visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
ધો-૧૦માં ગુજરાતીના પેપરમાં ૫૦ ગુણના ૧૩ પ્રશ્નો પુછાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ની પરીક્ષા માટે ગુજરાતી પ્રથમ અને દ્વિતીય ભાષાના પેપરનું પરિરૂપ જાહેર કરાયું હતું.ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટેનું ગુજરાતી પ્રથમ ભાષાનું પેપર બે ભાગમાં લેવામાં આવશે. જેમાં પાર્ટ-એમાં ૫૦ ગુણના હેતુલક્ષી પ્રશ્નો પુછાશે. જ્યારે પાર્ટ-બીમાં ૫૦ ગુણના ૧૩ પ્રશ્નો પુછાશે. ગુજરાતીના પેપરમાં પણ માત્ર ૧૫ ગુણના જ અઘરા પ્રશ્નો પુછાશે.પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડદ્વારા બુધવારે ધોરણ-૧૦ ગુજરાતી પ્રથમ અને દ્વિતીય ભાષાના પ્રશ્નપત્રનું પરિરૂપ જાહેર કરવામાં આવ્યું છે.ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી પ્રથમ ભાષાના પરિરૂપમાં બોર્ડ દ્વારા બે પાર્ટમાં પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે. પાર્ટ-એમાં હેતુલક્ષી પ્રકારના ૫૦ ગુણના ૫૦ પ્રશ્નો પૂછવામાં આવશે. જેના માટે વિદ્યાર્થીઓને ૭૫ મિનિટ આપવામાં આવશે.જ્યારે પાર્ટ-બીમાં નબિંધલક્ષી પ્રકારના ૨૩ ગુણના ૪ પ્રશ્નો, ટૂંકા જવાબી ૧૨ ગુણના ત્રણ પ્રશ્નો અને અતિ ટૂંકા જવાબી ૧૫ ગુણના ૬ પ્રશ્નો પૂછવામાં આવશે. આમ પાર્ટ-બીમાં ૫૦ ગુણના ૧૩ પ્રશ્નો પૂછવામાં આવશે. ગુજરાતીના ૧૦૦ ગુણના બે પ્રશ્નપત્રમાં ૫૦ ગુણના સરળ પ્રશ્નો, ૩૫ ગુણના મધ્યમ પ્રશ્નો અને ૧૫ ગુણના અઘરા પ્રશ્નો રહેશે.અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી દ્વિતીય ભાષામાં પાર્ટ-એમાં ૫૦ ગુણના ૫૦ હેતુલક્ષી પ્રશ્નો હશે. પાર્ટ-બીમાં ૫૦ ગુણના ૨૩ પ્રશ્નો પૂછવામાં આવશે. જેમાં નબિંધ પ્રકારના ૨૩ ગુણના ૪ પ્રશ્નો, દીર્ઘ જવાબીના ૩ ગુણના ૧ પ્રશ્ન, ટૂંકા જવાબી ૧૨ ગુણના ૬ પ્રશ્નો અને અતિ ટૂંકા જવાબી ૧૨ ગુણના ૧૨ પ્રશ્નો પુછાશે.
સૌરાષ્ટ્રમાંથી કોણ બનશે મંત્રી?
જામનગરના ધારાસભ્ય વસુબેન ત્રિવેદીનું નામ મોખરે: મનપાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાનુબેન બાબરિયા માટે પણ તક.ગુજરાત સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ આવતીકાલે થવાનું છે તેની પૂર્વસંધ્યાએ આજે રાજ્યના રાજકારણમાં અને સાથે જ સૌરાષ્ટ્રમાં પણ અટકળો અને ઉત્તેજના શરૂ થયાં છે. કોનો સમાવેશ મંત્રીમંડળમાં થશે? તેની વાતો શરૂ થઇ છે સાથે જ એવી ચર્ચા પણ છે કે કોર્પોરેશનની ચૂંટણી આગામી પખવાડિયાંમાં જ જાહેર થાય તે પૂર્વે બોર્ડ-નિગમમાં હોદ્દેદારોની પણ વરણી થશે, તેથી હમણા ભાજપના આગેવાનોના હૈયામાં આશાઓ ઉભરાઇ રહી છે.આવતીકાલે મંત્રમંડળનું વિસ્તરણ થશે. પાંચ કે છ નવા મંત્રીઓ ઉમેરાય તેવી સંભાવના છે. આમ તો અત્યાર સુધીમાં મોદીએ મર્યાદિત મંત્રીઓથી જ રાજ્યનો વહીવટ ચલાવ્યો છે પરંતુ હવે સમય અલગ છે. અને તેથી ફેરફાર થઇ રહ્યા છે.નવા ચહેરાઓમાં સૌરાષ્ટ્રના કેટલા હશે તેની ચર્ચા છે. સિનિયર નેતા મોહનભાઇ કુંડારિયા છે, પરંતુ તેમની પાસે જિલ્લા પ્રમુખની જવાબદારી છે, ભરત બોઘરા જાયન્ટ કિલર છે પરંતુ તેઓ યુવા ભાજપમાં ઉચ્ચ હોદ્દો ધરાવે છે. જશુબેન કોરાટ એક વખત મિનસ્ટિર બની ગયા છે હવે તેમને આ સરકારમાં ચાન્સ મળે તેવી શક્યતા ઓછી છે.
ગોંધી રખાયા બાદ ગરીબોનું કલ્યાણ કરાયું
રાજકોટમાં આજે યોજાયેલા પ્રથમ ગરીબ કલ્યાણ મેળામાં કાર્યક્રમનો સમય ૬ વાગ્યાનો હતો પરંતુ સમયસર પૂરતી સંખ્યા કરવા માટે લાભાર્થીઓને ૨ વાગ્યામાં જ કાર્યક્રમનું સ્થળ યાર્ડના મેદાનમાં બોલાવી લેવાયા હતા અને ચાર કલાક સુધી ત્યાં જ બેસાડી રખાતા લાભાર્થીઓ અકળાઇ ગયા હતા.રાજ્ય સરકારના ગરીબ કલ્યાણ મેળા યોજનાનું સંચાલન મહાપાલિકા દ્વારા થઇ રહ્યું છે. શહેરમાં ઇસ્ટ, સેન્ટ્રલ અને વેસ્ટ એમ ઝોનવાઇઝ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં આજે ઇસ્ટ ઝોન માટેનો ગરીબ કલ્યાણ મેળો માર્કેટિંગ યાર્ડ ખાતે રાખવામાં આવ્યો હતો.કાર્યક્રમનો સમય સાંજે ૭ વાગ્યે રાખવામાં આવ્યો છે. પરંતુ લાભાર્થીઓને ૨ વાગ્યે જ બોલાવી લેવામાં આવ્યા હતા. મેળાના નિધૉરિત સમય પૂર્વે સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભાજપના સ્થાનિક અગ્રણીઓના ભાષણ રાખવામાં આવ્યા હતા.
સંગમ નારાયણ મંદિરે શીશ ઝૂકાવી શુટિંગનો આરંભ કરતા મહાનાયક
મીઠાપુરના નિવાસસ્થાનેથી દ્વારકા પહોંચેલા બીગ બીનો કાફલો ગોમતી ઘાટે પહોંચ્યો હતો. મહાનાયક કારમાંથી ઉતરી ૫૦૦ મીટર સુધી પગપાળા ચાલી સંગમ નારાયણ મંદિરે શિશ ઝુકાવી આશિવૉદ મેળવ્યા હતાં. ત્યારબાદ બીગ બી એ કૃષ્ણ કર્મભુમિમાં શુટિંગના શ્રીગણેશ કર્યા હતાં. ચાર તબકકામાં પૂર્ણ થયેલા શુટિંગ બાદ બીગ બી એ મોટા ભાગનો સમય પોતાની અલાયદી વાનમાં ગાળ્યો હતો.ખુશ્બુ ગુજરાત કી ફિલ્માંકનમાં ચારધામ પૈકીના એક એવા દ્વારકાધામની કરાયેલી પસંદગી બાદ બચ્ચન સહિતનો કાફલો ગુરૂવારે પોરબંદરથી મીઠાપુર આવ્યો હતો. શુક્રવારે સવારે બીગ બી પોતાની કારમાં બેસી સાત વાગ્યે દ્વારકામાં પ્રવેશ કર્યો હતો. ધીરૂભાઇ માર્ગથી આ કાફલો સીધો ગોમતી ઘાટ પર આવ્યો હતો. જ્યાં બીગ બી કારમાંથી ઉતરી તેમની અલાયદી વાનમાં બેસી ગયા હતા.ત્યારબાદ સલવાર-કુર્તામાં સજ્જ બીગ બી વાનમાંથી ઉતરી ઉઘાડા પગે ચાલી સમુદ્ર અને ગોમતી નદીના સંગમ સ્થળે આવેલા સંગમ નારાયણના મંદિરે ગયા હતાં. જ્યાં પુજા-અર્ચના કરી મહાનાયકે શુટિંગના લોકેશન તરફ પ્રયાણ કર્યું હતું. ગોમતીઘાટ, છપ્પન સીડી, સ્વર્ગદ્વાર અને મંદિર પરિસરમાં શુટિંગ કાર્ય પૂર્ણ કરી મહાનાયકે મંદિર નજીકના શારદાપીઠની મુલાકાત લીધી હતી.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment