16 September 2010

કચ્છમાં પાંચ માસમાં ૫૦ કરોડની આવક

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

કચ્છમાં પાંચ માસમાં ૫૦ કરોડની આવક

કચ્છમાં ખાણ-ખનિજ વિભાગે લાખો રૂપિયાની ખનિજ ચોરી પકડી પાડી છેલ્લા પાંચ મહિનાના ગાળામાં જ અધધધ ૫૦ કરોડ રૂપિયાની આવક કરી છે.ચ્છમાં ખાણ-ખનિજ ઉદ્યોગના કારણો હજારો લોકોને રોજગારી મળે છે અને આ વ્યવસાયનું કરોડો રૂપિયાનું ટર્ન ઓવર છે.તેની સાથે-સાથે ગેરકાયદે ખનિજ ચોરીની પ્રવૃત્તિ પણ માજા મૂકી રહી છે. અમુક પ્રકરણોમાં ખાણ-ખનિજ ખાતું પહોંચી જતું હોય છે અને આવી ચોરી પકડી પાડે છે. ભૂસ્તરશાસ્ત્રીના જણાવ્યા મુજબ ખાણ-ખનિજ વિભાગને છેલ્લા પાંચ મહિનામાં જ ૫૦ કરોડની આવક થઇ છે.ખાસ તો ઓગસ્ટ મહિનામાં ભચાઉ તાલુકાના વોંધ ગામમાં બ્લેક ટ્રેપ ખનિજના લીઝ વિસ્તારની માપણી કરતા ગેરકાયદે ખોદકામ થતું જણાયું હતું. આવી રીતે ૩.૫ કરોડ રૂપિયાની ગેરરીતિ પકડી પાડી છે.ઓગસ્ટ માસમાં કુલ ૯ વાહનો ગેરધોરણે ખનિજ વહન કરતાં જપ્ત કરાયાં હતાં. તેની સામે ૪ લાખ ઉપરાંતની દંડની કાર્યવાહીરૂપે વસૂલાત કરવામાં આવી હતી. આ ઉપરાંત નિયમ વિરુદ્ધ ખોદકામના બે કેસ કરાયા હતા.જે પૈકી એકમાં ૧.૭૪ લાખનો દંડ કરાયો હતો. ગત માસમાં અગાઉના ૩ ગેરબાંધકામના કેસમાંથી ૧૭ લાખની રકમ વસૂલી હતી. આની સાથે-સાથે માસ દરમિયાન ૧૪ કેસના રૂ. ૨૩.૨૮ લાખ મળ્યા હતા. તંત્ર દ્વારા હજુ પણ આ કામગીરીને ઝુંબેશાત્મક રૂપે ચાલુ રખાશે. તેની આવકામાં વધારો થશે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.



તોલમાપના કર્મીઓ કરિયાણાના થેલા ભરવાનું પણ ચૂકતા નથી

ભાવનગર શહેર-જિલ્લામાં પેકેઝ કોમોડીટીઝ રૂલ્સ અને વજન માપના કેસ કરવાની જેને સત્તા અપાઈ છે, તેનો દુરૂપયોગ કરી તોલમાપ કચેરીના ઈન્સ્પેકટરો કરિયાણાના થેલા ભરવામાં પણ બાકી મૂકતા નથી. રજામાં પોતાાના વતને જતી વેળાએ ફરસાણ અને મિષ્ટાનના પેકેટ ફરજિયાત બંધાવવા પડતા હોવાની વેપારી વર્ગમાંથી ફરિયાદ ઉઠી રહી છે.
વેપારી વર્તુળોના જણાવ્યા મુજબ બહુમાળી ભવન ખાતે બેસતી તોલમાપ કચેરીના તંત્રવાહકો કાંટા છપામણીમાં સરકારી ફી ઉપરાંતના રૂપિયા ૧૦૦ સાહેબના નામે લૂંટે છે. જેટલી ફી વસૂલવામાં આવે છે. તેની સામે પુરેપુરી પહોંચ ક્યારેય અપાતી જ નથી. પેટ્રોલપંપ, વે બ્રીજથી માંડીને અમુક ચોક્કસ કોમોડીટીઝ તંત્રવાહકોના કાયમી ખિસ્સા ગરમ રાખે છે.તોલમાપ નિયંત્રણ કચેરી મહિને ત્રણેક લાખથી વધુ રકમ સરકારી તિજોરીમાં ઠાલવે છે, પરંતુ આથી બમણી રકમ પોતાની તિજોરીમાં ઠાલવે છે, તેમ એક વેપારીએ નામ નહીં દેવાની શરતે ઉમેર્યું હતું કે, ઈન્સ્પેકટરો રજા ઉપર પોતાના વતને જાય છે. ત્યારે એક સામટુ કરિયાણું પણ મફતમાં વેપારી પાસેથી બાંધી જાય છે.અમુક ચોક્કસ વિસ્તારમાં અમુક ઈન્સ્પેકટરને જ ચાર્જમાં રાખી મુકાય છે, જેની ક્યારેય બદલી પણ થતી નથી. થોડા સમયે પહેલા દહેગામ, ચિલોડામાં તોલમાપના સાધનો અધિકૃત કરી બમણા નાણાં ખંખેરવામાં બે શખ્સો ઝપટે ચડી ગયા હતા.પરંતુ ભાવનગરમાં કોઈ નોખી નવાઈ નથી. અમુક તાલુકાની કચેરીઓ ખુલતી જ નથી. જ્યાં બારોબાર જ વહીવટ થઈ જાય છે. ઉચ્ચ સ્તરેથી આ અંગે તપાસ હાથ ધરવા વેપારી વર્ગમાંથી માંગણી ઉઠી છે.ભાવનગર. ૧૫ સપ્ટેમ્બર ભાવનગર શહેર-જિલ્લામાં પેકેઝ કોમોડીટીઝ રૂલ્સ અને વજન માપના કેસ કરવાની જેને સત્તા અપાઈ છે, તેનો દુરૂપયોગ કરી તોલમાપ કચેરીના ઈન્સ્પેકટરો કરિયાણાના થેલા ભરવામાં પણ બાકી મૂકતા નથી. રજામાં પોતાના વતને જતી વેળાએ ફરસાણ અને મિષ્ટાનના પેકેટ ફરજિયાત બંધાવવા પડતા હોવાની વેપારી વર્ગમાંથી ફરિયાદ ઉઠી રહી છે.


શર્મા બંધુઓની પરોણાગત કચ્છના પીઆઇને ભારે પડી

કુલદીપ શર્મા અને પ્રદિપ શર્મા સાથે રાજ્ય સરકારને જ્યારથી વાંકુ પડ્યું છે ત્યારથી શર્માબંધુઓને જાણે અજાણે મદદ કરના કોઇપણ વ્યક્તિને રાજ્ય સરકાર છોડતી નથી. આવોજ એક કડવો અનુભવ કચ્છ પોલીસમાં ફરજ બજાવતા એક ઇન્સપેકટરને થયો હતો.આ પીઆઇનો વાંક માત્ર એટલો હતો કે, પ્રદીપ શર્માને જ્યારે ભુજના જથ્થાબંધ બજાર પ્રકરણમાં ધરપકડ કરીને કચ્છ લાવવામાં આવ્યા ત્યારે અને ત્યાર બાદ કુલદીપ શર્મા પણ જ્યારે કચ્છ આવ્યા ત્યારે તેમને એકાદ-બેવાર મળવાનું થયું હતું. બસ પછી તો આ વાત રાજ્ય સરકારના કાન સુધી પહોંચતા વહીવટી સરળતાના રૂપાળા બહાના હેઠળ કચ્છ એસપીના ખુબજ નજીકના ગણાતા આ ઇન્સપેકટરને અચાનક બદલી નાખવામાં આવ્યા હતા.કુલદીપ શર્મા જ્યારે કચ્છના એસપી હતા ત્યારે આ ઇન્સપેકટરે પીએસઆઇ તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. જેને કારણે કુલદીપ શર્મા સાથે તેમની જૂની ઓળખાણ હતી. જેને કારણે જ્યારે પણ પ્રદીપ શર્માની કોર્ટમાં પેશી થતી અથવા કુલદીપ જ્યારે કચ્છ આવતા ત્યારે એક સિનિયર આઇપીએસ અધિકારી હોવાને નાતે આ ઇન્સપેકટર તેમને મળતા હતા જેનો અહેવાલ ગાંધીનગર ગૃહ વિભાગ સુધી પહોંચ્યો હતો.


ભુજવાસીઓની છાતી પર ૧૦૦ ઇમારતો ઝળુંબે છે

વહીવટી તંત્રને માત્ર સાજ શણગારમાં રસ હોય તેમ આજે કચ્છની મુલાકાતે આવેલી જી.એસ.ડી.એમ.ની ટીમને ભુજિયા ડુંગર પર સ્મૃતિવન બતાવવા લઇ જવાયા હતા. ભુજની રિલોકેશન સાઇટ બતાવાઇ હતી, રિંગ રોડ બતાવાયા હતા, પંરતુ ૧૦૦થી વધુ બહુમાળી ઇમારતો ભુજના રહેવાસીઓ પર ઝળુંબી રહી છે તેનું શું ?ભૂતપૂર્વ એમ.પી.પી.એસ ગઢવીએ જણાવ્યું હતું કે, વહીવટી તંત્રે જી.એસ.ડી.એમ.ના આર્કિટેકટ બાલકૃષ્ણ દોશી તથા તેના સી.ઇ.ઓ. કે બેનરજીને ભુજનો અંદરનો વિસ્તાર બતાવવો જોઇએ, જેથી કેટલીક ભયજનક -ઇમારતોને નાબૂદ કરી ભવિષ્યમાં મોટી જાનહાનિને ટાળી શકાય.ભુજના વરિષ્ઠ નાગરિક ઘનશ્યામભાઇ બૂચે જણાવ્યું હતું કે, ૨૦૦૧ના ભૂકંપમાં ભુજના ઝોન ૨ અને ૩માં આવેલી બહુમાળી ઇમારતોના પાયા હચમચી ગયા છે. મોટા આંચકામાં ગમે ત્યારે ધરાશાઇ થઇ શકે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને વહીવટી તંત્ર કેમ આ ઇમારતોને ધ્વસ્ત કરતાં નથી તે પ્રશ્ન છે.જેમ કે, ભાડા દ્વારા મકાન નિર્માણ અંગે વન પ્લસ વનની મંજુરી મેળવી મકાનો બનાવવામાં આવે છે, પરંતુ જે બહુમાળી ઇમારતોની નીચે આવા મકાનો નિર્માણ થયાં છે તેનું શું ? ખરેખર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિઝાસ્ટર પૂર્વના પગલાં ભરે તો ઓછી જાનહાનિ કે, માલ સમાનની નુકસાની થાય.



ચેન સ્નેચિંગના કેસમાં મુંબઈ મોખરે: ૧૧૦૦ કેસ નોંધાયા

ચેનચોરી કરવાના પ્રકરણમાં આખા દેશમાં મુંબઈ ટોચના સ્થાને હોવાનું તાજેતરમાં જોવામાં આવેલા આંકડા ઉપરથી જાણવા મળ્યું હતું. જાન્યુઆરીથી જુલાઈના સાત મહિનાના સમયગાળામાં મુંબઈમાં ચેનસ્નેચિંગના સૌથી વધુ ૧૧૦૦ કેસ નોંધાયા હતા અને તેમાંથી અત્યાર સુધીમાં જુજ કેસો જ ઉકેલાયા છે.મહિલાઓના ગળામાંથી ચેન આંચકી લઈને પલકવારમાં ફરાર થઈ જવાના ગુના મુંબઈ શહેર માટે નવા નથી. છેલ્લાં અનેક વર્ષોથી રસ્તા ઉપર, રેલવે સ્ટેશન ઉપર, મંદિરની નજીક આવા પ્રકારની ઘટના અનેક વાર બનતી જોવા મળતી હોય છે. ગયા વર્ષે આવા ૧૬૦૦ કેસ પોલીસ ચોપડે નોંધાયા હતા.આમાંના મોટા ભાગના કેસમાં બાઈક ઉપર સવાર અજ્ઞાત શખસો ચેનની ચોરી કરીને ફરાર થઈ જતા હોવાનું પોલીસ ફરિયાદમાં જોવા મળ્યું હતું. વહેલી સવારે મંદિરે દર્શન કરવા જતી કે પછી રાતે કામ ઉપરથી પાછી ફરતી ગૃહિણીઓના ગળામાંથી બાઈકની પાછળ બેઠેલો સવાર ચેન કે મંગળસૂત્રને આંચકી લઈને સડસડાટ ભાગી જતા હોવાના મોટા ભાગના કેસમાં જોવા મળે છે.ચેનચોરી કરવા નીકળેલા બાઈકસવારોમાં સગીર વય ધરાવનાર મોટે ભાગે બાઈક ચલાવતો હોય છે. ચોરી કરનારો પણ મોટા ભાગે સ્થાનિક હોય છે અને તેણે ક્યા વિસ્તારમાં જઈને પોતાની આ કામગીરીને પાર પાડવી તેની તેને બરાબર ખબર હોય છે.પોલીસ પોતાની કાર્યવાહીમાં ઢીલ રાખી રહી હોવાનું મુંબઈગરાએ જણાવીને નારાજી વ્યક્ત કરી હતી. સગીર વય ધરાવતા બાળકો આવી ચોરીમાં સંડોવાયેલા હોવા છતાં પોલીસ કોઈ પણ દિવસ તેને તાબામાં લઈને પૂછપરછ હાથ ધરતી નથી. જોકે પોલીસ હંમેશની જેમ જ અધિકારીઓની અછત હોવાનું કારણ બતાવીને બહાનું આગળ ધરતી હોય છે.


ઓલ્ડ કસ્ટમ્સ હાઉસ ચોરી કેસમાં એન્જિનિયરની ધરપકડ

દક્ષિણ મુંબઈ સ્થિત ઓલ્ડ કસ્ટમ્સ હાઉસમાંથી ઈલેકટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) ચોરી કરવા સંબંધે શહેર પોલીસે વધુ એક પુણેના એન્જિનિયર અને કાર્યકર્તા એવા મુકુંદ લાગુની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ પોલીસે આ કેસમાં હૈદરાબાદના વેપારી હરિપ્રસાદની ધરપકડ કરી હતી જેને હાલમાં જ કોર્ટે જામીન ઉપર છુટકારો કર્યો હતો.પોલીસે સિવિલ એન્જિનિયર અને માનવ હકના કાર્યકર્તા મુકુંદ લાગુની બે દિવસ સતત પૂછપરછ હાથ ધર્યા બાદ તેની મંગળવારે ધરપકડ કરી હતી. તે આ ઈવીએમ મશીન મેળવીને હૈદરાબાદ ખાતે લઈ ગયો હતો જ્યાં તેણે આ મશીન આ કેસમાં અગાઉ જેની ધરપકડ થઈ હતી તે હરિપ્રસાદને આપ્યું હતું, એમ પોલીસ અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું.દક્ષિણ મુંબઈમાં ઓલ્ડ કસ્ટમ્સ હાઉસ સ્થિત ગોદામમાંથી થોડા મહિના પૂર્વે અનુક્રમ નં. ૧૩૧૮૧૨ નંબરનું ઈવીએમ અચાનક ગાયબ થઈ ગયું હતું.આ મશીનમાં ચેડાં કરીને તેનો ચૂંટણી ટાણે દુરુપયોગ કરાશે એવી શંકા હોવાથી જિલ્લાધિકારી આઈ. કુંદને આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી, જેમાં હૈરાબાદના વેપારી હરિકૃષ્ણની સંડોવણી બહાર આવી હતી. ઈવીએમ મશીનમાં કેવી રીતે ચેડાં થઈ શકે છે તે અંગેની માહિતી પ્રસાદે ન્યુઝ ચેનલોમાં આપી હતી.તેણે પોલીસને એમ પણ કહ્યું હતું કે તેને આ મશીન મહારાષ્ટ્રના કેટલાક સામાજિક કાર્યકર્તાઓએ આપ્યું હતું. તપાસમાં એવું બહાર આવ્યું હતું કે લાગુએ હરિપ્રસાદનો સંપર્ક સાધ્યો હતો અને મશીનની ચોરી થઈ તે પૂર્વે બંને જણ મળ્યા હતા. થોડા દિવસ બાદ લાગુએ મશીનને હૈદરાબાદમાં હરિપ્રસાદને આપ્યું હતું, એમ અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું.


આણંદમાં માત્ર પંદર મિનિટમાં જ અઢી ઇંચ

આણંદ શહેરમાં બુધવારે બપોરના આકાશમાં એકાએક ઘનઘોર વાદળો ધસી આવતાં ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. માત્ર ૧૫ મિનિટમાં જ શહેરમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેના પગલે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતાં જળબંબાકાર બન્યા હતા. ઉમરેઠ તાલુકાના ગ્રામ્ય વિસસ્તારમાં હળવો વરસાદ વરસ્યો હતો. જ્યારે અન્ય તાલુકા કોરાધાકોર રહ્યા હતા.ભાદરવા માસના પ્રથમ દિવસે જોરદાર વરસાદ ખાબક્યા બાદ એક સપ્તાહથી સતત વાદળછાયુ વાતાવરણ છવાયેલું છે અને ક્યારેક ઝરમર વરસાદ તો ક્યારેક વરસાદના જોરદાર ઝાપટા પડવાનો દૌર યથાવત રહ્યો છે. આણંદમાં બપોરના પોણા બે કલાકે આકાશમાં એકાએક ઘનઘોર વાદળો છવાઇ જવા સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો.આણંદ જિલ્લા ફલડ કન્ટ્રોલ વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે સવારના ૮થી સાંજના ૪ કલાક સુધીમાં આણંદમાં ૬૪ મીમી અને ઉમરેઠમાં બે મીમી વરસાદ વરસ્યો હતો. બપોરના પંદરેક મિનિટ વરસેલા ધોધમાર વરસાદથી નવા બસસ્ટેન્ડ, યોગી પેટ્રોલ પંપ પાસે, પાયોનિયર હાઈસ્કૂલ પાસે, ગણેશ ચોકડી, સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.જો કે પંદરેક મિનિટ બાદ વરસાદ થંભી જતાં સાંજ સુધીમાં વરસાદી પાણી ઉતરી ગયા હતા. પરંતુ ગાજવીજ સાથે પડેલા ધોધમાર વરસાદથી ગણતરીના કલાકો માટે જનજીવનને માઠી અસર પહોંચી હતી.


વિદ્યાનગરમાં ગણેશ વિસર્જનનો વિવાદ વકર્યો!

વિદ્યાધામ વલ્લભવિદ્યાનગરમાં યુવક મંડળો દ્વારા સ્થાપના કરાયેલ વિઘ્નહર્તા દેવ ગણેશજીના મૂર્તિના વિસર્જનના મુદ્દે વિવાદ સર્જાયો છે. મોગરી ગ્રામપંચાયત બાદ આણંદ નગરપાલિકાએ પણ ગોયા તળાવમાં ગણેશ વિસર્જન માટે નનૈયો ભણી દેતાં વિદ્યાનગરના યુવક મંડળોએ બુધવારે કલેક્ટરને સંબોધીને લખાયેલ આવેદનપત્ર નાયબ કલેક્ટરને આપ્યું હતું.વિદ્યાનગર શહેર ભાજપના ઉપપ્રમુખ મુકેશ પંચાલે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે વિદ્યાનગરમાં ૪૭ યુવક મંડળો દ્વારા જુદા-જુદા સ્થળોએ ગણેશ મહોત્સવનું આયોજન કર્યું છે. અગાઉ ગણેશ મહોત્સવનું આયોજન કરી આણંદની હદમાં આવેલ જાડીયા તલાવડીમાં મૂર્તિનું વિસર્જન કરતાં હતા. પરંતુ તલાવડીની જગ્યાએ આણંદ નગરપાલિકાએ શોપીંગ સેન્ટર બાંધી દેતાં છેલ્લા દસ વર્ષથી મોગરી ગામના તળાવમાં મૂર્તિ વિસર્જન કરતાં હતા.પરંતુ મોગરીમાં પણ આંતરિક વિખવાદના લીધે મૂર્તિ વિસર્જન બંધ કરી દેતાં આણંદ નગરપાલિકા પાસે ગોયા તળાવમાં મૂર્તિ વિસર્જન કરવા માટે માંગણી કરી હતી, વિદ્યાનગરમાં ૧૭મી સપ્ટેમ્બરના રોજ પ્રતિ વર્ષની જેમ સાત દિવસે ગણેશ વિસર્જનયાત્રા રાખવામાં આવી છે, ત્યારે આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર અને નાયબ કલેક્ટરે ગોયા તળાવમાં વિસર્જન નહીં કરવા અંગેનો પત્ર મોકલ્યો હતો.જેમાં મહારાષ્ટ્ર હાઇકોર્ટના ચુકાદાની આપેલ સૂચના અનુસાર ફક્ત માટીની બનેલી મૂર્તિઓનું તળાવમાં વિસર્જન નહીં કરવા અંગેનો પત્ર મોકલ્યો હતો. જેમાં મહારાષ્ટ્ર હાઇકોર્ટના ચુકાદાની આપેલ સૂચના અનુસાર ફક્ત માટીની બનેલી મૂર્તિઓનું તળાવમાં વિસર્જન થઈ શકશે.વાસ્તવમાં ગણેશજીની મૂર્તિના ત્રણ મહિના અગાઉ ઓર્ડર આપી દીધા હોય છે. જેથી આ વર્ષે માટીની મૂર્તિ હોવાનું શક્ય નથી. જેથી આ વર્ષે પીઓપીની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે મંજૂરી આપવામાં આવે તે અંગે અરજ કરી હતી.


ખેરાલુ પાલિકા પ્રમુખ સહિત બે ભાજપમાંથી સસ્પેન્ડ

ભાજપમાં બળવો કરી ખેરાલુ પાલિકાના પ્રમુખ બનેલા ભરત પટેલ અને તેમની સાથે જોડાયેલ નગરસેવિકા પાર્વતીબેન પરમારને જિલ્લા ભાજપ દ્વારા અપાયેલી નોટીસ અંતર્ગત મોકલી અપાયેલ લેખિત ખુલાસો પ્રદેશ મોવડીઓને ગળે ન ઉતરતા બુધવારે પક્ષના બન્ને સદસ્યોને સસ્પેન્ડ કર્યા હોવાનું પક્ષના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે જ પ્રદેશ કક્ષાએથી લેવાયેલો આ નિર્ણય જિલ્લા ભાજપ માટે ભૂકંપ સમાન બન્યો છે.ખેરાલુ પાલિકાના પ્રમુખપદની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ મોવડી મંડળ દ્વારા નગર સેવક ભરત પટેલના નામનો વ્હીપ આપવામાં આવ્યો હતો. જો કે, કેટલાક કારણોસર તેઓએ પક્ષનો આ વ્હીપ ઠુકરાવી દઈ કોંગ્રેસ પ્રેરિત વિકાસ મંચના ટેકાથી પાલિકા પ્રમુખ પદ પ્રાપ્ત કર્યું હતું.ખેરાલુ પાલિકાના પ્રમુખપદ માટે ભાજપ દાવેદાર હોવા છતાં પક્ષના જ નગરસેવકે બળવાખોરી કરી મોંઢામાં આવી ગયેલો કોળિયો છીનવી લેતાં પક્ષમાં સન્નાટો મચી ગયો હતો. પ્રમુખપદની આ રેસમાં ભરત પટેલના બળવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ભાજપના જ નગર સેવિકા પાર્વતીબેન પરમારનું નામ બહાર આવ્યું હતું અને તેઓએ ભરત પટેલની તરફેણમાં મતદાન કરી ભાજપની જીતની બાજી હારમાં ખપાવી હોવાનું સ્પષ્ટ થયું હતું.ખેરાલુ પાલિકા પ્રમુખ પદ માટે બળવાખોરી કરનાર વર્તમાન પ્રમુખ ભરત પટેલ તેમજ નગર સેવિકા પાર્વતીબેન પરમારની જિલ્લા ભાજપ પ્રમુખ ઋષિકેશભાઈ પટેલ દ્વારા નોટીસ આપવામાં આવી હતી.આ નોટીસનો પાંચ દિવસ દરમિયાન પ્રત્યુત્તર આપવા અંગે કરાયેલી તાકીદ અનુસંધાને બન્ને બળવાખોરોએ કરેલો લેખિત ખુલાસો પ્રદેશ મોવડીઓના ગળે ન ઉતરતા બુધવારે તેઓને સસ્પેન્ડ કરવાનો ફેકસ જિલ્લા ભાજપ કાર્યલય ખાતે મોકલી અપાયો હતો. જેમાં પક્ષે આપેલ વ્હીપનો અસ્વીકાર કરી પક્ષ સાથે બળવાખોરી કરવાનો મુદ્દો ઉલ્લેખાયો હતો.


શકમંદ બાંગ્લાદેશીને પરત મોકલવા ગૃહની લીલીઝંડી

મહેસાણા એસઓજી શાખાએ તા.૧૦ જુલાઈના રોજ શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી એક બાંગ્લાદેશી યુવકને શંકાસ્પદ હાલતમાં ઝડપ્યો હતો. સ્થાનિક પોલીસની સાથોસાથ સ્ટેટ આઈબી, અમદાવાદ એટીએસ સહિતની ટીમોએ તેની પૂછપરછ કરી હતી. પરંતુ પરિણામ શૂન્ય રહ્યું હતું.જો કે, તપાસ દરમિયાન આ શખ્સ ભીખારીના સ્વાંગમાં બાંગ્લાદેશની સરહદેથી ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. પોલીસને ઝડપાયેલા આ શખ્સ પાસેથી કોઈ શંકાસ્પદ દસ્તાવેજો ન મળતા તેને બાંગ્લાદેશ પરત મોકલી દેવા ગૃહવિભાગ પાસે મંજુરી માગવામાં આવી હતી.છેલ્લા ત્રણ માસથી સરકારી મહેમાન બનેલા આ બાંગ્લાદેશીને પશ્ચિમ બંગાળ સરહદ પર તૈનાત બીએસએફની ૪૭ નંબરની બટાલિયનને સોંપવાનો ગૃહવિભાગે નિર્ણય લીધો છે.

No comments:

Post a Comment