15 September 2010

રામમંદિર નિર્માણ માટે મુસ્લિમો પહેલ કરે:RSS

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


રામમંદિર નિર્માણ માટે મુસ્લિમો પહેલ કરે:RSS

અયોધ્યા મામલે 24 સપ્ટેમ્બરે આવનારા કોર્ટના ચુકાદા પહેલા બુધવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બેઠક થઈ રહી છે. જેમાં સંઘ અને વિશ્વ હિંદુ પરિષદના નેતાઓ આગામી બે દવિસ દરમિયાન રામમંદિર મુદ્દે રણનીતિ તૈયાર કરશે.આ પહેલા સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે મુસલામાને અપીલ કરી કે કોર્ટનો ચુકાદો ચાહે તે આવે, તેમણે મંદિર બનાવાની પહેલ કરવી જોઈએ. ભાગવતે ભાજપને કહ્યું છે કે ભાજપ ખુદ નક્કી કરે કે તેણે શું કરવું છે, પરંતુ એટલું યાદ રાખે કે તેની સફળતામાં મંદિર આંદોલનનું મહત્વપૂર્ણ યોગદાન છે.સંઘ પરિવાર રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદના ચુકાદાની તત્પરતાથી રાહ જોઈ રહ્યો છે. ચુકાદો કઈ તરફ આવવાનો છે, તે સંદર્ભે કોઈ ખાતરીપૂર્વક કંઈ કહી શક્તું નથી. ત્યારે રામમંદિર મુદ્દે ચુકાદા બાદની રણનીતિ બનાવા માટે સંઘ અને વિશ્વ હિંદુ પરિષદના નેતાઓ દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક યોજી રહ્યાં છે.અયોધ્યા કેસના ચુકાદાના એક સપ્તાહ પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત અને વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ અશોક સિંઘલ મહત્વપૂર્ણ બેઠક યોજી રહ્યાં છે.આ કદાચ એ વાતના સંકેત છે કે રામસેતુ આંદોલન જેવો કોઈ પ્રત્યાઘાત આપવામાં વિશ્વ હિંદુ પરિષદ આગેવાની લઈ શકે છે.ભાજપ અને સંઘ ચિંતામાં છે. 90ના દાયકામાં રામમંદિર આંદોલન થકી ભાજપ સત્તામાં જવા સુધીની સફળતા પામી શક્યું હતું. જો કે હાલ રાજકીય વાતાવરણ પણ ઘણું બદલાય ગયું છે.હાલ ભાજપ પોતાની કોમવાદી છાપને ધોવાની કોશિશ કરી રહ્યું છે, કારણ કે ઉગ્ર હિંદુત્વના રાજકારણને મતદાતાઓએ ફગાવી દીધું છે. વિશ્વ હિંદુ પરિષદના વલણથી નારાજ મંદિર આંદોલના સંતો હાલ તેમનાથી અંતર જાળવી રહ્યાં છે અને તેમનાથી નાખુશ છે.


‘આપણે આગળ છીએ, તો ભારત અને ચીન પણ પાછળ નથી’

ભારત, ચીન અને અમેરિકા વચ્ચે અત્યારે ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે. તેવામાં રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું છે કે અમેરિકા આ સ્પર્ધામાં આગળ છે, પણ ભારત અને ચીન જેવા દેશો પણ કંઈ પાછળ નથી. ભવિષ્યમાં વિકાસ માટે થતાં રોકાણના આંકડાંઓ પરથી નક્કી થઈ જ જશે કે ભારત, ચીન અને જર્મની જેવા દેશો અમેરિકાને કેવી ટક્કર આપે છે.તેમણે ફેરફેક્સમાં અર્થવ્યવસ્થા વિષય પર બોલતા જણાવ્યું હતું કે અહીંની અર્થવ્યવસ્થા દુનિયાની સર્વશ્રેષ્ઠ અર્થ વ્યવસ્થા છે. હવે આ દેશે કેટલીક એવી સમસ્યાઓ સામે લડવાનું છે, જે દેશના વિકાસમાં બાધક છે. આ કામ માટે હવે અમેરિકા રાહ જોઈ શકે તેમ નથી કારણ કે અન્ય દેશો આ સ્પર્ધામાં બરાબર પાછળ છે.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમેરિકા અત્યારે રિસર્ચ અને વિકાસ માટે જંગી મૂડીરોકાણ કરી રહ્યું છે. આગામી ભવિષ્યમાં પણ આ પરથી જ નક્કી થશે કે વિકાસની સ્પર્ધામાં કયો દેશ આગળ છે. છેલ્લા એક દાયકામાં ચીને પોતાના ઘરેલુ ઉત્પાદનના 9 ટકા પાયાગત માળખામાં જ્યારે યુરોપે 5 ટકા વધારાનું રોકાણ પાયાગત માળખામાં કર્યું છે, જ્યારે અમેરિકાનું પાયાગત માળખામાં રોકાણ આ વર્ષે 2 ટકા જ છે.



સોહરાબુદ્દીન કેસના સાક્ષી આઝમ ખાન પર ગોળીબાર

સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસના મુખ્ય સાક્ષી મહંમદ આઝમ પર ઉદયપુર નજીક મંગળવારે સાંજે ગોળીબાર થયો હતો, જોકે આ હુમલામાં તે બચી ગયો હતો. ગોળી તેના ખભાને સ્પર્શીને જતી રહી હતી. જોકે ગોળીબાર કરનાર શખ્સ અંગે હજી સુધી કોઈ જાણકારી મળી શકી નથી. આઝમ પર ગોળીબાર થતા પોલીસતંત્ર પણ હચમચી ગયું છે.જાણકાર સૂત્રોએ આપેલી માહિતી અનુસાર મહંમદ આઝમ તેના સાથી ઈકબાલ સાથે ઉદયસાગર પાલથી ફરીને પરત આવી રહ્યો હતો ત્યારે લઘુશંકા માટે તે રોકાયો ત્યારે જ પાછળથી યામાહા મોટરસાઈકલ પર આવેલા બે યુવકો પૈકી પાછળ બેઠેલા યુવકે તેના પર ગોળીબાર કર્યો હતો. આ ગોળી તેને ખભાના ભાગે સ્પર્શીને જતી રહી હતી. આ ઉપરાંત બીજી ગોળી મોટર સાઈકલ પર વાગી હતી. આઝમે જણાવ્યું હતું કે મોટરસાઈકલ ચાલકે ચહેરા પર બુકાની બાંધેલો હતો તેથી હુમલાખોરોને તે ઓળખી શક્યો નહતો.આઝમને અહીંની એમબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર મામલે તપાસ કરી રહેલી સીબીઆઈએ મહંમદ આઝમને મુખ્ય સાક્ષી બનાવ્યો છે. તે સુપ્રીમ કોર્ટમાં નિવેદનો પણ આપ્યાં છે. જેલમાંથી છૂટ્યા બાદ તે ઉદયપુરમાં પોતાના ઘરે જ રહેતો હતો. ઘણા દિવસો સુધી ઘરે રહ્યા બાદ છેલ્લા કેટલાક દિવસથી તે પોતાના સાથીઓ સાથે મોટરસાઈકલ પર ફરવા માટે નીકળે છે.


રામમંદિર: RSS દેશમાં ‘રામ લહેર’ ફેલાવવાની ફિરાકમાં

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદના ચુકાદાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે સરકાર તો ચુકાદા બાદની પરિસ્થિતિના નિપટારા માટે તૈયારી કરી રહી છે. તો બીજી તરફ રામજન્મભૂમિ આંદોલન સાથે જોડાયેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ પોતાની રણનીતિ બનાવીને દેશમાં ફરીથી રામ લહેર ફેલાવા માટેની તૈયારીઓ આરંભી દીધી છે.ભગવા આતંકવાદને નામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેના આનુષંગિક સંગઠનો જેવા કે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ અને અન્યો પર તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવા પ્રત્યક્ષ અને પરોક્ષ આરોપ કરાતા રહ્યાં છે. જેના કારણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ નેતાઓ ચિંતિત પણ છે. તેમણે આ સંદર્ભે ચિંતન પણ કર્યું છે. જો કે હવે તેઓ રામજન્મભૂમિ પરના ચુકાદાને ધ્યાનમાં રાખીને ફરીથી દેશભરમાં રામ લહેર પેદા કરવા માટેની રણનીતિ બનાવી રહ્યાં છે. ભગવા આતંકવાદના નામે તેમની હિંદુત્વની વિચારધારા પર દોષનો ટોપલો ઢોળવાની હરકતનો જવાબ આપવા માટે રામમંદિરના બહાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિંદુ પરિષદ રણનીતિક ચાલ ચાલશે. લાગે છે કે આ માટે તેઓ રામમંદિર મુદ્દાનો હથિયાર તરીકે ઉપયોગ કરશે.હાલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે દિલ્હીમાં ડેરો જમાવ્યો છે. તેઓ દિલ્હીમાં ત્રણ દિવસ રહીને સંઘ પરિવારના વરિષ્ઠ નેતાઓ સાથે મંદિર મુદ્દા પર રણનીતિ નક્કી કરશે. બુધવારે મોહન ભાગવતની વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ અશોક સિંઘલ સાથે થનારી બેઠકને આ કડીનો મહત્વનો હિસ્સો માનવામાં આવે છે.


