visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
બોલિવૂડે કહ્યું, હેપ્પી ઈન્ડિપેન્ડસ ડે
બોલિવૂડ સ્ટાર્સ પર પણ 64મો સ્વતંત્રતા દિવસનો જોશ છે. જ્યારે આ સ્ટાર્સને પૂછવામાં આવ્યું કે, આઝાદીનું તેમના માટે શું મહત્વ તો તેઓએ કંઈક આ રીતે જવાબ આપ્યો હતો.પ્રિયંકા ચોપરા: પ્રિયંકાએ કહ્યું હતું કે, તેને ગર્વ છે કે, તે ભારત દેશની નાગરિક છે. ભારતમાં પોતાના વિચારો પ્રમાણે જીવવાની સ્વંત્રતા છે. પ્રિયંકા માને છે કે, પોતાના વિચારો જ માણસને સ્વતંત્ર બનાવે છે.વિપુલ શાહ: મારા માટે સ્વતંત્રતા એટલે જીવવાની આઝાદી અને સમાજમાં જે કંઈ પણ ખોટું થાય છે તેની સામે લડવાની આઝાદી.ફરાહ ખાન: ફરાહ ખાનના મતે સ્વતંત્રતા એટલે વિચારની આઝાદી. તે માને છે કે, હું જેમ માનું તેમ મને જીવવાની આઝાદી હોય. મારી પર કોઈની રોક-ટોક ના હોય.
જ્યારે વડાપ્રધાનથી રાષ્ટ્રધ્વજ ફરક્યો નહીં
ગણતંત્ર દિવસ નિમિતે વડાપ્રધાન ડૉ. મનમોહનસિંઘે ઐતિહાસિક લાલકિલ્લા પરથી સંબોધન કર્યું હતું. આ સાથે કેટલીક બાબતો ઉડીને આંખે વળગી હતી.- ડૉ. સિંઘે તેમની આગવી ઓળખ સમાન વાદળી રંગની પાઘડી ધારણ કરી હતી.- વરસાદની આગાહીના પગલે છતવાળા સુરક્ષા કવચમાંથી પ્રવચન કર્યું હતું.- લાલ કિલ્લાની આજુબાજુ દિલ્હી પોલીસ અને એનએસજી સહિતના કમાન્ડોએ ચોક્કસ નજર રાખી હતી.- ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. પરંતુ, ગતવર્ષની જેમ ચાલુ વર્ષે વરસાદ પડ્યો ન હતો.- બફારાના કારણે, લોકોએ કાગળના પંખા બનાવીને રાહત મેળવવાનો પ્રયાસ કર્યો હતો.- સારે જહાં સે અચ્છા ગીત પર ત્રણ હજાર જેટલા સ્કૂલ વિદ્યાર્થીઓએ ગીતમાં ભાગ લીધો હતો. તેમણે, કેસરી, સફેદ અને લીલા રંગના કપડા પહેર્યા હતા.- લાલ કિલ્લા પરથી વડાપ્રધાને પાંત્રિસ મિનિટ સુધી પ્રવચન આપ્યું હતું.- વડાપ્રધાને લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો હતો. જોકે, તેઓ ફરકાવી શક્યા ન હતા. ત્યારે ફર્સ્ટ ફ્લાઇટ લેફ્ટનન્ટ નેહા ચૌહાણે તેમને મદદ કરી હતી. આ સાથે રાષ્ટ્રધ્વજને 21 તોપની સલામી આપવામાં આવી હતી.
ગુજરાતણ ભૂમિની જીત માટે ઠેર-ઠેર પ્રાર્થના
સોની પર પ્રસારિત થતા રિયાલિટી શો ઈન્ડિયન આઈડોલ 5માં હવે માત્ર ત્રણ સ્પર્ધકો રહ્યા છે. આમાંથી એક ગુજરાતની ભૂમિ ત્રિવેદી છે.ગુજરાતના વડોદરાની ભૂમિ ત્રિવેદીનો શનિવારના રોજ 22મો જન્મદિવસ હતો. ભૂમિ ઈન્ડિયન આઈડોલ 5માં ટોપ થ્રીમાં સ્થાન ધરાવે છે. ઈન્ડિયન આઈડોલ 5ની ફાઈનલ 15મી ઓગસ્ટ રવિવારના રોજ રાત્રે આઠ વાગ્યે છે. ભૂમિ વડોદરાની એમ એસ યુનિર્વસિટીમાં ભણી છે અને તેની નાનપણથી જ એવી ઈચ્છા હતી કે, તે મોટી થઈને રોક સ્ટાર બને.ભૂમિ સિવાયના બે સ્પર્ધકોમાં આગ્રાનો રાકેશ અને હૈદરાબાદનો શ્રીરામ છે. ભૂમિ ઈન્ડિયન આઈડોલ જીતે માટે શનિવારના રોજ વડોદરામાં ભૂમિના મિત્રોએ શિવમંદિરમાં પૂજા કરી હતી. આટલું જ નહિ સમગ્ર શહેરમાં ભૂમિના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે.ભૂમિ જીતે તે માટે વડોદરાવાસીઓ ઘણાં બધા એસએમએસ પણ મોકલી રહ્યા છે. સમગ્ર શહેર ઈચ્છે છે કે, ભૂમિ જીતે અને વડોદરાનું નામ રોશન કરે.ઉલ્લેખનીય છે કે, ભૂમિ ઈન્ડિયન આઈડોલ 3 અને 4માં પણ હતી. જો કે તબિયત ખરાબ થવાને કારણે તે નીકળી ગઈ હતી. ઈન્ડિયન આઈડોલ 5ની ગ્રાન્ડ ફિનાલેમાં અમિતાભ બચ્ચન, કરિના કપૂર, અલિશા ચિનોય, શંકર મહાદેવન અને કૈલાશ ખેર આવવાના છે. આ સિવાય ઈન્ડિયન આઈડોલના ત્રણ જ્જીસ અનુ મલિક, સલીમ સુલેમાન અને સુનિધી ચૌહાણ પણ હાજર રહેવાના છે.
કુંડલિયા કોલેજમાં મજપા અને ભાજપના કાર્યકરો વચ્ચે બઘડાટી
મજપા દ્વારા શનિવારે રાજકોટની તમામ કોલેજો બંધનું એલાન આપ્યું હતું તેના ભાગરૂપે મજપાના આગેવાનો અને કાર્યકરો કુંડલિયા કોલેજ ખાતે બંધ કરાવવા ગયા હતા.આ સમયે વિદ્યાર્થિનીઓને બસમાં ધરાર બેસાડીને લોકાર્પણના કાર્યક્રમ સ્થળે લઇ જવામાં આવતી હોવાનો આક્ષેપ કરીને કાર્યકરોએ અમુક બસની હવા કાઢી નાખી હતી.મજપાના કાર્યકરોએ એવો આક્ષેપ કર્યો હતો કે છાત્રાઓને પરાણે લઇ જવામાં આવતી હોય વિરોધ કરવામાં આવ્યો હતો. કોલેજના સંચાલકોએ ભાજપના કાર્યકરો તેમજ પોલીસને ઘટનાસ્થળે બોલાવતા ભાજપના કાર્યકરો સાથે ઝપાઝપી થઇ હતી.મજપાએ એમ પણ કહ્યું હતું કે બઘડાટી બોલી જતાં મોટા ભાગની વિદ્યાર્થિનીઓ પોતાના ઘેર ચાલી ગઇ હતી જ્યારે બસમાં જ છાત્રાઓને યુનિવર્સિટી ખાતે લઇ જવાઇ હતી.મજપાના કાર્યકરોએ ગુંડાગીરી કર્યાનો પ્રિન્સપાલનો આક્ષેપ -કુંડલિયા કોલેજના પ્રિન્સપાલ અને સિન્ડિકેટ સભ્ય બાનુબેન ધકાણે એવો આક્ષેપ કર્યો હતો કે મજપાના કાર્યકરોએ રાષ્ટ્રીય શાળામાં આવેલી કુંડલિયા કોલેજ ખાતે ગુંડાગીરીનું વરવું પ્રદર્શન કર્યું હતું. દીકરીઓની હાજરીમાં બેફામ ગાળાગાળી કરવામાં આવી હતી. કેટલાક કાર્યકરો બસની ઉપર ચડી ગયા હતા. જે વિદ્યાર્થિનીઓ સ્વેચ્છાએ કાર્યક્રમમાં જવા માગતી હતી તેઓને પણ અટકાવવામાં આવી હતી.
યુવાને માસીયાઇ સાળી સાથે ઝેર ગટગટાવ્યું : બંનેનાં મોત
નખત્રાણા તાલુકાના દેવીસર ગામના યુવાને તેની માસીયાઇ સાળી સાથે જિંદાય ગામથી નાના અંગિયા તરફ જતા માર્ગ પર ઝેર ગટગટાવી લેતા બંનેના મોત નીપજ્યાં હતાં.મૂળ દેવીસરના મહેશ અમૃતલાલ કોલી (ઉ.વ.૨૮) અને તેની માસીયાઇ સાળી મનિષા જુમ્મા કોલી (ઉ.વ.રપ રહે. વિરાણી ગઢ, તા. માંડવી) આજે સવારે જિંદાય ગામથી નાના અંગિયા તરફ એક કિલોમીટરના અંતરે ઝેર પીધેલી હાલતમાં મળી આવ્યાં હતાં. જેમાં યુવતીનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે યુવાનને સારવાર અર્થે ભુજ ખસેડવા જતાં માર્ગમાં જ તેણે દમ તોડયો હતો. આ ઘટનાથી આઘાત પામેલી મહેશની પત્ની પણ બેભાન બની હતી.ઉલ્લેખનીય છે કે, મહેશનું સાસરિયું માંડવી તાલુકાના વિરાણ ગઢમાં આવેલું છે. જ્યાં છેલ્લા બે વર્ષથી તે તેના માસાજી સસરાની ખેતીમાં કામ કરતો હતો. મહેશ અને મનીષા પલાયન થયા બાદ યુવતીના માતા-પિતા ગઇકાલે દેવીસરમાં આવ્યા હતા. સવારે તપાસ કરી ત્યારે જિંદાયથી નાના અંગિયા તરફના માર્ગ પર બંને મળી આવ્યા હતા. જેમાં યુવતી મૃત હતી. બંનેને નખત્રાણા લાવ્યા બાદ જીવીત રહેતા યુવાનને સારવાર માટે ભુજ લઇ જવામાં આવ્યો પરંતુ રસ્તામાં જ તેણે જીવ ગુમાવ્યો હતો.આ બનાવ અંગે નખત્રાણાના પીએસઆઇ પી.વી. જાડેજા, કોન્સ્ટેબલ ભરતસિંહ જાડેજા, રાજુભાઇ ડાભી તપાસ ચલાવી રહ્યા છે. પરિણીત યુવાનને પાંચ વર્ષના લગ્નગાળામાં ચાર વર્ષની પુત્રી હોવાનું જાણવા મળે છે.
ગેરકાયદે ઘૂસેલા બંને પાકિસ્તાનીઓ છેવટે જેલ હવાલે
ગેરકાયદે રીતે ભારતની હદમાં પ્રવેશ કરનારા બે પાકિસ્તાની શખ્સો સામે નરા અને રાપર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યા બાદ કોર્ટ બંનેને જેલ હવાલે કર્યા હતા.સિંધ રાજ્યના શહાદપુર તાલુકાના જતિયાગોરનો રહેવાસી મહંમદ જુમન હાજી મૂસા કુંભાર (ઉ.વ.પ૦) નવેમ્બર ૨૦૦૯માં ઉત્તર ભારતની સરહદ પર પિલર નં. ૧૧૧૮, એસ/ર પાસે ઝડપાયો હતો. જ્યારે થરપારકર જિલ્લાના ડાબરીનો રહેવાસી રમેશ દેવજીમલ ભીલ (ઉ.વ.રપ) પ જાન્યુઆરી ૨૦૧૦ ના રોજ રાપરના બેલા નજીક સીમા સુરક્ષા ચોકી પાસેથી પકડાયો હતો. બંને સામે ભારતીય સીમાના જાહેર પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદે રીતે પાસપોર્ટ કે વિઝા વિના પ્રવેશ કરવાનો ગુનો નોંધાયો હતો.મહંમદ જુમનનને આજે નખત્રાણા કોર્ટમાં અને રમેશ ભીલને રાપર કોર્ટમાં રજૂ કરાતાં બંનેને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે પકડાયેલા બન્ને પાકિસ્તાનીઓની વિવિધ એજન્સીઓ દ્વારા કડક પૂછપરછ હાથ ધરાયા બાદ પોલીસે તેમની સામે આઇપીઆર કલમ ૩ અને ૬ ઉપરાંત અન્ય કલમો હેઠળ ગુના નોંધ્યા હતા.
સ્વતંત્રતા દિવસે ઓબામાની શુભેચ્છા
અમેરિકાના રાટ્રપતિ બરાક ઓબામાએ ભારતના ૬૪માં સ્વતંત્રતા દિવસ નિમિતે શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે. તેમણે પોતાના સંદેશમાં બંને દેશોનાં સંબંધો વધુ ગાઢ થાય તેવી ઇચ્છા વ્યક્ત કરી છે. તેણે કહ્યું છે કે ‘બંને દેશો વચ્ચેની સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ વધુ મજબુત બને તેવા પ્રયાસ કરવામાં આવશે.’ઓબામાંએ ભારતે આઝાદી માટે લડેલી અહિંસક લડાઈના પણ વખાણ કર્યા છે અને મહાત્મા ગાંધીના સત્ય અને અહિંસાનના માર્ગને અમેરિકના સિવિલ રાઈટ નેતા માર્ટિનુ લ્યુથર કિંગે પણ અપનાવ્યો હતો તેની પણ આ સંદેશમાં નોંધ લીધી છે.તેમણે વધુમાં જણાવતાં એમ પણ કહ્યું છે કે, ‘ભારતની ત્રાસવાદ અને અલગાવવાદ વિરોધી લડત અને તેની લોકશાહીએ ઘણા દેશો પર અસર કરી છે.’અમેરિકામાં વસતા ૨૦ લાખથી વધુ ભારતીયોના અમેરિકા માટેના તેમના યોગદાનને યાદ કરતાં કહ્યું છે કે ‘આ જ ભારતીય લોકોના કારણે બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં એક મજબુત સેતુ બંધાયો છે.’અમેરિકના રાષ્ટ્રપતિ બરાક ઓબોમાએ ભારતને સ્વતંત્રતા દિવસ પર પાઠવેલી શુભેચ્છામાં બંને દેશ વચ્ચેના દ્વિપક્ષિય સંબંધને મહત્વ આપ્યું છે
યુવરાજને ડેન્ગ્યુ, શ્રીલંકા સામે નહીં રમે
શ્રીલંકામાં રમાઈ રહેલી ત્રિકોણીય શ્રેણીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે સોમવારે રમાનારી વન ડે પહેલા ભારતને મોટો ફટકો પડ્યો છે. ટીમ ઈન્ડિયાનો ઓલ-રાઉન્ડર યુવરાજ સિંહ સોમવારના રોજ રમાનારી વન ડેમાં નહીં રમે.સૂત્રોના જણાવ્યા અનુસરા યુવરાજને ડેન્ગ્યુ થયો છે. તેથી યુવરાજ સિંહ આવતી કાલની મેચમાં નહીં રમે. ડોક્ટરોએ યુવરાજને એક અઠવાડિયા સુધી આરામ કરવાની સલાહ આપી છે.ઉલ્લેખનીય છે કે યુવરાજ સિંહ છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. આ ઉપરાંત તે ઈજાથી પણ પીડાઈ રહ્યો છે. શ્રીલંકા સામે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં યુવરાજ પ્રભાવશાળી પ્રદર્શન કરી શક્યો નહોતો. તથા ન્યૂઝિલેન્ડ સામેની પ્રથમ વન ડેમાં પણ યુવરાજ નિષ્ફળ રહ્યો હતો.હાલમાં ઈજાઓ ભારતીય ટીમ માટે માથાનો દુખાવો બની ગઈ છે. શ્રીલંકા પ્રવાસ પહેલા જ ઝહિર ખાન અને શ્રીસંતા ઈજાના કારણે પ્રવાસમાંથી બહાર થઈ ગયા હતા. બાદમાં ઈશાંત શર્મા પણ ઈજાગ્રસ્ત થયો હતો.
કારમા પરાજય બાદ ભારતનું લક્ષ્ય જીત
ભારત ત્રિકોણીય શ્રેણીમાં સોમવારે અહીં જ્યારે યજમાન શ્રીલંકા સામે વન-ડે રમવા માટે ઊતરશે ત્યારે તે શ્રેણીમાં પ્રથમ વિજય મેળવવાના પ્રયાસમાં રહેશે. બીજી તરફ પોતાની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને ત્રણ વિકેટે હરાવનાર શ્રીલંકન ટીમ પોતાની વિજયકૂચને જાળવી રાખવાનો પ્રયાસ કરશે. આ મેચનું ટેન સ્પોર્ટ્સ પર બપોરે ૨:૩૦ કલાકે પ્રસારણ કરાશે.જો કે રવિવારના રોજ ટીમ ઈન્ડિયાનો ઓલ-રાઉન્ડર યુવરાજ સિંહ ડેન્ગ્યુનો શિકાર બનતા તે સોમવારે શ્રીલંકા સામે રમાનારી મેચમાં રમી શકશે નહીં. ડોક્ટરોએ તેને અઠવાડિયાનો આરામ કરવાની સલાહ આપી છે.
સોહરાબુદ્દીને કૌસરબી અંગે પૂછતાં SP પરમારના હોશ ઊડી ગયા હતા
કૌસરબીને મોતને ઘાટ ઉતારી દેનારા એટીએસના તત્કાલીન અધિકારીઓ, સોહરાબુદ્દીન એન્કાઉન્ટરના બીજા દિવસે સોહરાબના ભાઈ રૂબાબુદ્દીનના મોઢે કૌસરબી ક્યાં છે..! તેવું સાંભળીને ચોંકી ઊઠ્યા હતા..! કદાચ તેઓ એ વાતથી અજાણ હતા કે સોહરાબુદ્દીન અને કૌસરબી હૈદરાબાદથી સાંગલી જવા માટે સાથે નીકળ્યાં છે તે વાત સોહરાબુદ્દીનના પરિવારજનો પણ જાણતા હતા.સોહરાબુદ્દીનના ભાઈ રૂબાબુદ્દીને સીબીઆઈ સમક્ષના નિવેદનમાં જણાવ્યું હતું કે તે અને અન્ય સંબંધીઓ ૨૭મીના રોજ વહેલી સવારે સિવિલના પોસ્ટમોર્ટમ રૂમ પર પહોંચ્યા બાદ તેમને એટીએસ ઓફિસ જવાનું કહેવામાં આવતાં તેઓ શાહીબાગ ડફનાળે આવેલી એટીએસની ઓફિસે પહોંચી ગયા હતા. લગભગ બે કલાક રાહ જોયા બાદ એસીપી એમ. એલ. પરમાર ત્યાં આવ્યા હતા. તેઓ રૂબાબુદ્દીનને સાથે લઈને સિવિલ પહોંચ્યા હતા. સોહરાબુદ્દીનનો મૃતદેહ જોયા બાદ તુરત જ રૂબાબુદ્દીને એસીપી પરમારને પ્રશ્ન પૂછયો હતો કે કૌસરબી ક્યાં છે? આ સાંભળીને એસીપી પરમારના હોશ ઊડી ગયા હતા અને તેણે જવાબમાં કહ્યું હતું કે ‘કોણ કૌસર બી..’
મોદીનો ચોક્કસ જ વારો આવશે : શંકરસિંહ
‘સોહરાબુદ્દીન મુદ્દે રાજ્યના માજી ગૃહરાજ્યમંત્રી અમિત શાહ જેલમાં છે તે બતાવે છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. તેમ છતાં કોંગ્રેસ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન અમલમાં લાવવાની માગ નહીં કરે.ભાજપ પોતાની મોતે જ મરશે. અમિત શાહ પાસે ગૃહ વિભાગનો સ્વતંત્ર હવાલો ન હતો. તેનો હવાલો તો મુખ્યમંત્રી પાસે હતો. શાહ ઉપર લાગેલી તમામ કલમો મુખ્યમંત્રી ઉપર પણ લાગશે,’ તેમ ગુજરાતના માજી મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ શુક્રવારે સુરત સર્કિટ હાઉસ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું.વાઘેલાએ વેંકૈયાના પડકારનો જવાબ આપતા હોય તે રીતે કોંગ્રેસ વતી સીબીઆઈના ભાવિ પગલાનો નિર્દેશ કર્યો હતો. તેમણે તો ત્યારના કેન્દ્રીય ગૃહપ્રધાન લાલકૃષ્ણ અડવાણી ઉપર પણ આરોપ કર્યો હતો કે તેમની જાણ વગર એન્કાઉન્ટર શક્ય નથી.
પેરિસ :ચોરી કરવાની અજબ-ગજબ રીત...
ચોરી કરવા માટે લોકો અવનવી તરકીબો શોધી કાઢતા હોય છે. આવી જ રીતે એક નવો જ નુસખો અપનાવી પેરિસમાં એક ચોરી થઈ હતી. રસપ્રદ વાત એ છે કે આ ચોરીમાં કોઈ પુરુષ નહીં પરંતુ 20 વર્ષની યુવતીઓ સંડોવાયેલી છે.આ બંને યુવતીઓએ પેરિસમાં એક એટીએમ મશિનમાંથી એક વ્યક્તિના 300 યૂરોની ચોરી કરી લીધી હતી. યુવકે જેવો એટીએમ મશીનમાં પોતાનો પાસવર્ડ નાખ્યો કે એટીએમમાં હાજર એક યુવતીએ પોતાના બ્રેસ્ટ તેને બતાવ્યા હતાં.એવામાં તેનું ધ્યાન એટીએમ પરથી હટી ગયું હતું. આ સમયનો લાભ લઈને બીજી યુવતીએ તેના ખાતામાંથી 300 યૂરોની ચોરી કરી લીધી હતી. એટીએમમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં આ ચોરીનો પર્દાફાશ થયો હતો.પોલીસે આ અંગે જણાવ્યું હતું કે બંને ચોરની ઓળખ થઈ શકી નથી. તેમજ પોલીસે એવી સલાહ આપી છે કે એટીએમમાં પૈસા કાઢતી વખતે ધ્યાન ભગ્ન ન થાય તેનું ધ્યાન રાખવું, પછી તે વસ્તુ ગમે તેટલી આકર્ષક ભલે હોય તેની તરફ ધ્યાન ન આપવું.
વિશ્વની પ્રથમ થ્રી-ડી પોર્ન ફિલ્મનું શૂટિંગ
દિગ્દર્શક ક્રિસ્ટોફર સન (નીચે ડાબે) હોંગકોંગમાં ફિલ્મ ‘થ્રી-ડી સેક્સ એન્ડ ઝેન: એક્સ્ટ્રીમ એક્સ્ટસી’ના સેટ પર જાપાનની એડલ્ટ ફિલ્મોની હિરોઈન સાઓરી હારા (જમણે દ્વિતીય) અને અભિનેતા હીરો હયાના (વચ્ચે)ને સૂચના આપી રહ્યા છે. હોંગકોંગના નિર્માતાઓના એક જુથે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે, જે વિશ્વની પ્રથમ થ્રી-ડી પોર્નોગ્રાફિક ફિલ્મ હોવાનો તેઓનો દાવો છે. ૩.૨ મિલિયન અમેરિકન ડોલરના ખર્ચે બની રહેલી આ ફિલ્મ મે, ૨૦૧૧માં રિલીઝ થશે. આ ફિલ્મે માત્ર એશિયન જ નહીં, પરંતુ યુરોપિયન અને અમેરિકન ફિલ્મ બજારોમાં પણ રસ જગાવ્યો હોવાનું ‘સન્ડે મોર્નિંગ પોસ્ટ’એ તેના અહેવાલમાં જણાવ્યું છે.
ઉતરી ગયો યુનિયન જેક અને લહેરાયો તિરંગો
ટલીક દુર્લભ તસવીરો દ્વારા અમે તેમને આઝાદીની પ્રક્રિયાની કેમેરાની નજરે સફર કરાવવા માગીએ છીએ. ભારતની આઝાદી માટે લોર્ડ માઉન્ટબેટન, જવાહરલાલ નેહરૂ અને મહંમદ અલી ઝીણાએ ચર્ચા કરી હતી. છેવટે, નક્કી થયું કે, અંખડ ભારતનું વિભાજન થશે જ. આ માટેના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. નેહરૂ દ્વારા અડધી રાત્રે ફ્રીડમ એટ મીડ નાઈટનું પ્રવચન આપવામાં આવ્યું. તેમણે સંસદના મધ્ય હોલમાં શપથ લીધા. 15 મી ઓગસ્ટના દિવસે તેમણે લાલ કિલ્લા પરથી પ્રવચન કર્યું હતું.
16 August 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment