પર વિવાદ

તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ અને કેન્દ્રીય રેલવે મંત્રી મમતા બેનર્જી મુસ્લિમ વોટોને પોતાની તરફ ખેચવાનો કોઈ મોકો છોડવા માગતા નથી. તાજેતરના તેમની રેલવેની એક જાહેરાતે ભારે હોબાળો મચાવ્યો છે. રેલવેની આ જાહેરાતમાં તેઓ નમાજ અદા કરતાં નજરે પડી રહ્યાં છે, જેમાં ચાંદ સિતારા અને મસ્જિદની પૃષ્ઠભૂમિ પાછળ દેખાય રહી છે.એ વાત સૌને ખબર છે કે મમતા વિચાર-વિમર્શ માટે મૌલવી અને ઈમામોને બોલાવે છે અને નમાજ પણ અદા કરે છે. પરંતુ તેમની આ જાહેરાત પર ઘણી તીવ્ર પ્રતિક્રિયા આવી રહી છે. ભાજપના નેતા તથાગત રાયે કહ્યું છે કે રાજ્યનો કોઈ ધર્મ હોતો નથી. તેમણે પોતાનું ધર્મ પરિવર્તન કર્યું નથી, તો તેઓ કેવી રીતે નમાજ અદા કરી શકે? ધાર્મિક ભવન કેવી રીતે એક સરકારી જાહેરાતનો ભાગ બની શકે? સીપીએમની કેન્દ્રીય સમિતિના સભ્ય અને ભૂતપૂર્વ સાંસદ મોહમ્મદ સલીમે કહ્યું છે કે આપણો દેશ અનેક ધર્મો વાળો છે, આ જાહેરાત સ્પષ્ટપણે ધાર્મિક ભાવનાઓનું શોષણ છે.


મંદિર બની શકે તો મસ્જિદ કેમ નહીં: ઓબામા

અમેરિકાના મોટા ભાગના લોકો ન્યુ યોર્કની વર્લ્ડ ટ્રેડ સેન્ટરની સાઇટ ગ્રાઉન્ડ ઝીરો પર મસ્જિદ બનાવવાના વિરોધમાં છે, આ વાત એક સર્વેમાં સામે આવી છે. જો કે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આ વિવાદ વિશે જણાવ્યું છે કે જો આ જગ્યાએ કોઈ મંદિર કે ચર્ચ બની શકે તો મસ્જિદ શા માટે ન બની શકે? આજે ન્યુયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા આતંકવાદી હુમલાની આજે 9મી વરસી છે. ઓબામાએ આ વરસીની પૂર્વ સંધ્યાએ મીડિયા સાથે વાતચીત કરી હતી.અમેરિકાના જાણીતા અખબાર વોશિંગ્ટન પોસ્ટ અને એબીસી ન્યુઝ પોલ દ્વારા કરાવવામાં આવેલા એક સર્વે પ્રમાણે દેશના બે તૃતિયાંશ લોકો ગ્રાઉન્ડ ઝીરોની વિરુદ્ધ છે. ઓબામાએ વધુમાં ઉમેર્યું હતું કે અમેરિકા કોઈ પણ શખ્સને તેના ધર્મ પ્રમાણે કામ કરવાની અને જિંદગી જીવવાની આઝાદી આપે છે. અમેરિકા માને છે કે બધી જ વ્યક્તિ એક સમાન હોય છે.


ક્રિકેટનો ‘ભગવાન’ સચિન પણ એના બોલથી ડરતો હતો

આજે ભલે વિશ્વના તમામ બોલરો સચિનના નામ માત્રથી ડરી જતા હોય પરંતુ એક સમય એવો પણ હતો કે જ્યારે આ મહાન ખેલાડીને 90ના દશકના શ્રેષ્ઠ બોલરના બોલનો સામનો કરતા ડર લાગતો હતો. સચિને તેની 21 વર્ષની કારકિર્દી દરમિયાન, મેગ્રા, મુરલીધરન, શેન વોર્ન સહિતના ઘણા સારા બોલરોનો સામનો કર્યો છે. અને બધાને દિવસે તારા દેખાડી દીધા છે. પરંતુ છ ફૂટ સાત ઇંચ ઉંચાઇ ધરાવતા વેસ્ટ ઇન્ડિઝના ઝડપી બોલર એમ્બ્રોસને જોઇને સચિને પરસેવો છૂટી જતો હતો.એક ટીવી કાર્યક્રમ દરમિયાન હોસ્ટ તરીકે આવેલા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડીએ સચિનની ક્રિકેટ કારકિર્દી અંગે એક છૂપી વાત રજૂ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તે અને સચિન 1997માં પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ મેચ રમી રહ્યાં હતા. અમે બન્ને બેટિંગ કરી રહ્યાં હતા. ત્યારે વેસ્ટ ઇન્ડિઝના એ સમયના શ્રેષ્ઠ બોલર કે જેની ઝડપ અને બાઉન્સરથી ભલભલા ડરી જતા હતા. તે એમ્બ્રોસ બોલિંગ કરવા માટે આવ્યા હતા.એમ્બ્રોસે બોલિંગ નાંખી રહ્યો હતો. અને સચિન તેંડુલકર તે સમયે સ્ટ્રાઇક પર હતો. એમ્બ્રોસના બધા દડા સચિનની છાતી સુધી આવતા હતા. અને એ તમામ બોલને રમવામાં સચિન મુશ્કેલી અનુભવી રહ્યો હતો. જેથી સચિન સિદ્ધૂ પાસે આવ્યો હતો અને કહ્યું હતું કે, તે એમ્બ્રોસના બોલનો સામનો કરવા મગાતો નથી કારણ કે તેના બોલને રમવામાં તેને મુશ્કેલી થઇ રહી છે. તેથી તમે જ શક્ય તેટલા એમ્બ્રોસના બોલ રમો.


ઓસામાના 9/11 સામે સ્વામી વિવેકાનંદનું 9/11

આજે 9/11ની વાત કરવી છે. પણ આજે એ 9/11ની વાત કરવી છે કે જ્યારે ભારતના ધર્મધુરંધર, યુગપુરુષ સ્વામી વિવેકાનંદે શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં ભારત અને હિંદુ ધર્મનો વિજય ધ્વજ ફરકાવ્યો હતો. આ ધ્વજ કોઈ યુદ્ધ કરીને, કોઈ હિંસા કરીને કે કોઈ પ્રકારની બળજબરીથી પામેલા વિજયથી ફરકાવામાં આવ્યો ન હતો. પણ પ્રેમ, સમજણ અને જ્ઞાન દ્વારા સ્વામી વિવેકાનંદે ભારતમાં જન્મેલા અને વિશ્વમાં અનેક સ્વરૂપે પ્રસરેલા સનાતન હિંદુ ધર્મની ધ્વજ પતાકા પોતાના ઓજસ્વી ભાષણથી ફેલાવી હતી.આ પણ અમેરીકા પર એક હુમલો હતો, પણ આ હુમલો હતો અમેરીકા અને અન્યોના જ્ઞાનના ગરુર પરનો હુમલો. આ એવો હુમલો હતો કે જેમાં એક પણ વ્યક્તિ શારીરિક કે માનસિક રીતે ઘાયલ થઈ ન હતી કે મૃત્યુ પામી ન હતી. હા, ત્યાં ઉપસ્થિત સેંકડો લોકો સ્વામી વિવેકાનંદના હિંદુ ધર્મ ચિંતન અને તત્વજ્ઞાનથી નતમસ્તક જરૂર થઈ ગયા હતા. સ્વામી વિવેકાનંદે કદાચ 11 સપ્ટેમ્બર, 1893ના દિવસે જ ઓસામા બિન લાદેનના દોરી સંચાર હેઠળ 11 સપ્ટેમ્બર, 2001ના રોજ થનારા અમેરીકા પરના ભીષણ આતંકવાદી હુમલાને કદાચ જોઈ લીધો હશે. કારણ કે સ્વામી વિવેકાનંદના વિશ્વ ધર્મ પરિષદના ઉદઘાટન વખતે બોલાયેલા શબ્દો તેના સાક્ષી છે


લાચાર ધોનીની બકવાસ ફરિયાદો

શ્રીલંકામાં યોજાયેલી ત્રિકોણીય વન-ડે ક્રિકેટ શ્રેણીમાં ભારતે આખરે મરતાં મરતાં ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને થોડી ઘણી લાજ બચાવી હતી પરંતુ ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં પ્રવેશતાં અગાઉ ભારતીય બેટ્સમેને (અને બોલર્સે પણ) જે કંગાળ રમત દાખવી હતી તે માફ કરી શકાય તેવી નથી. ક્રિકેટમાં ફોર્મ ઘણું મહત્વનું છે અને દરેક મેચમાં તમારી મરજી મુજબની ટીમ જીતે જ તે જરૂરી પણ નથી તે મંજુર પણ આખરે પ્રોફેશનલ ટીમની પણ કોઈ જવાબદારી બનતી હોય છે અને તેને સ્વીકારવામાં સુકાની તરીકે મહેન્દ્રસિંહ ધોની નિષ્ફળ ગયો છે.ટીમ થાકી ગઈ છે અને વધુ પડતી મેચોની ફરિયાદ કરવાની હવે ધોનીને આદત પડી ગઈ છે. વેસ્ટ ઇન્ડીઝમાં ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપ પછી પણ ધોનીએ આવી જ ફરિયાદ કરી હતી અને તેમાં પાર્ટીઓને પણ સામેલ કરી હતી પરંતુ એમ લાગે છે કે ધોની કાંઈ વિચાર્યા વિના જ ફરિયાદ કે બહાનાં દર્શાવી રહ્યો છે. તાજેતરમાં જ ધોનીએ બીસીસીઆઈને આગામી કાર્યક્રમ બદલવા તથા ભારતમાં યોજાનારા વન-ડે વર્લ્ડ કપ અગાઉ મેચોની સંખ્યા ઘટાડવાની વિનંતી કરી હતી. ભારતીય ટીમ પ્રવાસી ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની મેચની સંખ્યામાં ઘટાડો કરવા માગતી હતી પરંતુ બીસીસીઆઈએ આવો કોઈ પત્ર કે ઇમેલ તેમને મળ્યો નથી તેમ કહીને ધોનીની વાત ઉડાડી દીધી હતી


'મુન્ની'એ સેહવાગને ક્લિન બોલ્ડ કર્યો

ટીમ ઇન્ડિયાના વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ હાલ રજાઓનો લાભ લઇ રહ્યો છે. ક્રિકેટમાંથી સમય મળ્યા બાદ સેહવાગ પોતાના ફેવરિટ સ્ટાર સલમાન ખાનની ફિલ્મ જોવા ગયો હતો. જેમાં તે સલમાનની ભાભી એટલે કે મલાઇકા અરોરા ખાનના આઇટમ ડાન્સ મુન્ની બદનામ હુઇ પર ફીદા થઇ ગયો હતો.વીરુએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર સલમાનની નવી ફિલ્મ દબંગના ભરપેટ વખાણ કર્યા છે. સેહવાગે પોતાના ફોલોઅર્સને અપીલ કરી છે કે તેઓ પણ સલમાનની નવી ફિલ્મ દબંગ જોવા માટે જાય.સેહવાગે ટ્વિટર થકી પોતાના પ્રશંસકોને ઇદ મુબારક પણ કહ્યું હતું. સેહવાગે જ્યારથી સોશિયલ નેટવર્કિંગ સાઇટમાં પ્રવેશ કર્યો છે. ત્યારથી તે તેના પ્રશંસકોના સંપર્કમાં રહી રહ્યો છે. ક્યારેક તે જીવનની કેટલીક સારી-નરસી પળો અંગે વાત કરે છે. તો ક્યારેક તે ફેસબૂક પર સ્પર્ધાઓ યોજે છે.


અક્કી-પ્રિયંકા સાથે હોવાથી ટ્વિકંલની ઉંઘ હરામ

ફિલ્મ અંદાઝ અને એતરાઝનાં મેકિંગ વખતે પ્રિંયકા અને અક્ષય વચ્ચેનાં પ્રેમ પ્રકરણની ચર્ચા જોરે શોરે ચગી હતી. જોકે આ વાતોને વધુ પડતી વેગ મળતા ટ્વિકલે અક્ષયને કડક શબ્દોમાં જણાવી દીધુ હતુ કે તે પ્રિયંકા સાથે હવે કોઈ કામ કરશે નહી.જેને કહ્યાગ્રા પતિએ અત્યાર સુધી માન્ય પણ રાખ્યુ છે. પણ શું થાય આ ફિલ્મ સ્ટાર્સ તો ક્યાંયને ક્યાંય એકબિજા સાથે ભટકાઈ જ જાય છે. વર્ષ 2008માં હોંગ કોંગમાં એક શો દરમિયાન અક્કી પ્રિયંકા સામ સામે આવી ગયા હતાં તો હાલમાં તેઓ લાસ વેગાસમાં સાથે જોવા મળ્યાં હતાં.જોકે તેઓ બન્ને એકલા સાથે જોવા મળ્યાં ન હતાં તેમની સાથે રિતીક રોશન અને કેટરિના કૈફ પણ હતાં. છતાં બન્ને જાણે કેટલાંય વર્ષોનાં છુટા પડેલાં પ્રેમી પંખિડા ન હોય તેમ જણાઈ આવતુ હતું.આ વાત કદાચ ટ્વિંકલની ફરી એક વખત ઉંઘ હરામ કરી શકે છે. હવે જ્યાં સુધી પતિ અક્કી લાસ વેગાસમાં છે અને પ્રિયંકા પણ ત્યાં છે આ વાતનો ઉચાટ તો ટિનાબેબીને રહેવાનો એ તો સાવ સામાન્ય વાત છે.


અમદાવાદમાં હળવાં ઝાપટાં : કુલ ૧૪૨ ટકા વરસાદ

અમદાવાદમાં શુક્રવારે હળવાં ઝાપટાં પડ્યાં હતાં. આ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૪૨ ટકા વરસાદ થયો છે.શહેરમાં શુક્રવારે કાળા વાદળોની આવન-જાવન વચ્ચે સવારે રાબેતા મુજબ તડકો પડ્યો હતો. બપોર બાદ વાતાવરણમાં બદલાવ આવ્યો હતો સાથે શહેરમાં વિવિધ જગ્યાએ હળવા ઝાપટાં નોંધાયાં હતાં. ગઈકાલે પડેલા બે ઇંચ વરસાદ સાથે અમદાવાદમાં સિઝનનો કુલ વરસાદ ૪૫ ઇંચ થયો છે. જે સરેરાશ વરસાદથી ૧૩ ઇંચ વધારે છે. શહેરમાં ગુરુવારે ધોધમાર બે ઈંચ વરસાદ વરસ્યો હતો.


ગણેશોત્સવમાં દર્શનાર્થે મુખ્યમંત્રી વડોદરા આવશે

ગણેશોત્સવના પ્રારંભની સાથે જ સેવાસદનની ચૂંટણીનો માહોલ પણ છવાઇ જવાનો છે ત્યારે મુખ્યમંત્રી શહેરમાં ગણેશજીનાં દર્શનાથેઁ આવે તેવું આયોજન થઇ રહ્યું છે.મહાનગર સેવાસદનની ચૂંટણી તા.૧૦ ઓક્ટોબરના રોજ જાહેર કરી દેવામાં આવી છે અને તેના માટેના ફોર્મ તા.૨૦મીના રોજથી વિતરણ કરવાનાં શરૂ કરવામાં આવનાર છે.ગણેશોત્સવમાં જ ચૂંટણીનો પ્રચાર પુરજોશમાં કરવાનો વારો આવ્યો છે ત્યારે આ સંજોગોમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ વડોદરાના ગણેશજીનાં દર્શનાર્થે આવે તેવું મનાઇ રહ્યું છે.


ઉકાઈના પાણીથી ઓવારા ઊભરાયા

ઉકાઈ ડેમમાંથી શુક્રવારે સવારે ૧૦ વાગ્યાથી છોડાયેલાં સરેરાશ ૨. ૩૦ લાખ ક્યુસેક્સ પાણીના લીધે સાંજે ૪ વાગ્યે શહેરના રાંદેર, વરિયાવ, ભરીમાતા, સિંગણપોરમાં પાણી બેક મારતાં ફ્લડ ગેટ બંધ કરાયા હતા. વરિયાવના રોહિત ફિળયામાં તથા મોરાભાગળ, ધાસ્તીપુરામાં ગટરનાં પાણી રસ્તા પર ફરી વળ્યાં હતાં, જ્યારે રાંદેર હનુમાન ટેકરી, ભરીમાતા, સિંગણપોર સાથે સંકળાયેલા ધાસ્તીપુરા વગેરે વિસ્તારોમાં ગટરનાં પાણી બેક મારતાં ડીવોટરિંગ પમ્પ ચાલુ કરી પાણીનો નિકાલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.શુક્રવારે વહેલી સવારથી છોડાઈ રહેલું ૨.૩૦ લાખ ક્યુસેક્સ પાણી રાત્રે ૧૨ વાગ્યા સુધી તાપી નદીમાં ચાલુ રહેશે, જેની અસર વહેલી સવાર સુધી શહેરના રાંદેર, કતારગામ ઝોનના આ વિસ્તારોમાં રહેશે. પાલિકા કમિશનર કુ. અપર્ણાએ શુક્રવારે સવારે ૧૧ વાગ્યે પાલિકાના સમગ્ર તંત્રને સાવચેતીનાં તમામ પગલાં લેવાના આદેશો કર્યા હતા. રાંદેર, કતારગામ ઝોનલ કચેરીએ તમામ ફ્લડ ગેટ પર ટીમ તૈનાત કરી હતી.


વ્યક્તિત્વની સાથે ચારિત્ર્યનું નિર્માણ પણ ખાસ જરૂરી

વ્યક્તિત્વના નિર્માણ સાથે ચારિત્ર્ય નિર્માણ અને નિવ્ર્યસની રાષ્ટ્રના નિર્માણ માટે, બેઈમાની અને અન્યાય સામે ભાવનગરવાસીઓને અવાજ ઉઠાવવા યોગ ગુરૂ બાબા રામદેવજી મહારાજે આહવાન કર્યું હતું.પતંજલિ યોગ સમિતિ દ્વારા શનિવારે જવાહર મેદાનમાં આયોજિત નિ:શુલ્ક યોગ શિબિરમાં યોગાચાર્ય બાબા રામદેવજી મહારાજે સૌને ઋષિ સંસ્કૃતિ અપનાવવા અનુરોધ કરી ઉમેર્યું હતું કે, સ્વીસ બેન્કમાં રહેલા ૫૮ લાખ કરોડ પરત લાવવા જોઈએ. ભારતના પૈસા ભારતમાં જ રહેવા જોઈએ. તેઓ નજીકના ભવિષ્યમાં રાજકીય દબાણ લાવવા માંગતા નથી.યોગ શિબિરમાં સારી એવી જનમેદનીને યોગાચાર્યએ યોગના અદ્દભુત કરતબો શિખવી શિબિરાર્થીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. ભારત સ્વાભિમાન યાત્રા ગુરૂવારે મોડીસાંજે આવી પહોંચતા સ્વાગત કરાયું હતું. આજે શનિવારે સવારે શિબિર બાદ યોગ શિક્ષકો અને કાર્યકરો સાથે બેઠક યોજી અક્ષરવાડીથી ભારત નિર્માણ યાત્રા મુખ્ય માર્ગો પર ફરી બોટાદના અલમપર ગામે જવા રવાના થઈ હતી.


ભુજ JICમાંથી સૌથી વધુ ૧૭ પાક. કેદીઓ મુક્ત કરાયા

૪૦૦થી વધુ ભારતીય માછીમારોને મુક્ત કરવાની પાકિસ્તાનની સદ્દભાવનાના પ્રતિઉત્તરમાં ભારતે ૩૧ જેટલા પાકિસ્તાન કેદીઓ અને અટકાયતીઓને છોડી મુક્યા છે તેમાના અડધાથી વધુ ૧૭ માત્ર કચ્છના જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં રખાયા હતા. આ ૧૭ જણને આજે ખાસ બસ દ્વારા વાઘા બોર્ડરે રવાના કરાયા છે.કચ્છ પોલીસ વડાએ આજે આ અખબાર સાથેની વાતચીતમાં આ વાત છતી કરી હતી. જે.આઇ.સી.ના વડા બી.બી.ઝાલા જેઓની એસએફની એક ટુકડી સાથે આ ૧૭ જેટલા પાકિસ્તાનીઓને પંજાબ લઇ જઇ રહ્યા છે તેમણે રસ્તામાં મોબાઇલ પર જણાવ્યું હતું કે, આ ૧૭ જણામાં ૩ એવા પાકિસ્તાની છે.જેમણે તેમની સજા પૂરી કરી છે, જ્યારે બાકીના ૧૪ માછીમારો છે જેમને અહીં જેઆઇસીમાં રાખવામાં આવ્યા હતા. તેમણે કહયું કે તેઓ સીધા પંજાબ તરફ જઇ રહ્યા છીએ, જ્યાં આ ૧૭ પાકિસ્તાનીઓને ભારત પાર વાઘા સરહદે પાકિસ્તાન સત્તાવાળાઓને સોંપી દેવાશે, અમે રવિવારે સવારે વાઘા સરહદે પહોંચશું.દરમિયાનમાં જેઆઇસીમાના સૂત્રોએ કહ્યું હતું કે, હજુ સુધી જેઆઇસીમાં ૪૭ પાકિસ્તાનીઓ છે જે મોટા ભાગે માછીમારો છે અને તેમને છોડી મૂકવા અંગે કોઇ હુકમો ભારત સરકાર તરફથી આવ્યા નથી અમે તેમને અહીંથી પંજાબ પહોંચાડવાની તમામ તૈયારીઓ રાખી છે.


કચ્છમાં આજથી ગજાનનના ગુણગાન ગવાશે

દરેક શુભ કાર્યોના પ્રારંભ પૂર્વ જેને અચૂક નમન કરાય છે તેવા દુંદાળા દેવ ગણેશના ઉત્સવનો આજથી કચ્છભરમાં આરંભ થશે. સામાન્ય રીતે ત્રણથી પાંચ દિવસ થનારી આ ઉજવણી દરમિયાન યોજાનારા વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કચ્છીઓ પણ ગજાનનના ગુણગાન ગાવા લીન થશે.ગણેશ ચતુર્થીની પૂર્વ સંધ્યાએ ભુજ અને ગાંધીધામ ઉપરાંત તાલુકા મથકોએ મોદક પ્રિયની મૂર્તિઓ ખરીદવા ભાવિકો ઉમટયા હતા. એક અંદાજ પ્રમાણે ભુજમાં જ નાના-મોટા ૮૦ જેટલા પંડાલોમાં ગણેશની સ્થાપના થશે. જેની ઉજવણી માટેની તૈયારીને આખરી ઓપ આપવા યુવાનો વ્યસ્ત બન્યા હતા.શનિવારે સવારે બીજું ચોઘડિયું શુભ હોવાથી ૮ વાગ્યા પછી અબિલ ગુલાલની છોળો સાથે વાજતે ગાજતે વિઘ્નહર્તાની વિવિધ પંડાલો તેમજ ઘરોમાં સ્થાપના કરાયા બાદ તેની આરતી ઉતારી ગણેશોત્સવનો આરંભ થશે.શ્રાવણની સાથે મેળાની મોસમ પૂરી થતાં જ ઉજવાતા આ ઉત્સવમાં રાત્રિની રોનક જાણે નવરાત્રિની છડી પોકારતી હોય તેમ અનેક ગ્રૂપો દ્વારા દાંડિયારાસની રમઝટ બોલાવાશે, તો ગુજરાતી સાહિત્યને જીવંત રાખતા લોકડાયરા અને સંતવાણીના કાર્યક્રમોમાં પણ પાર્વતી પુત્રનો મહિમા ગવાશે.


બોલિવૂડમાં ફક્ત ખાન જ ઈદ નથી ઉજવતા

જો આપને લાગતું હોય કે બોલિવૂડમાં ઈદનો તહેવાર ફક્ત ખાન પરિવારો સુધી જ સીમિત છે તો તો આપ ખોટા છો કારણ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવાં કેટલાયે પરિવાર છે જે હિન્દુ અને મુસ્લિમ મિક્સ ફેમિલી છે અને તેઓ ઈદનો તહેવાર પૂરા હર્ષોલ્લાસથી ઉજવે છે.મુસ્લિમ ઓળખ હોવા છતાં હિન્દુ રીતિ રિવાજોને પણ માન સમ્માન આપવું ઘણું જ અઘરુ છે. આ વાત તો સૌ કોઈ જાણે છે કે ઘર્મ દરેક વ્યક્તિનાં જીવનમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ગમ્મે તેટલાં મોટા સ્ટાર હોય તે વાત તો માને જ છે અને તેઓ તેમની પરંપરા નિભાવે પણ છે.એમાં કોઈજ શંકા નથી કે હિન્દુ પરિવાર વાળા પણ પુરા હર્ષો ઉલ્લાસથી અને શ્રધ્ધાથી ઉજવે છે જેવી રીતે કોઈ મુસ્લિમ ફેમીલી ઉજવે છે. તો ચાલો આજે આપણે એવા જ કેટલાંક પરિવારની વાત કરિયે જે ખાન નથી છતાં ઈદનો તહેવાર એટલાં જ જુસ્સા અને જોમથી ઉજવતા હતા અને આજે પણ ઉજવે છે.

No comments:

Post a Comment