રામમંદિર: RSS દેશમાં ‘રામ લહેર’ ફેલાવવાની ફિરાકમાં

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદના ચુકાદાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે સરકાર તો ચુકાદા બાદની પરિસ્થિતિના નિપટારા માટે તૈયારી કરી રહી છે. તો બીજી તરફ રામજન્મભૂમિ આંદોલન સાથે જોડાયેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ પોતાની રણનીતિ બનાવીને દેશમાં ફરીથી રામ લહેર ફેલાવા માટેની તૈયારીઓ આરંભી દીધી છે.ભગવા આતંકવાદને નામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેના આનુષંગિક સંગઠનો જેવા કે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ અને અન્યો પર તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવા પ્રત્યક્ષ અને પરોક્ષ આરોપ કરાતા રહ્યાં છે. જેના કારણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ નેતાઓ ચિંતિત પણ છે. તેમણે આ સંદર્ભે ચિંતન પણ કર્યું છે. જો કે હવે તેઓ રામજન્મભૂમિ પરના ચુકાદાને ધ્યાનમાં રાખીને ફરીથી દેશભરમાં રામ લહેર પેદા કરવા માટેની રણનીતિ બનાવી રહ્યાં છે. ભગવા આતંકવાદના નામે તેમની હિંદુત્વની વિચારધારા પર દોષનો ટોપલો ઢોળવાની હરકતનો જવાબ આપવા માટે રામમંદિરના બહાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિંદુ પરિષદ રણનીતિક ચાલ ચાલશે. લાગે છે કે આ માટે તેઓ રામમંદિર મુદ્દાનો હથિયાર તરીકે ઉપયોગ કરશે.હાલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે દિલ્હીમાં ડેરો જમાવ્યો છે. તેઓ દિલ્હીમાં ત્રણ દિવસ રહીને સંઘ પરિવારના વરિષ્ઠ નેતાઓ સાથે મંદિર મુદ્દા પર રણનીતિ નક્કી કરશે. બુધવારે મોહન ભાગવતની વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ અશોક સિંઘલ સાથે થનારી બેઠકને આ કડીનો મહત્વનો હિસ્સો માનવામાં આવે છે.


સર્વપક્ષીય બેઠક:કાશ્મીરમાં સેનાના અધિકાર કપાશે?

કેન્દ્ર સરકાર કાશ્મીરમાં લાગુ આર્મ્ડ ફોર્સ સ્પેશ્યલ પાવર્સ એક્ટ એટલે કે એએફએસપીએ પર તમામ પક્ષોમાં આમ રાય બનાવવા માટે આજે સર્વપક્ષીય બેઠક થઈ રહી છે. આ બેઠકમાં સરકારને આશા છે કે કોઈ રાજકીય રોડ મેપ તૈયાર કરી શકાય છે. ત્યારે બેઠકમાં ભાગ લેવા માટે પીડીપીના મેહબૂબા મુફ્તિ સ્પેશ્યલ ફ્લાઈટથી દિલ્હી પહોંચી ગયા છે. હુર્રિયતના નરમપંથી ગણાતાં ધડાને અલગતાવાદી નેતા મીરવાઈજ ઉમર ફારુખ પણ બેઠકમાં ભાગ લેવા માટે સ્પેશ્યલ વિમાનથી દિલ્હી પહોંચ્યા છે.
આ સર્વપક્ષીય બેઠક વડાપ્રધાન નિવાસ પર થઈ રહી છે. આ બેઠકમાં ભાગ લેવા માટે રાજકીય પક્ષોના નેતાઓ પણ પહોંચી ગયા છે. મહત્વપૂર્ણ છે કે આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા ભાગ લેવાના નથી. બીજી તરફ સરકારે કહ્યું છે કે આ મામલા પર સરકારમાં કોઈ આંતરીક મતભેદ નથી. બીજી તરફ કાશ્મીર ખીણમાં તણાવને જોતાં કર્ફ્યું હજુ યથાવત છે.
મંગળવારે નરમપંથી ગણાતા હુર્રિયતના ધડાના નેતા મીરવાઈજ ઉમર ફારુખે કહ્યું હતું કે વડાપ્રધાન મનમોહન સિંહે એ ગલતફેમીમાં ન રહેવું જોઈએ કે કોઈ રોજગાર પેકેજથી કાશ્મીર મુદ્દો ઉકલી જશે. મીરવાઈજે ક્હ્યું હતું કે આ કોઈ બેરોજગારીની સમસ્યા નથી, પરંતુ એક આંતરરાષ્ટ્રીય રાજકીય મુદ્દો છે. મીરવાઈજે ક્હ્યું હતું કે ભારત સરકારે સમસ્યાના સમાધાન પ્રત્યે ગંભીરતા દાખવવી જોઈએ અને વાતચીતના બહાને સમય બરબાદ ન કરવો જોઈએ.

* સ્વર્ણિમ ગુજરાતનો USમાં ફ્લોપ શો
ગુજરાતમાં ધામધૂમથી જેની શરૂઆત કરવામાં આવી હતી તે સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી વિદેશોમાં મોળી પડી રહી છે. અમેરિકામાં સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી માટે યોજાયેલા સમારોહમાં કચાશ અને અવ્યવસ્થાની અનેક ફરિયાદો ઉઠી છે. જેના કારણે ઉપસ્થિત બિનનિવાસી ગુજરાતી પરિવારોમાં નારાજગીનો સૂર ઊભો થયો હતો.

આ ઉજવણીમાં ઉત્સાહનો અભાવ જણાઈ આવતો હતો. વળી, આ કાર્યક્રમમાં મોદીના સેટેલાઇટ સંબોધનના બદલે અગાઉથી રેર્કોડેડ સીડી દર્શાવાતા એનઆરજી પરિવારો નિરાશ થયા હતા.અમેરિકામાં વસતા ગુજરાતી પરિવારો માટે કોઇ સંદેશ આપવો હોય તો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હંમેશાં સેટેલાઇટના માધ્યમથી પ્રવચન કરતાં હોય છે. કારણ કે તેમને યુએસના વિઝા મળી શક્યા નથી. મોદીએ છેલ્લાં વર્ષોમાં ચાર થી પાંચ વખત વિદેશમાં વસતા ગુજરાતીઓ સાથે સેટેલાઇટના માધ્યમથી સીધો સંવાદ કર્યો છે, પરંતુ છેલ્લાં બે વર્ષથી તેમણે આ પ્રયોગ બંધ કરી દીધો છે.સચિવાલયનાં વર્તુળોના જણાવ્યા પ્રમાણે, સેટેલાઇટના માધ્યમથી વિદેશમાં પ્રવચન કરવું હોય અથવા તો સંવાદ કરવો હોય તો બંને પક્ષે ખર્ચ થાય છે. ગુજરાત સરકારને ઓછું ખર્ચ કરવું પડે છે કારણ કે જીસ્વાનની કનેક્ટિવિટીનો લાભ મળે છે. પણ સામે પક્ષે યજમાન માટે નાણાં એકત્ર કરવાં પડતાં હોય છે. જાણકારો કહે છે કે, અમેરિકાના કોઇ સ્ટેટમાં આ સિસ્ટમ માટે સાડા ત્રણ થી ચાર લાખનો ખર્ચ થાય છે, જ્યારે કેનેડામાં બે લાખ થવા જાય છે.


ચિત્રાવાવમાં એક જ કલાકમાં સાંબેલાધારે છ ઈંચ વરસાદ

ભાવનગર શહેર-જિલ્લામાં ભાદરવામાં ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ઉમરાળા તાલુકાના ચિત્રાવાવ ગામે આભ ફાટયુ હોય તેમ માત્ર એક જ કલાકમાં છ ઈંચ વરસાદ વરસી જતા આ ગામ બેટમાં ફેરવાઈ ગયુ હતું. જિલ્લાના છ તાલુકાઓમાં હળવા-ભારે ઝાપટાથી માંડી બે ઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો.ઉમરાળા તાલુકાના છેવાડાના ચિત્રાવાવ ગામે એક કલાકમાં સાંબેલાધારે ૬ ઇંચ વરસાદ વરસી જતાં ગામમાં ચોતરફ પાણી જ પાણી થઇ ગયું હતું. આમ આજના સારા વરસાદને કારણે નદીઓમાં પણ પુર આવ્યુ હતું.સિહોર શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય પંથકમાં આજે સવારે અસહય બફારા પછી બપોર બાદ વાતારવરણમાં પલટો આવેલ . અને બપોર પછી સિહોર તેમજ આજુબાજના ગ્રામ્ય પંથકમાં પણ સારો એવો વરસાદ વરસી ગયાના અહેવાલો પ્રાપ્ત થયા છે.જેસરમાં બપોરના સમયે ૨ ઈંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે છાપરીયાળી, પા, ઝડકલા, રાણપરડા, દેપલા, રાણીગામ, ચિરોડા, સનાળા વગેરે ગામોમાં આજે બે ઈંચ વરસાદ પડ્યો હતો.ભાવનગર શહેરમાં આજે બપોરે ભારે ઝાપટા સ્વરૂપે આઠ મીમી વરસાદ વરસી જતાં સિઝનનો કુલ વરસાદ ૯૧૫ મીમીને આંબી ગયો હતો.


ભાવનગર જિલ્લામાં સિઝનનો ૧૧૧ ટકા વરસાદ વરસ્યો

ભાવનગર શહેર-જિલ્લામાં સપ્ટેમ્બર અડધો પૂર્ણ થવામાં છે ત્યારે ૧૫મી સપ્ટેમ્બરના ચોમાસાના સરકારી ચોપડા મુજબના ચાર મહિનામાં ભાવનગર જિલ્લામાં ૧૧૧.૦૧ ટકા વરસાદ વરસી ગયો છે. જિલ્લામાં વરસાદની વાર્ષિક સરેરાશ ૬૩૮ મીમીની છે તેની સામે આજ દિન સુધીમાં ૭૦૯ મીમી વરસાદ વરસી ગયો છે.ભાવનગર શહેર-જિલ્લામાં છેલ્લા એક મહિનામાં નોંધપાત્ર વરસાદ વરસતા સિઝનનો કુલ વરસાદ ૧૦૦ ટકાથી વધી ગયું છે. સૌરાષ્ટ્રમાં આ વર્ષે સિઝનનો કુલ વરસાદ ૧૫૫.૮૭ ટકા થઈ ગયો છે. સૌરાષ્ટ્રમાં દર વર્ષે વરસાદની એવરેજ ૭૧૦.૮ મીમી છે. તેની સામે આજ સુધીમાં ૧૧૦૭.૯ મીમી વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રમાં ૨૮.૪૩ ઈંચની વાર્ષિક સરેરાશ સામે ૪૪.૩૨ ઈંચ વરસાદ વરસી ગયો છે.ભાવનગર જિલ્લામાં ગત વર્ષે સિઝનમાં વરસાદની ૪૦ ટકા જેટલી ખાદ્ય રહી ગઈ હતી તેનું આ વર્ષે વ્યાજ સાથે ચૂકવણું કરવા મેઘરાજા વરસી રહ્યાં હોય તેમ આજ દિન સુધીમાં ભાવનગર જિલ્લામાં ૨૫.૫૨ ઈંચની વાર્ષિક એવરેજ સામે ૨૮.૩૬ ઈંચ વરસાદ વરસી ગયો છે.


સલમાન પિતા પાસેથી કશું શીખ્યો હોવાનું લાગતું નથી

શિવસેનાના પ્રમુખ બાળ ઠાકરેએ મુંબઈ પરના આતંકવાદી હુમલા સબબના વિવાદિત નિવેદન વિશે સલમાન ખાનને ચાબખા માર્યા હતા. તેમણે એક્ટર સલમાન ખાનના કુટુંબને રાષ્ટ્રવાદી અને રાષ્ટ્રપ્રેમી ગણાવતાં કુટુંબને જવાબદારી પૂર્વક વર્તન-વહેવાર કરવાની સલાહ પણ આપી હતી.ઠાકરેએ કહ્યું હતું કે, ‘સલમાન ખાનના પિતા સલીમ ખાન એક પ્રખર રાષ્ટ્રવાદી મુસ્લિમ છે. તેમની ધર્મનિરપેક્ષતા જગજાહેર છે. તેમણે મુલ્લા-મૌલવીઓના વિરોધમાં કેટલીયે વાર અવાજ ઉઠાવ્યો છે. ‘વંન્દે માતરમ્’ પોકારીને પણ રાષ્ટ્રવાદ વ્યક્ત કર્યો છે, પણ સલમાન ખાન તેના પિતા પાસેથી કશું શીખ્યો હોવાનું લાગતું નથી.’ શિવસેનાના પ્રમુખે પક્ષના મુખપૃષ્ઠમાં ‘તાજ, ઓબેરોય અને સલમાન’ શિર્ષક હેઠળ લખેલા તંત્રી લેખમાં કહ્યું છે કે, સલમાન ખાનના બયાન સામે આખા દેશમાં ઉગ્ર વિરોધ થયો ત્યારે તેણે શાહરુખ ખાનની જેમ જીદ નહીં કરીને ‘ગુસ્તાખી માફ’ કહીને માફી માગી લીધી એ સારું થયું. તેમણે વધુમાં કહ્યું હતું કે, સલમાન ખાન માટે અમારા મનમાં ક્રોધ હોવાનો સવાલ જ નથી, કારણ કે તેના પિતા રાષ્ટ્રપ્રેમી છે. પરંતુ સલમાન પણ પોતાની જવાબદારીનું ભાન રાખીને ફક્ત ફિલ્મો વિશે જ નિવેદનો કરે, ફાલતુ બાબતોમાં પોતાનું નાક ન ખોસે. બાળ ઠાકરેએ બોલીવુડના ‘ખાન’ અટક્યામાં અભિનેતાઓનો ઉપહાસ કરતા કહ્યું હતું કે, આપણી હિન્દી ફિલ્મોના ખાનોને રહી રહીને વચ્ચે વચ્ચે ઝટકા આવે છે. તેમણે ૨૬ નવેમ્બરના આતંકવાદી હુમલાને દેશની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વ પરનો હુમલો ગણાવતાં સલમાનને વિના કારણ તેની બડબડ બંધ કરવાનો આદેશ ફરમાવ્યો હતો.


ગંગોત્રી પાસે ફસાયેલા યાત્રીઓની હાડમારી વધી

ઉત્તરાખંડના ગંગક્ષેત્રી જવાના માર્ગમાં ભેખડો ધસી પડતાં બ્રહ્નખાલ ગામ નજીક શનિવારથી ફસાયેલા રાજ્યના પંદરસો જેટલા યાત્રીઓની હાલત વધુ કફોડી બની રહી છે. રહેઠાણ સહિતની સુવિધાઓના અભાવ વચ્ચે વરસાદી કહેર ચાલુ રહેતાં યાત્રીઓ તાવ સહિતની બિમારીઓમાં સપડાઇ રહ્યા છે. ચાર દિવસ થવા છતાં દરકાર ના લેવાતાં યાત્રીઓમાં રોષ, ભભૂકી ઉઠ્યો છે.યમુનક્ષેત્રીથી ગંગક્ષેત્રી તરફ જવાના માર્ગે શનિવારે થયેલા ભારે વરસાદને પગલે બોરકોટ નજીક બ્રહ્નખાલ ગામ પાસેના માર્ગમાં ભેખડો ધસી પડી હતી.જેને પગલે ગંગક્ષેત્રી જવાનો રસ્તો બંધ થઇ ગયો હતો. જેમાં ઉત્તરાખંડની ચારધામની યાત્રાએ નીકળેલા ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અંદાજે પંદરસો જેટલા યાત્રીઓ છેલ્લા ચાર દિવસથી ગંગક્ષેત્રી જવાના માર્ગે ફસાયા છે. શનિવારથી બંધ થયેલ આ રસ્તો ચાર દિવસ બાદ પણ ખુલ્લો ના થતાં યાત્રીઓની મુશ્કેલીઓ વધી રહી છે. રહેઠાણ, ભોજન સહિતની સુવિધાઓના અભાવ વચ્ચે અનરાધાર વરસી રહેલા વરસાદથી યાત્રીઓની પરેશાઓનીઓ વધી રહી છે.

No comments:

Post a Comment