21 August 2010

બધા મોબાઇલને પછાળશે નોકિયાનો એક્સ-3

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


બધા મોબાઇલને પછાળશે નોકિયાનો એક્સ-3

ફિનલેન્ડની ખ્યાતનામ મોબાઇલ કંપની નોકિયાએ પોતાનો નવો હેન્ડસેટ બજારમાં ઉતાર્યો છે. નોકિયાએ જે નવો હેન્ડસેટ બજારમાં લૉન્ચ કર્યો છે તેની માંગ દુનિયાભરના તમામ દેશો લાંબા સમયથી કરી રહ્યા હતા. અમે વાત કરી રહ્યા છીએ નોકિયાના નવા એક્સ-3 ટચ એન્ડ ટાઇપ હેન્ડસેટની. કંપની એ મદ્યમ કિંમતની રેન્જમાં સ્માર્ટફોન કેટેગરીમાં આને લૉન્ચ કર્યો છે. નોકિયા કંપનીની તરફથી આ પ્રથમ હેન્ડસેટ છે જેમાં ટચસ્ક્રિની સાથેસાથે કી-પેડ પણ આપવામાં આવ્યુ છે.ક્સ-3 માં નોકિયાની તમામ આકર્ષક સુવિધાઓ આપવામાં આવી છે. સોથી પહેલા વાત વજનની કરીએ તો તે વજનની બાબતમાં ખુબજ હલ્કો મોબાઇલ છે અને તેનુ વજન માત્ર 78 ગ્રામ છે. એટલે કે ઓછામાં ઓછા વજનની બાબતમાંતો આ તમારા ખીસ્સામાં ભારે નઇજ પડે. આની સાથે જ એક્સ-3 માં 5 મેગાપિક્સલનો કેમેરો લગાવવાંમાં આવ્યો છે. સાથે એમાં 3જી વાઈફાઈ, મ્યુઝિક સિસ્ટમ પ્લેયર અને એફએમ રેડિઓ પણ છે. એક્સ-3માં નોકિયાને 2.4 ઇન્ સ્ટાન્ડર્ડ સાઇઝ ટચ સ્ક્રિનનો ઉપયોગ કર્યો છે. આ સાથે સૌથી મહત્વની વાત આ ફોનની બેટરી એકદમ જબરદસ્ત છે. જેનાથી સતત 5 કલ્લાક સુધી વાત કરી શકો છે. અને તેને ફુલ ચાર્જ કર્યા પછી આ ફોન 17 દિવસ સુધી સ્ટેન્ડબાય મોડમાં રાખી સકાશે.એક્સ થોડાજ સમયમાં વેચાણ માટે નોકિયાની દુકાનોમાં આવી રહ્યો છે. આની કિંમત લગભગ 7.5 હજાર (ટેક્ષ રહીત)છે. કંપનીએ આને પાંચ રંગોમાં લૉન્ચ કર્યો છે. શરૂઆતમાં નોકિયા આ મોબાઇલને ચીન, આર્યલેન્ડ, ઇંગલેન્ડ, રૂસ, ઑસ્ટ્રેલિયા, ન્યૂજીલેન્ડ, સિંગાપોર, જર્મની, સ્પેલ, પોર્ટુગલ, ફ્રાન્સ, મેક્સિકો અને યમનમાં વેચાણ કરવાની છે. ત્યારબાદ ભારત સહિત અન્ય તમામ દેશોના સ્ટોર્સમાં આને વેચાણાર્થે મુકશે.


મોદીએ જાહેર કર્યું BCCI સચિવનું 'સ્કેન્ડલ'

આઇપીએલના પૂર્વ કમિશ્નર લલિત મોદીએ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના ઉચ્ચ હોદ્દેદારો પર નિશાન તાકવા સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટરનો ઉપયોગ કર્યો છે. તેણે પોતાની ટ્વિટમાં એક ન્યૂઝ ચેનલનો રીપોર્ટ પોસ્ટ કર્યો છે. જેમાં આઇપીએલની ફ્રેન્ચાઇઝીની હરાજી દરમિયાન બીસીસીઆઇ સચિવ એન શ્રીનિવાસન પર ખોટી રીતે સોદો કરવાનો આરોપ લગાવાયો છે.વીડિયોમાં દર્શાવવામાં આવેલા રીપોર્ટમાં બીસીસઆઇ સચિવ એન શ્રીનિવાસન પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. જે અનુસાર વર્ષ 2008માં શ્રીનિવાસને તત્કાલિન બીસીસીઆઇ અધ્યક્ષ શરદ પવારને ખોટું બોલીને ચેન્નાઇ સુપર કિંગ્સની ફ્રેન્ચાઇઝી હાંસલ કરી હતી.શ્રિનિવાસને બોર્ડને જણાવ્યું હતું કે, ચેન્નાઇ ટીમની ફ્રેન્ચાઇઝી માટે અન્ય કોઇ યોગ્ય કંપની દાવેદાર નથી. અને આ સ્થિતિમાં તેમને ચેન્નાઇ ટીમની ફ્રેન્ચાઇઝી આપવામાં આવે. પરંતુ 9 એક્સ ન્યૂઝ ચેનલના દાવા અનુસાર ત્રણ યોગ્ય કંપનીઓએ આ ટીમ માટે બોલી લગાવી હતી.ચેનલનું કહેવું છે કે, શ્રિનિવાસનના આ કાર્યમાં વર્તમાન બીસીસીઆઇ અધ્યક્ષ શશાંક મનોહરે પણ તેમની મદદ કરી હતી. મોદીએ ટ્વિટ પર કહ્યું છે કે, આઇપીએલનો ઉદ્દેશ્ય માત્ર યુવા પ્રતિભાઓને વધારો આપવાનો છે. પરંતુ તેમાં ભ્રષ્ટાચાર ફેલાવીને કેટલાક લોકોએ આ ટૂર્નામેન્ટની છબી ખરાબ કરી છે.


તમામ તાલુકાઓમાં વરસાદ માપક યંત્રો મૂકાશે

રાજ્યના તમામ ૨૨૫ તાલુકાઓમાં ઓટોમેટિક ‘રેઈન ગેઝ’(વરસાદ માપક યંત્રો )મૂકવાનો નિર્ણય લેવાયો છે અને તે દિશામાં કામગીરી પણ શરુ કરી દેવામાં આવી છે.આ મશીન સેટેલાઈટથી જોડાયેલા હશે અને એના કારણે કોઈપણ તાલુકાની વરસાદની માહિતી તરત જ કોમ્પ્યુટર પર જાણી શકાશે.જે દરેક જિલ્લા અને રાજ્ય કક્ષાએ પણ આપી શકાશે.આ ઉપરાંત વારસાઈ હક્કોમાં કુંટંુબની દીકરીનો સમાવેશ થાય તે માટે ખાસ કાળજી લેવાનું પણ નક્કી કરાયું હતું.અમદાવાદ ખાતે શુક્રવારે મહેસુલ મંત્રી આનંદીબેન પટેલના અધ્યક્ષ સ્તાને જિલ્લા કલેક્ટરોની બેઠક યોજાઈ હતી.જેમાં મહેસુલ મંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે રાજ્યમાં સારો વરસાદ પડ્યો છે અને તેના કારણે જળાશયોમાં પાણીનો સારો ભરાવો થયો છે.વાવણી પણ સારી થઈ છે.જોકે હવે પછી પાણીજન્યા રોગોચાળો ફેલાય નહીં તે માટે જિલ્લાઓમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાય અને વોટર કોલરીનેશન જેવી બાબતો ઉપર વધુ ધ્યાન આપવું જરુરી હોવાથી તેમણે તે અંગે કલેકટોરને સૂચના આપી હતી.તેમણે દરેેક જિલ્લાઓમાં કલેક્ટરો દ્વારા તાલુકા મામલતદારોની બેઠક બોલાવવા ઉપરાંત તેમની કામગીરીની સમીક્ષા કરવા અને તેમની ફરિયાદોનો સ્તવરે નિકાલ કરવા તથા વારસાઈ હક્કોમાં કંુટંુબની દીકરીનો સમાવેશ થાય તે માટે ખાસ કાળજી રાખવાની તાકીદ કરી હતી.આ બેઠકમાં મહેસુલ વિભાગના અગ્ર સચિવ પનીરવેલે કલેક્ટરોની કામગીરીની સમીક્ષા કરી હતી અને જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ થયો છે.જ્યારે ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં સંતોષજનક તથા દક્ષિણ ગુજરાતમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડ્યો છે.આ બેઠકમાં તલાટી દ્વારા વાવેતરની સમયસર નોંધ કરવા,તુમાર નિકાલ,જિલ્લાવાર વરસાદની સમીક્ષા બાબત તેમજ તાલુકા ઈ-ધરા કેન્દ્દો ખાતે નિભાવેલ ફેરફાર પત્રકોનું અસલ રેકોર્ડ જે તે તાલુકા ગામે નિભાવણી કામગીરી અને ખાતેદારના ખર્ચમાં રાહત આપવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.


મોદીની કેબિનેટનું વિસ્તરણ

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની કેબિનેટનું આજે વિસ્તરણ કરાયું છે. પહેલાથી જ જે મુજબ અપેક્ષા રાખવામાં આવી રહી હતી તે પ્રમાણે ચાર નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.શપત લેનાર મંત્રીઓમાં ધારાસભ્ય પ્રદિપસિંહ જાડેજા, વિસાવદરના સભ્ય કનુભાઇ ભાલાલા, હિંમતનગરના પ્રફુલ્લ પટેલ અને જામનગરના વસુબેન ત્રિવેદીનો સમાવેશ થાય છે.ગુજરાતના રાજ્યપાલ ડો. કમલા બેનીવાલે ચારેય મંત્રીઓને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતા.


શેરહોલ્ડર 5 જ દિવસમાં લાખોપતિ બન્યા!

શેરબજારમાં નાણાં લગાવનાર ફકત પાંચ દિવસમાં જ લાખોપતિ બની ગયા. જી હા, વીતેલા સપ્તાહમાં બીએસઇમાં લિસ્ટેડ થયેલ એસકેએસ માઇક્રોફાઇનાન્સના શેરહોલ્ડરોની સાથે તો કંઇક આવું જ થયું છે. 16મી ઓગસ્ટના રોજ લિસ્ટેડ થયેલ એસકેએસનો શેર શુક્રવાર સુધીમાં 23 ટકા સુધીની વૃદ્ધિ બનાવી રૂ.1211 પર બંધ થયો. તમને બતાવી દઇએ કે એસકેએસ માઇક્રોફાઇનાન્સ એક એનજીઓ હતી, જે પાછળથી ગેર નાણાંકીય બેકિંગ કંપનીમાં તબદીલ થઇ ગઇ. કંપનીએ પોતાની યોજના અંતર્ગત પોતાના કર્મચારીઓને પ્રતિ શેર રૂ.10ના હિસાબથી 2007માં કંપનીના શેર આપ્યા હતા.બીએસઇમાં લિસ્ટ થતાંની સાથે જ એસકેએસ માઇક્રોફાઇનાન્સને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો. રોકાણકારોએ કંપનીના શેરને હાથો હાથ લીધા અને થોડાંક જ દિવસોમાં તેનો શેર ભાવ આસમાને પહોંચવા લાગ્યો છે.



અમૂલના ચેરમેન-વા.ચેરમેન બિનહરીફ ચૂંટાયા

ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (અમૂલ ડેરી)ના ચેરમેન તરીકે રામસિંહ પરમાર અને વાઇસ ચેરમેન તરીકે રાજેન્દ્રરસિંહ પરમાર પુન: બિનહરીફ ચૂંટાયા છે. અમુલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર અને વાઇસ ચેરમેન રાજેન્દ્રરસિંહ પરમારની એક વર્ષની મુદત પૂર્ણ થતાં શુક્રવારે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી.પ્રાંત અધિકારી આર.જી.ચૌધરી દ્વારા શુક્રવારે સવારે હાથ ધરાયેલ ચૂંટણી પ્રક્રિયામાં ચેરમેન અને વાઇસ ચેરમેન માટે એક-એક ઉમેદવારીપત્રક ભરવામાં આવતાં ચેરમેન તરીકે રામસિંહ પરમાર અને વાઇસ ચેરમેન તરીકે રાજેન્દ્રરસિંહ પરમારને બિનહરીફ જાહેર કરાયાં હતા.


આ ભારત છે, ગાલ પર ચુંબન નહીં પણ નમસ્તે કરો

‘આ ભારત છે અહીં તમે જો કોઈને મળો તો અભિવાદન કરવા માટે ગાલો પર ચુંબન નહીં પરંતુ નમસ્તે કરો’’. ૩જી ઓક્ટોબરથી શરૂ થનારી કોમન વેલ્થ ગેમ્સ પૂર્વે આયોજકોએ પર્યટકો માટે આ પ્રકારની સૂચના જારી કરી છે. કોમનવેલ્થની વેબસાઈટ પર શું કરવું અને શું નહીં તેની સલાહ આપવામાં આવી છે.વેબસાઈટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં અભિવાદનની રિત નમસ્તે કરવાની છે. આ બે હાથ જોડીને ચહેરાની સામે લાવવામાં આવે છે અને પછી માથું થોડું નમાવીને અભિવાદન કરવામાં આવે છે.આગળ કહેવામાં આવ્યું છે કે, તમે જો પુરુષ હો અને તમારો કોઈ મહિલા કે યુવતી સાથે પરિચય કરાવવામાં આવે તો તમે સામે ચાલીને હાથ મિલાવવા માટે પહેલ કરશો નહીં.જો તમે મહિલા છો અને તમારો પરિચય પુરુષ સાથે કરવામાં આવે તો એ તમારા પર નિર્ભર કરે છે કે તમે હાથ મિલાવવા માટે પહેલ કરો છો કે નહીં.વૈજ્ઞાનિક રીતે પણ શ્રેષ્ઠ પદ્ધતિ,
ભારતમાં હાથ જોડીને નમસ્તે કરવાની પરંપરા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પર આધારિત છે. ચુંબન કરવાથી સ્વાઈન ફલૂ જેવી બીમારીઓનો ચેપ લાગી શકે છે. હાથ મિલાવવાથી પણ ચેપ લાગવાની સંભાવના રહે છે. તેને ધ્યાનમાં લેતા હાથ જોડીને નમસ્તે કરવાની પદ્ધતિ વધારે સારી છે.


દિનુ બોઘાના ભત્રીજા શિવાની દીવથી ધરપકડ થયાની ચર્ચા

આર.ટી.આઇ. એક્ટિવિસ્ટ અમિત જેઠવાના હત્યા કેસમાં અ’વાદ ક્રાઇમ બ્રાંચે શુક્રવારે સાંજે પાંચ વાગ્યાના અરસામાં જુનાગઢના સાંસદ દિનુ બોઘાભાઇ સોલંકીના ભત્રીજા શિવા સોલંકીની ધરપકડ કરી લીધાની ચર્ચાને પગલે કોડીનાર પંથકમાં ભારે હલચલ મચી જવા પામી હતી.જેઠવા હત્યા કેસમાં ગીર ગઢડાના પોલીસ કોન્સ્ટેબલ બહાદુર વાઢેર તથા પચાણ શિવાની ધરપકડ થયા બાદ પચાણ શીવાની કબૂલાતને પગલે શિવા સોલંકીનું નામ ઉભરી આવ્યું હતું. હત્યા માટે સોપારીની રકમ શિવા સોલંકીએ આપવાનું ઠરાવ્યું હોવાનું ક્રાઇમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યા બાદ આ ચકચારી કેસમાં શીવા સોલંકીની ધરપકડ થવાના ભણકારા સંભળાતા હતા.


વાંકાનેર:૪ વર્ષની માસૂમ બાળકી ઉપર સરપંચના પુત્રનો બળાત્કાર

વાંકાનેરના તરકિયા ગામના સરપંચના પુત્ર શૈલેષ સોમાભાઇ કોળીએ ૪ વર્ષની માસૂમ બાળકી ઉપર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાતા આરોપી ઉપર ચોમેરથી ફિટકાર વરસી રહ્યો છે.ધૃણાસ્પદ બનાવની પ્રાપ્ત વિગત મુજબ, હકાભાઇ કોળીની માસૂમ પુત્રીને સરપંચનો શુક્રવારે રાતે આઠ વાગે બિસ્કીટ,ચોકલેટ અપાવી દેવાની લાલચ આપીને ચેક ડેમ પાછળ લઇ ગયો હતો. વાસનાંધ સખશે પોતાના વસ્ત્રો ઉતારી ફૂલ સરીખી બાળકછને ખોળામાં બેસાડી કુકર્મ આચર્યું હતું. દરમિયાન ગામનો ભરવાડ યુવાન ત્યાંથી પસાર થતાં આરોપી બાળકીને ચેકડેમમાં ફેંકીને ભાગી ગયો હતો.બીજી તરફ લાપતા પુત્રીની શોધખોળ કરી રહેલા બાળકીના પરિવારને ભરવાડ યુવાને સઘળી વિગત જણાવતા ચેકડેમના પાણીમાં રડી રહેલી બાળકીને તાત્કાલીક સારવાર માટે ઝનાના હોસ્પિટલમ ખસેડવામાં આવી છે.


સલમાનને અસિનનાં બોડિગાર્ડ બનવું છે!!

અસિન તેનાં કામને ઘણી જ સમર્પિત છે તે તો સૈ કોઈ જાણે છે. તે છેલ્લા ત્રણ મહિનાથી નોન સ્ટોપ તેની ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. તેની ફિલ્મ રેડી માટે તે છેલ્લા ઘણાં મહિનાથી કોલંબોમાં શૂટિંગ કરી રહી હતી અને બાદમાં તેની એડવર્ટાઈઝમેન્ટનાં એન્ડોર્સમેન્ટ માટે મુસાફરી કરતી જોવા મળી હતી.અસિન છેલ્લા ઘણાં સમયથી દિવસનાં 22 ક્લાક નોન સ્ટોપ શૂટિંગ કરતી જોવા મળી હતી. પણ તે ક્યારેય તેનાં આટલાં ચુસ્ત શિડ્યુલની ત્રસ્ત થઈ તેનાં યુનિટ પર ચિડાઈ ન હતી કે ન તે ક્યારેય મોડી પડી હતી.સુત્રોનાં જણાવ્યાં અનુસાર, ''સલમાન તેનાં આ પ્રોફેશનાલિઝમથી એટલો તે પ્રભાવિત થઈ ગયો હતો કે તે તેનો બોડિગાર્ડ બનવાં તૈયાર થઈ ગયો હતો.''રજત રાવાઈલે આ વિશે જણાવ્યું હતું કે, ''અમે અસિન દ્વારા મળેલાં સહયોગથી ઘણાં જ ખુશ છીએ અને આટલી પ્રોફેશનલ હિરોઈન સાથે સાથે કામ કરવાની ખરેખરમાં ઘણી મઝાં આવી હતી. ફિલ્મનું એક શિડ્યુલ કોલંબોમાં પતી ગયું છે.''ફિલ્મનું અન્ય શિડ્યુલ બેંગકોકમાં ફિલ્માવાશે અને અંતે છેલ્લું શિડ્યુલ મુંબઈમાં આટોપોવામાં આવશે.


સૈફ સાથે 4 ફિલ્મો કરી રહી છે પ્રિયંકા

પ્રિયંકાએ સાજીદ નડિયાદવાલાની આગામી ફિલ્મમાં સૈફ અલી ખાન સાથે સાઈન કર્યા બાદ તેને અન્ય ત્રણ ફિલ્મોની ઓફર આવી છે અને મઝાંની વાત તો ત્યાં છે કે આ ત્રણેય ફિલ્મોમાં તેની સામે સૈફ અલી ખાન જ છે.એ વાતતો નક્કી જ છે કે પ્રિયંકા સાજીદ નડિયાદવાલાની આગામી ફિલ્મ કરી રહી છે. આ ફિલ્મ સિધાર્થ આનંદ નિર્દેશ કરશે અને તેમાં સૈફ અલી ખાન હિરો હશે. તેમજ પ્રિયંકા અન્ય ત્રણ ફિલ્મો પણ સાઈન કરવાંનું વિચારી રહી છે જો તેની ડેટસ્ સાથે કોઈ મુશ્કેલી ન ઉભી થઈ તો તે જરૂરથી આ ત્રણ ફિલ્મો પણ સાઈન કરી લેશે.પણ મુશ્કેલી ત્યાં છે કે તેની 2011સુધીની બધી જ તારિખો નક્કી થઈ ચુકી છે. પણ તેને હાલમાં જે રીતે ફિલ્મોની ઓફર થઈ રહી છે તે જોતા લાગતું નથી કે આ બધી જ ફિલ્મો સાઈન કરી શકે.

સંગાકારાને આઈ.સી.સી.ની ક્લિન ચીટ

આઇસીસીએ શ્રીલંકાના સુકાની કુમાર સંગાકારાને શનિવારે ક્લિનચીટ આપતા કહ્યું કે, તેણે આઇસીસીની આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું નથી. ન્યૂઝીલેન્ડ સામેની શુક્રવારની મેચ દરમિયાન નાથન મેક્કુલમ સાથે અથડાયા બાદ સંગાકારાએ જોરદાર વિવાદનો સામનો કરવો પડ્યો હતો. તેના પર મેચ દરમિયાન જાણીજોઇને કોઇ ખેલાડી સાથે અથડાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. પરંતુ મેચ બાદ રેફરીએ વીડિયો ફૂટેજ જોઇએ સંગાકારાને આરોપમાંથી મુક્ત કર્યો હતો.ભારતીય ઓપનિંગ બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગને સદીથી વંચિત રાખવા માટે શ્રીલંકાના સ્પિન બોલર સૂરજ રણદિવે ઇરાદાપૂર્વક ફેંકેલા નો-બોલ પ્રકરણમાં પણ સંગાકારાને દોષી માનવામાં આવી રહ્યો હતો. પરંતુ તેમાં તેને માત્ર ચેતવણી આપીને છોડી મુકવામાં આવ્યો હતો. જો કે, પૂર્વ ક્રિકેટ ખેલાડીઓ બિશન સિંહ બેદી અને સુરિંદર ખન્નાનું માનવું છે કે સંગાકારા પર પાંચ મેચનો પ્રતિબંધ લગાવવો જોઇતો હતો. શુક્રવારે વરસાદના કારણે શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચનો નિર્ણય વરસાદના કારણે થઇ શક્યો ન હતો. સંગાકારા અને મેક્કુલમ વચ્ચે શ્રીલંકાની બેટિંગ દરમિયાન 27મી ઓવરમાં વિવાદ થયો હતો. સંગાકારા મેક્કુલમની એક બોલને ફાઇન લેગમાં ફટકારીને એક રન લીધો હતો. અને બીજો રન લેતી વખતે તે મેક્કુલમ સાથે અથડાયો હતો. મેક્કુલમની પીઠ સંગાકારા તરફ હતી. અને તેના કારણે સંગાકારા મેક્કુલમને આકરા શબ્દોમાં ઠપકો આપ્યો હતો.સંગાકારાના આ પ્રકારના વર્તન અંગે મેક્કુલમે અંપ્યારનો સમક્ષ ફરિયાદ કરી હતી. અને સંગાકારાને વિરુદ્ધ આઇસીસી એક્ટ 2.2.4 મૂજબ આરોપી માનીને તેના પર જાણીજોઇને વિરોધી ટીમના ખેલાડી સાથે વિવાદ કરવા અંગેનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જો સંગાકારાને આ આરોપ સબબ દોષી માનવામાં આવ્યો હોત તો તેના પર મેચની અડધી કે પછી આખી ફી અથવા તો બે મેચોનો પ્રતિબંધ લાગી શક્યો હોત. પરંતુ મેચ રેફરી એલન હર્સ્ટે મેચ પછી ફૂટેજ જોયા અને સંગાકારાને આરોપમાંથી મુક્ત કર્યો હતો.
તેમણે કહ્યું કે, મે ફૂટેજને અલગ અલગ એંગલથી નિહાળ્યા અને અમ્પાયરો સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી. અને આ સમગ્ર પ્રકરણમાં શંકાના આધાર પર સંગાકારાને આરોપમુક્ત કરવામાં આવ્યો હતો.


સાળી સાથે અશ્લીલ ક્લિપિંગ ઉતારી

સાવલીમાં શાળાના એક જવાબદાર હોદ્દેદારના પુત્રેસગી સાળીને પ્રેમના પાઠ ભણાવી શિક્ષણધામમાં જ અશ્લિલ કલીપીંગ ઉતારતાં હોબાળો મચી ગયો હતો. ત્રણેક દિવસથી સમગ્ર પંથકના લોકોના મોબાઇલમાં ફરતી થયેલી કલીપીંગ અંગે શાળા મેનેજમેન્ટને જાણ થતાં તેઓ ચોંકી ઉઠ્યા હતાં.મેનેજમેન્ટે તાબડતોબ બેઠક બોલાવી આ હોદ્દેદાર પિતાને સસ્પેન્ડ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. સાવલીની શાળાના એક મહત્વના હોદ્દેદારના પુત્રે પાસેના ગામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. પ્રેમલગ્ન કર્યા બાદ પણ લંપટ યુવકે સગી સાળી પર ડોળો નાંખ્યો હતો. પત્નીની સુવાવડ સમયે સાળી ઘરે આવતાં યુવકે તેને પણ પ્રેમના પાઠ ભણાવ્યા હતાં.પ્રેમમાં અંધ બનેલા સાળી-બનેવીએ શિક્ષણધામમાં જ પોતાની હવસ સંતોષી હતી. એટલું જ નહિ યુવકે તો સગી સાળી સાથે અંગતપળોની અશિ્લલ કલીપીંગ ઉતારી લીધી હતી. થોડા સમય બાદ પ્રેમમાં અંધ બનેલા સાળી-બનેવી ઉડન છુ થઇ જતાં ભારે ઊહાપોહ મચ્યો હતો.

No comments:

Post a Comment