08 September 2010

આખરે ચીને સ્વીકાર્યું, ભારત ખરેખર શક્તિશાળી છે

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

આખરે ચીને સ્વીકાર્યું, ભારત ખરેખર શક્તિશાળી છે

ચીને દક્ષિણ એશિયામાં પોતાની ભૂમિકાને રેખાંકિત કરતા જણાવ્યું હતું કે ભારત એ એશિયાનો એક અગત્યનો દેશ છે અને ચીન શાંતિ અને સ્થિરતા માટે ભારત સાથે હળી મળીને કામ કરવા તૈયાર છે. ચીને આ નિવેદન પ્રધાનમંત્રી મનમોહનસિંહની એ ટિપ્પણીના જવાબમાં આપ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે ચીન દક્ષિણ એશિયામાં પોતાના પગ મજબૂત કરવા ઈચ્છુક છે.ચીની વિદેશ મંત્રાલયની પ્રવક્તા જિયાંગ યૂએ ગઈકાલે કહ્યું છે કે ચીન અને ભારત બંને ઊભરતી શક્તિઓ છે. બંને દેશો વચ્ચે સારા પાડોશી તરીકેના અને મૈત્રીપૂર્ણ સંબંધો વિકસે તે અત્યંત જરૂરી છે. તેમણે વધુમાં એ પણ ઉમેર્યું છે કે ચીન દક્ષિણ એશિયા સહિત સંપૂર્ણ એશિયામાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે વચનબદ્ધ છે.યૂ કહે છે કે ચીન, ભારત સહિત દક્ષિણ એશિયાના દરેક દેશો સાથે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વના પંચશીલના સિદ્ધાંતોના આધારે કામ કરવા માગે છે, જેથી પરસ્પર સહયોગની ભાવના વિકસિત થઈ શકે. તેઓ એમ પણ કહે છે કે ચીન માત્ર શાંત અને સ્થિર જ નહીં, પરંતુ સમૃદ્ધ દક્ષિણ એશિયા જોવા માગે છે.


શાઈની આહૂજા બળાત્કાર કેસમાં નોકરાણીએ નિવેદન ફેરવ્યું

ગત વર્ષ ફિલ્મ અભિનેતા શાઈની આહૂજા પર બળાત્કારનો આરોપ લગાવનારી નોકરાણીએ પોતાનું નિવેદન બદલ્યું છે. તેણે કહ્યું છે કે તેની સાથે બળાત્કાર થયો નથી. તેણે આ આરોપ તેને કામ પર રખાવનારી મહિલાના કહેવાથી લગાવ્યો હતો.મહત્વપૂર્ણ છે કે ગત વર્ષ શાઈની આહૂજા પર બળાત્કારનો આરોપ લગાવાયા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલામાં શાઈનીને લાંબા સમય સુધી જેલમાં રહેવું પડયું હતું. મેડિકલ રિપોર્ટમાં બળાત્કારની પુષ્ટિ થઈ હતી.હાલ શાઈની જામીન પર મુક્ત છે. મહત્વપૂર્ણ વાત એ છે કે શાઈની આહૂજાએ શરૂઆતમાં તેના પરના આરોપનો ઈન્કાર કર્યો ન હતો. તેનું કહેવું હતું કે બંને વચ્ચે પરસ્પર સંમતિથી સંબંધ કાયમ થયો હતો.


રામમંદિર ચુકાદા સંદર્ભે ટ્રેનોમાં કડક સુરક્ષા

અયોધ્યાના વિવાદીત રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ પરિસરના માલિકી હક સંદર્ભે આ માસમાં અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ ખંડપીઠના ચુકાદાને ધ્યાનમાં રાખીને રેલવેની સુરક્ષા વ્યવસ્થા કડક થશે અને કોઈપણ સ્થિતિને નિપટવા માટે તમામ ઉપાયો કરવામાં આવશે.રેલવે રાજ્ય મંત્રી કે.એચ.મુનિયપ્પાએ આજે પત્રકારોને કહ્યું હતું કે રેલવે માટે તમામ યાત્રીઓની સુરક્ષા સૌથી ઉપર છે. રેલવે મંત્રાલયે અયોધ્યાના વિવાદીત પરિસરના માલિકી હકના ચુકાદાને લઈને ટ્રેનોમાં સુરક્ષાનો વ્યાપક બંદોબસ્ત કર્યો છે.ચુકાદા બાદ થનારી સંભવિત હિંસા સંદર્ભે મુનિયપ્પાએ કહ્યું હતું કે રેલવે મંત્રાલય કોઈપણ પરિસ્થિતિને નિપટવા માટે સક્ષમ છે. રેલવે રાજ્ય મંત્રીએ ફૈઝાબાદથી દિલ્હી વચ્ચે સપ્તાહમાં ચાર દિવસ ચાલનારી ટ્રેનને લીલીઝંડી આપી હતી.ઉલ્લેખનીય છે કે ટ્રેનોને આતંકવાદી અને હિંસક પ્રવૃતિ કરનારા લોકો અવારનવાર પોતાનું નિશાન બનાવે છે. ટ્રેનોમાં આતંકવાદીઓ દ્વારા થનારા વિસ્ફોટો તેના પુરાવા છે. મુંબઈમાં ટ્રેન વિસ્ફોટ કાંડ અને 2002માં અયોધ્યાથી પાછા ફરી રહેલા રામસેવકો ટ્રેનમાં આગ લાગી જવાને કારણે ગોધરા રેલવે સ્ટેશન પાસે આગમાં ફસાઈ જવાને કારણે મૃત્યુ પામ્યા હતા. ગોધરા કાંડ તરીકે કુખ્યાત બનેલા તે ટ્રેન કાંડ પાછળ કટ્ટરપંથીઓનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.ત્યારે રામમંદિરના ચુકાદા બાદની પરિસ્થિતિમાં ટ્રેનોના યાત્રીઓની સુરક્ષા સૌથી ઉચ્ચ પ્રાથમિકતાએ રહેવાની છે. ત્યારે ટ્રેનની સુરક્ષાના કડક બંદોબસ્ત ખરેખર જરૂરી છે.


ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ IPL-4નો બહિષ્કાર કરશે!

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(બીસીસીઆઇ)એ આઇપીએલમાં વિદેશી ખેલાડીઓની મેચ ફીમમાં 10 ટકા રકમ કાપવાના નિર્ણયનો વિરોધ કરતા ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ બગાવત કરી છે. બીસીસીઆઇ, જે આઇપીએલનું મેનેજમેન્ટ જૂએ છે. તેણે નિર્ણય કર્યો છે કે, વિદેશી ખેલાડીઓને મેચ ફીમાંથી 10 ટકા કાપીને સંબંધિત દેશના ક્રિકેટ બોર્ડને આપવામાં આવશે. પરંતુ ઓસ્ટ્રેલિયાના ખેલાડી તેનાથી ઘણા નારાજ થયા છે. અને પરિસ્થિતિ એટલી નાજૂક થઇ ગઈ છે કે તેઓએ આઇપીએલ-4નો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી છે.જો કે, તેઓ બીસીસીઆઇ કરતા સૌથી વધારે નારાજ ઓસ્ટ્રેલિયા બોર્ડથી છે. કારણ કે, તેમને લાગે છે કે બોર્ડે જ ગુપ્ત રીતે બીસીસીઆઇ સાથે આ કરાર કર્યો હશે. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ખેલાડી એસોસિએશને સ્પષ્ટ કરી દીધું છે કે, 10 ટકા તો ઠીક પણ જો એક પૈસો પણ આઇપીએલમાંથી પૈસા મેળવતા ખેલાડીઓ પાસેથી લેવામાં આવશે તો તેઓ ઘમાલ મચાવી દેશે. જો કે, આ નિર્ણય આઇપીએલમાં ભાગ લેનાર વિદેશી ખેલાડીઓ સાથે સંબંધિત તમામ ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પર લાગૂ છે. પરંતુ હાલ તો અન્ય કોઇ બીજા દેશના ખેલાડીઓ તરફથી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.ખેલાડીઓના એસોસિએશનના ચીફ એક્ઝિક્યુટિવ પોલ માર્શે જણાવ્યા અનુસાર ખેલાડીઓને ઉક્ત નિર્ણય જરા પણ પસંદ નથી. અને તેઓ તમામ તાકાત લગાવીને તેનો વિરોધ કરશે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટને આ પ્રકારની કોઇપણ રકમ કે જે તેમની ખાનગી કમાણી છે તેમાથી હિસ્સો લેવાનો અધિકાર નથી.માર્શે કહ્યું કે, આ તેવો એવી વાત થઇ કે, રોજગારી આપનાર કર્મચારીએ બીજી જગ્યાએ કરેલા કામમાંથી જબરદસ્તીથી હિસ્સો કાપી લે. માર્શે ઓસ્ટ્રેલિયા ક્રિકેટને ધમકી આપી છે કે, તે બીસીસીઆઇનો પ્રસ્તાવ ઠુકરાવી દે અથવા તો તેનું પરિણામ ભોગવવા તૈયાર રહે.


73.5 કરોડ ડૉલર દાનમાં આપ્યા

દાતાઓ વિશેતો આપણે ઘણુ સાંભળતા આવ્યા છીએ, પણ આજે વાત કરીએ એક એવા દાનવીરની જેને દાન આપવાની બાબતમાં ભલભલાને ઘોબી પછાડ આપી છે. મોટા પ્રમાણમાં દાન આપવામાં આજ સુધી અમેરિકની બીઝનેસ ટારકૂનો સૌથી મોખરે રહેતા આવ્યા છે, પરંતુ હવે ચીનના એક બિઝનેસમેને દિલખોલીને દાન આપ્યુ છે.વાસ્તવમાં માઇક્રોસૉફ્ટ કંપનીના સંસ્થાપક બિલ ગેટ્સ અને દુનિયાના સુપ્રસિદ્ધ રોકાણકાર વૉરેન બફેટે "ઝિયાંગસૂ હૂએંગપૂ રિન્યૂએબલ રિસોર્સીસ યૂટીલાઇજેશન" કંપનીના પ્રમુખ ચેન ગુઆંગબિયાઓ પાસેથી સામાજિક કાર્યો માટે મિલકતમાંથી કેટલોક ભાગ દાન આપવાની અપીલ કરી હતી.જવાબમાં ચીનના આ દિલદાર બિઝનેસમેને પોતાની મૃત્યુ પછી પોતાની તમામ મિલકત દાનમાં આપી દેવાની જાહેરાત કરી છે. તેમની કુલ મિલકત અબજ યુઆન લગભગ73.5 કરોડની છે. આ જાહેરાત પછી ગુઆંગબિયાઓ આટલા મોટા પ્રમાણમાં દાન આપનારા ચીનના પહેલા વ્યક્તિ બની ગયા છે.બિલ ગેટ્સ અને વૉરેન બફેટે આ વર્ષે જૂનમાં 'ગિવિંગ પ્લેજ કેમ્પેન' શરૂ કર્યુ હતુ. જેના સ્વરૂપે તેઓ દુનિયા ભરના ધનિકોને સામાજીક કાર્યો માટે પોતાની સંપત્તીમાંથી અમુક ભાગ દાન કરવાની અપિલ કરી રહ્યા છે. તેઓ અત્યાર સુધીમાં 40 અમેરિકન અબજપતિઓને પોતાની મિલકત ઓછામાં ઓછો અડધો ભાગ દેવામાટે તૈયાર કરી ચૂક્યા છે.ભારતીય બિઝનેસ ટાયકુન્સ પાસેથી પણ તેઓ દ્વારા આ જ પ્રમાણેની અપિલ કરવામાં આવી છે. પરંતુ ભારતમાંથી હજુ સુધી કોઈ જ એવુ નામ સામે નથી આવ્યુ કે જેઓ પોતાની મિલકતોમાંથી અમુક ભાગ દાન કરવા માટે તૈયાર થાય.ઉલ્લેખનિય છે કે બિલગેટ્સની આ અપિલથી ચીનમાંથી સારો પ્રતિસાદ પ્રાપ્ત થયો છે, પરંતુ હવે ભારતમાંથી કયો દાનવિર આમાં પોતાનુ નામ જોડે છે તે જોવુ જ રહ્યું. કારણ કે ભારતમાં પણ ધનિકોની કમી નથી પણ એમાથી દાનવીર તરીકે કોણ આગળ આવશે તેની તાલાવેલી જરૂર રહેશે. આ બાબતે વાચક મિત્રોના મંતવ્યો ચોક્કસ આવકાર્ય છે લખી મોકલો નીચેના ફિડબેક દ્વારા.


નિશ્ચિત સમયે ગ્લવ્ઝ બદલીને મેચ ફિક્સિંગના સંકેત અપાતા

મજિદે કહ્યું હતું કે પ્રત્યેક ખેલાડી નિશ્ચિત સંકેત આપે છે જેનાથી ખબર પડી જાય છે કે તેઓ કામ કરશે કે નહી. તેઓ નિશ્ચિત સમયે ગ્લવ્ઝ બદલે છે.મજિદે કહ્યું કે તેની પાસે પાકિસ્તાનના છ ખેલાડીઓની ટીમ છે. પ્રત્યેક વિકલ્પ માટે તે 50થી 80 હજાર પાઉન્‍ડ લે છે. ટ્વેન્ટી 20 માટે ચાર લાખ પાઉન્ડ અને ટેસ્ટ મેચ માટે લાખો પાઉન્ડ લઈ શકાય છે.મજિદે ત્યાર બાદ તે ટેસ્ટ મેચની વાત કરી જે ફિક્સ કરી ચુક્યો હતો. ફિક્સ કરેલી અગાઉની મેચ વિશે તેને પુછાયું જે સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટ હતી. અંતિમ દિવસે ઓસ્ટ્રેલિયાની બે વિકેટ બચી હતી. તેઓ પાસે 10 રનની લીડ હતી અને પાકિસ્તાનની બધી વિકેટ બાકી હતી.રિપોર્ટ મુજબ મેચ હારવા માટે પાકિસ્તાન પર મને લાગે છે કે 40-1નો ભાવ હતો. અમે સવારે તેઓને 150 રન બનાવા દીધા અને ત્યાર પછી બધાએ પોતાની વિકેટ ગુમાવી દીધી. તેમાં અમે 13 લાખ ડોલર બનાવ્યા.મજિદે કહ્યું કે નો બોલ ફિક્સ કરવો સરળ છે. જેમાં દરેક પર 10 હજાર પાઉન્ડ મળી જાય છે પરંતુ વન ડે મેચના પરિણામમાં સાડાચાર લાખ પાઉન્ડ સુધી જાય છે.મજિદે કહ્યું કે ફિક્સિંગ માટે ખેલાડીઓ તેના સંપર્કમાં છે. તેણે રિપોર્ટરને લંડનની એક હોટલમાં મળવા બોલાવ્યો. તેણે રિપોર્ટરને સલમાન બટ્ટ, રિયાજ સહિત ઘણા ખેલાડીને મળાવ્યો. મજિદે 10 હજાર પાઉન્ડ બતાવવાની માંગ કરી જેનાથી તેઓને ખ્યાલ આવી જાય કે અમે (ન્યૂઝ ઓફ ધ વર્લ્ડની ટીમ) મેચ ફિક્સિંગની સૂચનાને લઈને ગંભીર છીએ.


આજે યુનિ. વિદ્યાર્થીસંઘની ચૂંટણી

મ.સ.યુનિ.ના વિધાર્થી સંઘની ચૂંટણીમાં આજે મતદાન હાથ ધરાશે. પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગમાં વીપી પદ માટે ચાર ઉમેદવારો અને યુજીએસ માટે પાંચ ઉમેદવારો વચ્ચે ટકકર થશે.યુનિ.ના વીપી અને યુજીએસ ઉપરાંત કોમર્સ ફેકલ્ટીમાં એફ.આરની આજે ચૂંટણી થશે. જ્યારે બાકીની ૧૩ ફેકલ્ટીમાં ફેકલ્ટી જીએસ અને એફ આર માટે મતદાન પ્રક્રિયા પણ હાથ ધરાશે. ચૂંટણી પૂર્વે ઉમેદવારો દ્વારા પ્રચાર કાર્ય તેજ બનાવી દેવાયું હતું.બીજી તરફ યુનિ. સત્તાધીશો તરફથી ચૂંટણી વ્યવસ્થાને આખરી ઓપ આપી દેવાયો હતો. યુનિ. કેમ્પસમાં સિકયુરિટી ઉપરાંત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાનું આયોજન કરવામાં આવ્યું છે.બુધવારે સવારે દસથી બપોરના ત્રણ વાગ્યા સુધી મતદાન હાથ ધરાશે. જેમાં ૩૪,૧૫૭ મતદારો વોટિંગ કરશે. જ્યારે મતદાન બાદ બપોરે ત્રણ વાગ્યાથી મત ગણતરી થશે.


ભુજ : પ્રદીપ શર્માનો આઠ માસના જેલવાસ બાદ થયેલો છુટકારો

સુપ્રીમ કોર્ટ દ્વારા સોમવારે ભુજના ચર્ચાસ્પદ જથ્થાબંધ બજાર કેસમાં કચ્છના તત્કાલીન કલેક્ટર પ્રદીપ શર્માને જામીન આપતાં મંગળવારે સાંજે ભુજ પાસેની પાલારાની ખાસ જેલમાંથી આઠ મહિનાના જેલવાસ બાદ મુક્ત કરવામાં આવ્યા હતા. બીજી બાજુ એન્ટીકરપ્શનના કેસમાં શર્માએ કરેલી વચગાળાની જામીન અરજીને ભુજ કોર્ટે સોમવાર સવારે ફગાવી દીધી હતી અને તેની સુનાવણી આગામી તેરમી સપ્ટેમ્બર રાખી છે.ભુજની કોર્ટ તેમજ હાઇકોર્ટમાં જથ્થાબંધ બજાર પ્રકરણમાં જામીન ન મળતાં પ્રદીપ શર્મા સુપ્રીમ કોર્ટના શરણે ગયા હતા જ્યાં વીસ મિનિટની સુનાવણી દરમિયાન કોર્ટે બજાર પ્રકરણમાં તેમના શરતી જામીન મંજુર કર્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશના પગલે પ્રદીપ શર્માની મુક્તિ અંગે કચ્છ સહિત સમગ્ર આઇએએસ લોબીમાં એવી અટકળો ચાલી હતી કે આગામી બે ત્રણ દિવસમાં જ શર્માને જેલમાંથી છોડાવી લેવામાં આવશે.પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે એકાએક સોમવારે સવારે ભુજની પાલારા જેલમાં સુપ્રીમના આદેશનો એક ફેકસ આવ્યો હતો અને ત્યાર બાદ સાંજે પાંચેક વાગ્યના અરસામાં હુકમની નકલ સાથે શર્માના વકીલે જેલ સત્તાવાળાનો સંપર્ક કરતાં તેમને ચુપચાપ મુક્ત કરી દેવામાં આવ્યા હતા. પ્રદીપ શર્મા જેલમાંથી મુક્ત થયા બાદ સીધા અમદાવાદ તરફ નીકળી ગયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.સુપ્રીમમાં જામીન થયાના સમાચારો વચ્ચે સોમવારે સવારે ભુજની એડશિનલ સેશન્સ કોર્ટમાં એસીબીના કેસમાં વચગાળાના જામીન અંગેની સુનાવણી થયા બાદ કોર્ટે તેમની અરજીને ફગાવી દીધી હતી. રેગ્યુલર જામીન અરજી ઉપર આગામી તેરમી સપ્ટેમ્બરે સુનાવણી થવાની છે.


આમિરને દૂધ વેચવાના દિવસો આવ્યા

આમિર ખાનના અનેક અવતાર જોવા મળ્યા છે. હવે આમિરનો નવો અવતાર જોવા મળ્યો છે. હવે આમિર ખાન એક જાહેરાતમાં દૂધવાળો બન્યો છે.આ જાહેરાતમાં ગ્રાહક દૂધવાળા (આમિર)ને માત્ર જેટલાં દૂધ લીધું તેટલા દિવસના જ પૈસા આપવાની વાત કરે છે. જો કે દૂધવાળો કહે છે કે, તેની ગાયે તો રોજ દૂધ આપ્યુ હતું. એટલે તેણે આખા મહિનાના રૂપિયા આપવા પડશે.દૂધવાળો આખા મહિનાના પૂરા પૈસા લઈ લે છે. આ જાહેરાત એક ડીટીએચ કંપનીની છે. તેમાં સમજાવવામાં આવ્યું છે કે, અન્ય કંપનીઓ તમે આખા મહિનામાંથી કેટલાંક જ દિવસ ડીટીએચની સેવા લો છો પરંતુ પૈસા તો આખા મહિનાના ચૂકવવાના હોય છે.

No comments:

Post a Comment