16 August 2010

‘ધન્ય ધરા સૌરાષ્ટ્રની’ જોઇ રાજકોટવાસીઓ ધન્ય

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


‘ધન્ય ધરા સૌરાષ્ટ્રની’ જોઇ રાજકોટવાસીઓ ધન્ય
સૌરાષ્ટ્રનો ઈતિહાસ, સંસ્કૃતિનું રસાળ-રસપ્રદ વર્ણન.

સોમનાથની ગાથા, સિધ્ધહેમનું ગુજરાતી ભાષાને યોગદાન, દ્વારિકાના દર્શન, તલવારનો રાસ આ બધી જ વિશેષતાભરી બાબતો એક જ મંચ પર એક સાથે સંભવી કેવી રીતે શકે તેવા એક પ્રશ્નનો સરસ જવાબ રાજકોટવાસીઓને મળ્યો હતો. સ્વતંત્રતા પર્વ નિમિત્તે રજુ થયેલાં ધન્ય ધરા સૌરાષ્ટ્રની કાર્યક્રમને લોકોએ ભાવવિભોર થઇને, ક્યારેક સજ્જડ નેત્રે તો ક્યારેક રૂવાડા ઉભા થઇ ગયા હોય તે રીતે માણ્યો હતો.રેસકોર્સ મેદાનમાં શનિવારે સાંજે ૮ વાગ્યે સૌરાષ્ટ્રની ઐતિહાસિક વાતો, વારસો સંસ્કૃતિને વણી લેતો લાઇટ એન્ડ સાઉન્ડ શો ધન્ય ધરા સૌરાષ્ટ્રની હજારો લોકોની મેદની વચ્ચે રજુ થયો હતો. જાણીતા લેખક વિષ્નુ પંડ્યા લિખિત આ કૃતિનું મંચન, લાઇટ એરેન્જમેન્ટ, મ્યુઝીક ડિરેકશન, કોરિયોગ્રાફી, દર્શકોના મન મોહી લે તેવા હતા. અનેક મહત્વના પ્રસંગો ટુંકા સમયમાં પણ તેમાં આવરી લેવાયા હતા.સૌરાષ્ટ્રની ભૂમિમાંથી આવતી સંસ્કારની સોડમ આ સ્ક્રીપ્ટમાં વણી લેવાઇ હતી. ઓડીયન્સમાં લાઇટ છેક સુધી ચાલુ રહેતાં અને લોકોની અવર-જવર હોવાથી માહોલ થોડો વિક્ષેપિત થયો હતો. ૧૬૫ કલાકારોના કાફલાએ વિવિધ પ્રસંગો માટે અભિનય કર્યો હતો.


આજે ભારતીય ટીમ માટે 'કરો યા મરો'

દામ્બુલામાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાશે. ત્રણ દેશોની આ શ્રેણીમાં ભારતને પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જો ભારત આજે પણ પરાજય મેળવશે તો ટૂર્નામેન્ટમાં ટકી રહેવું ભારત માટે સરળ નહીં રહે.જો ભારત આ મેચ જીતી જશે તો દરેક ટીમ એક-એક મેચ જીતી જશે. પરંતુ ભારતને ફક્ત જીતથી મતલભ નથી રાખવાનો પરંતુ મોટા અંતરથી હાર આપવી પડશે કારણે મેચમાં 200 રનથી પરાજય મેળવીને બોનસ પોઈન્ટ પણ ન્યૂઝીલેન્ડને આપી દીધા છે.ભારતીય ટીમમાં સૌથી મોટી સમયસ્યા બોલિંગની છે. ઈશાંત શર્મા પહેલી જ મેચમાં ઈજાગ્રસ્ત હોવાના કારણે મેચ રમી શક્યો નહોતો પરંતુ તેણે નેટ પ્રેક્ટિસ કરી છે અને સંભાવના છે કે તેનો અંતિમ 11માં સામેલ કરવામાં આવશે. રવિન્દ્ર જાડેજાના ફોર્મને લઈને પણ ટીમમાં સવાલ ઉભા થયા હતાં. આ સિવાય રોહિત શર્મા, વિરાટ કોહલી, દિનેશ કાર્તિકને પણ ટીમમાં રહેવા માટે સારું પ્રદર્શન કરવું પડશે.વીરેન્દ્ર સેહવાગ અને સુરેશ રૈના પહેલી મેચ બાદ થોડા સમય માટે ભારત પરત ફર્યો હતો પરંતુ હવે બન્ને દામ્બુલામાં તૈયાર છે. ટીમ ઈન્ડિયાનો ઓલ-રાઉન્ડર યુવરાજ સિંહને ડેન્ગ્યુ થયો હોવાથી તે વન-ડેમાં રમશે નહીં.


નક્સલીઓ તૈયાર કરી રહ્યાં છે, આત્મઘાતી ટુકડીઓ!

દેશની આંતરીક સુરક્ષા માટે સૌથી મોટો ખતરો બની ચુકેલા નક્સલીઓ હવે આત્મઘાતી ટુકડીઓ તૈયાર કરવામાં લાગી ગયા છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે, નક્સલી કેરળના જંગલોમાં આત્મઘાતી હુમલાની ટ્રેનિંગ લઈ રહ્યાં છે.સૂત્રોએ જણાવ્યું છે કે આ નક્સલીઓના નિશાના પર દેશના મોટા રાજનેતાઓ છે. નક્સલીઓને આ તાલીમ આપવા માટે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ આર્થિક મદદ કરી રહી છે.હાલમાં જ સમાચાર આવ્યા હતા કે પાકિસ્તાનમાં બેઠેલા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમની ભારતમાં તબાહી મચાવાની મનસા છે. તેના માટે દાઉદ ઈબ્રાહીમ માઓવાદીઓ સાથે હાથ મિલાવી રહ્યો છે. તે પોતાના ગુર્ગા દ્વારા માઓવાદીઓ સાથે ગઠજોડ બનાવવાની કોશિશમાં લાગેલો છે. આ જાણકારી પોલીસને નક્સલીઓ સાથે સંબંધના આરોપમાં ધરપકડ કરાયેલા ચાર લોકોએ આપી છે.


કેબિનેટને સાંસદોનો 3 ગણો પગાર વધારો નામંજૂર

આવશ્યક ચીજ-વસ્તુઓના ભાવ આકાશને આંબી રહ્યાં છે. માઝા મૂકેલી મોંઘવારીથી પ્રજા પરેશના છે. ત્યારે ભાવવધારાથી પરેશાન જનતાને સંસદના મોનસૂન સત્રમાં અર્થશાસ્ત્ર અને તર્કશાસ્ત્ર દ્વારા મોંઘવારીનો મર્મ સમજાવ્યા બાદ આજે કેબિનેટે સાંસદોનો પગાર ત્રણ ગણો કરવાના નિર્ણય પર મંજૂરીની મ્હોર મારી નથી. કેબિનેટની બેઠકમાં સાંસદોના ત્રણ ગણાં પગાર વધારાને મંત્રીમંડળે મંજૂરી આપી નથી. જો કે સાંસદોના ત્રણ ગણાં પગાર વધારાના બિલને કેબિનેટની મંજૂરી બાદ લોકસભામાં આ સપ્તાહમાં મૂકવામાં આવનાર હતું.આ વધારા બાદ સાંસદોનો પગાર લગભગ 50 હજાર રૂપિયા થઈ જશે. આ સિવાય તેમનું દૈનિક ભથ્થું એક હજાર રૂપિયાથી વધારીને બે હજાર રૂપિયા કરી દેવાશે. આ વધારાનો ફાયદો 795 સાંસદોને મળશે. આ સિવાય 545 લોકસભા અને 250 રાજ્યસભાના સાંસદો સામેલ છે.આ વાતની પૂરી સંભાવના છે કે લોકસભામાં પણ આ બિલને મંજૂરી મળી જશે. જો કે કેન્દ્ર સરકારે સંસદની સ્થાયી સમિતિની કેટલીક ભલામણોને નામંજૂર કરી દીધી છે. તેમાં ફોન, રેલવે અને વિમાન ભથ્થાં વધારવાની વાત સામેલ છે.આ પહેલા જૂનમાં જ સાંસદોનો પગાર વધારવાની કવાયત સંસદની સ્થાયી સમિતિની ભલામણ સાથે શરૂ થઈ હતી. સંસદની એક સ્થાયી સમિતિએ ભલામણ કરી હતી કે સાંસદોના એક માસનો પગાર 16 હજાર રૂપિયાથી વધારીને 80001 રૂપિયા એટલે કે કેન્દ્ર સરકારના સચિવ સ્તરના અધિકારીથી એક રૂપિયો વધારે કરવાની ભલામણ કરવામાં આવી હતી.


રાજૌરીમાં એન્કાઉન્ટર, 2 આતંકીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં લશ્કરે તોઈબા અને સુરક્ષાદળો વચ્ચે છેલ્લા 72 કલાકથી ચાલી રેહલું એન્કાઉન્ટર હજી પણ ચાલુ છે. ગઈકાલે એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા અને રાષ્ટ્રીય રાયફલ્સનો એક જવાન શહીદ થયો હતો.
સુરક્ષાદળોએ રાજૌરીના એક ગામમાં પાંચ આતંકવાદીને છેલ્લા 72 કલાકથી ઘેરી રાખ્યા છે. બંને તરફથી ભારે ગોળીબારી થઈ રહી છે. બે આતંકવાદીઓ માર્યા ગયા છે અને હજી ત્રણ છુપાયેલા છે.લાઈન ઓફ કંટ્રોલ નજીક ચાલી રહેલા આ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીને ઘેરી લીધા છે અને બહાર નીકળવાના તમામ રસ્તાઓ બંધ કરી દીધા છે. એન્કાઉન્ટરમાં એક મેજર અને એક જવાન ઘાયલ થયા છે.


અમેરિકામાં ફરી મંદીની આશંકા

અમેરિકા હજુ પૂરી રીતે મંદીની બહાર નથી આવ્યું ત્યાં ફરી મંદીની આશંકાઓ વર્તાઇ રહિ છે. 2008માં આવેલી મંદી દરમિયાન પોતાની નોકરીઓ ગુમાવી ચૂકેલા લાખો લોકો હજુ પણ મંદીના કારણે બેરોજગાર હાલતમાં સમય વિતાવી રહ્યા છે. આ ઉપરાંત અમેરિકાની આર્થિક વૃદ્ધી પણ ખુબ જ ધીમી પડી ગઇ છે. મંદીના ઓછાયા હેઠળ અર્થશાસ્ત્રીઓ અત્યારથી આર્થિક પેકેજની માંગણી કરવા લાગ્યાં છે.અમેરિકાના કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વના ચેરમેન બેન એસ બર્નાનકે પણ અગાઉ નિવેદન કરી ચૂંક્યાં છે કે અમેરિકાની અર્થવ્યવસ્થા હજુ પણ મંદિની મારમાંથી સંપૂર્ણ રીતે બહાર આવી નથી. આ તમામ બાબતોની અસર અમેરિકાના બજાર પર દેખાઇ રહિ છે. પાછલા અઠવાડિયે ડાઉ જોન્સ પણ 350 અંક નીચે પડી ગયો હતો. આ તમામ પરિસ્થિતિ પરથી અમેરિકાની મંદીની સંભાવનાથી ઇન્કારન કરી શકાય. જો કે વિશેષજ્ઞો હજુ પણ સ્પષ્ટ રીતે નથી જણાવી શકતા કે મંદિની અસર કેટલી થશે.


વડોદરામાં વરસાદના વિઘ્ન વચ્ચે સ્વાતંત્રય પર્વ મનાવાયું


વડોદરામાં વરસતા વરસાદને કારણે ધ્વજવંદન કાર્યક્રમો યોજી રાષ્ટ્રધ્વજનું સંપૂર્ણ સન્માન જાળવતા શહેરીજનો. સાંસદ ફંડમાંથી શહેરીજનો માટે ઊભી કરાયેલી ડિઝિટલ એક્સ-રે સુવિધાનું લોકાર્પણ : શહેરીજનો માત્ર રૂ.૮૦ માં એક્સ-રે સુવિધાનો લાભ લઇ શકશે. વડોદરા શહેરમાં આજે સવારથી શરૂ થયેલા ઝરમર-ઝરમર વરસાદના વિઘ્ન વચ્ચે દેશના ૬૪ માં સ્વાતંત્રય પર્વની દેશભિકત સાથે ઉજવણી કરાઇ હતી. વરસાદને કારણે ઠેરઠેર ધ્વજવંદન કાર્યક્રમો મોટા હોલમાં યોજવાની ફરજ પડી હતી. મેયર-સાંસદ બાળકૃષ્ણ શુકલે જ્યુબિલીબાગ ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવી શહેરીજનોને સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવી હતી.
શહેરમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ છવાયા બાદ ૭ વાગ્યાથી કેટલાક સ્થળોએ ઝરમર-ઝરમર વરસાદ તો ક્યાંક વરસાદનું જોરદાર ઝાપટું પડતાં સ્વાતંત્રય પર્વની ઉજવણીમાં વિક્ષેપ પડ્યો હતો. પરિણામે શહેરની મોટાભાગની શાળાઓના મેદાનમાં આયોજિત કરાયેલા ધ્વજવંદન સમારોહ હોલમાં યોજવાની ફરજ પડી હતી. વરસતા વરસાદને કારણે ઠેરઠેર ધ્વજવંદન કાર્યક્રમો હોલમાં યોજી રાષ્ટ્રધ્વજનું સંપૂર્ણ સન્માન જાળવી શહેરીજનોએ અનોખી દેશભિકતનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.વડોદરા મહાનગર સેવાસદન દ્વારા જયુબિલીબાગ ખાતે આયોજિત સ્વતંત્રતા દિનની ઉજવણીના કાર્યક્રમમાં મેયર-સાંસદ બાળકૃષ્ણ શુકલે ત્રિરંગો લહેરાવી શહેરીજનોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે આ પ્રસંગે સાંસદ ગ્રાંટમાંથી રૂ.૧૫ લાખના ખર્ચે જયુબિલીબાગ એક્સ-રે સેન્ટરમાં ઊભી કરાયેલી ડિઝિટલ એક્સ-રે સુવિધાનું લોકાર્પણ કર્યું હતું. આ સુવિધા શરૂ થતાં શહેરીજનોને હવે એક્સ-રે સુવિધા માત્ર રૂ.૮૦ માં ઉપલબ્ધ થશે.


વડોદરા જિલ્લાનું સ્વાતંત્રય પર્વ પાદરામાં ઉજવાયું

વડોદરા જિલ્લા કક્ષાના સ્વાતંત્રય પર્વની આજે પાદરા નગરમાં અનોખા દેશદાઝ સાથે ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે રાષ્ટ્રધ્વજ લહેરાવી રાજ્યના પુરવઠા અને પંચાયત મંત્રી નરોત્તમભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતે આતંકવાદનો સફળતા પૂર્વક સામનો કર્યો છે ત્યારે આતંકવાદ સામે લડનારા પોલીસ જવાનોને રાજ્ય સરકાર અન્યાય નહીં થવા દે.સ્વાતંત્રય પર્વે તેમણે પાદરા તાલુકાના વિકાસ માટે રાજ્ય સરકાર તરફથી રૂ.૨૫ લાખનું અનુદાન આપવાની ઘોષણા કરી હતી. પાદરા નગરની પી.પી.શ્રોફ હાઇસ્કૂલના મેદાનમાં આયોજિત ૬૪ મા સ્વાતંત્રય પર્વની ઉજવણી પ્રસંગે મંત્રી નરોત્તમભાઇ પટેલે ત્રિરંગો લહેરાવ્યા બાદ તેમના પ્રવચનમાં નાગરિકોને સ્વાતંત્રય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.તેમણે સ્વતંત્રતા માટેના બલિદાનીઓને આદર અંજલિ આપતાં જણાવ્યું હતું કે, દેશ આતંકવાદ સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે ગુજરાતે આતંકવાદનો સફળતાપૂર્વક સામનો કરી રાજ્યના જાંબાજ પોલીસ જવાનો


સચિન બ્રિજ પર ટ્રકે પિતા અને બે પુત્રીને કચડ્યાં

શહેરના છેવાડે આવેલા સચિન બ્રિજ ઊતરતા જ એક કાળમુખી ટ્રકના ચાલકે બાઇક પર જઈ રહેલાં ત્રણ બાળકી અને તેમના પિતાને અડફેટે લીધાં હતાં. આ ટ્રકના ૧૦ પૈંડાંઓએ ત્રણના જીવનચક્ર થંભાવી દીધા હતા. આ અકસ્માતમાં બે માસૂમ બાળકી અને તેમના પિતાનું ટ્રકના ટાયર નીચે કચડાઈ જવાથી ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું.સચિન-પારડી ખાતે આવેલી શક્તિ સોસાયટીમાં રહેતા અને કલર ટેક્સમાં ફરજ બજાવતા મૂળ જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામના વતની મનસુખભાઈ બામણિયા દર શનિવારની જેમ બાળકોને લેવા માટે મોટરસાઇકલ પર સચિનની એલ. ડી. હાઇસ્કૂલે ગયા હતા. તેમને સંતાનમાં ત્રણ પુત્રીઓ છે, જે ત્રણેય એલ. ડી. હાઈસ્કૂલમાં જ ભણતી હતી. જેમાંથી મોટી પુત્રી મિનાક્ષી(૧૪) ધોરણ-૯માં, બીજી પુત્રી(૧૨) ધોરણ-૭માં અને ત્રીજી પુત્રી રોશની(૫) ધોરણ ૧માં અભ્યાસ કરે છે. સ્કૂલ છૂટતાં જ સવારે ૧૧:૦૦ વાગ્યે મનસુખભાઈ ત્રણેય પુત્રીઓને બાઇક પર બેસાડીને સચિન-પારડીમાં આવેલા પોતાના નિવાસસ્થાન તરફ જવા રવાના થયા હતા.દરમિયાન સચિનનો બ્રિજ ઊતરતાં જ ડાબી બાજુના પેટ્રોલ પંપ પર તેમણે બાઇક ઊભી રાખી હતી અને બાઇકમાં પેટ્રોલ ભરાવ્યું હતું. ૧૧:૧પ વાગ્યે તેઓ પેટ્રોલપંપ પરથી નીકળ્યા અને બ્રિજ ઊતરી રહેલી એક લોડેડ ટ્રકે તેમને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મનસુખભાઈ, તેમની મોટી પુત્રી મિનાક્ષી અને બીજી પુત્રી રોશની ટ્રકનાં ટાયરો નીચે કચડાઈ જતાં ત્રણેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.જ્યારે ઇજા પામેલી ત્રીજી પુત્રી સ્નેહાને સચિન ખાતે આવેલી શિવમ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં હતી. બનાવ અંગે પોલીસને જાણ થતાં સચિનના પીઆઈ કે. એન. પટેલ તાત્કાલિક ઘટનાસ્થળે ધસી ગયા હતા અને ટ્રકને ક્રેઇનની મદદથી ઊંચકીને ખસેડી મૃતદેહો બહાર કાઢયા હતા. ગફલતભેર ટ્રક હાંકનારા ચાલકની પોલીસે ધરપકડ કરી છે.


ઈમેલ કરીને મનપસંદ પુસ્તક વાંચવા મળશે

આજકાલના સમયના અભાવે ઘણા લોકો પોતાની વાંચનતૃષા સંતોષી શકતાં નથી. જેથી આણંદ-વિદ્યાનગરમાં વસતાં કેટલાંક પુસ્તક પ્રેમીઓએ ક્લબ બનાવી છે. ક્લબના સભ્યો દર મહિનાના પ્રથમ રવિવારે બુક રીવ્યુ કર્યા બાદ તેને વેબસાઇટ પર મુકવામાં આવશે. આ ઉપરાંત વાંચન પ્રેમીને માત્ર એક ઈમેલ કરીને મનપસંદ પુસ્તક વાંચવા મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા જઈ રહ્યા છે.ધ આણંદ-વિદ્યાનગર બુક બ્રાઉસર્સ ક્લબ દ્વારા રજી ઓગસ્ટ ર૦૦૯ના રોજ બુક વોમ્સની શરૂઆત કરવામાં આવી હતી. જેને એક વર્ષ પૂર્ણ થતાં રવિવારે વિદ્યાનગર સેમકોમે કોલેજ ખાતે મેનેજમેન્ટ ગુરૂ જી. નારાયણમૂર્તિના હસ્તે બુક રીવ્યુની વેબસાઈટ ખુલ્લી મુકવામાં આવી હતી. ક્લબ અને તેની પ્રવૃતિ અંગે ડૉ. હેમંત અંતાણીએ જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ તમામ પુસ્તક વાંચી શકે નહી.જેથી અમે દર મહિનાના પ્રથમ રવિવારે બુક રીવ્યુમાં કોઈ એક પુસ્તક પર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રાખીએ છીએ. જેનાથી વાંચેલી પુસ્તકમાં રહેલું જ્ઞાન બીજા લોકો સુધી પહોંચાડી શકીએ છીએ. ધીમે ધીમે આ પ્રવૃતિમાં લોકોનો રસ વધતો ગયો. હાલ ક્લબમાં ૬૭ સભ્યોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. છેલ્લા એક વર્ષમાં થયેલા બુક રીવ્યુ વેબસાઈટ પર મુકવામાં આવ્યા છે.આગામી દિવસોમાં ક્લબના સભ્યો પાસે ઉપલબ્ધ પુસ્તકોની યાદી વેબસાઈટ પર મુકવામાં આવશે. ત્યારબાદ માત્ર એક ઈમેલ કરીને ક્લબના સભ્યોને પોતાની મનપસંદ પુસ્તક વાંચવા મળી શકશે. ક્લબના સભ્ય કેતનભાઈ પટેલે જણાવ્યું હતું કે‘આ પ્રવૃતિ થકી જ્ઞાનનું વિસ્તરણ થઈ શકે. આ રીતે સરકારના વાંચે પુસ્તક અભિયાન ખરેખર સાર્થક થઈ શકશે.’ આ પ્રસંગે શરદ અમીન, ડૉ. બકુલ જોશી, વિક્રમભાઈ પટેલ, ડૉ. નિખિલ ઝવેરી, કૌશિક દોશી, અશોક દોશી, કેતન પટેલ, ડૉ. પ્રતીક અગ્રવાલ સહિત પુસ્તક પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.


ઓબીસી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે તાકીદે ભંડોળ આપવા આદેશ

અન્ય પછાત વર્ગો (ઓબીસી) વિદ્યાર્થીઓને એસએસસી બાદના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ અર્થે તાકીદે ભંડોળ ફાળવવા માટે રાજ્ય સરકારના સંબંધિત અધિકારીઓને નાયબ મુખ્ય પ્રધાન છગન ભુજબળે તાજેતરમાં આદેશ આપ્યો હતો. મંત્રાલય ખાતે ઓબીસી વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ યોજના તેમ જ ઓબીસી આર્થિક વિકાસ નિગમ (ઓબીસી ઈકોનોમિક ડેવલપમેન્ટ કોર્પોરેશન)ની મુશ્કેલીઓ અંગે ભુજબળની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક દરમિયાન ઉપરોકત આદેશ અપાયો હતો.શિષ્યવૃત્તિની રકમ વિદ્યાર્થીઓને સમયસર પ્રાપ્ત થાય તો તેમને અગવડ ન પડે. તેથી એ બાબતમાં ખ્યાલ રાખીને વિલંબ નહીં કરવા વહેલામાં વહેલી તકે ઓબીસી વિદ્યાર્થીઓને ભંડોળ આપવા અધિકારીઓને ભુજબળે સૂચના આપી હતી.


સાંગલીમાં અઢી લાખનું બ્રાઉન સુગર જપ્ત

સાંગલી સ્થિત આવેલી વેલિંગ્ડન કોલેજની પાછળના વિસ્તારમાં આવેલા કૂપવાડ નજીક શુક્રવારે કોલેજના બે વિદ્યાર્થીઓ પાસેથી પોલીસે અઢી લાખની કિંમતનું બ્રાઉન સુગર જપ્ત કર્યું હતું. આ બંને વિદ્યાર્થીઓ બ્રાઉન સુગરને પોતાની મોટર સાઈકલમાં લઈને આવ્યા હતા. પોલીસે જડતી લીધી હતી જેમાંથી તેઓને ૨૮ ગ્રામ બ્રાઉન સુગર મળી આવ્યું હતું.કોલ્હાપુરની કેઆઈટી કોલેજમાં ભણતા શાંતનુ આજરેકર અને કોલ્હાપુરની ડીવાય પાટીલ કોલેજમાં ભણતા રામેશ્વર જગતાપની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ અધિકારી રવીંદ્ર શિવસેએ માહિતી આપતાં જણાવ્યું હતું. તેઓ આ નશીલો પદાર્થ કોની પાસેથી લાવતા હતા અને કોઈને વેચતા હતા કે કેમ તે અંગેની વધુ તપાસ ચાલી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.

No comments:

Post a Comment