21 August 2010

રાજકોટ : ટાગોર રોડ પર બંધ ડેલામાંથી લોહીલુહાણ લાશ મળી આવી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


રાજકોટ : ટાગોર રોડ પર બંધ ડેલામાંથી લોહીલુહાણ લાશ મળી આવી

શહેરના ટાગોર રોડ પરના બંધ ડેલામાંથી અજાણ્યા યુવાનની રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવતા સનસનાટી મચી ગઇ હતી. યુવાનનાં મોત અંગે અનેક શંકાઓ ઉઠતા મૃતદેહને ફોરેન્સિક નિષ્ણાત પાસે પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવશે.ટાગોર રોડ પર આવેલા ભકિતસાગર ડેલામાં લાશ પડી હોવાની કોઇએ જાણ કરતા ડેલાના માલિક સિધ્ધાર્થભાઇ અને પોલીસ કાફલો દોડી ગયો હતો. ડેલાનો દરવાજો ખોલવામાં આવતાંજ આશરે ૨૦ વર્ષની વયના અજાણ્યા યુવાનની લાશ મળી હતી. યુવાનના મોઢામાંથી લોહી નીકળેલું હતું.ભેદી સંજોગોમાં લાશ મળતા ચકચાર મચી ગઇ હતી. મૃતદેહને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૃતકના શરીર પર કોઇ ઇજાના નિશાન દેખાતા ન હોય મૃત્યુ અંગે તરેહ તરેહની ચર્ચા શરૂ થઇ હતી. પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક નિષ્ણાત પાસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાનો નિર્ણય કર્યો હતો.તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું કે, સફેદ રંગનો શર્ટ અને ભુખરા રંગનું પેન્ટ પહેર્યું હતું. અને તેના જમણા હાથના પંજામાં ઓમ ત્રોફાવેલું છે. ડેલો બંધ છે અને તેના ફરતે ૧૦ ફૂટ ઊંચી દીવાલ હોય યુવાન અંદર કેવી રીતે પ્રવેશ્યો? કોઇએ મારીને ફેંકયો હોય તો શરીર પર ઇજાના નિશાન હોવા જોઇએ. પરંતુ એવા કોઇ ચિહ્નો દેખાતા નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને મૃતકની ઓળખ મળ્યા બાદ તપાસને સાચી દિશા મળશે તેમ પોલીસ સૂત્રોએ કહ્યું હતું.


રાજકોટ : બેવડી હત્યા કરી લાખોની આંગડિયા લૂંટ


રિવોલ્વોરની અણીએ બસ ઉભી રખાવી, ફોન કરવાનો પ્રયાસ કરનાર આંગડિયા કર્મી અને ડ્રાઇવરને ગોળી ધરબી દીધી.ભુજ-તળાજા રૂટની એસ.ટી.બસમાં મુસાફરના સ્વાંગમાં રહેલા ચાર શખ્સે મોરબીના નાગડાવાસ નજીક ફાયરિંગ કરીને બસના ડ્રાઇવર તેમજ માધવ મગન આંગડિયાના કર્મચારીની હત્યા કરી લાખો રૂપિયાની માલમતા ભરેલા ત્રણ થેલા લૂંટીને નાસી જતા સનસનાટી મચી ગઇ છે. લુંટારા યોજના મુજબ પાછળ આવી રહેલી ઇન્ડીકા કારમાં બેસીને ભાગી જતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા નાકાબંધીના આદેશ કરાયો છે. લૂંટમાં ગયેલી માલમત્તાનો આંક બહાર આવ્યો નથી.પ્રાપ્ત વિગતો મુજબ, ભુજથી બપોરે ૨.૪પ વાગે રવાના થયેલી ભુજ-તળાજા રૂટની જીજે ૧૮ વાય ૧૨૯૪ નંબરની એસ.ટી. બસમાં માધવ મગન અને સોમા રામદાસ આંગડિયા પેઢીના કર્મચારી અમૃતસિંહ રાજપૂત અને અશોકકુમાર ગોપાલભાઇ નાઇ રાબેતા મુજબ કિંમતી પાર્સલ ભરેલા ત્રણ થેલા લઇનેરાજકોટ આવવા બસમાં બેઠા હતા.


રાજકોટ : ઝઘડાનો ખાર રાખી બે પરિવાર બાખડયા

નવયુગપરા-૪માં રહેતા સલીમ નુરમામદ જેઠવા નામના ઘાંચી યુવાનને સવારે તેજ વિસ્તારમા રહેતા ચાંદ નામના શખ્સ સાથે ઝઘડો થયો હોય સમજાવવા જતા ઉશ્કેરાયેલા ચાંદે, યુનુસ,ઇકબાલ અને અબ્દુલ નામના સાગ્રીતો સાથે મળી છરી,પાઇપ અને બેઝબોલના ઘોકા વડે હુમલો કર્યો હતો. આ વેળાએ સલીમનો ભાઇ વચ્ચે પડતા તેને પણ માર મારતા બંન્નેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.જ્યારે સામા પક્ષે ચાંદ ઇકબાઇભાઇ પણ સલીમ અને તેના ભાઇ ગુલામહુશેને પાઇપ વડે હુમલો કરી ઇજા કર્યાની ફરિયાદ સાથે સારવાર માટે હોસ્પિટલમા દાખલ થયો હતો. એ ડિવીઝન પોલીસે સામસામી ફરિયાદ નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.


