17 August 2010

અમીત શાહના જામીનની સુનવણી ૩૦મીએ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

અમીત શાહના જામીનની સુનવણી ૩૦મીએ

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર પ્રકરણમાં તપાસ માટે જેલમાં રખાયેલા માજી ગૃહરાજ્યમંત્રી અમીત શાહના જામીન અંગેની સુનવણી આગામી તા. ૩૦ ઓગષ્ટે હાથ ધરવાનો સીબીઆઇ સેશન્સ કોર્ટે આદેશ કયો છે. બન્ને પક્ષના સીનીયલ કાઉન્સીલ રામ જેઠમલાની તથા કે.ટી.એસ તુલસી આજે ઉપસ્થીત નહી રહેતાં કોર્ટે ૩૦મી તારીકે સુનવણીનો આદેશ કયો હતો.ચકચારી સોહરાબુદ્દીન એન્કાન્ટર અને કૌશરબી હત્યા પ્રકરણમાં સીબીઆઇ દ્વારા ધરપકડ કરી જેલમાં રખાયેલા અમીત શાહના જામીન અંગેની સુનવણી આજે સ્પે. સી.બી.આઇ.કોર્ટમાં હાથ ધરાનાર હોવાથી રાજ્યભરના લોકોને તે જાણવાની ઉત્તેજના હતી કે શાહને જામીન મળશે કે નહી.જોકે આજે શાહ તરફી દલીલ કરતા સીનીયર કાઉન્સીલ રામ જેઠમલાની તથા સીબીઆઇના સીનીયર કાઉન્સીલ કે.ટી.એસ. તુલસીને સુપ્રીમ કોર્ટમાં તારીખ હોવાથી તે બન્ને સીનીયર કાઉન્સીલ આજે સ્પે. સીબીઆઇ સેસન્સ કોર્ટમાં ઉપસ્થીત રહી શક્યા નહોતા જેથી. કોર્ટે અમીત શાહના જામીન અંગેની સુનવણી આગામી ૩૦મી તારીખે હાથ ધરવાનો આદેશ કર્યો હતો.જોકે અમીત શાહને જેલવાસને આજે ૨૩ દિવસ થઇ ગયા છે. અને જો હવે તેમની આગામી સુનવણી તા.૩૦ ઓગષ્ટના રોજ હાથધરવામાં આવશે ત્યાં સુધીમાં શાહને જેલવાસનો સવા મહિનો થઇ જશે.દેશભરમાં ચર્ચાનો વિષય બની રહેલા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર તથા કૌશરબી હત્યા પ્રકરણમાં સીબીઆઇએ કુલ ૧૮ આરોપીઓ સામે સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમાં ચાર્જસીટ ફાઇલ કરી હતી. સીબીઆઇ દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારી અભય ચુડાસમા તથા રાજ્યના તત્કાલીની ગૃહરાજ્યમંત્રી અમીત શાહની ધરપકડ કરતાં આ પ્રકરણમાં ગરમાટો આવી ગયો છે. જોકે ધરપકડ પહેલા શાહે કરેલી આગોતરા જામીનની અરજી સબમીશનના સ્ટેજે રદ કરાઇ હતી.સીબીઆઇએ શાહની ધરપકડ કરી કોર્ટના આદેશથી તેમને જેલમાં મોકલી આપ્યા બાદ સીબીઆઇની પરવાનગીથી તેમની ઓન કેમેરા ત્રણ દિવસની પુછપરછ કરવામાં આવી હતી ત્યાર બાદ હાઈકોર્ટે સીબીઆઇને શાહના બે દિવસના રીમાન્ડ પણ આપ્યા હતા. રીમાન્ડમાં પણ સીબીઆઇએ શાહની પુછપરછ કરી હતી.


21 સપ્ટેમ્બરે સોનિયા ગાંધી ઈતિહાસ રચશે!

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સૌથી વધારે સમય સુધી અધ્યક્ષ પદ પર ચૂંટાવાનો ઈતિહાસ નોંધાવા જઈ રહ્યાં છે. આમ તો અધ્યક્ષ પદ માટે તેમનું ચૂંટાવું હવે માત્ર ઔપચારીકતા માનવમાં આવે છે, તેવામાં 21 સપ્ટેમ્બરે સોનિયા ગાંધી કોંગ્રેસ પાર્ટીમાં સૌથી વધુ સમય સુધી અધ્યક્ષ પદે રહેવાનો રેકોર્ડ બનાવી શકે છે.કોંગ્રેસ કાર્યસમિતિએ પાર્ટીના બંધારણ પ્રમાણે, કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટેની તારીખ નક્કી કરી દીધી છે. 17 સપ્ટેમ્બરે અધ્યક્ષ પદ માટેની ચૂંટણીની તારીખ નિશ્ચિત કરવામાં આવી છે. કાર્યક્રમ પ્રમાણે મત ગણતરીની તારીખી 21 સપ્ટેમ્બર છે. મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસ અધ્યક્ષના પદ પર પહેલી વાર સોનિયા ગાંધી 1998માં ચૂંટાયા હતા, ત્યારથી તેઓ સતત આ પદ પર આસિન છે. ચૂંટણીની અધિસૂચના 27 ઓગસ્ટે જાહેર થશે.ચૂંટણી કાર્યક્રમ પ્રમાણે, 2 સપ્ટેમ્બર અધ્યક્ષ પદની ઉમેદવારી માટે નમાંકન દાખલ કરવાની અંતિમ તારીખ હશે. ત્રણ સપ્ટેમ્બરે ઉમેદવારોની તપાસ બાદ આખરી યાદી જાહેર થશે. 10 સપ્ટેમ્બર ઉમેદવારીમાંથી નામ પાછું ખેંચવાની તારીખ છે. પ્રદેશ અધ્યક્ષોની ચૂંટણી પણ 17 સપ્ટેમ્બરે થવાની છે. કોંગ્રેસ અધ્યક્ષના ચૂંટણી કાર્યક્રમની જાણકારી પાર્ટી મહાસચિવ અને મીડિયા પ્રકોષ્ઠના અધ્યક્ષ જનાર્દન દ્વિવેદીએ આપી છે. બેઠકમાં કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધી અને મહાસચિવ દિગ્વિજય સિંહને બાદ કરતાં કાર્ય સમિતિના તમામ સભ્યોએ ભાગ લીધો હતો.બેઠકમાં પાર્ટીનું સદસ્યતા અભિયાન અને અત્યાર સુધીના ચૂંટણી કાર્યક્રમની માહિતી પણ સભ્યોને આપવામાં આવી હતી. પાર્ટીના સદસ્યતા અભિયાન હેઠળ દેશભરમાં કુલ 2 કરોડ 17 હજાર 894 સભ્યો બનાવાયા છે. દ્વિવેદીએ કહ્યું હતું કે આ વખતની સદસ્યતાને ગત વર્ષની તુલનામાં ન જોવી જોઈએ, કારણ કે બદલાયેલી પેટર્નમાં પાર્ટીની સદસ્યતા ઘણી જ પ્રામાણિક રીતે થઈ છે. સદસ્યતા માટે આવેદનો પર ફોટોગ્રાફ લગાવાયા હતા અને તેનું સ્ક્રિનિંગ પણ કરવામાં આવ્યું હતું.


બ્લેકબેરીએ ઘટસ્ફોટ કર્યો

બ્લેકબેરી નિર્માતા રિસર્ચ ઇન મોશન (રિમ) પહેલી સપ્ટેમ્બરથી પોતાની મેસેન્જર સર્વિસ ભારતની સિક્યોરિટી એજન્સીને આપશે તે અંગે ભારત સરકાર સાથે કરાર કર્યો છે કે નહિં, આ અંગે તેમણે કંઇપણ ટિપપ્ણી કરવાનો ઇન્કાર કરી દીધો.ટોરંટોના સમીર વાટરલૂ સ્થિત રિમના હેડક્વાર્ટરમાં એક વરિષ્ઠ અધિકારીએ પોતાનું નામ ન આપવાની શરતે કહ્યું કે આ અંગેના કોઇપણ સમાચાર રિમ તરફથી રજૂ થયા જ નથી. જ્યારે તેમણે પૂછવામાં આવ્યું કે શું કંપનીના પ્રતિનિધિઓ અને ભારત સરકાર વચ્ચે કોઇ સંભવત: કરાર થઇ ગયો છે, ત્યારે તેમણે કહ્યું અમારી પાસે આ અંગેની કોઇ માહિતી જ નથી. તેમણે એ પણ પૂછવામાં આવ્યું કે આ મુદ્દાને લઇને કોઇ ચર્ચા ચાલુ છે, તો તેમણે કહ્યું કે આ અંગે અમે કંઇપણ ન કહી શકીએ. તેમણે ભારત સાથે ચાલી રહેલા વિવાદ અંગેની કોઇ પણ માહિતી અંગેનો પણ ઇન્કાર કરી દીધો.સોમવારે ભારતના અગ્રણી અધિકારીએ કહ્યું કે રિમ પહેલી સપ્ટેમ્બરથી બ્લેકબેરી મેસેન્જર સર્વિસ આપવા 'મેન્યુઅલ' પહોંચ ઉપલબ્ધ કરાવવા મંજૂરી આપી દીધી છે.આ સુવિધાને નવેમ્બર સુધીમાં સ્વાચાલિત બનાવી દેવાશે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રિમ સિક્યોરિટી એજન્સીઓને આંકડા ઉપલબ્ધ કરાવશે.ભારતે બ્લેકબેરી મેસેન્જર અને બ્લેકબેરી કોર્પોરેટ ઇમેલ સર્વિસ સુધી પહોંચવા માટે સિક્યોરિટી એજન્સીઓને સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે 31મી ઓગસ્ટ સુધીની સમયમર્યાદા નક્કી કરાઇ છે. ભારતમાં બ્લેકબેરીના અંદાજે 11 લાખ ગ્રાહકો છે. ટોરંટો ખાંતે રિમનો શેર સોમવારે 4.62 ટકા તૂટીને 53.02 ડોલર પર બંધ રહ્યો.


રાજ ઠાકરેનું મરાઠી સમર્થન ખોટું નથી: અમરસિંહ

છેલ્લા કેટલાંક સમયથી અમરસિંહ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે સંદર્ભે નરમ વલણ અપનાવી રહ્યાં છે. તેમણે કેટલાંક નિવેદનો દ્વારા રાજ ઠાકરેના મરાઠી આંદોલન સામે થવાનું માંડી વાળ્યું છે. ત્યારે કોઈને પણ સવાલ થાય કે સમાજવાદી પાર્ટીમાંથી બરતરફ થયા બાદ નવો રાજકીય ધરાતલ શોધી રહેલા અમરસિંહ મુંબઈ અને મહારાષ્ટ્રમાં નવા રાજકીય સમીકરણો પાર પાડવા માટે રાજ ઠાકરેની નજીક જવા માટે તો આ નિવેદનબાજી કરતાં નથી ને? તેમણે સોમવારે કહ્યું હતું કે તેમને રાજ ઠાકરેના મરાઠી સમર્થક વલણમાં કંઈ જ ખોટું દેખાતું નથી, પરંતુ હિંદી અને ભોજપુરી જેવી અન્ય પ્રાદેશિક ભાષાઓની કિંમત પર આ ન થવું જોઈએ.અમરસિંહે થાણે જિલ્લાના વિરારમાં પત્રકારોને જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર એક મહાન રાજ્ય છે. મરાઠીને પ્રોત્સાહન આપવામાં કંઈ જ ખોટું નથી. પરંતુ હિંદી અને ભોજપુરીની હત્યા ન કરે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે દ્વારા મરાઠી ફિલ્મ નિર્માતાઓનો મુદ્દો ઉઠાવાયા બાદ આ ટિપ્પણી આવી છે. તેમણે કહ્યું હતું કે અભિનેતા રાજકુમાર પણ કર્ણાટકમાં કન્નડ ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહ્યાં છે.મહત્વપૂર્ણ છે કે તાજેતરમમાં જ રાજ ઠાકરેએ મલ્ટીપ્લેક્સ માલિકોને ચેતવણી આપી હતી કે તેઓ પોતાના થિયેટરોમાં `પ્રાઈમ ટાઈમ` વખતે મરાઠી ફિલ્મો દર્શાવે. ગત સપ્તાહે અમરસિંહે રાજના સંદર્ભે નરમ વલણ અપનાવતા એ કહીને ચોંકાવી દીધા હતા કે મેલેરીયા ફેલાવામાં પ્રવાસીઓની ભૂમિકા બાબતે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખની ટિપ્પણી દિલથી કરવામાં આવી નથી.અમરસિંહ આ પહેલા પણ સાર્વજનિક મંચ પરથી રાજ ઠાકરેનું સમર્થન કરી ચુક્યા છે. તેમણે અહીં લોકમંચ પાર્ટીના એક કાર્યક્રમમાં ફરીથી આ વાતનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે મેલેરિયા ફેલાવાનો આરોપ પ્રવાસીઓ પર લગાવો યોગ્ય નથી, પરંતુ રાજે એવું પોતાના દિલથી કર્યું નથી. મહત્વપૂર્ણ છે કે અમરસિંહ સમાજવાદી પાર્ટીમાં હતા, ત્યારે રાજ ઠાકરે સામે ટિપ્પણી કરવા બદલ તેમને એમએનએસના કાર્યકર્તાઓના રોષનો ભોગ બનવું પડયું હતું. તે વખતે રાજ ઠાકરેએ ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન સંદર્ભે ટિપ્પણી કરી હતી અને તે બાબતે અમરસિંહની ટિપ્પણી બાદ મનસેના કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા.ઉલ્લેખનીય છે કે હાલ રમઝાન માસ દરમિયાન એમએનએસ પ્રમુખે માત્ર ઉર્દૂ ભાષામાં હોર્ડિંગ દ્વારા મુસ્લિમ બિરાદરોને શુભેચ્છાઓ પાઠવી છે. તેમના મુંબઈમાં મુકાયેલા હોર્ડિંગમાં મરાઠી ભાષા પણ નથી અને રાજ ઠાકરે તેમા મોર્ડન વસ્ત્ર પરિધાનમાં સજ્જ દેખાય રહ્યાં છે. ત્યારે અત્રે સવાલ એ છે કે એમએનએસ પ્રમુખ રાજ ઠાકરેએ મુસ્લિમ બિરાદરોને મરાઠીમાં શુભેચ્છા કેમ ન આપી?અમરસિંહના રાજ ઠાકરે સંદર્ભે હાલમાં અપાયેલા નિવેદનોથી એક બાબત સ્પષ્ટ બને છે કે તેઓ એમએનએસ પ્રમુખની નજીક જવાનો પ્રયત્ન કરીને મહારાષ્ટ્રમાં નવા રાજકીય સમીકરણો ગોઠવાનો ઘાટ ઘડી રહ્યાં છે. કારણ કે મુંબઈમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતીયો રહે છે અને તે રાજ ઠાકરેના મરાઠી અભિયાનમાં અપનાવાયેલા હિંસક તૌર-તરીકાઓથી નારાજ છે. તેના કારણે આ ઉત્તર ભારતીયો મુલાયમ સિંહની સમાજવાદી પાર્ટી તરફ મુંબઈના નેતા અબુ આઝમી તરફથી ઢળેલા છે.


દીકરાના પ્રેમની બલી બાપ ચઢી ગયો

સોસાયટીમાં રહેતા યુવાન સાથે પ્રેમ સબંધ ધરાવતી કિશોરીના માતા-પિતા તેમજ બે ભાઇ ભેગા મળી પ્રેમી અને તેના પિતા ઉપર ચપ્પા વડે તુટી પડ્યા હતા. જેમાં પ્રેમીના પિતાનું મોત નિપજ્યું હતુ જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલો પ્રેમી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોકા ખાઇ રહ્યો છે.પ્રાપ્તમાહિતી અનુસાર,વસ્ત્રાલ સોમનાથ સોસાયટી વિભાગ-૨ મકાન નંબર-બી-૨૬ ખાતે રહેતા રવશિંકર પ્રેમપાલસિંગ ચૌહાણ(ઉ.વ.૨૧)ને તેમની જ સોસાયટીના મકાન નં-બી-૨૦ માં રહેતી યોગીતા નામની યુવતી સાથે પ્રેમ સબંધ બંધાયો હતો.તાજેતરમાં બંનેના પ્રેમ પ્રકરણનો ભાંડો ફુટી જતા બંને પરિવાર વચ્ચે તકરાર થઇ હતી.જેની અદાવત રાખી સોમવારે રાતે યોગીતાના બે ભાઇ જયકુમાર અને વિજય તેમજ યોગીતાના પિતા મહીપાલ કુશવાહ અને માતા ઉષાબહેન ભેગા મળી સોસાયટીમાં જ રવશિંકર અને તેના પિતા પ્રેમપાલસિંહ ચૌહાણ(ઉ.વ.૫૫) ઉપર ચપ્પા વડે તુટી પડ્યા હતા. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા પ્રેમપાલસિંગનું મોત નિપજ્યું હતુ.જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા રવશિંકરને સારવાર માટે એલજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હત. આ અંગે રવશિંકરની ફરિયાદના આધારે રામોલ પોલીસે જયકુમાર,વિજયકુમાર અને તેના માતા-પિતા વિરુધ્ધ ખૂનનો ગુનો નોંધી તેમની શોધખોળ શરુ કરી છે. જ્યારે સામે પક્ષે જયકુમારે રવશિંકર અને તેના ભાઇ રાધેશ્યામ વિરુધ્ધ પોતાના અને પરિવારના સભ્યો ઉપર લાકડી વડે હુમલો કરવા અંગેની ફરયાદ નોંધાવી છે.


કોમનવેલ્થનો બહિષ્કાર કરોઃ બેદી

કોમનવેલ્થ ગેમ્સને લઇને ચારેબાજૂથી થઇ રહેલી આલોચના વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની બિશનસિંઘ બેદીએ એથ્લીલ્ટોને ગેમ્સનો બહિષ્કાર કરવા અપીલ કરી છે. તેમણે એવી સલાહ પણ આપી છે કે કોમનવેલ્થ ગેમ્સને ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં શિફ્ટ કરી દેવા જોઇએ.1970ના સમયગાળા દરમિયાન ભારતીય ટીમના સુકાની બિશનસિંઘ બેદીએ કહ્યું કે, 3 ઓક્ટોબરે કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની પૂર્વે ગેમ્સ સંબંધિત સમગ્ર દિલ્હીમાં ચાલી રહેલું કામ પૂર્ણ થવાની કોઇ શક્યતાઓ દેખાતી નથી. ગેમ્સ સંપૂર્ણપણે નિરાશ કરે તેવા છે.બેદીએ આ તમામ વાતો ઓસ્ટ્રેલિયાના સમાચારપત્ર કૂરિયર મેલને જણાવી છે. તેમણે કહ્યું કે, કોમનવેલ્થનું મોટાભાગનું કામ હજૂ બાકી છે. અને કોમનવેલ્થ પહેલા તે પૂરા થશે તે અંગેની આશાઓ નહીંવત છે. મને લાગે છે કે તેથી કોમનવેલ્થને ઓસ્ટ્રેલિયા અથવા કેનેડા લઇ જવું વધૂ સારું રહેશે.નોંધનીય છે ક, આયોજકો માટે કોમનવેલ્થ માટે તૈયાર કરેલા વેન્યુ જ માત્ર નહીં પરંતુ કોમનવેલ્થ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા પણ એક મોટો મુદ્દો બનેલો છે. એથલીટ ફેડરેશનના અધ્યક્ષ રોબ નિકોલે ગત અઠવાડિયે ન્યૂઝી લેન્ડના અખબાર હેરાલ્ડને કહ્યું હતું કે તેઓ હાલ એ વાત કહી શકે તેમ નથી કે ન્યૂઝી લેન્ડ કોમનવેલ્થ માટે તેમની ટીમને ભારત મોકલશે કે નહીં.


લેહમાં પુનર્વાસ માટે 125 કરોડ રૂપિયાની ઘોષણા

લેહમાં વાદળ ફાટ્યા બાદ રાહત અને બચાવ કાર્યોનું નિરીક્ષણ કરવા માટે વડાપ્રધાન મનમોહન સિંહ કેબિનેટના વરિષ્ઠ મંત્રીઓ સાથે એક દિવસીય મુલાકાત માટે મંગળવારે લેહ પહોંચ્યા છે. મનમોહન સિંહે કહ્યું હતું કે કુદરતી આફતમાં તબાહ થયેલા તમામ મકાનો આગામી અઢી માસમાં ફરીથી બનાવી દેવાશે અને તેના માટે નાણાં કોઈ સમસ્યા હશે નહીં. તેમણે સ્થાનિક લોકોના પુનર્વાસ માટે વડાપ્રધાન રાષ્ટ્રીય આપદા કોષમાંથી 125 કરોડ રૂપિયા આપવાની ઘોષણા પણ કરી છે.વડાપ્રધાન સાથે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ગુલામ નબી આઝાદ, નવીન અને નવીકરણીય ઊર્જા મંત્રી ફારુક અબ્દુલ્લા અને જમ્મુ-કાશ્મીર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સૈફુદ્દીન સોજ લેહ પહોંચ્યા છે. વડાપ્રધાન એ હોસ્પિટલ્સની મુલાકાત પણ લેવાના છે કે જ્યાં કુદરતી આપત્તિનો શિકાર થયેલા લોકોને સારવાર માટે દાખલ કરાયા છે. ષેત્રમાં રાહત અને પુનર્વાસ કાર્યોના સંદર્ભમાં વડાપ્રધાન વરિષ્ઠ અધિકારીઓ સાથે એક બેઠકની અધ્યક્ષતા પણ કરશે. વડાપ્રધાને સ્વતંત્રતા દિવસ પર પોતાના સંબોધનમાં કહ્યું હતું કે લેહમાં પ્રાકૃતિક આપત્તિના શિકાર થયેલા લોકોને રાહત પહોંચાડવા માટે દરેક સંભવ પ્રયાસ કરવામાં આવશે.વડાપ્રધાન આ પહેલા રાષ્ટ્રીય રાહત કોષમાંથી આ આપત્તિમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો માટે 1-1 લાખ રૂપિયા અને ગંભીર રૂપથી ઘાયલ થયેલા લોકો માટે 50-50 હજાર રૂપિયાના વળતરની ઘોષણા કરી ચુક્યા છે.




SC-ST વિરુદ્ધ ગુનાઓમાં વધારો થયો, સરકારની કબૂલાત

તાજેતરના વર્ષોમાં અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) વિરુદ્ધના ગુનાઓમાં વધારો થયો છે. 2008માં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિરુદ્ધના ગુનામાં 40 હજાર જેટલાં કેસો નોંધાયા છે. આ કેસોની સંખ્યામાં ગત વર્ષની સરખામણીએ 3,600નો વધારો થયો છે.ગૃહ મંત્રાલયના ડેટા પ્રમાણે 2007માં અનુસૂચિત જાતિ વિરુદ્ધના ગુનામાં જુદાંજુદાં લોકો સામે 30,031 કેસો નોંધાયા છે અને 2008માં આવા 33,615 કેસો નોંધાયા છે.તેવી જ રીતે અનુસૂચિત જનજાતિ વિરુદ્ધના ગુનામાં પણ ગત વર્ષની સરખામણીએ વધારો નોંધાયો છે. 2007માં અનુસૂચિત જનજાતિ વિરુદ્ધના ગુનામાં 5,532 કેસો નોંધાયા હતા, તેની સામે 2008માં અનુસૂચિત જનજાતિ સામેના ગુનામાં 5,608 કેસો નોંધાયા છે.માહિતી પ્રમાણે, આવા કેસોમાં 19,137 કેસો સાથે ઉત્તર પ્રદેશ પ્રથમ ક્રમે, 15, 355 કેસો સાથે મધ્ય પ્રદેશ દ્વિતિય ક્રમે અને 8,666 કેસો સાથે બિહાર તૃતિય ક્રમે છે. જો કે દલિત અને આદિવાસીઓ વિરુદ્ધના ગુનામાં દ્વિતિય ક્રમે રહેવા છતાં પણ મધ્યપ્રદેશમાં એસસી અને એસટી વિરુદ્ધના ગુનામાં ધરખમ ઘટાડો નોંધાયો છે. જો કે દેશમાં આવા ગુનાઓમાં વધારો નોંધાયો છે, ત્યારે મધ્યપ્રદેશમાં 30 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.2008ના અંત ભાગ સુધીમાં દેશભરની અદાલતોમાં આવા 98,702 કેસોની ટ્રાયલ પડતર છે.


એચ1-બીના ફી વધારાથી યુ.એસ. કોર્પોરેટ વિશ્વ નારાજ

પાછલા સપ્તાહે વિઝા ફી વધારીને ભારતીય આઇ.ટી. કંપનીઓ માટે મુશ્કેલી પેદા કરનાર અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા સામે અમેરિકાનું કોર્પોરેટ વિશ્વ વિરોધના સૂર વ્યક્ત કરી રહ્યું છે. અમેરિકાની કંપનીઓએ ઓબામા વહિવટીતંત્રની તે દલીલને પાયાવિહોણી ગણાવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય કંપનીઓ સૌથી વધુ એચ-1બી વિઝા મેળવે છે અને તેના કારણે અમેરિકાના લોકોની રોજગારીની તકોમાં ઘટાડો થાય છે.યુ.એસ. ચેમ્બર્સ ઓફ કોમર્સે ઇમિગ્રેશન નીતિ પર જાહેર કરેલા પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારતીય કંપનીઓની વિરૂદ્ધ જે આરોપ મુકવામાં આવ્યાં છે તેમાં ભારોભાર જુઠ્ઠાણાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવ્યાં અનુસાર કેટલાક લોકોએ એવી આશંકા વ્યક્ત કરી છે કે એચ-1બી વિઝાને ભારતીય કામદારો સાથે જોડવાથી અમેરિકાના કામદારોની રોજગારીની તકો પર ખતરો પેદા થશે.દુનિયાના સૌથી મોટા અમેરિકન ચેમ્બર્સે જણાવ્યું છે કે 2009ના નાણાકીય વર્ષ દરમિયાન ભારતીય કંપનીઓએ 4,809 નવા એચ-1બી વિઝાનો ઉપયોગ કર્યો હતો, જે અમેરિકાના કામદારીની સંખ્યાના 0.003 એટલે કે એક ટકાના સોમાં ભાગના પણ નથી. આ ઉપરાંત વર્ષ 2006 થી 2009 દરમિયાન ભારતીય કંપનીઓ દ્વારા ઉપયોગમાં કરવામાં આવેલા એચ-1બી વિઝામાં 70 ટકાનો ઘટાડો થયો છે.


હવે એટીએમ દ્વારા સિક્કા પણ નિકળશે

અત્યાર સુધી આપણે એટીએમ દ્વારા માત્ર નોટ નિકાળતા રહ્યા છીએ. પરંતુ હવે આપણે એટીએમ મશીન દ્વારા સિક્કાઓ પણ પ્રાપ્ત કરીશું. સિક્કાઓ પ્રાપ્ત કરવા માટે આપણે એટીએમ કાર્ડ નહી પરંતુ નોટ નાંખવી પડશે. મશીનમાં આપણે જેટલા રૂપીયાની નોટ નાખીશું તેની બરાબરની રકમ આપણને સિક્કાના સ્વરૂપમાં પ્રાપ્ત થઇ જશે. હાલ પુરતુ આપણે આ સિસ્ટમ દ્વારા વધારેમાં વધારે રૂ.50 સુધીના સિક્કા પ્રાપ્ત કરી સકીશું. આ સિક્કાઓ એક રૂપીયા, બે રૂપીયા, અને પાંચ રૂપિયામાં પ્રાપ્ત થશે અને કયા સિક્કાઓની જરૂર છે તે પણ આપણે નક્કી કરી સકીશું. એટલે કે આપણને જે સિક્કાઓની જરૂર છે એક રૂપીયા, બે રૂપીયા, કે પાંચ રૂપિયા તે આપણે નક્કી કરી સકીશું.અત્યારે દિલ્હીમાં ઇન્ડિયન બેન્કે આવા ત્રણ 'કૉઈન ડિસ્પેન્સર મશીન' લગાવ્યા છે. આમાંથી એક મયૂર વિહાર માર્કેટમાં, બીજૂ ચાંદની ચોકના ગૌરી શંકર મંદિર પાસે અને ત્રીજુ રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પાસે મુકવામાં આવ્યું છે. દેશ ભરમાં ઇન્ડિયન બેન્ક અત્યાર સુધીમાં કુલ 21 'કૉઇન ડિસ્પેન્સર મશીન' લગાવી ચુકી છે. બેન્કનું કહેવુ છે કે લોકોને સરળતાથી છુટ્ટા પૈસા મળી રહે એટલા માટે આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ઇન્ડિયન બેન્કની તરફથી કરવામાં આવેલી આ શરૂઆત પછી અન્ય બેન્કો પણ આ પ્રમાણેની સેવા શરૂ કરવાની તૈયારીમાં છે. એવા સમાચાર પણ છે કે કૉર્પોરેશન બેન્ક પણ ટુંક સમયમાં દિલ્હીમાં આ રિતે પોતાના `કૉઇન ડિસ્પેન્સર મશીન` લગાવવાની તૈયારીમાં છે.


ઈસ્ટ ઇન્ડિયા કંપની ફરી ભારતમાં

કદાચ આ સમાચાર વાંચતાની સાથે તમારા પગમાંથી જમીન સરકી જાય, પણ હા આ વાત સાચી છે. ભારતને ગુલામ બનાવનાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ફરી ભારતમાં પોતાનો પગ પેંસારો કર્યો છે. પણ આ વખતે એક નવા સ્વરૂપમાં આનુ નામ છે 'ઈસ્ટ ઇન્ડિયા કંપની ફાઈન ફૂડ્સ લિમિટેડ'. હવે આ એક લક્ઝરી બ્રાન્ડના સ્વરૂપમાં ભારતમાં આવી ચુકી છે. આ બ્રાન્ડ સાથે તે ભારતમાં કીંમતી ગિફ્ટ સેટ્સ, ચા, કૉફી, જામ અને આ પ્રમાણેની અન્ય ઘણીબધી ચીજવસ્તુઓનું વેચાણ કરશે. આ બ્રાન્ડના સર્વેસર્વા છે મુંબઈમાં જન્મેલા 48 વર્ષિય સંજય મેહતા. પરંતુ તેઓનુ કહેવુ છે કે તેઓ માત્ર આની દેખભાળ કરી રહ્યા છે.આ બ્રાન્ડને ભારતના સ્વતંત્રતા દિવસે લંડનમાં લૉન્ચ કરવામાં આવી હતી. હાલ પુરતું આ કંપની પોતાના સામાનનું વેબસાઈટ દ્વારા વેચાણ કરશે.ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જન્મ 31 ડિસેમ્બર 1600માં થયો હતો, જેને પૂર્વના દેશોમાં વ્યાપાર કરવા માટે બનાવવામાં આવી હતી. આ કંપની મુખ્ય રીતે કૉટન, સિલ્ક, ઈન્ડિગો ડાઈ, ચા, અફીણ વગેરે જેવી ચીજવસ્તુઓનુ વેચાણ કરતી હતી. પરંતુ ત્યારબાદ તેણે પોતાના સૈનિકો વધારવાના શરૂ કરી દીધા અને આ રીતે તેણે ભારતના એક મોટા હિસ્સાને પોતાના કબ્જામાં કરી લીધો હતો. ઈ. સ. 1858મા બ્રિટિશ સરકારે ગવર્મેન્ટ ઑફ ઈન્ડિયા એક્ટના સ્વરૂપે તેને પોતાના હાથમાં લઈ લીધી હતી. 1 જાન્યુઆરી 1874માં કંપનીને ખત્મ કરી દેવામાં આવી હતી.


અફઘાનિસ્તાનમાં પ્રેમી યુગલને મળી વિકૃત સજા

અફઘાનિસ્તાનમાં પ્રેમ કરવાની સજા કેટલી ક્રૂરતાભરી હોય છે તે તાજેતરમાં બનેલી ઘટના પરથી જાણવા મળ્યું છે. ઉત્તર અફઘાનિસ્તાનમાં એક પ્રેમી જોડાને પ્રેમ સબંધો રાખવા બદલ પત્થરો મારી મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યાં છે. કુન્દુઝ પ્રાંતના ગવર્નરે મોહમ્મદ આયુબે જણાવ્યું હતું કે 23 વર્ષીય યુવતી અને 28 વર્ષીય યુવાનને તાલીબાનીઓ દ્વારા માત્ર એટલા માટે જાનથી મારી નાંખવામાં આવ્યાં હતા કારણે કે તેઓ એકબીજાને પ્રેમ કરતાં હતા. કુન્દુઝ પ્રાંતના ગવર્નરે જણાવ્યું હતું કે તે ગામ તાલિબાનીઓના અંકુશ હેઠળ છે.ગામના સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે આશરે 100 કરતાં વધારે લોકો, જેમાં સૌથી વધુ તાલિબાની લોકો હતા તેમણે ગઇકાલે સાંજે જાહેરાત કરી હતી કે આ યુવક-યુવતીના લગ્ન થઇ ગયા હોવા છતા પણ તેઓ પ્રેમ સબંધ ધરાવતા હતા. એક બીજાને પ્રેમ કરવાના ગુન્હામાં દોષીત ઠેરવ્યાં બાદ તાલિબાનીઓએ તેમને પત્થરો મારીને મોતને ઘાટ ઉતારવાની સજા સંભળાવી હતી. મોતની સજા સંભળાવ્યા બાદ લોકોએ પ્રેમી જોડું મરી ના ગયુ ત્યાં સુધી પત્થરો માર્યા હતા. છેવટે એકબીજાને પ્રેમ કરનારા યુવક યુવતીના પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા. સજા આપતી વખતે યુવક-યુવતીના હાથને પાછળથી બાંધી દેવામાં આવ્યાં હતા.


કોઈપણ નગ્ન સ્ત્રી પુરૂષોમાટે એક જેવી જ હોય છે- જૂલિયા રોબર્ટ

હોલિવૂડ એક્ટ્રેસ જૂલિયાએ ગત દિવસોમાં નગ્નતા વિશે પુરૂષોની માનસિકતા વિશે જણાવ્યું હતું. જે મુજબ તેને કહ્યું હતું કે, કોઈપણ નગ્ન સ્ત્રી પુરૂષોમાટે એક જેવી જ હોય છે. નગ્ન થયા બાદ પુરૂષો માટે મહિલાઓનું ફિગર તેમની બ્યુટી કાંઈજ મહત્વ રાખતી નથી. એક મોટા અખબારે પણ જૂલિયાનાં આ વિચારનું સમર્થન કર્યુ હતું. ફિલ્મ ઈટ, પ્રે અને લવની હિરોઈન જૂલિયાનો પતિ ડેની મોડર છે.થોડા સમય પહેલાં જ જૂલિયાએ હિન્દુ ધર્મ અંગીકાર કર્યા હોવાનાં સમાચારે તે ચર્ચામાં હતી આ વિશે તેણે જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મ એક ઉખાણા જેવો છે અને મને ખુબ પસંદ છે. હું હિન્દુ ધર્મનાં રિતી રિવાજો અનુસરવા લાગી છું. પુજા કરુ છું શ્લોક વાચું છુ. મને તે પસંદ પણ છે. તેમજ હિન્દુ તહેવારો પણ ઉજવવાં લાગી છું.કેથલિક માઁ અને બૈપટિસ્ટ પિતાની પુત્રી જૂલિયા ગત વર્ષ સેપ્ટેબંરમાં હરિયાણા આવી હતી ત્યાં એક આશ્રમમાં તેની ફિલ્મ ઈટ, પ્રે એન્ડ લવનું શૂટિંગ થયુ હતું. તેણે તેનાં પતિ સાથે તાજ મહેલની પણ મુલાકાત લીધી હતી. તે ઘણી વખત માથે તીલક કરેલી જોવા મળે છે. તેની પ્રોડક્શન કંપની રેડ ઓમ ફિલ્મસનાં નામમાં પણ હિન્દુત્વવની ઝલક દેખાય છે.


‘સદી માટે કોણ રમે છે?’

પોતાના વિસ્ફોટ અંદાજ માટે જોણીતો ભારતીય ક્રિકેટ ટીમનો ઓપનિંગ બેટ્સમેન ક્યારેય પણ પોતાની સદીની ચિંતા કરતો નથી. અને તક મળે મોટા શોટ ફટકારતા ખચકાતો નથી. તેમજ તેને સદી નહીં થવાનો અફસોસ પણ હોતો નથી. શ્રીલંકા સામે ગઇ કાલે રમાયેલી ત્રીકોણીય શ્રેણીની મેચમાં પણ કંઇક આવું જ થયું હતું. જો કે, શ્રીલંકાએ તેની સદી પુરી ન થાય તે માટે અપનાવેલી વ્યૂહરચના અંગે સેહવાગ કોઇ ચિંતા કે અફસોસ વ્યક્ત કર્યો નથી.શ્રીલંકા તરફથી મળેલા 171 રનના લક્ષ્યાંકને ભારતીય ટીમે સેહવાગની શાનદાર ઇનિંગની મદદથી 15 કરતા પણ વધૂ ઓવર બાકી રહી હતી. ત્યારે મેળવી લીધો હતો. સેહવાગે શાનદાર બેટિંગ પ્રદર્શન કરતા 100 બોલમાં બે સિક્સ અને 11 ચોગ્ગાની મદદથી અણનમ 99 રન ફટકાર્યા હતા. અને જો ગઇ કાલે લંકા દ્વારા કોઇ અંચાઇ કરવા ન આવી હોત તો તેની વનડે ક્રિકેટમાં 11 સદી થઇ ગઇ હોત. પરંતુ શ્રીલંકન ઓફ સ્પિનર સુરજ રણદિવે નો બોલ ફેંકતા સેહવાગની સદી પૂરી થઇ શકી ન હતી. જો કે, તેણે પોતાના વિસ્ફોટ અંદાજમાં એ નો બોલમાં છગ્ગો ફટકાર્યો હતો.મેન ઓફ ધી મેચ જાહેર કરાયા બાદ સેહવાગે જણાવ્યું હતું કે, ક્રિકેટમાં આવી ઘટના બનતી રહે છે. એકપણ ટીમ ક્યારેય પણ એવું ઇચ્છતી નથી હોતી કે વિરોધી ટીમનો ખેલાડી તેમની સામે સદી ફટકારે. તેઓએ સારો પ્રયત્ન કર્યો. અને એ વાત વધારે મહત્વ નથી રાખતી કે હું 99 પર છું કે 100 પર. મહત્વ એ વાતનું છે કે અમે બોનસ પોઇન્ટ અંગે વિચારતા હતા અને અમને તે મળ્યા છે.


લાલ નંબરોમાં કોઈ ‘ભૂત’ નથી

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના બામણવાડા ગામના પટેલ ફિળયાના ૩૦ વર્ષીય મંગુ ચંદુ પટેલના સેલફોન પર ફોન આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં ખસેડવા પડ્યાં. જ્યારે વડોદરાના તબીબ જગદીશ નિકુંભના સેલફઓન પર ‘કનેકટ સર્વિસ’નો લાલ અક્ષરે લખાયેલો મેસેજ મધરાત્રે આવ્યા બાદ તેઓ પણ ગભરાટના માર્યા દોડતા થઈ ગયા છે. ‘લાલ નંબરથી આવતા ફોન ઉંચકતા નહીં, જો તમે ઉંચકશો તો તેમાં બલાસ્ટ થશે અને તમારું મોત થઈ જશે.’ દેશભરમાં ફરી ફરીને ગુજરાત અને સુરત સુધી પહોંચેલો આ મેસેજ લોકોમાં હેવોક ફેલાવી રહ્યો છે.ગલીગલીમાં આ મેસેજને કારણે તરેહતરેહની અફવાઓ જોર પકડ્યું છે ત્યારે ‘દિવ્ય ભાસ્કર’ને પણ આ મેસેજ મળતા તેણે તમામ નંબરો પર સામેથી ફોન કર્યો ત્યારે આ નંબરની સર્વિસ જ બંધ આવી. શહેરીજનોમાંથી આ ભય દૂર કરવા લખનારે બે દિવસ પહેલાં મેસેજમાં આવેલા ૬ નંબરો પર ફોન કર્યા હતા અને આખી વાતનો છેદ ઉડાવી દીધો હતો.


યુવતીની છેડતીના મુદ્દે ઓલપાડમાં બબાલ

કોલેજના વિદ્યાર્થી ન હોવા છતાં આર્યસ ગ્રુપના નામે દાદાગીરી કરનારા કેટલાક યુવાનોએ સોમવારે કાયદો હાથમાં લીધો હતો. પહેલાં કોલેજની સામે એક મંદિરમાં ચાલતો કાર્યક્રમ બંધ કરાવી દીધા બાદ એ કાર્યક્રમમાંથી ઘરે જતી એક કોલેજિયન યુવતીની છેડતી કરતાં મામલો તંગ બન્યો હતો. ઉશ્કેરાયેલા અન્ય યુવાનોએ આર્યસ ગ્રુપના બે યુવાન પર છરી વડે હુમલો કર્યો હતો. જે બન્નેને સારવાર માટે સુરતમાં અડાજણ પાટિયા વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.કોલેજના ડીએક્સ ગ્રુપના વિદ્યાર્થી હિતેશ પરભુભાઈ પટેલનો સોમવારે જન્મદિવસ હોવાના કારણે તેમણે અન્ય સાથી વિદ્યાર્થીઓ માટે કોલેજની સામે ખૂંટાઈ માતાજીના મંદિરના પ્રાંગણમાં ડીજે પાર્ટીનું આયોજન કર્યું હતું. જ્યાં આર્યસ ગ્રુપના કેટલાક માથાભારે યુવાનો પહોંચી ગયા હતા અને દાદાગીરી કરી કાર્યક્રમ બંધ કરાવી દીધો હતો.કાર્યક્રમ બંધ થતાં આ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલી એક કોલેજિયન યુવતી પોતાના ઘર તરફ જતી હતી ત્યારે ઓલપાડની કોર્ટ પાસે આર્યસ ગ્રુપના એક યુવાને તેની છેડતી કરી હતી. આખરે આ મામલે બે જુથો સામસામે આવી ગયાં હતાં, જેમાં અંકુર પટેલ (ઓલપાડ) અને અક્ષય પટેલ (ઓલપાડ) પર છરી વડે હુમલો થતાં બન્ને ઇજાગ્રસ્ત બન્યા હતા.


રણદિવે માફી માગીઃ સેહવાગ

નો બોલના કારણે 13મી સદી કરવાથી ચુકી ગયેલા વિરેન્દ્ર સેહવાગે ટ્વિટર પર લખ્યું છે કે, રણદિવે તેની માફી માંગી છે. રણદિવે ભારતને જીત માટે એક રનની જરૂર હતી. અને સહેવાગ 99 પર રમી રહ્યો હતો. ત્યારે નો બોલ ફેક્યો હતો. જેના કારણે સહેવાગ સદી ચુકી ગયો હતો.સહેવાગે આજે સવારે ટ્વિટર પર ટ્વિટ કર્યું હતું. અને તેમાં લખ્યું હતું કે, મેચ પૂર્ણ થયા બાદ રણદિવ મારા રૂમમાં આવ્યો હતો. અને તેણે નો બોલ ફેંકવા અંગે મારી માફી માંગી હતી.નોંધનીય છે કે, ગઇકાલે રમાયેલી મેચમાં શ્રીલંકાએ ભારતને 171 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેમાં સેહવાગે શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું હતું. એક સમયે દબાણમાં આવી ગયેલી ટીમ ઇન્ડિયા માટે સમજદારીપૂર્વકની બેટિંગ કરીને સહેવાગે ભારતને વિજય અપાવ્યો હતો. જો કે, રણદિવે ફેંકેલા નો બોલના કારણે તે સદી ચુક્યો હતો. પરંતુ તેને સદી ચુકી જવા અંગે કોઇ અફસોસ ન હોવાનું જણાવ્યું છે.

No comments:

Post a Comment