visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
આઝાદી પછી કોંગ્રેસે પ્રથમ વખત કઠલાલ બેઠક ગુમાવી
કઠલાલ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. આ સીટ પરથી ભાજપના કનુભાઈ ડાભીનો 21547 મતથી વિજય થયો છે. કઠલાલ બેઠક પરથી ભાજપના વિજય સાથે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની અનેરી ભેટ મળી છે. મતગણતરીના પ્રારંભિક તબક્કાથી જ ભાજપના ઉમેદવાદ કનુભાઈ આગળ ચાલી રહ્યાં હતા.કોંગ્રેસનો ગઢ ગણાતા આ વિસ્તારમાં આઝાદી બાદ કોંગ્રેસે ક્યારેય હારનો સ્વાદ ચાખ્યો ન હતો ત્યારે આજે આઝાદી બાદ પ્રથમ વખત કોંગ્રેસે સીટ પરથી હારનો સ્વાદ ચાખ્યો છે.પોતાના જન્મ દિવસે જ કઠલાલ બેઠક પરથી ભાજપનો વિજય થતાં લોકોનું અભિવાદન કરવા માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાંજે ચાર વાગ્યે કઠલાલ જશે.ભાજપના કનુભાઈ ડાભીને 62120 મત જ્યારે કોંગ્રેસના ઘેલાભાઈ ઝાલાને 40573 મત મળતા કનુભાઈનો 21547 મતથી વિજય થયો હતો. આઝાદી બાદ પ્રથમ વખત પરાજય મળતા કોંગ્રેસની છાવણીમાં સન્નાટો છવાઈ ગયો હતો.
પઠાણનો ધડાકો અજાણી વ્યક્તિએ તેને મોંઘી ગિફ્ટ મોકલી હતી
સ્પોટ ફિક્સિંગના સ્કેન્ડલે સમગ્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખળભળાટ મચાવી દીધો છે ત્યારે ભારતીય બોલર ઈરફાન પઠાણે ધડાકો કર્યો છે કે એક સીરીઝ દરમિયાન અજાણી વ્યક્તિએ તેને મોંઘી ગિફ્ટ મોકલી હતી, જે કદાચ બુકી પણ હોય શકે.જો કે ઈરફાન પઠાણે એ ખુલાસો કર્યો નથી કે આ ઘટના ક્યારે બની હતી અને તે સમયે ટીમ ક્યાં દેશ સામે રમી રહી હતી. આ સીરીઝ દરમિયાન અજાણી વ્યક્તિએ મોંધી ગિફ્ટ તેની હોટલની રૂમમાં મોકલી હતી અને પઠાણે આ અંગેની જાણ ટીમ મેનેજરને કરી હતી.એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં પઠાણે જણાવ્યું હતું કે હું ટીમ સાથે હોટલમાં હતો ત્યારે અજાણી વ્યક્તિએ મારો સંપર્ક કર્યો હતો. તેણે ત્રણ મોંઘી વસ્તુઓ મારી રૂમમાં મોકલી હતી. ત્યાર બાદ વધુ બે મોંઘી વસ્તુઓ તેણે મારી રૂમમાં મોકલી હતી. ઈરફાન પઠાણ છેલ્લે એપ્રીલ 2008માં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ મેચ રમ્યો હતો.તેણે વધુમાં જણાવ્યું હતું કે મને લાગ્યું કે આ ખોટું છે કારણ કે હું તે વ્યક્તિને જાણતો ન હતો. મેં તરત જ ટીમ મેનેજરને વાત કરી હતી જેઓએ આઈસીસીના ભ્રષ્ટાચાર વિરોધી યુનિટને જાણ કરી હતી.પઠાણે ફેબ્રુઆરી 2009માં કોલંબોમાં શ્રીલંકા સામે વન ડે રમી હતી ઈજાના કારણે તેની કેરિયર પર માઠી અસર પડી છે. પઠાણે વધુમાં જણાવ્યું હતુ કે મેં ત્યાર બાદ આ અજાણી વ્યક્તિને ક્યારેય જોઈ નથી અને મને ગૌરવ છે કે મેં યોગ્ય સમયે ટીમ મેનેજરને આ વાતની જાણ કરી હતી.
રામમંદિર: ઉગ્ર પ્રતિક્રિયા નહીંનો RSS-VHPનો વાયદો
રામમંદિર પર 24 સપ્ટેમ્બરે આવનારા કોર્ટના ચુકાદા પહેલા ભગવા પરિવારમાં ગરમીનો પારો વધી ગયો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિંદુ પરિષદના નેતાઓએ દિલ્હીમાં બે દિવસ વિચાર-વિમર્શ કર્યા બાદ સંકેત આપ્યા છે કે વિવાદીત જમીનના માલિકી હકને લઈને હિંદુ સંગઠનો વિરુદ્ધ ચુકાદો આવશે, તો પણ તેમની પ્રતિક્રિયા ઉગ્ર નહીં હોય. સંઘ પ્રમુખ મોહન ભાગવત બે દિવસ પહેલા કહી ચુક્યા છે કે અયોધ્યા મામલામાં અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો જે પણ આવશે, સંઘની પ્રતિક્રિયા બંધારણીય મર્યાદામાં જ રહેશે. તેમણે વાયદો કર્યો છે કે કોઈપણ પ્રકારની હિંસા થવા દેવાશે નહીં.અલ્હાબાદ હાઈકોર્ટના અંતિમ સમયે આ મુદ્દા પર કોઈ સર્વમાન્ય ઉકેલની શોધની કોશિશો વચ્ચે આરએસએસના અખિલ ભારતીય પ્રચારકોની બુધવારે શરૂ થયેલી બે દિવસીય બેઠકના બીજા દિવસે વિશ્વ હિંદુ પરિષદના નેતાઓએ પણ આ મુદ્દે લાંબી ચર્ચા કરી છે. વિશ્વ હિંદુ પરિષદ અધ્યક્ષ અશોક સિંઘલ અને મહામંત્રી પ્રવિણિ તોગડિયા ગુરુવાર સવારે સંઘ મુખ્યાલય પહોંચ્યા અને તેમણે સરસંઘચાલક મોહન ભાગવત સાથે ચર્ચાવિચારણા કરી હતી. તેમાં ભાજપ તરફથી સંગઠન મહામંત્રી રામલાલે ભાગ લીધો હતો.
હજ સબસિડી ઈસ્લામ વિરુદ્ધ?
હજયાત્રા માટે આપવામાં આવતી સબસિડી ઈસ્લામ વિરુદ્ધ છે? ચોંકશો નહીં, હજ સબસિડી પર આ દ્રષ્ટિકોણ લઘુમતી મંત્રાલયનો જ છે. હજ પર મંત્રાલયની એક આંતરીક બેઠકમાં મંત્રાલયે હજ પર અપાનારી સબસિડી પર પુનર્વિચારની અપીલ કરી છે. જો કે કેબિનેટ મીટિંગમાં તેને ફગાવીને આ વર્ષનો હજ પ્રોગ્રામ જાહેર કરી દેવાયો છે.લઘુમતી મંત્રાલયે પોતાનો આ અટપટો દ્રષ્ટિકોણ હજ સ્કીમ પર મંત્રલાયની આંતરીક ચર્ચા દરમિયાન રજૂ કર્યો છે. જેમાં સરકારને હજ પર અપાનારી મદદને પાછી ખેંચવાની અપીલ કરવામાં આવી છે. મંત્રાલયનો તર્ક હતો કે હજ માટે કોઈપણ પ્રકારની સબસિડી શરિયાની વિરુદ્ધ છે.જો કે સરકારનો હજ સબસિડી ખતમ કરવાનો કોઈ ઈરાદો નથી. પરંતુ સરકારની અંદરથી જ હજ પર આ પ્રકારના વિચારોએ તેમાં અસમંજસતા જરૂરથી પેદા કરી છે.
ટાટા 'નેનો'નુ ઑનલાઇન વેચાણ
ટાટા નેનોએ ઑનલાઇન વેચાણ ક્ષેત્રમાં પદાર્પણ કરવાનુ શરૂ કર્યુ છે. દેશના ઘરેલૂ બજાર પછી તેનુ આકર્ષણ વિદેશોમાં પણ પહોચી ગયુ છે.અમેરિકાના એક ડૉક્ટરે પોતાના વારાણસીમાં રહેનારા એક પરિવાર માટે ટાટા નેનોનુ ઑનલાઇન બુકિંગ કરાવ્યુ છે. ઈ-બે મોટર્સ ઇન્ડિયા તરફથી આ નેટ બુકિંગ કન્ફોર્મ કરવામાં આવ્યુ છે.આની પહેલા દેશના ઘરેલૂ બજારમાં મુંબઈના ડીલર જેએડી ઑટો ઇન્ડિયાથી મિનાજ નાયરે ટાટા નેનોને ઑનલાઇન ખરિદી હતી. તેઓએ વર્ષ 2010માં નેનો એલએક્સની 1,80,000 રૂપિયાની બોલી લગાવી જીતી હતી.
જેતપુર ચેતના ટોકીઝ પાસે બોંબ હોવાનો પોલીસને ફોન મળ્યો
જેતપુર શહેરના તીનબતી ચોક પાસે આવેલી ચેતના ટોકીઝ પાસે બોંબ હોવાનો શુક્રવારે સવારે પોલીસને નનામો ફોન આવતા દોડધામ મચી ગઇ છે. સવારે આવેલા નનામા ફોનને પોલીસે ગંભીરતાથી ધ્યાને લઇ તુરંત પોલીસ કાફલો ચેતના ટોકીઝ પહોંચી ગયો હતો.સવારના પહોરમા આટલી મોટી સંખ્યામા પોલીસ નજરે પડતા લોકોમા તરેહ તરેહની ચર્ચા જાગી હતી. શહેર પોલીસ મથકના ઇન્સપેકટરે નગરપાલીકાના ફાયર ફાયટર સહિતનો કાફલો તૈયાર રખાવ્યો હતો. અને ટોકીઝની આસપાસનો વિસ્તાર કોર્ડન કરી બોંબ શોધવાની કવાયત શરૂ કરી દેવાઇ છે. બનાવ અંગે જિલ્લા પોલીસ વડાને પણ જાણ કરાતા તેઓ જેતપુર જવા રવાના થયા છે.આ લખાય છે ત્યારે બોંબ ડસ્પિોઝલ સ્કવોડ પણ જેતપુર પહોંચી ટોકીઝની આસપાસનો ખુણેખુણો તપાસ કરી રહી છે. જેતપુરની મુખ્ય બજારમા બનાવને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા છે. પોલીસે આ બનાવને ગંભીરતાથી લીધો છે. તેમ છતા કોઇ ટીખળખોરોનું તો કારસ્તાન નથી ને તે અંગે પણ તપાસ શરૂ કરી છે.
અયોધ્યા પર ચુકાદો ટાળવાની વાત નામંજૂર
અયોધ્યામાં વિવાદીત જમીનના માલિકી હકના મામલામાં સુલેહ દ્વારા ઉકેલવાની અરજી પર શુક્રવારે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેચમાં સુનવણી છે. આ અરજી 13માં તારીખે દાખલ કરવામાં આવી હતી. આ મામલાથી જોડાયેલા બે પક્ષોએ તેનો વિરોધ કરતાં કહ્યું છે કે કોર્ટ નક્કી કરેલી તારીખ એટલે કે 24 સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો સંભળાવે.અખિલ ભારતીય હિંદુ મહાસભા અને સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે ચુકાદો ટાળવા વિરુદ્ધ અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ ખંડપીઠમાં અરજી દાખળ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે કેસ પર ચુકાદો સંભળાવાની તારીખ વધારવી જોઈએ નહીં અને ચુકાદો નક્કી તારીખે જ સંભળાવો જોઈએ.આ બંને પક્ષોની અરજીને શુક્રવારે આ મામલા સાથે જોડાયેલી વિશેષ ખંડપીઠ સામે મૂકવામાં આવશે. રમેશચંદ્ર ત્રિપાઠી નામના શખ્સે આ અરજી દાખલ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કેસનો ચુકાદો ટાળીને કોર્ટ આ સંદર્ભે સુલહ કરવાની કોશિશ કરે.
11 વર્ષથી ફરાર એમક્યુએમ નેતાની લંડનમાં હત્યા
પાકિસ્તાનની ત્રીજી સૌથી મોટી પાર્ટી મુત્તાહિદા કોમી મુવમેન્ટ એટલેકે એમક્યુએમના નેતા ઈમરાન ફારૂખની ચાકુ હુલાવીને હત્યા કરવામાં આવી છે. ફારૂખ પર હત્યા સહિતના કેટલાંય આરોપો હતા, જેના કારણે તે 1999થી જ દેશમાંથી ફરાર થઈ લંડનમાં રહેતો હતો.ફારૂખ મોહાજિર કોમી મુવમેન્ટનો સંસ્થાપક હતો, જે પછી એમક્યુએમ બની ગયો હતો. પારિવારિક સૂત્રો જણાવે છે કે કેટલાંક અજ્ઞાત હુમલાખોરોએ લંડનમાં મળીને હિલ વિસ્તાર ખાતેના ફારૂખના ઘર નજીક હુમલો કરી દીધો અને તેના શરીર પર ચપ્પાના ઘા પણ કર્યા હતા. ફારૂખને તરત જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.ફારૂખની હત્યાની ખબરથી પાકિસ્તાનના કેટલાંક વિસ્તારોમાં સન્નાટો છવાઈ ગયો છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિત કેટલાંય અગ્રણી પ્રધાનોએ આ હત્યા પર શોક વ્યક્ત કર્યો છે. એમક્યુએમ પ્રમુખ અલ્તાફ હુસેને 57મા જન્મદિવસ નિમિત્તે કરાંચીમાં આયોજિત કાર્યક્રમને ફારૂખની હત્યાની ખબર મળતાં જ રદ કરી નાંખ્યો છે.
રામમંદિર આંદોલનથી દેશને નુકસાન જ નુકસાન
રામમંદિર-બાબરી મસ્જિદથી ભારતે આગળ ધપવું પડશે. ભારતના રાજકારણમાં રામમંદિર આંદોલન એક મોટા વળાંકરૂપ આંદોલન હતું. આ આંદોલનમાં નવી ક્રાંતિને જન્માવાની તાકાત હતી. પણ આ આંદોલનને માત્ર સત્તા પરિવર્તનનું સાધન જ બનાવામાં આવ્યું હતું. આ આંદોલન દેશમાં તમામ ધર્મ, જાતિ અને વર્ગના લોકોને સાથે લઈને ચાલવાની તાકાત ધરાવતું હતું. પરંતુ આ આંદોલનને માત્ર ભાજપને સત્તાસ્થાને પહોંચાડવાનું માધ્યમ બનાવામાં આવ્યું હતું. 1984થી શરૂ થયેલા આંદોલનને 1992માં બાબરી ધ્વંસ થયા બાદ લગભગ સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. પરંતુ દેશની સંસદમાં રામમંદિર અને બાબરી મસ્જિદનો મુદ્દો મોટા પ્રમાણમાં ઉછળતો રહ્યો હતો. સંસદીય સત્રોના ઘણાં દિવસો રામમંદિર-બાબરી મસ્જિદ વિવાદના હોબાળામાં બરબાદ થયા હતા.તો બીજી તરફ સતત એક દશક સુધી 6 ડિસેમ્બરે બાબરી ધ્વંસની વરસીએ આખા દેશમાં તણાવ વ્યાપી જતો હતો. આ આંદોલનની રાજકારણ પરની અસર પણ વિપરીત હતી. કોંગ્રેસને સત્તા પરથી હટાવા માટેનું સાધન બનેલા રામમંદિર આંદોલનથી દેશના લોકોને ફાયદો ઓછો અને નુકસાન વધુ મળ્યું છે.
જીએમે શારીરિક અડપલાં કરીને અશ્લીલ SMS મોકલ્યા
કાર્યસ્થળ પર મહિલા કર્મચારીઓ સાથે શારીરિક અડપલાં જેવા મામલાથી હવે દિલ્હી મેટ્રો રેલવે નિગમ (ડીએમઆરસી) પણ બાકી બચ્યું નથી. ડીએમઆરસીમાં કાર્યરત એક વિરિષ્ઠ અધિકારીએ પોતના વિભાગના જનરલ મેનેજર પર શારીરિક અડપલાં કરવાનો અને અશ્લીલ એસએમએસ મોકલવાનો આરોપ લગાવતા પોલીસને ફરિયાદ કરી છે.ત્યાર બાદ પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ-354, 509 હેઠળ કેસ નોંધ્યો છે. પીડિતાનો આરોપ છે કે તેણે પોલીસને ફરિયાદ કર્યા પહેલા ડીએમઆરસીના ઉચ્ચ અધિકારીઓને પણ ફરિયાદ કરી હતી. પરંતુ તેમના લચ્ચડ વલણને કારણે તેને પોલીસ ફરિયાદનો સહારો લેવો પડયો છે. પીડિત મહિલા કર્મચારી ડીએમઆરસીના કાયદા વિભાગમાં વરિષ્ઠ કાયદા અધિકારીના પદ પર કાર્યરત છે. પીડિતાનો આરોપ છે કે તે લગભગ સાડા પાંચ વર્ષોથી આ સંસ્થામાં કાર્યરત છે. તેમના વિભાગના જનરલ મેનેજર નરેન્દ્ર પ્રતાપ સિંહ છે. શરૂઆતમાં તે તેમના ઈરાદાને ઓળખી શકી ન હતી.ધીરેધીરે તેમનો વ્યવહાર વાંધાજનક થતો ગયો. લગભગ ત્રણ સપ્તાહથી તો હદ થઈ ગઈ હતી. તેમનો આરોપ છે કે નરેન્દ્ર પ્રતાપ સિંહે તેમને બળજબરીથી મોડે સુધી ઓફિસમાં બેસડતા અને રજાના દિવસે પણ કામ માટે બોલાવતા હતા. આ દરમિયાન તેમણે મહિલા કર્મચારીને શાબાશી આપવાના બહાને શારીરિક અડપલાં કર્યા હતા. આ સિવાય કેટલાંક એસએમએસ પણ મોકલ્યા હતા. આ એસએમએસ ખુબ જ વાંધાજનક હતા. જ્યારે તેમણે ફરીથી વહીવટી તંત્રનો સંપર્ક કર્યો તો તેમને ઉંધાચત્તા જવાબ મળ્યા હતા.
મુંબઇ ઇન્ડિયન્સના સુકાની સચિન હજૂ પણ ચિંતિત
મુંબઇ ઇન્ડિયન્સના સુકાની સચિન તેંડુલકરે પોલાર્ડના પેટભરીને વખાણ કર્યા છે. જો કે તેણે કહ્યું છે કે તે હજૂ પણ બોલરોના નબળા પ્રદર્શનથી ચિંતિત છે.પોલાર્ડ કે જેણે 30 બોલમાં વિસ્ફોટક 72 રન ફટકાર્યા હતા. જેમાં તેણે નવ છગ્ગા અને ચોગ્ગો લગાવ્યો હતો. તેના વખાણ કરતા સચિને કહ્યું હતું કે, અમારી બેટિંગ શાનદાર રહી હતી. ખાસ કરીને પોલાર્ડ. તેણે ટીમને ભયાનક પરિસ્થિતિમાંથી બહાર કાઢી હતી. ડ્યૂમિનિએ પણ સારું બેટિંગ કર્યું હતું.પોલાર્ડે બેટિંગ થકી સુંદર અને આક્રમક અંદાજ બતાવ્યો હતો. તેના અસાધારણ શક્તિ રહેલી છે તેથી તે વિશ્વના કોઇપણ મેદાનમાં પોતાનો ઝલવો બતાવી શકે છે. તે સારી ઇનિંગ રમ્યો હતો તેમ સચિને ઉમેર્યું હતું.જો કે, તે બોલરોના પ્રદર્શનથી નાખૂશ હોવાનું સ્પષ્ટ જણાતું હતું. તેણે કહ્યું કે, હું અમારા પ્રદર્શનથી ખૂશ છું. તેનો અર્થ એ નથી કે હું સંતુષ્ઠ છું પરંતુ અમે સારી રીતે મેચને પૂર્ણ કરી શક્યા હતા. બેટિંગમાં અમે દરેક ઇનિંગમાં 180ની નજીક પહોંચી શક્યા હતા. પરંતુ અમારે બોલિંગમાં હજૂ મહેનત કરવાની જરૂર છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment