17 August 2010

48 લાખ રૂપિયાની સાઇકલ!

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



48 લાખ રૂપિયાની સાઇકલ!

જો અમે તમને કહીએ કે એક સાઇકલની કિંમત 48 લાખ રૂપિયાથી પણ વધુ છે, તો કદાચ તમને વિશ્વાસ નહિં થાય. પરંતુ આ વાત સાચી છે. યુરોપની સાઇકલ બનાવનાર કંપની અરૂમેનિયાએ એવી ખાસ સાઇકલ બનાવી છે જેની કિંમતમનાં તમે બે મર્સિડીઝ કાર ખરીદી શકો છો. હવે તમે વિચારતા રહેશે કો એવું આ સાઇકલમાં ખાસ શું હશે કે ભાવ આટલો બધો છે. તો જનાબ અમે તમને બતાવી દઇએ કે આ સાઇકલને 24 કેરેટ સોનામાંથી બનાવામાં આવી છે. એટલું જ નહિં તેને સજાવવા માટે ક્રિસ્ટલ અને સ્વોરોસ્કીના 600 ટુકડાઓનો ઉપયોગ કરાયો છે. અને સૌથી ખાસ વાત તો એ છે કે તેને પૂરી રીતે હાથેથી બનાવામાં આવી છે. એટલે કે તેને બનાવામાં કોઇ પણ મશીનનો સહારો લેવામાં આવ્યો નથી.આ ખાસ લિમિટેડ એડિશન સાઇકલના ફકત 10 યુનિટ છ તૈયાર કરવામાં આવ્યા છે.આ સાઇકલ બનાવનાર કંપનીનું કહેવું છે કે તેને એ લોકો માટે બનાવામાં આવી છે જે પોતાના સ્ટેટસથી કરાર ન કરી શકે પરંતુ પર્યાવરણને લઇને પણ ચિંતા હોય.


જર્મનીની મર્સિડીઝે ઇ-ક્લાસ કાર લોન્ચ કરી

જર્મનીની કાર નિર્માતા કંપની મર્સિડીઝ બેન્ઝે ઇ-કલાસ સેડાનનું નવું વર્ઝન લોન્ચ કર્યું. જેની દિલ્હીના એક્સ-શોરૂમમાં કિંમત રૂ.64.5 લાખ છે.કંપનીએ ભારતમાં ઇ-ક્લાસ કેટેગરીમાં 'કેબ્રીઓલેટ' સાતમું મોડલ છે તેમ મર્સિડીઝ બેન્ઝ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેકટર વિલફ્રેડ ઑલબુરે કહ્યું હતું. કંપની ભારતમાં ઇ-ક્લાસ રેન્જની કાર રૂ.42 લાખ થી 50 લાખની વચ્ચે લઇને આવી છે. કંપનીનો હેતુ ભારતીય લકઝુરિયસ કાર બજારમાં મજબૂત પોઝીશન બનાવાનો છે.સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેકચર્સના આંકડા પ્રમાણે મર્સિડીઝ બેન્ઝે ભારતીય લક્ઝુરિયસ કાર સેગમેન્ટમાં જાન્યુઆરી થી જૂલાઇ મહિનામાં કુલ 2921 કારનું વેચાણ કર્યું છે, તેની સરખામણીમાં ગયા વર્ષે સમાનગાળામાં 1629 કારનું વેચાણ કર્યું હતું. એટલે કે આ વર્ષે વેચાણમાં 79.31 ટકાનો વધારો થયો છે.


ઉંઘતાની સાથે જ શ્વાસ લેવાનું ભૂલી જાય છે...!

જ્યારે તેનો જન્મ થયો હતો ત્યારે ડોક્ટરોએ તેના માતા-પિતાને કહી દીધું હતું કે તે છ અઠવાડિયાથી વધારે જીવશે નહીં. પરંતુ ડોક્ટરોની ભવિષ્યવાણીને ખોટી સાબિત કરીને આજે લિયામ ડર્બીશાયર 11 વર્ષનો થઈ ગયો છે.તમે વિચારી રહ્યા હશો કે ડોક્ટરોના કહેવા છતાં આ બાળક બચી કેવી રીતે ગયો. લિયામનો જન્મ થયો ત્યારે તે ‘સેન્ટ્રલ હાઈપોવેન્ટીલેશન’ નામની દુર્લભ બીમારીથી પીડાતો હતો. જેનો મતલબ એ થયો કે જ્યારે તે ઉંઘી જતો હતો ત્યારે તે શ્વાસ લેવાનું બંધ કરી દેતો હતો.આવી સ્થિતિમાં લિયામને જીવતો રાખવા માટે તેના માતા-પિતા રાત્રે લાઈફ સપોર્ટ મશીન તેના નાક પર લગાવી રાખતા હતાં. જેના કારણે તેની શ્વાસ લેવાની પ્રક્રિયા બંધ ન થઈ જાય. મશીનને ચાલુ રાખવા માટે પરિવારે વિજળીના બિલ પર લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. એટલું જ નહીં પરિવારે તેના ઘરે ઈમરજન્સી વખતે વિજ પ્રવાહ ચાલુ રહે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરી રાખી છે. જેના કારણે ક્યારેક વિજળી ચાલી જાય તો તેને શ્વાસ લેવામાં તકલિફ ન પડે.લિયામના ગળામાં એક ખાસ પ્રકારની નળી લગાવવામાં આવી છે. જે 24 કલાક તેના ગળામાં જ રહે છે. આવી ગંભીર બીમારી હોવા છતાં તેણે ડોક્ટરોની ભવિષ્યવાણીને ખોટી સાબિત કરી દીધી હતી. લિયામની માતા કિમે જણાવ્યું હતું કે ડોક્ટર તેની હાલત જોઈને હેરાન છે. તેણે દરેક મુશ્કેલીનો સામનો કર્યો છે, તેમજ હાલમાં તે દરરોજ સ્કૂલે પણ જાય છે.કિમે જણાવ્યું હતું કે તેનો પુત્ર તંદુરસ્ત હોવા છતાં તેના ઉપર સતત નજર રાખવી પડે છે. લિયામની સારવાર કરી રહેલા ડોક્ટર ગૈરી કેન્નેટનું કહેવું છે કે આ એક દુર્લભ બીમારી છે. મેં આજ દિવસ સુધી એકપણ એવો કેસ જોવા મળ્યો નથી જેમાં આવી બીમારી હોવા છતાં કોઈ વ્યક્તિ આટલું લાંબુ જીવી શક્યો હોય.


