15 September 2010

મુંબઈમાં લાલબાગચા રાજા પાસે બે ત્રાસવાદી!

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


મુંબઈમાં લાલબાગચા રાજા પાસે બે ત્રાસવાદી!

મુંબઈમાં ગણેશોત્સવના તહેવારનું આગમન થઈ રહ્યું હતું તેના એક દિવસ અગાઉ જ ભારતના જાસૂસી તંત્રએ શહેર ઉપર ફરી એક વાર આતંકવાદી હુમલાના પ્રયાસ થઈ શકવાની માહિતી આપી હતી.લાલબાગ ચા રાજાને નિશાન બનાવવામાં આવવાના હોવાની અને બે શકમંદોએ આ વિસ્તારની મુલાકાત પણ લીધી હોવાના સમચાર અખબારમાં આવ્યા હતા ત્યારે જ બે જણને અટકમાં લીધા હતા. જોકે બંને ખાનગી કેબલચાલકને ત્યાં કેમેરામેન તરીકે કામ કરતા હોવાની માહિતી પોલીસે આપી હતી.કાલાચોકી પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર ખાનગી કેબલચાલકના કેમેરામેનો દર્શનાર્થીઓની સાથે લાલબાગ ચા રાજાના દર્શન કરવા માટે આવ્યા હતા. તેઓને ફાળવાયેલા પાસ માટે પોલીસે પૃચ્છા કરી ત્યારે તેમાં ઓળખપત્રોમાં જે નામ હતાં તેનાથી તેઓનાં નામ વિપરિત જણાયાં હતાં. જેને કારણે પોલીસને શંકા ગઈ હતી અને તેઓને બાદમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા.હકીકત એ હતી કે બંને લઘુમતી કોમના હોવાને કારણે પરિસ્થિતિ ઉપર કાબૂ લઈ શકાયો નહોતો. બે શંકાસ્પદને અટકમાં લેવામાં આવ્યા છે એવી માહિતી કંટ્રોલ રૂમને આપવામાં આવતાં આ સમાચાર શહેરમાં વાયુવેગે ફેલાયા હતા.બંને જણની પોલીસે પૂછપરછ હાથ ધરી ત્યારે તેઓ સાઈ વિઝન કેબલ નેટવર્કમાં કામ કરતા હોવાનું અને તેઓ અહીં પોતાના કામ માટે આવ્યા હતા એમ તેમણે જણાવ્યું હતું. પોલીસે ત્યાર બાદ કેબલચાલક પ્રમોદકુમારને પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા.


અમદાવાદ : તારાં ચશ્માંની ફ્રેમ સરસ છે’ કહી ડોક્ટરે મહિલાની

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સોમવારે મોડી રાત્રે એક ૩૪ વર્ષીય મુસ્લિમ મહિલાને ત્રણ જુનિયર રેસિડન્ટ ડોક્ટરોએ લેબર રૂમમાં બોલાવી તેની સાથે શારીરિક છેડછાડ કરી હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ શાહીબાગ પોલીસ મથકમાં નોંધાતાં તબીબીજગતમાં ખળભળાટ મચ્યો છે. મહિલાના આરોપ અનુસાર તેની ભાભીની ડિલિવરી દરમિયાન રાત્રે ૩.૩૦ વાગ્યે ત્રણ જુનિયર ડોક્ટરોએ તેની સાથે છેડછાડ કરી હતી.જેના પ્રત્યાઘાતરૂપે મંગળવારની ઢળતી સાંજે મહિલાના સંબંધી કહેવાતા એક વ્યક્તિએ ત્રણ પૈકીના એક જુનિયર ડોક્ટરની પીઠ પર અસ્ત્રાનો ઘા ઝીંકી દેતાં મામલો ગરમાયો હતો. બીજી તરફ મહિલાના શારીરિક છેડછાડના આક્ષેપોને પાયાવિહોણા ગણાવી સિવિલના તમામ જુનિયર ડોક્ટરો અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરી ગયા છે.શાહીબાગ પોલીસમથકના ઇન્સપેક્ટર એફ.એલ. વસાવાના જણાવ્યા અનુસાર બાપુનગર વિસ્તારમાં રહેતી એક ૩૪ વર્ષીય મુસ્લિમ મહિલાએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યું છે કે, તેનાં ભાભીને પ્રસૂતિ દરમિયાન સોમવારે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. દરમિયાન રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ તેમનાં ભાભીને બાળકનો જન્મ થયો હતો.બાદમાં ગાયનેક વિભાગના ત્રણ ડોક્ટરોએ લેબરરૂમની બહાર ઊભેલી આ મહિલાને અંદર બોલાવી હતી. ડોક્ટરોને દવા અંગે કંઈ કામ હશે તેમ સમજીને રૂમમાં આ મહિલા ગઇ હતી. તેને તબીબોએ પહેલા એવું કહ્યું હતું કે, ‘તારી ચશ્માની ફ્રેમ સરસ છે’. જો કે મહિલા કંઇ સમજે તે પહલે એક ડોક્ટરે તેનો હાથ પકડી લેતા તે ગભરાઇ ગયેલી મહિલા બૂમાબૂમ કરીને રૂમમાંથી બહાર દોડી આવી હતી. તેણે બહાર ઊભેલા પરિવારના સભ્યોને ઘટના અંગે જાણ કરી હતી.


મોટીમારડમાં પુત્રએ તેર વર્ષ સુધી સાવકી માનો દેહ ચૂંથ્યો

પાટણવાવના મોટીમારડ ગામે દલિત પ્રૌઢા પર તેના સાવકાપુત્રએ બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઇ છે. પિતાના મૃત્યુ બાદ પુત્ર તેર વર્ષથી ધાક ધમકી આપી સાવકી માનો દેહ ચૂંથતો હતો. બનાવની મળતી વિગતો મુજબ, મોટી મારડના વણકર વાસમાં રહેતી દલિત પ્રૌઢાએ તેના પુત્ર ચંદુ પોપટભાઇ પરમાર અને પુત્રવધુ મંજુ સામે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ દલિત પ્રૌઢાના પ્રથમ પતિના મૃત્યુ બાદ પોપટ રૂપાભાઇ પરમાર સાથે બીજા લગ્ન કર્યા હતા.પતિ પોપટનું ૧૯૯૪મા મૃત્યુ નિપજતાં દલિત પ્રૌઢા એકલવાયૂ જીવન જીવતા હતા. આ એકલતાનો લાભ લઇ પતિના આગલા ઘરનો અને પોતાની જ ઉંમરનો પુત્ર ચંદુ બળજબરીપૂર્વક ગમે ત્યારે ઘરમાં ઘૂસી આવી બળાત્કાર ગુજારતો હતો.છેલ્લા તેર વર્ષથી સાવકા પુત્રના આવા કરતૂતનો દલિત પ્રૌઢા વિરોધ કરતા તો ચંદુ જો આ વાત ક્યાય બહાર કરીશ તો જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપતો હતો. ચંદુને તેની પત્ની મંજુ પણ મદદ કરતી હતી.અંતે સાવકા પુત્રના આવા કૃત્યથી કંટાળી મંગળવારે દલિત પ્રૌઢાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પાટણવાવ પોલીસ મથકના ફોજદાર વી.એસ.વણઝારાએ ગુનો નોંધી આરોપી દંપતીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. બનાવને પગલે દલિત સમાજમાં તેમજ આ પંથકમાં ભારે ચકચાર જાગી છે.


સોનમ તૈયાર છે નવાં સુપર સેક્સી લુક સાથે

સોનમ કપુર અબ્બાસ મસ્તાનની ફિલ્મ ઈટાલિયન જોબની રિમેકમાં કાંઈક અલગ જ અંદાઝમાં જોવા મળશે. ફિલ્મનું નામ પણ નક્કી થઈ ગયુ છે. ફિલ્મનું નામ 'પ્લેયર્સ' રાખવામાં આવ્યું છે.અને નવેમ્બરથી તેનું કામકાજ પણ ચાલુ થઈ જશે.ફિલ્મમાં તેનો લુક તેની હાલની ઈમેજ કરતાં તદ્દન અલગ હશે. તે સેક્સી મીની સ્કર્ટ્સ અને શોર્ટ ડ્રેસીસમાં જોવા મળશે. અનહિતા એજાનિયા તેનાં માટે સ્ટાઈલિશ આઉટફિટ તૈયાર કરશે અને તેની સ્ટાઈલનું પણ ધ્યાન રાખશે.'પ્લેયર' સાથે સંક્ળાયેલાં સુત્રોનાં સોનમનાં નવાં લુક વિશે જણાવ્યાં અનુસાર, "અબ્બાસ મસ્તાન તેની ફિલ્મમાં હિરોઈનને સૌથી વધુ ગ્લેમર્સ લુક આપવા માટે ફેમસ છે. આ ફિલ્મમાં પણ સોનમનો લુક કાંઈક આવો જ હશે. ફક્ત આઉટફિટ જ નહી ફિલ્મમાં તે અવનવી અલગ અલગ એસેસરીઝ સાથે પણ જોવા મળશે જે તેનાં લુકને વધુ સેક્સી બનાવશે."સુત્રોનાં જણાવ્યાં અનુસાર, "ફિલ્મનો પહેલો શિડ્યુલ નવેમ્બરનાં અંતમાં ચાલુ થશે. તેનું શૂટિંગ રશિયા અને ન્યુઝિલેન્ડમાં થશે. ફિલ્મનું બજેટ $30 મિલીયન ડોલરનું છે. હાલમાં જ અબ્બાસ મસ્તાન રશિયાથી પાછો ફર્યો છે. તે ત્યાં ફિલ્મનું લોકેશન નક્કી કરવા ગયો હતો."


1,50,000 ડોલરમાં ધનવાન આરબોને કૌમાર્ય વેચાય છે

બ્રિટનમાં ધનવાન બિઝનેસમેનને સગીર બાળકીઓનું કૌમાર્ય વેચતી ટોળકી ઝડપાઈ ગઈ છે. આ ટોળકી અમીર નબીરાઓ પાસેથી પ્રત્યેક કૌમાર્યના બદલામાં 1,50,000 ડોલર વસૂલતી હતી. તાજેતરમાં જ આમાંની એક ગેંગ મેમ્બરની કોઈ બિઝનેસમેનને લખવામાં આવેલી ચિઠ્ઠી ઝડપાઈ છે, જેમાં લખવામાં આવ્યું છે કે, ‘મારી પાસે 14થી 20 વર્ષ વચ્ચેની 12 છોકરીઓ છે, જેઓ બધી જ યુ.કે.માં રહે છે. જો જરૂરિયાત હોય તો અમારી પાસે એક ભાડાનું ઘર પણ છે.’આ ચિઠ્ઠી મળતાં જ પોલીસ સતર્ક થઈ ગઈ હતી. જેમાં ફાતિમા હેગ્નેગટ નામની 24 વર્ષીય યુવતીની ધરપકડ થઈ છે. તે પોતાના પતિ રસૂલ ગોલમપોર સાથે મળીને આ ધંધો ચલાવતી હતી. આ કાર્યમાં ફાતિમાની સાથે તેની 41 વર્ષીય આન્ટી મારોખ જમાલી પણ સામેલ છે. ધંધા માટે તેઓ ઈરાન, ઈંગ્લેન્ડ અને ઈસ્ટર્ન યુરોપમાંથી કિશોરીઓને લાવવામાં આવતી હતી.અહીંયા ખાસ કરીને એવી કિશોરીઓને લાવવામાં આવતી હતી, જે વર્જિન હોય. ગ્રાહકોને પહેલા આ કિશોરીઓના ફોટા બતાવવામાં આવતા અને ત્યારબાદ 50,000 ડોલરથી શરૂ કરીને 1,50,000 ડોલર સુધીમાં તેના કૌમાર્યની કિંમત આંકવામાં આવતી. આ યુવતીઓને અહીં લાવવા માટે તેમની સામે એવું બહાનુ કરવામાં આવતું કે તેમણે વિદેશમાં જઈને ડાન્સ કરવાનો છે. જ્યારે તેઓ લંડનમાં આવી જાય તે પછી જ તેમને અન્ય પુરુષ સાથે સેક્સ માટે મજબૂર કરવામાં આવતી હતી.


કેબિસીનાં પહેલાં એપિશોડમાં સલમાન ભાગ લેશે?

જન્મ દિવસની પાર્ટીમાં વધુ એક ખુશીનો સમાવેશ થવા જઈ રહ્યો છે અને તે છે બિગ બીનાં શો કોન બનેગા કરોડપતીની શરૂઆત પણ તેમનાં જન્મદિવસે જ થશે અને તે બર્થડે પાર્ટી કેબીસીનાં સેટ પર જ ઉજવવામાં આવશે. આ પાર્ટીમાં સલમાન ખાન અને બિગ બોસની આખી ટીમને પણ આમંત્રણ આપવામાં આવશે.બિગ બી અને કબીસીની ટીમ હાલમાં તો સલમાનનાં નવાં શો બિગ બોસ-4ને સારી એવી સ્પર્ધા આપવા તૈયાર છે. તો બિગ બી 11 ઓક્ટોબર તેમનાં જન્મદિવસે જ શોનું ઈનોગ્રેશન કરશે. ટેલીવીઝન ઈન્ડસ્ટ્રીમાં આવું પહેલી વખત બનશે કે કોઈ હોસ્ટનાં જન્મ દિવસે જ તેમનાં શોની શરૂઆત કરવામાં આવી હોય.બિગ બોસ-4 રાત્રે 9નાં સ્લોટમાં ચાલુ થાય તેવી શક્યતાઓ છે. તેથી સોની ચેનલ પણ કેબીસી રાત્રે 9 વાગ્યાનાં સ્લોટમાં જ શરૂ કરવાનું વિચારી રહ્યું છે. જેથી તે સલમાનનાં શોને સારી એવી ટક્કર આપી શકે.આ વિશે સોનીનાં વરિષ્ઠ એક્ઝિક્યુટિવનાં જણાવ્યાં અનુસાર, ''અમને ક્યારેય સ્પર્ધાથી ડર લાગતો નથી.અમે કેબીસીને મોડા ટાઈમ સ્લોટમાં પણ ચલાવી શક્તા હતા. જેથી તે અન્ય શો સામે આડો આવે નહી. પણ અમે પણ જોવા ઈચ્છીયે છીએ કે લોકોનું શું જોવું વધુ પસંદ છે તેઓ તેમની પસંદગીનો કળશ કોના પર ઢોળે છે.''કેબીસીની શરૂઆત બિગ બીનાં 60માં જન્મ દિવસે જ થશે શો પર પત્નિ જયા બચ્ચન તેમજ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ટેલિવીઝન ઈન્ડસ્ટ્રીનાં અન્ય સેલિબ્રીટીઝ સાથે આ શોની શરૂઆત થશે તેમજ મીડિયા પર્સન પણ આ શોમાં આમંત્રિત હશે.


રિકી પોન્ટિંગ શ્રેષ્ઠ સુકાની છે કારણ કે

જ્યારે પણ આપણને પુછવામાં આવે કે, ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના અત્યારસુધીના સફળ અને શ્રેષ્ઠ સુકાની તરીકે કોની ગણના કરી શકાય તો આપણી સમક્ષ ડોનાલ્ડ બ્રેડમેન, એલન બોર્ડર, સ્ટિવ વો અને રિકી પોન્ટિંગનું નામ આવે છે. અને તેમાથી કોઇ એક નામ પસંદ કરવાનો સમય આવે ત્યારે આપણે મુશ્કેલીમાં મુકાઇ જઇએ છીએ.એ વાતમાં કોઇ શંકા નથી કે ઓસ્ટ્રેલિયાની ટીમમાં ઘણા સારા ખેલાડીઓ અને સુકાની છે. છતાં જોઇએ તો હાલનો સુકાની રિકી પોન્ટિંગ ઉક્ત અન્ય મહાન ઓસ્ટ્રેલિયન સુકાનીઓની સરખામણીમાં શ્રેષ્ઠ કહી શકાય. જો કે તે સમયે પ્રશ્ન ઉદ્દભવી શકે છે કે તેણે ઇંગ્લેન્ડમાં બે એશિઝ શ્રેણી હારી છે તો પછી તે શા માટે શ્રેષ્ઠ સુકાની બની શકે?પરંતુ તેની સફળતાના ગ્રાફને જોવામાં આવે તો તેણે ઓસ્ટ્રેલિયાને સતત બે વિશ્વકપ જીતવ્યા છે. અને સ્ટિવ વોના સળંગ 16 ટેસ્ટ જીતવાના રેકોર્ડની પણ બરાબરી કરી છે. ઉપરાંત તેણે લથડી ગયેલી ટીમમાં યુવાઓને તૈયાર કરવાની સાથે એક શ્રેષ્ઠ જવાબદારી સંભાળી હતી.તેનું ફોર્મ ખરાબ હતું અને ટીમ પણ ખરાબ પ્રદર્શન કરી રહી હતી. છતાં ફરી એક વખત તેણે ટીમને બેઠી કરી છે. તે પોતાનામાં રહેલી ક્ષમતાઓ અંગે જાણે છે. અને તેથી જ તે ક્રિકેટના કોઇપણ પડકારને સ્વિકારવા માટે તૈયાર રહે છે. તેની પાસે એક ખેલાડી અને સુકાની તરીકે જેટલી આવડત જોઇએ તેટલી છે. તે બેટિંગ, શ્રેષ્ઠ ફિલ્ડિંગ ક્ષમતા, પ્રેસર વગરની રમત અને ભય વગરનો દેખાવ, મેદાન પર ઉત્સાહ સાથેની હાજરી જે તેની ટીમને પુરતી શક્તિ આપવા માટે પુરતું છે. જેથી તેની ટીમ કોઇપણ પરિસ્થિતિમાં મેચ જીતવાનો જૂસ્સો રાખે છે.


કુરાન અને બાઇબલના પાનામાંથી સિગારેટ બનાવીને પીધી

એક ઓસ્ટ્રેલિયન વકીલે કુરાન અને બાઇબલના પાના ફાડીને તેની સિગરેટ બનાવીને પીતો વીડિયો ઈન્ટરનેટ પર મૂકીને વિવાદ ઊભો કર્યો છે. એલેક્સ સ્ટુઅર્ટની આ વીડિયો ક્લિપ 20 મિનિટની છે. આ ક્લિપનું ટાઇટલ છે, ‘બાઇબલ કે કુરાન, પહેલા કોણ બળે છે?’અત્યારે તો આ ક્લિપ યુ ટ્યુબ પરથી ડિલિટ કરી દેવામાં આવી છે. ક્વીન્સલેન્ડ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીમાં કામ કરનારા સ્ટુઅર્ટ વીડિયોમાં પહેલા બંને ગ્રંથોને હાતમાં લે છે. પછી તેને ફાડીને તેમાંથી પાના કાઢીને તેની સિગરેટ બનાવીને પીએ છે.સ્ટુઅર્ટે વીડિયો ફૂટેજમાં કહ્યું છે કે બાઇબલ કે કુરાન જે પણ હોય, તેને અલગ રીતે વિચારવું જોઇએ. સ્ટુઅર્ટ બ્રિસબેનમાં એક નાસ્તિક ગ્રુપનો સભ્ય છે. આ વીડિયો બાદ તેને રજા પર મોકલી દેવાયો છે.જોકે તે ભારપૂર્વક એ કહી રહ્યો છે કે તેણે સિગરેટ બનાવવામાં ડ્રગ્સનો ઉપયોગ નથી કર્યો. તેણે તો સિગરેટમાં માત્ર તમાકુ અને ઘાસ જ ઉમેર્યા હતા. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પીટર કોલડ્રેકે કહ્યું છે કે આ ઘટનાને કારણે યુનિવર્સિટી બહુ જ નારાજ અને નિરાશ છે.



તો હું સચિનનો રેકોર્ડ તોડી શકું’

વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગે આઇસીસી વિશ્વકપ સુધી પોતાના શાનદાર ફોર્મને જાળવી રાખવાનું વચન આપ્યું છે. અને કહ્યું છે કે, જો તે 50 ઓવર સુધી મેદાન પર ઉભો રહી શકશે તો તે સચિન તેંડુલકરના 200 રનના વિશ્વરેકોર્ડને પણ તોડી શકે છે.સેહવાગને જ્યારે પુછવામાં આવ્યું કે, શું તે માને છે કે, તે સચિનની વનડે ક્રિકેટની 200 રનની વિશ્વ રેકોર્ડને તોડી શકે છે. તો તેણે કહ્યું કે, હું રેકોર્ડ માટે નથી રમતો પરંતુ રેકોર્ડ તુટવા માટે બને છે.સેહવાગે એક કાર્યક્રમમાં પત્રકારોને કહ્યું કે, કોઇપણ બેટ્સમેન પ્રથમ ઓવરથી 50 ઓવર સુધી રમે તો તે સચિનનો રેકોર્ડ તોડી શકે છે. પરંતુ હું ક્યારેયપણ રેકોર્ડ તરફ ધ્યાન આપતો નથી. અને મારો એકમાત્ર ઉદ્દેશ રન બનાવવાનો હોય છે. હું ટીમની જરૂરિયાત અનુસાર રન બનાવવા અને ટીમને જીત અપાવવા માટે રમું છું.



ભારતદ્રોહ, લોકો અંધારામાં: કાશ્મીરમાં કુલડીમાં ગોળ ભંગાયો?

કાશ્મીરમાં પાકિસ્તાને આતંકવાદનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરી જોયો. હવે પાકિસ્તાનના સમર્થક એવા અલગાતવાદી નેતાઓના દોરીસંચાર નીચે કાશ્મીર ખીણમાં છેલ્લા ત્રણ માસથી અશાંતિ ચાલી રહી છે. પથ્થરમારો અને હિંસક પ્રદર્શન કરતાં દેખાવકારો સાથે સુરક્ષાકર્મીઓનું ઘર્ષણ થવાને કારણે કાશ્મીર ખીણમાં અત્યાર સુધીમાં 70 લોકોના મોત નીપજ્યા છે.કાશ્મીર મુદ્દો હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે એટલું વજન પામતો નથી કે જેટલું પહેલા પામતો હતો. હાલ દક્ષિણ એશિયાની પરિસ્થિતિ અને સામરીક સમીકરણો અમેરીકાના અફઘાનિસ્તાન અભિયાનને કારણે બદલાયેલા છે. ત્યારે કાશ્મીર મુદ્દો ફરીથી આંતરરાષ્ટ્રીય સ્તરે ઉછળે અને પાકિસ્તાન-અફઘાનિસ્તાનના જેહાદીઓ તરફથી અમેરીકા અને વિશ્વનું ધ્યાન કાશ્મીર પર લાગે તે માટે પ્રયત્નો થઈ રહ્યાં છે. કાશ્મીર મુદ્દાને દ્વિપક્ષીય ન રહેવા દેવા માટે પાકિસ્તાન અને આંતરરાષ્ટ્રીય બિરાદરી તરફથી અવારનવાર પ્રયત્નો થયા છે.પાકિસ્તાન સાથેના દ્વિપક્ષીય સંબંધોમાં ત્રીજા પક્ષની મધ્યસ્થતા માટે બેક ચેનલ ડિપ્લોમસીમાં કોઈ વાતચીત કે દબાણ થતું હશે. તેમ માનવા માટેના કારણો છે. એક તો પાકિસ્તાન દ્વારા વારંવાર ચીન કે અમેરિકા ભારત સાથેની વાતચીતમાં મધ્યસ્થતા કરે તે પ્રકારના નિવદેનો અવાર-નવાર કરવામાં આવે છે. તાજેતરની વાતચીત અને વાજપેયી દ્વારા કારગીલ યુદ્ધ અને પાકિસ્તાનમાં તખ્તાપલટ બાદ શરૂ કરવામાં આવેલી વાતચીતમાં અમેરીકી ભૂમિકા કે દબાણ સ્પષ્ટપણે સપાટી પર આવે છે.


નોકિયા' કમર કસી લો, આને 'ફેરારી' કેવાય

અત્યાર સુધી આપણે માત્ર ફેરારી કાર વિશે સાંભળ્યુ છે પણ હવે તો ફેરારી મોબાઇલ પણ આપણાં માટે માર્કેટમાં ઉપલબ્ધ છે. વાસ્તવમાં કોમ્પ્યૂટર ટેક્નૉલોજી અને ઇલેક્ટ્રૉનિક ક્ષેત્ર સાથે જોડાયેલી મલ્ટીનેશનલ કંપની એસરે લિક્વિડ ઈ ફેરારી સ્પેશિયલ એડિશન સ્માર્ટફોન બજારમાં લૉન્ચ કરી દીધો છે.પોતાના આ સ્પેશિયલ સ્માર્ટફોનને બનાવવા માટે એસરે સ્પોર્ટ્સ કાર બનાવનારી દુનિયાની ખ્યાતનામ કંપની ફેરારી સાથે કરાર કર્યો છે અને સાથે મળીને આ ડિઝાઇન તૈયાર કરાવી છે.આ ખાસ સ્માર્ટ મોબાઈલ ફોન ભારતમાં ઉપલબ્ધ છે. સ્પેશિયલ ઑફર સ્વરૂપે ભારતમાં દીવાળી સુધી તેની કિંમત રાખવામાં આવી છે રૂ. 29,999 એટલે ટૂંકમાં 30000 સમજી લેવાય.જોકે પાછળથી તેની કિંમત વધારી પણ શકે છે, પરંતુ મોબાઇલની બાબતમાં આવુ થતુ નથી. તેના ભાવ ઘટવાના ચાન્સિસ વધારે છે કારણ કે નોકિયાએ પણ હમણાં જ પોતાના ત્રણ મોબાઇલ બજારમાં ઉતાર્યા છે.આ ખાસ સ્માર્ટફોનમાં 5 મેગાપિક્સલ કેમેરો, વાઈ-ફાઈ અને હાઈ એન્ડ બ્લૂટુથ જેવા ઉચ્ચતમ ફીચર્સ મુકવામાં આવ્યા છે. કંપનીને ખાસ્સી આશાઓ છે કે ભારતીય ગ્રાહકો અને એમાં પણ ખાસ કરિને યુવાનોને આ સ્માર્ટફોન ખુબ પંસદ આવશે.


વડોદરા : નરેન્દ્ર મોદી કોર્ડન તોડી લોકોને મળવા ધસી ગયા

ગણેશોત્સવ પર્વે આજે શ્રીજીના દર્શને આવેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જોવા માટે માર્ગો પર લોકોની ભારે ભીડ ઊમટી પડતાં ઠેરઠેર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. મુખ્યમંત્રી મોદી સિક્યુરિટી કોર્ડન તોડી લોકોને મળવા ધસી ગયા હતા.ધારાસભ્ય-સંસદીય સચિવ યોગેશ પટેલના આમંત્રણને માન આપી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગણેશોત્સવ નિહાળવા આજે સાંજે શહેરના મહેમાન બન્યા હતા. મુખ્યમંત્રીએ છ સ્થળોએ જઇ દુંદાળાદેવનું પૂજન-અર્ચન કર્યું હતું.મુખ્યમંત્રીને જોવા મોટી સંખ્યામાં લોકોનાં ટોળાં ઊમટી પડ્યા હતા. મુખ્યમંત્રી મોદીએ આજવા રોડ મહાવીર ચાર રસ્તા, શામળ બેચરની પોળ, સુરસાગર તળાવ, પ્રકાશ યુવક મંડળ, મરીમાતાના ખાંચામાં અને ફતેગંજ મેઇન રોડ સ્થિત શ્રીજી સ્થાપના સ્થળની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ સત્યમ્ શિવમ્ સુંદરમ્ સમિતિ તરફથી તૈયાર કરાયેલું શ્રીજી સમક્ષ સોહરાબુદ્દીનના ધૂણતા ભૂતનું ર્દશ્ય મંચ ઉપર બેસીને નિહાળ્યું હતું.આ પ્રસંગે તેમની સાથે સંસદીય સચિવ યોગેશ પટેલ, મેયર-સાંસદ બાળકૃષ્ણ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી મોદીએ શામળ બેચરની પોળ ખાતે સ્વર્ણિમ ગુજરાતની થીમ ઉપર બનાવાયેલા શ્રીજીના પણ દર્શન કર્યા હતા.મોદી જેવા મંડપ તરફ કદમ માંડ્યા કે તરત જ આસપાસના ઘરોની અગાશીઓ-બારીઓમાંથી મોદી ઉપર પુષ્પવર્ષા કરાઇ હતી. મોદીએ તેમની મુલાકાત વેળા સિક્યુરિટી કોર્ડન તોડી લોકોને મળવા ધસી જતાં સુરક્ષા કર્મચારીઓમાં દોડધામ મચી હતી.


વડોદરા : ચોખાના દાણા ઉપર ઇકો ફ્રેન્ડલી ગણેશની સ્થાપના

વડોદરાના હિતના પ્રશ્નો માટે જનજાગૃતિ અભિયાન ચલાવતા જાગો વડોદરા જાગો દ્વારા ચાલુ વર્ષે ગણેશોત્સવમાં ચોખાના દાણા ઉપર બનાવાયેલા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરીને અનોખી રીતે ઉત્સવની ઉજવણી કરાઇ રહી છે. ગણેશ મહોત્સવમાં વિશ્વમાં સૌથી નાના ગણેશજીની સ્થાપના કરાઇ હોઇ આ અંગેની નોંધ લેવા લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં જાણ કરાઇ છે.
‘જાગો વડોદરા જાગો’ ના અગ્રણી નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે, વિશ્વનું તાપમાન અગાઉની ગણતરીઓને ખોટી પાડતું હોય તેમ ભયજનક રીતે વધી રહ્યું છે. પાણી, હવા, માટી, અવાજ અને ખોરાકનું પ્રદૂષણ ચરમસીમાએ છે. જાગો વડોદરા જાગો અભિયાનના જાગૃત કાર્યકરોએ પોતાનો સુધાર સંસારની સૌથી મોટી સેવા છે એવા પંડિત રામશર્મા આચાર્યના સૂત્રને અનુસરી ચાલુ વર્ષે ગણેશોત્સવમાં ઇકો ફ્રેન્ડલી ઉજવણી અંતર્ગત ચોખાના નાના દાણા ઉપર શ્રીજી બનાવી સ્થાપના કરી છે. ચોખાના દાણાનું વજન ૦.૨ મિલિગ્રામ અને ઊંચાઇ ૫ એમ.એમ. છે.શ્રદ્ધાળુઓ આ ગણેશજીનાં દર્શન દૂરબીન દ્વારા કરી શકે તેવી વ્યવસ્થા કરી છે. સાંજે ૪ થી ૯ ચોખા ઉપર બનાવાયેલા ગણેશજીનાં દર્શન કરી શકાશે. પાંચ દિવસ બાદ પાણીની ડોલમાં જ શ્રીજીનું વિસર્જન કરી પાણી વૃક્ષના મૂળમાં સીંચી દેવાશે.

No comments:

Post a Comment