21 August 2010

હવે લેન્ડલાઇન નંબર પણ દસ આંકડાનો થશે

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
21 AUGUST 2010

હવે લેન્ડલાઇન નંબર પણ દસ આંકડાનો થશે

આવનારા દિવસોમાં આપણો લેન્ડલાઇન નંબર પણ દસ આંકડાનો થવા જઇ રહ્યો છે. દુરસંચાર નિયામક ટ્રાઈએ દેશમાં ફોનહોલ્ડરોની વધતી સંખ્યાને જોતા નંબરૉના સારા વપરાસ માટે મોબાઇલ અને લેન્ડલાઇન કનેક્સનોની એકીકૃત યોજનાનો આજે પ્રસ્તુત એક ચર્ચાપત્રમાં આ સુજાવ આપ્યો હતો.નિયામકે કહ્યુ હતુ કે દેશમાં ફિક્સડ તેમજ મોબાઇલ સેવાઓ માટે એકીકૃત નંબરીગ યોજના 31 ડિસેમ્બર 2011 સુધીમાં લાગૂ કરવામાં આવે જેમાં લેન્ડલાઇન તેમજ મોબાઇલ બન્ને પ્રકારના કનેક્શનમાં દસ આકડાના નંબર હોય. ભારતીય દુરસંચાર નિયામક પ્રાધિકારનુ કહેવુ છે કે આનાથી આગલા 30-40 વર્ષ સુધી દેશમાં હાલની તેમજ નવી સેવાઓની માટે પર્યાપ્ત સંખ્યામાં નંબર ઉપલબ્ધ હશે.દેશમાં નંબરોની ચાલુ યોજના એનએનપી 2003માં 75 કરોડ કનેક્શનો માટે બનાવવામાં આવી હતી જેમાં 45 કરોડ મોબાઇલ કનેક્શન હતા અને આ યોજના 2030 સુધીના વર્ષો માટે હતી. પરંતુ દેશમાં મોબાઇલ કનેક્શનોની સંખ્યામાં પાછલા વર્ષે જ નક્કિ આંકને પાર કરી ચુકી છે.ટ્રાયનો વિચાર છે કે જ્યા સુધી એકીકૃત નંબર યોજના ચાલુ ન થાય એક જ સર્કલમાં લેન્ડલાઇનમાંથી મોબાઇલમાં ફોન કરવા માટે પહેલા શૂન્ય લગાવવાની વ્યવસ્થા કરવામાં આવે. નિયામકે ટેલીફોન નંબરોની વધતી માંગ તેમજ સીમીત નંબરોને ધ્યાનમાં લઇને આ વિચાર રજુ કર્યો હતો કે કોઇ સર્કલમાં વિશેષમાં કંપનીયોની પાસે સમય વિશેષમાં 30 લાખથી વધારે નંબર ના છોડવામાં આવે.

૯૮% લોકો કહે છે, ‘સાંસદોને ફદિયું પણ વધારે ન અપાય’

મોંઘવારી, આતંકવાદ ડામવામાં સાંસદો નિષ્ફળ છે, ચૂંટાયા પછી દેખાતા જ નથી, ફોન-પ્રવાસ ભથ્થાં તો મળે જ છે, જો કે નેતાઓ કહે છે, વાંધો નહીં. પ્રજાના પ્રતિનિધિ કહેવાતા સાંસદોના પગારમાં થયેલા વધારાથી સામાન્ય પ્રજામાં ભારે વિરોધ અને નારાજગી ફેલાયા છે. લોકોએ એક અવાજે પગાર-ભથ્થા વધારાના આ નિર્ણયને વખોડી કાઢ્યો છે.મોંઘવારી અને આતંકવાદ તેમજ નકસલીઓની પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવામાં તદ્દન નિષ્ફળ રહેલા વિવિધ પક્ષોના સાંસદોને વળી વધારે પૈસા શાના? દેશમાં આટલો ફુગાવો, પેટ્રોલના ભાવોમાં વધારો છતાં કોઇ પગલાં નહીં, ત્યારે આ ‘સાહેબો’ના પગાર માટે પ્રજાના ખિસ્સાં પર આવડો બોજ? એવો સૂર આજે સ્પષ્ટ સંભળાઇ રહ્યો છે અને ‘દિવ્યભાસ્કરે’ જ્યારે આજે રાજકોટના વિવિધ ક્ષેત્રના વિવિધ વયજુથના સો લોકોને પૂછ્યું કે ‘સંસદનો આ નિર્ણય કેટલો યોગ્ય છે?’ ત્યારે ૯૮ લોકોએ કહ્યું કે આ સંસદસભ્યોને એક ફદિયું પણ વધારે આપવુંજોઇએ નહીં. જો કે રાજકીય નેતાઓના અભિપ્રાય અલગ રહ્યા, તેમણે કહ્યું કે જો સાંસદોનો પગાર વધારો યોગ્ય છે.

સોહરાબકાંડનું ભૂત અમીનની કલમે ધૂણશે

તાજનો સાક્ષી બનવાની જાહેરાત કરી ચૂકેલા સોહરાબુદ્દીન બોગસ એન્કાઉન્ટરના આરોપી ડીવાયએસપી ડૉ. નરેન્દ્ર અમીન લેખક બનવા જઈ રહ્યા છે. જેલવાસ દરમિયાન અમીન ‘ ધ ઘોસ્ટ બિહાઇન્ડ ધ વેઇલ’ નામનું પુસ્તક લખી રહ્યા છે. આ પુસ્તક સોહરાબુદ્દીનકાંડ અને તેની પત્ની કૌસરબીની હત્યા સાથે જોડાયેલા વણઉલ્લેખાયેલા તથ્ય પર આધારિત હશે. હાલમાં તો આ પુસ્તકનાં છેલ્લાં પાનાં લખાઈ રહ્યાં છે, પરંતુ જ્યારે આ પુસ્તક પ્રકાશિત થશે ત્યારે ખરેખર સોહરાબુદ્દીન અને તેની પત્ની કૌસરબીની હત્યાનું ભૂત અમીનની કલમે ધૂણી ઊઠશે.અત્યંત આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આ પુસ્તકમાં અમીને સોહરાબુદ્દીનના અપહરણથી માંડીને તેના એન્કાઉન્ટર સુધીનાં તથ્યો તથા ત્યારબાદ કૌસરબીની હાલત અને તેની હત્યા અંગે અનેક ચોંકાવનારાં અધ્યાયો લખ્યાં છે. જેમાં અધિકારીઓ સાથેના સંવાદોથી માંડીને સોહરાબુદ્દીનને ખતમ કરવામાં રસ ધરાવનારા અનેકને ઉઘાડા પાડવામાં આવ્યા છે.આ પુસ્તકમાં અમીને જેલવાસ દરમિયાન પોતાના ખાટા-મીઠા અનુભવોને પણ ટાંક્યા છે. મળતી માહિતી મુજબ આ પુસ્તકનાં અમુક પાનાં લખવાનાં હજી બાકી છે. લખાયા બાદ આ પુસ્તકને અમીન અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં પ્રકાશિત કરવાનો પ્રયાસ કરશે.ઉલ્લેખનીય છે કે, મુખ્યત્વે કૌસરબીની હત્યામાં મહત્વની ભૂમિકા ભજવનાર ડૉ. નરેન્દ્ર અમીને સીબીઆઇ માટે રાજનો સાક્ષી બનવાની ઇચ્છા દર્શાવતી અરજી અદાલતમાં કરી છે. જેના સખત વિરોધ અન્ય આરોપીઓ કરી રહ્યા છે. આ અરજીની સુનાવણી આગામી ૨૬મી ઓગસ્ટે થવાની છે. આવામાં અમીન પુસ્તક લખી રહ્યા હોવાના સમાચાર જેલની બહાર આવતાં સોહરાબુદ્દીન કાંડ સાથે સંકળાયેલા આરોપીઓ અને હમણા સુધી જેમનાં નામ કે પછી ભૂમિકાનો કોઈ ઉલ્લેખ નથી તેવાં તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

વરિષ્ઠ પત્રકાર દિગંત ઓઝાનું નિધન

ગુજરાતના બાહોશ અને વરિષ્ઠ પત્રકાર-સાહિત્યકાર દિગંત ઓઝાનું લાંબી માંદગી બાદ આજે સવારે અમદાવાદ ખાતે નિધન થયું હતું. ૭૧ વર્ષીય દિગંતભાઈના અંતિમ સંસ્કાર આજે બપોરે ત્રણ કલાકે અમદાવાદના થલતેજ સ્મશાન ગૃહ ખાતે રાખવામાં આવ્યા છે. દંતકથા સમાન કારકિર્દીમાં દગિંતભાઈએ ગુજરાતી પત્રકારત્વમાં અનેક સીમાચિન્હો સ્થાપિત કર્યા છે, જેને વાચકો અને પત્રકારો ક્યારેય ભૂલી નહીં શકે.દિગંતભાઈના દીકરી અને લેખિકા કાજલ ઓઝા વૈધ્યના જણાવ્યા પ્રમાણે તેઓ લાંબા સમયથી કેન્સરથી પીડાઈ રહ્યા હતા અને આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. દિગંતભાઈની પાછળ લૌકિક ક્રિયા રાખવામાં આવી નથી, પરંતુ સ્વજનો, મિત્રો અને શુભેચ્છકો તેમનો શોક સંદેશો તેમના નિવાસસ્થાન ૧, નીલદીપ કોમ્પલેકસ, લાડ સોસાયટી રોડ, ચાણકય ટાવરની સામે, બોડકદેવ અમદાવાદ ખાતે મોકલી શકે છે. પાંચ દાયકાથી પણ લાંબી કારકિર્દી દરમિયાન દિગંતભાઈના સંપાદકીય માર્ગદર્શન હેઠળ નયા પડકાર, જનસત્તા અને સમભાવ જેવા અખબારોનો પ્રારંભ થયો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદો પર બેરોકટોક આવનજાવનને જાતે પાકિસ્તાન પહોંચીને ખુલ્લી પાડતી દિગંતભાઈની બ્રેકિંગ સ્ટોરી આજે પણ ગુજરાતના વાચકો ભૂલી શકે તેમ નથી, જેણે આખી કેન્દ્ર સરકાર હચમચાવી નાંખી હતી. મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલ અને ચીમનભાઈ પટેલના સમયમાં નર્મદા યોજનાની તરફેણમાં ઉતરેલી તેમની કલમે ગુજરાતમાં યોજનાના સમર્થનમાં એક જન આંદોલન ઊભું કર્યું હતું. એ ઉપરાંત તેમની નવલકથાઓ અને નવલિકાઓએ પણ ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્યની લાંબા સમય સુધી સેવાઓ કરી છે.છેલ્લા ૧૦ વર્ષથી તેમણે કોમવાદ સામેની લડત અને ગુજરાતમાં જળ સંચયને પ્રોત્સાહન આપવાના ક્ષેત્રે કાર્ય કર્યું હતું અને છેક સુધી એ કાર્યોને સમર્પિત રહ્યા હતા.

ચેમ્બર: હાઈ પાવર કમિટીની સત્તા સામે આજે કોર્ટમાં સુનાવણી

ચેમ્બરની એજીએમ પહેલા જ કોર્ટ કેસ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીમાં વહીવટ કરતી હાઈ પાવર કિમિટી અમર્યાદિત સમય માટે સત્તા ભોગવી શકે નહિં તેવા મતલબની એક પીટીશન મિતેશ પટેલે સિટી સિવિલ કોર્ટમાં કરી છે. આ પીટીશનની આજે મેજીસ્ટ્રેટ એ પી ભોજકની કોર્ટમાં ૧૧ વાગ્યાથી સુનાવણી હાથ ધરાશે.હાઈ પાવર કમિટી દ્વારા આજે એજીએમમાં સિલેકટ થનારી કારોબારી એપ્રિલ ૨૦૧૧થી વધુ વહીવટ ન કરી શકે અને ત્યારબાદ ચેમ્બરના બંધારણ મુજબ ચુંટણી આપી દેવી જોઈએ તેવી દાદ આ પીટીશનમાં માંગવામાં આવી છે. ચેમ્બરની નજીકના સૂત્રોના જણાવ્યાં મુજબ આજે જ્યારે આ પીટીશનની સુનાવણી હાથ ધરાવાની છે ત્યારે આ કેસમાં કોઈ ત્રીજો પક્ષ પણ પોતાની રજુઆત કરવાની પરવાનગી કોર્ટ પાસે માંગે તેવી શક્યતા છે.

વડોદરા : ડોર ટુ ડોર કચરો લેવા માટે ઝોન મુજબ કોન્ટ્રાકટ

વડોદરા શહેરમાં સેવાસદન તરફથી શરૂ કરાયેલી ડોર ટુ ડોર કચરો ઉપાડવાની કામગીરીમાં અનેક ત્રુટિઓ અને ફરિયાદો ઊભી થયા બાદ નવા કોન્ટ્રાકટમાં હવે શહેરના ચાર ઝોન મુજબ કોન્ટ્રાકટ સોંપી કામગીરી કરાવવાનું નક્કી કરાયું છે. આ અંગેની દરખાસ્ત મ્યુ.કમિશનરે સ્થાયી સમિતિની મંજુરી માટે રજુ કરી દીધી છે.વડોદરામાં હાલ બે કોન્ટ્રાક્ટરોને સમગ્ર શહેરમાંથી ડોર ટુ ડોર કચરો ઉપાડવાની કામગીરી સોંપાયેલી છે. આ કોન્ટ્રાક્ટરો દ્વારા કચરો ઉપાડવા મૂકાયેલા વાહનો ઓછા હોવાની તેમજ નિયમિત કચરો ઉપાડાતો નથી તેવી વ્યાપક ફરિયાદો સેવાસદન સમક્ષ આવી હતી. એટલું જ નહીં કચરો ઉપાડતી ગાડીઓમાં કચરાની જગ્યાએ માટી અને રોળાં ભરીને ખોટું વજન બતાવાતું હોવાની વિગતો પણ સપાટી પર આવી હતી. સાથેસાથે કામગીરી કરવા માટેના નક્કી કરાયેલા રૂટ ઉપર ગાડીઓ નહીં મોકલી ગેરરીતિ થતી હોવાનું પણ જાણમાં આવતાં કોન્ટ્રાક્ટરોને પેનલ્ટી ફટકારવામાં આવી હતી.દરમિયાન ડોર ટુ ડોર કચરો ઉપાડવાની કામગીરીનો વર્તમાન કોન્ટ્રાકટ આગામી ફેબ્રુઆરી મહિનામાં પૂરો થતો હોઇ સેવાસદને અત્યારથી નવા કોન્ટ્રાકટ માટેની કવાયત શરૂ કરી દીધી છે. જો કે, નવા કોન્ટ્રાકટમાં શહેરના ચાર ઝોન મુજબ આ કામગીરી સોંપવાની દરખાસ્ત મ્યુ.કમિશનર દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ મૂકવામાં આવી છે. નવા કોન્ટ્રાકટમાં કચરો ઉપાડનારા દરેક વાહનોમાં જી.પી.એસ. સિસ્ટમ મૂકવાની ફરજિયાત કરાયું છે. જેથી દરેક વાહન તેને ફાળવેલા રૂટ મુજબ સમયસર કામગીરી કરે છે કે નહીં તે જાણી શકાશે. સાથેસાથે નાના વાહનોમાં ભરાતો કચરો દૂર અંતરે આવેલા સ્થળે ઠાલવવાના બદલે રિફ્યુઝ કોમ્પેકટરમાં ખાલી કરવાનું આયોજન છે. જેથી નાની ગાડીઓના આવનજાવનનો સમય બચાવી શકાશે.

સોહરાબને પૂરો કરવા ટ્રસ્ટ દ્વારા નાણાં અપાયાં

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં તપાસ કરતી સીબીઆઇના ડીવાય.એસ.પી. બી.એસ. ખેરા સહિતના છ સભ્યોની ટીમે છેલ્લા ત્રણ દિવસથી સુરતમાં ધામા નાંખ્યા છે. સુરત સ્થિત માર્બલના એક મોટા વેપારીએ ટ્રસ્ટ દ્વારા સોપારીની રકમ ટ્રાન્સફર કરાવી હોવાની માહિતી ઉપરાંત અન્ય કેટલાક માર્બલના વેપારીઓ પાસેથી સોહરાબુદ્દીને ખંડણી વસૂલી હોવાની માહિતી અંગે પણ ખરાઈ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.મધ્યપ્રદેશના ઝરણિયાના વતની સોહરાબુદ્દીન શેખ રાજસ્થાન ઉપરાંત ગુજરાતમાં ખંડણીની પ્રવૃત્તિ આચરતો હતો. સીબીઆઇએ કરેલી તપાસમાં બહાર આવેલી વિગતો ચોંકાવનારી છે. આખી વાતમાં સોહરાબુદ્દીન તો માત્ર પ્યાદું હતો. કેટલાક રાજકારણીઓ તેમજ પોલીસ અધિકારીઓ તેને ઓપરેટ કરતા હતા.આ સમયે સોહરાબુદ્દીન મારફતે રાજસ્થાનમાં માર્બલની ખાણો ધરાવતા મોટા ગજાના વેપારીઓને ધમકી આપીને યેનકેન પ્રકારે માતબર રકમની ખંડણી ઉઘરાવવામાં આવી હતી, જેમાં મૂળ રાજસ્થાનના અને સુરતમાં ટ્રેડિંગનો ધંધો કરતા ચાર વેપારી પણ સોહરાબુદ્દીનનો ભોગ બન્યા હતા. જેથી સીબીઆઈ સુરતમાં આવી છે. ઉપરાંત એક વાત એવી પણ બહાર આવી છે કે આવા જ એક માર્બલના વેપારી મારફતે સોપારીની રકમ ગુજરાત આવી હતી. આ વેપારીએ ટ્રસ્ટ મારફતે રાજસ્થાનથી પાંચ કરોડ રૂપિયા મેળવ્યા બાદ જે તે વ્યક્તિને પહોંચાડ્યા હતા.

કોમનવેલ્થની ટ્રાયલ ગેમમાં ભુજ કેવી-ટુનો વિદ્યાર્થી

ભુજની કેન્દ્રીય વિદ્યાલય ટુમાં અભ્યાસ કરતો અને સીમા સુરક્ષા દળની બટાલિયનના કમાન્ડન્ટનો દીકરો આ મહિનાના અંતમાં પૂણે ખાતે આયોજિત થનારી નેશનલ કોમનવેલ્થ ગેમ્સ ટ્રાયલમાં ભાગ લેવા જઇ રહ્યો છે.અગાઉ પણ શૂટિંગમાં પોતાનું નામ રોશન કરનાર આ વિદ્યાર્થી અગાઉ અન્ડર ૧૮ જુનિયર નેશનલ શૂટિંગ સ્પર્ધામાં પણ દેશના જુદા જુદા સ્થળોએ આયોજિત થયેલી સ્પર્ધામાં ભાગ લઇને વિશિષ્ટ ઉપલબ્ધીઓ પ્રાપ્ત કરી ચૂકયો છે.ભુજ બીએસએફની ૧૧૭મી બટાલિયનના કમાન્ડન્ટ પુષ્પેન્દ્રસિંહ રાઠોડનો પુત્ર ચંદ્રદેવસિંગ ભુજની કેન્દ્રીય વિદ્યાલય ૨માં ધો. ૧૦માં અભ્યાસ કરે છે અને આગામી ૧૯મી ઓગસ્ટથી ૨૧મી ઓગસ્ટ સુધી બિકાનેરમાં આયોજિત થનારી ઓલ ઇન્ડિયા નેશનલ શૂટિંગ સ્પર્ધામાં ભાગ લેવા માટે તેમના દાદા શ્યામસુંદરસિંગ રાઠોડના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કરી રહેલો છે.વર્ષ ૨૦૦૯માં દિલ્હીમાં આયોજિત ૪૩મા કેન્દ્રીય વિદ્યાલયમાં કે.વી. નેશનલમાં પણ તેણે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરીને કેન્દ્રીય વિદ્યાલય ભુજનું નામ રોશન કર્યું હતું.

ગેચડામાં પહોંચેલી દારૂની ૧૬૮ બોટલો પકડી પાડતી પોલીસ

નખત્રાણા પોલીસે તાલુકાના ગેચડા ગામમા દરોડો પાડી છુપાયેલા ઇંગ્લિશ શરાબનો ૧૬૮ બોટલો સહિત કુલ રૂ. ૬૨ હજારનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. જતાવીરા તાલુકા પોલીસે ગેચડા ગામે જેઠુભા કાનજી સોઢાના રહેણાંક મકાનમાંથી ૧૬૮ બોટલો જપ્ત કરી હતી ઉપરાંતએ સાથે ૧૩૮૦ લિટર કાચો આથો અને ૨૦ લિટર દેશી દારૂ સહિતનો મુદ્દામાલ પણ પકડી પાડ્યો હતો. પીએસઆઇ એમ.ડી. ચંદ્રવાડિયાએ વહેલી સવારે જતાવીરા, ફુલાય માર્ગ પર પસાર થતી શંકાસ્પદ મહિન્દ્રા જીપને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ઉભી ન રહેતા પોલીસની શંકા દ્રઢ બની હતી. તેથી ધામાય, દેશલપર, રવાપર અને લક્ષ્મીપર (નેત્રા) સુધી પીછો કરવામાં આવ્યો હતો. બાતમી આધારે એ જીપ બૂટલેગર ભાણુભા વિક્રમસિંહ સોઢાની હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. એ અંગે વધુ તપાસ હાથ ધરતા દારૂનો જથ્થો તાલુકાના ગેચડા ગામે પહોચ્યો હોવાનું ખૂલ્યું હતું સવારે ૧૦:૩૦ કલાકે નખત્રાણા પીએસઆઇ પી.વી. જાડેજાની આગેવાની હેઠળ ઉદયસિંહ, મહેન્દ્રભાઇ ગઢવી, બટુકસિંહ અને મહિલા કોન્સ્ટેબલ વિજયાલક્ષ્મીએ રેડ પાડી હતી.

ભાવનગર પધારશે પ્રમુખ સ્વામી

બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વિશ્વ વંદનીય સંત પૂ. પ્રમુખ સ્વામી મહારાજ તા.૨૩ ઓગષ્ટને સોમવારથી ભાવનગરમાં વાઘાવાડી રોડ પર આવેલા અક્ષરવાડી ધામ ખાતે પધારી રહ્યાંના સમાચાર આવતા જ સમગ્ર ભાવનગર શહેર-જિલ્લાના હરિભક્તોમાં હરખની હેલી છવાઈ ગઈ છે. પૂ.પ્રમુખસ્વામી મહારાજ દોઢેક વર્ષના સમયગાળા બાદ ભાવનગર આવી રહ્યાં છે.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ તા.૨૩ ઓગસ્ટને સોમવારથી ભાવનગરના અક્ષરવાડી ખાતે આવી રહ્યાના કાર્યક્રમ અંગે મળેલી માહિતી મુજબ છેલ્લાં ઘણા વખતથી નાદુરસ્ત તબિયતથી પિડાતા પૂ.પ્રમુખ સ્વામી અક્ષરવાડી ખાતે પણ એક સપ્તાહનું રોકાણ કરશે પરંતુ તબિયતેને કારણે કોઈ મુલાકાતીઓને રૂબરૂ મળી આશિવૉદ આપશે નહીં.બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થાના પૂ.વિવેકસાગર મહારાજ આ રોકાણ દરમિયાન દરરોજ પોતાની આગવી શૈલીમાં ધર્મમય પ્રવચન આપશે જેનો શ્રવણલાભ ભાવેણાના હરિભક્તોને મળશે.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ભાવનગરમાં પધારી રહ્યાં હોય અક્ષરવાડી ખાતે તેમના સ્વાગત સહિતના કાર્યક્રમો માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે.

* અમિત જેઠવાના હત્યારા શૈલેષના માથે ઇનામ
આરટીઆઇ અક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યાકેસના શાર્પશૂટર તરીકે જેનું નામ ખુલ્યું છે તે શૈલેષ પંડ્યા પાટણ જિલ્લા પોલીસના ચોપડે વોન્ટેડ છે અને એક વર્ષ અગાઉ જિલ્લા પોલીસ દ્વારા તેના માથે ઈનામ પણ જાહેર કરાયેલું છે.

શૈલેષ પંડ્યાની શોધખોળ માટે બે જિલ્લાની પોલીસ સતર્ક બની છે.

હવે ગ્રામ્યકક્ષાએ ૭૦ ટકા ગ્રાન્ટ

કેન્દ્ર સરકાર દ્રારા ૧૩મા નાણાપંચમાં ગ્રાન્ટની ફાળવણીમાં ગ્રામ પંચાયતોને વધુ મહત્વ આપતાં ગ્રામ સરકારનો અભિગમ સાકાર થશે. અગાઉ ગ્રામ પંચાયતોને ૩૦ ટકા મુજબ સીધી ગ્રાન્ટ આપવામાં આવતી હતી જેમાં વધારો કરી આ ગ્રાન્ટ ૭૦ ટકા કરાઇ છે.ગામડું સધ્ધર તો દેશ સધ્ધર એ અભિગમ મુજબ કેન્દ્ર સરકાર દ્રારા ગામડાના વિકાસને પ્રાધાન્ય આપવામાં આવ્યો છે. આ અંતર્ગત ગ્રામ પંચાયતોને આપવામાં આવતી ગ્રાન્ટમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યો છે. ૧૩મા નાણાપંચમાં ગ્રામ પંચાયતોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. અગાઉ ગ્રામ પંચાયતોને ૩૦ ટકા ગ્રાન્ટ આપવામાં આવતી હતી જે હવેથી ૭૦ ટકા કરવામાં આવી છે.જ્યારે તાલુકા પંચાયત અને જિ. પંચાયતને ૧૫-૧૫ ટકા ગ્રાન્ટ આપવામાં આવશે. ગ્રામ પંચાયતોને ફાળવાયેલ ગ્રાન્ટમાંથી વિકાસ કાર્યો કરવાના થશે જે ગ્રામસભા નક્કી કરશે. ૧૩મા નાણાપંચ અંતર્ગત જિલ્લાને વર્ષ ૨૦૧૦-૧૧ માટે અંદાજે રૂ.૯૬૬ લાખ ફાળવાયા છે. જે પૈકી પ્રથમ તબક્કામાં રૂ.૪૮૭.૬૬ લાખ ગ્રાન્ટ ફાળવાયા છે.

ઊંઝામાં પ્રજાના પૈસાનો ‘સોલિડ વેસ્ટ’

ઊંઝા શહેરમાંથી એકત્ર થતા ઘન કચરા પર વિવિધ પ્રક્રિયાઓ કરીને તેમાંથી જૈવિક ખાતર બનાવવાનો મહત્વકાંક્ષી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ વણાગલા ગામ ખાતે થોડા વર્ષો પહેલા શરૂ કરવામાં આવ્યો હતો.જો કે, ગુજરાત સરકાર હસ્તકની ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કંપનીનો આ પ્રોજેક્ટ વિવિધ સમસ્યાઓને લીધે મહિનાઓથી ઠપ પડ્યો છે ત્યારે આ પ્રોજેક્ટ પાછળ વપરાયેલ લાખો રૂપિયા ‘કચરા’માં ગયા હોય એવો ઘાટ હાલ સર્જાયો છે.ગુજરાતના શહેરોમાં સતત વધતી જતી વસ્તી અને બદલાતી લાઇફ સ્ટાઇલની અસરથી ઘન કચરાની સમસ્યા વધી છે. આ સમસ્યાના ઉકેલ માટે વર્ષ ૨૦૦૫માં શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કંપની(જીયુડીસી) દ્વારા રાજ્યની ૧૫૯ જેટલી નગરપાલિકાઓમાં ઘન કચરાના નિકાલ માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ અમલી કરવા આયોજન હાથ ધરાયું હતું. જે હેઠળ ૪૦ વધુ નગરપાલિકાઓમાં ઘન કચરામાંથી જૈવિક ખાતર બનાવવાના પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા હતા. જેમાં ઊંઝા તાલુકાના વણાગલા ગામ પાસે આ પ્રકારનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. આ પ્રોજેક્ટ હેઠળ ઊંઝા શહેરમાંથી એકત્ર થતા ઘન કચરાને આ પ્લાન્ટના સ્થળે લાવીને તેમાંથી પ્લાસ્ટીકનો કચરો દૂર કરવામાં આવતો હતો. આ બાદ બાકીના કચરાને વિવિધ પ્રક્રિયા દ્વારા સડવી દઇને તેમાંથી જૈવિક ખાતર તૈયાર કરીને ખેડૂતોને તેનું વેચાણ કરવામાં આવતું હતું.

GCMMF : સત્તા માટે ઘમ્મરવલોણું

ટેલ, ડૉ. કુરિયન સહિત ચરોતરના અન્ય સહકારી ક્ષેત્રના નામી - અનામી મહારથીઓની અથાગ જહેમત બાદ સહકારી ક્ષેત્રમાં અદકેરૂ સ્થાન મેળવનાર અમૂલ ડેરી સહિત રાજ્યની કુલ ૧૩ જેટલી ડેરીનો વહીવટ સંભાળતી ગુજરાત કો.ઓ.મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં હાલ ચેરમેન પદ માટે ગજગ્રાહ ચાલી રહ્યો છે.તેમાંય રાજ્યમાં મોખરાનું સ્થાન ધરાવતી મહેસાણાની દૂધ સાગર ડેરીના ચેરમેન વિપુલ ચૌધરીએ તાજેતરમાં ફેડરેશનને આઈસીયુમાં દાખલ દર્દી જેવી સંસ્થા ગણાવતાં ચરોતરની ડેરીઓમાં દૂધ ભરતાં અને સંસ્થાને આઠ હજાર કરોડનું ટર્નઓવર કરતી બનાવવામાં પાયાની ભૂમિકા ભજવતાં સભાસદોમાં પણ તેનાં ઘેરાં પ્રત્યાઘાત પડવા પામ્યા છે. તેમાંય ફેડરેશનમાં વર્તમાન ચેરમેન પરથી ભટોળ સામે રજુ થયેલી અવિશ્વાસની દરખાસ્તનો ફેંસલો તા. ૨૧મી ઓગસ્ટને શનિવારના રોજ (આજે) મળનારી વિશેષ સભામાં થનાર છે, ત્યારે અમૂલની અટરલી - બટરલી ઢીંગલીએ દેશભરમાં વિશાળ હોર્ડિગના માધ્યમથી મુંબઈ દરિયામાં બે માલવાહક જહાજ વચ્ચેની ટક્કર સંદર્ભે વ્યક્ત કરેલો પોતાનો મત ‘પોર્લ્યુશન ગયા તેલ લગાને’ જેવો જ ટોન મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના વર્તમાન મોભીઓ પણ બંધ હોઠેથી આપી રહ્યા હોવાનો સૂર કેટલાક જાગૃત્ત સભાસદોએ વ્યક્ત કર્યો હતો.

ઘાટકોપર : ટોપી પહેરાવતો' ગુજરાતી શખ્સ ઝડપાયો

ઘાટકોપર પોલીસે ૩૦૦૦થી નકલી ડેબિટકાર્ડ સાથે પકડેલા ૧૦ સુશિક્ષિત યુવાનો પાસેથી અનેક ચોંકાવનારી માહિતી બહાર આવી છે. આ ટોળકીએ બોલીવુડની કેટલીક હસ્તીઓનાં પણ નકલી ડેબિટ કાર્ડ બનાવી રાખ્યાં હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.આ ટોળકીનો મુખ્ય અને માસ્ટરમાઈન્ડ અમજદ ખાન ઉર્ફે મેક બ્રિટનનો એક એક્ઝિકયુટિવ હતો અને તે જ આખી યોજના ઘડતો હતો. જોકે હજુ તેની ધરપકડ થઈ શકી નથી. આ ટોળકીમાં બેન્કના ભૂતપૂર્વ અધિકારીઓનો પણ સમાવેશ હોવાનું સ્થાનિક પોલીસે જણાવ્યું હતું.ફિલ્મોધ્યોગ સહિત વિવિધ ક્ષેત્રની હસ્તીઓને ઠગવા નીકળેલી આ ટોળકીનો મુખ્ય શકમંદ ગુજરાતનો મુકેશ શાહ પણ હોવાની માહિતી પોલીસે આપી હતી. જોકે પોલીસ હજુ તેના સુધી પણ પહોંચી શકી નથી. અમે આ કેસમાં વધુ તપાસ કરી રહ્યા છીએ એમ ઘાટકોપર પોલીસ સ્ટેશનના અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું.

મુલુંડમાં છોકરીને મારનાર શિક્ષક-પ્રિન્સપાલ ધોવાયાં

મુલુંડમાં પાલિકાની શાળામાં એક વિદ્યાર્થિનીને મારવા બદલ ભારતીય વિદ્યાર્થી સેનાના કાર્યકરોએ શિક્ષણ અને પ્રિન્સપાલની મારપીટ કરી કરી હતી.આ સંબંધે શિક્ષક પ્રકાશ બાપુ સલગર(૨૮) દ્વારા ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિજય ગર્વ અને તેના ૧૦થી ૧૨ સાથીદારો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસનું કહેવું છે કે ત્રણ દિવસ પૂર્વે સલગરે એક નવમા ધોરણની મીના નામની વિદ્યાર્થિનીને હાથ વડે મારી હતી.આને લઈ ગવઈ અને તેના સાથીદારો શુક્રવારે બપોરે શાળામાં ધસી ગયા હતા. તેમણે સલગર અને પ્રિન્સપલની મારપીટ કરી હતી. બાદમાં સલગરના મોઢા પર કાળું પણ ચોપડ્યું હતું. વળી, આ ઘટના બની ત્યારે તેમણે અન્ય વિદ્યાર્થીઓને શાળામાં બહાર જવા દીધા નહોતા. આ સંબંધમાં ફરિયાદ બાદ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

No comments:

Post a Comment