20 August 2010

સાંસદોના 300 ટકાના પગાર વધારાને મંજૂરી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


સાંસદોના 300 ટકાના પગાર વધારાને મંજૂરી

સાંસદોનું વેતન 300 ટકા વધારવાના નિર્ણયને કેબિનેટે મંજૂરી આપી છે. માત્ર ચાર દિવસમાં જ કેબિનેટનું મન બદલાય ગયું છે અને તેમણે આજે સાંસદોના પગાર વધારાને મંજૂરી આપી દીધી છે. આ પહેલા સોમવારે થયેલી કેબિનેટની બેઠકમાં મતભેદ સપાટી પર આવતા નિર્ણય ટાળી દેવામાં આવ્યો હતો. પરંતુ ત્યાર બાદ રાષ્ટ્રીય જનતા દળ અને સમાજવાદી પાર્ટીના સાંસદો દ્વારા સંસદમાં કરાયેલા ભારે વિરોધ બાદ આજે નિર્ણય કેબિનેટ દ્વારા ફેરવી તોળાયો છે. રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે ત્યાં સુધી કહી દીધી હતું કે જે લોકો સંસદના વેતનના વધારાનો વિરોધ કરી રહ્યાં છે, તેમના સ્વિસ બેંકમાં ખાતા છે.સોમવારે કેબિનેટના કેટલાંક મંત્રીઓએ સૂચન કર્યું હતું કે આ સંદર્ભે કોઈપણ નિર્ણય બહારના વિશેષજ્ઞોની સમિતિ કે સમૂહ બનાવીને તેમનો મત લીધા બાદ કરવો જોઈએ. કેન્દ્રીય ગૃહ મંત્રી પી. ચિદમ્બરમ, માહિતી-પ્રસારણ મંત્રી અંબિકા સોની, અપ્રવાસી મામલાના મંત્રી વ્યાલાર રવિ અને સંરક્ષણ મંત્રી એ. કે. એન્ટનીએ કેબિનેટ બેઠકમાં જનતા વચ્ચે ખોટો સંદેશો જવાની આશંકા વ્યક્ત કરી હતી. પરંતુ શુક્રવારે કેબિનેટે પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી છે. હવે પ્રસ્તાવ સંસદમાં રાખવામાં આવશે. સંસદમાં સાંસદોના પગાર વધારાનું વિધેયક પારિત થવામાં હાલ કોઈ શંકા દેખાતી નથી. આ વિધેયકના પારિત થયા બાદ સાંસદોનો પગાર 16 હજાર રૂપિયાથી વધીને 50 હજાર રૂપિયાનું (મૂળ વેતન) થઈ જશે.લગભગ તમામ પક્ષોના સાંસદો આ મામલામાં એકજૂટ નજરે પડે છે. સાંસદોનો તર્ક છે કે દુનિયાના કોઈપણ દેશમાં સાંસદો આટલા ઓછું વેતન મેળવતા નથી. ખાસ કરીને બ્યૂરોક્રેટ્સથી પણ ઓછું વેતન મેળવવા પર સાંસદોને વાંધો છે. મહત્વપૂર્ણ છે કે સંયુક્ત સંસદીય સમિતિના સાંસદોનું વેતન વધારવાની ભલામણ કરી હતી. સાંસદો ઈચ્છે છે કે તેમનું વેતન ઓછામાં ઓછું સચિવોના પગારથી તો વધારે હોવું જોઈએ.


અમિતાભ બચ્ચન ગુજરાતના પ્રવાસન ઉદ્યોગની ઇમેજ બદલશે

ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને નવો વેગ આપવા બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. હાલ તેઓ ગુજરાતમાં જ આ માટેની એડફિલ્મના વ્યસ્ત છે. ત્યારે ટુરિઝમ ઇન્ડસ્ટ્રીના નિષ્ણાંતો માને છે કે બચ્ચન ગુજરાત સાથે જોડાતાં અહીંના પ્રવાસન ઉદ્યોગની ઇમેજમાં ઘણો બદલાવ થઇ શકે છે.બીગ બીનું નામ તો મોટું જ છે અને તેમની ઇમેજ પણ એટલી જ મોટી છે. તેથી ગુજરાત માટેનું તેમનું પ્રમોશનની ટુરઝિમના લોકોને પણ ભારે ઇન્તેજારી છે. શહેરમાં યોજાયેલા ટ્રાવેલ એન્ડ ટુર ફેરના આયોજક સંજય અગ્રવાલે કહ્યું હતું કે,‘બીગ બીના પ્રમોશનથી ગુજરાતના ટુરઝિમની ઇમેજ બદલાઇ શકે છે, જો કે તેના વિશે વધુ કંઇ કહેવું હાલના તબક્કે યોગ્ય નથી.’બીગ બીએ ગાંધી આશ્રમ ઉપરાંત પોરબંદરમાં ગાંધીના જન્મસ્થળે પણ શૂટિંગ કર્યું છે. ત્યારે સંજય અગ્રવાલનું કહેવું છે કે ‘ગાંધી વૈશ્વિક સેલિબ્રિટી છે. ગુજરાત તેમની જન્મ અને કર્મભૂમિ રહી છે. તેથી ગુજરાતે ‘ગાંધી ટુરઝિમ’નું પણ માર્કેટિંગ વિશ્વ સમક્ષ કરવું જોઇએ.’


સુષ્માની હાજરીમાં બેલ્લારીમાં બાળ લગ્નો?

રેડ્ડી બંધુઓ સાથે ઘનિષ્ઠ સંબંધને કારણે ભાજપ ફરી એક વખત વિવાદોમાં ઘેરાતો નજરે પડે છે. રેડ્ડી બંધુઓએ શુક્રવારે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. પરંતુ એવી માહિતી છે કે આ સમારંભમાં સગીર યુગલો પણ પરિણય સૂત્રમાં બંધાશે. આમ તો આ આયોજનમાં મુખ્ય અતિથિ તરીકે ભાજપના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજ સહીત ભાજપના ઘણાં વરિષ્ઠ નેતાઓ સામેલ થઈ રહ્યાં છે.બાલ અને મહિલા પંચે રેડ્ડી બંધુઓના સમૂહ લગ્ન વિરુદ્ધ ફરીયાદ કરતાં આશંકા વ્યક્ત કરી છે કે આ સમારંભમાં ઘણાં સગીરોના લગ્ન થઈ રહ્યાં છે. ફરીયાદ પ્રમાણે, 2008 અને 2009માં રાજ્યના આરોગ્ય મંત્રી બી.શ્રીરાલામુલુએ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું, જેમાં ઘણાં સગીરોના લગ્ન થયા હતા. પરંતુ રાજ્ય સરકારે કોઈ કાર્યવાહી કરી ન હતી. એવામાં એ વાતની સંપૂર્ણ આશંકા છે કે આ વખતે પણ રેડ્ડી બંધુઓ તરફથી આયોજીત આ સમૂહ લગ્ન સમારંભમાં સગીરોના લગ્ન થઈ શકે છે.રાજ્યના પર્યટન મંત્રી જનાર્દન રેડ્ડી જો કે આ સમૂહ લગ્ન સમારંભમાં સગીરોના લગ્ન થવાની વાતનો ઈન્કાર કરે છે. જ્યારે સુષ્મા સ્વરાજે આ મામલે પત્રકારો સાથે વાતચીતનો કરવાનું ટાળ્યું છે.



ભૂમિ નરેન્દ્ર મોદીથી પ્રભાવિત

3મી ઓગસ્ટે ભૂમિનો જન્મ દિવસ.કેન્સરથી ગ્રસ્ત દર્દીઓ માટે જીવનમાં કંઇક કરવું છે. કેન્સરથી પીડાતા લોકોનું દર્દ ઓછું થાય અને તેમને નવું જીવન બક્ષી શકાય તેવા કાર્યો કરવાની હૃદયથી ઇચ્છા છે.આ ઉપરાંત મારે સંગીત માટે જીવનમાં એક એકેડમી ખોલવી છે. જેમાં નવા ઉભરતાં સિંગરોને સંગીતની સઘન તાલીમ મળી શકે.. આ શબ્દો છે ઇન્ડિયન આઇડિયલ-૫માં ટોપ-થ્રી સુધી પહોંચેલી વડોદરાની ભૂમિ ત્રિવેદીના.ઇન્ડિયન આઇડિયલ-૫ની સ્પર્ધાની ચાર મહિનાનો સફર પૂર્ણ કર્યા બાદ પોતાના વતનમાં પરત ફરેલી ભૂમિ ત્રિવેદીએ ‘ દિવ્ય ભાસ્કર’ સાથેની ખાસ વાતચીતમાં પોતાના ઇન્ડિયન આઇડિયલ-૫ના અનુભવને વર્ણવતાં જણાવ્યું કે, ઇન્ડિયન આઇડિયલ-૫ની સ્પર્ધામાં ભાગ લઇને મને સંગીતના દિગ્ગજો સાથે ગાવાનો અને કંઇક નવું શીખવાનો મોકો મળ્યો હતો.


અમેરિકન અર્થંતંત્રની બરબાદી?

અમેરિકન અર્થતંત્રની સ્થિતિ આવનાર દિવસોમાં હજુ પણ ખરાબ હશે. વધતી બેરોજગારી અને મેન્યુફેકચરિંગ સેક્ટરની સુસ્તીથી ત્યાંની સરકાર ચલાવનાર માટે માથા પર ચિંતાની રેખાઓ ખેંચાઇ ગઇ છે. અમેરિકન સંસદના કૉંગ્રેસની એક સમિતિએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આવનારા દિવસો આનાથી પણ ખરાબ હશે અને અર્થંતંત્ર આવતા ચાર વર્ષ સુધી બેઠું થાય તેવા કોઇ સંકેતો દેખાતા નથી.ક્રૉંગ્રેસનલ બજેટ ઓફિસના મતે અમેરિકામાં બેરોજગારીનો દર હવે વધીને 9.5 ટકા થઇ ગયો છે, જે બહુ ચિંતાજનક છે. તેને 4 ટકાના દરે આવતા ઓછામાં ઓછા ચાર વર્ષ લાગશે. 2014માં બેરોજગારીનો દર અંદાજે 5 ટકાએ આવશે. આમ તો બેરોજગારીનો દર 4 ટકા એક્સેપેટેબલ માનવામાં આવે છે અને સરકાર પણ એવી સ્થિતિ ઇચ્છે છે. પરંતુ મેન્યુફેકચરિંગ સેકટરનો વિકાસ ધીમો થતાં કોઇ આશા દેખાતી નથી. હવે મંદીની છાયા વધુ ઘેરી દેખાઇ રહી છે અને બેરોજગારીના આંકડા નવ મહિનાની ઉપલી સપાટી પર પહોંચી જતા અર્થતંત્રમાં નિરાશા છે. સીબીઓના ડાયરેક્ટર ડોગલસ અલમેંજરના મતે અમેરિકન અર્થંતંત્રનો ઉદ્ધાર અત્યારે થતો દેખાતો નથી, જૂલાઇના આંકડા આવ્યા બાદ તે સ્પષ્ટ ઇ ગયું છે કે યુએસએ ને આ વર્ષે 1.34 ખરબ ડોલરની ખોટ થશે.


