visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
ચીન સાથે સીમા વિવાદ ઉકેલવા ભારતે પહેલ કરી
ચીન સાથે સંબંધોમાં હાલમાં વિવાદના ઘણાં મુદ્દા ઉછળ્યા બાદ ભારત તરફથી સીમા વિવાદ પર વાતચીતનો 14 દોર કરવાની પહેલ કરવામાં આવી છે. અહીં સૂત્રોએ જણાવ્યું છે કે ચીન તરફથી વાતચીતની તારીખોની પુષ્ટિની રાહ જોવાય રહી છે.આશા છે કે વાતચીત આ વર્ષના અંત સુધીમાં થશે. 13મા દોરની વાતચીત લગભગ એક વર્ષ પહેલા થઈ હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શિવશંકર મેનનને ગત 6 જુલાઈએ બેઈજિંગ યાત્રા દરમિયાન ચીનને સીમા વિવાદ પર આગામી દોરની વાતચીત જલ્દી કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. પરંતુ ત્યાર બાદ કાશ્મીરીઓને વીઝા અને ગિલગિટમાં ચીની સેનાનો મુદ્દો ઉછળવાને કારણે આ પ્રસ્તાવ આગળ વધી શક્યો ન હતો.પરંતુ અહીં રાજનયિક સૂત્રોનું માનવું છે કે ચીને આ વિવાદ બાદ હવે માહોલ ઠંડુ કરવાની કોશિશ કરી છે અને ચીની મીડિયાએ પણ આવી બાબતોને પ્રચારીત કરવાનું ટાળે છે. ગત એક સપ્તાહ દરમિયાન ભારતના બે કેબિનેટ મંત્રી કપિલ સિબ્બલ અને રાજમાર્ગ તથા સડક પરિવહન મંત્રી કમલનાથની ચીન યાત્રાથી ચીની પક્ષ થોડો નરમ થયો છે. ભારતે પોતાને ત્યાં ચીની રોકણ પરિયોજના હેઠળ ચીની કામદારોને આવવા પર એક ટકાની મર્યાદા હટાવી લીધી છે અને તેમને રોજગાર વીઝા પર આવવાની છૂટ આપી છે. ભારતે આ પ્રકારે ચીન સાથે સંબંધો સામાન્ય બનાવાના ઈરાદાથી કેટલાંક સકારાત્મક નિર્ણયો લીધા છે અને ચીને પણ પોતાના તરફથી વીઝા મુદ્દાને ગલતફેમી ગણાવીને ટાળવાની કોશિશ કરી છે.
બુકી મજીદનો ભાઈ ઘણા પાકિસ્તાની ખેલાડીઓનો એજન્ટ હતો
બુકી મઝહર મજીદ પાકિસ્તાની ટીમ સાથે ઘરબો ધરાવે છે તેવા આક્ષેપો ચાલી રહ્યા છે ત્યાં હવે આ આક્ષેપોને ટેકો મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. મજીદનો ભાઈ અઝહર આમાં જોડાયેલો છે. અઝહર પાકિસ્તાની ટીમના ભૂતપૂર્વ અને હાલના ઘણા ખેલાડીઓના એજન્ટ તરીકે કાર્યરત હતો.બ્રિટિશ ટેબ્લોઈડ દ્વારા કરવામાં આવેલા એક સ્ટિંગ ઓપરેશનમાં પાકિસ્તાની ટીમના કેટલાક ખેલાડીઓના એજન્ટ એવા મઝહરે દાવો કર્યો હતો કે તેણે હાલમાં સસ્પેન્ડ કરાયેલા પાકિસ્તાની ટેસ્ટ સુકાની સલમાન બટ્ટ, ઝડપી બોલરો મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિરને લોર્ડ્સ ખાતેની ઈંગ્લેન્ડ-પાકિસ્તાન ટેસ્ટમાં સ્પોટ ફિક્સિંગ માટે પૈસા ચૂકવ્યા હતા.હાલમાં સ્કોટલેન્ડ યાર્ડ કે જે આ આક્ષેપોની તપાસ કરી રહ્યું છે તેણે આ ખેલાડીઓ સામે પુરાવાઓના આધારે અહેવાલ રજૂ કર્યો હતો.હવે સામે આવ્યું છે કે મઝહરનો મોટો ભાઈ અઝહર પણ એક સમયે પાકિસ્તાની ટીમના ઘણા ખેલાડીઓના એજન્ટ તરીકે કામ કરતો હતો. જેમાં શાહિદ આફ્રિદી, મુહમ્મદ યુસુફ, અબ્દુલ રઝાક અને સક્લૈન મુશ્તાકનો સમાવેશ થાય છે.ઈંગ્લેન્ડથી હાલમાં રજાઓ માણવા લાહોર ગયેલા પાકિસ્તાનના ભૂતપૂર્વ સ્પિનર સક્લૈન મુશ્તાકે તે વાતને સમર્થન આપ્યું હતું કે એક સમયે અઝહર તેનો એજન્ટ રહી ચૂક્યો હતો.પરંતુ મેં મઝહર મજીદ સાથે ક્યારેય કંઈ કર્યુ નહોતું. અઝહર મને રીપ્રેસન્ટ કરતો હતો અને મને સસેક્સ અને સરેય સાથે કરારબદ્ધ કરતો હતો. પરંતુ મેં ક્યારેય તેના માટે ખોટું સાંભળ્યુ નહોતું, તેમ મુશ્તાકે જણાવ્યું હતું.
હવે વન ડેમાં પણ પાક.ટીમે કર્યુ ફિક્સિંગ
મેચ-ફિક્સિંગ સ્કેન્ડલ હાલમાં પાકિસ્તાની ટીમના પડછાયા જેવું બની ગયું હોય તેમ લાગે છે. કારણ કે આ વિવાદ હજુ પણ પાકિસ્તાનનો પીછો નથી છોડી રહ્યો.હવે ઈંગ્લેન્ડના એક સમાચાર પત્રએ દાવો કર્યો છે કે ઓવલ ખાતે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી વન ડે ફિક્સ હતી. જેમાં ભારતીય અને દુબઈના બુકીઓ પર શંકાની સોય તાકવામાં આવી રહી છે. તથા આઈસીસી હવે આ વન ડે મેચની તપાસ કરશે.બ્રિટિશ ટેબ્લોઈડ ધ સને દાવો કર્યો છે કે પાકિસ્તાનની ઈનિંગ્સની શરૂઆત થઈ તે પહેલા જ બુકીઓ તેની તમામ માહિતી જાણતા હતા. તથા આઈસીસી આ ઘટનાની તપાસ કરશે.તાજેતરમાં જ પાકિસ્તાની ટેસ્ટ સુકાની સલમાન બટ્ટ, ઝડપી બોલરો મોહમ્મદ આમિર અને મોહમ્મદ આસિફ સ્પોટ ફિક્સિંગ વિવાદમાં સંડોવાયા બાદ આ નવા ધડાકાથી વિવાદોમાં ઘેરાયેલી પાકિસ્તાની ટીમની મુશ્કેલીઓમાં વધારો થશે.આ અહેવાલમાં જણાવ્યા પ્રમાણે નવી તપાસમાં ગઈ કાલે ધ ઓવલ ખાતે રમાયેલી વન ડેમાં પાકિસ્તાની ઈનિંગ્સના સ્કોર પેટર્ન અને તેની બે શંકાસ્પદ ઓવરની તપાસ કરવામાં આવશે.
બુકીએ મારો સંપર્ક સાધ્યો હતો : ઇરફાન પઠાણ
ભારતીય ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે સનસનાટીભર્યો ઘટસ્ફોટ કર્યો છે કે એક શ્રેણી દરમિયાન કોઇ અજનબીએ તેને અત્યંત કિંમતી ભેટ મોકલી હતી જે બુકીની હોઇ શકે છે, જોકે ઇરફાને આ બાબત ક્યારે બની હતી તથા ભેટ કઇ હતી તેનો કોઇ ખુલાસો કર્યો નહોતો. માનવામાં આવી રહ્યું છે કે ૨૦૦૬માં બુકીએ મેચ ફિક્સિંગ માટે ઇરફાનનો સંપર્ક સાધ્યો હતો. આ સમયગાળામાં ભારતીય ટીમે પાકિસ્તાનનો પ્રવાસ ખેડ્યો હતો.૨૫ વર્ષીય ઓલરાઉન્ડરે એક ટીવી ચેનલમાં જણાવ્યું હતું કે હું ટીમની હોટેલમાં હતો ત્યારે એક અજનબીએ મારો સંપર્ક સાધ્યો હતો. તેણે મારા રૂમમાં ત્રણ કિંમતી ભેટ મોકલી હતી. ત્યારબાદ તેણે વધુ બે મોંઘી કિંમતની ભેટ મોકલી હતી જે હું ખરીદી શકતો નહોતો.મને એવું લાગ્યું હતું કે આ ખોટી બાબત છે, કારણ કે તે વ્યક્તિને હું જાણતો નહોતો. મેં આ બાબતની જાણકારી ટીમ મેનેજમેન્ટને આપી હતી જેની સૂચના આઈસીસીના ભ્રષ્ટાચાર વિરોધી એકમને આપવામાં આવી હતી. ત્યારબાદ મેં આ અજનબીને ક્યારેય જોયો નહોતો. નોંધનીય છે કે ઇરફાન ૨૦૦૯ બાદ ભારતીય ટીમમાંથી બહાર છે.
બૂકીનો દાવોઃ પાક-ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચો ફિક્સ હતી
લો ઇન્ફોર્સમેન્ટ એજન્સી દ્વારા એક અજાણ્યા બૂકીની શોધખોળ ચલાવાઈ રહી છે. જે એક ટીલીવિઝન શોમાં જોવા મળ્યો હતો. અને તેણે કહ્યું હતું કે, પાકિસ્તાન ઇંગ્લેન્ડ વચ્ચેની તમામ ટેસ્ટ મેચ ફિક્સ હોવાનું જણાવ્યુ છે.એક ટોક શો દરમિયાન અજાણ્યો બૂકી હાજર રહ્યો હતો જેનો ચહેરો છૂપાવવામાં આવ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે પાકિસ્તાન ટીમના એકાદ બે એવા ખેલાડીઓ છે જે ભૂતકાળમાં મેચ ફિક્સિંગમાં સામેલ હતા. આ ખેલાડીઓને મોટા બૂકીઓ દ્વારા તગડી રકમ આપીને ખરીદવામાં આવ્યા હતા.તેને કરેલો આ દાવો ત્યારે પ્રકાશમાં આવ્યો છે જ્યારે સ્પોટ ફિક્સિંગમાં પાકિસ્તાનના ત્રણ ખેલાડીઓ સલમાન બટ્ટ, મોહમ્મદ આમિર અને મોહમ્મદ આસિફ સંડોવાયા હોવાની વાત બહાર આવી છે.સૂત્રોએ જણાવ્યા અનુસાર જ્યારથી આ શો રજૂ થયો છે ત્યારથી લો ઇન્ફોર્સેમેન્ટ એજન્સીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તે વ્યક્તિને ઝડપવા અને તેની ઓળખ મેળવવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. પોલીસ અને એફઆઇએ દ્વારા એ વ્યક્તિ અંગે તપાસ ચાલું કરાઇ છે. જે હાલ ભૂગર્ભમાં જતો રહ્યો છે. આ બૂકી કરાચીનો હોવાનું બહાર આવ્યાનું સૂત્રોએ જણાવ્યું છે.અજ્ઞાત સ્થળે જતા રહેલા એ બૂકી કહ્યું હતું કે ટીમના કેટલાક સારા ખેલાડીઓ ભૂતકાળમાં પણ ફિક્સિંગમાં સંડોવાયેલા છે. જેમાં બે ઓપનિંગ બેટ્સમેનો અને બે સ્પિનર્સ છે. જો તમે એમ કહેતા હોવ કે ફિક્સિંગની ડીલ મોબાઇલ થકી થાય છે તો તમે ખોટા છો કારણ કે, મોટાભાગની ડીલ લેન્ડલાઇન નંબર પરથી કરવામાં આવે છે. સ્પોટ ફિક્સિંગ અને મેચ ફિક્સિંગના રેટ ઇંગ્લેન્ડથી નક્કી કરવામાં આવે છે.
અજમેર જેલમાં આતંકીઓ પાસેથી ફરી મોબાઈલ મળ્યા
અજમેર સેન્ટ્રલ જેલમાં શુક્રવારે આતંકવાદીઓ અને અન્ય કેદીઓ પાસેથી કુલ 23 મોબાઈલ કબ્જે કરાયા છે. તે સિવાય 14 સિમ કાર્ડ, બે બેટરી અને ચાર ચાર્જર પણ મળ્યા છે. આ જેલામાં બે સપ્તાહ પહેલા પણ સીરીયલ બ્લાસ્ટના માસ્ટર માઈન્ડ મોહમ્મદ જલીસ અંસારી અને તેના સાથીદારો પાસેથી 3 મોબાઈલ અને 2 સિમ કાર્ડ કબ્જે કરાયા હતા. તેમના દ્વારા દેશવિદેશમાં વાતચીત કરવા સિવાય ઈન્ટરનેટનો ઉપયોગ કરાયો હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે. તેનો ખુલાસો થયા બાદ હવે જેલમાં ફરીથી મોબાઈલ મળ્યા બાદ સુરક્ષાની પોલ ખુલી ગઈ છે.શુક્રવારે જપ્ત કરાયેલા 23 મોબાઈલમાંથી 3 સીરીયલ બ્લાસ્ટના આરોપીઓ મોહમ્મદ યુસુફ અને ફજલુર્રરહમાન પાસેથી મળ્યા છે. જ્યારે બાકીના અન્ય કેદીઓ પાસેથી જપ્ત કરાયા છે. આ જપ્તી બાદ જેલ અધિકારીઓએ આતંકવાદીઓની બેરેક સીજ કરી દીધી છે. શનિવારે તેની ફરીથી તલાશી લેવાશે.જેલ અધિક્ષક પ્રીતા ભાર્ગવના જણાવ્યા પ્રમાણે, શુક્રવારે જ્યારે આતંકવાદીઓની બેરેક બદલવામાં આવી હતી, ત્યારે અંસારી અને અન્ય આતંકવાદીઓ અબ્રેરહમત, મોહમ્મદ યુસુફ, મોહમ્મદ સલીમ અંસારી અને મોહમ્મદ અફાક જેલ અધિકારીઓ સાથે ઝગડો કરવા લાગ્યા હતા. અડધા કલાકની બૂમરાણ બાદ આતંકીઓ બેરેક બદલવા માટે રાજી થયા હતા. જ્યારે તેઓ અન્ય બેરેકમાં જઈ રહ્યાં હતા તો તેઓ પાણીના માટલા પણ સાથે લઈ જવા લાગ્યા હતા.શંકા જવાને કારણે જેલ અધિક્ષકે માટલાંની તપાસ કરી હતી. પાણી ભરેલા માટલામાં પ્લાસ્ટિકની થેલીમાં બાંધેલા ત્રણ મોબાઈલ તલાશી દરમિયાન મળી આવ્યા હતા. જેના કારણે આતંકવાદીઓની તલાશી લેવામાં આવી હતી. તેમની પાસે માચિસના ત્રણ મોટા બોક્સમાં ચાર ચાર્જર પણ મળ્યા હતા. ત્યાર બાદ જેલના વહીવટી તંત્રે અન્ય કેદીઓની તલાશી લીધી તો વધુ 20 મોબાઈલ મળી આવ્યા હતા. તે સિવાય 14 સિમકાર્ડ, બે બેટરી પણ જપ્ત કરવામાં આવી હતી.જેલમાં આતંકવાદીઓ પાસેથી ફરી મોબાઈલ ફોન મળવા ગંભીર વાત છે. જાણકારી ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી છે. આદેશ પ્રમાણે મામલાની તપાસ કરવામાં આવશે.- હરિપ્રસાદ શર્મા, એસ.પી.
લંડન ઓલમ્પિકને નિશાનો બનાવશે અલ-કાયદા!
કુખ્યાત આતંકવાદી સંગઠન અલકાયદા ફરીથી પગપેસારો કરી રહ્યું છે. આ સંગઠન બે વર્ષ પછી લંડનમાં થનારા ઓલમ્પિક રમતોત્સવને નિશાનો બનાવવાની તૈયારીમાં છે. અલકાયદા સાથે જોડાયેલા સંગઠનો પાકિસ્તાનથી ખસીને હવે ઉત્તરી આયરલેન્ડ, મધ્ય પૂર્વ અને ઉત્તરી અમેરિકાના દેશોમાં નવા સ્થાનો જમાવી રહ્યા છે. લંડનની એક જાસૂસી એજન્સીએ ચેતવણી આપી છે કે ઓલમ્પિક રમતોને આ સ્થાનોથી જોખમ છે.એમઆઈ-5ના વડાં જોનાથન ઈવાન્સ ચેતવણી આપે છે કે લંડન ઓલમ્પિકને અસંતુષ્ટોથી જોખમ છે. આ ઉપરાંત સોમાલિયામાં અલ કાયદા સમર્થિત આતંકવાદી સંગઠન અલ શબાબના કેમ્પોમાં ટ્રેનિંગ લઈ ચૂકેલા બ્રિટિશ મૂળના લોકોથી પણ જોખમ છે. 2012માં 27 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ઓલમ્પિકનું આયોજન થનાર છે.ઈવાન્સે જણાવ્યા અનુસાર તેને એવી સૂચના મળી છે કે સેમટેક્સ વિસ્ફોટકો જેવા ખતરનાક હથિયારો આયરલેન્ડના વિદ્રોહીઓ પાસે આવ્યા છે. આ વિદ્રોહીઓએ માદક પદાર્થોની તસ્કરી દ્વારા પણ ઘણું ધન એકઠું કર્યું છે. ઈવાન્સની આ ચેતવણી ‘રિયલ આઈઆરએ’ નામના એક આતંકવાદી સંગઠનની ધમકી પછી આવી છે, જેમાં તેણે લંડનની બેંકો અને અન્ય નાણાં સંસ્થાઓને નિશાનો બનાવવાની વાત કરી છે.
કાશ્મીરમાં કલમ-370 નબળી પડી: ફારુક અબ્દુલ્લા
કેન્દ્રીય મંત્રી ફારુખ અબ્દુલ્લાએ કહ્યું હતું કે અનુચ્છેદ 370 કમજોર થઈ ગઈ છે અને જમ્મુ-કાશ્મીરને ભારતીય બંધારણની મર્યાદામાં સ્વાયત્તતા આપવા સંદર્ભે ધ્યાન આપવાનો વખત આવી ગયો છે.અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે અનુચ્છેદ-370 ઘણાં સમયથી કમજોર થઈ ગયો છે અને બંધારણીય મર્યાદામાં જમ્મુ-કાશ્મીરને સ્વાયત્તતા આપવા સંદર્ભે વિચાર કરવાનો વખત આવી ગયો છે. બંધારણની મર્યાદામાં કોઈ અન્ય ઉકેલ પર વચાર કરી શકાય છે.નવીન અને અક્ષય ઊર્જા મંત્રીએ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે સશસ્ત્ર સેના વિશેષાધિકાર અધિનિયમ(એએફએસપીએ)ને ધીરેધીરે રાજ્યાના એ વિસ્તારોમાંથી હટાવી દેવો જોઈએ કે જ્યાં તેની જરૂરત નથી.અબ્દુલ્લાએ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ દ્વારા રાજ્યની પ્રસ્તાવિત મુલાકાત સંદર્ભે કહ્યું છે કે આ એક સદભાવના યાત્રા છે અને હુર્રિયત નેતાઓ સહીત તમામની મુલાકાત કરવી જોઈએ.કટ્ટરપંથી હુર્રિયત નેતા સૈયદ અલી શાહ ગિલાની સંદર્ભે તેમણે કહ્યું છે કે ગિલાની એમ વિચારે છે કે ભારત કાશ્મીરને છોડી દેશે. પરંતુ દરેક હિંદુસ્તાની કાશ્મીર માટે લડશે.
દિલ્હીની શાળામાં ત્રણ વિદ્યાર્થીઓનું જાતિય શોષણ
રાજધાની નવી દિલ્હીમાં શાળાના બાળકોના જાતિય શોષણનો સનસનાટીપૂર્ણ મામલો સામે આવ્યો છે. એક નામી ખાનગી શાળાના ડ્રાઈવર સાથે મળીને શાળાના જ કેટલાંક લોકો ત્રણ બાળકોનું જાતિય શોષણ કરી રહ્યાં હતા. ખબર છે કે શાળાની બસમાં સવાર બાકી બાળકોને ઉતાર્યા બાદ ત્રણ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને બેહોશીની દવા સુંઘાડી દેવામાં આવતી હતી. ત્યાર બાદ તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવતો હતો. જણાવામાં આવે છે કે બાળકોને એક રૂમમાં લઈ જવાતા હતા અને ત્યાં પહેલેથી જ ત્રણ-ચાર લોકો હાજર રહેતા હતા. તેઓ સાથે મળીને માસૂમ બાળકોનું જાતિય શોષણ કરતાં હતા.પીડિતોમાં દસમા ધોરણની વિદ્યાર્થિની અને બે વિદ્યાર્થીઓ સામેલ છે. આ વિદ્યાર્થીઓની ઉંમર 9 વર્ષ અને 10 વર્ષ જણાવવામાં આવે છે. જ્યારે વિદ્યાર્થિની ઉંમર 14 વર્ષની ગણાવામાં આવે છે. આ ડ્રાઈવર બાળકોને ધમકી આપતો હતો કે જો તેઓ કોઈને પણ આ સંદર્ભે માહિતી આપશે તો તેઓ તેમના માતાપિતાને મારી નાખશે. આ કારણથી બાળકો ચુપ રહ્યાં હતા.બાળકોની તબીબી તપાસ કરાવ્યા બાદ જ આ કેસમાં કલમો નક્કી કરવામાં આવશે. બાળકોના માતાપિતા પહેલા શાળાના વહીવટી તંત્રને આ સંદર્ભે જણાવ્યું હતું પરંતુ જ્યારે કોઈ કાર્યવાહી ન થઈ, તેથી છેવટે તેમણે પોલીસ સમક્ષ ફરીયાદ કરી હતી.
શેરબજારના ધંધાર્થીનું અપહરણનું તરકટ
શેરબજારના ધંધાર્થી દિનેશ અદાણી (૫૮)નું શુક્રવારે સાંજે નહેરુનગર પાર્શ્વનાથ દેરાસર પાસેથી ભેદી રીતે અપહરણ થતાં સનસનાટી મચી ગઈ હતી. જો કે મોડી રાત્રે તેમનો ભાવનગરથી બસ સ્ટેન્ડ પરથી પત્તો લાગતા પોલીસે તેમને લઇને અમદાવાદ આવવા રવાના થઈ હતી. ઝોન-૧ના ડીસીપી બ્રિજેશકુમાર ઝા એ જણાવ્યું હતું કે, દિનેશ અદાણી ભાવનગરના બસ સ્ટેન્ડ પરથી સુતેલી હાલતમાં મળી આવ્યા છે. અપહૃત અદાણી જુથની ગીલમોર કંપનીમાં નોકરી કરતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ, નહેરુનગર પાસેના પંચધારા પ્લાઝામાં સી-૪૦૫ નંબરના ફલેટમાં રહેતા દિનેશ અદાણી સાંજે લગભગ ૬.૩૦ વાગ્યે ઘરની નજીકમાં આવેલા વાસુપૂજ્ય પાર્શ્વનાથ દેરાસરમાં દર્શન કરવા ગયા હતા.જો કે મોડે સુધી તેઓ ઘરે પરત ન આવતાં તેમનો પુત્ર પ્રશાંત તેમને શોધવા નીકળ્યો ત્યારે લગભગ ૭.૩૦ વાગ્યે દિનેશભાઈએ પુત્રના મોબાઇલ ફોન પર ફોન કરીને કહ્યું હતું કે, ‘બેટા મમ્મીને કહે જે મને પાંચ લોકો ઉઠાવી ગયા છે.’ બાદ ફોન કપાઈ ગયો હતો. આથી પુત્રે સેટેલાઇટ પોલીસ સ્ટેશને જઈને ઘટનાની જાણ કરી હતી. સંદેશો મળતાં જ ક્રાઇમબ્રાન્ચ, એટીએસની. ટીમ દોડી આવી હતી. બીજી બાજુ દિનેશભાઈનો ફોન ચાલુ હોવાથી પોલીસે તુરંત જ મોબાઈલ લોકેશનના આધારે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, તેમનું લોકેશન બગોદરા પાસે છે. જો કે તે પછી ખંડણી માટે કે અન્ય કોઇ માગણી કરતો ફોન આવ્યો નહતો.પોલીસનું માનવું છે કે, દિનેશ અદાણી એ અદાણી પરિવારના સંબંધી છે. જો કે મોડી રાત્રે તેમની ભાળ મળી જતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.
ચિદમ્બરમને પ્રાણાયામની જરૂરત: બાબા રામદેવ
યોગગુરુ બાબા રામદેવે કહ્યું છે કે ગૃહમંત્રી પી. ચિદમ્બરમને ભારતીય સંસ્કૃતિ સંદર્ભે કોઈ જ્ઞાન નથી. ભારતીય સંસ્કૃતિથી રૂબરૂ થવા માટે તેમને પ્રાણાયામ કરવાની જરૂરત છે.તેઓ શુક્રવારે અહીં આયોજીત યોગ શિબિર બાદ પત્રકારો સાથે વાતચીત કરી રહ્યાં હતા. ભગવા આતંકવાદ પર ગૃહમંત્રી પી.ચિદમ્બરમની ટિપ્પણીના સવાલ પર સ્વામી રામદેવે કહ્યું હતું કે ભગવો એક સંસ્કૃતિ છે. ભગવો સદાથી લોકોની રક્ષા કરતો રહ્યો છે. ભગવામાં પ્રબલ સામર્થ્થય છે. તેમણે કહ્યું હતું કે કોઈ એક સમુદાયા પર આ પ્રકારની ટિપ્પણી કરતાં પહેલા તેમણે વિચારવું જોઈએ.તેમના દ્વારા કરવામાં આવેલી ભગવા આતંકવાદની ટિપ્પણી નિંદનીય છે. બાબા રામદેવે કહ્યું હતું કે ચિદમ્બરમે પણ ધ્યાન, યોગ અને પ્રાણાયામ કરવાની જરૂરત છે. તેમણે કહ્યું હતું કે તેઓ તો મુસ્લિમ આતંકવાદ શબ્દની પણ સંપૂર્ણપણે વિરુદ્ધ છે. આતંકવાદને કોઈપણ સમુદાય વિશેષ સાથે જોડવો અયોગ્ય છે.સંતોના દિવસેને દિવસે થઈ રહેલા પતન સંદર્ભે તેમણે કહ્યું હતું કે તમામ સંતો કોઈને કોઈ સમુદાય સાથે જોડાયેલા હોય છે. સમુદાયોએ આવા સંતોની ઓળખ કરી તેમના પર અંકુશ લગાવો જોઈએ. રાજકારણમાં પોતાના પ્રવેશને લઈને અલગ પાર્ટી બનાવાના મુદ્દા પર તેમણે કહ્યું હતું કે હજુ તેઓ આ વાતને વાસ્તવિક રીતે કહી શકતા નથી. એ સમય આવે ત્યારે નક્કી થશે કે તેમણે પાર્ટી બનાવી જોઈએ કે કેમ?
વિવેક એકાએક ઈન્ટરવ્યૂને અધવચ્ચે છોડીને કેમ જતો રહ્યો?
પત્રકારે વિવેક ઓબેરોયને સલમાન ખાન વિશે પ્રશ્ન પુછતા તે ગુસ્સે થઈને ઇન્ટરવ્યૂને અધવચ્ચે છોડીને જતો રહ્યો હતો.સૂત્રોના જણાવ્યાં મુજબ વાત જાણે એમ હતી કે ટીવી પત્રકાર વિવેક ઓબેરોયનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યો હતો. રામગોપાલ વર્માની આગામી ફિલ્મ વિશે તેને પ્રશ્નો પુછાઈ રહ્યાં હતા જેને લઈને તે ઉત્સુક હતો.આ દરમિયાન પત્રકારે વિવેકને પુછ્યું કે 29 ઓક્ટોબરના રોજ પ્રિયંકા આલ્વા સાથે યોજાનાર તેના લગ્નમાં તે સલમાન ખાનને આમંત્રણ આપશે કે નહી? આ દરમિયાન વિવેકે કેમેરામેનને કેમેરો બંધ કરી દેવા જણાવ્યું અને પત્રકારને માફી માગવાનું કહ્યું. જો કે પત્રકારે જણાવ્યું હતું કે તમારા લગ્ન સબંધમાં આ તો એક સામાન્ય પ્રશ્ન છે. ગુસ્સે ભરાયેલો વિવેક ઈન્ટરવ્યૂને અધવચ્ચે જ છોડીને જતો રહ્યો હતો.
પાવાગઢ : પિનાકીનને સર્વસ્વ સોંપી દીધું પણ તેણે...
પાવાગઢમાં થયેલી યુવકની રહસ્યમય હત્યાના તાણાવાણા ઉકલી રહયાં છે. પ્રેમીને સર્વસ્વ સોંપી દીધાં બાદ કરાયેલા અપમાનનો બદલો લેવા પ્રેમિકાએ બીજા પ્રેમી સાથે મળી પ્રથમ પ્રેમીની હથોડીના ફટકા મારી તથા ગળું દબાવી ઘાતકી પણે હત્યા કરી હોવાની કબૂલાત કરતાં પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે પ્રેમિકા અને તેના બીજા પ્રેમીની ધરપકડ કરવા સાથે હત્યામાં વપરાયેલી હથોડી કબજે લઇ વધુ તપાસ લંબાવી છે.પાવાગઢમાં તાજેતરમાં કરાયેલ યુવકની હત્યા પ્રકરણમાં સનસનાટીભરી વિગતો બહાર આવી રહી છે. જે મુજબ સંતરામપુરનાં પિનાકીન પટેલ તથા સેજલ બારૈયા બે વર્ષથી પ્રેમના તાંતણે બંધાયા હતાં. દરમિયાન તેણીએ પ્રેમી સાથે અલગ અલગ મુલાકાતમાં પોતાનું સર્વસ્વ તેને અર્પણ કરી દીધું હતું. પરંતુ ધોરણ ૧૨માં પ્રેમિકાના ૫૪ ટકા આવતા પીટીસીમાં પ્રવેશ મળે તેમ લાગતું નથી, વળી મારા પરિવારનું સમાજમાં ખરાબ દેખાય છે.જેથી આપણા લગ્ન શક્ય નથી તેમ પિનાકીને જણાવતા સેજલ નારાજ થઇ ગઇ હતી. મા બાપની હૂંફ અને પ્રેમ વગર ઉછરીને મોટી થયેલી સેજલને બીજી તરફ એક લગ્ન સમારંભમાં જયેન્દ્ર ડામોર સાથે આંખ મળતા પ્રેમ સબંધ બંધાયો હતો. જેની જાણ થતા પિનાકીને સેજલને ખખડાવી નવા પ્રેમીને અપશબ્દો કહેતો હતો. આખરે રક્ષાબંધન બાદ સેજલ અને જયેન્દ્ર ભેગાં થઇ વેડા ગામે પ્રથમ પ્રેમી પિનાકીનની હત્યાનો પ્લાન બનાવ્યો હતો.જેનાં ભાગરૂપ સેજલ તેનાં જૂના પ્રેમી પિનાકીન સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હોવા છતાં પણ ફોન કાપી નાંખતો હતો. આખરે સેજલે પોતે તેના વગર રહી શકતી નથી જેવો એસએમએસ કરતાં પિનાકીને સામો ઉત્તર આપી તા.૭ના રોજ પાવાગઢ આવવાનું જણાવ્યું હતું. જેનાંથી અગાઉથી કરાયેલા પ્લાનિંગ મુજબ જયેન્દ્ર તેની સાથે હથોડી લઇને અમદાવાદથી પાવાગઢ આવ્યો હતો.જ્યાં તક મળતા પિનાકીનની હત્યા કરી બંને પ્રેમી પંખીડાં ફરાર થઇ ગયા હતા. પોલીસે બંનેની ધરપકડ કરી હત્યામાં વપરાયેલી હથોડી કબજે કરી હતી.પોલીસે ચકચારી ખૂન કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.
18 September 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment