visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
અમદાવાદમાં સૌથી વધુ લિવર ટ્રાન્સપ્લાન્ટનો વિશ્વ વિક્રમ નોંધાવનાર ડોક્ટર
વિશ્વમાં સૌથી વધુ લિવર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરીને ‘ગ્રીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં પોતાનું નામ નોંધાવનાર ડોક્ટર અમદાવાદના મહેમાન બનશે. તેમજ લિવર ટ્રાન્સપ્લાન્ટની અત્યાધુનિક પદ્ધતિ અંગે પ્રકાશ પાડશે.હૈદરાબાદની ગ્લોબલ હોસ્પિટલનાં હેડ અને ચીફ ટ્રાન્સપ્લાન્ટ સર્જન પ્રોફેસર એન્ડ ડો. મોહમ્મહ રેલા અને હોસ્પિટલનાં ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર ડો. કે. રવિન્દ્રનાથ શહેરના મહેમાન બન્યાં છે. ડો. રેલાએ વિશ્વમાં સૌથી વધુ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરીને એક અનોખો રેકોર્ડ કરીને ખ્યાતનામ ‘ગ્રીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં નામ નોંધાવ્યું છે.શહેરનાં સેટેલાઇટ ખાતે આવેલી હોટેલ કન્ટ્રી મેરિયેટ ખાતે આવી રહ્યાં છે. હાલના સમયમાં જ્યારે લોકો વિવિધ રોગોનાં ભોગ બની રહ્યાં છે ત્યારે શરીરનાં મહત્વનાં અંગની સંભાળ અને સારવારમાં ઉપયોગી એવી સારવાર અને લિવર ટ્રાન્સપ્લાન્ટ અંગેની અત્યાધુનિક પધ્ધતિઓ ઉપર પ્રકાશ પાડશે.
34 બાળકીઓની માતા બની પ્રિટી ઝિંટા
એવા કેટલાંયે ફિલ્મ સ્ટાર્સ છે જે સમય સમય પર ચેરિટી કરતાં રહેતાં હોય છે. પ્રિટી ઝિંટા પણ તેમાંની એક છે. હાલમાં જ પ્રિટીએ ઋષિકેશ અનાથઆશ્રમની 34 બાળકીઓને દત્તક લીધી છે. તે ગત દોઢ વર્ષથી આ અનાથઆશ્રમની બાળકીઓ પર થતાં ખર્ચાની જવાબદારી ઉપાડેલી હતી.પ્રિટીએ ટ્વિટર પર પણ આ અનાથ બાળકીઓનો ઉલ્લેખ કર્યો છે. આ 34 બાળકીઓનાં ખાવા, પિવા, ભણતર અને કપડાની વ્યવસ્થા અને તે બદલનો બધોજ ખર્ચો પ્રિટી જ કરે છે.ઋષિકેશની મધર મિરેકલ સ્કૂલ જ્યાં પ્રિટીએ આ અનાથ બાળકીઓને દત્તક લિધી છે તે સંસ્થાનાં એક ખાસ વ્યક્તિનાં જણાવ્યાં પ્રમાણે, ''આ છોકરીઓને લાગે છે કે પ્રિટી તેમનાં માટે એક એન્જલ છે. પ્રિટી ક્યાંય પણ રહે પણ તે આ બાળકીઓ સાથે સંપર્કમાં રહે છે.''સુત્રો તરફથી મળેલી માહિતી પ્રમાણે, પ્રિટીએ વચન આપ્યું છે કે વર્ષમાં બે વખત અનાથઆશ્રમની મુલાકાતે આવશે અને તેના પૈસાનો યોગ્ય ઉપયોગ થાય છે કે નહી તેનું પણ ધ્યાન રાખશે. તેમજ આ બાળકીઓની દરેક જરૂરિયાતની ચિજ વસ્તુઓ મળી રહી છે કે નહી તે પણ ધ્યાન રાખશે.
મંદિરાને ધોની સૌથી વધુ સેક્સી લાગે છે
પોતાની કારકિર્દીની શરૂઆતમાં સીધી સાદી અને શાંત છોકરીની છબિ ઉભી કરનારી મંદિરા બેદીની ગણના હાલમાં હોટ એન્ડ સેક્સી છોકરી તરીકે થાય છે. કારકિર્દીની શરૂઆતમાં મંદિરાએ એક સીધી સાદી છોકરીઓની ભૂમિકા ભજવી હતી.પરંતુ ક્રિકેટ મેચ દરમિયાન એક ચેનલ પર આવતા ચર્ચાના પ્રોગ્રામમાં મંદિરાએ પોતાની હોટ ઈમેજ ઉભી કરી હતી. ક્રિકેટરો અને ક્રિકેટ નિષ્ણાંતો સાથે બેસીને મંદિરા ક્રિકેટની ચર્ચા કરતી હતી. આ કાર્યક્રમ દરમિયાન મંદિરાના લો કટ બ્લાઉઝ ચર્ચા અને લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.જો કે તાજેતરમાં જ મંદિરાને પૂછવામાં આવ્યું કે કયો ક્રિકેટર તેને સૌથી વધુ સેક્સી લાગે છે ત્યારે મંદિરાએ સ્વીકાર્યુ હતું કે ટીમ ઈન્ડિયાનો સુકાની મહેન્દ્ર સિંહ ધોની ખરેખર સેક્સી છે.આ ઉપરાંત મેદાનમાં પોતાના બોલ જાદૂ કરનારા અને મેદાન બહાર છોકરીઓ પર પોતાનો જાદૂ પાથરનારા શેન વોર્નને પણ મંદિરાએ સેક્સી ગણાવ્યો હતો.મંદિરાએ જણાવ્યું હતું કે ધોની મને સૌથી સેક્સી લાગે છે તથા શેન વોર્ન પણ તેટલો જ સેક્સી છે. આ ઉપરાંત કુમાર સંગાકાર અને એડમ ગિલક્રિસ્ટ પણ સેક્સી છે. જ્યારે અભિનેતા રણબિર કપૂર પણ ઘણો જ હોટ છે.
CBIના તૌરમાં તરનારાને લપડાક : મોદી
કઠલાલમાં કોંગ્રેસના ગઢને વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના કનુભાઈ ડાભીએ સર કર્યા બાદ મતદાતાઓને અભિનંદન આપવા અહીં આવી પહોંચેલાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કોંગ્રેસ ઉપર આકરા ચાબખાં મારતા કહ્યું હતું કે ‘ગુજરાતને બદનામ કરનારાઓને કઠલાલની પ્રજાએ બતાવ્યું છે કે શાંતિ અને વિકાસથી જ રાજ્યની પ્રગતિ શક્ય છે.એકબાજુ વિનાશની રાજનીતિ છે, તો ગુજરાતમાં વિકાસની રાજનીતિ. એક તરફ ષડયંત્રો, બીજી તરફ સદ્દભાવના. એક તરફ કાવાદાવા, તો બીજી તરફ ગરીબને ઝૂંપડામાંથી ઘર તરફ લઈ જઈને સુખ આપવાની રાજનીતિ ભાજપે બનાવી છે. અને તેનું પરિણામ કઠલાલની પ્રજાએ અનેક કાવાદાવાઓથી પર રહીને આપી દીધું છે.’કઠલાલ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કનુભાઈ ડાભીએ પ્રતિસ્ર્પધી કોંગ્રેસના ઘેલાભાઈ ઝાલાને ૨૧,૫૪૭ મતની જંગી સરસાઈથી પરાજય આપતાં મુખ્યમંત્રીએ મતદાતાનો અંત:કરણપૂર્વક આભાર માન્યો હતો. કઠલાલ મતક્ષેત્રના નાગરિકોએ નવો ઈતિહાસ રચી અપપ્રચાર, જુઠાણાં, અડચણો, આડખિલીઓને મ્હાત આપીને લોકશાહીની મર્યાદાનું પાલન કરતાં લોકશાહી મહોત્સવને ભવ્ય રીતે ઉજવ્યો છે, તેવું પણ તેઓએ કહ્યું હતું.
દક્ષિણ આફ્રિકામાં ધોનીને જોતા જ મહિલાઓ.
ટીમ ઈન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ ભલે લગ્ન કરી લીધા હોય પરંતુ તેના મહિલા પ્રશંસકોની સંખ્યામાં કોઈ ઓટ આવી નથી. આનું પ્રમાણ દક્ષિણ આફ્રિકા ખાતે ચાલી રહેલી ચેમ્પિયન્સ લીગ ટી20 શ્રેણીમાં જોવા મળી રહ્યું છે.ચેમ્પિયન્સ લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું નેતૃત્વ કરી રહેલો ધોની જ્યારે પણ મેદાનમાં પહોંચે છે ત્યારે છોકરીઓ તેનું સ્વાગત સીટીઓ વગાડીને કરે છે. દક્ષિણ આફ્રિકામાં માહીને લઈને છોકરીઓનો ઉત્સાહ જોવા લાયક છે. તમામ છોકરીઓ ધોનીની આક્રમક રમત અને પ્યાર ભરેલા હાસ્યની દિવાની છે.ઉલ્લેખનીય છે કે શરૂઆતથી જ છોકરીઓમાં ધોની લોકપ્રિય રહ્યો છે. પહેલા તેના લાંબા વાળની હેરસ્ટાઈલને લઈને ધોની છોકરીઓમાં ફેવરેટ હતો તો ક્યારેક તે પોતાના આક્રમક ફટકાઓની મદદથી છોકરીઓને પોતાની દિવાની બનાવી દીધી હતી. એટલું જ નહીં બોલિવૂડ અભિનેત્રીઓને પણ ધોની બોલ્ડ કરી ચૂક્યો છે.પહેલા માનવમાં આવી રહ્યું હતું કે પોતાના બાળપણની મિત્ર સાક્ષી સાથે લગ્ન કર્યા બાદ ધોનીની મહિલા પ્રશંસકોની સંખ્યામાં ઘટાડો થઈ જશે પરંતુ દક્ષિણ આફ્રિકામાં ધોની માટે વાગી રહેલી સીટીઓને જોઈને તો આ માન્યતાનો છેદ ઉડી જાય છે.ધોનીને મળતી રહેલી સફળતા અને તેની આક્રમક રમતને જોઈને લાગી રહ્યું છે કે યુવતીઓમાં ધોની પ્રત્યેની દિવાનગી લાંબા સમય સુધી રહેશે. જેનાથી સાક્ષીએ સાવધ રહેવું પડશે.
મને તો કોઈપણ ફિલ્ડની છોકરી ચાલશે
રણબિર કપૂરની બધી જ ફિમેલ ફેન માટે અહી સારા સમાચાર છે. આ યંગ અને હેન્ડસમ એક્ટર ફક્ત કોઈ એક્ટ્રેસ સાથે જ લગ્ન કરશે એવું નથી તે ગમ્મે તે પ્રોફેશનની છોકરી સાથે લગ્ન કરવા તૈયાર છે.દીપિકા પાદુકોણે સાથેનાં બ્રેકઅપ બાદ રણબિરે હાલમાં મીડિયામાં જણાવ્યું હતું કે, " એવું ન માનો કે હું ફક્ત કોઈ એક્ટ્રેસ સાથે જ લગ્ન કરીશ. હુ સામાન્ય છોકરી સાથે પણ લગ્ન કરી શકુ છુ જે બોલિવૂડ સિવાય અન્ય કોઈ પ્રોફેશનમાં કામ કરતી હોય."તે તેની પત્ની માટે જરાં પણ ચ્યુઝી નથી કે તેને ફ્ક્ત આવી જ પત્ની જોઈએ કે આવી છોકરી જ કેની પત્ની બની શકે.આ વિશે તેણે જણાવ્યું હતું કે, " મે એવી કોઈ શરત મુકી નથી કે મારી પત્નીની 5'4 હાઈટ હોવી જોઈએ કે પછી અન્ય કોઈ માંગણી બસ એટલી ઈચ્છા છે કે તે એક સિમ્પલ છોકરી હોય અને મોટાઓનું આદર કરતી હોય એટલું મારા માટે બહુ છે."27 વર્ષિય રણબિરને તેની માતા નિતુની ફિલ્મો જોવી પસંદ નથી તે કહે છે કે હું મારી માની ફિલ્મો જોઈ શકતો નથી મને નથી ગમતું કે મારી માતા ફિલ્મમાં તો ફિલ્મમમાં અન્ય કોઈ હિરો સાથે રોમેન્સ કરતી હોય. જોકે હુ એ વાતે સમ્મત છું કે હુ મારી આવનારી પત્ની જે પણ ફિલ્ડમાંથી હશે જો તેની ઈચ્છા હશે તો તેને લગ્ન બાદ પણ તે ફોલો કરવાની છુટ આપીશ. વિશે રણબિરે જણાવ્યું હતું કે, " મને કોઈ વાંધો નથી કે તે લગ્ન બાદ પણ તેનાં કરિયરમાં આગળ વધે. મારી માતાની ઈચ્છા ન હતી કે તેથી તેણે ફિલ્મ લાઈન છોડી દીધી હતી. તે તેનાં ધર પરિવારને સંભાળવામાં અને બાળકોને મોટા કરવાને વધુ મહત્વ આપવા માગતી હતી તેથી તેણે ફિલ્મ લાઈન છોડી દીધી હતી. હુ એવું કોઈ પ્રેશર નહી કરું કે મારા અને મારા પરિવાર માટે તેને તેની કરિયર છોડી દે.
અમદાવાદમાં દર્દીના શ્વેતકણો પર ત્રાટકતો અજાણ્યો વાઇરસ
દર્દીના શ્વેતકણ (ડબલ્યુબીસી) અને પ્લેટલેટ પર ત્રાટકીને સંખ્યામાં એકદમ ઘટાડો કરી નાખતા અજાણ્યા વાઇરસે ડોક્ટરોને વિમાસણમાં મૂકી દીધા છે. ડેન્ગ્યુ જેવાં લક્ષણો ધરાવતા આ અજાણ્યા વાઇરસથી ટાઇફોઇડ, ઝેરી મેલેરિયા, ડેન્ગ્યુ અને વાઇરલ ઇન્ફેક્શનના તમામ વયજુથના દર્દીના રિપોર્ટ નેગેટિવ હોવા છતાં શ્વેતકણો અને પ્લેટલેટમાં ઘટાડો જોવા મળે છે.સરેરાશ ૨૫માંથી આઠ જેટલા દર્દીના રિપોર્ટમાં શ્વેતકણો-પ્લેટલેટનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે. ચિંતાજનક વાત એ છે કે શ્વેતકણો ઘટતાં રોગપ્રતિકારક શક્તિ ઘટવાનો અને પ્લેટલેટથી શરીરમાંથી રક્તસ્ત્રાવ થવાનો ખતરો રહે છે.એમ.ડી. ફિઝિશિયન ડૉ. પ્રવીણ ગર્ગે જણાવ્યું હતું કે, દર્દીના શ્વેતકણો અને પ્લેટપર ત્રાટકતાં ડેન્ગ્યુ જેવાં લક્ષણો ધરાવતા એક અજાણ્યા વાઇરસને કારણે વાઇરલ ઇન્ફેક્શનની સારવાર માટે આવતાં ૧૦માંથી પાંચ દર્દીના રિપોર્ટમાં શ્વેતકણો-પ્લેટલેટની સંખ્યા એકદમ ઓછી હોય છે.દરેક વ્યક્તિના લોહીમાં શ્વેતકણોની સંખ્યા ચારથી દસ હજારની વચ્ચે તેમજ પ્લેટલેટની સંખ્યા દોઢથી પાંચ લાખ હોય છે. વ્યક્તિ જ્યારે વાઇરલ ઇન્ફેક્શનનો ભોગ બને ત્યારે તેના શ્વેતકણો (ડબલ્યુબીસી) અને પ્લેટલેટની સંખ્યામાં નજીવો ઘટાડો થાય છે. પરંતુ આ અજાણ્યા વાઇરસથી દર્દીના શ્વતેકણ ત્રણ હજારથી પાંત્રીસો અને પ્લેટલેટ ૧૦થી ૧૫ હજાર સુધી ઘટી જાય છે.
વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં વડોદરાનો દર્પણ ૨૩મા ક્રમે
રશિયાના સર્બિયા ખાતે યોજાયેલ પ્રજ્ઞાચક્ષુઓની વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં વડોદરાના દર્પણ ઇનાનીએ ૨૩માં ક્રમે આવી સમગ્ર એશિયાનો પ્રથમ ખેલાડી બન્યાનું બહુમાન મેળવ્યું હતું. તેણે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં યુરોપીયન દેશોના સતત ૬૦ વર્ષના ઇજારાને ખતમ કરવાની સાથે ચેસના ક્ષેત્રે વડોદરાનું નામ ગાજતું કર્યું છે.તાજેતરમાં રશિયા ખાતે યોજાયેલી ‘ નેશનલ સ્પોર્ટ્સ યુનિયન ઓફ ધ બ્લાઇન્ડ એન્ડ પાર્શિયલી સાઇટેડ’ દ્વારા વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપેમાં ૩૪ દેશોના ૧૨૧ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. વડોદરાના દર્પણે ભારતીય ટીમમાંથી ભાગ લીધો હતો. માત્ર ૧૬ વર્ષનો દર્પણ તાજેતરમાં જ નેશનલ ચેસ ચેમ્પિયન બનતા તેને ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરવા માટે રશિયા મોકલવામા આવ્યો હતો. પ્રથમવાર જ ચેસ વિશ્વ ચેમ્પિયનશિપમાં ભાગલેતા દર્પણે કુલ ૫.૫ પોઇન્ટ્સ સાથે પ્રથમ ૨૫માં ૨૩મો ક્રમાંક મેળવ્યો હતો.આ પ્રકારની સફળતા મેળવનાર માત્ર ભારત નહીં, સમગ્ર એશિયામાં તે પ્રથમ ખેલાડી છે. અગાઉ ૧૯૯૮માં ભારત તરફથી ચારુદત્તાએ ૩૬મો ક્રમાંક મેળવ્યો હતો. દર્પણ આ વિક્રમને આંબી ગયો છે. જો દર્પણ આ ચેમ્પિયનશિપમાં અંતિમ રાઉન્ડમાં વિજેતા બન્યો હોત તો તે પ્રથમ ૧૦માં સ્થાન મેળવી શક્યો હોત. શિયાનો મેશકોવ યુરિ પ્રથમ સ્થાને વિજેતા બની ગોલ્ડ મેડલ મેળવી ગયો હતો.
વડોદરામાં ડીઝલ લૂંટ કેસ : છ ફરાર આરોપીને શોધવા દોડધામ
જે.કે. લક્ષ્મી સિમેન્ટ કંપનીમાં ત્રણ સિક્યુરિટી જવાનોને રૂમમાં પૂરી દઇ ડીઝલની લૂંટના બનાવમાં બે લૂંટારાને અદાલત સમક્ષ રજુ કરતાં કોર્ટે બન્નેના તા.૨૪મી સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા. આ બનાવમાં પોલીસે પાંચ રાઉન્ડ ગોળીબાર કરી ત્રણ લૂંટારાને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય છ લૂંટારા ફરાર થઈ ગયા હતા. એક લૂંટારાને ઇજા પહોંચી હોઇ તે હોસ્પિટલમાં છે. ફરાર છ આરોપીઓને ઝડપવા પોલીસની દોડધામ શરૂ કરી દીધી છે.દુમાડ ગામની સીમમાં આવેલી જે.કે. લક્ષ્મી સિમેન્ટ કંપનીમાં ગુરુવારે સવારે પાંચ વાગ્યાના સુમારે નવ જેટલા હથિયારધારી લુંટારુંઓએ ત્રણ સકયુરિટી જવાનોને રૂમમાં પૂરી દઇ મિક્સર મશીનમાંથી ડીઝલની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. બનાવની જાણ થતાં તાલુકા પોલીસે પીછો કરતાં લૂંટારાએ પથ્થરમારો કર્યો હતો. આ ઉપરાંત પોલીસના વાહનને પલટી ખવડાવી દેવા રોડ પર ડીઝલ ઢોળવા માંડ્યું હતું.દરિમયાન પોલીસે પાંચ રાઉન્ડ ગોળીબાર કરી અમદાવાદ નારોલ વિસ્તારના કેસરનગરમાં રહેતો સુનિલ ઉર્ફે સુનીયો બાજીરાવ માલુસરે, શાહવાડી ચામુંડા પાર્કનો તરુણ પૂનમ મકવાણા અને કેશવનગર બોમ્બે હોટલ સામે રહેતો ફિરોજ મહંમદ હનીફ મેવાતીને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય છ લૂંટારા ફરાર થઈ ગયા હતા.
સુરત : સપ્તાહમાં એરલાઇન્સને મંજુરી નહીં તો આંદોલન
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા હોટલ ગેટવે ઇન ખાતે મળેલી વિવિધ એરલાઇન્સની બેઠકના હકારાત્મક પ્રત્યાઘાત મળવાના સંકેત સાંપડી રહ્યા છે. લગભગ ઓક્ટોબરના અંત સુધીમાં પાંચ એરલાઇન્સ સુરતથી પોતાની ફ્લાઇટ્સ શરૂ કરી દેશે. જોકે, શહેરના ઉદ્યોગકારો વતી ચેમ્બરે આહ્વાન કર્યું છે કે સાત દિવસની અંદર એરલાઇન્સને આ અંગેનો મંજુરીપત્ર ન મળે તો ઉગ્ર લડતનાં મંડાણ થશે. ટૂંકમાં કોઈપણ ભોગે હવે શહેરને અન્ય શહેરો સાથેની કનેક્ટિવિટીથી વંચિત રાખવાની વાત ઉદ્યોગકારોને ખપતી નથી.ચેમ્બર પ્રમુખ અજોય ભટ્ટાચાર્યે જણાવ્યું હતું કે ગુરુવારે ઇન્ડસ્ટ્રીઝ તરફથી જે કલેક્ટિવ પ્રેઝન્ટેશન રજુ થયું તેનો તમામ ચિતાર કેન્દ્રના રાજ્યકક્ષાના ઉડ્ડયન મંત્રી પ્રફુલ પટેલને મોકલી આપવામાં આવ્યો છે. રજુઆતમાં જણાવાયું છે કે સુરતમાં પ્રારંભિક તબક્કે ડોમેસ્ટિક એરલાઇન્સની મંજુરી એક સપ્તાહમાં મળવી જોઈએ, અન્યથા સુરતના લોકોને જલદ આંદોલન કરવાની ફરજ પડશે. સુરતને પૂરતી એર કનેક્ટિવિટી મળે તે માટે તમામ ઉદ્યોગકારોએ પણ ઉગ્ર લડત આપવાની તૈયારી દાખવી છે.બીજી તરફ વિવિધ એર લાઇન્સ સાથે પણ પત્રવ્યવહાર શરૂ કરાયો છે. ભટ્ટાચાર્યે કહ્યું હતું કે અમે એરલાઇન્સને સ્પષ્ટ કર્યું છે કે સુરત તરફથી તમને કોઈપણ મદદ જોઈતી હોય તો તે માટે અમે ખડેપગે તૈયાર છીએ. સેવંતીભાઈ શાહ સહિતના અગ્રણીઓએ પણ આ પ્રશ્ને જ્યાં જવાની જરૂર હોય ત્યાં સાથે રહેવાની ખાતરી આપી છે.
સુરત-રિંગરોડ રૂંવાડાં ઊભાં કરી દેતી ઘટના...
સુરત-રિંગરોડ રઘુકુળ માર્કેટના પાછળના ભાગે જઈ રહેલી ટ્રકમાં ફાટી નીકળેલી આગની જવાળાઓ ૧૦ ફૂટ ઊંચે ઊઠી, આ ઘટનાની જીવંત તસવીરો અમારા ફોટોગ્રાફર હેતલ શાહના કેમેરામાં કંડારાઈ હતી. ભાઠેના રઘુકુળ માર્કેટની પાછળ, ગરનાળા પાસે બિસ્મિલ્લાહ ચોકમાંથી લાલજી મુળજી ટ્રાન્સપોર્ટની ટ્રક નંબર જીઆરયુ-૪૩૦૮ પસાર થઈ રહી હતી જેમાં પાછળ ટ્રોલીમાં કેરબા, ડ્રમ અને ગાડીઓની બેટરી મૂકેલાં હતાં. જેમાં અચાનક આગ ફાટી નીકળી હતી.અને ગણતરીની સેંકડોમાં આગની ભયાનક જવાળાઓ ઊંચેને ઊંચે ઊઠવા લાગી હતી. આગની ભયાનક જવાળાઓ જોઇને તેની પાછળ આવતા બાઇકચાલક નરેન્દ્ર પંચાલે હિંમત કરી પોતાની બાઇક ટ્રકની નજીક લઈને ચાલકનું ધ્યાન દોર્યું કે ટ્રકના પાછળના ભાગે આગ જબરજસ્ત લાગી ચૂકી છે.જોકે, એટલામાં તો આગની જવાળાઓ બાઇકચાલકને પણ ઝપટમાં લઈ લે તેટલી ફેલાઈ ગઈ હતી. જીજે૫-ઈએચ-૫૦૬૩ નંબરની બાઇક પણ આગની ચપેટમાં આવતાં નરેન્દ્રભાઈ પોતાનું બાઈક ત્યાં જ મૂકી સલામત સ્થળે ખસી ગયા હતા.એટલામાં તો સામેથી આવી રહેલી આકાશ યોગેશભાઈ શાહની જીજે૫-સીએલ-૧૬૩૧ નંબરની ઇન્ડિકા વિસ્ટા કાર પર પણ આગની લપેટમાં આવી ચૂકી હતી.અચાનક આવી પડેલી આપત્તિના પગલે આકાશ શાહે પણ પોતાની ગાડી ત્યાં જ મૂકીને સ્થળ પરથી ભાગ્યાં હતાં. સમગ્ર વાતાવરણ જાણે આગની જવાળાઓમાં રંગાઈ ગયું હોય તેવું લાગતું હતું. તમામ વાહનવ્યવહાર થંભી ગયો હતો અને ટ્રક, કાર અને બાઇક સૌની નજર સામે ભડભડ સળગી ઊઠ્યાં હતાં. જોકે, ત્રણ ફાયટરોએ ચારેબાજુથી પાણીનો મારો ચલાવીને આગને સમયસર કાબૂમાં લઈ લીધી હતી.
પોલીસપુત્ર ચોરાઉ છ વાહનો સાથે ઝબ્બે
પોલીસ હેડ કોન્સ્ટેબલના અવસાન બાદ કોલેજીયન પુત્રએ મોટર સાઈકલોની ચોરી કરવાનું શરૂ કરતાં જેમાં બે વર્ષ દરમ્યાન ૧૫ જેટલા વાહનોની ચોરી કરી હતી. જે પૈકી પોલીસના સંકજામાં ફસાયા બાદ તેની પાસેથી ૬ મોટર સાઈકલો કબ્જે કરીને ડી ડીવીઝનની પોલીસે રૂ. ૧ લાખ ૩૮ હજારનો મુદામાલ કબ્જે કરેલ છે.નવાપરામાં જુની પોલીસ લાઈનમાં રૂમ નંબર ૬માં બ્લોક નંબર બી/૪માં રહેતા પોલીસ હેડ કોન્સ્ટેબલ દાનસિંહ સોલંકીનું અવસાન થયા બાદ તેનો પુત્ર અજયસિંહ જે આંબેડકર યુર્નિવસિટીમાં એફવાયબીએમાં અભ્યાસ કરે છે.આ યુવકે મોટર સાઈકલો ચોરવાનું શરૂ કરતાં જેમાં એ ડીવીઝનની હદમાંથી બે મોટર સાઈકલ, બી ડીવીઝન હેઠળ એક, સી ડીવીઝન હેઠળ એક તથા સિહોર અને રાજકોટ સહીતના ભાગમાંથી ૬ મોટરસાઈકલોની ચોરી કરી હતી.આ વાહન ચોર અંગે ડી ડીવીઝન પોલીસના ડી સ્ટાફના અરિવંદ પરમાર અને બલવીરસિંહ જાડેજાને ગુપ્ત માહીતિ મળતા કોલેજીયન અજયસિંહ (ઉ.વ.૨૦)ને ઝડપી લેવાયો હતો. આ કામગીરીમાં ડી ડીવીઝનના પીઆઈ ધરાજીયા, સ્ટાફના મહેશ દવે, પ્રાણલાલ ધાંધલ્યા, પીપી રાણા સહિતનો સ્ટાફ જોડાયો હતો.
સાયન્સનાં પુસ્તકોમાં પાયાથી કરાશે પરિવર્તન
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જુન-૨૦૧૧થી શરૂ થઈ રહેલા નવા શૈક્ષણિક વર્ષથી ધો.૧૧-૧૨, વિજ્ઞાન પ્રવાહમાં સેમેસ્ટર પધ્ધતિનો અમલ થવાનો છે ત્યારે અત્યારથી જ તે અંગે નવો અભ્યાસક્રમ તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. નવા પાઠ્યપુસ્તકો કેન્દ્રીય બોર્ડના પાઠ્યપુસ્તકો ઉપર આધારિત હશે.આથી હાલના કોર્સની સરખામણીમાં ધરખમ ફેરફાર નવા પાઠ્યપુસ્તકોમાં જોવા મળશે. ધોરણ-૧૦માં બોર્ડ દ્વારા માત્ર પાંચ જ વિષયોની પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તેમાં પણ ૫૦ માર્કની પરીક્ષા ઓએમઆર પદ્ધતિથી અને ૫૦ માર્કની પરીક્ષા વર્ણનાત્મક રીતે લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરાયા બાદ પાઠ્યપુસ્તકોમાં પણ ફેરફાર કરવો અનિવાર્ય હોઈ અભ્યાસક્રમોમાં ફેરફાર કરવા માટે બોર્ડ દ્વારા એક નિષ્ણાત સમિતિ બનાવવામાં આવશે. જે અભ્યાસક્રમ અંગેની તમામ તૈયારીઓ કરી નવું માળખું ઘડી કાઢશે.આ ઉપરાંત બોર્ડ દ્વારા ધો-૧૧ અને ૧૨ સાયન્સમાં સેમેસ્ટર સિસ્ટમ દાખલ કરવા માટે પણ નિર્ણય લેવાયો છે. જેનો અમલ આગામી શૈક્ષણિક સત્ર ૨૦૧૧થી કરવામાં આવનાર હોઈ તે પહેલાં સેમેસ્ટર પદ્ધતિને અનુરૂપ અભ્યાસક્રમ બનાવવાનું નક્કી કરાયું છે. જેના માટે સમિતિ બનાવવામાં આવશે. તે સાયન્સમાં સેમેસ્ટરને અનુરૂપ અભ્યાસક્રમ તૈયાર કરશે. જુન-૨૦૧૧ પહેલા નવા અભ્યાસક્રમ આધારિત પુસ્તકો તૈયાર કરી દેવામાં આવશે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment