visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
આંતકવાદ સામે ગુજરાત સજ્જ: નરેન્દ્ર મોદી
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે યુવાશક્તિના સામૂહિક સમર્થન સાથે એવો અડગ નિર્ધાર વ્યકત કર્યો હતો કે, ગુજરાત આતંકવાદીઓ સામે ક્યારેય ઝૂકશે નહીં. ગુજરાતની શાંતિ અને જનજીવનની વિકાસયાત્રાને ખેદાનમેદાન કરનારા તત્વોના ગમે તેવા કારસા અને આફતોની પરવા કર્યા વગર આતંકવાદનો ખાતમો બોલાવવાનું મેં બીડું ઝડપ્યું છે અને વિરાટ યુવાશક્તિ અને જનશક્તિના સહયોગ સાથે હિન્દુસ્તાનના તિરંગાની આન-બાન જાળવવા, ગુજરાતની સુખશાંતિ માટે તેઓ પોતાની જાતને ખપાવી દેશે.૬૪મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ રાજકોટમાં રાજ્યકક્ષાની ઉજવણી પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બે ભવનોનું લોકાર્પણ કરવાના સમારોહમાં ઉપસ્થિત વિશાળ યુવાશક્તિમાં દેશભક્તિની ચેતના જગાવતા મુખ્ય મંત્રીએ યુવાનો સાથે જોમજૂસ્સાથી સીધો સંવાદ કરીને આતંકવાદ, નકસલવાદ, માઓવાદ અને દેશદ્રોહીઓની હિંસા સામે, બોમ્બ-બંદૂકના રાજકારણ સામે જાનફેસાનીથી લડત આપવાનો સંકલ્પ લેવડાવ્યો હતો.મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વિકાસ માટે શાંતિ શક્તિ સમાન છે. ગુજરાતનો આખો દાયકો શાંતિનો અને વિકાસનો દશક બની ગયો છે. કયાંય કોમી છમકલા, છૂરાબાજી, કરફયુ, હુમલા, લૂંટ, હિંસાની નોબત આવી નથી. છતાં ગુજરાતને ખેદાનમેદાન કરવા મેદાને પડેલા તત્વોને ગુજરાત સાંખી લેવાનું નથી.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લો એન્ડ ફોરેન્સિક સાયન્સના અને કન્વેન્શન સેન્ટરના ભવનોનું ઉદ્દઘાટન કરતાં નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઉચ્ચ શિક્ષણની આગવી સૂઝની પ્રસંશા કરી હતી. તેમણે જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં ગુજરાતે પહેલ કરીને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી શરૂ કરી છે અને ટૂંકાગાળામાં પ્રતિષ્ઠા મેળવી છે.
વિશેષજ્ઞોની નજરે આપણી આઝાદીના વિવિધ પાસાં.
ભારત અને તેનાથી અલગ થયેલા પાકિસ્તાન બંનેએ ૧૯૪૭માં એક નવી સફરની શરૂઆત કરી હતી. કરોડો લોકોએ તેમના દેશના રંગઢંગ અને જોયા અને પડોશી પર નજર રાખી. કોઈપણ દેશ તેની ખુશીઓથી ઓળખાય છે આંકડાઓ પરથી નહીં. આ વાતને ધ્યાનમાં રાખીએ તો ભારત બંને દેશોમાં વસતા અગણિત લોકોની રગમાં વસેલું જોવા મળે છે. આઝાદીના પર્વે બંને દેશોના એવા પરિવારોને શોધી કાઢયા જેમની કહાની તેના દેશનો વાસ્તવિક ચિતાર આપે છે.તેઓ જણાવે છે કે દાવા અને વચનોથી આગળ તેમને કેવી જિંદગી અને કેવી આઝાદી મળી છે. તેમાં એવા મુસલમાનોને સમાવાયા છે જેમણે ભારતની ભૂમિ છોડવાનું પસંદ કરી કોમના નામો સરહદની પેલે પાર જઈને વસ્યા અને એવા હિન્દુઓ પણ છે જેઓ પાકિસ્તાનમાં જ રોકાઈ ગયા અને ત્યાં ઘણું હાંસલ કર્યું પરંતુ આજે પણ તેણો ભારતમાં પરત આવવા આતુર છે.આટલાં વર્ષો બાદ સરહદની આ તરફ લોકોના દિલમાં ખુશી અને શાંતિ છે જ્યારે સરહદ પાર અતિતના નિર્ણયો પર ભારોભાર પસ્તાવો સ્પષ્ટ દેખાય છે. આજનો અંક એજ હિંમતવાન લોકોને સમર્પિત છે. તેમાં અલગ અલગ પાના પર મળશે એવા લોકોની ?દયસ્પર્શી વાતો જેમની રગોમાં ભારત લોહી બનીને વહી રહ્યું છે. ઉપરાંત બે વિશેષ પેજ પર વાંચો કેટલાક આઝાદ છીએ આપણે.
ગોળીબાર કરી બે જણાને ઢાળી દેનારા સગા ભાઈ પકડાયા
એરપોર્ટ પર ચણાજોર ગરમ વેચવાના ધંધાની હરિફાઈમાં બે જણાને ઢાળી દેનારા બે સગા ભાઈઓ સંતોષ રામબાબુ અને સૂરજ રામબાબુને સાબરમતી પોલીસે સુભાષબ્રિજ પાસેથી પકડી પાડ્યા છે. જ્યારે મુખ્ય આરોપી સતિષસિંહરામબાબુ ઠાકોર ફરાર છે. ઘટનાની હકીકત એવી હતી કે, શ્રીકાંત કિરોડીમલ અને મુકેશ કિરોડીમલ અને તેમના જ વિસ્તારમાં રહેતા અને મૂળ રાજસ્થાન ના ધોલપુર વિસ્તારના વતની સંતોષ, સૂરજ અને સતિષ એરપોર્ટ પર ચણાજોર ગરમ વેચવાનો ધંધો કરતા હતા.ધંધાકીય હરીફાઈમાં સંતોષ, સૂરજ અને સતિષે ૨૨મી નવેમ્બર ૨૦૦૯ના રોજ મળસ્કે સાબરમતીમાં પ્રબોધ રાવળ સર્કલ પાસેથી રિક્ષામાં પસાર થઈ રહેલા શ્રીકાંત અને મુકેશને દેશી બનાવટની પિસ્તોલમાંથી ત્રણ રાઉન્ડ ગોળીબાર કરીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
નં. – 1 પરથી મુકેશ અંબાણીને ટાટા
રૂપિયા 3 લાખ 70 હજાર કરોડની માર્કેટ વેલ્યુ સાથે ટાટા જૂથ દેશનું સૌથી મોટું ઔદ્યોગિક ગૃહ બની ગયું છે. ટાટાએ મુકેશ અંબાણીના નેતૃત્વવાળા રિલાયન્સ જૂથને પાછળ રાખીને આ સિદ્ધિ હાંસલ કરી છે. જોકે, અંબાણી બંધુઓની સંયુક્ત સંપતિ આજેપણ ટાટા જૂથ કરતા વધારે છે.ટાટા જૂથ પછી બીજા ક્રમે મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝ આવે છે. તેમની કુલ સંપતિ 3,21,750 કરોડ જેટલી છે. જ્યારે ત્રીજા ક્રમ પર અનિલ અગ્રવાલનું સ્ટરલાઈટ ગ્રુપ છે. તેઓ 1,35,300 કરોડની છે. જ્યારે મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી 1,25,000ની માર્કેટ વેલ્યુ ધરાવે છે. જ્યારે પાંચમા ક્રમ પર ભારતી ગ્રુપના સુનિલ મિત્તલ છે. તેમની કંપનીની માર્કેટ વેલ્યુ 1,20,500 છે. તેઓ અનિલ અંબાણીથી હાથવેંત છેટાં છે.તાજેતરમાં ટાટા સ્ટીલ, ટાટા સ્ટીલ સહિતની કંપનીઓની માર્કેટ કેપીટલમાં વધારો થયો છે, જેના કારણે મુકેશ અંબાણી પાછળ રહી ગયા છે. જોકે, ટાટા જૂથની 30 જેટલી કંપનીઓ લિસ્ટેટ છે. જ્યારે મુકેશ અંબાણીના નેતૃત્વવાળા રિલાયન્સ જૂથની બે જ કંપનીઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝ અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિસ્ટેડ છે. જ્યારે અનિલ અંબાણી જૂથની સાત કંપનીઓ લિસ્ટેડ છે.
''દાનવ''અધિકારો માટે સન્માન મળે છે: મોદી
ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ નિમિતે રાજકોટમાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અહીં તેમણે કથિત સ્વૈચ્છિક સંસ્થાઓ પર નિશાન સાધ્યું હતું.મુખ્યપ્રધાન મોદીએ એવો મત વ્યક્ત કર્યો હતોકે, ગુજરાત સરકાર વિરૂદ્ધ કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓને કેન્દ્ર સરકાર દ્વારા નાણાં ફાળવવામાં આવે છે. ગ્રાન્ટ સ્વરૂપે મળેલા નાણાને ગુજરાત સરકાર વિરૂદ્ધ વાપરવામાં આવે છે. તેમના કહેવા પ્રમાણે, આ લોકો માનવ અધિકારના નામ પર દાનવ અધિકારો માટે ચળવળ ચલાવી રહ્યાં છે અને દિલ્હીની કેન્દ્ર સરકાર તેમને પ્રોત્સાહન આપી રહી છે.તેમણે આક્ષેપ મુક્યો હતોકે, ગુજરાત વિરોધી પ્રવૃત્તિઓ કરનારાઓને પદ્મભૂષણ તથા પદ્મશ્રી જેવા પદકોથી નવાજવામાં આવી રહ્યાં છે. સેવાના નામે તેઓ રાજકીય હાથા બની રહ્યાં છે તથા તેમને રાજકીય આશ્રય મળી રહ્યો છે.
અમદાવાદમાં સ્વાતંત્ર દિનની રંગેચંગે ઉજવણી
અમદાવાદી શહેરીજનોએ ધ્વજવંદન કર્યું હતું. શહેરમાં ૬૪માં સ્વાતંત્રય દિનની રંગેચંગે ઉજવણી થઇ હતી. શહેરભરના લોકોએ આજે જુદી જુદી સરકારી કચેરીઓ તથા વિદ્યાર્થીઓએ પોત પોતાની શાળા અને કોલેજોમાં દેશની શાન સમાન તીરંગાને સલામી આપી હતી. અને રાષ્ટ્રગીત, વંદેમાતરમ ગીત તથા ઝંડાગીત નું ગાન કર્યું હતું.સમગ્ર દેસમા આજે સવારે ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા. શહેરમાં ખાસ કરીને શાળાઓ અને કોલેજોમાં ધ્વજવંદન બાદ શૌર્યગીતો, દેસભકિતનો મહિમા ઉજાગર કરતા નાટકો સહિત વિવિધ સાંસ્કૃતીક કાર્યક્રમોના આયજનો કરવામાં આવ્યા હતા.શહેરમાં ઘણી જગ્યાએ સ્વતંત્રય દિનની ઉજવણીના ભાગરૂપે સવારે દેસભકિતના ગીતો ગાતા પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી કો ક્યાંક ધ્વજવંદન બાદ શાળાના બાળકોએ દેશભકિતના નારાઓ સાથે રેલી કાઢી હતી.s
જેલમંત્રી શાહના જેલમાં ત્રણ અઠવાડીયા પુરા
ગુજરાતના માજી જેલમંત્રી અમીત શાહે આજે સાબરમતી મધ્યસ્થ જેલમાં ત્રણ અઠવાડીયા પુરા કર્યા છે. તેમના ત્રણ અઠવાડીયના જેલ વાસ દરમિયાન તેમણે સીબીઆઇની ત્રણ દિવસની પુછપરછ તથા બે દિવસના રીમાન્ડનો સામનો કરવા ઉપરાંત કેદી તરીકે પહેલી વખત રાષ્ટ્રીય તહેવાર સ્વતંત્રય દિનની પણ જેલમાં ઉજવણી કરી .ચકચારી સોહરાબુદ્દીન અન્કાઉન્ટર તથા કૌશરબી હત્યા પ્રકરણની તપાસ કરી રહેલી સીબીઆઇએ તા.૨૫મી જુલાઇને રવિવારના રોજ સીબીઆઇ કચેરીએ પહોંચેલા અમીત શાહની ધરપકડ કરી હતી. ત્યાર બાદ કોર્ટના આદેશથી માજી જેલમંત્રી અમીત શાહને સાબરમતી મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યા હતા.જેલમંત્રી તરીકેજ જેલની મુલાકાત લેનાર અમીત શાહે ૨૫મી તારીખે કદાચ પહેલી વખત સાબરમતી જેલમાં કેદી તરીકે પ્રવેશ કર્યો હતો. જોકે ત્યારથી આદ દિન સુધીમાં અમીત શાહે ઘણા અનુભવો કરી લીધા.શાહના જેલ પ્રવેશ બાદ સીબીઆઇએ કોર્ટની પરવાનગી લઇ જેલમાંજ શાહની ઓન કેમેરા ત્રણ દિવસ પુછપરછ કરી હતી જોકે તે પુછ પરછમાં શાહે પુરો સહકાર નહિ આપ્યો હોવાનું જણાવી સીબીઆઇએ હાઇકોર્ટમાંથી શાહના બે દિસના રીમાન્ડ મેળવી તેમની બે દિવસા રીમન્ડ પર આશરે ૫૦૦ સવાલો પુછ્યા હતા.
અલગીગઢ : હક્ક માગનારા પાંચ ખેડૂત ઠાર
ઉત્તરપ્રદેશના અલગીગઢમાં શનિવારે શરૂ થયેલો તણાવ રવિવારે પણ યથાવત રહ્યો હતો. જેના કારણે વહિવટીતંત્ર દ્વારા ભારે પ્રમાણમાં પોલીસ જવાનો ખડકી દેવામાં આવ્યા છે.ગઇકાલે ખેડૂતો અલગિઢ-લખનૌ હાઇવે ઉપર ઉતરી આવ્યા હતા અને વાહનોને આગ ચાંપી હતી. જેને અટકાવવા માટે પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવ્યો હતો. જેના કારણે. બંને પક્ષો વચ્ચે અથડામણ થઇ હતી. તેઓ મથુરા-નોએડા એક્સપ્રેસ હાઇવેના ખેડૂતોને મળેલા જેટલા વળતરની માગ કરી રહ્યાં હતા. ઉશ્કેરાયેલા ખેડૂતોએ એક પોલીસ ચોકીને પણ આગ ચાંપી હતી.ઉલ્લેખનીય છેકે, ગઇકાલે ખેડૂતો અને પોલીસ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં પાંચ ખેડૂતોના મોત થયા હતા. જ્યારે પોલીસના એક જવાનનું મોત થયું હતું. જ્યારે એક ડઝન જેટલા ખેડૂતો ઘાયલ થયા છે.
'કટ એન્ડ પેસ્ટ છે વડાપ્રધાનનું પ્રવચન'
ભાજપે આક્ષેપ મુક્યો છેકે, 15 ઓગસ્ટના લાલ કિલ્લા પરથી વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલું પ્રવચન 'કટ-પેસ્ટ' હતું. તેમનું પ્રવચન દર્શાવે છેકે, વડાપ્રધાનને ઉપરથી આદેશ નહીં મલ્યા હોય અથવા તો તેમને કામમાં રસ નથી રહ્યો.રાષ્ટ્રને વડાપ્રધાનના પ્રજાજોગ સંબોધન પાસેથી બહુ અપેક્ષા હોય છે. પરંતુ, તે દિશા વિહિન અને દૂરંદેશીતા વગરનું છે.પ્રવકતા રાજીવ પ્રતાપ રૂડ્ડીએ પત્રકાર પરિષદમાં આ આક્ષેપ કર્યો હતો.રૂડ્ડીના મતે, ડૉ. સિંઘ મનમોહનસિંઘ નબળાં વડાપ્રધાન છે અને સત્તાના સાચા સૂત્રો યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી પાસે રહેલાં છે.કાશ્મીર, મોંઘવારી સહિતના મુદ્દાઓ સાથે કેવી રીતે ટક્કર લેવી તેની કોઇ નક્કર યોજના વડાપ્રધાન દ્વારા આપવામાં નથી આવી. તેમણે આક્ષેપ કર્યો છેકે, વડાપ્રધાનની કેબિનેટના કેટલાક પ્રધાન નક્સલવાદીઓ પ્રત્યે કૂણી લાગણી ધરાવે છે. જોકે, તેમણે રેલવેપ્રધાન મમતા બેનરજીનો ઉલ્લેખ કર્યો ન હતો.
હું સિંગલ છું માટે મને દુ:ખ નથી: કંગના
કોઈપણ માણસ જ્યારે ખુશ હોય છે ત્યારે તેના ચહેરા પર ચમક આવી જાય છે. અત્યારે આવા જ સમયમાંથી પસાર થઈ રહી છે કંગના રાણાવત. ૭૦ના દાયકાની પૃષ્ઠભૂમિ પર બનેલી ફિલ્મ ‘વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ’માં તેના દ્વારા પહેલી વખત કરવામાં આવેલાં ગંભીર પાત્રને ખુબ પસંદ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ કંગના માટે મોટી સફળતા ગણાય છે.અધ્યયન સુમન સાથેના બ્રેક-અપ બાદ છેલ્લા એક વર્ષથી સિંગલ કંગના કહે છે કે ‘હું એમ તો નહીં કહું કે મારી પાસે પ્યાર માટે સમય નથી. કેમ કે જ્યારે તે થશે ત્યારે તેને માટે સમય પણ નીકળી જ જશે. તે કોઈ વસ્તુ નથી જેને તમે શોધતા ફરો. અત્યાર સુધી મને એવો કોઈ શખ્સ મળ્યો નથી અને મેં તેને શોધવાની કોશિશ પણ કરી નથી.’બ્રેકઅપથી દુ:ખી હોવાની વાત પૂછતાં તે કહે છે કે ‘હું બ્રેકઅપના બીજા જ દિવસથી સામાન્ય થઈ ગઈ હતી. ખરેખર તો આ બાબત સંબંધનાં ઉંડાણ પર આધાર રાખે છે. મારા અને અધ્યયન માટે એક રીતે અલગ થઈ જવું જ ફાયદાકારક સાબીત થયું છે. કેમ કે અમે પ્રેમી કરતાં વધુ દોસ્ત હતાં. જ્યારે અમે પ્રેમનો રસ્તો અપનાવવાની કોશિશ કરી તો તે વધુ પડતો ડિમાંડિઁગ બની ગયો.’ આજે કંગના કામમાં બહુ વ્યસ્ત છે.અત્યારે તેની દસ ફિલ્મો પ્રોડક્શનના વિવિધ સ્ટેજમાં છે. આ વિશે કંગના કહે છે કે ‘મેં ક્યારેય એવો પ્લાન કર્યો નથી. જોકે એવું પણ નહોતું કે હું કામ વગર બેઠી હતી અને એકદમ ઘણી બધી ફિલ્મો મળી ગઈ. એકધારું કામ કર્યા બાદ હવે એક પછી એક મારું કામ લોકો સામે આવી રહ્યું છે.’
બ્લેયરની કમાણી ખર્ચ સરકારનો
દુનિયાના મોંઘા વકતાઓમાં શામેલ બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની બ્લેર હવે કલમ ચલાવીને બેન્ક બેલેન્સ વધારવા માગે છે. તે આવતા મહિને લંડનમાં પોતાની અત્મકથા ‘ટોની બ્લેર એ જર્ની’ લોન્ચ કરવા જઈ રહ્યા છે. જેની સુરક્ષા વ્વસ્થા પર થનારો ખર્ચ સામાન્ય માણસ માટે ચિંતાને વિષય બની ગયો છે.સેન્ટ્રલ લંડનના એક સ્ટોરમાં યોજાનારી આ ઇવેન્ટ દરમિયાન ટોનીને દેખાવકારોથી બચાવવા માટે એક સુરક્ષા બિલ પાસ કરવામાં આવ્યું છે. જેનો ખર્ચ પાઉન્ડના છ આંકડામાં છે. તેમને પહેલાંથી જ ચેતવણી આપી દેવામાં આવી છે કે આ ઇવેન્ટ તેમની સુરક્ષાની બાબતે યોગ્ય નથી. તે પોલીસ માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે તેમ છે. પોલીસને શંકા છે કે આ ઇવેન્ટ દરમિયાન હજારો દેખાવકારો વિરોધ પ્રદર્શન કરશે.જોકે સ્ટોરે દેખાવકારો માટે નહીં પણ ઇવેન્ટ સફળ બનાવવા માટે પોલીસ પ્રોટેકશન લીધું હોવાની વાત કરી છે. ભૂતપૂર્વ વડા પ્રધાનનાં એક પુસ્તકની કિંમત ૨૫ પાઉન્ડ હશે. લોચિંગ વખતે તેઓ કોપીઓ પર ઓટેગ્રાફ આપશે.
16 August 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment