14 September 2010

રામમંદિર: RSS દેશમાં ‘રામ લહેર’ ફેલાવવાની ફિરાકમાં

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



રામમંદિર: RSS દેશમાં ‘રામ લહેર’ ફેલાવવાની ફિરાકમાં

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદના ચુકાદાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે સરકાર તો ચુકાદા બાદની પરિસ્થિતિના નિપટારા માટે તૈયારી કરી રહી છે. તો બીજી તરફ રામજન્મભૂમિ આંદોલન સાથે જોડાયેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ પોતાની રણનીતિ બનાવીને દેશમાં ફરીથી રામ લહેર ફેલાવા માટેની તૈયારીઓ આરંભી દીધી છે.ભગવા આતંકવાદને નામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેના આનુષંગિક સંગઠનો જેવા કે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ અને અન્યો પર તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવા પ્રત્યક્ષ અને પરોક્ષ આરોપ કરાતા રહ્યાં છે. જેના કારણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ નેતાઓ ચિંતિત પણ છે. તેમણે આ સંદર્ભે ચિંતન પણ કર્યું છે. જો કે હવે તેઓ રામજન્મભૂમિ પરના ચુકાદાને ધ્યાનમાં રાખીને ફરીથી દેશભરમાં રામ લહેર પેદા કરવા માટેની રણનીતિ બનાવી રહ્યાં છે. ભગવા આતંકવાદના નામે તેમની હિંદુત્વની વિચારધારા પર દોષનો ટોપલો ઢોળવાની હરકતનો જવાબ આપવા માટે રામમંદિરના બહાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિંદુ પરિષદ રણનીતિક ચાલ ચાલશે. લાગે છે કે આ માટે તેઓ રામમંદિર મુદ્દાનો હથિયાર તરીકે ઉપયોગ કરશે.હાલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે દિલ્હીમાં ડેરો જમાવ્યો છે. તેઓ દિલ્હીમાં ત્રણ દિવસ રહીને સંઘ પરિવારના વરિષ્ઠ નેતાઓ સાથે મંદિર મુદ્દા પર રણનીતિ નક્કી કરશે. બુધવારે મોહન ભાગવતની વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ અશોક સિંઘલ સાથે થનારી બેઠકને આ કડીનો મહત્વનો હિસ્સો માનવામાં આવે છે.સૂત્રો સંઘના મુખ્યાલયમાં વિશ્વ હિંદુ પરિષદ અને સંઘના અખિલ ભારતીય પદાધિકારીઓની થનારી બેઠકનો એજન્ડા રામમંદિર જણાવી રહ્યાં છે. છેલ્લા કેટલાંક સમયથી ભગવા આતંકવાદના નામે સંઘની વિશ્વસનીયતા પર આઘાત કરવાની સતત કોશિશો થઈ રહી છે. આ એવો મામલો છે કે સંઘ ચાહીને પણ તેના બચાવામાં ઉતરી શકે તેમ નથી.


રામજન્મભૂમિ વિવાદ: હિંસા બદલ રાષ્ટ્રદ્રોહનો કેસ થશે

અયોધ્યાના વિવાદીત રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ પરિસર પર અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેચ દ્વારા 24 સપ્ટેમ્બરે આવનારા ચુકાદાને કારણે હિંસાની આશંકાથી નિપટવા માટે ઉત્તર પ્રદેશ પોલીસે તમામ તૈયારીઓ લગભગ પૂરી કરી લીધી છે. હિંસક પ્રવૃતિઓ સાથે જોડાવાથી તેવા લોકો વિરુદ્ધ રાષ્ટ્રદ્રોહનો કેસ નોંધાશે. ત્યારે આખા ઉત્તર પ્રદેશની એક સ્પેશ્યલ કમ્યુનિટી ડાયરી પોલીસ વિભાગે બનાવી છે. જેના આધારે પોલીસ સંબંધિત વિસ્તારની જાણકારી તુરંત હાસિલ કરી શકશે.આ જાણકારી સોમવારે એડીજી (લો એન્ડ ઓર્ડર) વૃજલાલે આપી હતી. તેમના જણાવ્યા પ્રમાણે, પોલીસ ડાયરીમાં લોકલ પોલીસ સ્ટેશનથી લઈને ત્યાંના મહત્વપૂર્ણ લોકોના ટેલિફોન, મોબાઈલ નંબર અને ઈમેઈલ એડ્રેસ નોંધાયેલા છે. શાંતિ વ્યવસ્થા જાળવવા માટે 22 જિલ્લાનો પ્રવાસ કરી ચુકેલા એડીજી વૃજલાલે જણાવ્યું હતું કે તેમણે અફવા ફેલાવનારોની એક યાદી બનાવાનું કહ્યું છે. તેના પર ગુપ્તચર ખાતાની નજર રહેશે.એડીજીએ જણાવ્યું હતું કે દિવાળી, દશેરા અને અન્ય પર્વો દરમિયાન આ પ્રકારની સુરક્ષા રાખવાના નિર્દેશ સંબંધિત પોલીસ સ્ટેશનથી લઈને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને આપવામાં આવ્યા છે.લીગઢ, સહારનપુર, મેરઠ, મુરાદાબાદ અને બરેલી પોલીસ ઝોનની મુલાકાત દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા એડીજી વૃજલાલે કરી હતી. આ પોલીસ ઝોનમાં નાઈટ પેટ્રોલિંગ વધારવા, પોલીસ મિત્રોની મદદ લેવા અને જમીની સ્તર સાથે જોડાયેલા કર્મચારીઓની સહાયતા પ્રાપ્ત કરવાના પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.


રામમંદિર ચુકાદો: યુપીને 630 નહીં, 50 કંપનીઓ મળશે!

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ માલિકી મામલાનો કોર્ટનો ચુકાદો 24 સપ્ટેમ્બરે આવ્યા બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવાની આશંકાને કારણે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની 630 કંપનીઓની માગણીને કેન્દ્ર સરકાર સંભવત્ નામંજૂર કરી દેશે. રાજ્ય સરકારને કેન્દ્ર તરફથી અર્ધલશ્કરી દળોની વધારાની માત્ર 50 કંપનીઓ મળી શકશે. અર્ધલશ્કરી દળોની ઉપલબ્ધતાના આકલન બાદ ગૃહ મંત્રાલયના અધિકારીઓનું માનવું છે કે ઉત્તર પ્રદેશને 630 કંપનીઓ ઉપલબ્ધ કરાવી વ્યવહારીક રીતે અસંભવ થશે.મંત્રાલયના સૂત્રો પ્રમાણે, નક્સલ પ્રભાવિત રાજ્યો, જમ્મુ-કાશ્મીર, પૂર્વોત્તર અને આંતર.રાષ્ટ્રીય સરહદો પર અર્ધલશ્કરી દળો મોટી સંખ્યામાં તેનાત છે. આ તમામ સ્થાનો પરથી અર્ધલશ્કરી દળોને ખસેડીને માત્ર એક રાજ્યને આપવા અસંભવ છે. આ સિવાય ગૃહ મંત્રાલય અર્ધલશ્કરી દળોની દિલ્હીમાં આગામી માસમાં થનારા કોમનવેલ્થ ગેમ્સમાં તથા બિહારના છ તબક્કામાં થનારી વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેનાતી કરવાની છે. કેટલાંક અન્ય રાજ્યો તરફથી પણ અર્ધલશ્કરી દળોની માગણી કરવામાં આવી છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 630 કંપનીઓની માગણી ઘણી મોટી છે. જો કે હજી સુધી કોઈ અંતિમ નિર્ણય કરવામાં આવ્યો નથી, પરંતુ રાજ્યને 50 કંપની આપી શકાય છે.


પ્રથમ પિતરાઈઓ વચ્ચેના લગ્ન ગેરકાયદેસર: હાઈકોર્ટ

બોમ્બે હાઈકોર્ટે સોમવારે એક વ્યક્તિએ તેની પત્ની કે જે તેની પ્રથમ પિતરાઈ છે, તેની સાથે તેને રહેવા દેવાની અરજી કરી હતી. હિંદુ લગ્ન ધારો પ્રથમ પિતરાઈઓ વચ્ચેના લગ્નને મંજૂરી આપતો નથી.જસ્ટિસ એ.એમ. ખાનવિલ્કર અન જસ્ટિસ યુ.ડી.સાલ્વીની ડિવિઝન બેચે કહ્યું હતું કે જો વિનંતીને વિચારણા હેઠળ લેવામાં આવશે, તો કાયદા હેઠળ નામંજૂર ગણાતા સંબંધોની બહાલી પર સીલ મારવુ પડશે. જજોએ મહિલાને તેમના માતાપિતા સાથે જવાની મંજૂરી આપી છે. ડિવિઝન બેચે કહ્યું છે કે તેણી પુખ્ત છે અને પોતાના નિર્ણયો લેવા માટે મુક્ત છે. જો કે જજોએ ઉમેર્યું હતું કે તેણીએ પોતાની યોજનાઓ સંદર્ભે માતાપિતા સાથે પરામર્શ કરીને નિર્ણય લઈ શકે છે.અરજી કરનારા પુરુષના વકીલે કોર્ટને વારંવાર અરજ કરી હતી કે કોર્ટે મહિલાને પુછે કે તેને કોની સાથે જવું છે? જો કે જજોએ કહ્યું હતું કે કાયદો તેમને અને તેણીને સાથે રહેવાની મંજૂરી આપતો નથી.


સરકારના ગોડાઉનોમાં પાંચ કરોડ ટન અનાજ

મોંઘવારી ભલે આકાસે પહોંચે પરંતુ ભારત સરકારના ગોડાઉનોમાં પાંચ કરોડ ટન કરતા પણ વધારે અનાજ જમીન ઉપર પડ્યુ રહેશે. ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (એફસીઆઈ)ના આંકડાઓ પ્રમાણે આ મહીનાની શરૂઆતમાં અનાજોના ભંડારોની સ્થિતિ ખુબ જ સારી છે, ગરિબોની તો ખબર નહી.એફસીઆઈના જણાવ્યા પ્રમાણે ગોડાઉનોમાં 2 કરોડ 4 લાખ ટન ચોખા અને 2 કરોડ 98 લાખ ટન ઘઉં હતા. સરકારી નિયમાનુસાર એફસીઆઈના ગોડાઉનોમાં 2 કરોડ 62 લાખ ટન ઘઉં ચોખા હોવા જોઈએ.કેન્દ્ર સરકારે ત્રીસ લાખ ટન ઘઉં અને વીસ લાખ ટન ચોખાનો એક વધારાનો સ્ટૉક પણ બનાવી રાખ્યો છે. પરંતુ સરકાર સામેતો ભંડારની સમસ્યા હજુ છે. એક્સપોર્ટ ઉપર પ્રતિબંધ લાદવાના કારણે ભંડારની સ્થિતિ વધુ ખરાબ થઈ છે.ભારતમાં ગરીબોને અને છત્રછાયા વગરના લોકોને સાંજ પડે રોટલો મળે કે ના મળે, એનાથી અનાજ ભંડારોને કાઈ પડી નથી ભાઈ. અનાજ ભરે રાખો અને સડવા દો, અરે 'ભારત વિકાસ તરફ ગતી કરી રહ્યુ છે'.



તો સલ્લુ નહિ શાઈની ચુલબુલે પાંડે હોત

ફિલ્મ દબંગે 3 ઈડિયટ્સનો રેકોર્ડ તોડીને શાનદાર કમાણી કરી છે. જો કે ફિલ્મની મુખ્ય ભૂમિકા સૌ પહેલા શાઈની આહુજાને ઓફર કરવામાં આવી હતી.ફિલ્મના દિગ્દર્શક અભિનવ કશ્યપે સલમાન પહેલા શાઈનીની પસંદગી કરી હતી. જો કે શાઈનીએ પહેલા તો અભિનવને કોઈ જવાબ જ ન આપ્યો અને પછી તે બળાત્કાર કેસમાં ફસાઈ ગયો હતો.હાલમાં તો શાઈની પોતાના નસીબ પર રોતો હશે તે વાત નક્કી છે. અભિનવ કશ્યપ તો પોતાની ફિલ્મની સફળતાથી ઘણો જ ખુશ છે.ફિલ્મ દબંગે વીકએન્ડમાં કમાણી કરીને એક નવો ઈતિહાસ રચ્યો છે. હાલમાં તો દબંગની સિક્વલ પણ બનાવવામાં આવે તેવી શક્યતા છે.


મોબાઇલમાં પોર્ન રાખતા પહેલા આ વાંચો!

સિંગાપોરમાં એક શખ્સને પોતાના મોબાઇલ ફોનમાં પોર્ન મુવી ક્લિપ રાખવાના આરોપસર જેલભેગો કરી દેવામાં આવ્યો છે. આ શખ્સે પોતાના ફોનમાં કુલ 38 પોર્ન વીડિયો ક્લિપ ડાઉનલોડ કરી રાખી હતી.મળતી માહિતી અનુસાર તાન હિપ નામના 49 વર્ષીય આ શખ્સની કોઈ આરોપસર પોલીસે ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન જ્યારે તેનો મોબાઇલ ફોન જોયો તો પોલીસ ચોંકી ઉઠી.અધિકારીએ જોયું તો આ મોબાઇલમાં ઢગલાબંધ પોર્ન વીડિયો ડાઉનલોડ કરી રાખવામાં આવી હતી. ખરેખર મોબાઇલ ફોનમાં પોર્ન મુવી ડાઉનલોડ કરવી તે કાયદેસર ગુનો છે. જેના કારણે તાનને જૂની સજા ઉપરાંત અન્ય 3 માસ માટે જેલની સજા સંભળાવવામાં આવી છે.


નેનો કાર તો કંઈ ભેટમાં અપાય

સીરિયલ ખિચડીમાં કામ કરીને જાણીતો બનેલો રાજીવ મહેતાને નેનો કાર બિલકુલ પસંદ નથી. થોડા સમય પહેલા નિર્માતા જે ડી મજેઠિયાએ રાજીવ મહેતાને નેનો કાર ભેટમાં આપવાનું નક્કી કર્યુ હતું પરંતુ રાજીવને નેનો કારને બદલે મોટી કાર લેવી છે.
ફિલ્મ ખિચડી રીલિઝ થાય તે પહેલા નિર્માતા જે ડી મજેઠિયાએ રાજીવને ( તે પ્રફૂલભાઈનું પાત્ર ભજવે છે) નેનો કાર આપવાનું વિચાર્યુ હતું.રાજીવ જાહેર પરિવહન સેવા અથવા તો રિક્ષાનો ઉપયોગ કરે છે. તેથી જ જે ડીને વિચાર આવ્યો કે, તેને કાર આપવી જોઈએ. જો કે રાજીવે મોટી કારની માંગણી કરી હતી.જેડી રાજીવની વાત સાંભળીને ચિંતામાં પડી ગયો છે. જેડી પાસે કારની ડિલીવરીના દસ્તાવેજો પણ આવી ગયા છે. તે રાજીવને કાર આપવા માંગતો હતો. રાજીવ ઘરથી ફિલ્મના સેટ પર રિક્ષામાં આવન-જાવન કરતો હતો. આટલુ જ નહિ શરૂઆતમાં તો રાજીવ પાસે મોબાઈલ પણ નહોતો. જેડીએ તેને મોબાઈલ ફોન લાવી આપ્યો હતો.ફિલ્મ પૂર્ણ થયા પછી રાજીવે જેડી પાસે ભેટની માંગણી કરી હતી. રાજીવ માને છે કે, ફિલ્મ પૂર્ણ થાય પછી નિર્માતા કલાકારોને કંઈને કંઈ ભેટ આપતા હોય છે. રાજીવની વાત માનીને જેડીએ નેનો કાર બુક કરાવી હતી.


સાપને ચાવી ગયો 10 મહિનાનો બાળક

કદાચ કોઇને વિશ્વાસ નહીં થાય, પણ આ 100 ટકા સાચી વાત છે. દસ મહિનાનો રિંકુ નામનો એક બાળક ઝેરીલા સાપને જ ચાવી ગયો છે. આ સાપ તો મરી જ ગયો છે, પરંતુ તેના ઝેરના કારણે તે બાળક પણ તરત જ બેભાન થઈ ગયો હતો. બાળકને બનાવ બાદ તરત જ હોસ્પિટલમાં ખસેડી લેવામાં આવ્યો ગતો. જો કે હવે આ બાળક ખતરાની બહાર છે.મળતી માહિતી અનુસાર ગોરખનાથ પોલીસ સ્ટેશન હેઠળના બનકટવા ગામના નિવાસી તાનસિંહ સાહનીનો 10 માસનો પુત્ર રિંકુ સવારે નવ વાગ્યે ઘરની બહાર રમી રહ્યો હતો. લગભગ 10 વાગ્યાની આસપાસ એક સાપ ત્યાંથી પસાર થયો. જ્યારે સ્વજનોએ આ ઘટના જોઈ ત્યારે બાળક સાપને ચાવી રહ્યો હતો અને તેની સાથે રમત કરી રહ્યો હતો. સ્વજનોને તાત્કાલિક તો શું કરવું તે સૂઝ્યું નહીં કારણ કે સાપને છંછેડે તો તે બાળકને કરડી જાય તેવી બીક હતી. લગભગ 15 મિનિટ સુધી ચાવીને રિંકુએ સાપને છોડી દીધો હતો.બાળકને જોવા હોસ્પિટલમાં ભીડ ઉમટી આવી હતી. ડોક્ટરોની આશરે એક કલાકની મહેનત પછી જ્યારે બાળકે આંખો ખોલી ત્યારે તેના માતા-પિતાની આંખોમાંથી આંસુ છલકાઈ આવ્યા હતા. હવે બાળકને 24 કલાક સુધી ડોક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે અને એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવશે કે તે સૂઈ ન જાય.


સંજુબાબાના બેનો સાથે મનામણાં

સંજુબાબાએ પોતાની મરજી પ્રમાણે માન્યતા સાથે લગ્ન કર્યા અને રાજકારણમાં જોડાવવાનો નિર્ણય કર્યો હતો. આ વાતને લઈને સંજય દત્તની બંને બહેનોએ તેની સાથેનો સંબંધ તોડી નાંખ્યો હતો. જો કે હવે તેઓની વચ્ચે ફરી એકવખત સંબંધ બંધાઈ ગયો છે.સંજય દત્ત અને તેની પત્ની માન્યતા દત્તે શનિવારના રોજ એક પાર્ટીનું આયોજન કર્યુ હતું. આ પાર્ટી ઈદ અને ગણેશ ચર્તુથીના માનમાં આપવામાં આવી હતી. આ સમયે પાર્ટીમાં પ્રિયા દત્તનો પતિ અને નમ્રતાનો પતિ પણ આવ્યો હતો.આ સમયે સંજય અને તેની બંને બેનોને જોઈને લાગતું હતું કે, તેઓની વચ્ચે પેચ અપ થઈ ગયું છે. લોકસભાની ચૂંટણી વખતે પ્રિયા કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડતી હતી, જ્યારે સંજય દત્ત સમાજવાદી પાર્ટીમાં જોડાયેલો હતો. આ સમયે જોરદાર અફવા હતી કે, સંજુબાબા પોતાની બેનની સામે ઉભો રહેશે. જો કે તેવું કઈ થયું નહિ.જો કે સંજુએ માન્યતા સાથે લગ્ન કરતાં પ્રિયા દત્તે તેની સાથે બોલવાનું બંધ કરી દીધું હતું.સૂત્રોના જણાવ્યા પ્રમાણે દરેક સંબંધોમાં મતભેદ અને મનભેદ તો થતા જ હોય છે. કેટલીક વાર નાની અમથી વાતને કારણે સંબંધો તૂટી જતાં હોય છે. જો કે ભૂતકાળ ભૂલીને આગળ વધવું જોઈએ. શનિવાર રાત્ર દત્ત પરિવારના તમામ સભ્યો એક જ છત નીચે હતા.


સલમાનનો પરિવાર દેશભક્ત છે: શિવસેના

26/11ના મુંબઈ પરના આતંકવાદી હુમલા સંદર્ભે બે દિવસ પહેલા સલમાન ખાનના નિવેદનના કારણે લોકોને ભલે દુ: ખ પહોંચ્યું હોય, પરંતુ શિવસેનાના સુપ્રિમો બાલ ઠાકરે તેનાથી નારાજ નથી. ‘સામના’ના તંત્રીલેખમાં શિવસેનાના સુપ્રિમોએ લખ્યું છે કે સલમાન પર ગુસ્સો કરવો ઠીક નથી. તેનો પરિવાર સાચો દેશભક્ત છે. જો કે સલામાને તેના નિવેદન બદલ દેશના લોકોની માફી માગી લીધી હતી. ઠાકરેએ કહ્યું છે કે સલામને અનુભવ્યું છે કે તેના નિવેદન પર અમીર લોકોએ પ્રતિક્રિયા ન કરી, પરંતુ આ સામાન્ય લોકોની પ્રતિક્રિયા હતી.મહત્વપૂર્ણ છે કે સલમાન ખાને પાકિસ્તાની ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુંમા કહ્યું હતું કે 26-11ના હુમલામાં અમીર લોકો માર્યા ગયા તેથી આટલો હોબાળો થયો હતો. તેણે ક્હ્યું હતું કે આ હુમલામાં પાકિસ્તાન સરકારનો કોઈ હાથ નથી. સલમાનના આ નિવેદનને લઈને દેશભરમાં ઘણી તીખી પ્રતિક્રિયા થી હતી.સામના સંપાદકીયમાં ઠાકરેએ લખ્યું છે કે સલમાન ખાન શાહરુખ ખાનથી તો સારો જ છે કે તે પોતાના નિવેદન પર અડિયલ રહ્યો નથી. આઈપીએલમાં પાકિસ્તાની ખેલાડીઓના પક્ષમાં અપાયેલા નિવેદનને લઈને શાહરુખે દેશના લોકોની માફી માગી હતી, પરંતુ તેણે શિવસેનાની સીધી માફી માંગી ન હતી.


જુનાગઢમાં આ તે કેવું બાળક જન્મ્યું ?

પૂંઠમાંથી માથાની તરફ જન્મથી જ ત્રીજો પગ ધરાવતાં માત્ર અઢી માસનાં બાળકની જુનાગઢનાં તબીબે સફળ શસ્ત્રક્રિયા કરી હતી. સાડા પાંચ કલાક ચાલેલા આ ઓપરેશનમાં વધારાનો પગ દૂર કરાયો હતો.કોડીનારનાં અલ્તમસ અલ્તાફભાઈ નામનાં માત્ર અઢી માસનાં બાળકને જન્મથી જ ૩ પગ હતા. ત્રીજો પગ તેની પૂંઠ પાસેથી લઇ માથાની તરફ હોઇ અલ્તાફભાઈએ કોડીનારનાં ડૉ. જાદવ ચોચાનો સંપર્ક સાધતાં આ વિચિત્ર પ્રકારની ક્ષતિ દૂર કરવા જુનાગઢનાં ડૉ. જીતેન્દ્ર ગાધે પાસે મોકલાયો હતો. વિવિધ પરિક્ષણો બાદ જુનાગઢમાં ડૉ. બાખલખીયાનાં દવાખાને તેનું સાડા પાંચ કલાક લાંબુ ઓપરેશન કરી વધારાનો પગ દૂર કરાયો હતો.પાંચથી છ સ્પેશ્યાલીસ્ટોની હાજરીમાં કરાયેલા આ ઓપરેશન જેવો કિસ્સો હજુ સુધી દુનિયાનાં કોઇ મેડીકલ જર્નલમાં નથી નોંધાયો એમ કહી ડૉ. ગાધેએ વધુમાં ઉમેર્યું હતું કે, દૂર કરાયેલા પગની બાયોપ્સી કરતાં તેમાં સ્નાયુ, હાડકાં અને આંતરડાનો એક ભાગ હોવાનું માલુમ પડ્યું હતું. ટુંકમાં વધારાનો પગ જ નહીં આંતરડું પણ આ બાળક ધરાવતો હતો.ખુબીની વાત એ છે કે, ૩ પગ સાથે પણ સંપૂર્ણપણે તંદુરસ્ત હતો. વિશ્વ આરોગ્ય સંસ્થાની વ્યાખ્યા પ્રમાણે શરીરની આ સ્થિતિને મેચ્યોર ટેરેટોમા કહે છે.

No comments:

Post a Comment