13 September 2010

ભાદરવી પૂનમે ૮૦૦થી વધુ NRI અંબાજી આવે છે

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
ભાદરવી પૂનમે ૮૦૦થી વધુ NRI અંબાજી આવે છે

ભાદરવી પૂનમ નજીક આવતા અંબાજી જતા માર્ગો પદયાત્રાળુઓથી ઉભરાઇ રહ્યાં છે ત્યારે ભાદરવી પૂનમે ૮૦૦થી વધુ એન.આર.આઇ. દર વર્ષે અચૂક મા અંબાના દર્શને આવે છે અને આ વર્ષે ૧૨૦૦થી વધુ પગપાળા સંઘો અંબાજી પહોંચશે, એમ ‘દિવ્ય ભાસ્કર’ને વિગતો આપતા ભાદરવી પૂનમીયા સંઘ સેવા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી નવનીતભાઇ પટેલે જણાવ્યું છે.તેમણે કહ્યું કે અંબાજીમાં એક વર્ષ દરમિયાન અંદાજિત લગભગ ૧ કરોડ લોકો માતાજીના દર્શનાથેg આવે છે. તેમાં સૌથી વધુ લોકો આ ભાદરવી પૂનમ દરમિયાન આવે છે. તેમાં એન.આર.આઇ પણ બાકાત નથી. મા અંબામાં શ્રદ્ધા ધરાવતા ૮૦૦થી વધુ એન.આર.આઇ. છે. તેમાંના કેટલાક તો છેક અમદાવાદથી પગપાળા ભાદરવી પૂનમ દરમિયાન આવતા હોય છે.તેમણે કહ્યું કે ૨૫ કિલો સોનાથી અંબાજી માતાના મંદિરના શિખરને મઢવામાં આવનાર છે ત્યારે તાજેતરમાં જ અંબાજી ખાતે ટ્રસ્ટની મળેલી મિટિંગમાં એક માઇભકતે ૧ કિલો સોનુ આપવાની જાહેરાત ખોરજ ગામના માઇભકત મુકેશભાઇએ કરી છે.આ અંગે મુકેશભાઇ પટેલે જણાવ્યું કે હું પોતે છેલ્લા ૨૫ વર્ષથી પગપાળા અંબાજી જવું છું અને મારા જીવનની પ્રગતિને હું મા અંબાની જ કૃપા માનું છું કેમકે હું ૧૪ વર્ષનો હતો ત્યારથી જ અંબાજી આવું છું અને તે સમયે મારી આર્થિક સ્થિતિ પણ સારી નહોતી. આ વર્ષે તા.૧૪મી સપ્ટેમ્બરના રોજ ખોરજ પગપાળા સંઘનું પ્રસ્થાન થશે. જેમાં ૩૦૦ યાત્રાળુઓ, માતાજીનો રથ અને ૫૧ ગજની ધજા રહેશે. જે તા.૨૦ સપ્ટેમ્બરના રોજ અંબાજી ખાતે ચઢાવવામાં આવશે.


દેશના કેમિકલ ઉદ્યોગમાં ગુજરાતનો ફાળો 55 ટકા

દેશની આર્થિક પ્રગતિનો ઘણો મોટો આધાર નાના અને મધ્યમ કદના ઉદ્યોગો પર રહેલો છે. કેમિકલ ઉદ્યોગો પણ મોટાભાગે નાના-મધ્યમ કદના સ્વરૂપે જોવા મળે છે. તેથી રાષ્ટ્રની પ્રગતિમાં તેમનો સિંહફાળો ગણી શકાય. હાલ ભારતના કેમિકલ ઉદ્યોગોનું કદ ૮૩ અબજ યુ.એસ. ડોલરનું હોવાનું મનાય છે. જો ૯ ટકાના હિસાબે વિકાસદર જળવાઇ રહે તો આ ઉદ્યોગોનું કદ ૨૦૨૦ સુધીમાં વધીને ૨૦૦ અબજ ડોલર સુધી પહોંચી જવાનો અંદાજ આજે જીઆઇડીસી વટવા ખાતે યોજાયેલા એક સેમિનારમાં દર્શાવવામાં આવ્યો હતો.સીડબલ્યુસી એટલે કે કેમિકલ વેપન્સ કન્વેકશન પર કેન્દ્રિત આ સેમિનારનું આયોજન ઇન્ડિયન કેમિકલ કાઉન્સિલ અને ગુજરાત ડાઇસ્ટફ મેન્યુફ્રેકચર્સ એસો.ના સંયુકત ઉપક્રમે કરાયું હતું. જેના પ્રમુખ વકત પદેથી બોલતા ભારત સરકારના કેમિકલ એન્ડ પેટ્રોકેમિલક વિભાગના સંયુકત સચિવ એસ.સી. ગુ’ાએ જણાવ્યું હતું કે,‘સમગ્ર દુનિયામાં ફેલાયેલા કેમિકલ ઉદ્યોગોનું કદ હાલ ૩૦.૭ ખરબ યુ.એસ.ડોલર હોવાનું આકલન છે. જેમાંથી ૩૮ ટકા ફાળો એશિયાનો હોય છે. તેમાં પણ ચીનનો ફાળો ૪૫ ટકા, જાપાનનો ૧૮ ટકા અને ભારતનો ૬ ટકા જેટલો ફાળો છે. એટલે કે કેમિકલ ઉદ્યોગની દ્રિષ્ટએ ભારત એશિયામાં ત્રીજા સ્થાને આવે છે.જ્યારે દુનિયાના કુલ કેમિકલ ઉદ્યોગનો ૨.૩ ટકા ભાગના યોગદાન સાથે તે છઠ્ઠા ક્રમે આવે છે. ભારતમાં હાલ કેમિકલ ઉદ્યોગોનું કદ ૮૩ અબજ યુ.એસ. ડોલર છે અને ૯ ટકાના હિસાબે વૃદ્ધિદર જળવાઇ રહેશે તો આ કદ ૨૦૨૦ સુધીમાં વધીને ૨૦૦ અબજ યુ.એસ. ડોલર થઇ જશે.’ઇન્ડિયન કેમિકલ કાઉન્સિલના ગુજરાત ક્ષેત્રના ચેરમેન રવિ કપૂરે જણાવ્યું હતું કે,‘ભારતના કુલ કેમિકલ ઉદ્યોગના ૫૫ ટકા ફાળો ગુજરાતનો છે. જે અહીંની સર્વોપરિતા દર્શાવે છે. તેમ છતાંય રિસર્ચ અને ડવલપમેન્ટ ક્ષેત્રે વધુ કામ કરવાની જરૂર છે. તે ઉપરાંત વેસ્ટ મેનેજમેન્ટ અંગે સક્રિય થવાનો સમય પણ આ ઇન્ડસ્ટ્રી માટે પાકી ગયો છે. એટલું જ નહીં ગુજરાત કેમિકલ ઇન્ડસ્ટ્રીને લો કોસ્ટ ઇન્ડસ્ટ્રીને બદલે નોલેજ બેÍડ ઇન્ડસ્ટ્રી બનાવવી પડશે.’


ઓસ્ટ્રેલિયા : આકાશમાં ઉડતી કારમાં બેઠા હતા એલિયન્સ

ઓસ્ટ્રેલિયામાં એક મહિલાએ દાવો કર્યો છે કે 1969માં તેણે એક કારમાં એલિયન્સને જતાં જોયા હતાં. આ મહિલાનું કહેવું છે કે બે એલિયન્સ ફોર્ડ વેગન જેવા કાર સ્પેસશિપમાં સવાર હતાં. તેમજ તેના સ્પેસશિપમાંથી લાલા અને લીલા રંગનો ધુંમાડો નિકળી રહ્યો હતો, બંને થોડી જ વારમાં આકાશમાં ક્યાંક ગાયબ થઈ ગયા હતાં.ઓસ્ટ્રેલિયામાં રાષ્ટ્રીય બ્રોડકાસ્ટર એબીસી દ્વારા એલિયન્સ ઉપર એક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા બાદ અનેક લોકોએ એલિયન્સ સાથે તેની મુલાકાતના રોચક કિસ્સાઓ કહી સંભળાવ્યા હતાં. ઉત્તરી ઓસ્ટ્રેલિયાના અલાઈસ સ્પિંગ્સમાં રહેતી બેટીની રસપ્રદ વાર્તા પણ આમાંની એક છે.બેટીએ જણાવ્યું હતું કે 1969માં તેનો સામનો એલિયન્સ સાથે થયો હતો. બેટીએ જણાવ્યું હતું કે તે સવારે સાડા ચાર વાગ્યે તેની પુત્રી એલેરાન સાથે શહેરથી 12 માઈલ દૂર અલાઈસ સ્પ્રિંગ્સ તરફ જઈ રહી હતી. ત્યારે તેની બાજુમાં એક સ્પેસશિપ ઉડી રહ્યું હતું. આ સ્પેસશિપની અંદર બે એલિયન બેઠા હતાં. આ સ્પેસશિપ ખુલ્લા દરવાજા જેવી ફોર્ડ વેગન કાર જેવું લાગી રહ્યું હતું. બેટીએ જણાવ્યું કે આ સ્પેસ ખૂબ ઝડપથી તેની સામે આવી ગયું હતું. તેમજ થોડી જ વારમાં લાલ અને લીલા રંગના ધુંમાડા છોડીને આકાશમાં ક્યાંક ગાયબ થઈ ગયું હતું.બેટી સાથે રહેલી તેની પુત્રીએ એલિયન્સને જોઈને કહ્યું હતું કે ડરવાની કોઈ જરૂર નથી. અંગે બેટી કહે છે કે તે જીવનમાં આ ઘટનાને ક્યારેય ભૂલી શકશે નહીં.


પ્રિયંકા માટે વર્ષ 2011 હિટ

બિ-ટાઉનની સેક્સી હોટ બેબીઝ કદાચ આ જાણીને બળી જશે કે પ્રિયંકા ચોપરાની આગામી સૌથી સારી ફિલ્મ વર્ષ 2011માં રિલીઝ થવા જઈ રહી છે. જી હાં સૌથી વધુ રાહ જોવડાવેલી ફિલ્મો ડોન 2, અગ્નીપથ, સાત ખુન માફ અને સાઈલેન્સ ફિલ્મો આગામી વર્ષમાં રિલીઝ થઈ જશે.આ દરેક ફિલ્મોમાં પિગી ચોપ્સ અલગ અલગ લુકમાં જોવા મળશે તેમજ ફિલ્મોથી તેને એવોર્ડ મળવાની પણ પુરે પુરી શક્યતાઓ છે.જોકે જ્યાં આગ હોય ત્યાં ધુમાડો તો થવાનો જ છે તેમ જ્યારથી પ્રિયંકાની સ્પર્ધકોને તેની આ બધી ફિલ્મો એક જ વર્ષમાં રિલીઝ થશે તે વાત જાણ થઈ છે ત્યારથી તેઓ એવી અફવાઓ ફેલાવી રહ્યાં છે કે ફિલ્મ અગ્ની પથમાં તેનો રોલ સાવ સામાન્ય છે. પણ આવી વાતો આ ખતરો કે ખિલાડીને ક્યાં અસર કરે જ છે.પ્રિયંકાએ તેને એક સુંદર અભિનેત્રી તરિકે ફિલ્મ ફેશન અને કમિનેમાં સાબિત કરી જ દીધી છે. તેથી જ તે કોઈપણ નવાં પ્રકારની ફિલ્મ માટે ફિલ્મ મેકરની પહેલી પસંદ રહે છે.


ગોંડલ શહેરમાં પપૈયામા ગણપતિ દેખાતા ભાવિકો ભાવવિભોર

શનિવારથી વિધીવત પૂજા અર્ચના સાથે ગણપતિબાપાની સ્થાપના કરવામાં આવી છે. સૌરાષ્ટ્રભરના ભાવિકો ગણપતિમય બની ગયા છે. ત્યારે રાજકોટ તાલુકાના ગોંડલ શહેરમાં રવિવારે પપૈયાને સમારતા અંદર ગણપતિ દાદાના પ્રતિકૃતિ નજરે પડતાં ભાવિકો ભાવવિભોર બની ગયાં હતાં.શહેરભરમાં આ વાતવાયુવેગે ફેલાઇ જતા પપૈયામાં દેખાયેલા ગણપતિદાદાના દર્શન કરવા લોકોની ભારે ભીડ ઉમટી પડી છે. હાલ ગોંડલવાસીઓ પણ ગણપતિમય બની ગયા હોય શીવગ્રુપ દ્રારા ગણપતિદાદાની પ્રતિકૃતિવાળા પપૈયાને શણગાર કરી ભોજરાજ પરા-૧૦માં લોકોના દર્શન માટે મુકાયા છે. સોમવાર સવારથીજ ભાવિકો ગણપતિદાદાના દર્શન કરવા ઉમટી પડ્યાં છે.

No comments:

Post a Comment