શ્રાવણના છેલ્લા સોમવારે શિવાલયોમાં ભાવિકો ઊમટશે
તા. ૬ સપ્ટેમ્બરે શ્રાવણના છેલ્લા સોમવારની ભાવ ભક્તિ ભેર ઉજવણી થશે અને સમગ્ર શહેર-જિલ્લામાં શિવ આરાધકો વહેલી સવારથી જળાભિષેક માટે દૂધ અને પૂજા-આરતીની સામગ્રી સાથે શિવાલયોમાં ઉમટી પડશે.વિવિધ તહેરવારો-ઉત્સવોમાં સવિશેષ મહત્વ ધરાવતા પવિત્ર શ્રાવણ માસમાં સોમવારનું સવૉધિક મહત્વ હોવાથી દિવસભર શિવ મંદિરોમાં ભાવિકોનો ઘસારો જોવા મળશે સાથો-સાથ દર વર્ષની માફક શિવાલયોમાં ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે. શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હોવાથી વેરાવળના સોમનાથ તથા દ્વારિકાના નાગેશ્વર મહાદેવના મંદિરે લાખો ભાવિકો દર્શનનો લાભ લેશે.ભગવાન શિવજીની પૂજા ઉપાસના માટે અન્ય સોમવાર કરતા શ્રાવણ માસના સોમવારનું વિશિષ્ટ મહત્વ છે. ચાલુ શ્રાવણ માસમાં આવતા દરેક સોમવારે વિવિધ પ્રકારના ધાન્યથી શિવપૂજા કરવામાં આવે છે. જેમાં પ્રથમ સોમવારે સફેદ તલથી, બીજા સોમવારે ચોખાથી, ત્રીજા સોમવારે મગથી અને ચોથા સોમવારે જવથી પૂજા કરવાથી ભગવાન આશુતોષ પ્રસન્ન થાય છે અને સર્વમનો કામના પુરી કરે છે. આથી આ સોમવારે ભગવાન આશુતોષની જવના ધાન્યથી પૂજા કરી શિવ આરાધકો ધન્યતાનો અનુભવ કરશે.
જળાશયો, નદી, ઝરણાં હોટ ફેવરિટ રહ્યા
છેલ્લું અઠવાડિયું આખુ સૌરાષ્ટ્ર ‘જન્માષ્ટમી ફીવર’માં ઝકડાયેલું હતું. આ વખતે સાતમ સુધી ધોધમાર વરસાદ ચાલુ હતો અને મેઘરાજા જન્માષ્ટમીના તહેવારોની રંગત બગાડશે એવા ચિહ્નો વર્તાતા હતા. પણ મેઘરાજાએ આ વખતે ટાંકણે જ વિરામ રાખીને ‘મહેર’ કરી. અને ઉત્સાહથી થનગનતા લોકોએ મનભરીને એ તહેવારોની રજા માણી. બુધવારથી રવિવાર સુધી લાખો લોકો સહપરિવાર હરવા ફરવા નીકળી ગયા. કોઇ દૂરના સ્થળે ગયા, તો કોઇઓ નજદીકના સ્થળો ઉપર પસંદગી ઉતારી. નદી, ઝરણાં અને જળાશયો સહેલાણીઓથી છલકાઇ ગયા. પ્રકૃતિના ખોળે મુક્ત મને લોકોએ તહેવારોની ઉજવણી કરી.રોજિંદી જિંદગીથી દૂર હટીને જીવનને કાંઇક અલગ રીતે માણવાની તક તહેવારો પૂરી પાડે છે. આ વર્ષે ખૂબ સારો વરસાદ થતાં ધરતી લીલીછમ બની છે. પ્રકૃતિ સોળે કલાઓ ખીલી ઉઠી છે. જળાશયો છલકાયા છે. નદીઓમાં નવા નિર્મળ નીર વહી રહ્યા છે. ઝરણાંઓ સંચય બનીને ઉછળકૂદ કરી રહ્યા છે. આવું સુંદર વાતાવરણ હોય ત્યારે માનવી એનાથી મુગ્ધ થયા વગર કઇ રીતે રહી શકે ?
કેટના હજી પણ સલમાનની બેન સાથે સંબંધો
કેટરિના અને સલમાનના સંબંધો કઈ પ્રકારના છે તે હજી સુધી ખબર પડી નથી. કેટરિનાને આજે પણ સલમાન ખાનના પરિવાર સાથે સારો સંબંધ રાખી રહી છે. કેટરિના અને સલમાનની બેન અલ્વીરા ફિલ્મ સીટિમાં સાથે જોવા મળ્યા હતા.ફિલ્મ દબંગનું સ્ક્રીનિંગ હતું અને આ સમયે ફિલ્મના કલાકારો અને યુનિટ સભ્યો હાજર રહ્યા હતા. ફિલ્મનું સ્ક્રીનિંગ ફિલ્મ સિટીના એડલેબ્સમાં યોજવામાં આવ્યું હતું. બરાબર તેની સામે કેટરિના ફિલ્મ તીસ માર ખાનનું શુટિંગ કરી રહી હતી.જ્યારે ખાન પરિવાર આવ્યો ત્યારે તેઓએ તીસ માર ખાનની ટીમને સ્ક્રીનિંગમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું.સલમાનની બેન અલવીરા તીસ માર ખાનના સેટ પર ગઈ હતી. અલવીરા અને કેટરિના વચ્ચે ગાઢ સંબંધો જોવા મળ્યા હતા. જો કે તીસ માર ખાનની ટીમ દબંગ જોવા જઈ શકી નહોતી.સોનુ સુદે પણ સ્વીકાર્યુ હતું કે, ફરાહ અને તેની ટીમ ફિલ્મના સ્ક્રીનિંગમાં હાજર રહી નહોતી.
ભારતીયોમાં વધી જાનવરો સાથે સેક્સ કરવાની પ્રવૃતિ!
ચેન્નઈમાં ત્રણ સપ્ટેમ્બરથી પાંચ સપ્ટેમ્બર સુધી સેક્સોલોજી પર થયેલા એક રાષ્ટ્રીય સંમેલનમાં કેટલીક એવી વાતો સામે આવી કે જે ભારતીયોની બદલાતી સેક્સ પ્રવૃતિ તરફ ઈશારો કરી રહી છે. સંમેલનમાં ગ્રામીણ ક્ષેત્રના યુવાનોમાં ભેંસો સાથે યૌન ક્રિયાઓ કરવાની, મહિલાઓ દ્વારા પાળતું કૂતરાંને સેક્સ શિખડવાડવું અને ધુમક્કડ પ્રવૃતિઓના લોકો દ્વારા સેક્સ કરવા માટે સાથીઓની શોધ જેવા મામલાઓ સામે આવ્યા છે.જો કે સંમેલનમાં એ નિષ્કર્ષ પર પહોંચી શકાયું ન હતું કે ભારતીય દંડ સંહિતાની કલમ-377 હેઠળ ગેરકાયદેસર અપ્રાકૃતિક સેક્સ યોગ્ય છે કે અયોગ્ય? ડોકટર આ સંદર્ભે કોઈ ઠોસ અભિપ્રાય વ્યક્ત કરી શક્યા ન હતા. સંમેલનમાં થયેલી ચર્ચાના જવાબોથી વધારે સવાલો સર્જાયા હતા. પરંતુ મોટાભાગના ડોકટરો એ વાત પર સંમત દેખાયા કે ભારતીયોમાં જાનવરો સાથે સેક્સ કરવાની પ્રવૃતિ વધી રહી છે.
‘રેકોર્ડિંગની ખબર હોત તો આવું ન કહ્યું હોત’
બ્રિટિશ ટેબ્લોઇડ દ્વારા જે ઇન્ટર્વ્યું પ્રકાશિત કરવામાં આવ્યું છે તે ખોટું હોવાનું કહેનાર પાકિસ્તાનના ટેસ્ટ ઓપનર યાસિર હમીદે આક્ષેપ કર્ય છે કે, બ્રિટિશ ટેબ્લોઇડ દ્વારા આ ખોટી સ્ટોરી માટે પૈસા અને બ્રિટિશ પાસપોર્ટની ઓફર કરવામાં આવી હતી.ટેબ્લોઇડે યાસિરના હવલાથી પ્રકાશિત કર્યું હતું કે, પાકિસ્તાનની મોટાભાગની મેચો ફિક્સ હોય છે. અને તેણે ઘણા બૂકીઓની ઓફરો ઠૂકરાવી હતી. જો કે, આ અહેવાલ પ્રકાશિત થયા બાદ પાક ક્રિકેટમાં ભૂકંપ આવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ ગઇ હતી. યાસિરે ટેબ્લોઇડે છાપેલા ઇન્ટર્વ્યુંને ખોટું ગણાવ્યું હતું.યાસિર હમીદે કહ્યું કે, મને ખબર ન હતી કે કોઇ મારું રેકોર્ડિંગ કરી રહ્યું છે. એ વ્યક્તિ મારી પાસે આવ્યો અને બેટ સ્ટિકરની સ્પોન્સરશીપ અંગે ચર્ચા કરવા માગતો હતો. તેણે ન્યૂઝ ઓફ વર્લ્ડમાં પ્રકાશિત થયેલા અહેવાલ અંગે વાતચીત કરી હતી. અને મે જે બન્યુ તે જણાવ્યું હતું. મે તેની સાથે સામાન્ય ચર્ચા કરી હતી.
કેટરિનાએ પેટ પ્રદર્શન કર્યુ
પ્રકાશ ઝાની ફિલ્મ રાજનીતિમાં કમાલનો અભિનય આપીને લોકોની વાહવાહ મેળવનાર કેટરિના કૈફ ફિલ્મ તીસ માર ખાનમાં આઈટમ ડાન્સ કર્યો છે. આ આઈટમ સોન્ગ 90ના દાયકાની હિટ ફિલ્મ હમનું ગીત જુમ્મા ચુમ્મા દે દેનું નવું વર્ઝન છે.આ ગીતમાં અમિતાભ બચ્ચન અને કિમી કાટકર હતી. કેટરિનાએ કહ્યું હતું કે, તે આઈટમ ગર્લ બની છે. તેને આઈટમ સોન્ગ કરવાની ઘણી જ મજા આવી હતી. આ ગીત પર તેણે જોરદાર ડાન્સ કર્યો છે. આ ગીતનું શુટિંગ થતું હતું ત્યારે કેટ ઘણી જ ઉત્સાહિત હતી. કેટ ડાન્સ કરતી હતી અને તેની આજુ-બાજુ યુવકો બિયરના ગ્લાસ લઈને ડાન્સ કરતાં હતા.આ આઈટમ સોન્ગમાં કેટરિનાએ ભરપુર અંગપ્રદર્શન પણ કર્યુ છે. કેટિરનાએ પોતાનું પેટ બતાવ્યું છે. આ અંગે કેટે જણાવ્યું હતું કે, તેણે આ રીતે અંગપ્રદર્શન ન કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે જ્યારે ફરાહ ખાને તેને આખુ પેટ બતાવવાની વાત કરી તો તે શરૂઆતમાં મુંઝાઈ ગઈ હતી. જો કે તેને ફરાહ પર વિશ્વાસ હતો અને તેથી જ તે અંગ પ્રદર્શન કરવા તૈયાર થઈ ગઈ હતી.યુવતીની છાતી અને પેટ વચ્ચેનો ભાગ સૌથી ઉત્તેજક ભાગ છે. હું મારી કોઈ પણ ફિલ્મમાં પેટ બતાવવા તૈયાર નહોતી. જો કે તીસ માર ખાન બાદ કોઈ પણ ફિલ્મમાં આ રીતે અંગ પ્રદર્શન કરીશ નહિ, તેમ કેટે ઉમેર્યુ હતું.ફરાહ ખાન કેટરિનાના કામથી ઘણી જ ખુશ છે અને તેણએ કહ્યું હતું કે, કેટરિના પેટ બતાવવા બિલકુલ તૈયાર નહોતી પરંતુ તે માની ગઈ તે વાત અમારા માટે ઘણી જ ખુશીની છે.
એપ્પલનો નવો આઈપૉડ લૉન્ચ
એપ્પલ કંપનીએ પોતાનુ નવુ આઈપૉડ 'શફલ' બજારમાં લૉન્ચ કરી દીધુ છે. કંપનીનુ કહેવુ છે કે આઇપૉડના લુકમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર છે. કંપનીએ આઈપૉડ 'શફલ પ્લેયર'ના બટનની સાઇઝ હવે ખાસ્સી નાની કરી દીધી છે. આ સાથે હવે તેમાં પ્લે-લિસ્ટ બનાવવાની સુવિધા પણ આપવામાં આવી છે.આ ઉપરાંત શફલ પ્લેયરમાં 15 કલ્લાક સુધીનો બેટરી બેક અપ પણ મળશે, જે પહેલાની સરખામણીમાં ખાસ્સો વધારે છે. નવા શફલ પ્લેયરની કિંમત 49 ડૉલર એટલે કે 2300 રૂપિયા રાખવામાં આવી છે. આ પાંચ અલગ અલગ રંગોમાં ઉપલબ્ધ છે.નવા શફલ પ્લેયરમાં 2 જીબી મેમરી આપવામાં આવી છે. અને હવે તમે આમાં પોતાનો હેડફોન પણ ઉપયોગ કરી શકો છો, જે શફલના જુના મોડલમાં શક્ય નહોતુ. આઈપૉડના નવા મૉડલ્સને લૉન્ચ કરતા એપ્પલ કંપનીના કો-ફાઉન્ડર સ્ટીવ જૉબ્સે કહ્યુ કે ઓ નવો આઇપૉડ લોકોને ખાસ્સો પસંદ આવશે.
શીલજમાં પ્રેમી યુગલ પર મધરાતે હુમલો
શીલજ ઓવરબ્રિજ પર રવિવારે મધરાત્રે પ્રેમી યુગલ પર થયેલા હુમલામાં યુવકનું મોત નિપજ્યું હતુ, જ્યારે ગંભીર હાલતમાં યુવતીને હોસ્પિટલ ખસેડાઇ હતી. જયાં યુવતીએ તેમના પર થયેલા હુમલામાં લૂંટની ફરિયાદ નોંધાવી છે. જો કે પોલીસ સુત્રોએ અદાવતમાં પ્રેમી યુગલ પર હુમલો થયો હોવાની આશંકા વ્યકત કરી છે.પોલીસ સુત્રોનાં જણાવ્યા અનુસાર, શીલજ ઓવરબ્રિજ પર રવિવાર રાત્રે ૧૦.૪૫ વાગ્યે બાઇક પર બેઠેલા એક પ્રેમી યુગલ પર કેટલાક અજાણ્યા બાઇક સવારો જીવલેણ હુમલો કરી નાસી છુટયા હતા. જેમાં યુવકને ગંભીર ઇજા થતા તેનું મોત નિપજ્યું હતુ, જ્યારે યુવતીને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઇ હતી. દરમિયાન યુવતીએ પોલીસને જણાવ્યું હતુ કે હુમલાખોરો તેના ગળામાંથી સોનાની કિંમતી ચેઇન તોડી નાસી છુટયા હતા. જેથી લૂંટના ઇરાદે તેમનાં પર હુમલો થયો હતો.બીજી તરફ પોલીસ સુત્રોએ આ હુમલો કોઇ અદાવતમાં થયો હોવાની આશંકા વ્યકત કરી છે. જો કે પીએસઆઇ રવિ પટેલના જણાવ્યા અનુસાર હાલ પોલીસે તમામ દિશામાં તપાસ હાથ ધરી છે.
એસટી બસે લીધો વિદ્યાર્થીનો જીવ...
મિત્રની બાઇક પાછળ બેસીને કોલેજ જઇ રહેલા એક અન્જીનીયરિંગનાં વિદ્યાર્થીનું એસટી બસની અડફેટે મોત નિપજતા કમકમાટી વ્યાપી ગઇ છે. એંજીનીયરીંગના ફર્સ્ટ સેમીસ્ટરમાં ભણતો વિદ્યાર્થી તેના કુટુંબમાં એકનો એક દિકરો હોવાનું પણ જાણવા મળ્યું છે.પોલીસ સુત્રોનાં જણાવ્યા અનુસાર, નરોડાની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતો યતીન મનોજભાઇ પટેલ નરોડા નજીકની એક એંજીનીયરીંગ કોલેજમાં ઓટો મોબાઇલનાં ફર્સ્ટ સેમીસ્ટરમાં અભ્યાસ કરે છે.યતીન સોમવારે સવારે ૭ વાગ્યે તેના મિત્રની બાઇક પાછળ બેસીને કોલેજ જઇ રહ્યો હતો, ત્યારે પાછળથી આવેલી એક એસટી બસે બાઇકને અડફેટે લીધી હતી. જેમાં બાઇકની પાછળ બેઠેલો યતીન રસ્તા પર ફસડાઇ પડ્યો હતો અને બસનું પૈડુ તેના પરથી ફરી વળ્યું હતુ. જ્યારે તેના બાઇક ચાલક મિત્રને ઘટના જોઇ દોડી આવેલા લોકોએ હોસ્પિટલ ખસેડ્યો હતો. આ અંગે નરોડા પોલીસે બસ ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ડિપ્લોમા ઈજનેરીના ચોથા સેમેસ્ટરની પરીક્ષાનું પરિણામ જાહેર
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા ગત જુલાઈમાં લેવામાં આવેલ ડિપ્લોમા ઈજનેરી ચોથા સેમેસ્ટરની પરીક્ષાનું ૬૧.૨૭ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.જીટીયુની સાથે સંકળાયેલ ૫૭ ડિપ્લોમા ઈજનેરી કોલેજોના ચોથા સેમેસ્ટરની રેગ્યુલર પરીક્ષા જુલાઈ-૨૦૧૦માં લેવામાં આવી હતી. આ પરીક્ષા આપવા માટે કુલ ૧૮,૧૧૩ વિદ્યાર્થીઓ બેઠા હતા. જે પૈકીના ૬૧.૨૭ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે ૩૮.૧૩ ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.ડિપ્લોમા ઈજનેરીની ચોથા સેમેસ્ટરની પરીક્ષામાં ટોપ ફાઈવ રેન્ક મેળવનાર કોલેજોમાં ફસ્ર્ટ રેન્ક પર સુરતની શ્રી તાપી બ્રહ્નચર્યાશ્રમ સભા, કોલેજ ઓફ ડિપ્લોમા એન્જિનિયરિંગ, સુરત આવી છે. આ કોલેજના કુલ ૩૦૯ વિદ્યાર્થીઓમાંથી ૨૪૦ વિદ્યાર્થીઓ પાસ થતા ૭૭.૬૭ ટકા પરિણામ આવ્યું છે.
વડોદરા : મણપ્પુરમ ગોલ્ડની બ્રાન્ચમાંથી ૬૦ લાખના દાગીનાની લૂંટ
વડોદરાના આજવા રોડ પર આવેલી મણપ્પુરમ ગોલ્ડ લી.ની બ્રાન્ચમાં રવિવારે ધોળા દિવસે રિવોલ્વર સાથે ત્રાટકેલા એક જ લૂંટારાએ ફાયરિંગ કરવા સાથે છ કર્મચારીઓને બાથરૂમમાં પુરી અંદાજે ત્રણ કિલો અને ૯૦૦ ગ્રામ વજનના રૂ.૬૦ લાખના સોનાના દાગીના તેમજ રૂ.૧.૫૦ લાખની રોકડ રકમની લૂંટ ચલાવી હતી.રોડ ટચ આવેલી ઓફિસમાં માત્ર દસ મિનિટના સમયગાળામાં રૂ.૬૦ લાખના દાગીના લૂંટ થતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસે લૂંટના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.બનાવની વિગત એવી છે કે, સોના પર લોન આપતી મણપ્પુરમ ગોલ્ડ લી.નામની કંપનીની બ્રાન્ચો દેશભરમાં કાર્યરત છે. આ કંપનીએ અપ્રિલ માસમાં આજવા રોડ પર કમલાનગર નજીક રોડ ટચ એક બિલ્ડીંગમાં તેની બ્રાન્ચ શરૂ કરી હતી.આ ઓફિસમાં બ્રાન્ચ મેનેજર તરીકે સુર્યકાંત મોરે, આસી. બ્રાન્ચ મેનેજર તરીકે કીરણ તેમજ અન્ય કર્મચારીઓમાં જૈમીન સોલંકી, સંધ્યા, સીમા અને પ્રિયંકા ફરજ બજાવે છે. રવિવારે ઓફિસમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ડી.એસ.એફ. સિક્યુરીટી કંપનીનો કર્મચારી અબ્દુલગની ફરજ પર તૈનાત હતો.બપોરે પોણા બે વાગ્યે એક યુવક કાળુ શર્ટ અને બ્લ્યુ જીન્સ પહેરીને ઓફિસમાં આવ્યો હતો. તેણે કર્મચારીઓ સાથે સોના પર લોન કેવી રીતે મળે છે તે અંગેની પૂછતાછ કરી હતી. આ યુવક હિન્દી અને ગુજરાતી ભાષામાં વાત કરતો હતો . તમામ જાણકારી મેળવ્યા બાદ મારો મિત્ર એડ્રેસ પ્રૂફ લઇને આવે છે તેમ જણાવી તે ઓફિસમાં બેઠો હતો.થોડો સમય બેઠા બાદ આ યુવક અચાનક જ ઊભો થયો હતો અને તેણે એક રાઉન્ડ ફાયરિંગ કરી કર્મચારીઓ પાસે લોકરની ચાવી માગી હતી અને ત્યાર બાદ સિકયુરિટી જવાન સહિતના ઓફિસમાં છ કર્મચારીઓનેે ઓફિસના બાથરૂમમાં પૂરી દીધા હતા.તમામને બાથરૂમમાં પૂર્યા બાદ લૂંટારાએ સીમા નામની કર્મચારીને બાથરૂમાંથી બહાર કાઢી હતી અને તિજોરીમાંથી અંદાજે રૂ.૬૦ લાખના દાગીના તેમજ દોઢ લાખની રકમ થેલામાં ભરી મહિલા કર્મચારીને ફરી બાથરૂમમાં પૂરી લૂંટારો શખ્સ ફરાર થઇ ગયો હતો.ધોળા દિવસે રોડ ટચ દુકાનમાં ઘૂસેલો એક લૂંટારો રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરી છ કર્મચારીઓને બાનમાં લઇ લાખોની લૂંટ કરવામાં સફળ થયો હતો. બનાવની જાણ થતાં પોલીસ કમિશનર રાકેશ અસ્થાના, ડી.સી.પી. ક્રાઇમ અશોક યાદવ, ડી.સી.પી. શ્રીમાળી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
માંડવી : માથામાં જીવડાં પડેલી બાળાને સિવિલમાં મળ્યું નવજીવન
માંડવી નજીકથી ૨૫ દિવસ પહેલા એક અજાણી અસ્થિર મગજની મહિલા પાસે તેની ૯ માસની બાળકી રડારડ કરી રહી હતી. આ બાળકીના માથામાં જીવડા પડી ગયા હતા. બાળકીના આખા શરીરે ચામડીની ડિસfઝ થઈ હતી.આ બાળકીને કોઈ રાહદારીએ નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જેને એફ-૪ વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી અને તેને સાફ કપડા આપી તેની યોગ્ય સારવાર શરૂ કરી હતી. નર્સિગ એસો.ના ઇકબાલ કડીવાલા અને નર્સિંગ સ્ટાફે જન્માષ્ટમીના દિને તેને કૃષ્ણના કપડા પહેરાવી તેના નિરસ જીવનમાં રસ ભરવાનો પ્રયાસ કર્યો હતો.૨૫ દિવસ બાદ આ બાળકીની તબિયત સારી છે અને વોર્ડના કર્મચારીઓએ તેનું નામ રચના પાડ્યું છે. તેને અનાથઆશ્રમમાં ખસેડવામાં આવશે.
સીમા દળના વડાએ કોટેશ્વરમાં સુરક્ષા વ્યવસ્થાની કરી સમીક્ષા
સીમા સુરક્ષા દળના મહાનિર્દેશક રમણ શ્રીવાસ્તવે સરહદી કચ્છની મુલાકાત લઇ કોટેશ્વર સ્થિત બીએસએફ કેમ્પ ખાતે દળના સ્થાનિક ઉચ્ચ અધિકારીઓ સાથે સરહદ સલામતીની સમીક્ષા કરી હતી. તેમણે લખપત તેમજ અંતિમ બોર્ડર પીલર ૧૧૭૫ની મુલાકાત લઇ કેટલાક સીમાવર્તી વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ પણ કર્યું હતું.રાજ્યના આઇપીએસ કેડરના અધિકારી એવા બીએસએફના ડીજી રમણ શ્રીવાસ્તવ રવિવારે સવારના દસેક વાગ્યે હેલિકોપ્ટર દ્વારા કોટેશ્વર આવ્યા હતા. સૌ પ્રથમ તેમણે બીએસએફ ચોકીની મુલાકાત લીધી હતી. તેમની સાથે ગાંધીનગરથી આવેલા બીએસએફ રાજ્યના ઉચ્ચ અધિકારી આઇજી એ.કે.સિન્હા, ડીઆઇજી વિષ્ણુદત્ત શર્મા, અને રામચંદ્રમોહન ઉપરાંત ભુજ બીએસએફના વડા વીરેન્દ્રકુમાર કોટેશ્વર, બીએસએફ ૧૧૭ બટાલિયનના કમાન્ડન્ટ પુષ્પેન્દ્રસિંહ રાઠોડ સહિતના અધિકારી રહ્યા હતા. જેમની સાથે લગભગ એકાદ કલાક સુધી રહ્યા હતા, જે એક મહત્વપૂર્ણ ઘટના છે.એકાદ કલાક કોટેશ્વર ખાતેના રોકાણ બાદ સીમા સુરક્ષા દળના અધિકારીઓનો કાફલો મોટર માર્ગે લખપત તરફ હંકારી ગયો હતો. લખપત ખાતે આવેલી બીએસએફ ચોકીની મુલાકાત સાથે પિલર નં. ૧૧૭૫ની પણ મુલાકાત લીધી હોવાનું જાણવા મળે છે. સીમા સુરક્ષા દળના વડાની કચ્છ સરહદે આવ્યાની સંભવત: આ પ્રથમ ઘટના છે.તેમની ધર્મપત્ની સાથે કોટેશ્વરના પ્રસિદ્ધ શિવમંદિર ખાતે મહાદેવજીને જલાભિષેક સાથે પૂજનવિધિ કરી હતી. પૂજનવિધિ કોટેશ્વર જાંગીરના મહંત દિનેશગિરિજી બાપુએ કરાવી હતી. યાત્રિકોને ચા-નાસ્તા માટેની અગાઉ કોઇ વ્યવસ્થા ન હોવાથી બીએસએફ દ્વારા બનાવાયેલી કેન્ટીનનું ઉદ્ઘાટન તેમના હસ્તે કરાયું હતું. આ અંગે કોટેશ્વર બીએસએફ ૧૧૭ બટાલિયનના કમાન્ડન્ટ ઓફિસર પુષ્પેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, બીએસએફ દ્વારા કેન્ટીનની સુવિધા શરૂ કરાતાં યાત્રિકોને ચા-નાસ્તાની સુવિધા ઉપલબ્ધ બનશે.
ગાંધીજીની ખંડિત પ્રતિમાને મૂળ સ્વરૂપમાં લાવવા કામ શરૂ
૧૫થી ૨૦ દિવસમાં અદલ નવી પ્રતિમા જે મૂર્તિ તૈયાર થઇ જશે ! ભુજ આવેલા અમદાવાદના શિલ્પીએ પ્રથમ તબક્કામાં ચહેરાને શેપ આપ્યો.ભુજ મ્યૂઝિયમ સામે આવેલી રાષ્ટ્રપિતાની મૂર્તિને ટખિળખોરો જન્માષ્ટમીની રાત્રે ખંડિત કર્યાબાદ ગાંધીજીની પ્રતિમાને મૂળ સ્વરૂપમાં લાવવા પ્રયાસો આદરી દેવાયા છે. અમદાવાદથી આવેલા શિલ્પીએ મરમંત કામ આજથી શરૂ કરી દેતા ૧૫થી ૨૦ દિવસમાં પ્રતિમા તૈયાર થઇ જશે.આ અંગે સુધરાઇ પ્રમુખ દેવરાજ ગઢવીએ જણાવ્યું હતું કે, અમદાવાદથી એવોર્ડ વિનર શિલ્પકારને બોલાવાતાં તેઓ રવિવારે ભુજ આવી બપોર બાદ કામ આદરી દીધું છે અંદાજે ૧૫થી ૨૦ દિવસમાં સંપૂર્ણ પ્રતિમા મૂળ સ્વરૂપમાં આવી જશે, બીજી તરફ પોલીસ પણ ગુનેગારોને પકડવા મથી રહી છે, પરંતુ હજી સુધી કોઇ સગડ મળ્યા નથી.કિરીટભાઇ સોમપુરાએ જણાવ્યું હતું કે, કાચું કામ થઇ ગયું છે ત્રણ તબક્કામાં સંપૂર્ણ કામ પૂર્ણ કરાશે. શિલ્પનું, ઘસવાનું તથા અંતે લેમિનેશનનું ત્યારબાદ મૂર્તિ જે તૈયાર થશે તે અદ્લ નવા જેવી જ લાગશે.
ભાવનગર : છ વર્ષમાં પાંચમી વખત શેત્રુંજી ડેમ ઓવરફ્લો
ગત શુક્રવારે સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયા બાદ ભાવનગર જિલ્લાની પ્રજાની પાણીની સમસ્યા સદંતર દુર થઈ ગઈ છે. ૧૯૫૯માં પાકો બંધ બંધાયા બાદ આ ડેમ ૧૬મી વખત ઓવરફ્લો થયો છે અને છેલ્લા છ વર્ષમાં પાંચમી વખત ઓવરફ્લો થયો છે. ઈ.સ.૨૦૦૫, ૨૦૦૬, ૨૦૦૭, ૨૦૦૮ અને હવે ઈ.સ.૨૦૧૦માં આ ડેમ ઓવરફ્લો થયો છે છેલ્લાં સર્વે મુજબ આ ડેમમાં ૧૦,૫૯૧ મી. ઘનફૂટ જીવંત જથ્થો અને ૩૧૦ મીટર ઘનફૂટ મૃત જથ્થો રહે છે. બંધની કુલ લંબાઈ ૨૫૨૪ ફૂટ અને ઊંચાઈ ૮૩ ફૂટ છે. આ ડેમ ૩૪ ફૂટે ઓવરફ્લો થાય છે અને ૫૯ દરવાજા આવેલા છે.ભાવનગર શહેર-જિલ્લા માટે મુખ્ય જળસ્ત્રોત સમો શેત્રુંજી ડેમ શેત્રુંજી નદી પર બંધાયેલો છે તે નદી ગીરના જંગલમાંથી નીકળે છે અને ૨૨૭ કિલોમીટરનો લાંબો પ્રવાસ કરી ખંભાતના અખાતને મળે છે.શેત્રુંજી નદીનો વિસ્તાર જોઈએ તો ૨૨૭ કિ.મી.નો છે જેમાં ૫૫ કિલોમીટરના અંતે ખોડિયાર ડેમ (ધારી) અને ૧૬૦ કિલોમીટરના અંતરે શેત્રુંજી ડેમ (રાજસ્થળી-પાલિતાણા) આવેલો છે. જેનો સ્ત્રાવક્ષેત્ર અનુક્રમે ૩૮૪ ચો.કિ.મી. અને ૪૩૧૭ કિ.મી. છે.
અંતે ચિત્રા GIDCના પ્લોટ વેચાણની કાર્યવાહી મુલત્વી
ચિત્રા જીઆઈડીસીમાંથી પોતાની ઓફિસ ખોલવા લીધેલાં પ્લોટની જાળવણી કરવામાં નિષ્ફળ નિવડેલા નાણાંકિય નિગમે દબાણ સાથેનો પ્લોટ વેચવા કાઢતા ભારે વિવાદ સર્જાયો હતો. આ અંગે સૌરાષ્ટ્ર સમાચારમાં ૨૦મી ઓગસ્ટે પ્રસિદ્ધ થયેલા અહેવાલના પગલે ૩૧મીએ ખુલનાર ટેન્ડર પ્રક્રિયા અટકાવી દેવાઈ છે.ગુજરાત રાજ્ય નાણાકિય નિગમે ચીત્રા જીઆઈડીસીમાં દબાણ સાથેનો પ્લોટ વેચવા કાઢ્યો હતો. પણ દબાણ હટાવી તેને ખુલ્લો કરવામાં નિગમ નિષ્ફળ નિવડ્યું છે. દબાણ સાથે પ્લોટ વેચવા કઢાતા નિગમ સામે શંકાની સોઈ ઉગામાઈ રહી છે. ‘‘દબાણ સાથેનો પ્લોટ પાણીના ભાવે પધરાવવા પેરવી’’ના હેડિઁગ સાથે સૌરાષ્ટ્ર સમાચાર દૈનિકમાં અહેવાલ પ્રસિદ્ધ થયો હતો.આ પ્લોટ ચિત્રા જીઆઈડીસીઅ દોઢેક દાયકા પૂર્વે રૂપિયા ૪૦ના ભાવે નિગમને આપ્યો હતો. પણ નાણાંનિગમની કચેરી ભાવનગરથી મર્જ કરી રાજકોટ ખસેડી દેવાઈ છે. ૩૧ ઓગસ્ટ-૨૦૧૦ના દિવસે ટેન્ડરો ખોલવાની તારીખ જાહેર કરીને નિગમે ટેન્ડર ફોર્મ માંગણીદારો પાસેથી મંગાવ્યા હતા. પરંતુ આ કાર્યવાહી મુલત્વી રાખવામાં આવી હોવાનુ નિગમે જાહેર કરવું પડ્યું હતું.આ અંગે નાણાકિય નિગમના ડેપ્યુટી જનરલ મેનેજર પી.એલ. કોટવાલે જણાવ્યું હતું કે, ગાંધીનગરથી આદેશ હોવાથી ટેન્ડર પ્રક્રિયા અટકાવી દેવાઈ છે, જોકે, કોઈ ચોક્કસ કારણ જાહેર કરાયું નથી. ઉલ્લેખનિય છે કે, આ પ્લોટ પર એક હોટેલનું બાંધકામ થયેલું છે. જ્યારે આ મિલકત હકીકતમાં ચિત્રા જીઆઈડીસીની છે. જેથી નાણાંકિય નિગમની કાર્યવાહી સામે જીઆઈડીસી પણ ધુઆંપુઆં છે.
અજમલ કસાબકો છોડ દો વરના...
‘હેલો, મૈ અલ કાયદા કા આતંકવાદી બોલ રહા હૂં, મુઝે સીએમસે બાત કરની હૈ. અજમલ કસાબકો છોડ દો વરના...’ એવા ધમકી આપતાં ફોન મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન ‘વર્ષા’ ખાતે કરવા બદલ નાસિક(માલેગાંવ)થી અબ્દુલ ગની શાહ અને જળગાંવથી હરશ્વિંદ્ર યાદવની ધરપકડ કરાઈ હતી.મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ ઔરંગાબાદના પ્રવાસે ગયા હતા ત્યારે શનિવારે બપોરે ચારથી પાંચ વખત એક શખ્સે ફોન કર્યા હતા. મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ સાથે વાત કરવાનો આગ્રહ રાખનાર આ શખ્સને મુખ્ય પ્રધાન ઔરંગાબાદના પ્રવાસે ગયા હોવાનું જણાવાયું હતું, પરંતુ જવાબથી સંતોષ નહીં થતાં તેણે આગળ પોતે અલ કાયદાનો ત્રાસવાદી બોલતો હોવાનું અને તેમનું આગામી નિશાન અશોક ચવ્હાણ હોવાનું જણાવ્યું હતું. ‘વર્ષા’ બંગલાના સુરક્ષા અધિકારીઓએ આ ધમકીના ફોનની માહિતી મલબાર હિલ પોલીસ સ્ટેશનને આપી હતી.
મહંમદ આસીફ સાથે સંબંધ નકારતી નીતુ ચંદ્રા
બોલીવુડની અભિનેત્રી નીતુ ચંદ્રાએ પાકિસ્તાની બોલર મહંમદ આસીફ સાથે પોતાને કોઈ સંબંધ નથી એમ કહીને આરોપ નકારી કાઢયા છે. ક્રિકેટ જગતને હચમચાવી મૂકનારા સ્પોટ ફિક્સિંગ કૌભાંડમાં કેન્દ્રમાં રહેલા મહંમદ આસીફ સાથે નીતુને કોઈ સંબંધ નથી, એમ તેના જાહેર સંપર્ક અધિકારી ડેલ ભગવાગરે જણાવ્યું છે.૨૬ વર્ષીય ટ્રાફિક સિગ્નલ ફિલ્મની અભિનેત્રી નીતુનું નામ ખોટી રીતે આ વિવાદમાં ઘસડવામાં આવ્યું છે. અભિનેત્રી વિરુદ્ધ આ કોઈકનું કાવતરું છે, એમ ડેલે જણાવ્યું છે. નીતુ પર પાયાવિહોણા આરોપ કરીને વિવાદમાં તેને ઈરાદાપૂર્વક ઘસડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. તેણે ક્યારેય આસીફ સાથે મોબાઈલ ફોન પર વાતચીત કરી નથી, એમ ડેલે જણાવ્યું હતું.નીતુ હાલ મુંબઈમાં જ છે અને તે બપોરે મિડિયા સામે આવવાની હતી, પરંતુ કેમે કરીને બાદમાં તેણે મિડિયા સામે આવવાનું ટાયું હતું અને તેના વતી ડેલ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો. નીતુ પર એવો આરોપ છે કે ૨૦૦૯માં તેણે આસીફ સાથે મોબાઈલ ફોન પરથી વાતચીત કરી હતી, જેને લઈ તેનું નામ પણ વિવાદમાં ઘસડાયું છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
મક્કઈ દરવાજાથી ખાડીનો માર્ગ દ્વિમાર્ગી બનાવવામાં અખાડા
ખંભાતના જુમ્મા મસ્જીદ પાસે આવેલા ઐતિહાસિક મક્કઈ દરવાજાથી મૂળ દરિયાઈ ડંકા સુધી જવાનો માર્ગ જર્જરિત તથા ઉબડખાબડ હોઈ પ્રજાજનો તથા સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડે છે.પુરાતત્વ વિભાગની યાદીમાં સમાવિષ્ટ મક્કઈ દરવાજા પરત્વે પણ પ્રવાસન વિભાગ ઉદાસ છે. આ સ્થળથી લઈ છેક દરિયાના મૂળ સુધી(ડંકા) રસ્તો છેલ્લા ઘણાં સમયગાળાથી સાવ બદહાલ, જર્જરિત અને ઉબડખાબડ બન્યો છે. આ માર્ગ ઉપરથી પસાર થતા ભારે દુર્ગંધનો સામનો કરવો પડે છે. બંને બાજુ દબાણો કરવામાં આવ્યા હોઈ પ્રવાસ દર્શન માટે આવતી લકઝરી બસો પણ જઈ શકતી નથી. મક્કઇ દરવાજા, રાધારી, જુમ્મા મસ્જીદ શિવ્યુ બંગલો ફર તેના દબાણો દૂર ન થતાં લકઝરી બસો પાર્કિંગ કરી ડંકા સુધી જવા પ્રવાસીઓને ફરજિયાત પણે છ કિમી ચાલવું પડે છે.આ અંગે પાલિકા પ્રમુખ ઝવેરભાઈ સોંલકીએ જણાવ્યું હતું કે, ‘પાલિકા દ્વારા દબાણકર્તાઓને નોટિસ અપાઈ છે. મક્કઈ દરવાજાની ફરતે નવી દીવાલ બનાવવામાં આવી રહી છે. આ છ કિમીનો માર્ગ કાર્પેટવાળો બનાવવાની કામગીરી ટૂંકસમયમાં હાથ ધરાશે.’સ્થાનિક અગ્રણી મયુરભાઈ રાવલે જણાવ્યું હતું કે, ‘આ માર્ગ બનાવી રસ્તાની બંને બાજુએ વૃક્ષો, નાળિયેરી રોપવામાં આવે તો વધુને વધુ પ્રવાસીઓને આકર્ષી શકાય છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment