13 September 2010

26/11 મુદ્દે રાજ ઠાકરે સલમાનના બચાવમાં

26/11 મુદ્દે રાજ ઠાકરે સલમાનના બચાવમાં

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ મુંબઈ પર આતંકવાદી હુમલા પર એક પાકિસ્તાની ટીવી ચેનલને આપેલા પોતાના વિવાદાસ્પદ નિવેદનને લઈને ચોતરફી ટીકાઓમાં ઘેરાયેલા બોલિવુડ સ્ટાર સલમાન ખાનનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું છે કે સલમાનના નિવેદનને તોડ-મરોડ કરીને રજૂ કરવામાં આવ્યું છે.રાજ ઠાકરેએ કહ્યું છે કે તેઓ સમજે છે કે તેમના નિવેદને મીડિયાએ તોડીમરોડીને રજૂ કર્યું છે. તે ઈન્ટરવ્યુમાં સલમાને મુંબઈ હુમલા પર પાકિસ્તાન પર પ્રશ્ન ઉઠાવ્યા છે. પરંતુ મીડિયાએ તેના પર ચુપકીદી સાધી રાખી છે.રાજે કહ્યું હતું કે તેઓ સલામાનને સારી રીતે જાણે છે અને આ અશક્ય છે કે તેણે આવું કંઈક કહ્યું હોય. કેટલીક મીડિયા ચેનલોએ સંદર્ભો બહાર ઈન્ટરવ્યુની કેટલીક લાઈન ઉઠાવીને દર્શાવી છે. આપણે આખો ઈન્ટરવ્યું જોવો જોઈએ અને ત્યાર બાદ ટિપ્પણી કરવી જોઈએ.


સશસ્ત્ર કમાન્ડરોની બેઠકમાં ચીન પર ચિંતા

ચીન અને નક્સલીઓ તરફથી પેદા થઈ રહેલા પડકારો પર ચર્ચા માટે સશસ્ત્ર દળોના 23 કમાન્ડરોની બે દિવસની બેઠક સોમવારથી શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં વડાપ્રધાન મનમોહન સિંહ પણ પહોંચ્યા છે.સેના, નૌસેના, વાયુસેનાના કમાન્ડરોના વાર્ષિક સંમેલનમાં વિદેશ મંત્રાલયના અધિકારીઓ પણ સામેલ થયા છે. કારણ કે આ બેઠકમાં ભારત-ચીન સંબંધો પર વિમર્શ દરમિયાન પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચીની સેનાના જવાનો હાજરી સંદર્ભેના અહેવાલોની પણ વાત થશે. વડાપ્રધાન આ સંમેલનના ઉદઘાટન બાદ કમાન્ડરોને સંબોધિત કર્યું. આ બેઠકમાં સંરક્ષણ મંત્રી એ.કે.એન્ટની પણ સામેલ થયા હતા.સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે આ વિમર્શ દરમિયાન ભારત-ચીન સરહદી ક્ષેત્ર પાસે ચીની સેનાના જમાવડા, નવી ચીની મિસાઈલોના એકમની તેનાતી અને નવા વાયુ સૈનિક અડ્ડા બનાવા અને ઉત્તરીય સૈન્ય કમાન્ડના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ બી. એસ. જસવાલને ચીની વીઝા ન મળવા જેવા મુદ્દા ઉઠવાની સંભાવના છે. બેઠકમાં ચીનની ‘સ્ટ્રિંગ્સ ઓફ પલ્સ’ રણનીતિ સંદર્ભે પણ વાત થઈ શકે છે. બેઠક દરમિયાન વિદેશ મંત્રી એસ.એમ.કૃષ્ણા અને વિદેશ સચિવ નિરુપમા રાવ એક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરશે.

રામ..રામ..આ શું થવા બેઠું છે અમેરિકાનું

અત્યાર સુધી દુનિયાની સૌથી મજબૂત માનવામાં આવનારી અર્થવ્યવસ્થા માટે ખતરાની ઘંટડીઓ રણકવા લાગી છે. દુનિયાના ખ્યાતનામ અર્થશાસ્ત્રી નૉરિયલ રાઉબિનીએ કહ્યુ કે અમેરિકાની અર્થવ્યવસ્થા હવે એવી સ્થિતિમાં પહોચી ગઈ છે જ્યાથી તે સરળતાથી મંદીની જપેટમાં આવી શકે છે.રાઉબિનીએ એમ પણ કહ્યુ કે આવુ કોઈ પણ સમયે બની શકે છે. રાઉબિનીએ જણાવ્યુ હતુ કે મંદી સાથે લડવા માટે અમેરિકા સરકારના તમામ હથિયારો પડી ભાંગ્યા છે. હવે ત્યાની અર્થવ્યવસ્થાને લાગનારો સાધારણ ફટકો પણ અમેરિકાને મંદીમાં લાવી મુકશે. અને હા રાઉબિની એકલા એવા અર્થશાસ્ત્રી નથી જે આવુ કહી રહ્યા છે, અત્યાર સુધી આ બાબતમાં પોતાનુ મોં સિવીને બેસેલા પ્રખ્યાત અર્થશાસ્ત્રીઓ પણ અમેરિકા માટે આવી આગાહીઓ કરી રહ્યા છે.આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના એક જર્નલમાં છપાયેલા લેખમાં બૉસ્ટન યૂનિવર્સિટીના પ્રોફેસર લોરેન્સ કોટલીકોફે પણ આવી આશંકા વ્યક્ત કરી છે, અને તેઓએ તો એક પગલુ આગળ માંડતા એમ પણ કહ્યુ છે કે આવનારા દિવસોમાં અમેરિકા અને ચિન વચ્ચે આર્થિક જંગ પણ છેડાઈ સકે છે.


કુશ્તીમાં સુશીલ કુમાર વર્લ્ડ ચેમ્પિયન

ભારતના પહેલવાન સુશીલ કુમારે કુશ્તી વિશ્વકપ ચેમ્પિયનશિપમાં રશિયાના પહેલવાનને હરાવીને ભારતને કુશ્તીમાં પ્રથમ ગોલ્ડ મેડલ આપવ્યો છે. આ સાથે જ તે કુશ્તીમાં વર્લ્ડ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય બની ગયો છે.રશિયા ખાતે રમાઇ રહેલા કુશ્તિ વિશ્વકપ 2010માં ભારતના પહેલવાન સુશીલ કુમાર અને રશિયાના પહેલવાન ગાગાવેવ વચ્ચે ફાઇનલ રમાઇ હતી. જેમાં સુશીલ કુમારે ગોગાવેવને હરાવીને વિશ્વ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો. અને ભારતને કુશ્તીમાં પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યું હતું.ઓલમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર સુશીલ કુમારે ઇતિહાસ રચતા વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપ જીતીને ભારતને ગોલ્ડ મેડલ આપવ્યો છે. સુશિલે રશિયાના ગોગાએવને 3-1થી હરાવ્યો છે.


કાશ્મીરી આતંકવાદનો રંગ પણ જણાવો: નરેન્દ્ર મોદી

ભગવા આતંકવાદ પર કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદમ્બરમને આડે હાથ લેતા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કાશ્મીર ખીણમાં આતંકવાદનો રંગ ક્યો છે? તે પણ બતાવી દો.સોમવારે ભાજપના યુવા મોરચા તરફથી આયોજીત એક સભાને સંબોધિત કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આપણાં ગહમંત્રી ચિદમ્બરના પ્રમાણે આતંકવાદના પણ અલગ-અલગ રાંગ છે. હું તેમને પુછવા માંગું છું કે કાશ્મીરના લોકો જે આતંકવાદથી પીડિત છે, તેનો રંગ ક્યો છે? એ હિંસાનો રંગ જણાવો કે જેની સામે કાશ્મીરી પંડિતો ઝજૂમી રહ્યાં છે.’મહત્વપૂર્ણ છે કે રાજ્યોના પોલસ પ્રમુખની એક બેઠકને સંબોધિત કરતાં ગત માસમાં ચિદમ્બરમે વિભિન્ન બોમ્બ વિસ્ફોટો પાછળ ભગવા આતંકવાદનો હાથ ગણાવ્યો હતો.મોદીએ સવાલ કર્યો હતો કે જ્યારે ઘાટીમાં હિંસાને કારણે કાશ્મીરી પંડિતો ત્યાંથી ઘર-બાર છોડીને ભાગી રહ્યાં હતા, તે સમયે કોંગ્રેસી સરકાર શું કરી રહી હતી? શું તમારી (યુપીએ સરકાર) પાસે તેનો જવાબ છે?


બ્રિટનને પાકિસ્તાનમાં સત્તા પરિવર્તનનો ડર

પૂર અને આતંકવાદનો સામનો કરી રહેલ પાકિસ્તાનમાં ગમે ત્યારે સત્તા પરિવર્તન થઈ શકે છે તેવું બ્રિટનનું અનુમાન છે. બ્રિટને પાકિસ્તાનમાં સત્તા પરિવર્તનની સ્થિતિમાં પોતાના નાગરિકોને ત્યાંથી બહાર કાઢવાની યોજના પર કામ શરૂ કરી દીધું છે. આ માટે તેણે સ્પેશિયલ એર સર્વિસ તૈયાર રાખી છે.એક બ્રિટિશ અખબાર મુજબ પાકિસ્તાન ભયંકર પૂર અને આતંકવાદનો સામનો કરી રહ્યું છે. આ તકનો ફાયદો લઈને સેના સત્તાને પોતાના હાથમાં લઈ શકે છે. આ આંશંકાને ધ્યાનમાં રાખીને અફઘાનિસ્તાનની સરહદથી સટે વિસ્તારમાં બ્રિટનની સેનાની એક વિશેષ ટૂકડી ચાર કલાકની અંદર ઈસ્લામાબાદ દૂતાવાસના કર્મચારીઓને બહાર કાઢવાની યોજના તૈયાર કરવામાં લાગી ગઈ છે.રિપોર્ટમાં જણાવ્યા મુજબ પાકિસ્તાનમાં કાર્યરત બ્રિટિશ નાગરિકોને પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું કહેવામાં આવ્યું છે. તેઓને એ પણ જણાવી દેવામાં આવ્યું છે કે સંકટની ઘડીમાં ક્યાં એકઠું થવું, જ્યાંથી મદદ મળી શકશે.આ યોજના પાકિસ્તાનની રાજનીતિક અસ્થિરતાનું પ્રતિક છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ગિલાનીએ ગત શુક્રવારે સત્તા પરિવર્તનની કોઈપણ આશંકાનો ઈનકાર કરતા જણાવ્યું હતું કે સત્તામાં આવવાનો સેનાનો કોઈ ઈરાદો નથી.



જામનગરમાં તરુણ પર સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય

જામનગરના એક તરૂણ ઉપર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરી અજાણ્યો યુવક રોકડ રકમ પણ ઝુંટવી લઇ નાશી છુટયાની ફરિયાદ નોંધાઇ છે.જામનગરના શાકમાર્કેટ વિસ્તારમાં રહેતા સૈફુદીન ભાઇના તેર વર્ષના પુત્રએ ગત તા. ૧૧ના રાત્રે પોણા નવ વાગ્યાના સુમારે એક અજાણ્યા લગભગ અઢાર વર્ષની વયના યુવકે હેડ પોસ્ટ ઓફીસ વિસ્તારમાં આવેલી એક દુકાનની છત પર લઇ જઇ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરી રૂ.૧૦૦ની રોકડ રકમ પણ ઝુંટવી લઇ નાશી છુટયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવી છે.આ બનાવ અંગે ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા જાંબલિ પેન્ટ અને ટીશર્ટ પહેરેલા યુવક સામે આઇપીસી કલમ-૩૭૭, ૩૯૨ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ પીઆઇ સરવૈયાએ હાથ ધરી છે.તરૂણ ઉપર સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્યના બનાવને પગલે શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે અજાણ્યા શખ્સને પકડી પાડવા જુદી-જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


નક્સલીઓએ રેલવે ટ્રેક ઉડાવ્યો, હુમલામાં 2 જવાનો શહીદ

માઓવાદીઓએ ઝારખંડમાં રલેવે ટ્રેક ઉડાવ્યો છે અને દંતેવાડામાં નક્સલીઓએ પોલીસ સ્ટેશનને નિશાન બનાવીને કરેલા હુમલામાં બે પોલીસ જવાનો શહીદ થયા છે.માઓવાદીઓએ સોમવાર સવારે ગિરિડીહ જિલ્લાના કર્માવદ રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેકને ઉડાવી દીધો છે. સંભાગીય રેલવે પ્રબંધક, ધનબાદ રેલવે સંભાગના એ. ઉપાધ્યાયે જણાવ્યું છે કે સોમવાર સવારે બે વાગ્યે માઓવાદીઓએ એક માલગાડીના પૈડાંને ક્ષતિગ્રસ્ત કર્યા અને લગભગ એક મીટર જેટલાં પાટા ઉડાવી દીધા હતા. તેમણે કહ્યું હતું કે રેલવે પાટા ક્ષતિગ્રસ્ત થવાને કારણે ઘણી ટ્રેનો જુદાં-જુદાં સ્થાને રોકી દેવામાં આવી છે.છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં સોમવાર સવારે નક્સલીઓએ એક પોલીસ સ્ટેશનને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. આ હુમલામાં બે પોલીસ જવાનો શહીદ થયા છે. પ્રારંભિક જાણકારી પ્રમાણે, આ હુમલો જિલ્લાના ભેજ્જી પોલીસ સ્ટેશન નજીક સોમવાર સવારે થયો છે. દંતેવાડાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક એસ.આર.પી.કલ્લૂરીએ જણાવ્યું છે કે હુમલામાં બે પોલીસકર્મીઓ શહીદ થયા છે. તેમણે કહ્યું છે કે વધુ હુમલાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઘટનાસ્થળે સુરક્ષાદળોને મોકલાયા છે. તેમના જણાવ્યા પ્રમાણે, ડઝન જેટલાં નક્સલી હજી પણ વિસ્તારમાં હાજર છે.


સસ્તો અને તમામ ફિચર્સ વાળો મોબાઇલ

ઑસ્કરે યુવાનોને આકર્ષિત કરવા પોતાનો નવો મોબાઇલ હેન્ડસેટ લૉન્ચ કર્યો છે. ઑસ્કર જે-4 શાનદાર લુક અને જબરદસ્ત ફીચર્સનું અનોખુ મિશ્રણ છે જે યુવાનોને આકર્ષિત કરશે.ઑસ્કી જે-4 સોશિયલ નેટવર્કિંગ સાથે જોડાયેલો ક્વર્ટી મોબાઇલ છે. આ મોબાઇલમાં વન ટચ એફએમ છે. એનો અર્થ એમ થયો કે કિપેડ ઉપર એફએમ બટનને ટચ કરીને કોઈ પણ વ્યક્તિ એફએમ રેડિયો સાંભળી શકે છે.આ ફીચર તમને ફ્યુચર સંબધીત તમામ ઇનકમિંગ અને આઉટગોઈંગ કૉલને રેકૉર્ડ કરવાની સુવિધા પણ આપી શકે છે. ઑસ્કર જે-4 મૉડલની સાથે 2 જીબી મેમરી કાર્ડ પણ ફ્રિમાં આપવામાં આવી રહ્યુ છે.અન્ય ફીચર્સની સાથે ઑસ્કર જે-4 ડ્યૂઅલ સિમ, 5.08 એફએમ (2.0), કલર ડિસ્પ્લે, મેગા પિક્સલ કેમેરો, રિકોર્ડરની સાથે વાયરલેસ એફએમ, એમપી-3 એન્ડ વિડિઓ પ્લેયર, બ્લૂટુથ, ટોર્ચ જેવા ફિચર્સથી સસક્ત છે. અને તેની કિંમત છે માત્ર 2749 રૂપિયા જે તેના સેગ્મેન્ટમાં સૌથી સસ્તો છે.


દુશ્મની ક્યારેય લાંબી ટકતી નથી

ફિલ્મ દબંગ હિટ થતાં કિંગ ખાનના સાચા મિત્રો પણ સલમાનના કેમ્પમાં જવા લાગ્યા છે. શનિવારે રાત્રે સલ્લુએ એક પાર્ટીનું આયોજન કર્યુ હતું. આ પાર્ટી ઈદ, ગણેશ ચતુર્થી અને દબંગ હિટ જતાં યોજવામાં આવી હતી.પાર્ટીમાં જ્યારે શાહરૂખ કેમ્પના નિખિલ દ્વિવેદી, રીતેશ દેશમુખ, સંજય કપૂર અને ચંકી પાંડે હાજર રહેતા ત્યાં હાજર રહેલા તમામની ભ્રમરો ઉંચી થઈ ગઈ હતી.નીખિલ અને કિંગ ખાન વચ્ચે થોડા સમય પહેલા અણબનાવ બન્યો હતો અને તેને કારણે નીખિલ સલમાનના કેમ્પમાં હાજર રહે તે સમજી શકાય તેમ છે. જો કે રિતેશ, સંજય અને ચંકી શા માટે હાજર રહ્યા તે અંગે કોઈ સમજી શક્યુ નહોતુ્.



યુવરાજ જીતાડશે 2011નો વિશ્વકપ

વ્યક્તિની સફળતામાં એક હાથ તેની ગ્રહદશાનો પણ હોય છે. આ ગ્રહ પોતાની ચાલ બદલીને સાધારણ વ્યક્તિને ખાસ બનાવી દેશે. આવું જ કંઈક જ્યોતિષ ગણિત છુપાયેલું છે ટીમ ઈન્ડિયાના યુવરાજ સિંહની રમતમાં. આઈસીસી ટ્વેન્ટી20 વિશ્વકપમાં એક ઓવરમાં છ સિક્સર અને હાલમાં ખરાબ ફોર્મ ખરાબ ગ્રહદશાનું પરિણામ છે.આવી રીતે લાગી હતી છ સિક્સર- વર્ષ 2007માં યુવરાજના સિતારા ચળકી રહ્યાં હતા. સાતમાં ગ્રણ અરૂણના પ્રભાવના કારણે યુવરાજે ભારત માટે વિજયી પ્રદર્શન કર્યું હતું. ટ્વેન્ટી20 વિશ્વકપમાં ઈંગ્લેન્ડ સામે યુવરાજ સિંહે ફટકારે છ સિક્સર આજે પણ બધાને યાદ છે.કેતૂએ રોક્યો છે માર્ગ – યુવરાજ સિંહનું હાલમાં ખરાબ ફોર્મ કેતૂની અંતર્દશાનું પરિણામ છે. આ કેતૂએ યુવરાજને સારૂ પ્રદર્શન કરતા રોકી રાખ્યો છે. જ્યાતિષિઓના જણાવ્યા મુજબ ડિસેમ્બર 2010 પછી યુવરાજની સ્થિતિમાં સુધારો આવશે. 2011માં યુવરાજ તેના પૂરા ફોર્મમાં હશે. આ વર્ષ દરમિયાન આઈસીસી ક્રિકેટ વિશ્વકપ એશિયામાં યોજાશે. યુવરાજના સિતારાને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વિશ્વકપ જીતવાનું ભારતનું સપનું પૂરુ થઈ શકશે.2015માં ક્રિકેટને કહેશે અલવિદા- જ્યોતિષ ગણિત મુજબ 2000થી લઈને 2016 સુધી યુવરાજ સફળતાની ઉંચાઈને સ્પર્શ કરશે. 2015માં યુવરાજ ટીમ ઈન્ડિયાનું અભિન્ન અંગ બની રહેશે. યુવરાજ માત્ર ટી20માં નહિં વન ડે અને ટેસ્ટમાં પણ ભારતીય ટીમનો મહત્વનો ખેલાડી બની રહેશે.


સુવિધા હોસ્પિટલમાં બે માતા, એક પુત્ર, એક પુત્રી અને એક બબાલ

બમરોલી રોડ પર આવેલી સુવિધા હોસ્પિટલમાં રવિવારે સવારે બે મિનિટના અંતરાલે એક બાળક અને એક બાળકીનો જન્મ થયો હતો. નર્સે બંને જનેતાઓને કહ્યું કે તેમને સંતાનમાં પુત્ર થયો છે, આથી પ્રસૂતિના થોડા સમય બાદ જ્યારે એક જનેતાને પુત્રી આપવામાં આવી ત્યારે તેના પરિવારજનોએ હોસ્પિટલમાં ઝઘડો કર્યો હતો અને આખરે પોલીસ બોલાવ્યા બાદ બંને નવજાત બાળકો અને તેમની માતાઓને નવી સિવિલમાં ડીએનએ ટેસ્ટ માટે ખસેડવામાં આવ્યા હતા.નવી સિવિલ ખાતેથી પ્રાપ્ત વિગતો અનુસાર ૨૭ વર્ષીય પ્રેમિલાબેન પરસોત્તમભાઈ સાહની (રહે. આશિષનગર, પાંડેસરા)ને પ્રસૂતિની પીડા થતાં તેમને બમરોલી રોડ પર આવેલી સુવિધા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, જ્યાં રવિવારે સવારે ૦૩:૨૭ વાગ્યે તેમને નોર્મલ ડિલિવરી થઈ હતી.આ જ સમયની આસપાસ એટલે કે ૦૩:૨૯ વાગ્યે ૨૯ વર્ષીય સાહેદાબેગમ અકબરઅલી અન્સારી (રહે. કર્મળ્યોગી સોસાયટી-૨, પાંડેસરા)ને પણ નોર્મલ ડિલિવરી થઈ હતી. પ્રેમિલાબેનની ડિલિવરી થઈ ત્યારે નર્સે કહ્યું હતું કે તેમને સંતાનમાં પુત્ર થયો છે અને જ્યારે સાહેદાબેગમની ડિલિવરી થઈ ત્યારે તેમને પુત્ર થયો હોવાનું દેખાડ્યું હતું.થોડાક સમય બાદ જ્યારે નર્સે પ્રેમિલાબેનને કહ્યું કે તેમને પુત્ર નહીં પણ પુત્રી થઈ છે તો તેમના પરિવારજનો રોષે ભરાયા હતા અને કહ્યું હતું કે પહેલાં તમે કહ્યું કે પુત્ર થયો છે અને હવે બીજી મહિલાને પુત્રી થઈ છે, આથી તમે અમારો પુત્ર બદલી નાખ્યો છે.


ઘુંટાઈ રહ્યું છે સ્વપ્ન જ્યોતિષનું રહસ્ય

દરેક વ્યક્તિને પ્રશ્ન થાય છે કે સ્વપ્ન જ્યોતિષ શું છે અને મનુષ્યને જે સ્વપ્ન દેખાય છે તે ખરેખર સત્યનો આઈનો હોઈ શકે. તમારા મનમાં પણ આ પ્રકારના પ્રશ્ન થતા જ હશે.આયુર્વેદ અને યોગશાસ્ત્ર અનુસાર નિદ્રા આવવાનું કારણ એ છે કે મન સુષુમ્ણામાં કે જેને અંગ્રેજીમાં ‘સ્પાઈનલ કોડ’ કહે છે એમાં પ્રવેશ કરી જાય છે.જ્યારે ક્યારેક મન બહારના તનાવ યા દબાણ હેઠળ ફસાઈ જાય છે ત્યારે મન વિવિધ પ્રકારનાં દૃશ્યોની રચના કરવામાં લીન બની જાય છે. પ્રાકૃતિક આવેગ જેવા કે ભૂખ - તરસનો પ્રભાવ વગેરેથી ગ્રસ્ત બની તે જે કંઈ નિહાળે છે તે ફળ નિર્ણયની દૃષ્ટિએ અર્થહીન હોય છે. ચિંતા યા આસક્તિવશ તે જે કલ્પના વિસ્તાર કરે છે તે પણ નિરર્થક હોય છે.શરીરમાં કાર્યરત વાત, પિત્ત, કફના અસંતુલનથી પણ સ્વપ્ન આવે છે. તેમાં વાતદોષનું અસંતુલિત અવસ્થાનું કારણ આપનારાં સ્વપ્નોમાં, મનુષ્ય હવામાં ઊડે છે, પહાડી પર ચઢે છે, ઊંચાઈ પરથી કૂદે છે. પિત્તના વિકારની સ્થિતિમાં આગ સળગતી જુએ છે, રક્ત અને પીળા રંગની વસ્તુઓ જોયા કરે છે. કફની આ પ્રાકૃતિક સ્થિતિથી વ્યક્તિ પાણીમાં તરે છે. જળાશયો અને બગીચાઓમાં ભ્રમણ કરે છે ને આવા પ્રકારનાં સ્વપ્નો જુએ છે. એક વાત એ પણ હોય છે કે હાથ હ્ય્દય પર ચાલ્યો જાય ત્યારે તેનાથી નીકળતું ઘર્ષણ વિદ્યુત તરંગોથી હ્ય્દયની ક્રિયાવિધિમાં અંતરાય પડે છે અને તે અસ્વાભાવિક થઈ ઊઠે છે તેનાથી ભયાવહ સ્વપ્નો આવે છે.


આ ટીવી જ્યારે બની જશે અરિસો

બર્લિનમાં તાજેતરમાં જ યોજાયેલા એક કંન્ઝ્યૂમર ઇલેક્ટ્રૉનિક શો 'આઈએફએ 2010'માં ચીનની એક કન્ઝ્યૂમર ઇલેક્ટ્રૉનિક બનાવનારી કંપનીએ એક અલગ પ્રકારનુ ટીવી લૉન્ચ કર્યુ છે.આ એલસીડી ટીવીની ખાસિયત એમ છે કે તેને મિરર એટલે અરિસા સ્વરૂપે પણ ઉપયોગ કરી શકાય છે. એટલે કે જ્યારે આ મિરર ટીવી ચાલૂ કરશો ત્યારે તમે તેના ઉપર ચેનલ્સની મજા માણી શકસો અને બંધ કરતાની સાથે જ આ ટીવી બની જશે.કંપનીએ આ ખાસ મિરર એલસીડી ટીવીને 10, 15, અને 19 ઇન્ચ સાઈઝમાં લૉન્ચ કરી છે. કંપનીનુ કહેવુ છે કે એલસીડી પેટર્નમાં હોવાના કારણે તમે તેને સરળતાથી બાથરૂમમાં પણ સેટ કરી શકો છો.અને આ જગ્યા તેના માટે સૌથી સારી જગ્યા હશે કારણ કે તેના દ્વારા તમે અરિસો અને એન્ટર્ટેનમેન્ટ બન્નેનુ કામ થઈ શકસે. કંપનીએ હજુ આ ટીવીની કિંમતનો ખુલાસો કર્યો નથી.




મુંબઈને પાણી આપતા ડેમો ભરાયા

મુંબઈ મહાનગરને પાણી પુરવઠો આપનારાં બધાં જ એટલે કે છએછ જળાશયો ભરાઈ ગયાં હોવાથી પાણીનો પુરવઠો મેળવવામાં સૌથી છેલ્લા છેડે રહી જતી વસાહતોની પાણીની ટંચાઈ(ખેંચ)ની સમસ્યા પણ હવે નાબૂદ થઈ હોવાનું મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર સ્વાધીન ક્ષત્રિયે કહ્યું હતું. મહાનગરને પાણી પુરવઠો પુરો પાડતા તમામ જળાશયો ભરાઈ ગયાં તેમ જ પાણી કાપનું સંકટ આ વખતે ટળી ગયા બાબતે તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.મુંબઈને પાણી પુરવઠો આપનારા છએછ જળાશયોમાં હવે ૧,૨૭,૯૬૮.૧ કરોડ લિટર જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે ત્યારે ૧.૩૨૫ કરોડ લિટર જેટલા જળ-જથ્થાની જરૂર છે. અપર વૈતરણા અને ભાતસા જળાશયો હજી સુધી ભરાયાં નહોતાં તે હવે ભરાઈ ગયા હોવાનું મહાનગરપાલિકાના વધારાના કમિશનર દિગ્ગીકરે કહ્યું હતું. અપર વૈતરણા પૂર્ણ ભરાવાની મર્યાદા ૬૦૩.૫૧ મીટર જેટલી છે પણ તે જળાશય ૬૦૩.૧૨ મીટર જેટલું ભરાયું છે.ભાતસા ડેમની સંપૂર્ણ જળમર્યાદા ૧૪૨.૦૭ મીટર છે જ્યારે તે ૧૪૧.૧૫ મીટર સુધી ભરાઈ ગઈ છે. તળાવોના વિસ્તારોમાં હજુ સુધી વરસાદ પડી રહ્યો છે. ભાતસા ડેમ પણ પૂર્ણ ભરાઈ જાય અને પછી બંધના દરવાજા ઉઘાડવામાં આવે તો નજીકનાં ગામો ડૂબી જવાનો ભય રહેતો હોય છે. આથી ભાતસા જળાશયના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હોવાની જાણકારી વધારાના મહાનગરપાલિકા કમિશનર દિગ્ગીકરે આપી હતી.આ વખતે સારો વરસાદ થયો હોઈને પાણી ટંચાઈ અને પાણી કાપની ફિકર નાબૂદ થઈ ગઈ હોવા બાબતે મહાનગરપાલિકા કમિશનર સ્વાધીન ક્ષત્રિયે સંતોષ વ્યક્ત કર્યો હતો. મુંબઈ મહાનગરના ચેમ્બુર, બૈંગણવાડી અને એન્ટોપ હિલ જેવા વિસ્તારો પાણીની વિતરણ વ્યવસ્થાના છેલ્લા છેડે છે. આ વિસ્તારોમાં પાણીની ટંચાઈની અનેક ફરિયાદો હતી. આ વિસ્તારોમાં પણ પૂરો પાણીપુરવઠો અપાતો હોવાનું મહાનગરપાલિકા કમિશનર ક્ષત્રિયે કહ્યું હતું.

No comments:

Post a Comment