‘સાબરમતી આશ્રમ ઈશ્વરની નજીક જવાનો એક પ્રયાસ’

ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસનને વિકસાવવા માટે બોલિવૂડના શહેનશાહ અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને પ્રવાસનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. જેના અનુસંધાનમાં બચ્ચન ગુજરાતના પ્રચલીત સ્થળો પર શુટીંગ કરી રહ્યા છે.
અમિતાભ બચ્ચન સોમવારના રોજ અમદાવાદ આવ્યા હતા. તેમણે ગાંધીઆશ્રમમાં શુટિંગ કર્યુ હતું.આ અંગે બિગ બીએ બ્લોગમાં પોતાના અનુભવ લખ્યા છે. બિગ બીએ લખ્યું છે કે, મહાત્મા ગાંધીજીએ સંયમી જીવન વ્યતિત કર્યુ છે. તેઓનો જન્મ ભારત દેશને આઝાદ કરાવવા માટે થયો હતો. તેઓએ ત્યાગ અને અહિંસાનો નવો મંત્ર ભારતને આપ્યો છે. સાબરમતી આશ્રમથી તેમણે દાંડી યાત્રા કાઢી હતી અને મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો.વધુમાં બિગ બીએ લખ્યું હતું કે, સાબરમતી આશ્રમ ઘણો જ સરળ છે. બિગ બીએ ચરખો પણ ચલાવ્યો હતો. ગાંધીજીનો ખંડ પહેલા જેવો હતો તેવો જ આજે પણ છે. તેમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવ્યો નથી. ગાંધીજી જમીન પર સૂઈ જતા હતા. આટલું જ નહિ આશ્રમમાં ત્રણ વાંદરાઓના પૂતળા પણ મુકવામાં આવ્યા છે.ગાંધીજી ખાદી જાતે જ કાંતતા અને તેમાંથી બનાવેલા વસ્ત્રો પહેરતા હતા. તેઓ સવારે રોજ લીમડાનું દાંતણ કરતા હતા. બિગ બીએ ગાંધી આશ્રમને મંદિર ગણાવ્યું હતુ. આટલું જ નહિ તેઓ ખુલ્લા પગે ચાલ્યા હતા. તેઓ લીમડાના ઝાડ નીચે બેઠા હતા અને ડાયરીમાં કંઈક લખ્યું હતુ.બિગ બીએ જણાવ્યું હતું કે, તેઓએ ખુલ્લા પગે આખો આશ્રમ જોયો હતો અને પછી તેઓએ રિવરફ્રન્ટ પણ જોયો હતો.બિગ બી ગાંધી આશ્રમમાં આવીને પોતાની જાતને ધન્ય માનવા લાગ્યા હતા. તેઓને આ સ્થળ ઘણું જ ગમ્યું હતું. તેઓએ ગાંધી આશ્રમની વિઝીટર્સ બુકમાં પણ લખ્યું હતું કે, એક અદભૂત અનુભવ, ઈસ મહાન સ્થલ પર.બોલિવૂડ શહેનશાહ ગાંધી આશ્રમથી ઘણાં જ પ્રભાવિત થઈ ગયા હતા. તેમણે ગાંધી આશ્રમની તમામ વાતો પોતાના બ્લોગમાં લખી છે.



કેટબેબી ફરી બિમારી પડી

બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફની તબિયત વારંવાર બગડી જાય છે. કેટરિનાએ હાલમાં જ ફરાહ ખાનની ફિલ્મ તીસ માર ખાનમાં આઈટમ સોન્ગ શીલા કી જવાનીનું શુટિંગ કર્યુ હતું. આ ગીતના શુટિંગ દરમિયાન કેટને પેટમાં સખ્ત દુખાવો થયો હતો અને તેને કારણે શુટિંગ કેટલાંક દિવસો સુધી અટકાવવામાં આવ્યું હતું.કેટરિના આ ગીત માટે સતત છ દિવસ સુધી શુટિંગ કરી રહી હતી પરંતુ સાતમા દિવસે કેટરિના થાકી ગઈ હતી અને તે ઘણી જ ગંભીર રીતે બિમાર પડી ગઈ હતી. આ ગીત માટે કેટબેબીએ પહેલીવાર બેલી ડાન્સ કર્યો હતો અને આ દરમિયાન કેટની પેટની નસ ખેંચાઈ ગઈ હતી.નસ ખેંચાઈ જવાને કારણે કેટને પેટમાં સખ્ત દુખાવો થયો હતો અને તે સેટ પર બૂમો પાડવા લાગી હતી અને ફરાહ ખાન પછી તરત જ ડોક્ટરને બોલાવ્યા હતા.જો કે કેટે આ વાતનું ખંડન કરતા કહ્યું હતું કે, તેને પગમાં થોડો દુખાવો થયો હતો. ઉલ્લેખનીય છે કે, ફિલ્મના શુટિંગ દરમિયાન પહેલા પણ કેટબેબી બિમાર પડી ગઈ હતી.


48 લાખ રૂપિયાની સાઇકલ!

જો અમે તમને કહીએ કે એક સાઇકલની કિંમત 48 લાખ રૂપિયાથી પણ વધુ છે, તો કદાચ તમને વિશ્વાસ નહિં થાય. પરંતુ આ વાત સાચી છે. યુરોપની સાઇકલ બનાવનાર કંપની અરૂમેનિયાએ એવી ખાસ સાઇકલ બનાવી છે જેની કિંમતમનાં તમે બે મર્સિડીઝ કાર ખરીદી શકો છો. હવે તમે વિચારતા રહેશે કો એવું આ સાઇકલમાં ખાસ શું હશે કે ભાવ આટલો બધો છે. તો જનાબ અમે તમને બતાવી દઇએ કે આ સાઇકલને 24 કેરેટ સોનામાંથી બનાવામાં આવી છે. એટલું જ નહિં તેને સજાવવા માટે ક્રિસ્ટલ અને સ્વોરોસ્કીના 600 ટુકડાઓનો ઉપયોગ કરાયો છે. અને સૌથી ખાસ વાત તો એ છે કે તેને પૂરી રીતે હાથેથી બનાવામાં આવી છે. એટલે કે તેને બનાવામાં કોઇ પણ મશીનનો સહારો લેવામાં આવ્યો નથી.આ ખાસ લિમિટેડ એડિશન સાઇકલના ફકત 10 યુનિટ છ તૈયાર કરવામાં આવ્યા છે.આ સાઇકલ બનાવનાર કંપનીનું કહેવું છે કે તેને એ લોકો માટે બનાવામાં આવી છે જે પોતાના સ્ટેટસથી કરાર ન કરી શકે પરંતુ પર્યાવરણને લઇને પણ ચિંતા હોય.


દીકરાના પ્રેમની બલી બાપ ચઢી ગયો

સોસાયટીમાં રહેતા યુવાન સાથે પ્રેમ સબંધ ધરાવતી કિશોરીના માતા-પિતા તેમજ બે ભાઇ ભેગા મળી પ્રેમી અને તેના પિતા ઉપર ચપ્પા વડે તુટી પડ્યા હતા. જેમાં પ્રેમીના પિતાનું મોત નિપજ્યું હતુ જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલો પ્રેમી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોકા ખાઇ રહ્યો છે.પ્રાપ્તમાહિતી અનુસાર,વસ્ત્રાલ સોમનાથ સોસાયટી વિભાગ-૨ મકાન નંબર-બી-૨૬ ખાતે રહેતા રવશિંકર પ્રેમપાલસિંગ ચૌહાણ(ઉ.વ.૨૧)ને તેમની જ સોસાયટીના મકાન નં-બી-૨૦ માં રહેતી યોગીતા નામની યુવતી સાથે પ્રેમ સબંધ બંધાયો હતો.તાજેતરમાં બંનેના પ્રેમ પ્રકરણનો ભાંડો ફુટી જતા બંને પરિવાર વચ્ચે તકરાર થઇ હતી.જેની અદાવત રાખી સોમવારે રાતે યોગીતાના બે ભાઇ જયકુમાર અને વિજય તેમજ યોગીતાના પિતા મહીપાલ કુશવાહ અને માતા ઉષાબહેન ભેગા મળી સોસાયટીમાં જ રવશિંકર અને તેના પિતા પ્રેમપાલસિંહ ચૌહાણ(ઉ.વ.૫૫) ઉપર ચપ્પા વડે તુટી પડ્યા હતા. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા પ્રેમપાલસિંગનું મોત નિપજ્યું હતુ.જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા રવશિંકરને સારવાર માટે એલજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હત. આ અંગે રવશિંકરની ફરિયાદના આધારે રામોલ પોલીસે જયકુમાર,વિજયકુમાર અને તેના માતા-પિતા વિરુધ્ધ ખૂનનો ગુનો નોંધી તેમની શોધખોળ શરુ કરી છે. જ્યારે સામે પક્ષે જયકુમારે રવશિંકર અને તેના ભાઇ રાધેશ્યામ વિરુધ્ધ પોતાના અને પરિવારના સભ્યો ઉપર લાકડી વડે હુમલો કરવા અંગેની ફરયાદ નોંધાવી છે.


સોહરાબુદ્દીનની અરજીની સુનવણી ૨૭મી તારીખે

સોહરાબુદ્દીનના ભાઇ રુબાબુદ્દીને અમીત શાહને જામીન મળે તે બાબેતે સીબીઆઇ કોર્ટ સમક્ષ અરજી કરી પક્ષકાર તરીકે દાખલ કરવા માટે રજુઆત કરી હતી જે અંગેની સુનવણી પરંતુ કોર્ટે આગામી તા. ૨૭મી ઓગષ્ટે હાથધરવાનો આદેશ કયો હતો. જોકે આ બાબતે પણ સીનીયર કાઉન્સીલની ગેરહાજરીને લીધે ૨૭મી એ સુનવણીનો કોર્ટે આદેશ કર્યો હતો.દેશભરમાં ચર્ચાનો મુદ્દો બની રહેલા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર અને કૌશરબી હત્યા પ્રકરમમાં તપાસ કરી રહેલી સીબીઆઇ દ્વારા ગુજરાતના માજી ગૃહરાજ્યમંત્રી અમીત સાહની ધરપકડ કરી જેલમાં રાખવામાં આવ્યા છે.જેમના જામીન અંગેની આજે સુનવણી હતી. પરંતુ આ મુદ્દે સોહરાબુદ્દીનના ભાઇ રૂબાબુદ્દીને સ્પેશિયલ સીબીઆઇ સેસન્સ કોર્ટમાં વકીલ સમસાદ ખાન પઠાણ હસ્તાર વાંધા અરજી દાખલ કરી છે.જેમાં રૂબાબુદ્દીનની એવી રજુઆત છે કે અમીત શાહ ખુબજ મોટા રાજકારણી અને ગુજરાતના માજી ગૃહરાજ્યમંત્રી છે.જો તેમને જામીન મળે તો તે આ કેસના પુરાવા સાથે છેડછાડ કરી શકે છે જ્યારે કેસના સાક્ષીઓને પણ ડરાવી ધમકાવી શકે છે માટે તેમને જામીન આપવા જોઇએ નહિ.જોકે રૂબાબુદ્દીનની આ વાંધાઅરજી અને પક્ષકાર તરીકે જોડાવાની અરજીના મુદ્દે પણ આજે શાહના વકીલ અને સીનીયર કાઉન્સીલ રામ જેઠમલાણી ઉપસ્થીત નહી હોવાથી આ અરજીની સુનવણી થઇ શકી ન હોવાથી કોર્ટે રૂબાબુદ્દીનની અરજીની સુનવણી આગામી તા. ૨૭મી ઓગષ્ટના રોજ હાથધરવાનો આદેશ કર્યો હતો.


તિરંગાની છડેચોક હાંસી

લગભગ તો રક્ત વહેડાવ્યા વગર મળી હોવાથી આઝાદીની ભારતવાસીઓને કોઇ કિંમત નથી એવી સંવેદના લગભગ તમામ દેશભક્ત નાગરિકોની છે. આ લાગણીને યથાર્થ ઠેરવે એવાં બનાવો, ખાસ કરીને રાષ્ટ્રિય તહેવારોના દિવસે વધુ ધ્યાન ખેંચે છે. સ્વાતંત્રય પર્વની ઉજવણીમાં અનેક સ્થળે એવા બનાવો બન્યા છે જેનાથી આપણી અગાઉની પેઢીએ આપેલા બલિદાનથી મળેલી મહામૂલી આઝાદીની છડેચોક હાંસી ઊડી હતી.બોડેલી નજીક મોરખલા વસાહત પ્રા.શાળામાં ધ્વજવંદન પૂરું થતાં જ વરસાદ પડ્યો હતો. ગ્રામજનોમાંથી કોઈકે કહ્યું કે સાહેબ વરસાદ પડે છે અને ધ્વજ પલળે છે. તો ઉતારી લો ને. જેથી શિક્ષક દક્ષેશભાઈ દરજીએ ૯ થી ૯.૧૫ના અરસામાં ધ્વજ ઉતારી દીધો હતો.આ અંગેની જાણ કેળવણી નિરિક્ષક પુજાભાઇને થતાં ઘટના સ્થળે તપાસ કરવા માટે જવાના હોવાનું કહ્યું હતું. દક્ષેશભાઈ દરજીએ જણાવ્યું હતું કે, વરસાદમાં ધ્વજ ભીનો થતો હતો. તેથી ગ્રામજનોએ ઉતારી લેવાનું કહ્યું અને સી.આર.સી. દિપકભાઈનો ફોન આવતા તેમની સાથે વાત કરીને ધ્વજ ઉતારી લીધો હતો.


રેલવે કર્મીની હત્યામા પત્ની અને પ્રેમી યુવકની ધરપકડ

શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા રેલવે કર્મચારીની ભેદી સંજોગોમાં કરાયેલી હત્યાના બનાવમાં ખુદ તેની જ પત્નીએ તેના પ્રેમીયુવક મારફત હત્યા કરાવી હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી હતી. મકરપુરા પોલીસે પત્ની અને તેના યુવાન પ્રેમીની મોડી સાંજે ધરપકડ કરી તેઓના અન્ય એક સાગરીતની શોધખોળ હાથ ધરી છે.માંજલપુરના સુબોધનગરમાં રહેતાં અને પ્રતાપનગર વર્કશોપમાં વેલ્ડર તરીકે ફરજ બજાવતાં ૫૦ વર્ષીય સુરેશભાઈ ગણપતભાઈ અબંગ ગત ૯મીની રાતે તેમની પત્ની સુજાતા અને પુત્રી નૈનિતા સાથે મકાનમાં સૂંઈ ગયા બાદ સવારે તેમની લોહીલુહાણ હાલતમાં લાશ મળી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેમનું મોત ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા થવાના કારણે થયું હોવાની વિગતો સપાટી પર આવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.પોલીસે સુજાતા અને તેની બીજા નંબરની પુત્રી વૃક્ષાલીના મોબાઈલ ફોનની કોલ ડિટેઈલ મેળવી હતી જેમાં સુજાતા નાસિકમાં રહેતા તેના દૂરના સંબધી ૨૫ વર્ષીય યોગેશ મુરલીધર ગીતે સાથે સતત સંર્પકમાં હોવાની વિગતો મળી હતી. પોલીસે તપાસનો દોર નાસિક સુધી લંબાવી યોગેશ ગીતેને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં જ તેણે ચોંકાવનારી કબૂલાત કરી હતી કે તેને તેનાથી ૧૫ વર્ષ મોટી સુજાતા સાથે પ્રેમસંબંધ છે. તેઓને નાસિકમાં સાથે રહેવાનું હતું પરંતુ આ પ્રેમસંબંધમાં સુરેશભાઈ અવરોધરૂપ હોઈ તેને પતાવી નાખવાનું નક્કી કરાયું હતુ.બનાવના દિવસે સુજાતા બીજા રૂમમાં હતી તે સમયે યોગેશ અને તેના સાગરીત શેખરે ભેગાં મળી સુરેશભાઈનું ઢીમ ઢાળી દીધું હતું. હત્યા બાદ તેઓએ કોઈને સુજાતા પર શંકા ન જાય તે માટે મકાનના દરવાજા બહારથી બંધ કર્યા હતા અને નાસિક ફરાર થયા હતા. આ કબૂલાતના પગલે પોલીસે સૂજાતા અબંગ અને તેના પ્રેમી યોગેશ ગીતેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.


અજબ ગઠિયાની ગજબ કમાલ

રિંગ રોડ પરની પ્રાઇમ બેંકમાં રૂ. ૧.૫૦ લાખ જમા કરાવવા ગયેલી એક વ્યક્તિને ગઠિયાનો ભેટો થઈ ગયો હતો, જે નકલી ચેક આપી રૂ. ૧.૫૦ લાખ લઈ રવાના થઈ ગયો હતો. પોલીસે તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે રૂ.૧.૫૦ લાખના બદલામાં જે ચેક અપાયો તે ચેક નેશનલ બેંકનો છે, જેની આખી ચેકબુક જ ચોરાઈ ગઈ હોઇ તેમાંથી આ રીતે ચેક આપી આઠ વ્યક્તિને છેતરવામાં ગઠિયા સફળ થયા છે.રિંગ રોડ પર કાપડમાર્કેટમાં સાડી અને ડ્રેસ મટિરિયલ્સની દુકાનમાં કામ કરતા અલ્કેશભાઈ શાહ સોમવારે બપોરે રિંગ રોડ પરની પ્રાઇમ બેંકમાં તેમના શેઠના રૂ. ૧.૫૦ લાખ જમા કરાવવા ગયા હતા. ત્યાં એક અજાણ્યા માણસે એવી વાત કરી હતી કે તમારા શેઠને મારે રૂ. ૫ લાખ આપવાના છે.તમારી પાસેના રૂ. ૧.૫૦ લાખ મને આપી દો, હું તમને ચેક આપી દઉં છું. આટલી વાત કરી શેઠ સાથે ફોન પર વાત કરવાનો ઢોંગ પણ કરાયો હતો. પરિણામે અલ્કેશભાઈએ રૂ. ૧.૫૦ લાખ એ અજાણી વ્યક્તિને આપી દીધા હતા, જેના બદલામાં અજાણી વ્યક્તિએ રૂ. ૧.૫૦ લાખની રકમનો ચેક તેમને આપી દીધો અને બાકીના રૂ. ૩.૫૦ લાખનો ચેક પંદર વીસ મિનિટ પછી આપવાનું કહી એ ગઠિયાએ ત્યાંથી ચાલતી પકડી હતી.ગઠિયાએ રૂ. ૧.૫૦ લાખ રોકડા લઈને તેના બદલામાં જે ચેક આપ્યો છે તે નેશનલ બેંકનો ચેક હતો. આ બેંકમાંથી ચેકબુક ચોરાઈ ચૂકી છે અને તેનો આ ઠગ ટોળકી ઉપયોગ કરે છે. અત્યાર સુધીમાં આ રીતે આઠ વ્યક્તિ સાથે છેતરપિંડી થઈ ચૂકી છે. સોમવારે જે ઘટના બની તેમાં આ નવમી વ્યક્તિ હતી, જેને છેતરવામાં ગઠિયા સફળ રહ્યા હતા.


સૌરાષ્ટ્ર સમાચાર તટસ્થતા અને વિશ્વસનિયતાને કારણે મોખરે

સૌરાષ્ટ્ર સમાચાર દૈનિકના ૧૮માં વાર્ષિક ગ્રાહક ઈનામી ડ્રોના યશવંતરાય નાટયગૃહ ખાતે યોજાયેલા સમારોહમાં અધ્યક્ષસ્થાનેથી પૂ. સોમપ્રકાશ સ્વામીએ સૌરાષ્ટ્ર સમાચારની ઓળખ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ વધી છે તેમ ઉમેર્યું હતું.શહેરના વિકાસના કોઈ પણ પ્રશ્નમાં સૌરાષ્ટ્ર સમાચારે પક્ષાપક્ષીથી પર રહીને, સામાન્ય જનસમૂહનો સાથ નિભાવી સફળતા મેળવી છે અને ભાસ્કર ગ્રૂપ સાથે જોડાણ બાદ તો સૌરાષ્ટ્ર સમાચારમાં સોનામાં સોનું ભળ્યું છે તેમ સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી પ્રતાપભાઈ શાહે જણાવ્યું હતું.સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ પંકજભાઈ પંડયાએ કેરેટ બાદ કવોલિટી પણ સુધરી છે અને ભાવનગરના હિતની વાતોમાં આ અખબારે હંમેશા અંગત રસ લીધો હોય લોકોએ પોતાનું ગણ્યુ છે.શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ.ડી.બી. રાણીંગાએ જણાવ્યું હતું કે આ અખબારે શાખ અને ધાક, બન્ને જમાવી છે અનેક સંઘર્ષો બાદ સૌરાષ્ટ્ર સમાચારે પરિવર્તન સાથે કદમ મિલાવી સફળતા મેળવી છે.આ અખબારે સાતત્યસભર પ્રગતિ કરી છે તેમ પ્રદેશ ભાજપ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવી લડાઈ, ભૂકંપ, પૂર સહિતની અનેક આપત્તિવેળાએ આ અખબારે લોકોને જાગૃત કરી સરાહનીય સેવા કરી છે તેમ ઉમેર્યું હતું. જી.એમ. સંજય ગોર અને સરક્યુલેશન હેડ પવન ગુપ્તાએ સૌરાષ્ટ્ર સમાચારને સમગ્ર ભાસ્કર જુથનો અવાજ ગણાવી ભાવિ વિકાસની યોજનાઓ જાહેર કરી હતી.સૌરાષ્ટ્ર ઝોનના એકઝીકયુટીવ એડિટર કાનાભાઈ બાંટવાએ સોનામાં સુગંધ ભળ્યા બાદ હવે હીરા જડવાનું કામ શરૂ કરાયું છે ત્યારે આ માત્ર છાપું જ નથી પણ લોકોના હૈયામાં સ્થાન જમાવી ચૂકેલી એક વિશ્વસનિય બ્રાન્ડ છે તેથી તેની પ્રગતિ કોઈ રોકી શકે નહીં તેમ જણાવ્યું હતું.જ્યુરીના બે સભ્યો બી.પી. જાગાણી અને ઈન્દુભા ગોહિલે ભાસ્કર ગ્રૂપ સાથે મિલન બાદ સૌરાષ્ટ્ર સમાચારના સોનારૂપી કલેવરમાં સુગંધ ભળી છે અને આ અખબારે સતત લોક પ્રશ્નોની વાચા આપી છે કોઈ ભેદભાવ રાખ્યા વગર સનસનાટી નહીં પણ સંવેદના ઉભી થાય એવા સમાચાર આ અખબારે પ્રસિધ્ધ કર્યા છે. ધર્મ, શિક્ષણ, જીવન ઘડતર અને જ્ઞાન-વિજ્ઞાનના સમાચારોમાં આ અખબાર અન્ય કરતાં હંમેશા આગળ રહ્યું છે તેમ જણાવ્યું હતું. મોડેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રકચરના મેહુલભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. એજન્ટ રજનીભાઈ વ્યાસ અને દિનેશભાઈ ટાઢાએ અખબારના વ્યવસ્થાપનની નીતિને બિરદાવી હતી.


મહુવા : સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી

મહુવામાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે મહુવાના ડિવિઝનલ નાયબ કલેક્ટર બી.આર.પટેલના વરદ્ હસ્તે ધ્વજવંદન, વૃક્ષારોપણ કરાયા હતા. આ પ્રસંગે શરણાઇ વાદન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાના વિદ્યાર્થીઓએ પ્રભાત ફેરી કાઢી હતી. આ કાર્યક્રમમાં અધિકારીઓ, પદાધિકારીઓ, મહાનુભાવો વગેરે ઉપસ્થિતરહેલ.
તળાજા : તળાજાના વ્યાયામ શાળામાં મામલતદાર એન.જી. ભેટારીયાએ ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો હતો. જેમાં તળાજાના ધારાસભ્ય, ન.પા.ના પદાધિકારીઓ, તા.પંચાયતના પ્રમુખ, ઉપરાંત તમામ શાળાના વિદ્યાર્થીઓની વિશાળ હાજરીમાં રાષ્ટ્રગાન બાદ તળાજા પોલીસ અને હોમગાર્ડઝના જવાનોની સલામી પરેડ યોજાઇ હતી.બોટાદ : બોટાદ સરકારી હાઇ.ના પટ્ટાંગણમાં તાલુકા મામલતદારના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, પ્રમુખ, બાર કાઉન્સીલના પ્રતિનિધિઓ, પોલીસ, હોમગાર્ડઝ જવાનો, સ્વાતંત્ર્ય સેનાની વગેરે હાજર રહ્યાં હતા.ગારિયાધાર : ગારિયાધારમાં મામલતદાર કચેરીના પટ્ટાંગણમાં મામલતદારના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ અવસરે સ્વાતંત્ર્ય સેનાની પૂ.શંભુદાદાની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવેલ. આ ઉજવણીમાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.સિહોર : સ્વાતંત્ર્ય પર્વની સિહોર ટાઉન હોલ ખાતે ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે સિહોરના મામલતદાર ચુડાસમાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.પાલિતાણા : પાલિતાણામાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ગુજરાતી શાળાના પટ્ટાંગણમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ચૌહાણના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. પોલીસ પરેડ યોજાઇ હતી તેમજ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય મહેન્દ્રસિંહ સરવૈયા, તા.પં. પ્રમુખ, ટી.ડી.ઓ., ન.પા. પ્રમુખ, પોલીસ અધિકારીઓ, નાયબ મામલતદાર વગેરે હાજર રહ્યાં હતા.


ઇડર : ૧૧ વર્ષની છાત્રા કડકડાટ બોલે છે ૨૦૦ વર્ષનું કેલેન્ડર !

વર્તમાન સમયમાં કમ્પ્યૂટર અને કેલ્કયુલેટર હાથવગા હોવાથી પંદર એકાનો પાળો બોલવો હોય તો પરસેવો વળી જાય ત્યારે હેલી પ્રજાપતિ નામની માત્ર ૧૧ વર્ષની વિદ્યાર્થિનીને ર૦૦ વર્ષનું કેલેન્ડર મોઢે હોવાથી સાંભળનારા દંગ રહી જાય છે.મૂળ સાબરકાંઠાના ઇડર તાલુકાના બડોલી ગામની પરંતુ શિક્ષક પિતા સાથે ભુજ તાલુકાના મમુઆરા ગામની સરકારી પ્રાથમિક શાળામાં ધો. ૭ માં અભ્યાસ કરતી હેલી બેચરદાસ પ્રજાપતિ નવ વર્ષની ઉંમરની હતી ત્યારે તેણીએ એક વર્ષની તારીખની સામે વાર મોઢે કરી લીધા ત્યાર બાદ પાંચ વર્ષ પંદર વર્ષ, રપ વર્ષ અને એમ કરતાં-કરતાં ર૦૦ વર્ષના સમયગાળામાં કઇ તારીખે કયો વાર હતો તે સેકંડોના સમયમાં ગણતરી કરીને કહી દે છે.દહિંસરા ગામે ભુજ તાલુકાના વજ્ઞાન-ગિણત પ્રદર્શનમાં પ્રા. શાળાની કૃતિ લઇને આવનાર હેલીની અદભૂત અને આશ્ચર્ય પમાડે તેવી અંક ગણિતની મહેમાનો અધિકારીઓને ખબર પડી તો તેઓએ સાબિત કરવા ૫૦-૬૦-૧૫૦ વર્ષની તારીખના અથવા પોતાની જન્મ તારીખના કયો વાર હતો તે પૂછ્યું તો સેકંડોમાં સાચો જવાબ મળ્યો.ભુજના બી.આર.સી. કો-ઓર્ડિનેટર ભૂપેશ ગોસ્વામીએ આ વિદ્યાર્થિનીને રાષ્ટ્રીય બાળ પ્રતિભા માટે નોમિનેટ કરવા પ્રયત્નો કર્યા છે. અને અનેકો વખત તેમની કુશાગ્ર બુધ્ધિ ક્ષમતાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયમાં સચોટતા સાથે હાઇ સ્પીડ મેમરી ધરાવતી હેલી પ્રજાપતિને શિક્ષક પિતા બેચરદાસ પ્રજાપતિનો સહયોગ મળી રહ્યો છે.


ભુજમાં સીઆઇડીના કાફલાની ભેદી કામગીરી

એક તરફ હાઇકોર્ટ દ્વારા કુલદીપ શર્માની એન્કાઉન્ટર કેસમાં શુક્રવાર સુધી ધરપકડ નહીં કરવાનો હુકમ થયો છે ત્યારે સીઆઇડી ક્રાઇમ દ્વારા ભુજમાં રવિવાર સવારથી જ તપાસનો ધમધમાટ શરૂ થઇ હતો જો કે તપાસ કરનારા ડીવાયએસપી ખેરે એવું જણાવ્યું હતું કે પોતે સોમવારે આખો દિવસ હાઇકોર્ટના કામમાં રોકાયેલા હતા.બીજી બાજુ સૂત્રોએ એવું જણાવ્યું હતું કે સીઆઇડીની ટીમે રવિવાર મોડી રાત સુધી તેમજ સોમવારે આ કેસના સાક્ષી ગઢવી સહિત અન્ય પુરાવાઓને તેમજ નિવેદનો એકત્ર કર્યા હતા.


કચ્છમાં ફૂટબોલ લીગને કાયમી સ્વરૂપ અપાશે

કચ્છમાં શાળા સત્રની ફૂટબોલ લીગનો આજે પ્રારંભ થયો છે, ત્યારે આ ટુર્નામેન્ટને કાયમી સ્વરૂપ આપવા પૂરતા પ્રયાસો કરાશે. રોટરી ક્લબ ભુજ દ્વારા યોજાઇ રહેલી સ્પર્ધાના પ્રારંભે અગ્રણીઓ દ્વારા આ પ્રમાણે જણાવાયું હતું.સ્કોટલેન્ડન રાષ્ટ્રીય ખેલાડી માઇકલ કાલ્ડરના માર્ગદર્શનમાં તૈયાર થયેલા ૨૫૦ પૈકી ૧૨૦ જેટલા ૭ શાળાના વિદ્યાર્થીઓ કચ્છની પ્રથમ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. લીગના પ્રારંભ પહેલાં પત્રકારો સાથેની વાતચીતમાં રોટરી ક્લબના પીડીજી મોહનભાઇ શાહે કહ્યું કે, ૧૯૫૯ સુધી જિલ્લામાં ફૂટબોલનું વર્ચસ્વ સારું એવું હતું. ગામે ગામ મેચો રમાતી, પરંતુ લીગ પદ્ધતિથી પ્રથમ જ વાર સ્પર્ધા યોજાઇ છે. જેને કચ્છ સ્પોર્ટસ કાઉન્સિલના સહકારથી દર વર્ષે યોજવા ગંભીરતાપૂર્વક વિચારાઇ રહ્યું છે.ભરતભાઇ ધોળકિયાએ માઇકલ કાલ્ડરની સેવા કઇ રીતે મળી તેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, ભુજ, માધાપર, કેરા, માંડવી જેવા સ્થળેથી શાળાઓમાં છેલ્લા વર્ષથી કોચિંગનો તબક્કો પૂર્ણ થયો છે અને હવે લીગના માધ્યમથી ખેલાડીઓની સાચી કસોટી થશે. જે ભવિષ્ય માટે સારી નિશાની છે. ભુજ ક્લબના પ્રમુખ તિલક કેશવાણીએ કહ્યું કે, ફૂટબોલની રમતમાં આર્થિક રીતે પણ ક્ષમતા વધુ છે, ત્યારે અહીંનો ખેલાડી પણ રાષ્ટ્રીય સ્તરે ચમકે તે ઉદ્દેશ્યથી સંસ્થાઓ નવો પ્રયાસ હાથ ધર્યો છે. પ્રોજેક્ટ સંભાળતા પરાગ ઠક્કરે જણાવ્યું કે, અહીં ફૂટબોલ રમવાની વ્યવસ્થા એકલ દોકલ શાળા બાદ કરતાં ક્યાંય નથી, ત્યારે માઇકલ જેવા એક્સપર્ટ દ્વારા ચારથી પાંચ કોચ તૈયાર કરાય તો આગામી સમય ફૂટબોલ માટે સારો બની રહે તેમ છે.કચ્છમાં ફૂટબોલ ફિવર ફેલાવાના ઉદ્દેશ્યથી આવેલા ૨૦ વર્ષીય માઇકલ કાલ્ડરે કહ્યું કે, અહીં ફૂટબોલમાં યુવાનોનો રસ જોવા મળ્યો છે, ત્યારે તેઓ રમતા થાય અને સ્પર્ધા માટે સક્ષમ બને તેવા પ્રયાસો કરાશે. તેઓ સલાયા અને માધાપરમાં આ રમત ક્ષેત્રે ખેલાડીઓની તૈયારી જોઇ પ્રભાવિત થયા હતા. રવિ ત્રવાડીએ આભાર વ્યક્ત કર્યો હતો. કે.કે.તન્ના, દિલીપ ઠક્કર, યશેશ ડુડિયા, ડૉ.વસા વગેરેએ પૂરક માહિતી આપી હતી.

No comments:

Post a Comment