visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
રાજકોટના ઇશ્વરિયામાં સપ્તાહથી બંધ બોટિંગ ફરી શરૂ
રાજકોટના લોકો માટે વીકએન્ડ અને ખાસ તો રવિવારની સાંજ ગાળવા માટે રમણિય સ્થળ એવા ઇશ્વરિયાપાર્કનું સૌથી મોટું આકર્ષણ ગણાતું બોટિંગ પુન: શરૂ થતાં ત્યાંના મુલાકાતીઓની સંખ્યા ફરી વધી ગઇ છે. એક અઠવાડિયાથી આ નૌકાવિહાર બંધ હતો.નિસર્ગના ખોળાંમાં બનેલો ઇશ્વરિયાપાર્ક વેકેશનમાં ફરવા આવનારા લોકોથી ભર્યો ભર્યો રહ્યો હતો. પરંતુ, તળાવમાં પાણી ન હોવાને લીધે નૌકાવિહાર બંધ હતો. જુલાઇ માસમાં વરસાદ પડ્યો પછી તે પુન: શરૂ થયો હતો. પરંતુ, જેના પર ચાલીને બોટ સુધી જઇ શકાય તે જેટી ગત સપ્તાહે તૂટી જતાં બોટિંગ બંધ હતું. ભર્યાભાદયાઁ તળાવમાં હોડીઓ તરતી નહોતી.જો નવી જેટી ખરીદવામાં આવે તો રૂ. દોઢ લાખનો ખર્ચ થાય તેમ હતું તેથી તંત્રે રૂ. નવ હજારના ખર્ચે રપિેરિંગ કરાવી લીધું છે અને ફરી બોટિંગ ચાલુ થઇ ગયું છે. રવિવારે તો ફ્કત બોટિંગની જ આવક રૂ. ૧૨ હજાર થઇ હતી. આ વર્ષે તો વરસાદ પણ અત્યંત સારો થયો છે તેથી ઇશ્વરિયાપાર્કનું વાતાવરણ વધુ રમ્ય થઇ ગયું છે ઉપરાંત તળાવમાં પણ પાણી ભરપૂર છે. અને વિદેશી પક્ષીઓનું આગમન પણ શરૂ થઇ ગયું છે.
મફતમાં ઇન્ટરનેટ એક્સપ્લોરર 9
માઇક્રોસૉફ્ટે ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકો માટે એક નવો પ્રોગ્રામ પ્રસ્તુત કરવામાં આવ્યો છે, જેનાથી તેમને વેબ એક્સેસ કરવામા સરળતા રહેશે. આ છે ઇન્ટરનેટ એક્સપ્લોરર 9 અને આ તમને આપવામાં આવશે વિનામૂલ્યે.માઇક્રોસૉફ્ટ કોર્પોરેશને સેન ફ્રાન્સિસ્કોમાં તેને લૉન્ચ કરતા દાવા સાથે કહ્યુ હતુ કે આ તમામ બ્રાઉઝર્સ કરતા ઝડપી હશે. તેનો ઉપયોગ કરવા માટે કોઇ પણ પ્રકારના વિશેષ પ્રયત્નની જરૂર નથી.આ ખુબજ ઝડપથી કામ કરે છે અને ખાસ્સા પ્રમાણમાં સુરક્ષિત છે. આ કોઈ પણ કોમ્પ્યૂટર ઉપર ચાલી શકે છે, અને તેના માટે કોઈ પણ પ્રકારના હાર્ડવેરની જરૂરત નથી.માઇક્રોસૉફ્ટની સામે મોઝિલા ફાયરફૉક્સ અને ગૂગલ ક્રોમે મોટો પડકાર ઉભો કર્યો છે. મોઝિલાએ માર્કેટમાં 31 ટકા અને ગૂગલે 11 ટકા ઉપર પોતાનો કબ્જો જમાવ્યો છે. માઇક્રોસૉફ્ટે બજારમાં પોતાનો હિસ્સો વધારવા માટે આ પ્રકારની ઑફર્સ લોકો માટે પુરી પાડી છે.
હવે ખોટું બોલશો તો પોલ ખૂલી જશે!
સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પોતાના યુઝર્સને આકર્ષવા માટે અવનવા કીમિયા કરતી હોય છે. તાજેતરમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટરે તાજેતરમાં જ એક નવો પ્રયોગ કર્યો છે, જેમાં ટ્વિટ મારફતે ચેટ કરતા પહેલા વ્યક્તિએ પોતાનું લોકેશન ફિલ કરવું ફરજિયાત રહેશે.લોકેશન જણાવ્યા વગર ચેટ માટે પરમિશન નહીં મળે. આનો ફાયદો એ થશે કે જો કોઈ અજાણી વ્યક્તિ તમને કહે કે તે ફ્રાંસમાં છે અને ખરેખર તે હોય બીજા દેશમાં તો ટ્વિટર તમને સાચુ લોકેશન જણાવી દેશે.આમ તો મોટા ભાગની સોશિયલ નેટવર્કિંગ સાઇટ યુઝર્સને અઢળક સુવિધાઓ આપવાની જદ્દોજહેમતમાં લાગેલી રહે છે, પરંતુ ટ્વિટર એકમાત્ર એવી સાઇટ છે, જે અવનવા પ્રયોગો કરતી રહે છે. આ જ કારણોસર હવે લોકો ઝડપથી ટ્વિટર સાથે જોડાઈ રહ્યા છે.
આમના જીવનમાં ભૂતકાળનું પુનરાવર્તન થઈને જ રહ્યું...
જીવનના કોઈને કોઈ તબક્કે આપણે આપણો ભૂતકાળ જીવતા હોઈ છીએ. આમાંથી બોલિવૂડ પણ બાકાત નથી. વર્ષ 2010 બોલિવૂડના ઘણાં સ્ટાર્સ માટે ગોળ ચક્કર બનીને પાછુ આવ્યું છે. વ્યક્તિગત રીતે અને વ્યાવસાયિક રીતે પણ બોલિવૂડ સ્ટાર્સ પોતાનો ભૂતકાળ જીવતા હોય તેમ લાગી રહ્યું છે.જીવન એક ગોળ ચક્કર જેવું છે. જ્યાં આપણે જીવનના કોઈ તબક્કે ફરી એ જ બાબત કે સમયમાં જીવવું પડે છે.તો આજે આપણે એવા જ કેટલાંક સ્ટાર્સની વાત કરીશું કે, જેઓ ફરીથી પોતાનો ભૂતકાળ જીવી રહ્યા છે.
ગુસ્સે ભરાયેલી કરિશ્માએ તેને તમાચો ચોડ્યો
કરિશ્મા કપૂરની પહેલી ફિલ્મ પ્રેમકેદી હતી. આ ફિલ્મમાં તેનો અભિનેતા હરિશ હતો. માનવામાં આવે છે કે, કરિશ્માને કપૂર ખાનદાનનું ઘણું જ અભિમાન હતું. કરિશ્મા અભિનેતા હરિશને નીચુ બતાડવવા માટે શક્ય એટલા તમામ પ્રયાસો કરતી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે એકવાર તો કરિશ્મા કપૂરે ગુસ્સામાં આવીને હરિશને થપ્પડ જ મારી દીધી હતી. ચર્ચા પ્રમાણે કરિશ્મા, અજય દેવગણ અને રવિના ટંડન વચ્ચે પ્રેમ ત્રિકોણ સર્જાયો હતો. આ જ કારણથી કરિશ્મા અને રવિના વચ્ચે કટ્ટર દુશ્મનાવટ હતી. આ જ કારણોથી અજયના લગ્ન કાજોલ સાથે થયા હોવા છતાં કરિશ્મા અને રવિના વચ્ચે શીત યુદ્ધ છે.કરિશ્મા અને ગોવિંદાની જોડીએ તો કમાલ કરી નાંખી હતી. ગોવિંદા અને કરિશ્માએ અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે. જો કે ગોવિંદા સાથે કામ કરવાને કારણે કરિશ્માને એક પણ એવોર્ડ મળ્યો નહોતો.ઉલ્લેખનીય છે કે, કરિશ્માને ફિલ્મ કુછ કુછ હોતા હૈમાં રાની મુખર્જીનો રોલ ઓફર થયો હતો. જો કે કરિશ્માને કાજોલની ભૂમિકા કરવી હતી. આથી જ કરિશ્માએ ફિલ્મ ઠુકરાવી દીધી હતી.કરિશ્માના નિકનેમ લોલો પાછળ પણ બે વાતો કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે, રાજકપૂરે કરિશ્માનું નામ લોલો(પંજાબીમાં ઘી ચોપડેલી રોટલી) રાખ્યું હતું. જ્યારે અન્ય કેટલાંક લોકોના મતે લોકો નામ તેની માતા બબિતાએ રાખ્યું છે.
ચોરોને ભગાડવાના આરોપસર પોપટની ધરપકડ
શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ગુનેગારોને ભગાડવા માટે કોઈ પોપટે મદદ કરી હોય? કોલમ્બિયાના બારાનક્વિલા શહેરમાં પોલીસે એક પોપટની ધરપકડ કરી છે.સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગંભીર ફરિયાદો પછી લગભગ 300 પોલીસ અધિકારીઓએ મળીને તાજેતરમાં એક ઘર પર છાપો માર્યો હતો. પોલીસને એવી માહિતી મળી હતી કે આ ઘરમાં ચોરો અને નશીલા પદાર્થોના તસ્કરો છુપાયેલા છે. પોલીસ જ્યારે આ ઘરમાં આવી તો તેમણે એવો અવાજ સાંભળ્યો, ‘ભાગો ભાગો નહીંતો બિલ્લી તુમ્હે પકડ લેગી.’ બાદમાં પોલીસ અધિકારીઓને જાણવા મળ્યું હતું કે લોરેન્ઝો નામનો પોપટ આવું બોલ્યો હતો.આ કામ માટે ખાસ તેને તાલીમ પણ આપવામાં આવી હતી. પોપટ દ્વારા સતર્ક થયા બાદ બધા જ ગુનેગારો અહીંથી ભાગી નીકળ્યા હતા. પોલીસે આ ધરપકડ થયેલા પોપટને પશુ-પક્ષીઓના સંરક્ષણ માટે કામ કરતી સંસ્થાને સોંપી દીધો છે. પોલીસે આ ઘરમાંથી 250 ચપ્પા અને 1000 નશીલા પદાર્થોના પેકેટ પણ જપ્ત કર્યા હતા. નવાઈની વાત તો એ છે કે પોલીસ જ્યારે આ પોપટને લઈ જઈ રહી હતી, ત્યારે પણ તે પોપટ ‘ભાગો…ભાગો...’નું રટણ કરી રહ્યો હતો.
ટોપ ઓર્ડરમાં કોણ વધારે સફળ?
જ્યારે ક્રિકેટના કોઇ એક ભાગ અંગે વાત કરવામાં આવે ત્યારે ચોકક્સ પણે તેની સાથે જોડાયેલા બે પ્રકારના ખેલાડીઓની તુલના કરવા આવે છે. એ પછી બોલિંગ હોય કે બેટિંગ. આજે વાત માત્ર બેટિંગના દિગ્ગજોની કરવાની છે. અને એ પણ માત્ર કોઇ એક પ્રકારના બેટ્સમેનો નહીં પરંતુ ક્રિકેટ વિશ્વમાં દબદબો ધરાવતા રાઇટ એન્ડ લેફ્ટ હેન્ડ બેટ્સમેનોમાંથી ટોપ ઓર્ડરમાં કોણ સૌથી વધારે સફળ છે તે અંગેની તુલના કરવાની છે.આમ જોવા જઇએ તો રેકોર્ડની દ્રષ્ટીએ રાઇટ હેન્ડ બેટ્સમેનોનો દબદબો રહ્યો છે. સચિન તેંડુલકર, રિકી પોન્ટિંગ, વિરેન્દ્ર સેહવાગ, દ્રવિડ, મહિલા જયવર્દને જેવા ખેલાડીઓ વિશ્વ ક્રિકેટમાં એક અલગ છાપ અને રેકોર્ડો ધરાવે છે. પરંતુ બીજી તરફ બ્રાયન લારા, ડેવિડ ગોવર, કુમાર સંગાકારા, ગ્રિમ સ્મિથ, મેથ્યુ હેડન, ક્રિસ ગેયલ, એડમ ગિલક્રિસ્ટ વગેરેએ પણ ક્રિકેટમાં પોતાની છાપ છોડી છે.છેલ્લા કેટલાક દશકાઓથી લેફ્ટ હેન્ડ બેટ્સમેનોની સફળતાનો ગ્રાફ દિવસેને દિવસે ઉપર જઇ રહ્યો છે. 1970, 80 અને 90માં જે સ્થિતિ રાઇટ હેન્ડ સામે લેફ્ટ હેન્ડ બેટ્સમેનોની હતી તેમાં 2000માં ઘણો સુધારો જોવા મળ્યો છે. 1970માં રાઇટ હેન્ડની એવરેજ 36.52 હતી જેની સામે લેફ્ટીઓની એવરેજ 37.49 પરંતુ 2000માં લેફ્ટીઓ રાઇટ હેન્ડ કરતા ચાર પોઇન્ટ આગળ નીકળી ગયા હતા. 2000માં રાઇટ હેન્ડ બેટ્સમેનોએ 36.90ની એવરેજથી રન બનાવ્યા હતા. જ્યારે લેફ્ટ હેન્ડ બેટ્સમેનોએ 41.05ની એવરેજથી. હાલ એટલે કે 2010 સુધીમાં રાઇટીઓએ 39.74 અને લેફ્ટીઓએ 37.53ની એવરેજથી રન બનાવ્યા છે.ટીમ અનુસાર જોઇએ તો 2000માં વેસ્ટ ઇન્ડિઝની ટીમના લેફ્ટીઓ અન્ય ટીમના લેફ્ટીઓ કરતા ઘણા સફળ રહ્યા છે. જેમાં લારા, ચન્દ્રપોલ, ગેઇલ છે. જેઓએ 40થી વધુની એવરેજથી રન બનાવ્યા હતા. જ્યારે રાઇટીઓએ 30 કરતા પણ ઓછી એવરેજથી રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડમાં માર્ક રિચાર્ડસન અને સ્ટેફન ફ્લેમિંગે લેફ્ટીઓની બાજી જાળવી રાખી હતી. જ્યારે રાઇટીઓમાં માત્ર રોસ ટેલરે જ 40ની એવરેજ કરતા વધારે એવરેજથી રન બનાવ્યા હતા.
કઠલાલના પરિણામની અસર મનપા,પાલિકા-પંચાયતો પર પડશે
કઠલાલ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે પ્રથમવાર ઝળહળતો વિજય પ્રાપ્તકર્યો છે અને આઝાદી પછી પહેલીવાર આ બેઠક પરથી કોંગ્રેસને જાકારો મળ્યો છે.તાજેતરમાં બદલાયેલી રાજકીય પરિસ્થિતિમાં ભાજપના હતાશ કાર્યકરોમાં આ વિજયથી ઉત્સાહનો સંચાર થયો છે.જેની હવે સીધી અસર આગામી ૧૦મી ઓકટોબરે યોજનારી છ મહાનગરપાલિકાઓની અને ૨૧મી ઓકટોબરે યોજાનારી પાલિકા-પંચાયતોની ચૂંટણી પર પડશે.સોબરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ,ખંડણી અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અમિતશાહની સંડોવણી તેમજ સીબીઆઈની તપાસ જેવા મુદ્દાઓને લઈ ભાજપ અને તેના કાર્યકરોમાં સોંપો પડી ગયો હતો. તેઓ હતાશાની ગર્તામાં ધકેલાઈ ગયા હોય અને રાજ્યમાં ભાજપ અને મુખ્યમંત્રી નરેન્દ્દ મોદીની લોકપ્રિયતામાં ઘટાડો થયો હોય એવી સ્થિતિનું નિર્માણ થયું હતું.હવે લોકો ભાજપ અને મુખ્યમંત્રીને ધિક્કારશે એવો પણ પ્રચાર શરુ કરી દેવાયો હતો.આવી પરિસ્થિતિમાં છ મહાનગરપાલિકાઓ,૫૩ નગરપાલિકાઓ,૨૪ જિલ્લા અને ૨૦૮ તાલુકા પંચયાતોની ચૂંટણી જાહેર થતાં સ્વાભાવિક રીતે જ કોંગ્રેસ ગેલમાં આવી ગયું હતું.જોકે બીજીબાજુ છેલ્લા ૧૯૯૦થી રાજ્યમાં પોતાની લોકપ્રિયતાનો ડંકો વગાડનારા ભાજપ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આ ચૂંટણી તેની પ્રતિષ્ઠાના જંગ સમાન બની હતી અને તે જીતવી એ તેના માટે વટનો સવાલ હતો.
દિવાળીમાં અ'વાદ પર ત્રાસવાદી હુમલો કરવાનો હતો
‘દિવાળી પર ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરના પોલીસ સંસ્થાનો તથા ધર્મસ્થાનો પર ત્રાસવાદી હુમલા કરી તબાહી મચાવવાનું ષડયંત્ર હતું’, એવી ચોંકાવનારી કબૂલાત તાજેતરમાં મહારાષ્ટ્રમાંથી ઝડપાયેલા ઇન્ડિયન મુજાહિદ્દીન તથા લશ્કર-એ-તોઇબાના બે સભ્યોએ કરી છે. ૧૩મી ફેબ્રુઆરી, ૨૦૧૦ના રોજ પુનાની જર્મન બેકરીમાં બોમ્બ વિસ્ફોટ કરનાર આ બંને આતંકીની કબૂલાતના આધારે પોલીસે બંને શહેરોની મહત્વની ઇમારતો અને ધર્મસ્થળોની સુરક્ષા મજબૂત બનાવવાની કવાયત શરૂ કરી છે.
ગુજરાત પોલીસનાં સૂત્રોએ આ વાતને સમર્થન આપતા જણાવ્યું હતું કે, હાલમાં અમદાવાદ-ગાંધીનગરમાં આઈ એમ અને એલઈટીના સ્લીપર સેલ મોજૂદ હોવાથી સ્થિતિ વધુ ગંભીર છે.પ્રાપ્ત વિગતો અનુસાર ૮મી સપ્ટેમ્બર ૨૦૧૦ના રોજ મહારાષ્ટ્ર એટીએસે પુનાના મહાત્માગાંધી બસ સ્ટેન્ડથી એલ ઈ ટીના ઓરંગાબાદ મોડયુલના ચીફ અને લાતુરમાં સાયબર કાફે ધરાવતા હિમાયત બેગ તથા નાસિકથી બિલાલ નામના શખ્સની બે કિલો આરડીએક્સ સાથે ધરપકડ કરી હતી.આ બંને શખ્સોએ, અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના આરોપી અકબર ચૌધરીના ભાઈ મૌહસીન ચૌધરીની સાથે મળીને જર્મન બેકરી વિસ્ફોટને અંજામ આપ્યાની કબૂલાત કરી હતી. જેમાં ઈટાલિયન, સુદાની અને ઈરાની નાગરિકો સહિત ૧૬નાં મોત નીપજ્યાં હતાં જ્યારે ૬૫થી વધુને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સાથે તેમણે એવી પણ કબૂલાત કરી હતી કે ભારતભરનાં ૧૨ શહેરો તેમના હીટ લિસ્ટ પર હતાં જેમાં અમદાવાદ અને ગાંધીનગરનો પણ સમાવશે થાય છે.એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર પોલીસ દ્વારા તેમને આ બાબતે જાણ કરવામાં આવી છે. જેથી નજીકના ભવિષ્યમાં ગુજરાત એટીએસની ટીમ મહારાષ્ટ્ર જઈને હિમાયત બેગ તથા બિલાલની પૂછપરછ કરે તેવી સંભાવના છે. હાલમાં કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ અને રો દ્વારા તેમની પૂછપરછ જારી છે.
વોર્ડનં-૧માટે ભાજપમાંથી સૌથી વધુ ૧૨૨ દાવેદારો
સેવાસદનની ચૂંટણીમાં ભાજપ તરફથી પૂરી થયેલી સુનાવણીમાં સૌથી વધુ દાવેદારી વોર્ડનં-૧માં તો સૌથી ઓછી દાવેદારી વોર્ડનં ૨ અને ૧૮માંથી નોંધાઇ છે.મહાનગર સેવાસદનની ચૂંટણી નવા સીમાંકન પ્રમાણે યોજાઇ રહી છે ત્યારે ભાજપે ચૂંટણી વાંચ્છુઓના ઇન્ટવ્ર્યુ ગોઠવ્યા હતા અને બે દિવસ સુધી ત્રણ સ્થળોએ ઉમેદવારોને નિરીક્ષકોએ સાંભળ્યા હતા.બે દિવસ સુધી ચાલેલા ઇન્ટરવ્યુમાં સૌથી વધુ ૧૨૨ દાવેદારો ઇલેકશન વોર્ડનં-૧માં નોંધાયા હતા ત્યારે તેમાંથી ત્રણ નામોની પસંદગી કરવી તે ભાજપ મોવડીમંડળ માટે પણ માથાનો દુખાવો સાબિત થશે. તેવી જ રીતે, ૮૯ દાવેદારો સાથે વોર્ડનં-૨૦ બીજા નંબરે આવી રહ્યો છે.જ્યારે,વોર્ડનં-૨માં સૌથી ઓછા ૨૩ અને વોર્ડનં.૧૮માં ૨૪ દાવેદારો છે. ૧ હજારથી વધુ દાવેદારોમાંથી ભાજપે ૨૫ મહિલા સહિત ૭૫ મૂરતિયા ઉપર પસંદગીનો કળશ ઢોળવાનો છે ત્યારે ક્યા નસીબવંતા ઉમેદવારો સાબિત થાય છે તેને લઇને ભાજપમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઇ છે.
નક્સલવાદ એ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ છે : કોર્ટ
આરોપીને જામીન અપાય તો જોખમ નક્સલવાદી પ્રવૃત્તિ ફેલાવી રાષ્ટ્રવિરોધી કાવતરું કરવાના આરોપસર હાલ કસ્ટડી ભોગવી રહેલાં સાત આરોપીઓની જામીન માગતી અરજીને ગુરુવારે ચીફ કોર્ટે નકારી કાઢી હતી, જ્યારે બે આરોપીઓની અરજી પર ચુકાદો મુલતવી રાખ્યો હતો. પછાત વર્ગને ઉશ્કેરી હથિયાર ઉઠાવવા પ્રેરી દેશવિરુદ્ધ લોકમત ઊભો કરવાની પેરવી કરવાના ગંભીર ગુનામાં જામીન આપી શકાય નહીં તેમ કોર્ટે નોંધ્યું હતું.નક્સલવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ૧૪ જણાને અલગ-અલગ તબક્કે કામરેજ પોલીસે પકડ્યા હતાં. આરોપીઓની રિમાન્ડ દરમિયાન પૂછપરછ થયા બાદ હાલ આરોપીઓ કસ્ટડી હેઠળ ધકેલી દેવાયા હતા. બાદમાં એક આરોપી સુલત પવાર જામીન પર મુક્ત થયો હતો. તેના આધાર પર છેલ્લાં પાંચ મહિનાથી જેલવાસ ભોગવતા અન્ય નવ આરોપીઓએ પણ કોર્ટમાં જામીન અરજી કરી હતી.ગુરુવારે કોર્ટે નવ પૈકી સાત આરોપીની જામીન અરજી નકારી હતી. આ તબક્કે કોર્ટે નોંધ્યું હતું કે તપાસ અધિકારીના સોગંદનામા અને આરોપીઓ વિરુદ્ધના પુરાવા જોતાં તેઓ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિમાં સંકળાયેલા હોવાનું પ્રતીત થાય છે. પછાત વર્ગના, આદિવાસી અને વનવાસીઓમાં ઉશ્કેરણીજનક સાહિત્ય વહેંચી તેઓને દેશવિરોધી પ્રવૃત્તિ કરવા માટે પ્રેરવાનું કાર્ય કરનારાઓને જામીન પર છોડી શકાય નહીં.આમ કરવાથી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિને વેગ મળે તેવી દહેશત છે. જેમાં આરોપીઓ પાસેથી મળી આવેલાં ઉશ્કેરણીજનક સાહિત્યોના ૬૩ જેટલાં દસ્તાવેજોનો સમાવેશ થાય છે. નિરંજન મહાપાત્રે ગ્રુપ મિટિંગો માટે સ્વહસ્તાક્ષરે લખેલા પત્રો, કેટલાક આરોપીઓ હથિયારની તાલીમ લેવા દક્ષિણ ભારત ગયા હોવાના પણ પુરાવા રજુ કરાયા હતા.
હરિયાળા ૪ ગામ ખારપાટ બનાવવાનો કારસો
સરકારી તંત્રોની ગુનાહિત બેદરકારી સામે ચારેય ગામના ખેડૂતોમાં વ્યાપેલો જબરદસ્ત આક્રોશષડયંત્રની બૂ સાથે ચારેય ગામના લોકોએ કલેક્ટરને મળીને આક્રોશપૂર્વક રજુઆત કરી૧ કરોડના ચેકડેમને પણ જિંગા ફાર્મિગના પ્લોટિંગ માટે ગેરકાઈદે મેપિંગમાં લેવાયાં. ઓલપાડ તાલુકાના ચાર ગામોની અંદાજે ૧,૦૨૫ હેકટર (૫,૧૨૫ વીઘાં) જમીનને જિંગા ફાર્મિગમાં આવરી લેવા માટેની રાજ્ય સરકારની હરાજી વિવાદી બની છે. આ ગામોમાં જિંગા ફાર્મ ઊભા કરવાની યોજનામાં કરાયેલા માસ્ટર મેપિંગમાં ૨૫૦૦ વીંઘા હરિયાળી તથા ગોચર જમીનને ચોંકાવનારી રીતે ખારપાટ તરીકે સમાવી લેવામાં આવી છે.ખુદ કલેક્ટર આ મામલે ચોંકી ઊઠ્યા છે અને લોકોની રજુઆત બાદ તેમણે તપાસ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આ મામલે સુરત ફશિરીઝ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે માસ્ટર મેપિંગમાં મરીન પ્રોડકટ એક્સપોર્ટ ડેવ. ઓથોરિટી (એમપીઈડી)એ ગંભીર ગફલત કરી છે. અહીં દૂધાળાં ઢોર-ખેતી થકી કરોડો રૂપિયાની વાર્ષિક આવક થાય છે. ગામમાં ૫૦૦થી વધુ દૂધાળા ઢોરો છે.
ભાવનગર :ચૂંટણી જાહેર થતા રાજકીય પક્ષોમાં દોડધામ શરૂ
ભાવનગર મહાપાલિકા બાદ આજે જિલ્લા તાલુકા પંચયાત અને નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતા ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોમાં ભારે દોડધામ થઈ છે. જિલ્લામાં ૨૧મી ઓક્ટોબરના રોજ યોજાનાર ચૂંટણી માટે ભાજપે તો પૂર્વ તૈયારી શરૂ કરી દીધી છે જ્યારે કોંગ્રેસ ઉંઘતુ ઝડપાઈ ગયું હતું.ભાવનગર જિલ્લા પંચાયતની ૪૧, બોટાદ, મહુવા અને પાલીતાણા નગરપાલિકા ઉપરાંત ગારીયાધાર નગરપાલિકાના વોર્ડ નં.૭ સામાન્ય સ્ત્રી અનામત બેઠકની પેટા તેમજ ૧૧ તાલુકા પંચાયતની આગામી તા.૨૧મી ઓક્ટોબરે ચૂંટણી યોજાશે અને ૨૩મી ઓક્ટોબરે મતગણતરી યોજાશે.આજે ચૂંટણી જાહેર થતા રાજકીય પક્ષોમાં ભાગંભાગી શરૂ થઈ ગઈ છે. જ્યારે ચૂંટણી લડવા ઈચ્છુકો પણ પોતાના ગોડફાધરોને ફોન રણકાવવા લાગ્યા છે. ગઈકાલે જિલ્લા ભાજપ દ્વારા અગીયારે તાલુકામાં ત્રણ-ત્રણ નિરીક્ષકોને ઉમેદવારી માટે થનગનતા કાર્યકરોને સાંભળવા મોકલ્યા હતા જ્યારે કોંગ્રેસમાં હજુ ઠેકાણા જ નથી. જો કે, ભાજપમાં પણ નિરિક્ષકો સ્થાનિક કક્ષાના હતા. હજુ પ્રદેશમાંથી આવવાના બાકી છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment