18 September 2010

રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીમાં ક્યા મુદ્દા ચાલશે?

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીમાં ક્યા મુદ્દા ચાલશે?

રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી ક્યાં મુદ્દે લડાશે અને જીતાશે તે ચર્ચાનો મુદ્દો છે ત્યારે બન્ને પક્ષો વિકાસને પ્રાધાન્ય આપવાની વાતો કરી રહ્યા છે. જો કે સ્થાનિક મુદ્દાઓ સ્થાનિક ચૂંટણીમાં મહત્વના હોય છે. પણ, કઠલાલની બેઠક પરની ભાજપની જીત પછી વિકાસના મુદ્દા પરનો ભાજપનો વિશ્વાસ વધ્યો છે. મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ વિનાશની સામે વિકાસનો વિજય થયાનું કહ્યા પછી સ્થાનિક ભાજપી નેતાઓ પણ એ જ સૂત્ર બોલવા માંડયા છે.કોર્પોરેશનની ચૂંટણીમાં સ્થાનિક સમસ્યાઓ, સ્થાનિક અપેક્ષાઓ વગેરે મુદ્દાઓનું મહત્વ હોય છે. પણ, અમિત શાહની ધરપકડ પછી સીબીઆઇના દુરુપયોગ અને સોહરાબુદ્દીન કેસના મુદ્દાઓનું મહત્વ વધી રહ્યું છે. ભાજપે પોતે કરેલા વિકાસના કામોને અગ્રતા આપવાનું નક્કી કર્યું છે. જ્યારે કોંગ્રેસે ક્યાં વિકાસ નથી થયો તે મુદ્દાને તથા સત્તા મળે તો કયો વિકાસ કરાશે તેને પ્રાધાન્ય આપવાનું નક્કી કર્યું છે.


મહાપાલિકાનાં વાહનો અને સ્ટાફ ચૂંટણીના કામમાં હાઇજેક

આગામી મહાપાલિકાની ચૂંટણીમાં લોકોની પ્રાથમિક સુખાકારીના કામ ઉપર વહીવટી તંત્રે તરાપ મારી છે. સફાઇ અને આરોગ્ય જેવી સેવાને પણ ખોરવવાની નીતિ દાખવવામાં આવી છે. કલેક્ટરે મનપા પાસેથી આરોગ્ય અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ૧૬થી વધુ વાહનો અને ૨૩ સેનેટીરી ઇન્સપેક્ટરોને હાઇજેક કરી લેતાં પ્રાથમિક સેવાને ભારે અસર થવાની છે.
ચૂંટણીની સંપૂર્ણ વહીવટી કામગીરી કલેક્ટર હસ્તક છે. ચૂંટણી જેટલી અગત્યની છે એટલી જ જરૂરી લોકોની સુખાકારીની ચિંતા છે. પરંતુ કલેક્ટર તંત્રે આવી કોઇ પરવા કર્યા વગર પ્રાથમિક સેવા ઉપર તરાપ મારી છે. કલેક્ટરે માત્ર એક જ આદેશપત્રમાં મનપા પાસેથી આરોગ્ય અને સફાઇ વિભાગના ૧૬ વાહનો તેમજ ૨૩ સેનેટરી ઇન્સપેક્ટરોને આચારસંહિતાની અમલવારીના નામે માગી લીધા છે.મનપાને વાહનોમાં ડીઝલ ફૂલ ટેન્ક કરી આપવાના રહેશે અને જો વાહનોમાં કોઇ ભાંગતૂટ થાય તો તેનો ડામ પણ મનપાને જ આવવાનો છે. કર્મચારીની વાત જતી કરી વાહનો ન માગવા અંગે ડેપ્યુટી કમિશનર જગદીશ ડોડિયાએ કલેક્ટર તંત્રને પત્ર લખી વિનંતી કરી છે પરંતુ કલેક્ટરે પ્રજાની સુખાકારીનો સહેજ પર વિચાર કર્યા વગર હજુ તેનો કોઇ જવાબ આપ્યો નથી.

કચ્છમાંયે ચૂંટણી માટે ‘પંચજન્ય’ ફૂંકાયો

જિલ્લા પંચાયત, ૪ સુધરાઇ અને ù૧૦ તાલુકા પંચાયતોની પ્રિતષ્ઠાભરી ચૂંટણી માટે તારીખો જાહેર થતાં જ કચ્છમાં પ્રમુખ રાજકીય પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ શરૂ થઇ ગયો છે. મુખ્યત્વે ભાજપનું પ્રભુત્વ રહ્યું છે, પણ આ વખતે નવા પરબિળો શું પરિણામ લાવશે તે ચર્ચાનો વિષય છે.૨૧મી ઓક્ટોબરે મતદાન થશે તે પૂર્વે બંને રાજકીય પક્ષોને પ્રચાર માટે એક માસ જેટલો જ સમય રહ્યો છે. તે પૂર્વે તાત્કાલિક ધોરણે ઉમેદવારોની જાહેરાત કરી દેવા બંને પક્ષોમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભાજપના સૂત્રોએ કહ્યું કે, એક માત્ર અંજાર તાલુકા પંચાયતને બાદ કરતાં તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ગત ટર્મમાં ભાજપનું શાસન હતું.તેથી પ્રસ્થાપિત ઉમેદવારોને ટિકિટ અપાશે અને બેઠકો વધતાં નવા ચહેરાઓને પણ સ્થાન મળશે. હાલમાં દાવેદારોનો રાફડો ફાટી નીકળ્યો છે તેમાંથી કોને ટિકિટ આપવી તે સવાલ છે. કોંગ્રેસ પહેલાં જ ભાજપ ઉમેદવારોની જાહેરાત કરી દે તેવી શક્યતા છે.અગાઉથી ભાજપે સત્તાનો ઉપયોગ કરીને ઠેર-ઠેર કરોડો રૂપિયાના કામો શરૂ કરી દીધા છે અને ઉમેદવારો વિકાસની વાત લઇને મત માગવા જશે.બીજી તરફ કોંગ્રેસ માટે ભાજપને મ્હાત કરવો એ પ્રતિષ્ઠાનો સવાલ છે. તમામ બેઠકો કબજે કરવા માટે ખાસ વ્યૂહ ગોઠવાયો છે અને ભાજપને ટક્કર આપી શકે તેવા સબળ ઉમેદવારોનો ખાસ પસંદ કરીને ટિકિટ અપાશે. તેથી મૂરતિયાઓની જાહેરાત થવામાં કોંગ્રેસને મોડું થઇ શકે તેમ છે.કોંગી ભાજપના શાસનમાં કથીત ભ્રષ્ટાચાર, મેડિકલ કોલેજ, અટલ મહેલ, ગાંધીધામ સુધરાઇના શાસનમાં વકરેલી સમસ્યાઓ તેમજ કેન્દ્ર સરકારે આપેલા નાણાંથી વિકાસકામો થયા હોવાની બાબતોને ચૂંટણી પ્રચારનો મુદ્દો બનાવશે.


આણંદમાં આચારસંહિતાના અમલ માટે તંત્રની કવાયત

આણંદ જિલ્લામાં ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે આદર્શ આચારસંહિતાનો ચુસ્તપણે અમલ કરવા કલેક્ટર આર.એન.જોષીએ અનુરોધ કર્યો છે.મંત્રીઓ અને બીજા સત્તાધિકારીઓ સત્તાધારી પક્ષની તરફેણ મતદારો પર વગ વધારે તેવા હેતુસર કોઇપણ રૂપમાં કોઈપણ જાતની નાણાંકીય ગ્રાન્ટ અથવા તેના વચનોની જાહેરાત કરી શકશે નહીં તેમજ સરકારી સેવાઓ અને જાહેર સાહસોમાં નિમણૂંક આપી શકાશે નહીં.કેન્દ્ર કે રાજ્ય સરકારના મંત્રીઓ તેમજ બોર્ડ, નિગમ કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના પદાધિકારીઓ ચૂંટણી જાહેર થયાની તારીખથી ચૂંટણી પૂર્ણ થતાં સુધી કોઈપણ મત વિભાગની કચેરી કામે મુલાકાત લઈ શકશે નહીં. મંત્રીઓ ચૂંટણી પ્રચાર કાર્ય અથવા ચૂંટણીને સંબંધકર્તા બાબતો અંગે કોઈપણ જાતની મુસાફરીમાં સરકારી વાહનો તેમજ સરકારના જાહેર સાહસો, સંયુક્ત સાહસોના જાહેર નાણાંનો જરાપણ હિસ્સો હોય તેવી કોઇપણ સંસ્થાઓના વાહનનો બિલકુલ ઉપયોગ કરી શકાશે નહીં.ચૂંટણી કામે પ્રવાસમાં આવાત કેન્દ્ર સરકારના કે રાજ્ય મંત્રીઓ અને બિન સરકારી પદાધિકારીઓ વગેરેને રાજ્યના અતિથગિણી શકાશે નહી. વિશ્રામગૃહ, ડાક બંગલા અને સરકારી રહેણાંકોનો ચૂંટણી વિષયક હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહીં.


ખંભાતનો ચોરખાડી ચેકડેમ છલકાતાં ખેડૂતો હરખાયાં

ખંભાતના રાલજ-કલમસર ખાતે બાંધવામાં આવેલો અને દરિયાના મુખ સુધી વિસ્તરેલ ચોરખાડી બંધમાં પણ ઉપરવાસના પાણીની આવક વધતાં વલકાયો છે. આ બંધને કારણે સિંચાઈ સુવિધાથી સંપૂર્ણ વંચિત અને માત્ર વરસાદ આધારિત ખેતી કરતાં ૭ જેટલા ગામોને ફાયદો થશે.આ અંગે સિંચાઈ વિભાગની કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ ચોરખાડી આડબંધ બીજી વખત છલકાયો છે. ઉપરવાસના પાણીની આવક તથા ખંભાતમાં વરસેલો જિલ્લાનો સૌથી વધુ વરસાદને કારણે આડબંધનું જળસ્તર વધ્યું છે. જે ચોમાસુ જ નહીં પણ શિયાળુ-ઉનાળુ પાકોમાં પણ ખૂબ જ ઉપયોગી પુરવાર થશે. ચોરખાડી આડબંધ રૂ.ર૮૯ લાખના ખર્ચે ખંભાતના અખાત ઉપર દરિયાના મુખ પાસે બાંધવામાં આવ્યો છે.ચેકડેમ છલકાતાં અહીં પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. આ યોજના દ્વારા ૩૪.૫૧ મિલિયન ઘનફૂટ જેટલું પાણી સંગ્રહીને રાલજ, કલમસર, રાજપુર, જહાંગીરપુરા, વત્રા જેવા દરિયાકાંઠાના સિંચાઈથી વંચિત ગામોને લાભ મળશે.


ઔરંગાબાદ નજીક મ્યુઝિકના રિયાલિટી શોના સિંગરોની કારને અકસ્માત

ઔરંગાબાદ નજીક મ્યુઝિકના એક રિયાલિટી શોમાં સિંગર તરીકે ખ્યાતિ પામેલા રાહુલ સક્સેના અને અપૂર્વા ગજ્જની કારને જાલના-ઔરંગાબાદ હાઈવે ઉપર અકસ્માત નડ્યો હતો.સામેથી પુરપાટ વેગે આવી રહેલી ટ્રકની સાથે કાર અથડાતા અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં સાઉન્ડ રેકોર્ડિસ્ટ ઉદય દંતાળેનું મોત નીપજ્યું હતું. રાહુલ, અપૂવૉ અને કારચાલક ગંભીર રૂપે ઘાયલ થયાં હોવાની માહિતી જાલના ઉપજિલ્લા પોલીસે આપી હતી.રાહુલ અને અપૂવૉ જાલનામાં એક કાર્યક્રમ પૂરો કરીને કારમાં ઔરંગાબાદ આવી રહ્યાં હતાં. મોડી રાતે જાલના-ઔરંગાબાદ હાઈવે પર તેમની કાર અને સામેથી આવતી ટ્રક સાથે અકસ્માત થયો હતો.


મુંબઈ : ઝવેરીબજારની ૧૨ લાખની લૂંટનો ભેદ આખરે ઉકેલાયો

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાચ યુનિટ-૧૨ના અધિકારીઓએ ૨૧ ઓગસ્ટના રોજ ઝવેરીબજાર નજીક મિરઝા સ્ટ્રીટ વિસ્તારમાં થયેલા રૂ. ૧૨ લાખની લૂંટનો ભેદ બાંદરાના લિંકિંગ રોડ ઉપર સેલ્સમેન તરીકે કામ કરતા ચારની ધરપકડ કરીને ઉકેલી લીધો હતો. પોલીસે ચારેયની ધરપકડ કરીને તેમની પાસેથી લૂંટાયેલી રકમમાંથી ૯ લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી.સરફરાઝ ઉર્ફે ચિંટુ બદરુદીન ખાન (૨૫), અમિતકુમાર અરુણ સિંહા (૨૮), હિતેશ જગારામ કુમાર (૩૦) અને ગૌરવ ઈન્દ્રજિત સિંગ દેઢિયા (૨૩)ની ધરપકડ કરીને તેઓની પૂછપરછ હાથ ધરાતાં તેઓ બાંદરાના લિંકિંગ રોડ વિસ્તારમાં સેલ્સમેન તરીકે કામ કરતા હોવાનું જણાવ્યું હતું.નજીકમાં જ આવેલી પબમાં શ્રીમંતોના છોકરાઓ ચમકદાર કપડાં પહેરીને રોજેરોજ આવતા હોવાનું જોઈને તેઓ અંજાયા હતા. પરંતુ પબમાં જવા માટેના ન તો તેઓ પાસે પૈસા હતા કે ન તો તેઓ પાસે પબમાં જવા માટે શોભે એવા કપડાં. પોતાની રાતોને રંગીન બનાવવાનાં સપનાં જોઈ રહેલા આ યુવાનોએ ત્યાર બાદ લૂંટ કરવાની યોજના બનાવી હતી.આ માટે તેઓએ એલટી માર્ગ પોલીસ સ્ટેશનની હદમાં ઝવેરીબજાર નજીક મિરઝા સ્ટ્રીટ વિસ્તારમાં ૨૧ ઓગસ્ટના રોજ સંજય સોની તેના શેઠના રૂ. ૧૨ લાખની રોકડ લઈને એક વેપારીને આપવા માટે જઈ રહ્યો હતો ત્યારે ચારેયે તેને ચાકુની ધાક દાખવીને રોકડ લૂંટી લીધી હતી. ધોળે દિવસે થયેલી આ ઘટનાને કારણે વેપારીઓમાં ગભરાટ ફેલાયો હતો. પોલીસ માટે આ કેસનો ઉકેલ લાવવો એક પ્રકારે પડકાર સમાન હતું, જેને બખૂબી પોલીસે પાર પાડ્યો હતો.


બોદલા નજીક જીપની ટક્કરે બે બાઈકસવારનાં મોત

બોદલા રોડ ઉપરથી શુક્રવારે રાત્રે પૂરઝડપે જઈ રહેલો જીપના ચાલકે સામેથી આવી રહેલ બાઈકને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જીપ નીચે ચગદાયેલા મોટપના બે મિત્રોનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.મહેસાણા તાલુકાના મોટપ ગામે રહેતા વિજયભાઈ રામાભાઈ પટેલ તેમજ કલ્યાણજી ભાથીજી ઠાકોર મહેસાણા હાઈવે સ્થિત એક ફેક્ટરીમાં નોકરી કરતા હતા. આ બન્ને મિત્રોને નાઈટની નોકરી હોઈ શુક્રવારે રાત્રે તેઓ જી.જે.૨ એ.આર. ૨૦૮ નંબરના બાઈક ઉપર ઘરેથી નોકરીના સ્થળે જવા રવાના થયા હતા.આ દરમિયાન આશરે આઠ વાગ્યાના અરસામાં બોદલા રોડ ઉપર આવેલ હનુમાનજીના મંદિર નજીક સામેથી આવી રહેલી જી.જે.૨ ડબલ્યુ ૦૨૯૮ નંબરની જીપના ચાલકે બેફિકરાઈભરી રીતે હંકારીને સામેથી આવી રહેલ બાઈક ચાલકને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત દરમિયાન રોડ ઉપર પટકાયા બાદ જીપના ટાયર નીચે ચકડાયેલા બન્ને મિત્રોનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.ઉપરોકત બનાવને પગલે એકત્રિત ટોળા પૈકી મહેસાણા તાલુકા પોલીસને આ અકસ્માત અંગે જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલ પીએસઆઈ કલાસ્વાએ લાશનુ શહેરની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમાર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.


દર્શનાર્થી પિતા-પુત્ર સહિત ત્રણ ચગદાયા

મહુડીદર્શન કરી શુક્રવારે સવારે હિંમતનગર તરફ જઇ રહેલા બાઇકચાલકે વિજાપુર નજીક ટ્રકનો ઓવરટેક કરવા જતા સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા બાઇક સવાર પુત્ર અને પિતા સહિત ત્રણ ટ્રકના ટાયરમાં આવી જતા ઘટના સ્થળે મોતને ભેટ્યા હતા. આ અંગે વિજાપુર પોલીસે ટ્રક ચાલક સાથે ગુનો નોંધાયો હતો.હિંમતનગરના આંબાવાડી વિસ્તારમાં રહેતા કેતનકુમાર શાંતિલાલ શાહ (ઉં.વ. ૪૫) તેમના પુત્ર વ્યોમેશ અને તેમના બનેવી વિનોદભાઈ શાંતિલાલ શાહ (મૂળ રહે. વિજાપુર હાલ, અમદાવાદ) સાથે શુક્રવારે સવારે જી.જે. ૯ એ.એમ. ૧૫૦૦ નંબરના બાઈક પર મહુડી દર્શન કરવા ગયા હતા. દર્શન કર્યા બાદ તેઓ હિંમતનગર તરફ પરત ફરી રહ્યાં હતા ત્યારે સવારે ૧૦ વાગ્યે વિજાપુર નજીક સૂરજ ડેરી પાસેથી તેઓ પસાર થઈ રહ્યાં હતાં.આ સમયે તેમની આગળ જતી જી.જે.૪ યુ. ૯૬૮૪ નંબરની ટ્રકને ઓવરટ્રેક કરવા જતા અચાનક બાઇક ચાલક વ્યોમેશે બાઈક ઉપરનો કાબુ ગુમાવતા બાઈક ચાલક સહિત ત્રણેય ટ્રકના પાછળના ભાગના ટાયર નીચે આવતા મોતને ભેટ્યા હતા. જ્યારે ચાલક ટ્રક મૂકી નાસી છુટ્યો હતા. આ અંગે ટ્રક ચાલક સામે ગુનો નોંધી અકસ્માત અંગેની વધુ તપાસ હાથ ધરાઈ છે.


રાજકોટ : દાવેદારોના નામ ભાજપની પાર્લામેન્ટ્રીમાં સોંપાશે

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૬૯ બેઠકો માટે ભાજપમાંથી ૪૨પ જેટલા દાવેદારોના નામ આવતીકાલે પ્રદેશ પાલૉમેન્ટ્રી બોર્ડ સમક્ષ મૂકાવવાના છે. આજે શહેર ભાજપ પ્રમુખ સહિતના સ્થાનિક આગેવાનો યાદી લઇને ગાંધીનગર રવાના થયા હતા. કોના ઉપર કાતર ફરશે, ચારણીમાં કોણ નીકળી જશે ? એવી જબરી ઉત્તેજના છવાઇ ગઇ છે.બે દિવસ દરમિયાન ભાજપની સેન્સની પ્રક્રિયા ચાલી હતી. શહેરના ૨૩ વોર્ડમાં ૬૯ બેઠકો પર લડવા માટે આ બે દિવસ દરમિયાન ભાજપ કાર્યાલયથી માંડી સેન્સની પ્રક્રિયા જ્યાં ચાલતી હતી ત્યાં ટિકિટ ઇચ્છુકોનો અવિરત પ્રવાહ રહ્યો હતો. લગભગ એક વોર્ડમાંથી સરેરાશ ૨૦થી વધુ દાવેદારી આવી હતી.લગભગ ૪૨પ જેટલા નામો સેન્સની પ્રક્રિયા દરમિયાન આવ્યા હતા. આ યાદી પરથી જ્ઞાતિ, ભૂગોળ અને ક્યાં કોનું વર્ચસ્વ એ સહિતના સમીકરણો સાથે દાવેદારીનું લિસ્ટ લઇ ગાંધીનગર રવાના થયા છે.આવતીકાલે ગાંધીનગરમાં નાણામંત્રીના બંગલે પ્રદેશ પાલૉમેન્ટ્રી બોર્ડની બેઠક મળવાની છે અને આ બેઠકમાં આ તમામ નામો રજૂ થવાના છે. એ પૂર્વે રાત્રે ઊર્જામંત્રી સૌરભ પટેલના બંગલે શહેર ભાજપ સંકલન સમિતિ અને નિરીક્ષકોની બેઠકમાં એક ચારણી ફેરવી દઇ પસંદગીના નામો જ કાલે પાલૉમેન્ટ્રીમાં રજૂ થાય એવુ મનાઇ રહ્યું છે.


તંત્ર જાગ્યું તો પ્રજા બેદરકાર રોગચાળાને મળતું મોકળું મેદાન

શહેરમાં બેકાબૂ બનેલા રોગચાળા પાછળ મનપા તંત્રની નિંભરતા જેટલી જવાબદાર છે એટલી જ જવાબદાર લોકોની બેદરકારી છે. છેલ્લાં ત્રણ દિવસથી મ્યુનિ. કમિશનર ડૉ. બ્રહ્મભટ્ટ દ્વારા ચાલતી ફેરણી દરમિયાન આ વાત સામે આવી છે. આજે પણ વેપારી વર્ગ સહિત સંખ્યાબંધ લોકો રોગચાળાને આમંત્રણ મળે એવી ગુનાહિત બેદરકારી દાખવતા મ્યુનિ. કમિશનરની ઝપટે ચડી ગયા હતા.વરસાદ બાદ રોગચાળુ કાબૂમાં લેવા અને રોડ રપિરિંગ સહિતની કામગીરી માટે મ્યુનિ. કમિશનરે ઉપાડેલી ઝુંબેશમાં આજે વોર્ડ નં. ૧૦મા રાઉન્ડ લેવામાં આવતા નાલંદા સોસાયટીમાં આવેલા એક ખુલ્લા સાર્વજનિક પ્લોટમાં ગંદકી જોવા મળતી સોસાયટીના પ્રમુખને હીયરિંગ માટે હાજર રહેવા તાકીદ કરાઇ હતી.હિંગળાજનગરમાં એક માર્ગ પર અસહ્ય ગંદકી જોવા મળતા આ રોડ પર રહેતા આસામીઓને પણ કાલે રૂબરૂ મનપા કચેરીએ હાજર થવા આદેશ કરાયો હતો. રૈયા ચોકડી પર અંબિકા શોપિંગ સેન્ટરમાં માથું ફાડી નાખે એવી ગંદકી ખદબદતી હોઇ શોપિંગ સેન્ટરના જવાબદારોને નોટિસ અપાઇ હતી.આજે પશ્ચિમ ઝોનમાં નિર્મળા કોન્વેન્ટ રોડ, ૧પ૦ ફૂટ રિંગ રોડ અને તેને લાગું સોસાયટીઓ, રૈયા ચોકડી, જલારામ સોસાયટી, શ્યામનગર, હિંગળાજનગર, નાલંદા સોસાયટી સહિતના વિસ્તારોમાં સફાઇ અને આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી હતી. જેમાં ૧૬૧પ મકાનો ચેક કરવામાં આવ્યા હતા અને તેમાંથી ૧૩પ મકાનોમાં મચ્છરના લારવા મળી આવ્યા હતા.જ્યારે ઢોરને પાણી પીવા માટેની ૨૧ કૂંડીઓમાં લારવા દેખાતા કૂંડી તોડી પડાઇ હતી. લોકો દ્વારા જ આવી ગંભીર બેદરકારી દાખવવામાં આવે છે અને તેના કારણે અન્ય નાગરિકોને રોગચાળાના ભરડામાં સપડાવાની નોબત આવે છે.


ગોંડલ : ટ્રેક્ટર ૪૦ ફૂટ ઊંડા ડેમમાં ખાબક્યું

ગોંડલના આશાપુરા તેમજ સેતુબંધ ડેમની વચ્ચે આવેલા કોઝ-વે ઉપરથી પસાર થઇ રહેલું ટ્રેક્ટર ઓવરફલો થઇ રહેલાં પાણીના પ્રવાહમાં તણાઇ ૪૦ ફૂટ ઊંડા સેતુબંધ ડેમમાં ખાબકતા ટ્રેક્ટર ચાલક પાણીમાં લાપતા બન્યો હતો. જ્યારે તેની સાથેના અન્ય એક યુવાનને લોકોએ દોરડા નાખી બચાવી લીધો હતો.કોટડા સાંગાણીમાં ઇંટોનો ભઠ્ઠો ચલાવતા દિનેશભાઇ મગનભાઇ ગોંડલિયા (ઉ.વ.૩૫) તેમજ નિતેશ રવજીભાઇ માળવી (ઉ.વ.૨૦) શુક્રવારે સવારે ટ્રેક્ટરમાં ઇંટો ભરી ગોંડલ આશાપુરા રોડ ઉપર પટેલ બોર્ડિંગ સામે ઠાલવવા આવ્યા હતા. બાદમાં કોટડા સાંગાણી પરત જવા માટે આશાપુરા સેતુબંધ ડેમ વચ્ચે આવેલો કોઝ-વે પસંદ કરી ત્યાંથી પસાર થવા લાગ્યા હતા.દરમિયાન આશાપુરા ડેમમાંથી ઓવરફલો થઇ રહ્યો હોય ટ્રેક્ટર કોઝવે ઉપર અડધે સુધી પહોંચતા પાણીમાં ખેંચાવા લાગ્યું હતું અને સેતુબંધ ડેમના ચાલીસ ફૂટ ઊંડા પાણીમાં ખાબકર્યું હતું. જ્યારે ટ્રેક્ટરની ટ્રોલી અડધી પાણીમાં ડુબી કોઝવેની પાળીએ અટકી ગઇ હતી. ટ્રેક્ટર પાણીમાં ખાબકતા ચાલક કુંભાર દિનેશભાઇ પાણીમાં લાપતા બન્યા હતા.જ્યારે ટ્રેક્ટરમાં સાથે બેઠેલા નિતેશ માળવીએ પાણીમાં ખાબકતાની સાથે બચાવો... બચાવોની બૂમા બુમ કરી મુક્તા આશાપુરા મંદિર પાછળ ઉભેલા લોકોએ દોરડા નાંખી બચાવી લીધેલ હતો. ઘટનાની જાણ પાલિકાના ફાયર સ્ટાફને થતાં તેઓ ઘટના સ્થળે દોડી જઇ ક્રેઇન મારફત ટ્રોલીને બહાર કાઢી ચાલક દિનેશની શોધ શરૂ કરી હતી.


S.S.C. ના રિપિટરની પરીક્ષા કોણ લેશે?

ધો.૧૦ની પરીક્ષાનાં ફોર્મ ભરવા સહિતની કાર્યવાહી શરૂ થઇ ચૂકી છે પરંતુ શાળા સંચાલકો માટે કેટલીક દ્વિધાઓ આ વર્ષે છે અને આ સપ્તાહમાં તેનો ઉકેલ આવી જાય તેવું સંચાલકો ઇચ્છી રહ્યા છે.આ વર્ષથી બોર્ડ સાતને બદલે પાંચ જ વિષયોની પરીક્ષા લેવાનું છે અને તેથી આ સવાલો ઊભા થયા છે.શાળા સંચાલકોએ જણાવ્યું કે એસ.એસ.સી.બોર્ડ સાત વિષયોની પરીક્ષા અત્યાર સુધી લેતું આવ્યું છે આ વર્ષે ૫૦ ગુણના ઓબ્જેક્ટિવ પેપરની શરૂઆતની સાથે જ નવી પધ્ધતિ એ પણ અમલી બનવાની છે કે ગુજરાતી,ગણિત,ઇંગ્લીશ, વિજ્ઞાન, તેમ જ સમાજ વિજ્ઞાનનાં પેપરો બોર્ડ લેશે જ્યારે હિન્દી-સંસ્કૃત,કોમ્પ્યુટર કે પીટી જેવા વિષયોની પરીક્ષા શાળાઓએ લેવાની થશે.આ સંજોગોમાં જે રિપિટર વિદ્યાર્થીઓ છે કે જે જૂની પરીક્ષા પધ્ધતિમાં આ વર્ષે કામ કરવાના છે તેમની પરીક્ષાનું શું? એક્કમ સ્કૂલે લેવાની હોય તો તેના પેપર કોણ મોકલશે? અને સ્કૂલ જો પરીક્ષા યોજે તો જેમ પ્રેક્ટિલ માટે સ્કૂલને નિયત રકમ ચૂકવવામાં આવે તેવી રીતે આ કિસ્સામાં તે ચૂકવણું થશે કે નહીં તેની પણ સ્પષ્ટતા હજી સુધી થઇ નથી.

ડોલર સામે રૂપિયામાં પણ તેજી: ત્રણ માસની ટોચે

ભારતીય શેરબજારોમાં ધૂંઆધાર તેજી, વિદેશી સંસ્થાઓની ધૂમ ખરીદી અને મજબૂત અર્થતંત્રની સાથે સાથે અમેરીકન ડોલર સામે ભારતીય રૂપિયામાં પણ ઝમકદાર તેજી જોવા મળી છે. ત્રણ માસ બાદ આજે ડોલર રૂ. ૪૬ની સપાટી તોડી ૪૫.૮૩-૮૪ની સપાટીએ બંધ રહ્યો હતો. આ સપાટી છેલ્લે તા. ૨૧ જુનના રોજ જોવા મળી હતી.છેલ્લા ત્રણ સેશન દરમિયાન ડોલર સામે રૂપિયો ૬૧ પૈસા એટલેકે ૧.૩૧ ટકા સુધર્યો છે. રૂપિયામાં મજબૂત સુધારા પાછળના મુખ્ય ખેલાડીઓ વિદેશી નાણાકીય સંસ્થાઓ ગણાય છે. તા. ૧૬મી સપ્ટેમ્બર સુધીમાં વિદેશી નાણાકીય સંસ્થાઓએ ભારતીય ઇક્વિટી માર્કેટમાંથી રૂ. ૨.૫ અબજ ડોલરની ખરીદી કરી છે. જે કેલેન્ડર વર્ષ ૨૦૧૦માં અત્યારસુધીમાં કુલ ૧૫.૬૨ અબજ ડોલરની સપાટીએ પહોંચી છે.વૈશ્વિક બજારોમાં પણ ડોલરની નબળાઇના કારણે રૂપિયો મજબૂત બન્યો છે. મુખ્ય છ કરન્સી માટેનો ડોલર ઇન્ડેક્સ આજે લંડન ખાતે ૦.૧૮ ટકા ઘટ્યો હતો. ગઇકાલે રિઝર્વ બેન્કે વ્યાજદરોમાં કરેલા વધારાના કારણે પણ રૂપિયાને મજબૂતાઇ મળી છે. લર સામે રૂપિયો આજે ડોલરદીઠ ૪૬.૦૬ની સપાટીએ ખુલી ઊંચામાં ૪૫.૮૧ની સપાટીએ પહોંચી ગયો હતો.


સ્ટાર પ્લસ પર ભોજન, ભૂખ અને ફિલ્મઉદ્યોગ

ઓક્ટોબરમાં સ્ટાર પ્લસ ચેનલ પર ભોજન રાંધવાની સ્પર્ધાનો ખેલ શરૂ થઈ રહ્યો છે. એ ખેલના નિર્ણાયક અક્ષયકુમાર હશે. ‘માસ્ટર શેફ ઈન્ડિયા’ નામના આ કાર્યક્રમમાં એકશન ફિલ્મો અને ફૂવડ-સામાન્ય કક્ષાની હાસ્ય ફિલ્મોના નાયકને નિર્ણાયક પદે પસંદ કરાયો છે કારણ કે એ યુવાનીમાં થાઈલેન્ડના એક ભોજનાલયમાં કામ કરતો હતો.ફિલ્મઉદ્યોગના લોકો ફિલ્મ બનાવવામાં જેટલી રુચિ ધરાવતા હોય છે એટલી જ રુચિ ભોજનમાં લેતા હોય છે. પાકશાસ્ત્ર અને ફિલ્મ નિર્માણ વચ્ચે ગાઢ સંબંધ છે અને દર્શકોની રુચિઓ પણ અમુક હદ સુધી તેમના ભોજન સાથે જોડાયેલી હોય છે. ભારતીય થાળીમાં અનેક વાનગીઓની સાથે અથાણાં, પાપડ, ચટણી વગરે હોય છે. જોકે પશ્ચિમમાં એવું બધું હોતું નથી. આપણી ફિલ્મોમાં આપણી થાળીની માફક એકશન, કોમેડી, પ્રેમ વગેરે હોય છે. તેથી તમે કોઈ પણ ફિલ્મને પૂરેપૂરી લવસ્ટોરી, એકશન ફિલ્મ, હાસ્ય ફિલ્મ કે હોરર ફિલ્મ કહી ન શકો. વિદેશોમાં આવું વર્ગીકરણ સહેલાઈથી થઈ જાય છે. આપણે ત્યાં એક ફિલ્મમાં અનેક ફિલ્મો હોય છે. જેમ કે એક મનુષ્યમાં અનેક મનુષ્યો છુપાયેલા હોય છે અને વર્ષો સુધી સાથે રહ્યા બાદ નવું રૂપ પ્રગટ થાય છે.ભારતમાં ચાઈનીઝ વાનગીઓના શોખીન જ્યારે ચીનમાં જઈને જમવા બેસે ત્યારે તેમને એવો સ્વાદ મળતો નથી કારણ કે ભારતના ચાઈનીઝ ખાણાંમાં ભારતીય મસાલાનો ભારતીય વઘાર કરેલો હોય છે. ભારતે હંમેશાં વિદેશથી આવેલા આક્રમણકારીઓને ભારતીય બનાવી લીધા છે. આપણી અપનાવી લેવાની કળા આશ્ચર્યજનક છે. બીજી બાજુ, ભારતીયો વિદેશમાં જાય તોયે ભારતીય બની રહે એ કંઈક અનોખી બાબત છે.ભોજન તરફ સામાન્ય રીતે બે પ્રકારના દ્રષ્ટિકોણ હોય છે. ચટાકિયા લોકો થોડું થોડું બધું જ ચાખવા માગે અને ખાઉધરાઓ બધું ગળચી જવા ઉત્સુક હોય છે. એક પોતાની જીભનો ગુલામ હોય છે અને બીજો પોતાના પેટનો ગુલામ હોય છે. ખરેખર તો ભોજનનો સ્વાદ મનુષ્યની ભૂખ પર આધાર રાખે છે. ઘણા વખતથી ભૂખી વ્યક્તિને જેમ તેમ રાંધેલું બેસ્વાદ ભોજન પણ અમૃત જેવું લાગે છે અને પેટ ભરેલી વ્યક્તિ સ્વાદિષ્ટ ભોજન પણ આરોગી શકતી નથી.


વધુ એક વખત મુન્ની બદનામ.. 'ઈમામી' એ નોટિસ ફટકારી

સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાની ફિલ્મ દબંગનાં ફેમસ આઈટમ સોન્ગ મુન્ની બદનામ હુઈને લિગલ નોટીસ ફટકારવામાં આવી છે. "મુન્ની બદનામ હુઈ ડાર્લિંગ તેરે લિયે.. લે ઝંડુ બામ હુઈ ડાર્લિંગ તેરે લિયે.." ગીતમાં ઝંડુ શબ્દનાં ઉપયોગ બદલ ઈમામી કંપનીએ નોટિસ ફટકારી છે. ઈમામીએ ફિલ્મમાંથી આ ગીત હટાવી લેવાની નોટિસ ફટકારી છે. ઈમામીનું કહેવું છે કે ગીતને હિટ કરવાં ઝંડુ બામને બદનામ કરવાની શું જરૂર છે. આ ગીતમાં ઝંડુ શબ્દનો ઉપયોગ થયો છે જેનાંથી અમારી કંપનીની ઈમેજને અસર થઈ શકે છે.ઉલ્લેખનિય છે કે, અભિનવ કશ્યપનાં નિર્દેશનમાં બનેલી અને અરબાઝ ખાન અને મલાઈકા અરોરા ખાનનાં પ્રોડક્શન હાઉસની આ ફિલ્મમાં મલાઈકાએ પોતે આ આઈટમ નંબર પર પર્ફોર્મન્સ આપ્યું છે. આ ગીતમાં ઝંડુ શબ્દનાં ઉપયોગથી જ આખું ગીત વધુ ફેમસ થઈ ગયું હતું હવે જ્યારે તે શબ્દ બદલ જ અરબાઝને નોટિસ ફટકારવામાં આવી છે તો હવે જોવું રહ્યું કે ગીતનું ભાવી શું થાય છે.જોકે ગીતમાં ઝંડુ શબ્દનાં ઉપયોગની વાત કરીયે તો આ શબ્દનો ચોખ્ખો અર્થ દર્દ દુર કરવા માટે થયો હોય તેમ લાગે છે તેમ છત્તા ઈમામી કંપનીએ આઈટમ નબંર પર તેમની કંપનીને બદનામ કર્યાનો કેસ કર્યો તે નવાઈની વાત છે.ઉલ્લેખનિય છે કે આ પહેલાં મુન્ની બદનામ ગીત પર મુંબઈનાં એક બિટેકનાં વિદ્યાર્થી રાજકુમારે ગીતમાં હિન્દુસ્તાન શબ્દનો ઉપયોગ કર્યો હોવાથી કેસ કર્યો હતો.

No comments:

Post a Comment