ઘાટલોડિયામાં રબારી અને ઠાકોર જૂથ બાખડ્યા, વાહનો સળગાવાયાં

ઘાટલોડિયામાં દશામાના ગરબાના કાર્યક્રમ દરમિયાન ઠાકોર અને રબારીઓ વચ્ચે ઘર્ષણ રબારીઓના ટોળાએ પાંચ બાઈક અને સાયકલ સળગાવી દેતા સમગ્ર વિસ્તારમાં તંગદીલી ફેલાવવા સાથે નાસભાગ મચી ગઇ હતી. આ અંગે પોલીસે રબારીઓના ટોળા વિરુધ્ધ ગુનો નોંધી ચારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.પ્રાપ્તમાહિતી અનુસાર,અલકાપુરી સોસાયટીમાં આવેલા દશામાના મંદિર ખાતે યોજાયેલા ગરબાના કાર્યક્રમ દરમિયાન ૨૦ થી ૨૫ રબારી યુવાનો આવ્યા હતા અને ઠઠ્ઠા મશ્કરી કરી રહ્યા હતા. દરમિયાનમાં એક રબારી યુવાને પાણીનો જગ ઉછાળતા તે કમલેશ ઠાકોર નામના યુવાનને વાગતા કમલેશે રબારી યુવાનો સાથે ઝગડો કરતા યુવાનોએ ભેગા મળીને કમલેશની ધોલાઇ કરી હતી.જો કે આ દ્રશ્ય જોઇ કમલેશના સગા સબંધી દોડી આવતા રબારી યુવાનો ભાગ્યા હતા અને નજીકમાં પડેલી બાઈકોની પેટ્રોલની પાઈપો કાઢીને આગ ચાંપી દીધી હતી. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઇ હતી. આ અંગે હરેશભાઇ અંબારામ મેરાજી ઠાકોરની ફરિયાદના આધારે ઘાટલોડિયા પોલીસે ૨૦ થી ૨૫ રબારી યુવાનો વિરુધ્ધ ગુનો નોંધી ચાર જણાંની ધરપકડ કરી છે. જેમાં અમૃત ગોવા રબારી, દિનેશ પ્રભાત રબારી,દેવરાજ શરતાનભાઇ રબારી અને રઘુ ગોવા રબારીનો સમાવેશ થાય છે.


ભાવનગર યુનિ.ને રૂપિયા બે કરોડની ગ્રાન્ટ

ભાવનગર યુનિવર્સિટીમાં ચોઈસ બેઈઝડ ક્રેડીટ સિસ્ટમની અમલવારી શરૂ થઈ ગયા બાદ રાજ્યની ભાવનગર યુનિ. સહિત ત્રણ વિશ્વ વિદ્યાલયોને વધારાની રૂ. બે કરોડની ગ્રાન્ટ આપવાની જાહેરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણમંત્રી રમણભાઈ વોરાએ કરી છે.ચોઈસ બેઈઝડ ક્રેડિટ સિસ્ટમ (સીબીસીએસ)ની અમલવારી માટે રાજ્યની ભાવનગર યુનિ., સૌરાષ્ટ્ર યુનિ. અને સરદાર પટેલ યુનિવર્સિટી, આ પ્રત્યેક યુનિવર્સિટીને રૂ.બે-બે કરોડની વધારાની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત રાજ્યભરના કુલપતિઓની મળેલી બેઠકમાં કરવામાં આવી હતી.યુજીસીની ગાઈડલાઈન મુજબ દરેક યુનિવર્સિટીએ આ સિસ્ટમનો અમલ કરવાનો છે અને સમગ્ર રાજ્યમાં ચોઈસ બેઈઝડ ક્રેડિટ સિસ્ટમનો સૌ પ્રથમ અમલ ભાવનગર યુનિવર્સિટીએ કર્યો છે તે અંગે વિસ્તૃત જાણકારી ભાવ.યુનિ.ના કુલપતિ પ્રો.બી.એલ. શર્માએ ઉચ્ચ શિક્ષણમંત્રી રમણભાઈ વોરાને આપી હતી.


સુરત એરપોર્ટ પરથી લેપટોપ અને ક્રેડિટ કાર્ડ્સ ચોરાયા

સુરત એરપોર્ટ પર આવેલા એક મુસાફરનું લેપટોપ, ક્રેડિટ કાર્ડસ તથા અલગ અલગ હોટેલ્સના સ્ટે કાર્ડની ચોરી થઈ હતી. મુસાફર મોઢું ધોવા માટે એક મિનિટ બાથરૂમમાં ગયા ને એરપોર્ટ પર ગઠિયો કળા કરી બેગ ક્યાં ગાયબ કરી ગયો તેની કોઈને જાણ નથી.પ્રાપ્ત વિગતો અનુસાર કલ્પેશભાઈ વાડીલાલ શાહ દિલ્હીની ફ્લાઇટમાં જવા માટે સુરત એરપોર્ટ પર ગુરુવારે બપોરે પહોંચ્યા હતા. દરમિયાન તેઓ ફ્રેશ થવા માટે બાથરૂમમાં ગયા હતા, બાથરૂમમાં તેમની લેપટોપની બેગમાં પાણી લાગી જશે એવું માની તેઓ ફરીથી બહાર આવ્યા અને બેગ બાથરૂમની બહાર મૂકી દીધી હતી. આ ઘટના એરપોર્ટ પર કોઈ ગઠિયો જોઈ રહ્યો હતો, કલ્પેશભાઈ જેવા બાથરૂમની અંદર ગયા ને ગઠિયો લેપટોપની બેગ લઈ રફૂચક્કર થઈ ગયો હતો.આ બેગમાં એક લેપટોપ, બે બેંકના ક્રેડિટ-ડેબિટ કાર્ડ, બે અલગ અલગ એરલાઇન્સના કાર્ડ તેમજ ફાઇવ સ્ટાર હોટેલના સ્ટે કાર્ડ હતું. આ બનાવ અંગે કલ્પેશભાઈએ ઉમરા પોલીસ મથકમાં જઈ ફરિયાદ કરતાં મામલો પ્રકાશમાં આવ્યો છે. બનાવ અંગે પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


‘રામમંદિર નિર્માણને ચુટકી વગાડું એટલી વાર’

આ જન્મમાં કરેલાં સત્કાર્યો પાછલાં જન્મોના કર્મોના મોટાભાગનાં દુષ્પરિણામને નષ્ટ કરે છે માટે જીવનમાં સત્કાર્યો કરવાં જોઈએ જેથી સમાજ અને રાષ્ટ્રનો ઉત્કર્ષ થશે ત્યારે દેશ અને સમાજનાં કલ્યાણકારી કાર્યોમાં લાગી જવાનું આહ્વાન વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડો..પ્રવિણ તોગડિયાએ ગુરુવારે મહેસાણા ખાતે વિહિપ આયોજીત સ્નેહમિલન સમારોહમાં નિવૃત્ત કર્મચારીઓને કર્યું હતું.મહેસાણામાં લાંબા સમયગાળા પછી આવેલા ડો.. પ્રવિણ તોગડિયાએ આ પ્રસંગે ‘‘દાનનો અર્થ માત્ર પૈસાનું દાન જ નથી પરંતુ અન્નદાન, વિદ્યાદાન, જીવનદાન, પાણીદાન પણ શ્રેષ્ઠ દાન છે તેમ કહીને અર્થ ઉપાર્જનની જવાબદારીમાંથી મુક્ત થયેલા વડીલોને હવે સમાજ અને રાષ્ટ્રની સેવામાં જોડાવું જોઈએ’’ તેમ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ભગવાનનું નામ લેવું અને બીજાને લેવડાવવું એ પણ શ્રેષ્ઠ કર્મ છે. જ્યારે ઉપસ્થિત સંતો-મહંતોએ વિદેશી સંસ્કૃતિના મારાથી બચીને ભારતીય સંસ્કૃતિનું રક્ષણ કરવાનું તેમજ હનુમંત શક્તિ જાગરણ મંચ સહિતમાં જોડાઇને સત્કાર્યો કરવા અનુરોધ કર્યો હતો.રામમંદિર બનાવવા માટે દેશભરમાં હનુમાન શક્તિ જાગરણ અભિયાન અંતર્ગત ૧૬મી ઓગસ્ટથી ૧૫મી નવેમ્બર સુધી દર શનિવારે ગામેગામ અને શેરીએ શેરીએ ૧૧ હનુમાન ચાલીસાના પાઠ કરવાનું શરૂ કરાયું છે ત્યારે આ હનુમંત શક્તિ જાગરણ અભિયાનમાં તેમજ રાષ્ટ્રના ઉત્કર્ષના કાર્યોમાં નિવૃત્ત વડીલો પણ જોડાય તેવા હેતુથી વિશ્વ હિન્દુ પરિષદ મહેસાણા જિલ્લા દ્વારા ગુરૂવારે સવારે શહેરના કમળાબા હોલમાં જિલ્લાના વાનપ્રસ્થિ નિવૃત્ત કર્મચારીઓના સ્નેહમિલન સમારોહનું આયોજન કરાયું હતું.


સચિનનો હોય સાથ તો પછી જોવાનું જ શું

ક્રિકેટ જગતમાં ડગ માંડનાર દરેક યુવાન ખેલાડી સચિન તેંડુલકર જેવું બનવા માંગે છે. મુંબઇ ઇન્ડિયન્સ માટે ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કરનાર કેરોન પોલાર્ડનું કહેવું છે કે, સચિન જેવા મહાન ખેલાડી સાથે રમવાનું તેનું સ્વપ્ન પૂરુ થયું છે.આંખમાં થયેલી ઇજાના કારણે મેદાનથી દૂર રહેલા પોલાર્ડને વિશ્વાસ છે કે, તે દક્ષિણ આફ્રિકામાં થનાર ચેમ્પિયન્સ લીગ ટી-20 ટૂર્નામેન્ટમાં ધમાકેદાર પુનરાગમન કરશે. ત્રિનિદાદથી ડીએનએને આપેલા ઇન્ટર્વ્યુંમાં તેણે જણાવ્યું હતું કે તેની આંખની ઇજા પહેલા કરતા વધારે સારી છે. અને ટૂંક સમયમાં રમવાનું શરૂ કરશે.ઉલ્લેખનીય છે કે ડોમિનિક કોર્કની એક બાઉન્સરથી પોલાર્ડની આંખ ઇજાગ્રસ્ત થઇ હતી. આઇપીએલ-3ના સૌથી મોંઘા ખેલાડી રહેલા પોલાર્ડે કહ્યું કે તેની પાસે હજૂ ત્રણ સપ્તાહ જેટલો સમય છે અને તે આ ઇજામાંથી બહાર આવી જશે.


ટ્રેનને જોતા બિગ બીને શોલેના દિવસો યાદ આવ્યા

બોલિવૂડ લિજેન્ડ અમિતાભ બચ્ચન હાલમાં ગુજરાત પ્રવાસન વિભાગની એડ ફિલ્મના શુટિંગ અર્થે ગુજરાત આવ્યા છે. બુધવારના રોજ બિગ બી પોરબંદર ગયા હતા. આ સમયે રેલવે ફાટક ક્રોસ કરતી વખતે તેમણે પોતાની ગાડી ઉભી રખાવી દીધી હતી.સીનિયર બચ્ચન કારમાં બેસીને શુટિંગ અર્થે જઈ રહ્યા હતા. આ સમયે રેલવે ફાટક બંધ હતું. બિગ બી કારમાંથી નીચે ઉતર્યા હતા અને ટ્રેન આવે તેની રાહ જોઈ રહ્યા હતા. બિગ બીને આ સમયે ફિલ્મ શોલેની યાદ આવી હતી.અમિતાભ બચ્ચને કહ્યું હતું કે, રેલવેને જોઈને તેમને શોલે અને મે આઝાદ હૂં જેવી ફિલ્મોની યાદ આવી ગઈ હતી.બિગ બી રેલવે ફાટક આગળ ઉભા રહેતા ગાર્ડ તેમને જોઈને ભાન ભૂલી ગયો હતો અને તેણે ભૂલથી લાલ ઝંડી બતાવી હતી. આ જોઈને બિગ બી તરત જ બોલી ઉઠ્યા હતા કે, અરે લાલ ઝંડી ના બતાવીશ ગાડી ઉભી રહી જશે. અમિતાભે રેલવે ગાર્ડનું હાથ જોડીને અભિવાદન કર્યુ હતું. ટ્રેન જતી રહી પછી બિગ બી કારમાં બેસીને રવાના થયા હતા.

No comments:

Post a Comment