visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
રાજકોટના ૨૩ વોર્ડના તમામ મતદાન મથકોની ચકાસણી
ઓક્ટોબર માસમાં યોજાનારી રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીને અનુલક્ષી વહીવટી તંત્ર સાબદુ બન્યું છે. તેમજ ચૂંટણી સંબંધી તૈયારીઓ પણ આરંભી દીધી છે.રાજકોટ શહેરના મતદાન મથકોની ચકાસણી માટે મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા દરખાસ્ત કરાતા કલેક્ટર તંત્ર દ્વારા શહેરના ૨૩ વોર્ડના ૧૧૬૬ બૂથોની ચકાસણીનો આરંભ કરાયો હતો અને છેલ્લા ત્રણ દિવસમાં ૧૦૦૦ આસપાસ બૂથોની ચકાસણી થઇ ગઇ છે. સંભવત સોમવાર બપોર સુધીમાં આ અંગેની કામગીરી પૂર્ણ થઇ જશે.આ અંગે સિટી મામલતદાર એસ જે ખાચરના જણાવ્યા મુજબ મનપા તરફથી ચકાસણી દરખાસ્ત મળતા ૨૩ વોર્ડના ૧૧૬૬ બૂથો (મતદાન મથકો) ની ચકાસણીનો આરંભ કરાયો હતો અને ત્રણ દિવસથી ચાલતી આ કામગીરી સંભવત સોમવારે પૂર્ણ થઇ જશે રવિવાર સાંજ સુધીમાં ૧૦૦૦ બૂથની તપાસ પૂર્ણ થઇ ચૂકી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ ચૂંટણી કમિશનરને દરખાસ્ત મોકલાશે.એ ઉલ્લેખનીય છે કે વહીવટી તંત્ર દ્વારા બૂથ ચકાસણીમાં ફરજ પરના કર્મચારીઓ, ચૂંટણી એજન્ટો માટે બેઠક વ્યવસ્થા, મતદારો માટેની સુવિધા, ખાલી જગ્યા, ૨૦૦ મીટર રેન્જ, પાણી, વીજળી, હવા-ઉજાસ માટે બારી-બારણા સહિતની બાબતોનો સમાવેશ થાય છે.
* પુત્રીને જન્મ આપનાર પુત્રવધૂને કાઢી મૂકી
રાજકોટના પ્રતિષ્ઠિત વણિક પરિવાર સામે પુત્રવધૂ કાનૂની જંગે ચડી: શ્વસુર પક્ષના ચારની ધરપકડ- પુત્રવધૂને વિદેશથી રાજકોટ લાવ્યા, એરપોર્ટ પરથી જ પાસપોર્ટ આંચકીને કાઢી મૂકી,કન્યા કેળવણી માટે સરકાર જાહેરાતો પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરે છે. પણ વહાલના દરિયા સમાન પુત્રીના જન્મને આજે પણ સમાજ સ્વીકારતો નથી તેની પ્રતીતિ કરાવતો પ્રતિષ્ઠિત વણિક પરિવારનો મામલો અદાલત સુધી પહોંચ્યો છે.મુંબઇની ગરીબ પરિવારની પુત્રી સાથે લગ્ન કરાવ્યા. વિદેશ મોકલ્યા પછી પુત્રવધૂએ પુત્રીને જન્મ આપતાં જ પતિ, સાસરિયાંએ ચરિત્રય ઉપર શંકા કરી કાઢી મૂકી છુટાછેડા માટે દબાણ કરતા ભારે ચકચાર જાગી છે.મુંબઇના કાંદીવલીમાં રહેતી મધ્યમ પરિવારની કાજલના લગ્ન ચાર વર્ષ પહેલાં રાજકોટના નવલનગરમાં રહેતા શ્રીમંત પરિવારના પુત્ર અજય શેઠ સાથે થયા હતા. પતિએ વિદેશ જવા ટિકિટ બુક કરાવી ત્યારે ખબર પડી કે પતિ તો દુબઇના શારજાહમાં રહે છે ! કાજલનો પણ પાસપોર્ટ તૈયાર કરાવી પતિ પાછળ શારજાહ મોકલી દેવાઇ.કાજલને શારજાહમાં બેંકમાં નોકરી મળી ગઇ. કાજલને સારા દિવસો શરૂ થતાં ખુશી બેવડાઇ ગઇ. સાસુ, સસરા અને નણંદ પણ શારજાહ પહોંચી ગયા. પણ, કાજલે પુત્રીને જન્મ આપતા જ પતિ, સાસરિયાંએ મોં ફેરવી લીધું. એટલું જ નહીં ત્રાસ આપી, ચારિત્રય ઉપર આક્ષેપ કરી આખો પરિવાર રાજકોટ આવી ગયો.
પોરબંદરમાં પણ લૂંટનો પ્લાન હતો
મોહનસીંગ ઝાલાને માહિતી પૂરી પાડનાર ભૂજની આંગડિયા પેઢીના કર્મચારી સહિત વધુ ચારની ધરપકડ,મોરબી નજીક એસટી બસમાં મુસાફરોના સ્વાંગમાં સવાર લૂટારુઓ બેવડી હત્યા કરી લાખોની મતાની સનસનીખેજ લૂંટ ચલાવ્યા બાદ લૂટારુઓનો પોરબંદરમાં પણ આંગડિયા પેઢીની ખૌફનાક લૂંટને અંજામ આપવાનો પ્લાન હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે.લૂટારુઓને માહિતી પૂરી પાડનાર મોહનસીંગ ઝાલા સાથે મદદમાં રહેલા ભૂજની આંગડિયા પેઢીના કર્મચારી સહિત વધુ ચાર શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.મોરબી નજીક નાગડાવાસ ગામ પાસે ભૂજ-તળાજા રૂટની એસટી બસમાં સવાર લૂટારુઓએ ફાયરિંગ કરી બસના ચાલક અને આંગડિયા પેઢીના કર્મીની હત્યા કરી ૪૫ લાખ રૂપિયાની સનસનીખેજ લૂંટ ચલાવી ઇન્ડિકા કારમાં પલાયન થઇ ગયા હતા.
ભારત નિર્માણયાત્રાનું આજે આગમન
ભારતને વિશ્વમાં આર્થિક, રાજનૈતિક અને આધ્યાત્મિક શક્તિશાળી દેશ બનાવવાના નિર્ધારસાથે નીકળેલી ભારત નિર્માણ યાત્રાનું સોમવારે જિલ્લામાં દબદબાભેર આગમન થશે. જેમાં યોગ ગુરૂ બાબા રામદેવજી બપોરે વિજાપુર ખાતે તથા સાંજે વિસનગર ખાતે સભા સંબોધન કરશે.દેશના ગામે ગામે યોગનું મહત્વ સમજાય અને યોગને પોતાનો જીવન મંત્ર બનાવી દેશવાસીઓને નિરોગી, સ્વસ્થ તથા માનસિક રીતે સમૃધ્ધ બને તેમજ ભારતને વિશ્વમાં પ્રથમ નંબરનો આર્થિક, રાજનૈતિક અને આધ્યાત્મિક શક્તિશાળી દેશ બનાવવાના સ્વ સાથે યોગ ગુરૂ બાબા રામદેવજી ભારત નિર્માણ યાત્રાએ નીકળ્યા છે. જે યાત્રાનું સોમવારે દબદબાભેર જિલ્લામાં આગમન થશે.૧૩મી સપ્ટેમ્બરે સવારે જિલ્લામાં પ્રવેશનાર આ યાત્રા પ્રારંભે વિજાપુર આવી પહોંચશે. જ્યાં બપોરે ૨થી૩ દરમિયાન યોગ ગુરૂ બાબા રામદેવજી સભા સંબોધશે. ત્યાર બાદ આ યાત્રા વિસનગર તરફ રવાના થશે. વિસનગરમાં સાંજે ૫થી ૬ કલાક દરમિયાન સાંકળચંદ પટેલ વિદ્યાધામ ખાતે જાહેર સભા યોજાશે. જ્યારે ૧૪મીએ સવારે ૫થી૮ કલાકે મહેસાણામાં મ્યુનિસપિલ મેદાન ખાતે તથા સાંજે ૫થી ૬ કલાકે ઊંઝાના જીમખાના મેદાનમાં એક દિવસીય નિશુલ્ક યોગ શિબિરનું આયોજન કરાયું છે.જેમાં બાબા રામદેવજી નગરજનોને યોગના વિવિધ પાઠ શીખવશે તથા સાંજે સભા સંભોધશે. ઉપરાંત સોમવારે સાંજે દેવનગરી વડનગરના શર્મિષ્ઠા તળાવની મધ્યે આવેલા ઓપન એર થિયેટરમાં સ્વામીજી સભાને સંબોધશે. તેમણે ઉમેર્યું હતુ કે યોગગુરૂ સ્વામીજીના ભારત નિર્માણ સ્વને સાકાર કરવા આ આયોજન કરવામાં આવ્યું છે.
૨૦૨૦માં ભારત-પાકિસ્તાન સાથે મળીને ચીન પર હુમલો કરેશ?
૨૦૨૦માં ચીન તિબેટમાં બ્રહ્નપુત્ર નદી પર વિશાળ હાઇડ્રો ઇલેક્ટ્રિક ડેમનું નિર્માણ કરશે. ભારત અને પાકિસ્તાન સાથે મળીને ચીનને સૈન્ય કામગીરી કરવાની ધમકી આપશે.પ્રતિષ્ઠિત ફોબ્ર્સ મેગેઝિનના તાજેતરના અંકમાં કરાયેલી એક આગાહી અનુસાર ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી વર્ષ ૨૦૧૪માં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હશે. આ આગાહી અનુસાર વર્તમાનમાં ૨૯ બિલિયન અમેરિકી ડોલર(અંદાજે ૨.૮૬ લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિ ધરાવતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણી વર્ષ ૨૦૧૪માં વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ મેક્સિકન બિઝનેસમેન કાર્લોસ સ્લિમને પછાડીને ટોચનું સ્થાન મેળવશે.ફોર્બ્સેની આગાહી અનુસાર વર્ષ ૨૦૧૪માં મુકેશ અંબાણીની કુલ સંપત્તિ ૬૨ બિલિયન અમેરિકી ડોલર( અંદાજે ૨.૮૬ લાખ કરોડ રૂપિયા) હશે. જ્યારે મેક્સિકન રાજકારણ અને નાણાકીય અવ્યવસ્થાના કારણે કાર્લોસની સંપત્તિમાં ઘટાડો થશે. અત્રે ઉલ્લેખનીય છે કે ૫૩ વર્ષના મુકેશ અંબાણી, વિશ્વના ટોચના અબજોપતિઓની ફોબ્ર્સની વર્તમાન યાદીમાં ચોથા સ્થાન પર છે.
સશસ્ત્ર કમાન્ડરોની બેઠકમાં ચીન પર ચિંતા
ચીન અને નક્સલીઓ તરફથી પેદા થઈ રહેલા પડકારો પર ચર્ચા માટે સશસ્ત્ર દળોના 23 કમાન્ડરોની બે દિવસની બેઠક સોમવારથી શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં વડાપ્રધાન મનમોહન સિંહ પણ પહોંચ્યા છે.સેના, નૌસેના, વાયુસેનાના કમાન્ડરોના વાર્ષિક સંમેલનમાં વિદેશ મંત્રાલયના અધિકારીઓ પણ સામેલ થયા છે. કારણ કે આ બેઠકમાં ભારત-ચીન સંબંધો પર વિમર્શ દરમિયાન પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચીની સેનાના જવાનો હાજરી સંદર્ભેના અહેવાલોની પણ વાત થશે. વડાપ્રધાન આ સંમેલનના ઉદઘાટન બાદ કમાન્ડરોને સંબોધિત કર્યું. આ બેઠકમાં સંરક્ષણ મંત્રી એ.કે.એન્ટની પણ સામેલ થયા હતા.સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે આ વિમર્શ દરમિયાન ભારત-ચીન સરહદી ક્ષેત્ર પાસે ચીની સેનાના જમાવડા, નવી ચીની મિસાઈલોના એકમની તેનાતી અને નવા વાયુ સૈનિક અડ્ડા બનાવા અને ઉત્તરીય સૈન્ય કમાન્ડના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ બી. એસ. જસવાલને ચીની વીઝા ન મળવા જેવા મુદ્દા ઉઠવાની સંભાવના છે. બેઠકમાં ચીનની ‘સ્ટ્રિંગ્સ ઓફ પલ્સ’ રણનીતિ સંદર્ભે પણ વાત થઈ શકે છે. બેઠક દરમિયાન વિદેશ મંત્રી એસ.એમ.કૃષ્ણા અને વિદેશ સચિવ નિરુપમા રાવ એક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરશે.આંતરીક સુરક્ષાના મુદ્દા પર ગૃહમંત્રી પી. ચિદમ્બરમ નક્સલી હિંસાના જોખમ અને તેનેથી નિપટવામાં સશસ્ત્ર દળોની ભૂમિકા પર પોતાના વિચાર પ્રસ્તુત કરશે. સંમેલનના એક સત્રની અધ્યક્ષતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શિવશંકર મેનન કરશે.
મોંઘી ટિકિટોએ બદલ્યા ફિલ્મી ફંડા
હજુ થોડાં વર્ષો પહેલાં સુધી આદિત્ય ચોપડા અને મહેશ ભટ્ટની ફિલ્મો ચાલતી હતી. બંનેમાં બજેટ અને સિતારાઓમાં તફાવત હતો. મહેશ ભટ્ટ ચાર કરોડ રૂપિયાના ખર્ચે નવા કલાકારો સાથે મધુર સંગીત, શક્ય હોય એટલું અંગ પ્રદર્શન અને સાહસિક પ્રયાસ કહી શકાય એવી ફિલ્મ બનાવતા હતા. કારણ કે ધંધાદારી સિનેમાનો આ ખાનદાની જાણકાર સારી પેઠે સમજતો હતો કે સેક્સથી મોટો કોઈ સ્ટાર, કોઈ સિતારો હોતો નથી.બીજી બાજુ આદિત્ય ચોપડા નવા દિગ્દર્શકોની સાથે બજારમાં વેચાય એવા સિતારાઓને લઈને ફોમ્યુંલાબદ્ધ અને સિદ્ધ-સાબિત થયેલું મનોરંજન પીરસવા ઉપરાંત ‘ચક દે ઇન્ડિયા’ જેવી સાહસિક વિષય ગણાતી ફિલ્મો પણ બનાવતા હતા.એ દોરમાં એવું લાગતું હતું કે આ બંને ઘરાણા સામાન્ય જનતાની રુચિને બરાબર જાણે છે. બંને ઘરાણા સફળતાના સંતોષમાં એવા ખોવાઈ ગયા કે સામાન્ય દર્શકોની રુચિઓ ક્યારે બદલાઈ ગઈ તેનો ખ્યાલ પણ ન રહ્યો. છેલ્લા કેટલાક સમયમાં આદિત્ય ચોપડા અને મહેશ ભટ્ટની ફિલ્મો નિષ્ફળ ગઈ. આજે કદાચ મહેશ ભટ્ટ એવું મહેસૂસ કરે છે કે સ્ટારને લીધા વિના ભવ્ય સફળતા મુશ્કેલ છે કારણ કે સફળ સિતારા વિનાની ફિલ્મ છૂટક એક એક રન કરતાં કરતાં માંડ સદી પૂરી કરી શકે, જ્યારે સ્ટાર્સ ધરાવતી ફિલ્મ પ્રથમ સપ્તાહમાં જ સદી ફટકારી દે છે. હવે આદિત્ય ચોપડા સિતારાઓને લેવા સાથે અનુભવી દિગ્દર્શકને કામ સોંપે અથવા નવા દિગ્દર્શકની પડખે પોતે આખો વખત ઊભા રહે, એવું બની શકે.આજે પ્રદર્શન - વિતરણ તથા માર્કેટિંગની રીતો કંઈક એવી થઈ ગઈ છે કે મલ્ટિપ્લેક્સની ટિકિટોના મોંઘા દરને વાજબી ઠેરવવા કંઈક વિશેષ કરવું જરૂરી બની ગયું છે. આદિત્ય ચોપડા માટે એમ કરવું શક્ય છે કારણકે પ્રારંભિક વર્ષોમાં તેમણે શુક્રવારે નવી રજુ થતી સંખ્યાબંધ ફિલ્મો સામાન્ય દર્શકોની સાથે બેસીને જોઈ છે.
યુવતીએ વાળથી કાર ખેંચી
એન્ટરટેઈન્મેન્ટ કે લિયે કુછ ભી કરેગામાં આજના એપિસોડમાં યુવતી કમાલનું પર્ફોમન્સ આપે છે.આ શોમાં યુવતી પોતાના વાળથી કારને ખસેડે છે. આ કારમાં ચાર લોકો બેઠા હોય છે.આ યુવતી સિવાય નાના બાળકો કમાલનું ગીતા ગાય છે. આ ગીતથી અનુ મલિક અને ફરાહ ખાન ખુશ થઈ જાય છે.તો જોવાનું ભૂલશો નહિ આજે રાત્રે 9.30 વાગે માત્ર સોની પર એન્ટરટેઈન્મેન્ટ કે લિયે કુછ ભી કરેંગા....
અભિ-બિગ બીએ એશ માટે પ્રાર્થના કરી
અભિષેક બચ્ચન અને અમિતાભ બચ્ચન રવિવારે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા ગયા હતા.બચ્ચન પરિવાર ઘણી વાર સિદ્ધિવિનાયકના મંદિરે દર્શન કરવા જાય છે. ગણેશચતુર્થીને કારણે પણ અભિ અને અમિતાભ મંદિરે દર્શન કરવા ગયા હોય તેમ માનવામાં આવે છે.બિગ બીની ફિલ્મો જ્યારે સારી ના ચાલે ત્યારે અને અભિષેકની ફિલ્મ રીલિઝ થવાની હોય ત્યારે બચ્ચન પરિવાર સિદ્ધિ વિનાયકના દર્શન કરવા જરૂરથી જાય છે.થોડા સમય પહેલા જ એશ અને અભિની ફિલ્મ રાવણ સુપરફ્લોપ રહી હતી. હવે એશની ફિલ્મ રોબોટ રીલિઝ થવાની તૈયારી છે. એશની ફિલ્મ હિટ જાય તે માટે અભિ અને અમિતાભે પ્રાર્થના કરી હોય તેમ લાગી રહ્યું છે.
બોલિવૂડના કલાકારોએ ગણેશ સ્થાપના કરી
બોલિવૂડના અનેક કલાકારોએ આ વખતે પણ ગણેશમૂર્તિની સ્થાપના કરી છે. તેમાં આ વખતે શિલ્પા શેટ્ટી પણ જોડાઈ ગઈ છે. રિતેશ દેશમુખે દર વર્ષની જેમ ઘરે ગણપતિની સ્થાપના કરી છે. પિતા ભારે ઉદ્યોગ પ્રધાન વિલાસરાવ દેશમુખ સહિત સંપૂર્ણ કુટુંબે ભક્તિભાવપૂર્વક શનિવારે પૂજાઅર્ચના કરી હતી.નાના પાટેકર તેના માટુંગા સ્થિત નિવાસસ્થાને ગણપતિ લાવ્યો છે. નાના અત્યંત પારંપરિક ઢબે ગણેશજીની પૂજાઅર્ચના કરે છે. તેના ગણપતિ ફૂલ ગણપતિ તરીકે ઓળખાય છે, કારણ કે તે ગણપતિની પાછળની સજાવટ ફૂલોથી કરે છે. તે પુત્ર સાથે ખુદ સજાવટ કરે છે. અભિનેતા ગોવિંદાએ તેની જુહુ સ્થિત કચેરીમાં ગણેશજીની સ્થાપના કરી છે. જિતેંદ્ર તેના ઉપનગરના ઘરમાં ગણેશમૂર્તિ લાવ્યો છે. ગોવિંદાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ગણેશજીની પૂજા સૌને માટે વિશેષ હોય છે. તે ખુશી સાથે શક્તિ અને સંપત્તિ પણ આપે છે.અભિનેતા સલમાન ખાન તેના ખાર સ્થિત નિવાસસ્થાને ગણપતિ લાવ્યો છે. તેનો ગણપતિ દોઢ દિવસનો હોય છે, જેનું તેણે રવિવારે મોડી સાંજ વિસર્જન કર્યું હતું.શિલ્પા શેટ્ટીએ માનતાના ગણપતિ પહેલી વાર બિરાજમાન કર્યા છે. જુહુમાં રાજ કુંદ્રાએ લઈ રાખેલા બંગલોમાં તેણે ગણેશમૂર્તિની સ્થાપના કરી છે. આ માટે તે બાલી ખાતેથી શુટિંગ છોડીને ખાસ મુંબઈ આવી હતી. તે લાલબાગના રાજાની પ્રતિકૃતિ ઘરમાં લાવી છે.
માઈલી લિમ પાછા એક થઈ ગયા?
હોલિવૂડની સ્ટાર સિન્ગર અને એક્ટ્રેસ માઈલી સાઈરસ ફરી એક વખત તેનાં ઓસ્ટ્રેલિયન બોયફ્રેન્ડ લિમ હોમસ્વોર્થ પાસે પાછી ફરી ગઈ છે.સુત્રોનાં જણાવ્યાં અનુસાર, બન્ને સ્ટાર્સ હાલમાં સાયરસનાં કેલિફમાં આવેલાં ઘરની નજીક ટોલુકા તળાવ પાસે જોવા મળ્યાં હતાં.તેઓ સાથે ઘણો સમય વિતાવ્યો હતો તેમજ સ્થાનિક શોપમાંથી ખાવા પિવાનો સામાન પણ લીધો હતો.સુત્રોનાં જણાવ્યાં પ્રમાણે, " માઈલી અને લિમ એક સાથે ઘણાં ખુશ નજર આવી રહ્યાં હતાં તેમણે આખી સાંજ જોડે વિતાવી હતી." તેમને જોઈને લાગતુ હતું કે તેઓએ એકબીજાને ઘણાં મિસ કર્યા છે. તેઓ એકબીજા સાથે વાતો જ વાતો કરતાં નજર આવી રહ્યાં હતાં. તેઓ પાછા એક થઈ ગયા હોય તેમ લાગતું હતું."માઈલી હાલમાં તેની આગામી ફિલ્મ LOL: Laughing out Loudનાં શૂટિંગમાં વ્યસ્ત છે. જોકે તે લિમને મળવાનો સમય કાઢી જ લે છે. તેમને સાથે જોઈને એવું જ લાગતુ હતું કે જાણે તેઓ ક્યારેય અલગ થયા જ ન હતાં.
13 September 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment