20 August 2010

પારસીઓએ ઉજવી પ્રાર્થના અને પાર્ટી સાથે પતેતી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


પારસીઓએ ઉજવી પ્રાર્થના અને પાર્ટી સાથે પતેતી

પારસી સમાજ દ્વારા ગુરુવારે પારસી નવા વર્ષ નવરોજ મુબારકની ઉજવણી સવારે આતશ બહેરામમાં પ્રાર્થના કરી અને સાંજે ડાન્સ પાર્ટી યોજી મસ્તીથી કરી હતી. આ બંને સ્થળ એવાં છે જ્યાં યુવાનો પણ ભેગા થઈ શકે છે. સવારે અગ્નિદેવતાને સુખડ આપ્યું તેમજ રાત્રે યુવા હૈયાંએ વિચારોની આપ-લે કરી હતી.અગ્રણી જિમી ખરાદીના જણાવ્યા મુજબ સમાજની દરેક વ્યક્તિએ સવારે સાયરસ દસ્તુરજીના સાંનિધ્યમાં હમબંદગી કરી હતી અને પવિત્ર અગ્નિદેવતાને સુખડ અર્પણ કરી એકબીજાને ઉમંગથી ભેટ્યા હતા. આ સાથે બુધવારે પારસીઓની ગાથાના છેલ્લા દિવસની પૂર્ણાહુતિ થઈ હતી.આ દિવસે મોડી રાત્રીથી બુધવારની વહેલી સવાર સુધી પ્રાર્થનાઓ કરી સમગ્ર વર્ષ દરમિયાન કરેલાં ખોટાં કાર્યોની ક્ષમા માગી હતી. આની સાથે રાત્રે શહેરની એક હોટલ ખાતે યુવાનો માટે પાર્ટીનું આયોજન કરાયું હતું. પાર્ટીમાં યુવા હૈયા સંગીતના તાલે ઝૂમ્યા હતા. ઈરાનથી સંજાણ બંદર ખાતે ઉતર્યા પછી દૂધમાં સાકરની જેમ ભળી જનારી આ પ્રજા છેક ત્યારથી આજ સુધી કોઈ પણ પ્રકારના વિવાદમાં આવ્યા વિના ગુજરાતી બનીને રહી ગઈ છે.


મુંબઇમાં સોનાની નગરીઃ ઓક્ટોપસ બાબા પણ સોનાના

ગત ગુરૂવારના રોજ કલકત્તા સ્થિત શ્રી ગણેશ જ્વેલરી ગ્રુપ દ્વારા મુબંઈ ગોરેગાવના એનએસઈ કોમ્પલેક્ષમાં યોજાયેલા 'ઇન્ડિયા ઇન્ટરનેશનલ જ્વેલરી શો-2010' માં પોતાના સોનાની વિવિધ ચીજવસ્તુઓની ઓળખ સ્વરૂપ તાજેતરમાંજ ફુટબોલ કપમાં પ્રખ્યાત થયેલા ભવિષ્યની આગાહી કરનારા ઓક્ટોપસ બાબાની પણ સોનાના સ્વરૂપમાં રજુ કર્યા છે.ગણેશ જ્વેલરી ગ્રુપના જણાવ્યાનુસાર સોનાના ઓક્ટોપસ બાબા માટે 22 કેરેટ સોનુ વાપરવામાં આવ્યુ છે અને તેનો વજન છે 3.3 કીલો. બંગાળના 30 કારીગરો વિશે જણાવતા કહે છે કે તેઓ સાથે મળીને આ પિશનુ નિર્માણ કર્યુ છે અને તેની કિંમત છે 80 લાખ રૂપીયા.આ ઉપરાંત કારીગરોએ સોલીડ સોનાનુ એફિલ ટાવર પણ આ એક્સિબિશન માં રજુ કર્યુ છે. આટલુ જ નહી ઘળિયાલ, કાંચ, કાંસકો, ભગવાનની મુર્તિથી લઇને તેમના વસ્ત્ર સુધી અને ઓઢવાની ચાદર પણ સોનાની બનાવી રજુ કરી છે.આની મુલાકાત લેનારા સોનાની આ ચીજવસ્તુઓ જોતા જ રહી જાય છે અને સોનાના ઓક્ટોપસ બાબા આ મુલાકાતિયોને પોતાના તરફ ખેચ્યા વગર રહેવાજ નથી દેતા. સોનાના ઓક્ટોપસ બાબાએ મુલાકાતીયોને એટલા આકર્શીત કર્યા છે કે લોકો તેની પાસે ઉભા રહીને ફોટો કંડારીને યાદગીરી સ્વરૂપે સાચવી રાખવામાટે પડાપડી કરી રહ્યા છે. જ્યાં નજર પહોચે આપની ત્યા માત્રને માત્ર સોનાની વસ્તુઓજ નજર આવી રહી છે. જેના કારણે મુંબઇમાં જોણે સોનાની નગરી વસી ગઇ હોય તેમ લાગે છે.


અમદાવાદની બિન્ની બની સંગિનીની ગૌરી


ઝી ટીવી પર પ્રસારિત થનારી સિરિયલ ‘સંયોગ સે બની સંગિની’માં બિન્ની શર્મા મુખ્ય પાત્ર નિભાવી રહી છે. ડાન્સમાં ઊંડો રસ ધરાવનારી બિન્ની અમદાવાદની છે અને અગાઉ ઝી ટીવીનો મ્યુઝિકલ શો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ના ફાઈનલ રાઉન્ડ સુધી પહોંચી ચૂકી છે. હવે આ સિરિયલ દ્વારા તેણે એક્ટિંગમાં ઝંપલાવ્યું છે. અહીં પ્રસ્તુત છે તેની સાથે થયેલી ખાસ વાતચીત.આ એક રોમેન્ટિક લવસ્ટોરી છે. આ સિરિયલમાં મારા પાત્રનું નામ ગૌરી છે. ગૌરી તેની જવાબદારીઓમાં જ ફસાયેલી રહે છે. જિંદગીમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યા પછી પણ તે ખુશ રહે છે. ગૌરી અને રુદ્ર કેવા સંજોગોમાં એકબીજાને મળે છે અને તેમના વચ્ચે કેવી રીતે પ્રેમ ખીલે છે અને તેમાં કેવા-કેવા અવરોધો આવે છે તેની આ કથા છે.સિરિયલ તો નહીં, પણ ઝી ટીવીનો ફેમસ શો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’માં ભાગ લઈ ચૂકી છું. તેના ફાઈનલ રાઉન્ડમાં પણ હું પહોંચી હતી. ત્યાર બાદ હવે ‘સંગિની’માં કામ કરી રહી છું. એ રીતે જોઈએ તો ફિકશન સિરિયલમાં પ્રથમ વાર કામ કરીશ.


સેહવાગ ભૂતકાળ ભૂલી ગયો લાગે છે

ટીમ ઇન્ડિયાના વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ શ્રીલંકાના બોલર રણદિવે ફેંકેલા નો-બોલ વિવાદના કારણે હીરો બની ગયો છે. અને તેના તમામ પ્રશંસકો માટે સૂરજ રણદિવ વિલેન બની ગયો છે. પરંતુ બધા સેહવાગે દક્ષિણ આફ્રિકા સામે કરેલી એક અંચાઇને ભૂલી ગયા લાગે છે.આ વર્ષે ફેબ્રુઆરીમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ કોલકતા ટેસ્ટમાં સહેવાગે શ્રીલંકાના સૂરજ રણદિવ જેવી રમત રમી હતી. મેચના અંતિમ દિવસે મેચને ડ્રોમાં પરિણમવા માટે લડી રહેલા હાશિમ અમલાને સ્ટ્રાઇક લેતો રોકવાના ઇરાદાથી મોરન મોરકલે ફટકારેલા શોટને લાત મારીને બાઉન્ડ્રી બહાર મોકલી દીધો હતો. અને તેના માટે આઇસીસીએ સેહવાગને દંડ પણ ફટકાર્યો હતો.મેચના અંતિમ દિવસે દક્ષિણ આફ્રિકાની એક વિકેટ બાકી હતી. ક્રિઝ પર ઉભેલા હાશિમ અમલા અને મોરન મોરકલની જોડી પર મેચ બચાવવાનું દબાણ હતું. અને બીજી તરફ ટીમ ઇન્ડિયા એવા પ્રયાસોમાં હતી કે કોઇપણ રીતે હાશિમ અમલાને બેટિંગ કરવાની તક ન મળે.130મી ઓવરમાં બોલ સચિનના હાથમાં હતો. બાઉન્ડ્રી બચાવવા માટે સેહવાગને ઉભો રાખવામાં આવ્યો હતો. મોરકલે ફટકારેલા એ સામાન્ય શોટ પર સહેવાગ ચતુરાઇ દર્શાવતા કીક મારીને બોલને બાઉન્ડ્રી બહાર કરી દીધો હતો. તેની આ ભૂલના કારણે અમ્પાયરે ભારત પર પાંચ રનની પેનલ્ટી ફટકારીને સ્ટ્રાઇક અમલાને આપી હતી. સેહવાગે ખેલભાવનાને નેવે મુકીને આ કામ કર્યું હતું. જો કે, તેની આ ભૂલ શ્રીલંકાના ખેલાડીઓએ કરેલી ઇરાદાપૂર્વકની ભૂલ કરતા નાની હતી. પરંતુ તે ખોટો તો હતો જ. ભારત આ ટેસ્ટ એક ઇનિંગ અને 57 રનથી જીતી ગયું હતું. અમલાએ બન્ને ઇનિંગમાં સદી ફટકારી હતી.


કુલદીપ શર્માની સોમવાર સુધી ધરપકડ નહી થાય

કચ્છના ૧૯૮૪ના એન્કાઉન્ટર કેસમાં કુલદીપ શર્માની ધરપકડ સોમવાર સુધી નહી કરવા માટે ન્યાયમુતિg આર.એચ.શુકલએ આદેશ કર્યો છે. કચ્છના એન્કાઉન્ટર કેસમાં સીઆઇડી ક્રાઇમબ્રાન્ચ સમક્ષ થયેલી ફરીયાદને રદ કરવા માટે કુલદીપ શર્માએ કરેલી અરજીના કેસમાં આજે રાજ્ય સરકારે આ મુદ્દે પોતાનો જવાબ રજુ કર્યો છે. બીજી તરફ હાઇકોર્ટે સોમવાર સુધી કુલદીપ શર્માની ધરપકડ નહી કરવા માટે પણ સરકારને આદેશ કર્યો છે. આ કેસની વધુ સુનાવણી સોમવાર પર મુલત્વી રહી છે.


રબારી અને ઠાકોર જૂથ બાખડ્યા, વાહનો સળગાવાયાં

ઘાટલોડિયામાં દશામાના ગરબાના કાર્યક્રમ દરમિયાન ઠાકોર અને રબારીઓ વચ્ચે ઘર્ષણ રબારીઓના ટોળાએ પાંચ બાઈક અને સાયકલ સળગાવી દેતા સમગ્ર વિસ્તારમાં તંગદીલી ફેલાવવા સાથે નાસભાગ મચી ગઇ હતી. આ અંગે પોલીસે રબારીઓના ટોળા વિરુધ્ધ ગુનો નોંધી ચારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.પ્રાપ્તમાહિતી અનુસાર,અલકાપુરી સોસાયટીમાં આવેલા દશામાના મંદિર ખાતે યોજાયેલા ગરબાના કાર્યક્રમ દરમિયાન ૨૦ થી ૨૫ રબારી યુવાનો આવ્યા હતા અને ઠઠ્ઠા મશ્કરી કરી રહ્યા હતા. દરમિયાનમાં એક રબારી યુવાને પાણીનો જગ ઉછાળતા તે કમલેશ ઠાકોર નામના યુવાનને વાગતા કમલેશે રબારી યુવાનો સાથે ઝગડો કરતા યુવાનોએ ભેગા મળીને કમલેશની ધોલાઇ કરી હતી.જો કે આ દ્રશ્ય જોઇ કમલેશના સગા સબંધી દોડી આવતા રબારી યુવાનો ભાગ્યા હતા અને નજીકમાં પડેલી બાઈકોની પેટ્રોલની પાઈપો કાઢીને આગ ચાંપી દીધી હતી. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઇ હતી. આ અંગે હરેશભાઇ અંબારામ મેરાજી ઠાકોરની ફરિયાદના આધારે ઘાટલોડિયા પોલીસે ૨૦ થી ૨૫ રબારી યુવાનો વિરુધ્ધ ગુનો નોંધી ચાર જણાંની ધરપકડ કરી છે. જેમાં અમૃત ગોવા રબારી, દિનેશ પ્રભાત રબારી,દેવરાજ શરતાનભાઇ રબારી અને રઘુ ગોવા રબારીનો સમાવેશ થાય છે.



રબારી અને ઠાકોર જૂથ બાખડ્યા, વાહનો સળગાવાયાં

ઘાટલોડિયામાં દશામાના ગરબાના કાર્યક્રમ દરમિયાન ઠાકોર અને રબારીઓ વચ્ચે ઘર્ષણ રબારીઓના ટોળાએ પાંચ બાઈક અને સાયકલ સળગાવી દેતા સમગ્ર વિસ્તારમાં તંગદીલી ફેલાવવા સાથે નાસભાગ મચી ગઇ હતી. આ અંગે પોલીસે રબારીઓના ટોળા વિરુધ્ધ ગુનો નોંધી ચારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.પ્રાપ્તમાહિતી અનુસાર,અલકાપુરી સોસાયટીમાં આવેલા દશામાના મંદિર ખાતે યોજાયેલા ગરબાના કાર્યક્રમ દરમિયાન ૨૦ થી ૨૫ રબારી યુવાનો આવ્યા હતા અને ઠઠ્ઠા મશ્કરી કરી રહ્યા હતા. દરમિયાનમાં એક રબારી યુવાને પાણીનો જગ ઉછાળતા તે કમલેશ ઠાકોર નામના યુવાનને વાગતા કમલેશે રબારી યુવાનો સાથે ઝગડો કરતા યુવાનોએ ભેગા મળીને કમલેશની ધોલાઇ કરી હતી.જો કે આ દ્રશ્ય જોઇ કમલેશના સગા સબંધી દોડી આવતા રબારી યુવાનો ભાગ્યા હતા અને નજીકમાં પડેલી બાઈકોની પેટ્રોલની પાઈપો કાઢીને આગ ચાંપી દીધી હતી. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઇ હતી. આ અંગે હરેશભાઇ અંબારામ મેરાજી ઠાકોરની ફરિયાદના આધારે ઘાટલોડિયા પોલીસે ૨૦ થી ૨૫ રબારી યુવાનો વિરુધ્ધ ગુનો નોંધી ચાર જણાંની ધરપકડ કરી છે. જેમાં અમૃત ગોવા રબારી, દિનેશ પ્રભાત રબારી,દેવરાજ શરતાનભાઇ રબારી અને રઘુ ગોવા રબારીનો સમાવેશ થાય છે.



વડોદરા સેન્ટ્રલ જેલનું ઇન્દિરા ગાંધી ઓપન યુનિ. સાથે જોડાણ

શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર હવે કેદીઓ માટે પણ હવે લાગુ પાડવામાં આવ્યો છે. રાજ્યના જેલ વિભાગે ૨૪ જેલમાં રખાયેલા તમામ કેદીઓને શિક્ષણ મળી રહે તે માટે બાબ સાહેબ આંબેડકર અને ઇન્દિરા ગાંધી ઓપન યુનિ. સાથે સિદ્ધાંતિક સમજૂતી કરી છે. હવે, બન્ને યુનિ.એ કેદીઓ પાસેથી ફી લેવામાં નહી આવે તે બાબતને મંજુરી આપી દીધી છે.જેલ વિભાગના વડા એડશિનલ ડી.જી. પી.સી ઠાકુરે જણાવ્યું હતું કે, રાજ્યની ૨૪ જેલ પૈકીની અમદાવાદ અને જૂનાગઢ જેલનું ઇન્દિરા ગાંધી ઓપન યુનિ. સાથે જોડાણ થયેલું હતું અને અત્યાર સુધી કેદીઓ નિયમ મુજબ ફી ચૂક્વીને વિવિધ અભ્યાસ ક્રમમાં જોડાતાં હતાં.



તહેવારો ટાણે જ ૯૦૦ શિક્ષકોને પગારના ફાંફાં

એક તરફ શ્રાવણ મહિનાની સાથેસાથે તહેવારોની મોસમ ચાલી રહી છે ત્યારે પાદરા તાલુકાના ૯૦૦ જેટલા પ્રાથમિક શિક્ષકોને હજુ સુધી જુલાઇ મહિનાનો પગાર નહીં મળતાં તહેવારો ટાણે શિક્ષકોની હાલત કફોડી બની છે.પાદરા તાલુકામાં ૧૪૧ પ્રાથમિક શાળાઓ આવેલી છે. આ શાળાઓમાં અંદાજે ૯૦૦ જેટલા શિક્ષકો ફરજ બજાવે છે. આ શિક્ષકોને ઓગસ્ટ મહિનાની ૧૯ તારીખ થઇ છે તેમ છતાં હજુ સુધી જુલાઇ મહિનાનો પગાર મળી શક્યો નથી. પગાર નહીં થવા પાછળ તાલુકા પંચાયત શિક્ષણ સમિતિની આયોજન વિનાની કામગીરી કારણભૂત હોવાનું જાણવા મળ્યું છે.પ્રાપ્તવિગતો મુજબ જિલ્લા શિક્ષણ સમિતિમાંથી પાદરા તાલુકા શિક્ષણ સમિતિને શિક્ષકોના પગાર માટેની રૂ.૨ કરોડની ગ્રાન્ટ ફાળવી દેવાઇ છે. પરંતુ શિક્ષણ સમિતિએ પગારની ગ્રાન્ટનો ઉપયોગ શિક્ષકોને છઠ્ઠા પગાર પંચની ભલામણ મુજબ ૨૦ ટકા રોકડના પૂરવણી બિલ આપવામાં કરી નાંખતા શિક્ષકોને હજુ સુધી પગાર ચૂકવી શકાયો નથી.


સી.બી.આઈ. શહેરમાં, સોપારીબાજ ભૂગર્ભમાં

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ખંડણીના મુદ્દે સીબીઆઈ નાનામાં નાનો પુરાવો પણ છોડવા માગતી નથી ત્યારે રાજસ્થાનમાં ખાણ ધરાવતા અને સુરતમાં ટ્રેડિંગનું મોટું કામ કરતાં બે વેપારીઓની સંડોવણી નીકળતા સીબીઆઈની એક ટીમે ૩૦ કલાકથી સુરતમાં ધામા નાંખ્યા છે. એમ મનાઈ રહ્યું છે કે રાજસ્થાનના માર્બલના વેપારીઓ દ્વારા ઉઘરાવાયેલી મોટી રકમ સુરતના આ બંને વેપારીઓ મારફતે આ કેસમાં સંડોવાયેલા માંધાતાઓ સુધી પહોંચી હતી.જોકે, હજુસુધી આ બંને વેપારીઓ ભૂગર્ભમાં ઊતરી ગયા હોવાથી સીબીઆઈના હાથમાં આવ્યા નથી. આ માર્બલના વેપારીની પૂછપરછ અને જો એક્ટિવ રોલ નીકળે તો ધરપકડ સુધીની કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો હોવાથી રાજસ્થાન કેડરના ડીવાય એસપી બી.એસ. ખેરા સહિત ચાર અધિકારીઓ બુધવારે સાંજે સુરત આવ્યા હતા.સીબીઆઈની ટીમ બુધવારે રાત્રે રિંગરોડ પરની એક હોટલમાં રોકાયા હતા પરંતુ ગુરુવારે સવારે ચેક આઉટ કરીને તેમણે સુરત છોડી દીધું છે તેવો મેસેજ વહેતો કર્યો હતો. વેપારી હાથમાં આવતો ન હોવાથી સીબીઆઈની ટીમ કલાકે લોકેશન બદલી નાંખે છે.એટીએસની ટીમે જે તે સમયે સોહરાબુદ્દીનનું એન્કાઉન્ટર ખોટું છે તે સાબિત કરવા માટે એકત્ર કરાયેલા પુરાવામાં સુરતના રેલવે અધિકારીઓનાં નિવેદનો પણ લીધાં હતાં. એન્કાઉન્ટર બાદ એટીએસ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદમાં વર્ણન કરવામાં આવ્યું હતું કે ‘કુખ્યાત સોહરાબુદ્દીન મુખ્યમંત્રી મોદીને મારવાનું કાવતરું પાર પાડવા આવ્યો હતો.’તા. ૨૫.૧૧.૨૦૦૫ના રોજ ઉધના રેલવે સ્ટેશનથી ખરીદવામાં આવેલી સુપરફાસ્ટ ટ્રેનની ટિકીટ વિન્ડો નંબર ૪ પર ફરજ પર હાજર પ્રદીપ પ્રમોદકુમાર શર્માએ બપોરે ૧ વાગે ઇસ્યુ કરી હતી. પરંતુ આ ટિકિટ કોણ લઈ ગયું હતું તે અંગે તેમની પાસે કોઈ પુરાવો નથી. વળી, આ ટિકિટ સાથે કોણે કંઈ ટ્રેનમાં મુસાફરી કરી તે અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. એટલું જ નહીં સીબીઆઈના ઇન્સપેક્ટર ભરતેન્દ્ર શર્માએ પણ આ જ દિશામાં તા. ૨૧.૪.૨૦૧૦ના રોજ સુરત આવીને પ્રદીપ શર્માની જ નહીં પરંતુ તેમના ઉપરી અધિકારી હેમંત રમણભાઈ સાઢુ (તે સમયના સીબીએસ રેલવે અધિકારી)નું પણ નિવેદન લીધું હતું.


‘પ્રેમલગ્ન કોઇ ગુનો નથી’

પરિવારની ઇજ્જતના નામે આડેસરમાં ભાગેલા પ્રેમીયુગલમાં યુવકના પરિવારના ૪ સભ્યોને યુવતીના પરિવારે રહેંસી નાખ્યો તે ઘટનાને સમગ્ર કચ્છવાસીઓ ધિક્કારી રહ્યા છે. બંને પ્રેમીઓ ક્ષત્રિય સમાજના જ હતા છતાં આ નરસંહાર પ્રથા-ઇજ્જતના નામે ખેલાયો તે એક રાક્ષસી કૃત્ય છે. આંતર જ્ઞાતિય કે, પ્રેમલગ્ન કોઇ ગુનો નથી, પરંતુ સમાજે પોતાના સ્વાર્થ માટે અન્ય ગુનાઓને માથા પર બેસાડી પ્રેમલગ્નને પાપમા ખપાવી દીધું છે. પરિણામે જડ વિચારસરણી આજે પણ ઘણા સમાજમાં જોવા મળે છે. ઇજ્જતના નામે શું આવા ઘાતકી પગલાં ભરવા જોઇએ, શું પ્રેમલગ્ન ગુનો છે ? ખરેખર આવા સમયે મા-બાપ-સમાજનું વલણ કેવું હોવું જોઇએ, તે વિશે જણાવે છે સમાજ અગ્રણીઓ.સમજણવાળા આગેવાનોની જરૂર છેસમાજની સમજણનો અભાવ છે ખરેખર આવા કૃત્યો થાય એ માનવતાને લાંછન છે. નાજૂક મુદ્દાઓ ઉપર સમજાવટથી રસ્તો કાઢવો જોઇએ આવા કૃત્યો રોકવા સમાજમાં સમજણ વાળા આગેવાનો જેટલા વધુ હશે એટલો સમાજ જડતામાંથી મુક્ત થશે. ઓનર કિલીંગના આ કિસ્સાઓ સમાજને સદીઓ પાછળ લઇ જાય છે.જો શિક્ષણ આ કુટુંબમાં હોત તો આ ઘટના ન બની હતો, જ્યાં સુધી સમાજમાં શિક્ષણમાં નહીં આવે ત્યાં સુધી કોઇપણ પછાત સમાજ આ ગળ નહીં આવે આવી હિચકારી ઘટનાઓ બંધ કરાવવા દિકરા-દિકરીને ભણાવવાની વ્યવસ્થા કરવી જરૂરી છે. શિક્ષણ થકી જ કુ-વિચારોને તિલાંજલિ મળે છે. શિક્ષણ એ સમાજની આંખ છે.-વખતસિંહ જાડેજા, કેળવણીકારઆ રાક્ષસી કૃત્ય કોઇ કાળે ન ચલાવી લેવાય, દીકરીનું કોઇ અપહરણ કરે તો કાનૂની પગલા ભરવા જોઇએ નહીં કે, નિર્દોષ વ્યક્તિઓનું લોહી રડવું જોઇએ. આવા ગુનાહિત માનસવાળી વ્યક્તિઓ સમગ્ર સમાજને કલંકિત કરે છે. હું આ ઘટનાને સખત શબ્દોમાં વખોડું આવું કોઇ કાળે ચલાવી ન લેવાય.



વાગડની ધરામાં સળવળાટ યથાવત્ : ૨.૯નો આંચકો

વાગડની ધરામાં કંપનનો દોર હજુ યથાવત રહ્યો છે. મંગળવારની પરોડે ૨.૯ની તીવ્રતાનો આંચકો અનુભવાતાં કેટલાક ગામોમાં ભય ફેલાયો છે. અલબત આ ધ્રુજારીને દિલ્હી સ્થિત સિસ્મોલોજી કચેરીનું સમર્થન મળ્યું નથી. પરંતુ ઇન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ ગાંધીનગરમાં આ કંપન નોંધાયું છે. ભચાઉમાં પણ તેની અસર થઇ હોવાનું જાણવા મળે છે.મંગળવારે પરોડે ૩.૪૫ વાગ્યે આવેલા આંચકાનું કેન્દ્ર બિંદુ ભચાઉથી ૧૫ કિમી ઉત્તર પશ્ચિમમાં નોંધાયું છે. ૨૩.૩૭૮ લેટિટયુડ અને ૭૦.૧૮૫ લોગીંટયૂડ પરથી આવેલા કંપનનું ઉંડાણ ૨૭.૭ કિમી નીચે હતું.ભચાઉથી મળતી વિગતો મુજબ કેટલાક નગરજનોને રાત્રે કંપન અનુભવવાનું જણાયું હતું પરંતુ તે અત્યંત ક્ષણિક હોવાથી અવગણી દેવાયું હતું.સિસ્મોલોજીસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ નોંધ અનુસાર ૧૨મી ઓગસ્ટના ૪ના આંચકા બાદ વાગડ વિસ્તારમાં જ ૧૩મીના ૩નો, ૧૪મીના ૨.૧નો, ૧૬મીના ૧.૭ તેમજ ૧.૩ના અત્યંત હળવાં કંપન આવ્યા છે ત્યારે વાગડ ફોલ્ડ હજુએ જીવંત અવસ્થામાં હોવાનું જણાવ્યું છે.


ભાજપના ડૉ.કનુભાઇ કળસરીયા સાથે કોંગીના રાજકીય જોડાણની શક્યતા

મહુવાના ધારાસભ્ય કનુભાઇ કળસરીયા અને કોંગ્રેસના આગેવાનોનાં સયુક્ત ઉપક્રમે આવતીકાલે શુક્રવારે અમદાવાદ ખાતે એક કાર્યક્રમનું આયોજન થયું છે. જેમાં નિરમા સામેની લડતને વધુ વેગવંતી બનાવાઇ તેવી શક્યતા છે.ઉપરાંત એક રાજકીય ભુકંપ સર્જાય અને કનુભાઇ કળસરીયા અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ગઠબંધન પણ ઉભુ થાય તેવી શક્યતા છે.આ અંગે મળતી વિગતો મુજબ મહુવામાં નિરમા કંપનીને સિમેન્ટ ફેક્ટરી માટે જમીન ફાળવવામાં હાલની ભાજપ સરકારના નિર્ણય સામે તેમનાં જ પક્ષના ધારાસભ્ય કનુભાઇ કળસરીયાએ આંદોલન છેડ્યું છે અને તાજેતરમાં રાહુલ ગાંધીની દરમિયાનગીરી બાદ કોંગ્રેસ પક્ષે આ આંદોલનને ટેકો પણ જાહેર કરેલ છે.નિરમા સામે આંદોલન કરતા ધારાસભ્યને ભારતીય જનતા પાર્ટી ચૂંટણીમાં ફરી ટીકીટ આપે તેવી કોઇ શક્યતા દેખાતી નથી જેના પ્રતિકારૂપે ડૉ.કળસરીયાએ સદ્દભાવના સમિતિના નેજા હેઠળ પોતાનું અલગ નેટવર્ક ઉભુ કર્યું છે.શુક્રવારે કોંગ્રેસ પક્ષ સાથે નિરમાં આંદોલન માટે અમદાવાદ ખાતે એક મંચ ઉપર આવનાર ડૉ.કળસરીયા કોંગ્રેસમાં જોડાઇ અથવા તો તેમનું અલગ નેટવર્ક સદ્દભાવના સમિતિ અને કોંગ્રેસ પક્ષ વચ્ચે આવનારી ચૂંટણીઓ અંગે કોઇ ગઠબંધનની જાહેરાત થાય તેવી શક્યતા છે.


ભાવનગરમાં એક અઠવાડિયાથી ‘ઇંગ્લિશ વેધર’

ભાવનગર શહેર-જિલ્લામાં છેલ્લા એક અઠવાડીયાથી ઇંગ્લીશ વેધર એટલે કે ડબલ ઋતુ ચાલે છે. જેમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહે છે તો ક્યારેક સામાન્ય તડકો અને વરસાદી છાંટા પડી જાય છે.રાત્રે થોડી ઠંડકને લીધે ભેજવાળા વાતાવરણનો અનુભવ થાય છે. જેના લીધે શહેર અને ગ્રમ્ય પંથકમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા નજરે પડે છે. શહેર-જિલ્લાના મોટાભાગના સરકારી, ટ્રસ્ટના અને ખાનગી દવાખાનાઓમાં લોકોની લાઇનો જોવા મળે છે.શહેર-જિલ્લામાં છેલ્લા અઠવાડીયાથી બે ઋતુનો લોકો અનુભવ કરી રહ્યાં છે. બેવડી સીઝનને કારણે ઘરે-ઘરે તાવ, શરદી, ઉઘરસ, ઝાડા-ઉલ્ટી, મેલેરિયા, ચીકનગુનિયા જેવા અનેક પ્રકારના રોગચાળાએ માથું ઉંચકર્યું છે. તો પ્રદુષિત વાતાવરણ અને પાણીજન્ય રોગચાળાને કારણે કમળો, ટાઇફોઇડ જેવા રોગચાળાનો પણ અનેક લોકો ભોગ બને છે.ઇંગ્લીશ વેધરને કારણે પાચનશક્તિ પણ મંદ પડી જાય છે. જેના કારણે પણ પેટના અનેકવિધ રોગો ઉદ્દભવ ફેલાય છે. વાતાવરણમાં ભેજ વધુ રહેતો હોવાથી અને વાદળછાયા વાતાવરણને ધ્યાને લઇ પ્રદુષિત, ઉઘાડો, વાસી ખોરાક ન ખાવો હિતાવહ છે.


ભાવનગર યુનિ.ને રૂપિયા બે કરોડની ગ્રાન્ટ

ભાવનગર યુનિવર્સિટીમાં ચોઈસ બેઈઝડ ક્રેડીટ સિસ્ટમની અમલવારી શરૂ થઈ ગયા બાદ રાજ્યની ભાવનગર યુનિ. સહિત ત્રણ વિશ્વ વિદ્યાલયોને વધારાની રૂ. બે કરોડની ગ્રાન્ટ આપવાની જાહેરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણમંત્રી રમણભાઈ વોરાએ કરી છે.
ચોઈસ બેઈઝડ ક્રેડિટ સિસ્ટમ (સીબીસીએસ)ની અમલવારી માટે રાજ્યની ભાવનગર યુનિ., સૌરાષ્ટ્ર યુનિ. અને સરદાર પટેલ યુનિવર્સિટી, આ પ્રત્યેક યુનિવર્સિટીને રૂ.બે-બે કરોડની વધારાની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત રાજ્યભરના કુલપતિઓની મળેલી બેઠકમાં કરવામાં આવી હતી.યુજીસીની ગાઈડલાઈન મુજબ દરેક યુનિવર્સિટીએ આ સિસ્ટમનો અમલ કરવાનો છે અને સમગ્ર રાજ્યમાં ચોઈસ બેઈઝડ ક્રેડિટ સિસ્ટમનો સૌ પ્રથમ અમલ ભાવનગર યુનિવર્સિટીએ કર્યો છે તે અંગે વિસ્તૃત જાણકારી ભાવ.યુનિ.ના કુલપતિ પ્રો.બી.એલ. શર્માએ ઉચ્ચ શિક્ષણમંત્રી રમણભાઈ વોરાને આપી હતી.વાઈબ્રન્ટ અને સ્વર્ણિમ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર ખાતે કુલપતિઓની બેઠક યોજાઈ હતી જેમાં સેમેસ્ટર સિસ્ટમ, સીબીસીએસની અમલવારી માટે તાકિદ કરાઈ હતી. જોકે ભાવનગર યુનિ.ને આ અમલવારી માટે રાજ્ય શિક્ષણમંત્રીએ પ્રો.શર્માને અભિનંદન આપ્યા હતા.


મહેસાણા : ‘રામમંદિર નિર્માણને ચુટકી વગાડું એટલી વાર’

આ જન્મમાં કરેલાં સત્કાર્યો પાછલાં જન્મોના કર્મોના મોટાભાગનાં દુષ્પરિણામને નષ્ટ કરે છે માટે જીવનમાં સત્કાર્યો કરવાં જોઈએ જેથી સમાજ અને રાષ્ટ્રનો ઉત્કર્ષ થશે ત્યારે દેશ અને સમાજનાં કલ્યાણકારી કાર્યોમાં લાગી જવાનું આહ્વાન વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડો..પ્રવિણ તોગડિયાએ ગુરુવારે મહેસાણા ખાતે વિહિપ આયોજીત સ્નેહમિલન સમારોહમાં નિવૃત્ત કર્મચારીઓને કર્યું હતું.મહેસાણામાં લાંબા સમયગાળા પછી આવેલા ડો.. પ્રવિણ તોગડિયાએ આ પ્રસંગે ‘‘દાનનો અર્થ માત્ર પૈસાનું દાન જ નથી પરંતુ અન્નદાન, વિદ્યાદાન, જીવનદાન, પાણીદાન પણ શ્રેષ્ઠ દાન છે તેમ કહીને અર્થ ઉપાર્જનની જવાબદારીમાંથી મુક્ત થયેલા વડીલોને હવે સમાજ અને રાષ્ટ્રની સેવામાં જોડાવું જોઈએ’’ તેમ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ભગવાનનું નામ લેવું અને બીજાને લેવડાવવું એ પણ શ્રેષ્ઠ કર્મ છે. જ્યારે ઉપસ્થિત સંતો-મહંતોએ વિદેશી સંસ્કૃતિના મારાથી બચીને ભારતીય સંસ્કૃતિનું રક્ષણ કરવાનું તેમજ હનુમંત શક્તિ જાગરણ મંચ સહિતમાં જોડાઇને સત્કાર્યો કરવા અનુરોધ કર્યો હતો. રામમંદિર બનાવવા માટે દેશભરમાં હનુમાન શક્તિ જાગરણ અભિયાન અંતર્ગત ૧૬મી ઓગસ્ટથી ૧૫મી નવેમ્બર સુધી દર શનિવારે ગામેગામ અને શેરીએ શેરીએ ૧૧ હનુમાન ચાલીસાના પાઠ કરવાનું શરૂ કરાયું છે ત્યારે આ હનુમંત શક્તિ જાગરણ અભિયાનમાં તેમજ રાષ્ટ્રના ઉત્કર્ષના કાર્યોમાં નિવૃત્ત વડીલો પણ જોડાય તેવા હેતુથી વિશ્વ હિન્દુ પરિષદ મહેસાણા જિલ્લા દ્વારા ગુરૂવારે સવારે શહેરના કમળાબા હોલમાં જિલ્લાના વાનપ્રસ્થિ નિવૃત્ત કર્મચારીઓના સ્નેહમિલન સમારોહનું આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમમાં વિહિપના આંતરરાષ્ટ્રીય મહામંત્રી ડો.. પ્રવિણ તોગડિયા, કેળવણીકાર જેઠાભાઈ ચૌધરી, સંતો ગુલાબનાથજી મહારાજ, અવધકિશોરદાસજી બાપુ, શિવનારાયણ બાપુ, ગણએશદાસજી બાપુ, ગુરૂચરણદાસજી બાપુ, ગોપાલદાસજી બાપુ, વાસુદેવપુરી બાપુ સહિત સંતો, વિહિપ પ્રદેશ અધ્યક્ષ દિલીપભાઈ, ઉ.ગુ.પ્રાંત અધ્યક્ષ રાજેશભાઈ શાસ્ત્રી, જિલ્લા અધ્યક્ષ ચંદ્રકાન્તભારથી ગોસ્વામી, મંત્રી પ્રકાશભાઈ ભટ્ટ, ગાયત્રી પરિવારના વિષ્ણુભાઈ પંડ્યા, રઘુવીરસિંહશેખાવત, અશ્વિનગિરી ગોસ્વામી તેમજ જિલ્લાના સેવા નિવૃત્ત વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


વડનગર : પોસ્ટલ ટિકિટના અભાવે ઇ-ધરાનાં કામ અટવાયાં

વડનગર મામલતદાર કચેરીના ઇ-ધરા કેન્દ્રમાં પોસ્ટલ ટીકીટોના અભાવે નોંધ પડાવા આવેલી ખેડૂતોની એન્ટ્રીઓ અંગે ૧૩૫-ડીની નોંટિસો સમયસર ના બજાવાતાં આ અંગેની કામગીરી અટવાઇ પડ્યાની રાવ ઉઠી છે. જોકે કલેક્ટર કચેરી દ્વારા તાજેતરમાં જ રૂપિયા ૧૦ હજારની ગ્રાન્ટ ફળવાઇ હોય આ સમસ્યા ગરીબ કલ્યાણ મેળા બાદ તુરંત ઉકેલી દેવામાં આવશે તેવું આધારભુત સુત્રોએ જણાવ્યું હતું.કોઇ કારણોસર વડનગર મામલતદાર કચેરી તળેના ઇ-ધરા કેન્દ્રને રાજ્ય સરકાર દ્વારા મળતી પોસ્ટલ ટીકીટો માટેની ગ્રાન્ટ સમયસર ન મળતાં ખેડૂતો દ્વારા નોંધ પડાવવા માટે ઇ-ધરામાં રજૂ થયેલી અરજીઓમાં ૧૩૫-ડીની નોંટિસો બજાવાની કામગીરી ખોરંભે પડી છે.પરિણામે ખેડૂતો પરેશાન થઇ ઉઠતાં સ્થાનિક કક્ષાએથી કલેક્ટર કચેરીને લેખિત રજૂઆત કરવામાં આવતાં કલેક્ટર અજય ભાદુએ રાજ્ય સરકારને રજૂઆત કરી ઇ-ધરા કેન્દ્રમાંથી ઉપજ થતી અને કલેક્ટર કચેરીએ જમા થતી રકમમાંથી પોસ્ટલ ટીકીટો માટે નીમ્ન કક્ષાએથી ઇ-ધરા કેન્દ્રોને સીધી ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય લેવાયો હતો.


વૃક્ષારોપણમાં અમદાવાદનો રેકોર્ડ તૂટશે

અમદાવાદમાં ફક્ત એક જ દિવસે ૯.૧૯ લાખ વૃક્ષો વાવવાનો રેકોર્ડ એક માસમાં જ તોડવા માટે બનાસકાંઠા જિલ્લાએ આયોજન કર્યું છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લાના અધિકારીઓની મળેલ બેઠકમાં આગામી ૩૦મી ઓગસ્ટના રોજ ૧૧,૧૧,૧૧૧ વૃક્ષો વાવવાનું આયોજન કરાયું છે. જેમાં વધારેમાં વધારે વૃક્ષો વાવી તેનું જતન કરનાર ગામ, સંસ્થા કે નગરપાલિકાને તિરૂપતિ ફાઉન્ડેશન દ્વારા ૫૧,૦૦૦, ૩૧,૦૦૦ અને ૧૧,૦૦૦ના ઇનામ અપાશે.જુલાઇ માસમાં છેલ્લા દિવસે અમદાવાદે એક જ દિવસમાં ૯.૧૯ લાખ વૃક્ષો વાવી પાકિસ્તાનનો ૫ લાખ વૃક્ષો વાવવાનો રેકોર્ડ તોડ્યો હતો પરંતુ એક જ માસમાં અમદાવાદનો આ રેકોર્ડ તોડવા બનાસકાંઠાના વહીવટીતંત્રએ કમર કસી છે. પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આર.જે.પટેલની અધ્યક્ષતામાં જિલ્લાના અધિકારીઓ, ગ્રીન એમ્બેસેડર જીતુભાઇ પટેલ અને પર્યાવરણ પ્રેમીઓની એક બેઠક મળી હતી.જેમાં આગામી ૩૦મી ઓગસ્ટે જિલ્લામાં એક જ દિવસે ૧૧,૧૧,૧૧૧ વૃક્ષો વાવવાનું આયોજન કરાયું છે. આ રેકર્ડ કેવી રીતે બનાવવો તે માટે જિલ્લા કલેક્ટરે માર્ગદર્શન આપ્યું હતું. કૃષિ યુનિવર્સિટીએ ૫૦ હજાર, ડી.એસ.પી. હરિકૃષ્ણ પટેલે ૨૦,૦૦૦ અને તિરૂપતિ ફાઉન્ડેશને ૧૧,૦૦૦ વૃક્ષો વાવી તેનું જતન કરવાની જવાબદારી લીધી છે. આ ઉપરાંત વિવિધ ગ્રામ પંચાયતો, બી.એસ.એફ. અને પાલિકાઓએ પણ વૃક્ષારોપણની જવાબદારી સ્વીકારી છે.આ વૃક્ષારોપણમાં જે સંસ્થા, નગરપાલિકા કે ગામ વધારેમાં વધારે વૃક્ષો વાળી બે વર્ષ સુધી જતન કરી ઉછેરશે તેને વિસનગરના તિરૂપતિ ફાઉન્ડેશન દ્વારા ૫૧,૦૦૦, ૩૧,૦૦૦ અને ૧૧,૦૦૦ ઇનામ અપાશે તેમ સંસ્થાના ચેરમેન જીતુભાઇ પટેલે જણાવ્યું હતું. આ પ્રસંગે ડી.એફ.ઓ. એમ.એ. ચાવડા અને વાય.એમ.વર્માએ પણ નવા રેકોર્ડ માટે ખાત્રી આપી હતી.


ખેડા-આણંદમાં તાવના ભરડાથી ફફડાટ

આણંદ જિલ્લામાં સ્વાઈન ફ્લૂના બે કેસ મળી આવતાં લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. હાલમાં બંને દર્દી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રોગ અટકાયતી પગલાં હાથ ધરવામાં આવ્યા છે. ગત વર્ષે આણંદ જિલ્લામાં સ્વાઈન ફ્લૂના નવ કેસ નોંધાયા હતા. ચાલુ વર્ષે સ્વાઈન ફ્લૂના બે કેસ નોંધાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.ચોમાસામાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં ધીમે ધીમે સ્વાઈન ફ્લૂ માથુ ઊંચકી રહ્યો છે. આણંદ જિલ્લામાં પાંચ દિવસમાં સ્વાઈન ફ્લૂના બે પોઝિટિવ કેસ મળી આવ્યા છે. આરોગ્ય વિભાગના ડૉ.હર્ષદ શર્માએ જણાવ્યું હતું કે ‘ખંભાતમાં આરાધના સોસાયટીમાં રહેતાં ૪૫ વર્ષિય યુવકનો સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ ગુરુવારે પોઝિટિવ આવ્યો હતો.હાલમાં આ યુવક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. યુવકને થોડા દિવસ અગાઉ શરદી અને વાયરલ ફિવર હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગયો હતો. જ્યાં દર્દીના સેમ્પલ લઈને રિપોર્ટ કરાવતાં ગુરુવારે સ્વાઈન ફ્લૂ પોઝિટિવ આવ્યો હતો.આ અંગે આણંદ જિલ્લા આરોગ્ય વિભાગને જાણ કરાતાં ટીમ તુરંત ખંભાત પહોંચી ગઈ હતી. જ્યાં દર્દીના ઘરે તેમજ આસપાસના વિસ્તારમાં સર્વે કરીને રોગ અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા.’ડૉ.શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, ‘પાંચ દિવસ અગાઉ તારાપુરમાં નાની ચોકડી પાસે ગાયત્રીનગર સોસાયટીમાં રહેતો ૨૩ વર્ષિય યુવકનો સ્વાઈન ફ્લૂનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. દર્દીના પરિવારમાં પાંચ વર્ષની નીચે બાળકને સામાન્ય શરદી હોવાથી અને ૬૫ વર્ષિય વડીલને પણ સારવાર આપવામાં આવી હતી.


ભરૂચ : વિદ્યાનગરમાં કોલેજિયન યુવકનું રિવોલ્વરની અણીએ અપહરણ!

યુવતીને ભગાડી જવાના પ્રકરણમાં ભરૂચના ત્રણ ઇસમોએ આણંદના એક સંબંધીની મદદથી પ્રેમ લગ્ન કરનાર યુવકના વિદ્યાનગર હોસ્ટેલમાં રહેતા મિત્રનું રિવોલ્વરની અણીએ અપહરણ કરી ગયા હોવાની ઘટનાએ વિદ્યાનગરમાં સનસનાટી મચાવી છે.ભરૂચ શહેરના ભકિતનગરમાં રહી બિલ્ડરનો વ્યવસાય કરતા અજીતસિંહ ગોહેલનો દીકરો અભિલેષસિંહ ગોહેલ આણંદની એન્જીનિયરિંગ કોલેજમાં ત્રીજા સેમીસ્ટરમાં અભ્યાસ કરે છે. અભિલેષસિંહ સાથે ભરૂચના નિર્મલ વિદ્યાનગરની ભાવરૂષિ હોસ્ટેલમાં રૂમપાર્ટનર છે. ગત તા.૧૩મી ઓગસ્ટથી નિર્મલ હોસ્ટેલમાં આવ્યો નથી.બીજી બાજુ આ નિર્મલ ભરૂચના એચ.કે.પટેલની ભાણીને ભગાડી જઇ તેની સાથે લગ્ન કરી લીધાં હોવાની શક્યતા હોઇ એચ.કે.પટેલ અને તેમના સંબંધીઓ નિર્મલને શોધી રહ્યા છે. યુવતીના સંબંધીઓને જાણ થઇ હતી કે નિર્મલ ક્યાં છે, તે બાબતે તેના વિદ્યાનગરમાં રહેતા રૂમ પાર્ટનર અભિલેષસિંહ જાણે છે, જેથી એચ.કે.પટેલ અને તેમના સંબંધીઓ ગત તા. ૧૪મી ઓગસ્ટે આણંદ આવી આણંદ ચોપાટામાં રહેતા જયંતિભાઇ નામના ઇસમને લઇને વિદ્યાનગરમાં નાના બજારમાં આવેલ ભાવરૂષિ હોસ્ટેલમાં ગયા હતા.રૂમમાં જઇ અભિલેષસિંહ ગોહેલને નિર્મલ ક્યાં છે? તેમ કહી તેના માથા ઉપર રિવોલ્વર ધરી જાનથી મારી નાંખવાની ધમકી આપી રૂમમાંથી ખેંચીને બહાર કાઢી જીપમાં તેનું ફિલ્મી સ્ટાઈલમાં અપહરણ કર્યું હતું. તેઓ આ યુવકને આણંદમાં ચોપાટામાં લાવ્યા હતા અને ત્યાં તેને ઉતારી ચાલ્યા ગયા હતા. આ અંગે અભિલેષસિંહ વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


મુંબઈ : હજૂ બે મહિના 'તેલ' કાઢશે

મુંબઈ નજીક સમુદ્રમાં થયેલી બે જહાજોની ટક્કર થવાને પગલે થયેલા તેલના ગળતરથી ખરાબ થયેલો સમુદ્ર કિનારો હવે સ્વચ્છ થવાની શક્યતા ઊભી થઈ છે.તેલ ખાઈ જનારા ત્રણ હજાર જિવાણું તેલના કડદાનો નાશ કરશે. જો કે, તે માટે કમસેકમ બે મહિના રાહ જોવી પડશે. દિલ્હીની ‘ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યુટ’ (ટેરી) નામની સંસ્થાએ તૈયાર કરેલા ‘ઓઈલઝેપર’ જિવાણું (બેકટેરિયા)નું જુથ આ કામગીરી બજાવશે. તેલના ગળતરની અસર પામેલા નેવી નગર, શિવડી, અલિબાગ, ઉરણ, એલફિન્ટા વગેરે જેવા નવ સ્થળો પર ટેરીના નિષ્ણાતોની ટીમે ચકાસણી કરી હતી. એ પછી ઓઈલઝેપરની મદદ લેવાનો નિર્ણય કરાયો હોવાની જાણકારી ટેરીના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર બનવારી લાલે આપી હતી. ટેરી અને ઇન્ડિયન ઓઈલની આઠ જણની ટીમ આ કાર્યવાહીનું સંચાલન કરશે. તે માટે મંત્રાલયના સ્તરેથી લીલીઝંડી પણ મળી ગઈ છે.ટેરીની દિલ્હીની પ્રયોગશાળામાં તૈયાર થનારા જીવાણું મુંબઈમાં લવાયા છે ત્યારે મહારાષ્ટ્ર પ્રદુષણ નિયંત્રણ મંડળની પરવાનગી મળતા જ આ કાર્યની શરૂ કરાશે. મુખ્યત્વે અલિબાગ અને નેવી નગરના સમુદ્ર કિનારાની સફાઈ કરાશે. ટેરીની ટીમ આ સ્થળોએ પહેલા સમુદ્ર કિનારા પરનાં પથ્થરો તેમ જ પલાસ્ટીકના કચરા પર લાગેલાં તેલ-કદડાને કપડાં વડે સ્વચ્છ કરશે. એ માટે ખાસ પ્રકારનું રૂ વાપરવામાં આવશે. ત્યાર બાદ પાવડરના સ્વરૂપમાં રહેલા બેકટેરિયાનો છિડકાવ કરાશે, એમ લાલે કહ્યું હતું.


લંડનમાં ગુજરાતીનું રૂ. ૧,૫૦૦ કરોડનું હવાલા કૌભાંડ

લંડન મેટ્રોપોલિટન પોલીસની એક વિશેષ ટુકડી ૨૦ કરોડ પાઉન્ડ એટલે કે અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના હવાલા કૌભાંડની તપાસ માટે મુંબઈમાં આવી પહોંચી છે.આ પ્રકરણના આરોપીએ તેને મળેલા લાભમાંથી મુંબઈમાં મોટે પાયે મિલકતો ખરીદી કરી હોવાની અને રોકાણ કર્યું હોવાની માહિતી બહાર આવી છે, જેની તપાસ કરવા લંડનની પોલીસ મુંબઈ આવી છે.ઈન્ટરપોલના માધ્યમથી આ વિશેષ ટુકડી અહીં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ તેને મદદ કરી રહી છે, એમ જોઈન્ટ કમિશનર હિમાંશુ રોયે જણાવ્યું હતું. લંડનમાં ત્રણ વર્ષ પૂર્વે હવાલા કૌભાંડ બહાર આવ્યું હતું. તે સમયે ભારતીય મૂળના ગુજરાતી ભદ્રેશ ગોહિલ નામના સોલિસિટર પર નાઈજીરિયનમાંના એક રાજકીય નેતાને લંડનથી બસ્સો મિલિયન પાઉન્ડ હવાલા કૌભાંડ મારફત પહોંચાડ્યા એવો આરોપ છે. આ પ્રકરણમાં ભદ્રેશની ૨૦૦૮માં લંડન મેટ્રોપોલિટન પોલીસે ધરપકડ કરી હતી.આ પ્રકરણમાં ઊંડાણથી તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે હવાલા કૌભાંડમાંથી મળેલા ફાયદામાં ભદ્રેશે મુંબઈમાં મોટે પાયે મિલકતોમાં રોકાણ કર્યું છે. આ પ્રકરણનો રેલો મુંબઈ આવતાં વિશેષ ટુકડીએ ત્રણ દિવસથી અહીં ધામા નાખ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું. લંડન પોલીસની આ ટુકડી હવે ભદ્રેશ દ્વારા મુંબઇમાં રિયલએસ્ટેટ ક્ષેત્રે ક્યાં અને કેટલું રોકાણ કરવામાં આવ્યું છે તેની ઊંડી તપાસ કરી રહી છે.

No comments:

Post a Comment