14 September 2010

રાજકોટ જિલ્લામાં આગામી દિવસોમાં ડુંગળી વધુ મોંઘી થવાનાં એંધાણ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



રાજકોટ જિલ્લામાં આગામી દિવસોમાં ડુંગળી વધુ મોંઘી થવાનાં એંધાણ

અઢી મહિનાથી વરસતા વરસાદે દરેક ખરીફ પાકોને ઓછાવત્તા નુકસાની કરી છે. જામનગરથી કાલાવડ પટ્ટામાં આવેલા ગામડાંઓ ઉપરાંત રાજકોટ જિલ્લામાં ચોમાસે નાસિક ડુંગળીનો મોટો પાક ઉગાડાય છે. ડુંગળીના રોપ અને ચોપેલ ઊભા પાકને અતિ વરસાદે ઝપટમાં લીધા છે. તો બીજી તરફ ખરા સમયે યુરિયા ખાતર ન મળવાથી ખેડૂતો દયનીય સ્થિતિમાં મુકાયા છે.અત્યારે ડુંગળીના છુટક વેચાણમાં કિલોના ભાવ રૂ.૨૦થી રૂ.૨૫ જેવા થયા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ગત મહિને આ સમયે ૨૦ કિલોના ભાવ રૂ.૩૫થી રૂ.૧૬૦ હતા. એક મહિના પછી આજે ભાવમાં તેજી આવીને એ જ પીળી પત્તી ડુંગળીના ભાવ રૂ.૧૧૦થી રૂ.૨૫૦ની સપાટીએ પહોંચ્યા છે.યાર્ડના અગ્રણી વેપારીઓએ હજુ પણ ડુંગળી મોંઘી થવાની દહેશત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ઘણા ગામડાંઓમાં પાણી ભરાવાના કારણો કૂણો રોપ નિષ્ફળ ગયો છે, તો ઘણી જગ્યાએ સતત વરસાદે ચોપેલી ડુંગળીના પાકને ધમરોળી નાખ્યો છે.તાજેતરમાં વાવેલી નાસિક ડુંગળીની કાપણી એકાદ મહિનો મોડી થવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. ત્યાં સુધી ડુંગળીની અછત સર્જાતા ભાવ વધુ તેજ થવાની સ્થિતિ નકારી શકાય તેમ નથી. કપાસના ઊભેલા પાકને પૂર્તિ ખાતર આપવાનો અગત્યનો સમય છે. સરકારની યુરિયા ખાતર ફાળવણીની અવ્યવસ્થાને કારણે છેલ્લા બે મહિનાથી યુરિયા મેળવવામાં ખેડૂતો પરેશાન વેઠી રહ્યા છે.


ગણેશજીની ભક્તિમાં રંગાતા શ્રધ્ધાળુઓ

વિઘ્ન હર્તા દુંદાળા દેવા ગણેશજીની ચતુર્થીનો ગત તા. ૧૧ થી પ્રારંભ થયો હતો. શહેરની જુદી-જુદી સંસ્થા, રાજકીય પક્ષો દ્વારા ગણેશ ચતુર્થીની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ મુખ્ય ચોક, મંદિરો તથા શેરી - ગલીઓમાં ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.ગ્રીન સિટી ક્લબ દ્વારા ગણેશોત્સવના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ગત તા. ૧૧ના ગણેશજીના સ્થાપન સાથે સત્યનારાયણ ભગવાનની કથા યોજવામાં આવી હતી. તા. ૧૭ના શ્રીનાથજીની ઝાંખી ઠાકોરજી પધાર્યા મારે ઘેર ભજનનો કાર્યક્રમ યોજાશે.તા. ૧૮/૧૯ ગીત સંગીત તથા હસાયરો અને તા. ર૦ના આરતી શુશોભન સ્પર્ધા સાંજે ૪.૩૦ કલાકે તથા તા. ૨૧ના લાડુ સ્પર્ધા યોજાશે. તા. રર ના હવન થશે. જેમાં સવારે ૧૧.૩૦ કલાકે બીડુ હોમાશે તથા વાજતે-ગાજતે ગણપતિ વિસર્જન બપારે ૧ કલાકે કરવામાં આવશે.બાપા સીતારામ યુવા ગ્રૂપ, ન્યૂ પરસાણાનગર, જામનગર રોડ ખાતે દરરોજ સાંજે મહાઆરતી ૭.૩૦ કલાકે કરવામાં આવે છે. આ ઉત્સવ દરમિયાન બાળકો માટે બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.શિવસેના સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા ત્રિકોણબાગ કા રાજા ગણેશ મહોત્સવનો જાજરમાન પ્રારંભ થયો હતો. પ્રથમ મહાઆરતીમાં સાધુ-સંતો અને અગ્રણી સહિત અનેક શ્રધ્ધાળુઓ જોડાયા હતા. વરસાદી માહોલ વચ્ચે પણ લોકો ગણેશજીની વંદન કરવા ઉમટી પડ્યા હતા. સવારે ગ્રામ્યજનો અને સાંજે શહેરીજનોની ભીડ જામે છે. આ સાથે પંડાલમાં સ્વયં શક્તિ-પંડિતો દ્વારા પૂજન, આરતી કરવામાં આવે છે.ધર્મનગર માનવ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૪, ધર્મનગર સોસાયટી, ૧૫૦ ફૂટ રૈયા રિંગ રોડ ખાતે ગણપતિ મહોત્સવની હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી ચાલી રહી છે. મૂર્તિ પ્રતિષ્ઠા સાથે વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જેમાં અનેક લોકો જોડાયા હતા.


ભારતમાં મર્સિડીઝની સૌથી સસ્તી કાર વેચાશે

આમ તો દુનિયાભરમાં મર્સિડીઝ કંપનીની ઓળખ મોટા પ્રમાણમાં અને લક્ઝૂરિયસ કારો બનાવનારી કંપની તરિકે બનેલી છે. પરંતુ ભારતમાં નાની કારોના વધતા બજારોને જોતા સુપર લક્ઝૂરિયસ કારો બનાવનારી આ કંપની અહિ પોતાની સૌથી સસ્તી કાર 'મર્સિડીઝ એ-ક્લાસ'ને લૉન્ચ કરવાનુ વિચારી રહી છે.અત્યારે ભારતીય બજારમાં મર્સિડીઝની સૌથી સસ્તી કાર 'સી-ક્લાસ' છે, અને તેની કિંમત છે 28.84 લાખ રૂપિયા. માનવામાં આવી રહ્યુ છે કે 'એ ક્લાસ'ની કિંમત કિંમત સિ-ક્લાસથી ખાસ્સી ઓછી હશે. જોકે કંપનીએ તેની કિંમતને લઈને અત્યારે કોઇ પણ પ્રકારનો ખુલાસો કર્યો નથી.આ જ પ્રમાણે લક્ઝૂરિયસ કાર બનાવનારી કંપની બીએમડબલ્યૂ પણ ભારતમાં પોતાની સૌથી સસ્તી કાર 'એક્સ-1'ને લૉન્ચ કરવાની જાહેરાત કરી ચુકી છે. એક્સ-1ને આ જ વર્ષમાં ડિસેમ્બર સુધી લૉન્ચ કરવામાં આવશે. ભારતમાં આની કિંમત 20 લાખ રૂપિયાની આસપાસ રહી શકે છે.પરંતુ જાણકારોનુ કહેવુ છે કે મર્સિડીઝના આ પગલાની સીધી અસર ટોયાટા કિર્લોસ્કર અને હોન્ડા સિએલ ઉપર પડશે. તેઓનુ માનવુ છે કે હોન્ડાની એકૉર્ડ (17-26 લાખ રૂપિયા) અને ટોયાટાની કેમરી (20-22 લાખ રૂપિયા) ખરીદનારા લોકો થોડી વધુ કિંમત ચુકવીને બીએણડબ્લ્યૂ અથવા મર્સિડીઝની સૌથી સસ્તી કાર ખરીદવાનુ પસંદ કરશે.


બળાત્કાર દરમિયાન પણ મહિલાની કેવી બહાદુરી!

એક મહિલાએ પોતાના જ બળાત્કારની ઘટનાને મોબાઇલ પર બતાવી છે. તેણે જજ સમક્ષ મોબાઇલ પર રેકોર્ડ કરવામાં આવેલી બળાત્કારની ઘટનાને પુરાવા તરીકે રજૂ કરી છે. જેના પછી બળાત્કાર કરનારા બે શખ્સે જેલની હવા ખાવી પડી છે.જાણકારી પ્રમાણે ઓક્સફોર્ડમાં મહોમ્મદ શાહજહાં નામના 27 વર્ષીય અને ફાઝલ અલી નામના 26 વર્ષીય શખ્સને નિકોલસ જોન્સ નામની 26 વર્ષીય મહિલા સાથે બળાત્કાર કરવાના આરોપસર જેલની હવા ખાવી પડી છે. આ મહિલાએ પોતાની સાથે થય્લા બળાત્કાર દરમિયાન પોતાના મોબાઇલમાં રેકોર્ડિંગ ચાલુ કરી દીધું હતું, જે તેણે કોર્ટ સમક્ષ રજૂ કરી દીધું છે.મોબાઇલ ફૂટેજના આધારે બંને શખ્સોને જેલભેગા કરી દેવાયા છે અને બંનેને આજીવન કેદની સજા પણ સંભળાવવામાં આવી છે. ઓક્સફોર્ડના એક ફ્લેટમાં બનેલી આ ઘટનાને મોબાઇલ પર બનેલા ફૂટેજે ઉઘાડી પાડી દીધી. જો કે શાહજહાંએ પોતાનો ગુનો સ્વીકાર્યો નથી, તેનો એવો દાવો છે કે તેની સાથે વંશીય ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.


શહેર પોલીસ કમિશનર તરીકે અમિતાભ પાઠકે ચાર્જ સંભાળ્યો

શહેર પોલીસ કમિશનર તરીકે નિયુક્ત થયેલા અમિતાભ પાઠકે સોમવારે સવારે ૧૧ કલાકે સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો હતો. નવા પોલીસ કમિશનરને અભિનંદન આપવા શાહીબાગ પોલીસ કમિશનર કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ આવી પહોંચ્યા હતા. વર્ષ ૧૯૭૭ ની બેચના આઇપીએસ અધિકારી અમિતાભ પાઠકની માનવ અધિકાર પંચમાંથી શહેર પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે


કોમનવેલ્થ ગેમમાં પાંચ ખેલ નિષ્ણાતોની પસંદગી

નવી દિલ્હી ખાતે તા. ૪ થી ૧૪ ઓક્ટોબર દરમિયાન યોજાનાર કોમનવેલ્થ ગેમ્સમાં વિવિધ રમતોમાં વડોદરાના કુલ પાંચ રમતવીરોની ટેક્નિકલ ઓફિશિયલ તરીકે સત્તાવાર નિમણુંક કરાતા વડોદરાના નામે એક અનોખો વિક્રમ સર્જાયો છે.વડોદરાની રઝિયા શેખ એથ્લેટિકસ, રાજુ સેલાર હોકી અને હવે કલ્પેશ ઠક્કર, સુનીલ લાનગે અને રિષી શર્માની ટેબલ ટેનિસની રમતમાં ટેકનિ્કલ ઓફિશિયલ તરીકે નિમણુંક થઇ છે. ભૂતકાળમાં ક્યારે પણ કોઇ એક શહેરમાંથી એક સાથે પાંચ રમતવીરોની ટેકનિકલ ઓફિશિયલ નિમણુંક થઇ નથી.કલ્પેશ ઠક્કર પોતે ઇન્ટરનેશનલ ખેલાડી રહી ચૂક્યા છે. જાપાન ખાતે એશિયન ચેમ્પિયનશિપ, નેપાળ ખાતે સાફ ગેમ્સ, ૧૬મી એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ બેંગકોક વગેરે ખાતે અમ્પાયર તરીકે કામગીરી બજાવી છે. ૧૯૯૭માં યુએસ ઓપન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ખેલાડી તરીકે ભાગ લીધો હતો. ૨૦૦૮માં યુએસ ઓપનમાં ડેલગિેટ તરીકે સેવા આપી હતી.સુનીલ લાનગેએ સંખ્યાબંધ ઇન્ટરનેશનલ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. અગાઉ વિવિધ સ્થળોએ રમાયેલ કોમનવેલ્થ ગેમ્સમાં તેમણે કમ્પ્યૂટર એક્સપર્ટ તરીકે સેવા આપી હતી.જ્યારે રિશી શર્માએ અગાઉ વિવિધ દેશોમાં રમાયેલ કોમનવેલ્થ ગેમ્સમાં અમ્પાયર તરીકે સેવાઓ આપી છે. આ પાંચે રમત નિષ્ણાતો તા. ૧ ઓક્ટોબરે દિલ્હી જવા રવાના થશે.


જય અંબે ગણેશ મંડળ વીજચોરીમાં પકડાયું

મક્કાઈ પુલના અડાજણ તરફના છેડે આવેલી સોસાયટીનું મંડળ થાંભલા પરથી ડાયરેક્ટ કેબલ જોડી ગાડું ગબડાવતું હતું!
આસ્થા અને શ્રદ્ધાના પ્રતીક સમા ગણેશ ઉત્સવમાં ઉત્સાહના અતિરેકમાં કોઈ મંડળ કાયદાનો ભંગ કરી કામચાલઉ વીજ મીટર લેવાના બદલે ડાયરેક્ટ કેબલ જોડી વાજ ચોરી કરતું પકડાશે તો તે મંડળને કાયદેસરનું બિલ ફટકારવામાં આવશે તેવો લાલબત્તીરૂપ કિસ્સો સોમવારે અડાજણ પાટિયા વિસ્તારમાં બન્યો છે.મક્કાઈ પુલના અડાજણ તરફના છેડે આવેલી જયઅંબે સોસાયટીમાં ગણેશ મહોત્સવ સમિતિના કાર્યકરો કામ ચલાઉ વીજ મીટર લેવાના બદલે નજીકના થાંભલામાંથી કેબલ જોડી વીજ ચોરી કરતા હોવાનું ડીજીવીસીએલના રાંદેર ડિવિઝન કચરીના અધિકારીઓના ધ્યાન પર આવતા સોમવારે બપોરે આ કચેરીની ટીમે ત્યાં તપાસ કરી તો વીજ ચોરી કરાતી હોવાનું ફલિત થયું હતું. પરિણામે મંગળવારે આ મંડળને કાયદેસરનું બિલ ફટકારવામાં આવશે.અત્રે એ ઉલ્લેખનીય છે કે આઠ દિવસ પહેલા ડીજીવીસીએલની રાંદેર ડિવિઝનલ કચેરી તરફથી આ મંડળને, સુરત મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીઓને તેમજ વીજ કંપનીના ઇન્સપેક્ટરને એક નોટિસ પાઠવી આ રીતે વીજ ચોરી કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તાકીદ કરાઈ હતી. આમ છતાં આ મંડળ વીજ ચોરી કરતાં પકડાયું હતું. જે ત્રણ કિલોવોટ વીજ પ્રવાહનો વપરાશ કરતું હોવાનું જણાતા એક વર્ષ અથવા તો છ મહિનાનું બિલ ફટકરાવામાં આવશે.



પોસ્ટ ઓફિસોમાં નાણાં ઉપાડવા ગ્રાહકોનો ધસારો

ગોરવા રોડ પરની એલેમ્બિક પોસ્ટ ઓફિસમાં એજન્ટ અને કર્મચારીઓના મેળાપીપણામાં બંધ ખાતાં ચાલુ કરીને થયેલા કરોડો રૂપિયાના કૌભાંડને પગલે ગ્રાહકોનો વિશ્વાસ ડગી ગયો છે. એટલું જ નહીં આ પોસ્ટ ઓફિસમાં ગ્રાહકો દ્વારા નાણાં ઉપાડવા આજે ધસારો થતાં લાંબી કતારો જામી હતી.આજે ત્રણ દિવસની રજાઓ બાદ એલેમ્બિક પોસ્ટ ઓફિસ ખૂલતાં જ આ પોસ્ટ ઓફિસમાં ખાતાં ધરાવતાં ગ્રાહકોનો ભારે ધસારો રહ્યો હતો. જે પૈકી મોટાભાગના ગ્રાહકો નાણાં ઉપાડવા આવ્યા હોઇ કેશ કાઉન્ટર પર લાંબી કતારો જામી હતી.આશ્ચર્યની વાત તો એ હતી કે, નાણાં ઉપાડવા માટે ગ્રાહકોનો એટલો ધસારો રહ્યો હતો કે, પોસ્ટનો સમય પૂરો થવા છતાં વધુ એક કલાક માટે કાઉન્ટર ચાલુ રાખવાની ફરજ પડી હતી. પોસ્ટ ઓફિસમાં આવતાં ગ્રાહકો તેમના ખાતાંની ચકાસણી કરવા ઉપરાંત પોતાના નાણાં સલામત રહેશે કે કેમ? તેની પૃચ્છા કરતા જોવા મળ્યાં હતાં.બીજી તરફ નાણાં ઉપાડવા માટેની કતારમાં ઊભેલા ગ્રાહકો પોસ્ટ વિભાગના કર્મચારીઓને નિશાન બનાવી કૌભાંડ સંદર્ભે કટાક્ષ કરતા હતા. જેથી ગમે ત્યારે આ મુદ્દો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તેવી પરિસ્થિતિને લઇ પોસ્ટ ઓફિસના વાતાવરણમાં ગરમાવો આવી જાય છે.દરમિયાન પ્રાપ્તવિગતો મુજબ એલેમ્બિક પોસ્ટ ઓફિસમાંથી કૌભાંડ સપાટી પર આવ્યા બાદ અહીં ફરજ બજાવતા પોસ્ટ માસ્તરથી લઇ પટાવાળા સુધીના તમામ કર્મચારીઓની સાગમટે બદલી કરી દેવાઇ છે. જેમના સ્થાને પોસ્ટ વિભાગની અન્ય કચેરીઓમાંથી કર્મચારીઓને તહેનાત કરાયા છે. આ સંજોગોમાં નવા કર્મચારીઓને ગ્રાહકોના મ્હેણાં ટોણાં સાંભળવા પડી રહ્યા છે. નવા કર્મચારીઓને ભ્રષ્ટાચારી સમજી ગ્રાહકો દ્વારા થઇ રહેલા આક્ષેપોથી નવા કર્મચારીઓ સમસમી ઉઠ્યા છે.


ભાવનગર : ગોહિલવાડમાં ભારે ઝાપટાથી પોણો ઈંચ વરસાદ વરસ્યો

ભાવનગર શહેર-જિલ્લામાં ભાદરવાના પ્રથમ સપ્તાહમાં હવે ખંડવૃષ્ટિ વરસી રહી છે. આજે જિલ્લામાં હળવાભારે ઝાપટાથી પોણા ઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો. ભાદરવાના છ દિવસ ગયા છતાં હજુ ભાદરવો પોતાનો તડકા-તાપનો અમલ મિજાજ દર્શાવ શક્યો નથી.ભાવનગર શહેરમાં આજે મેઘવિરામ રહ્યો હતો. બપોર બાદ વરાપ નિકળતા નગરજનોએ રાહત અનુભવી હતી. આજે બોટાદમાં ૧૯ મીમી એટલે કે પોણો ઈંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે ગઢડામાં પણ ૧૨ મીમી વરસી ગયો હતો.ભાવનગર જિલ્લામાં આજે ગારીયાધાર પંથકમાં પણ ૧૫ મીમી વરસાદ હળવા-ભારે ઝાપટા સ્વરૂપે વરસી ગયો હતો.જ્યારે તળાજામાં ૯ મીમી, મહુવામાં આઠ મીમી, ઘોઘામાં ૬ મીમી અને સિહોરમાં ત્રણમીમી વરસાદ વરસી ગયો હતો. જ્યારે જિલ્લાના અન્ય વિસ્તારોમાં સૂર્ય પ્રકાશીત રહેતા રાહત રહી હતી.


ભાવનગર : મચ્છરજન્ય રોગચાળો આવતો નથી, આપણે લાવીએ છીએ!


ભાવનગર શહેર-જિલ્લામાં વરસાદી ઋતુમાં ભેજનું પ્રમાણ નોંધપાત્ર રહેતા મેલેરિયા અને ડેન્ગ્યુનો રોગચાળો ઝડપથી વકરી રહ્યો છે ત્યારે આ મચ્છરજન્ય રોગચાળા અંગે પ્રજાજનોમાં પૂરતી જાગૃતિ જરૂરી છે. આ મચ્છરોનો ઉપદ્રવ કાંઈ અમસ્તો જ ફેલાતો નથી. ભેજવાળા વાતવરણમાં આપણે પણ થોડા બેદરકાર રહીએ એટલે મચ્છરજન્ય રોગચાળો માઝા મુકે છે.
કયુલેકસ મચ્છરની માદા ફાઈલેરીયા (હાથીપગો), જાપાનીઝ એન્સેફલાઈટીસ જેવા રોગોના ફેલાવો કરે છે. જ્યારે એડીસ ઈજીપ્તાઈ મચ્છરની માદા ડેન્ગ્યુ-સાદો, ડેન્ગ્યુ હેમોરેજીક, ડેન્ગ્યુ શોક સિંડ્રોમ, યલો ફીવર (ભારતમાં યલો ફીવરના જીવાણુ મળતા નથી) તથા હાલમાં ચિકુન ગુનિયા જેવા રોગોનો ફેલાવો કરે છે.તાજેતરમાં રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં શંકાસ્પદ વાયરલ ફીવર-તાવ કે જેમાં તીવ્ર સાંધાનો દુ:ખાવો, ઉબકા, શરીરમાં કળતર, અળાઈ જેવા મુખ્ય ચિન્હો સાથેના તાવના રોગચાળાનો ઉપદ્રવ થવા પામેલ છે. જે શંકાસ્પદ વાયરલ ફીવર ‘ચિકનગુનિયા’ છે. જેમાં રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારોમાં એન્ટોમોલોજિસ્ટ દ્વારા અભ્યાસ હાથ ધરાતા એડીસ ઈજીપ્તાઈ નામના મચ્છરોના મચ્છર ઉત્પત્તિ સ્થાનો વ્યાપક પ્રમાણમાં પોઝીટીવ મળેલ છે. તેમ પૂર્વ મ્યુ.હેલ્થ ઓફિસર ડૉ.અનિલ ગોહિલે જણાવ્યું છે.


કચ્છ : સિંધુ નદીના વહેણ કચ્છ તરફ ફંટાઇ રહ્યા છે

કચ્છના રણમાં ભવિષ્યમાં સિંધુના પાણી ફરીથી વહે તેવા એંધાણ,કુદરતી આપત્તિઓની થપાટ ખાઇને ભૌગોલિક રીતે વિશિષ્ટ બનેલા કચ્છ જિલ્લા સંબંધી વધુ એક આફત સરહદની સામે પાર ઊભી થઇ છે. આ આફત કચ્છની નથી અને તેને કારણે કોઇ જાનહાનિ કે માલહાનિ પણ નથી થવાના બલકે ભવ્ય ભૂતકાળ જીવંત થવાની આશા સાથે લાભ થવાની સંભાવના ઊભી થઇ છે. એ બાબત એ છે કે, પાકિસ્તાનમાં વહેતી મૂળ કચ્છ તરફથી ફંટાયેલી સિંધુ નદીના વહેણ આગામી સમયમાં ફરીથી લખપત પાસેથી વહેતાં થાય એવો વર્તારો આકાશી આંખ (સેટેલાઇટ) દ્વારા નોંધાયો છે.જે નદીના પટમાં આખી સંસ્કૃતિ જીવી ગઇ છે એ સિંધુ નદીના વહેણ ઇ.સં.૧૮૧૯ના જૂનમાં આવેલા ભૂકંપના કારણે બદલાયા હતા. લખપત બંદરના ખાડી વિસ્તારમાં ધરતીકંપના કારણે વહેણ ફર્યા બાદ અલ્લાહબંધ સર્જાયો હતો અને સિંધુના પાણી પાકિસ્તાનમાં વહેવા માંડ્યા હતા. અમેરિકન ઉપગ્રહ ટેરા અને એકવાના તાજા ડેટા મુજબ સિંધુનો પ્રવાહ કચ્છ તરફ બદલાઇ રહ્યો છે. ૧૮૧૯માં બદલાયેલો પ્રવાહ કરાચી નજીક દક્ષિણ-પૂર્વમાં ૧૨૫ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયો હતો. જે લખપતથી ઉત્તર પૂર્વમાં ૧૫૦ કિલોમીટર જેટલું અંતર થાય.


મોદીનો પ્રચાર બિહારમાં મુદ્દો શા માટે બને છે?

બિહારમાં ભાજપના કયા રાષ્ટ્રીય નેતા પ્રચાર કરશે એ કોઇ પૂછતું નથી, એટલું જ પૂછે છે કે નરેન્દ્ર મોદી પ્રચાર કરશે ખરા? અને, બિહારમાં ભાજપનો સાથી પક્ષ જનતાદળ યુનાઇટેડ કહે કે મોદી પ્રચાર નહીં કરે તો મીડિયાને ગોળનું ગાડું મળી જાય. મોદીને બિહારવટો અપાય કે ન અપાય, તેના પોસ્ટરો લાગે કે ઉખાડી નાખવામાં આવે તેના પર આખા દેશની નજર રહે છે. નીતિશ કુમાર અને નરેન્દ્ર મોદી વચ્ચેનો સંઘર્ષ વર્ષોથી ચર્ચાતો રહ્યો છે. લોકસભાની ગત ચૂંટણી વખતે ભાજપના ટોચના નેતાઓએ મોદી અને નીતિશને લુધિયાણામાં એક મંચ ઉપર ભેગા કર્યા હતા અને બંને એકબીજાના હાથ પકડીને વિજયી મુદ્રામાં ફોટા પણ પડાવ્યા હતા. પણ ત્યારની અને અત્યારની સ્થિતિ અલગ છે.તે સમયે લાલુ પ્રસાદ યાદવે બિનસાંપ્રદાયિકતાના નામે નીતિશને બિહારમાં બરાબર ભીડવ્યા હતા. બિહારમાં ચૂંટણીઓ આવી રહી છે અને નીતિશકુમાર ત્યાંના મુસ્લિમોના મત મેળવ્યા વગર ફરીથી સત્તા પર આવી શકે તેમ નથી. એટલે ભાજપની હાલની છબી સાથે તે ઊભા રહી શકે તેમ નથી. ભાજપ પર કોમવાદી પક્ષ તરીકેની છાપ મઢી દેવામાં આવી છે. અને, નીતિશ કુમારની સમસ્યા એ છે કે, એ જ ભાજપ બિહારમાં તેનો સાથીપક્ષ છે. આ સ્થિતિમાં તેમણે વચલો માર્ગ કાઢ્યો છે. નરેન્દ્ર મોદીને ભાજપનો કોમવાદી ચહેરો ગણીને તેઓ દૂર રાખી રહ્યા છે, અન્ય નેતાઓને આવકારી રહ્યા છે.રાજકીય રીતે આ બાબત સાચી પણ છે, આ વખતે નીતિશકુમાર સામે લાલુપ્રસાદ યાદવ મોટું જોખમ બનીને ઊભા છે. ગયા વખતે તો લાલુ-રાબડીના પંદર વર્ષના શાસનથી અને કૌભાંડની વણજારથી બિહારના લોકો ગળે આવી ગયેલા હતા. પણ આ વખતે નીતિશના વિકાસના દાવાઓની કસોટી છે. લાલુના પંદર વર્ષના શાસનની સાથે નીતિશના પાંચ વર્ષના શાસનની સરખામણી થશે. ચૂંટણી માત્ર વિકાસના મુદ્દા પર લડાતી હોત અને જીતાતી હોત તો નીતિશકુમાર ગુજરાત દ્વારા અપાયેલી મદદ કે મોદીના પોસ્ટરો કે તેના પ્રચાર કોઇનો વિરોધ ન કરતા હોત. ચૂંટણીઓ જાતિના આધારે લડાય છે એટલે મોદી-નીતિશ જેવા વિવાદ થતા જ રહેવાના.

No comments:

Post a Comment