ખબરદાર! ‘મોબાઈલ કાઢ્યો તો વીંધી નાખીશ’

‘કોઇપણે મોબાઇલ કાઢીને વાત કરી છે અને હોશિંયારી બતાવી છે તે અમારી ગોળીનો શિકાર બનશે’ આ શબ્દો એસટી બસમાં સનસનાટી ભરી લૂંટ ચલાવનાર લુટારુઓ મુસાફરોને બંદૂકની અણીએ ધમકાવતી વેળાએ ઉચ્ચારી બેફામ ગાળો બોલ્યા હતા.
ભુજથી બેઠેલા આંગડિયા કર્મીઓને લૂંટવાના આયોજનબધ્ધ પ્લાન સાથે ગાંધીધામથી બેઠેલા ચાર લુટારુઓ એસટીની પાછળની સીટમાં બેઠા હતા. સામાન્ય યુવાનો જેવા લાગતા આ લુટારુમાંથી એક લુટારુએ મોરબી સુધીની ત્રણ ટિકિટો લીધી હતી. જ્યારે બીજા મોરબીની એક ટિકિટ ફડાવી હતી. આ સમયે ખીચો-ખીચ મુસાફરોથી ભરેલી બસના પેસેન્જરોને અંદાજ પણ નહોતો કે ગાંધીધામથી બેઠેલા આ ચાર યુવાનો બંદૂક સાથે આતંક મચાવશે.મોરબીની નજીક લૂંટ કરતી વેળાએ પાછળ બેઠેલા ચાર લુટારુમાંથી ત્રણ આગળ આવ્યા હતા. જેમાંથી એક પોતાના મોઢા પર રૂમાલ બાંધ્યો હતો. પ્રથમ તો તેણે હાથ બનાવટની પિસ્તોલ બતાવી ડ્રાઇવરને બસ સાઇડમાં રોકવાની સૂચના આપી. બસની બારીની બહાર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી તરત જ આગળ બેઠેલા તમામ મુસાફરોને એક શખ્સે ગુજરાતીમાં ગાળો ભાંડી ‘ચાલો પાછળ ચાલ્યા જાવ’ તેવી સૂચના આપી હતી.
આ દરમિયાન કંડકટરની સીટની પાછળ બેઠેલા કર્મચારીએ મોબાઇલ કાઢી પોલીસને જાણ કરવા જતાં એક લુટારુએ ગુજરાતીમાં ‘પેલા જાડિયા પાસેથી મોબાઇલ પડાવી લે’ તેમ કહી એક લુટારુએ તરત જ આંગડિયા પેઢીના કર્મીની છાતીમાં ગોળી ધરબી દીધી અને તેને પાછળની સીટે લઇ જઇ બીજી ગોળી મારી હતી. ત્યારબાદ લુટારુઓ ગુજરાતી અને બાવા હિન્દીમાં ‘જો કોઇએ ફોન કાઢ્યો છે અને વાત કરી છે અને હોંશિયારી બતાવી છે તો તે અમારી ગોળીનો શિકાર બનશે, અને જાનથી હાથ ધોવા પડશે.’ તેવી ધમકી આપી હતી.


પૈસા મળશે તો જ CWGમાં રમીશું

ભારતના ટોપ ટેનિસ ખેલાડીઓએ બાકીની રકમની ચુકવણી નહીં કરવાના વિરોધમાં અખિલ ભારતીય ટેનિસ એસોસિએશન (એઆઇટીએ) વિરુદ્ધ બગાવત શરૂ કરી દીધી છે. અને ધમકી આપી છે કે ચુકવણી કરવામાં નહીં આવે તો તેઓ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેશે નહીં. જેમાં લિએન્ડર પેસ મહેશ ભૂપતિ, સોમદેવ અને રોહન બોપન્ના છે. અને તેઓએ આ અંગે એઆઇટીએને એક પત્ર લખ્યો છે.આ ખેલાડીઓએ એઆઇટીએને બાકી રહેલી રકમની ચુકવણી કરવા માટે સપ્ટેંબર સુધીનો સમય આપ્યો છે. ખેલાડીઓ અનુસાર તેઓને 2006માં થયેલી એશિયન રમતોના નાણા ચુકવવામાં આવ્યા નથી. તેઓએ ઘણી વખત આ અંગે અલગ અલગ રીતે રજૂઆત કરી ચુક્યા છે. પરંતુ કોઇએ આ વાત પર ધ્યાન આપ્યું નથી. અને હવે તેઓ નથી જાણતા કે પોતાની સમસ્યા તેઓ કોની પાસે રજૂ કરે.ખેલાડીઓના મત અનુસાર ઓલમ્પિક અને ડેવિસ કપની ચુકવણી ઉપરાંત હવાઇ મુસાફરીના ભાડાની ચુકવણી પણ કરવાની બાકી છે. તેઓનું કહેવું છે કે, તેઓને કોમનવેલ્થ ગેમ્સ માટેના ટ્રેનિંગ કેમ્પમાં પણ તેમને ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડી હતી.


લાલુ-મુલાયમ 300 ટકા પગાર વધારાથી પણ ખુશ નથી!

કેબિનેટે સાંસદોના વેતનમાં ત્રણ ગણા વધારાને મંજૂરી આપી દીધી છે. પરંતુ કેટલાંક સાંસદો તેનાથી પણ ખુશ નથી. રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવ સહીત ઘણાં સાંસદોએ સંસદમાં ખૂબ હોબાળો મચાવ્યો છે. તેનાથી લોકસભાની કાર્યવાહી બપોર સુધી સ્થગિત કરવી પડી હતી. ત્યાર બાદ લાલુ-મુલાયમ ફરીથી પગાર વધારાને લઈને સંસદમાં ધરણાં પર બેસી ગયા હતા.આ પહેલા કેબિનેટે ન્યૂક્લિયર લાયબિલિટી બિલને પણ મંજૂરી આપી દીધી હતી. ભાજપના વાંધા પર ન્યૂક્લિયર બિલમાં કેટલાંક સંશોધનો કરવામાં આવ્યા છે. તેની સાથે કેબિનેટે સાંસદોના પગાર વધારાને પણ મંજૂરી આપી દીધી છે. સાંસદોના પગાર વધારામાં 300 ટકાનો વધારો થયો છે. અત્યારે સાંસદોનું માસિક વેતન 16 હજાર રૂપિયા છે, તે વધીને 50 હજાર રૂપિયા થઈ જશે.


શા માટે પુરુષો રસ્તો નથી પૂછતા?

શું તમને ખબર છે કે પુરુષો માત્ર એક પ્રશ્ન ન પૂછતા હોવાને કારણે દર વર્ષે 450 કિલોમીટર ખોટા રસ્તે ફરે છે. 450 કિલોમીટર એટલે દિલ્હીથી અમૃતસરનું અંતર ગણાય. બ્રિટનમાં કરાયેલા એક સર્વેમાં સામે આવ્યું છે કે 25 ટકા પુરુષો રસ્તો પૂછતા પહેલા અડધો કલાક તો આમથી તેમ જાતે રસ્તો શોધવામાં વેડફે છે.ડેઇલી એક્સપ્રેસ નામના અખબારના અહેવાલ પ્રમાણે 12 ટકા લોકો તો સરનામુ પૂછવાની વાતને પોતાની શાન વિરુદ્ધ સમજે છે. સૌથી વધારે સારી રીતે 55વર્ષથી વધુ ઉંમરના લોકો રસ્તો યાદ રાખી શકે છે. આ મામલે તેઓ યુવાનોથી પણ આગળ છે. તેઓ વર્ષમાં માત્ર 26 વખત જ રસ્તા પર ભૂલા પડે છે, જ્યારે 25થી ઓછી ઉંમરના લોકો 37 વખત રસ્તામાં ભૂલા પડે છે.લોકો પાસે દિશાસૂચક યંત્ર હોવા છતાં આવુ બને છે. રસ્તો ભૂલી જવાના મામલામાં સ્ત્રીઓ વધુ સમજદાર હોય છે. 74 ટકા સ્ત્રીઓ જો રસ્તો ભૂલી જાય તો સમય બગાડ્યા વગર તરત જ કોઈકને સાચો રસ્તો પૂછી લે છે.


નવરાત્રીમાં ૧૨ વાગ્યા પછી લાઉડ સ્પીકર નહીં વાગે

ગુજરાતમાં ધાર્મિક ઉત્સવો દરમિયાન કોઇની લાગણી દુભાય નહીં તે પૂર્વે રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ વિભાગે ચોક્કસ ગાઇડલાઇન નક્કી કરી છે. ખાસ કરીને નવરાત્રીમાં ઘોંઘાટનું પ્રદૂષણ ઓછું કરવા રાત્રીના બાર વાગ્યા પછી લાઉડસ્પીકર બંધ કરવાનું નિશ્વિત કરવામાં આવ્યું છે અને ઉત્સવોમાં બનાવવામાં આવતી મૂર્તિ ઘડવા ચાઇના કલે અથવા માટીનો પ્રયોગ કરવાનું સૂચવ્યું છે.વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ ડો.એસ.કે.નંદાએ જણાવ્યું હતું કે દેશભરમાં ઉજવાતા ધાર્મિક તહેવારોમાં બનાવવામાં આવતી મૂર્તિઓ સામાન્ય રીતે નદી, નાળા કે તળાવમાં વિસર્જિત કરવામાં આવતી હોય છે તેથી પાણીનું પ્રદૂષણ અટકે તે માટે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે આ મૂર્તિઓમાં પ્લાસ્ટર ઓફ પેરીસના બદલે ચાઇના કલે અથવા ચીકણી માટીનો પ્રયોગ કરવાની સૂચના આપવામાં આવી છે.રાજ્યમાં દશેરા, ગણેશોત્સવ, જન્માષ્ટમી, દશેરા અઅને દુગૉષ્ટમી જેવા તહેવારોમાં ઉપયોગમાં લેવામાં આવતી મૂર્તિઓ માટેની આ ગાઇડલાઇન છે. આ મૂર્તિઓ પર ઉપયોગમાં લેવાતા કલર પણ ઓગળી જાય તેવા બીનઝેરી હોવા જોઇએ. પાણીમાં પધરાવતા પહેલાં મૂર્તિઓ ઉપરના આભૂષણો, ફુલો વગેરેને કાઢી લેવા હિતાવહ છે.


લગ્ન કરવાનો સૌથી મોટો ફાયદો...!

બેસનના લાડૂ કદાચ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય શકે, પરંતુ લગ્નનો લાડૂ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. હાલમાં કરવામાં આવેલા એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે લગ્ન કરીને લાંબા સમય સુધી સાથે રહેવાથી સ્ટ્રેસ સામે લડવાની ક્ષમતામાં વધારો થાય છે.શિકાગો યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા પ્રમાણે લગ્નના બંધનમાં બંધાયેલા લોકોના કેસમાં સ્ટ્રેસનું લેવલ ઓછું જોવામાં આવ્યું હતું, જ્યારે એકલા રહેતા લોકોમાં સ્ટ્રેસનું લેવલ વધારે જોવા મળ્યું હતું. જ્યારે શરીર સ્ટ્રેસની અવસ્થામાં હોય છે ત્યારે તેમાં કોર્ટિસોલ નામના હોર્મોન્સનો સંચાર થાય છે. અને તેના દ્વારા જાણી શકાય છે કે કોણ કેટલા સ્ટ્રેસમાં છે.


એક રહસ્ય! શું મોટી ઉંમરની મહિલાઓ..

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે મોટી ઉંમરની મહિલાઓ યુવા પુરુષોનો સાથે ઈચ્છતી હોય છે, પરંતુ આ એક ભ્રમણા માત્ર જ છે. અનેક ડેટિંગ વેબસાઈટોને આધાર બનાવીને કરવામાં આવેલી સંશોધનમાં માલુમ પડ્યું છે કે મહિલાઓ પર આ પ્રકારનો આરોપ લગાવવો નિરાધાર છે. તેમજ મહિલાઓ પોતાનાથી નાની ઉંમરના પુરુષો તરફ આકર્ષિત થતી હોવાની વાત પાયાવિહોણી છે.જો કે અમુક એવી પણ મહિલા હસ્તીઓ છે જે પોતાનાથી નાની ઉંમરના પુરુષોના પ્રેમમાં પડી હોય. પરંતુ આ નિયમ બધી જ મહિલાઓ પર લાગુ પાડી શકાય નહીં.હોલિવૂડ અભિનેત્રી ડેમી મૂરે 47 વર્ષની છે, જ્યારે તેનું અફેર 32 વર્ષીય એસ્ટન કચર સાથે છે. મૂરે અને કચર જેવા સંબંધો રાખવાવાળા લોકોની સંખ્યા બહું વધારે નથી. જ્યાં સુધી પ્રેમની વાત છે ત્યાં સુધી મહિલાઓ અને પુરુષો પરંપરાગત ધારણાઓ પર આધાર રાખે છે. આ ધારણા પોતાના બરોબરીના અથવા મોટી ઉંમરના લોકો સાથે જોડાવાની હોય છે.


એક આદતમાં હોટ એન્ડ બોલ્ડ સેક્સ સીન

બોલિવૂડ ફિલ્મોમાં હવે હોલિવૂડની ફિલ્મોની જેમ જ બોલ્ડ એન્ડ સેક્સ સીન આવવા લાગ્યા છે. બોલિવૂડની ફિલ્મ એક આદતમાં આવા જ કંઈક હોટ સીન દર્શાવવામાં આવ્યા છે.આ ફિલ્મમાં અભિનેતા તરીકે આર્યમન અને પુનીત તેજવાની છે, જ્યારે કશીશ ધન્યો અભિનેત્રી છે. આ ફિલ્મમાં કશીશે સોનિયા નામની યુવતીની ભૂમિકા ભજવી છે. સાનિયા અભિનેત્રી હોય છે. એક દિવસ શુટિંગ સમયે અરમાન(પુનીત) તેનો જીવ બચાવે છે અને તેઓને એકબીજા પ્રત્યે પ્રેમની લાગણી થાય છે. અરમાન મુંબઈમાં નોકરી શોધવા આવ્યો હોય છે. અરમાન શિવા(આર્યમન)ને મળે છે.સોનિયાને ખ્યાલ આવે છે કે, તે અરમાન વગર રહી શકે તેમ નથી. સોનિયા અરમાનને પ્રેમ કરવા લાગે છે. જો કે એકવાર સોનિયા શિવાને મળે છે અને તેમની વચ્ચે શારીરિક સંબંધો બંધાય જાય છે.


સલમાન ખાનનો સાથ મેળવીને આજે ઘણી અભિનેત્રીઓ આગળ આવી ગઈ છે. આમાં ઐશ્વર્યા રાય બચ્ચન અને કેટરિનાનું નામ સૌથી ઉપર આવે છે.કેટ અને એશ બંને સલમાનની પ્રેમિકા રહી ચૂકી છે. જો કે એશ અને કેટે સલમાન સાથેના સંબંધો તોડી નાંખ્યા છે. એશ અને સલમાનની લવ સ્ટોરી ઘણી જ ચર્ચાસ્પદ બની છે.આજે એશ અને કેટરિના બંને પોતા-પોતાની જગ્યાએ સફળ છે. એશ ભારતની સૌથી મોંઘી ફિલ્મ કામ કરી રહી છે. એશની ફિલ્મ રાવણ સુપરફ્લોપ રહી હતી. કેટરિનાએ ફિલ્મ રાજનીતિમાં કામ કરીને સાબિત કર્યુ કે, તેનામાં ભરપૂર અભિનય ક્ષમતા છે. વર્ષ 2010માં એશ અને કેટ વચ્ચે ટક્કર થવાની છે. આ સલ્લુની આ ભૂતકાળની પ્રેમિકાઓમાંથી કઈ પ્રેમિકા ટોચનું સ્થાન મેળવશે તે કહી શકાય તેમ નથી.એશની ફિલ્મ રોબોટ અને ગુઝારિશ રીલિઝ થવાની છે. તો કેટની ફિલ્મ જિંદગી મિલેંગી ના દોબારા રીલિઝ થવાની છે. આ બંને ફિલ્મોને લઈને બોલિવૂડમાં ઉત્સુકતા જોતા મળી રહી છે.25 વર્ષીય કેટરિના જે પણ ફિલ્મમાં કામ કરે છે તે ફિલ્મ હિટ જાય છે. દિગ્દર્શકો અને અભિનેતાઓ કેટ સાથે કામ કરવા ઉત્સુક છે.


જે જે અબ્રાહમની ફિલ્મ સેક્સ ગેમ પર આધારિત છે

જે જે અબ્રાહમની ફિલ્મ સેવન મિનિટ ઈન હેવન 50ના દાયકાની સેક્સ ગેમ પર આધારિત છે.50ના દાયકાની એક સેક્સ ગેમમાં બે ટિનએજરો અંધારામાં સાત મિનિટ સુધી જે કરવું હોય તે કરવાની છૂટ આપવામાં આવતી હતી.બે ટિનએજર્સ આ સાત મિનિટમાં એકલા શું કરે છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ રમત દ્વારા ટિનએજર્સમાં ક્યા હોર્મોનમાં ફેરફાર થાય છે તે જાણવા માટે આ રમત રમાડવામાં આવતી હતી.દિગ્દર્શક જેક બેન્ડર આ સાત મિનિટની સેક્સ ગેમને લઈને ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે.જે કેએ જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં બે ટિનએજર્સની વાત છે. જેઓ અંધારામાં એકબીજાની એકદમ નિકટ આવી જાય છે.


રાજ્યના કેદીઓને વગર ફીએ ભણવા મળશે

શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર હવે કેદીઓ માટે પણ હવે લાગુ પાડવામાં આવ્યો છે. રાજ્યના જેલ વિભાગે ૨૪ જેલમાં રખાયેલા તમામ કેદીઓને શિક્ષણ મળી રહે તે માટે બાબ સાહેબ આંબેડકર અને ઇન્દિરા ગાંધી ઓપન યુનિ. સાથે સિદ્ધાંતિક સમજૂતી કરી છે. હવે, બન્ને યુનિ.એ કેદીઓ પાસેથી ફી લેવામાં નહી આવે તે બાબતને મંજુરી આપી દીધી છે.જેલ વિભાગના વડા એડશિનલ ડી.જી. પી.સી ઠાકુરે જણાવ્યું હતું કે, રાજ્યની ૨૪ જેલ પૈકીની અમદાવાદ અને જૂનાગઢ જેલનું ઇન્દિરા ગાંધી ઓપન યુનિ. સાથે જોડાણ થયેલું હતું અને અત્યાર સુધી કેદીઓ નિયમ મુજબ ફી ચૂક્વીને વિવિધ અભ્યાસ ક્રમમાં જોડાતાં હતાં.પરંતુ તાજેતરમાં વડોદરા સેન્ટ્રલ જેલનું પણ ઇન્દિરા ગાંધી ઓપન યુનિ. સાથે જોડાણ કરવામાં આવ્યું છે અને તાજેતરમાં જે સિદ્ધાંતીક સમજૂતી થઇ છે તે મુજબ હવે ઇન્દિરા ગાંધી ઓપન યુનિ. કેદીઓ પાસેથી કોઇ ફી લેશે નહીં.આજ રીતે રાજ્યના સાત જેલ અને બે સ્પેશિયલ જેલ મળી કુલ નવ જેલનું જોડાણ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિ. સાથે કરવામાં આવ્યું છે. સાત જિલ્લા જેલમાં સુરત, રાજકોટ, મહેસાણા, ભુજ, નડિયાદ, જામનગર અને ભાવનગરની જેલનો સમાવેશ થાય છે. જ્યારે બે સ્પેશિયલ જેલમાં પોરબંદર અને ભૂજ જેલનો સમાવેશ થાય છે.આ તમામ જેલમાં જે કેદીની ઉંમર ૧૮ વર્ષ હશે અને તેને વાંચતા લખતાં આવડતું હશે તે કેદી બે વર્ષનો કોર્સ પૂરો કરતાં જ તેને ૧૦ પ્લસ ૨ની સમકક્ષણ સર્ટિફિકેટ અપાશે (ધો.૧૨ પાસ) અને તે ઉચ્ચ ડિગ્રી કોર્સ (ગ્રેજયુએશન) કરી શકશે. રાજ્યમાં ૨૪ જેલ આવેલી છે અને તેમાં અંદાજે ૧૩ હજારથી વધુ કેદી છે, જેમાં પાકા કામના કેદીઓની સંખ્યાં ૭૦ ટકા જેવી છે.


તીર્થયાત્રા કરતાં પુણ્ય અન્યને ઉપયોગી થવામાં છે

એક સાધુ તીર્થયાત્રા પર જવા માગતા હતા.પોતાની આ ઇચ્છા પૂરી કરવા માટે તેઓ દિવસ-રાત પૈસા ભેગા કરવા મથતા રહેતા. એક દિવસ તેમણે સપનામાં જોયું અને સાંભળ્યું કે જો કોઈ વ્યક્તિમાં પરોપકારની ભાવના હોય તો ઘેર બેઠા જ તેને તીર્થયાત્રાનું પુણ્ય મળી શકે છે. આવી જ ભાવના હિમાચલના એક ગામમાં જોડાં બનાવીને ગુજરાન ચલાવી રહેલા શ્યામુભક્તમાં છે.આંખ ઊઘડતાં જ સાધુએ શ્યામુભક્તને મળવાનું નક્કી કર્યું. શોધતાં-શોધતાં તે શ્યામુભક્તના ઘરે પહોંચી ગયો અને તેમને તીર્થયાત્રા ન કરવાનું કારણ પૂછ્યું. શ્યામુએ સાધુને નમ્રતાથી જવાબ આપ્યો કે, તીર્થયાત્રા પર જવાની ઇચ્છા તો ઘણી હતી. તેના માટે નાણાં પણ ભેગાં કર્યા હતાં પરંતુ એક એવી ઘટના ઘટી કે તીર્થયાત્રા પર જવાનો વિચાર જ છોડી દીધો. મારી પત્ની ગર્ભવતી હતી. એક દિવસ તેને પાડોશીના ઘરમાંથી મેથીનાં શાકની સુગંધ આવી. તેને આ શાક ખાવાની ઇચ્છા થઈ.મેં પાડોશીના ઘરે જઈને તેની પાસે મેથીનું થોડુંક શાક માગ્યું. પાડોશીએ સંકોચ સાથે જવાબ આપ્યો કે, શ્યામુ ચાર દિવસથી બાળકો ભૂખ્યાં હતાં, એટલે આજે જ સ્મશાનમાંથી મેથીનાં પાંદડાં તોડી લાવીને શાક બનાવ્યું છે. શાક અપવિત્ર છે, છતાં પણ જોઈતું હોય તો તારી ઇચ્છા. તેની આવી દયનીય સ્થિતિ જોઈને મેં તીર્થયાત્રા માટે એકઠા કરેલા તમામ પૈસા તેને આપી દીધા. પાડોશીને થોડુંક સુખ મળવાથી મારી તીર્થયાત્રાની ઇચ્છા પૂરી થઈ ગઈ.આ સાંભળીને સાધુના જીવનની સંપૂર્ણ દિશા જ બદલાઈ ગઈ. કથાનો સાર એ છે કે, કોઈ જરૂરિયાતવાળાને મદદ કરવાથી તીર્થયાત્રાનું તે પુણ્ય મળી જાય છે, જે ચાર ધામની યાત્રાથી પણ મળતું નથી.


દિલ્હીમાં પૂરનો ખતરો

યમુના નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે, આજે તેણે ખતરાના નિશાનને પણ વટાવી દીધુ છે. જેનાથી દિલ્હીમાં પૂરનો ખતરો મંડાયો છે. યમુનાનું જળસ્તર 204.96 મીટર નોંધવામાં આવ્યું છે, જેનું ખતરાનું સ્તર 204.88 મીટર છે. પૂરની આશંકાને ધ્યાનમાં રાખીને નદીના નિચાણવાળા વિસ્તારોને ખાલી કરાવી દેવામાં આવ્યાં છે.છેલ્લા 24 કલાકમાં યમુનાનું જળસ્તર લગભગ 1.4 મીટર વધ્યું છે. નદીના કિનારે રહેનાર લોકોને બચાવવા માટે ખાસ ટીમોની રચના કરવામાં આવી છે.


માછલીઓ માટે 25 લાખનું ઘર!

માણસો માટે લકઝુરિયસ ઘર અંગે તમે સાંભળ્યું હશે, પણ તમને આ જાણીને નવાઇ લાગશે કે માછલીઓને રહેવા માટે પણ લક્ઝુરિયસ ઘર બનવા લાગ્યા છે. અમે વાત કરી રહ્યા છીએ 'એક્વેરિયમ'ની. જો કે એક્વેરિયમ બનાવનાર કંપનીઓ હવે પોતાના ખાસ ગ્રાહકો માટે 'ક્સટમાઇજ્ડ એક્વેરિયમ' બનાવી રહી છે. જેમાં પોતાની માછલી માટે બનનાર ઘરનો દરેક ખૂણો તમારી મરજી પ્રમાણે તૈયાર કરવામાં આવે છે.સામાન્ય રીતે લોકો ઘરમાં એક્વેરિયમ રાખવાની શરૂઆત 5 ગૈલન સુધી પાણી રહી શકે તેવા નાના એક્વેરિયમથી કરે છે. પરંતુ જે લોકો તેના બહુ શોખીન હોય છે તે 35-40 ગેલ ક્ષમતાવાળા એક્વેરિયમ પણ પોતાના ઘરમાં રાખે છે. પરંતુ અમે જે 'કસ્ટમાઇજ્ડ એક્વેરિયમ'ની વાત કરી રહ્યા છે તેની ક્ષમતા 700 ગેલન સુધી પણ હોઇ શકે છે. પાણી ભર્યા બાદ પર ભારે ભરખમ એક્વેરિયમનું વજન અંદાજે 6,000 પાઉન્ડ સુધી આવે છે. પરંતુ આ ખાસ પ્રકારના એક્વેરિયમ વજનની સાથો સાથ કિંમતમાં પણ ભારે ભરખમ છે. અમેરિકાની 'વિલજિગ્સ' નામની કંપનીએ 25 લાખ રૂપિયા સુધીને એક્વેરિયમ બજારાં લોન્ચ કર્યા છે. અને કંપનીએ કહ્યું કે બજારમાં તેની માંગ દિવસે દિવસે વધતી જઇ રહી છે.


૫૫ વર્ષની ‘કન્યા’નો અનોખો સ્વયંવર

સતયુગમાં સીતા અને દ્રૌપદીના સ્વયંવર યોજાયા હતા. સદીઓ બાદ અમદાવાદ શહેરમાં પણ એક અનોખો સ્વયંવર યોજાશે. ૫૫ વર્ષની ‘કન્યા’ ૫૫થી ૬૦ વર્ષના વિધુર અથવા ડિવોર્સી ઉમેદવારોમાંથી ‘મુરતિયો’ પસંદ કરશે.અમદાવાદમાં ૨૨મીએ રવિવારે યોજાનારા સ્વયંવરની વિગત અનુસાર અમદાવાદ નજીકના એક શહેરમાં રહેતા વિપ્ર પરિવારમાં ઘરના મોભીનું મોત થતાં વિધવા માતા ભાનુમતીબહેનને પુત્રએ કનડવાનું શરૂ કરી દીધું હતું. ઘડપણની લાકડીસમાન પુત્રએ જ તરછોડતાં ભાનુમતીબહેન પર દુ:ખનો ડુંગર આવી પડ્યો હતો. પોતાની દુ:ખી દાસ્તાન આગળ ચલાવતાં ભાનુમતીબહેને જણાવ્યું હતું કે, પુત્રથી તરછોડાયા બાદ તેઓ વૃદ્ધાશ્રમના આશરે ગયાં, ત્યાં પણ જીવન સેટ નહીં થતાં તેમણે જીવનસંધ્યા માટે કોઈ સહારો શોધવાનો નિર્ણય લીધો હતો.આ નિર્ણય લીધા બાદ ભાનુમતીબહેને કોઈ પણ જ્ઞાતિના અને ઉંમરના લોકોને વિનામૂલ્યે લગ્ન કરાવતી સંસ્થા ‘વિનામૂલ્યે અમૂલ્ય સેવા’નો સંપર્ક કર્યો હતો. સંસ્થાના સંચાલક નટુભાઈ તથા ભારતીબહેને જણાવ્યું હતું કે, ભાનુમતીબહેને લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી, પરંતુ તેમને તાકીદે લગ્ન કરવા હોઈ તેમના માટે સ્વયંવરનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તેમની પરવાનગીથી રવિવારે પાલડી મહેંદી નવાઝ જંગ હોલ ખાતે સવારે ૮થી ૧૨ કલાક દરમિયાન આ અનોખા સ્વયંવરનું આયોજન કરાયું છે, જેમાં ઇચ્છુક ઉમેદવારોને બાયોડેટા, ફોટો તથા જન્માક્ષર લઈ હાજર રહેવા જણાવાયું છે અને એની ચોક્કસ નોંધ લેવી કે ઉમેદવારે મહાભારતની જેમ મત્સ્યવેધ કરવાનો નથી.


રાપર આવતી પરિણીતા પુત્રી સાથે છ દિ’થી ગુમ

રાપરમાં તેના પિયર ખાતે આવવા પુત્રી સાથે અમદાવાદના સાણંદથી નીકળેલી પરિણીતા છેલ્લા છ દિવસથી રાપર ન પહોંચતાં બંને પક્ષના પરિવારજનો ચિંતામાં મૂકાયા છે.આ અંગે સાણંદ પોલીસ મથકે ફરિયાદ થતાં બંનેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.રાપરમાં રહેતા પરિણીતાના પિતા દામજીભાઇ મગનભાઇ સુથારે જણાવ્યું કે, ગત તા. ૧૫ ના રોજ અમદાવાદ-ભુજ રૂટની એસ.ટી. બસમાં મારી દીકરી હસુમતીબેન (ઉ.વ.૨૬) તેની ત્રણ વર્ષની પુત્રી શ્રુતિ સાથે રાપર આવવા નીકળી હતી. આજે છ દિવસ થયા છતાં બંને ઘેર પહોંચી નથી. તેમને શોધવા અનેક પ્રયાસો કર્યા છતાં ક્યાંય પત્તો લાગ્યો નથી.ઉલ્લેખનીય છે કે, છેલ્લા છ દિવસથી બંને ગુમ હોવાથી સાસરિયા અને પિયર પક્ષના કુટુંબીજનોએ ચિંતાજનક પરિસ્થિતિમાં તપાસ માટે શક્ય એટલા તમામ પ્રયાસો કર્યા છે. ઉપરાંત પોલીસમાં પણ આ અંગે નોંધ થતાં સત્તાવાર તપાસ પણ હાથ ધરવામાં આવી છે. જેના પગલે લોકોમાં ચકચાર જાગી છે.


શિવા પચાણ રાજકોટમાં smના નામથી રહેતો હતો

આશ્રયસ્થાનો અંગે માહિતી મેળવવા શિવા સાથે સંપર્ક ધરાવતા રાજકોટના ત્રણ શખ્સને ક્રાઇમ બ્રાંચ ઉઠાવી ગઇ.આરટીઆઇ એક્ટીવિસ્ટ અમિત જેઠવાની હત્યમાં તપાસનો રેલો સાંસદના ભત્રીજા સુધી પહોંચી ગયો છે. હત્યામાં પકડયેલો નામચીન બુટલેગર શિવા પચાણ રાજકોટમાં એસ.એમ.ના ટૂંકા નામથી રહેતો હતો. શિવા સાથે સંપર્ક ધરાવતા રાજકોટના ત્રણ શખ્સને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઉઠાવી લીધા છે. તેના આશ્રય સ્થાનો અંગેની માહિતી મેળવવા ત્રણેયની અજ્ઞાત સ્થળે પૂછપરછ ચાલુ હોવાનું જાણવા મળે છે. જો કે, આ અંગે પોલીસે ચૂપકીદી સેવી લીધી છે.હત્યાની સોપારી આપનાર ગીરગઢડાના કોન્સ્ટેબલે હત્યા પછી શિવા પચાણને નાણાં ચૂકવ્યાની કબૂલાત આપતા પોલીસે શિવાની ધરપકડ કરી હતી. તેના મોબાઇલ ડિટેઇલની ચકાસણીમાં શિવા પચાણનું રાજકોટ કનેકશન બહાર આવ્યું હતું.


‘કૃષ્ણ કી યે નગરી ગુજરાત કી ખુશ્બૂ હૈ’

ખુશ્બુ ગુજરાત કી એડ ફિલ્મના બીજા તબક્કાનો અંતિમ પડાવ આજે દ્વારકા ખાતે શરૂ કરાયો હતો. યાત્રાધામ દ્વારકાના મહત્વને સાક્ષાત્કાર કરતા મહાનાયક અમિતાભે કૃષ્ણ કી યે નગરી ગુજરાત કી ખુશ્બુ હૈનો ડાયલોગ હિન્દી-અંગ્રેજી અને મરાઠીમાં સુટ કરતા ભાવવિભોર બની ગયા હતાં. આજે બીગ-બીએ ગોમતીઘાટ, પ૬ સીડી અને જગત મંદિરમાં શુટિંગ કર્યું હતું. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બીગ-બીએ દર્શન નહી આપતા ઉમટી પડેલા સેંકડો ચાહકો નિરાશ થયા હતાં.બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનની મુખ્ય ભુમિકાવાળી ‘ખુશ્બુ ગુજરાત કી’ એડ ફિલ્મના શુટિંગનો દ્રિતીય તબક્કાનો અંતિમ પડાવ શુક્રવારે વહેલી સવારે કૃષ્ણની કર્મભૂમિ દ્વારકાનગરી ખાતે પ્રારંભ થયો હતો. ભગવાન શ્રી કૃષ્ણની ગાથાને વર્ણવતા શુટિંગનો સવારે સાડા સાત વાગે પ્રારંભ કરાયો હતો.જગતમંદિરની ઉતરે એક કી.મી. વિસ્તારના ગોમતીઘાટ પર સ્થાનિક બ્રાહ્નણો સાથે બીગ-બીએ ગોમતી માતાની શાસ્ત્રોકત વિધીથી મહાપુજા કરતા હોય તેવું શુટિંગ કર્યું હતું. આ ફિલ્માંકનમાં મહાનાયક પાછળ સ્થાનિક મહિલાઓ હાથમાં થાળી લઇ કંકુ, ચોખા, અબીલ ગુલાલથી પુજા કરતી દર્શાવાઇ હતી. ગોમતીઘાટ પર પ્રથમ પડાવ પૂર્ણ કરી સવારે સાડા દશ વાગ્યે જગતમંદિર સંકુલથી જોડાયેલી છપ્પન સીડીઓ પર લોકેશન ગોઠવવામાં આવ્યું હતું.

No comments:

Post a Comment