06 September 2010

આજે સોમનાથ દાદાને લીલોતરીનો શણગાર

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


આજે સોમનાથ દાદાને લીલોતરીનો શણગાર

આવતીકાલ તા. ૬ નાં રોજ શ્રાવણમાસનો અંતિમ સોમવાર હોઇ શિવિભક્ત તેની પરપિૂર્ણતા તરફ જઇ રહી છે. મેઘરાજાએ ધરતી પર લીલી ચાદર પાથરી દીધી છે. ત્યારે સોમનાથ દાદાને પણ શ્રાવણનાં અંતિમ સોમવારે લીલોતરીનો શણગાર કરાનાર છે.સદાશિવ મહાદેવનું દિવ્ય જયોતિર્લિંગ લીલોતરીનાં કુણાં પર્ણો અને લીલીછમ ડાળખીઓથી શણગારાશે. જેમાં બિલીપત્રનાં પાન, કેળનાં પાનનાં ઝૂમખાં, ધ્રો ની સુંવાળી-મખમલી લીલીછમ લોન, આંબા અને આસોપાલવનાં પાનથી મહાદેવને ભરપૂર ભક્તિમય રીતે છાઇ દેવામાં આવશે. શિવલીંગની જળાધારી ફરતે કેળનાં થાંભલાઓ લીલાંછમ છોડવાંઓનાં કુંડાઓ તેમજ બીજ ચંદ્રમાં વિશાળ પુષ્પહાર અને શિવજીનું મ્હોરું તેમજ દીપમાળા પણ કરાશે. આ વર્ષે અઢળક વરસાદનો વૈભવ શિવિભક્તને દઇ સમગ્ર ગુજરાત ભૂમિને પ્રાકૃતિક સૌંદર્યનું આહલાદક જળધન દેનાર ભોળાનાથ ઉપર કરાયેલી લીલોતરી પૂજા એન તેનાં પાન ઉપરનાં જલબિંદુઓ ભાવિકોને મંત્રમુગ્ધ બનાવી દે છે.બે દિવસથી વરસાદે વિરામ લેતાં ભાવિકોનાં ઘોડાપુર પણ સોમનાથ દાદાનાં દર્શને ઉમટી રહ્યાં છે. આજે યોગગુરૂ બાબા રામદેવે અહીં દર્શન કરી મહાદેવને ગંગાજળથી અભિષેક કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આજનાં રાષ્ટ્રીય સંકટમાં તેમણે દેશનાં કલ્યાણ માટે પ્રાર્થના કરી છે. દેશભરમાં શિવત્વ ફરી પ્રગટ થાય તેવી શુભકામના તેમણે વ્યક્ત કરી હતી.


‘આમિર દોષી હશે તો પણ આજીવન પ્રતિબંધ નહી લાગે’

હાલ સાથી ખેલાડીઓ સલમાન બટ્ટ અને મોહમ્મદ આસિફ સાથે સ્પોટ ફિક્સિંગના ગંભીર આરોપોનો સામનો કરી રહેલો મોહમ્મદ આમિર જો દોષી પુરવાર થશે તો પણ કદાચ તેની 18 વર્ષની ઉમર તેને આજીવન પ્રતિબંધના દંડમાંથી બચાવી લેશે, તેવા સંકેત આઇસીસીના સીઇઓ હારૂન લોગાર્ટે આપ્યા છે.ધ ડેઇલી મેલમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં લોગાર્ટના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે, આ મારું અંગત મંતવ્ય છે. મારું માનવું છે કે, આ આખી ઘટનામાં ઉમરનો મુદ્દો આવી શકે છે. પરંતુ તેને ધ્યાનમાં લઇને અમારે અમુક સ્વાતંત્ર્ય ન્યાય અંગે વીચારવું પડશે.બ્રિટિશ ટેબ્લોઇડમાં છપાયેલા સ્પોટ ફિક્સિંગના સ્ટિંગ ઓપરેશન બાદ પાકિસ્તાનના ટેસ્ટ સુકાની સલમાન બટ્ટ, ઝડપી બોલર મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિરને પાકિસ્તાનની વનડે ટીમમાંથી હાલની તકે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


હમીદ કેવો છે તે અમે જાણીએ છીએઃ આફ્રિદી

પાકિસ્તાન ક્રિકેટ ટીમના વનડે અને ટી-20ના સુકાની શાહિદ આફ્રિદીએ બ્રિટિશ ટેબ્લોઇડ યાસિર હમીદના પ્રકાશિત કરેલા ઇન્ટર્વ્યું અંગે કહ્યું છે કે, યાસિર હમીદનો વિશ્વાસ કરી શકાય નહી. કારણ કે, તે માનસિક રીતે હજૂ ટીનેજર જેવો છે.સ્પોટ ફિક્સિંગમાં પાકિસ્તાનના ખેલાડીઓની સંડોવણી અંગે માફી માંગનાર શાહિદ આફ્રિદીએ કહ્યું કે, હામીદ વિશ્વાસપાત્ર નથી. તેની ઉમર 30 અથવા 31ની આસપાસ હશે. પરંતુ માનસિક રીતે તે હજૂ 15 અથવા 16 વર્ષનો છે.લોકો જાણે છે કે, યાસિર હમીદનું કેરેક્ટર કેવું છે. અમે તેને ઘણા લાંબા સમયથી જાણીએ છીએ. તેની પાસેથી કેવા પ્રકારની આશાઓ રાખી શકાય તે અંગે પણ માહિતગાર છીએ. તેણે આ પ્રકારની સંકુચિત વિચારસરણી અનેક વખત રજૂ કરી છે. તે વિશ્વાસપાત્ર નથી, તેમ આફ્રિદીએ જણાવ્યું છે. આફ્રિદીએ ઉમેર્યું છે કે, ન્યૂઝ ઓફ વર્લ્ડ નામના બ્રિટિશ ટેબ્લોઇડ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા સ્ટિંગમાં યાસિર હમીદને એવું કહેતો દર્શાવવામાં આવ્યો છે કે, પાકિસ્તાનની મોટાભાગની મેચો ફિક્સ હોય છે. અને બાદમાં યાસિરે આ નિવેદને ખોટું ગણાવ્યું છે. હું જાણતો નથી કે, યાસિરે કોની સાથે આ બધી વાતો કરતો હતો. અને મને એ પણ ખબર નથી કે, તેણે કઇ પરિસ્થિતિમાં આ પ્રકારનો મેસેજ આપ્યો છે.


ચિદમ્બરમ સાહેબ, નક્સલીઓની તાકાત વધી રહી છે!

ગૃહમંત્રી પી. ચિદમ્બરમની તમામ કોશિસોને નાકામ કરીને નક્સલીઓ સતત પોતાનું વર્તુળ વધારી રહ્યાં છે. ગત વર્ષની સરખામણીમાં તેમણે આ વર્ષેના પહેલા છ માસમાં ઘણી વધારે ઘટનાઓ કરી છે. સૌથી ખતરનાક વાત એ છે કે નક્સલી હવે સુરક્ષાકર્મીઓ અને તેમના મુખબીરોને સીધા નિશાન બનાવી રહ્યાં છે.ગૃહ મંત્રાલયના આંકડા પ્રમાણે, નક્સલવાદી સતત પોતાની શક્તિ વધારી રહ્યાં છે. તેઓ નવા વિસ્તારોમાં પોતાનું સંગઠન ઉભું કરી રહ્યાં છે. નવા હથિયારો અને દારૂગોળો હાસિલ કરી રહ્યાં છે. નક્સલી સતત ગંભીર ચિંતાનું કારણ બનેલા છે. નક્સલી સંગઠનોમાં સૌથી વધારે ખતરનાક સીપીઆઈ (માઓવાદી) જ છે. કુલ નક્સલી ઘટનાઓમાંથી 90 ટકા તેમના ખાતામાં છે. નક્સલી હિંસામાં માર્યા ગયેલા લોકોમાં 95 ટકા લોકો માઓવાદીઓ દ્વારા જ માર્યા ગયા છે.ગૃહ મંત્રાલયની નક્સલી સંબંધિત શાખા દ્વારા નક્સલી પ્રવૃતિઓ પર તૈયાર કરવામાં આવેલી આ વર્ષના પ્રથમ છ માસના સમીક્ષા રિપોર્ટમાં જે જાણકારી આપી છે, તે ચોંકાવનારી છે. કારણ કે આ તમામ જાણકારી પ્રમાણિત કરે છે કે ગૃહમંત્રી પી. ચિદમ્બરમની તમામ કોશિશો અપૂરતી સાબિત થઈ રહી છે.આ સમીક્ષા રિપોર્ટ પ્રમાણે, આ વર્ષે નક્સલીઓએ પોતાનો વિસ્તાર પણ વધાર્યો છે. દેશના 19 રાજ્યોના 158 જિલ્લામાં 717 પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી નક્સલ ગતિવિધિની માહિતી આવી છે. ગત વર્ષ આ અવધિ દરમિયાન 19 રાજ્યોના 131 જિલ્લાના 546 પોલીસ સ્ટેશનોથી નક્સલી ગતિવિધિઓના અહેવાલો આવ્યા હતા.આ સમયગાળામાં નક્સલી હિંસાનું વર્તુળ પણ વધ્યું છે. 2010ના પહેલા છ માસમાં 11 રાજ્યોના 85 જિલ્લાના 357 પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી નક્સલી હિંસાની ઘટનાઓના અહેવાલો આવ્યા છે. જ્યારે ગત વર્ષ તેઓ 74 જિલ્લાના 317 પોલીસ સ્ટેશન વિસ્તાર સુધી સીમિત હતા.આ વર્ષે જૂન સુધી કુલ 1116 ઘટનાઓમાં કુલ 538 લોકો માર્યા ગયા છે. જ્યારે સૌથી વધારે નક્સલી હિંસાના સાક્ષી બનેલા વર્ષ 2009માં આ સંખ્યા 459 હતી.


આમિર-આસિફને ડ્રેસિંગરૂમથી દૂર રાખો

પાકિસ્તાનની વન-ડે ટીમના સુકાની શાહિદ આફ્રિદીએ પ્રતિબંધિત ક્રિકેટર સલમાન બટ્ટ, મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિર પ્રત્યે આકરું વલણ અપનાવીને જણાવ્યું હતું કે ટીમના સર્વશ્રેષ્ઠ હિતને ધ્યાનમાં રાખીને આ દોષિત ક્રિકેટરોને ડ્રેસિંગરૂમથી દૂર રાખવા જોઇએ.અમે કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ પરંતુ અમે તેનાથી દૂર ભાગી શકીએ તેમ નથી. પાકિસ્તાનનો આ ઇંગ્લેન્ડ પ્રવાસ કેટલો મહત્વપૂર્ણ છે તે તમામ જાણે છે. ત્રણેય ખેલાડીઓને ડ્રેસિંગરૂમથી દૂર રાખવામાં આવે તેમાં જ ભલાઇ છે.


પાકિસ્તાનનું અસ્તિત્વ જોખમમાં

પાકિસ્તાનના નાગરિકો અને સૈન્ય નેતૃત્વએ રક્ષા દિવસના અવસર પર આપવામાં આવેલા સંદેશામાં કહ્યું છે કે આતંકવાદ અને તાજેતરમાં આવેલા પૂરે પાકિસ્તાન માટે ગંભીર સંકટ અને અસ્તિત્વ માટે જોખમ ઊભા કરી દીધા છે.પાકિસ્તાની સેવાઓના સર્વોચ્ચ કમાંડર અને રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ કહ્યું છે કે એકબાજુ દેશને ધર્માંધ અને અતિ ઉત્સાહી ઉગ્રવાદીઓના અસ્તિત્વથી ખતરો છે, તો બીજી બાજુ ભીષણ પૂરે વિનાશ નોતર્યો છે.એક અન્ય સંદેશમાં સેના પ્રમુખ જનરલ અશફાક પરવેઝ કયાનીએ કહ્યું છે કે પાકિસ્તાન વિવિધ મોર્ચે સુરક્ષાના પડકારો ઝીલી રહ્યું છે, પરંતુ આતંકવાદ અને ઉગ્રવાદે ખરેખર પાકિસ્તાનને અસ્તિત્વના સંઘર્ષમાં મૂકી દીધું છે. વર્ષ 1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં લાહોરને ભારતીય સેનાથી બચાવી લેવામાં મળેલી સફળતાને કારણે 6 સપ્ટેમ્બરને સક્ષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

દુનિયામાં ફરતા રહેવાની નોકરી

એક વિમાન કંપનીમાં નોકરીઓ છે. તેમાં કામ છે દુનિયાભરમાં પ્લેનમાં જ ફરવાનું અને ત્યાંની ફ્લાઇટ્સ અને એરપોર્ટની ગુણવત્તાનું નિરીક્ષણ કરવાનું.આવી નોકરી કરવાની કોણે ઇચ્છા ન હોય? આ કોઇ 'સંતા બંતા' જેવો જોક નથી, પરંતુ હકીકત છે. ફિનલેન્ડની વિમાન કંપની ફિનએરના 'ક્વોલિટી હંટર' અને સ્વતંત્ર પરામર્શકોની તપાસ શરૂ કરી છે. તેનું કામ યુરોપ, એશિયા તથા અમેરિકામાં વિભિન્ન શહેરોની યાત્રા કરીને એ જણવાનું રહેશે કે યાત્રાની ગુણવત્તાની દ્રષ્ટિએ શું-શું જરૂરી લાગે છે.આ યાત્રા દરમ્યાન ક્વોલિટી હંટરની ઉડાનો, વિમાનો, એરપોર્ટ વગેરે અંગે આકરણી કરવાની રહેશે. આમ, તો કંપની આ આકરણી ઓક્ટોબર-નવેમ્બર દરમ્યાન કરાવશે અને આ પદ માટે ફકત ચાર જ લોકોની જરૂર છે. ફિનએરની વેબસાઇટ પર 26મી સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકાય છે.


નક્સલીઓએ 3 બંધક પોલીસકર્મીઓને મુક્ત કર્યા

નક્સલીઓએ 8 દિવસથી બંધક બનાવાયેલા ત્રણ પોલીસકર્મીઓને મુક્ત કરી દીધા છે. ત્રણેય પોલીસકર્મીઓ લખીસરાય શહેરના પોલીસ સ્ટેશને પહોંચ્યા છે. આ પોલીસકર્મીઓનો લખીસરાયમાં પ્રાથમિક ઈલાજ ચાલી રહ્યો છે. ત્રણેય પોલીસકર્મીઓ જીપમાં બેસીને લખીસરાય પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. ત્યાર બાદ આ ત્રણેય પોલીસકર્મીઓ પટના જવા માટે રવાના થશે. નક્સલીઓના કબ્જામાંથી છૂટયા બાદ પોલીસકર્મીઓ પટનામાં મુખ્યમંત્રી નીતિશ કુમારની મુલાકાત કરશે.મીડિયામાં આવી રહેલી ખબરો પ્રમાણે, સરકાર અને નક્સલીઓ વચ્ચે થયેલી વાતચીત બાદ નક્સલીઓએ બંધક પોલીસકર્મીઓને મુક્ત કર્યા છે. ત્યારે સરકારે નક્સલીઓને સુરક્ષિત રસ્તો આપવાનો નિર્ણય કર્યો છે. લખીસરાયના મેડિકલ ઓફિસરે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે ત્રણેય પોલીસકર્મીઓ સ્વસ્થ છે.બિહાર પોલીસે બંધક પોલીસકર્મીઓને છોડાવા માટે દબાણ બનાવતા લખીસરાયમાં કજરા પહાડીના તે વિસ્તારને ચારેય તરફથી ધેરી લીધો હતો. જો કે નક્સલીઓને દાવો છે કે તેમણે પોતાની મરજીથી પોલીસ કર્મીઓને છોડયા છે. એહસાન ખાન, રુપેશ કુમાર અને અભય યાદવને સવારે લગભગ સાડા છ કલાકે નક્સલીઓએ મુક્ત કરી દીધા છે. મીડિયાના જણાવ્યા પ્રમાણે, બિહારના પોલીસ મહાનિદેશકે આ સમાચારની પુષ્ટિ કરી છે.આ પહેલા શુક્રવાર સવારે બીએમપી હવાલદાર લુકાસ ટેટેની લાશ મળ્યા બાદ વિસ્તારમાં શોધ અભિયાન ઝડપી બનાવી દેવાયું હતું. સુરક્ષા દળો બાંકા, કૈમુર, મુંગેર, જામુઈ અને લખીસરાય જિલ્લાના જંગલોમાં કોમ્બિંગ ઓપરેશન ચલાવી રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે લગભગ આઠ દિવસો પહેલા બિહાર પોલસ સાથે અથડામણ બાદ નક્સલીઓએ ચાર પોલીસકર્મીઓને બંધક બનાવ્યા હતા.


અક્ષરધામના હુમલાના દોષિતોની ફાંસી પર સુપ્રિમ કોર્ટની રોક

ગુજરાતના અક્ષરધામ મંદિર પર હુમલાના બે આરોપીઓને આપવામાં આવેલી ફાંસીની સજા પર સુપ્રિમ કોર્ટે આજે રોક લગાવી દીધી છે. આ આરોપીઓએ સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરીને મામલાની ફરીથી સુનાવણી માટે અપીલ કરી હતી. અક્ષરધામ હુમલાના આ દોષિતોએ સુપ્રિમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું હતું કે તેમના મામલાની તપાસ તત્કાલિન પોલીસ અધિકારી ડી. જી. વણઝારાએ કરી હતી અને સોહરાબુદ્દીનની જેમ તેમને પણ ખોટી રીતે ફસાવામાં આવ્યા છે.આરોપીઓએ કોર્ટ પાસે મામલાની તપાસ સીબીઆઈ પાસે કરવાની માગણી કરી હતી. આ અરજી પર સુનાવણી કરતાં આજે સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ જારી કરીને ફાંસીની સજા પામેલા ત્રણમાંથી બેની સજા પર રોક લાગવી દીધી છે.


આસામને બીગ-બી જેવા બ્રાન્ડ એમ્બેસેડરની જરૂર

ગુજરાત પછી હવે આસામને પણ પોતાના પ્રવાસન ને વધારવા માટે બૉલીવુડની હસ્તિઓને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા ઉપર વિચાર વ્યક્ત કર્યો છે.આસામ સરકારના પ્રધાન સચિવ (નાણા તેમજ પ્રવાસન) હિમાંશુ શેખર દાસે જણાવ્યુ હતુ કે અમે પ્રવાસન ને પ્રોત્સાહન આપવા માટે કોઈ બ્રાન્ડ એમ્બેસેડરની નિમણુંક ઉપર ફિલ્મ નિર્દેશક જાહનુ બરૂઆનુ મંતવ્ય લઈ રહ્યા છે.ઓક્ટોબર સુધીમાં કોઈ બૉલીવુડની હસ્તીના નામ ઉપર નિર્ણય લેવાની આશા છે. આસામમાં કાજીરંગા નેશનલ પાર્ક અને માનસ વાઈલ્ડ લાઇફ સેન્ચૂરી મોટા પ્રમાણમાં આકર્ષણનુ કેન્દ્ર છે. આ ઉપરાંત ચાના બગીચા અને ગોલ્ફ પ્રવાસન પણ પ્રવાસિયો ને ખાસ્સા આકર્ષિત કરે છે.


કુલદીપ શર્માની સુરતમાં ગુપ્ત મુલાકાત

શર્માએ જે-તે સમયે એન્કાઉન્ટરમાં સામેલ પોતાની ટીમના અધિકારીઓને એક્સંપ રહી નિર્ણયમાં અડગ રહેવા માટે મનાવ્યા છે અને વણઝારા આણી મંડળીની હાલતનું વર્ણન કરી ચેતવ્યા પણ હતા.ચોંકાવનારી બાબત તો એ છે કે આ મુલાકાત ચાલી રહી હતી તે સમયે સુરતના સર્કિટ હાઉસની બાજુની રૂમમાં સીબીઆઈના અધિકારીઓની પણ ઉપસ્થિતિ હતી.ચકચારી આસિફ અમદાવાદી એન્કાઉન્ટર કેસમાં સંભવત: આઈપીએસ કુલદીપ શર્માને સકંજામાં લેવા માટે સીઆઈડી ક્રાઈમ બ્રાંચ અને રાજકીય પ્રતિનિધિઓ હાલ સુરતના આંટાફેરા મારી રહ્યા છે. તો, બીજી તરફ શર્મા પણ મેદાને ઊતર્યા છે. તેઓ સુરતમાં શનિવારે મોડી રાત્રે આવ્યા અને રવિવારે સાંજે ૪:૦૦ કલાકે દિલ્હીની ફ્લાઈટમાં ચુપચાપ રવાના પણ થઈ ગયા હોવાની માહિતી સાંપડી છે.
શર્માએ જે તે સમયે એન્કાઉન્ટરમાં સામેલ પોતાની ટીમના અધિકારીઓને એક્સંપ રહી નિર્ણયમાં અડગ રહેવા માટે મનાવ્યા છે અને આડકતરી રીતે સરકારને મદદ કરનારા વણઝારા આણી મંડળીની હાલતનું વર્ણન કરી ચેતવ્યા પણ હતા. ચોંકાવનારી બાબત તો એ છે કે આ મુલાકાત ચાલી રહી હતી તે સમયે સુરતના સર્કિટ હાઉસની બાજુની રૂમમાં સીબીઆઈના અધિકારીઓની પણ ઉપસ્થિતિ હતી.અંતરંગ સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ આસિફ અમદાવાદી કેસમાં તપાસ કરી રહેલી સીઆઈડી ક્રાઇમને અત્યાર સુધી એન્કાઉન્ટરમાં સામેલ લોકોને ‘ફિટ’ કરી શકાય તેવા કોઇ પુરાવા હાથ લાગ્યા નથી. ત્યારે તેમની પાસે હવે આસિફ એન્કાઉન્ટરમાં સામેલ અધિકારીઓને તાજના સાક્ષી બનાવવાનો જ વિકલ્પ બચ્યો છે.તેમનાં નિવેદનોના આધારે જ સીબીઆઈ કોર્ટમાં કેસ લઇ ને ઊભી રહી શકે તેવી સ્થિતિ બને. આથી છેલ્લા પંદરેક દિવસથી આ અધિકારીઓને તાજના સાક્ષી બનાવવા માટે મનામણા ચાલી રહ્યા છે. આ કામ માટે તાજેતરમાં ઉત્તર ગુજરાતના એક ધારાસભ્ય પણ સુરત આવ્યા હતા અને આ ટીમમાં સામેલ પોલીસ ઇન્સપેક્ટર કક્ષાના એક અધિકારીને રાજ્ય સરકારના કામમાં મદદ કરવા માટે મનાવી લેવામાં આવ્યા હોવાની વિગતો બહાર આવી હતી.આ વિગતના આધારે કુલદીપ શર્મા અને તેમની સાથે રહેલી ટીમમાં સામેલ અધિકારીઓ ફફડી ઊઠ્યા હોવાનું કહેવાય છે. આથી જ શનિવારે મોડીરાત્રે ૨ વાગ્યે કુલદીપ શર્મા સુરત આવી સન૧૯૯૯માં તેમને સાથ આપનાર અને હાલ વયમર્યાદાને લીધે નિવૃત્તિ પામેલા બે અધિકારીઓ અને ત્રીજા એક બદલી પામેલા પોલીસ ઇન્સપેક્ટર કક્ષાના અધિકારીને મળ્યા હોવાનું જાણવા મળે છે. શર્માએ આ તમામ સાથે લગભગ બે કલાક સુધી ચર્ચા-વિચારણા કરી હતી.


‘શાહ સાથેની મિટિંગ બાદ મેડમ તણાવમાં હતાં’

જોહરી રાજકીય દબાણને વશ થઈ ગયાં હોવાનું સીબીઆઇ સમક્ષ રાજેન્દ્રર આચાર્યનું નિવેદન સોલંકીએ સોહરાબ એન્કાઉન્ટર બોગસ હોવાનો પ્રાથમિક અહેવાલ જોહરીને આપ્યો હતો.સોહરાબુદ્દીન કેસના સુપરવિઝન સમયે ગીથા જોહરી રાજકીય દબાણને વશ થઈ ગયાં હોવાનું ચોંકાવનારું નિવેદન તેમના પૂર્વ અંગત સચિવ રાજેન્દ્રર આચાર્યએ સીબીઆઇને આપ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અમિત શાહ સાથેની મિટિંગમાંથી બહાર આવ્યા બાદ જોહરી તણાવમાં જણાતાં હોવાનું પણ આચાર્યએ નિવેદનમાં કહ્યું હોવાની ચર્ચા છે. જોકે સીબીઆઇ સત્તાવાર રીતે આ વાતને સમર્થન આપતી નથી.રાજકોટના પોલીસ કમિશનર અને સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસના તત્કાલીન સુપરવાઇઝિંગ અધિકારી ગીથા જોહરીની સીબીઆઇ દ્વારા થતી કનડગત અંગેની અરજીની સુનાવણી ૭મી સપ્ટેમ્બરે છે, ત્યારે તેમના તત્કાલીન અંગત સચિવ રાજેન્દ્રર આચાર્યએ તપાસ દરમિયાન રાજકીય દબાણ કરાયું હોવાનું તથા જોહરી દબાણને વશ થઈ ગયાં હોવાનું ચોંકાવનારું નિવેદન સીબીઆઇ સમક્ષ આપ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.રાજેન્દ્રર આચાર્ય ૨૦૦૬ દરમિયાન ગીથા જોહરીના અંગત સચિવ તરીકે તહેનાત હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજેન્દ્રર આચાર્યએ સીબીઆઇને જણાવ્યું છે કે ગીથા જોહરીએ તત્કાલીન તપાસનીશ અધિકારી વી.એલ. સોલંકીને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા હતા તે દિવસે આચાર્ય ચેમ્બરમાં જ હતા. તે દિવસે સોલંકીએ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર બોગસ હોવાનો પ્રાથમિક અહેવાલ જોહરીને સોંપ્યો હતો. તે સમયે તેઓ સ્વસ્થ જણાતાં હતાં.દરમિયાન એક ફોન આવતાં ‘આવું છું’ કહી તેઓ જતાં રહ્યાં હતાં. પરત આવ્યાં ત્યારે ખૂબ જ તણાવમાં દેખાતાં હતાં. તેમણે સોલંકીને કહ્યું હતું કે, સીઆઇડી ક્રાઇમના તત્કાલીન એડશિનલ ડીજી જી.સી. રાયગર, પોલીસવડા પી.સી. પાંડે અને અમિત શાહ સાથેની મિટિંગ દરમિયાન શાહ ખૂબ જ ગુસ્સામાં હતા. અમિત શાહે કહ્યું હતું કે, વણઝારા અને પાંડિયન જેવા અધિકારીને ફિટ કરી શકે તેવો રિપોર્ટ એક ઇન્સપેક્ટર કઈ રીતે બનાવી શકે! શાહે રિપોર્ટ ફાડી નાખવાની પણ સૂચના આપી હોવાનું જોહરીએ સોલંકીને કહ્યું હતું.


સટ્ટાખોર મારી પાસે આવ્યા હોત તો થપ્પડ મારી હોત'

ભારતીય સ્પિનર હરભજન સિંહે જણાવ્યું હતું કે જો કોઈ સટ્ટાબાજ મારી પાસે આવ્યો હોત તો હું તેને થપ્પડ મારી દીધી હોત. એક ખાનગી ચેનલ સાથે વાતચિત દરમિયાન હરભજને જણાવ્યું હતું કે મારી કેરિયરમાં હજુ સુધી કોઈ સટ્ટાખોરે મારો સંપર્ક કર્યો નથી. મેં ક્યારે આવું જોયું નથી. મને તો વિશ્વાસ થતો જ નથી કે કોઈ આવું પણ કરી શકે છે.ભજ્જીએ જણાવ્યું હતું કે જો પાકિસ્તાનના ખેલાડીઓની વિરુદ્ધ સ્પોટ ફિક્સિંગનો આરોપ સાબિત થશે તો આ શરમની વાત હશે. તેણે કહ્યું હતું કે મને નથી ખબર કે ઈંગ્લેન્ડમાં શું થયું હતું. મેં સમાચારપત્રોમાં જોયું પરંતુ આમાં કેટલું સાચું છે તેની તપાસ ચાલી રહી છે. જોઈએ કે આરોપ સાચા છે કે ખોટા.હરભજને કહ્યું હતું કે જ્યારે હું ભારત માટે રમું છું તો મને ગર્વ થાય છે. મને નથી ખબર કે લોકો આવું કેવી રીતે કરી શકે છે. જો આવું થઈ રહ્યું છે તો તે આ મોટી શરમની વાત છે. જો આ સાબિત થઈ જશે તો આરોપીઓની વિરુદ્ધ કાર્યવાહી કરીને સજા કરવી જોઈએ.દસ વર્ષ પહેલાની મેચ ફિક્સિંગ કાંડ વિષે પુછવા પર ભજ્જીએ કહ્યું હતું કે તે સમયે તેઓ યુવા હતાં અને ટીમમાંથી અંદર-બહાર થયા કરતાં હતાં. પરંતુ આ દરમિયાન તેના તે સમયના કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનને સજા મળી હતી.

No comments:

Post a Comment