visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
પાંચ બેવડી સદીમાં માત્ર એક જ છગ્ગો!
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે અત્યાર સુધીમાં ઘણા કિર્તીમાન રચ્યા છે. જેને હાંસલ કરવા તેણે ઘણા કારનામા કર્યા છે. જે એક અલગ સિદ્ધિ સમાન છે. તેણે તેની ટેસ્ટ કારકિર્દીમાં પાચ બેવડી સદી ફટકારી છે. પરંતુ કારકિર્દીમાં પહેલી વખત તેણે બેવડી સદી ફટકારતી વખતે છગ્ગો ફટકાર્યો હોય તેવી ઐતિહાસિક ઘટના સૌપ્રથમ વખત શ્રીલંકા સામેની ટેસ્ટ દરમિયાન બની હતી.સચિન જ્યારે પીચ પર હોય ત્યારે ખરાબ બોલને બાઉન્ડ્રી બહાર મોકલવામાં તે એકપણ ક્ષણ જતી કરતો નથી. તેમ છતાં સચિનની છબી હમેંશા નિચા શોટ ફટકારવા માટેની રહી છે. તેમાં પણ જ્યારે તે લાંબી ઇનિંગ રમતો હોય ત્યારે તેની ધરીજ જોવા લાયક હોય છે. તેંડુલકરે પોતાની ટેસ્ટ કારકિર્દી દરમિયાન પાંચ બેવડી સદી ફટકારી છે. આ પાંચ બેવડી સદીઓ દરમિયાન તેણે માત્ર એક જ વખત છગ્ગો ફટકારીને બેવડી પુરી કરી છે. આ શતકીય છગ્ગો તેણે સુરજ રણદિવની ઓવરમાં ફટકાર્યો હતો. સચિનની પાંચ બેવડી સદી પર એક નજર.1- માસ્ટરે પોતાની કારકિર્દીની પ્રથમ બેવડી સદી 1999માં ન્યૂઝી લેન્ડ વિરુદ્ધ અમદવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં ફટકારી હતી. તેણે આ મેચની પ્રથમ ઇનિંગમાં 217 રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન સચિને 344 બોલનો સામનો કર્યો હતો. અને જેમાં 29 ચોગ્ગા ફટકાર્યા હતા.
સંમતિ યા સંઘર્ષ રામ મંદિર તો બનશે: મોહન ભાગવત
રામ મંદિર નિર્માણનો રાગ આલાપતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કહ્યું છે કે એ નિશ્ચિત છે કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થશે, ચાહે તે સંમતિથી બને કે પછી સંઘર્ષથી.આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે ગઈકાલ રાત્રે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે રામ મંદિર કરોડો હિંદુઓના વિશ્વાસનો મામલો છે. માટે તેઓ પાક્કું આશ્વાસન આપે છે કે અયોધ્યામાં રામ મંદિર બનશે, ચાહેત તે સંમતિથી બને કે પછી સંઘર્ષથી.તેમણે કહ્યું હતું કે આઝાદી સમયથી જ લોકોનું વલણ અને માગણી રહી છે કે અયોધ્યામાં રામ મંદિર બને. સાથે તેમણે કહ્યું હતું કે તમામ ઐતિહાસિક અને પુરાતાત્વિક પ્રમાણ એ દર્શાવે છે કે અયોધ્યામાં રામ મંદિર જ હતું.
ભાગવત હનુમાન ચાલીસા પાઠની સાથે શ્રીહનુમાન શક્તિ જાગરણ સમિતિના એક લોક જાગૃતિના કાર્યક્રમનું ઉદઘાટન કરી રહ્યાં હતા. આ પ્રકારે હનુમાન ચાલીસાનો પાઠ વિદર્ભના 20 શહેરોમાં કરવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે વિશ્વ હિંદુ પરિષદે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે 16 ઓગસ્ટથી શ્રીહનુમાન શક્તિ કાર્યક્રમ હેઠળ સામુહિક હનુમાન ચાલીસા પાઠ કરવા માટે લોકોને આહવાન કર્યું છે. વિશ્વ હિંદુ પરિષદે માગણી કરી છે કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે સંસદમાં પ્રસ્તાવ પારિત કરવામાં આવે. મહત્વપૂર્ણ છે કે સપ્ટેમ્બર માસમાં અયોધ્યા વિવાદ પર કોર્ટનો ચુકાદો આવવાની સંભાવના છે.
અમેરિકાને ચીનથી યુદ્ધનો ડર
ચીનની સતત વધી રહેલી તકાતને કારણે હવે વિશ્વની મહાસત્તા એવા અમેરિકાને ચીનથી યુદ્ધનો ડર લાગવા લાગ્યો છે. અમેરિકાના પેન્ટાગોન દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનની લશ્કરી તાકાત સતત વધી રહી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ચીન પોતાના પાડોશી દેશથી આગળ વધીને પુરા વિશ્વમાં પોતાની સૈન્ય શક્તિ વધારી રહ્યું છે. અમેરિકાના નીચલા ગૃહ કોંગ્રેસમાં રજૂ થયેલા પેન્ટાગોનના રિપોર્ટમાં ચીન-અમેરિકા વચ્ચે યુદ્ધની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ આ માટે તૈયાર રહેવાની વાત પણ કહેવામાં આવી છે.પેન્ટાગોનના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે ચીન પોતાના લશ્કર અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપી રહ્યું નથી, તેમજ તેના દ્વારા પચાવી પાડવામાં આવેલી જમીન અંગે પણ તે ચૂપ છે, જે અમેરિકા માટે ચિંતાનો વિષય છે. પેન્ટાગોનના અનુમાન પ્રમાણે 2009માં જ ચીને પોતાના સૈન્ય પાછળ 6750 અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો. અમેરિકાના નીચલા ગૃહમાં રિપોર્ટ રજૂ થયા બાદ ગૃહના એક સભ્યએ જણાવ્યું હતું કે અમેરિકાએ ચીન સાથે યુદ્ધ કરવા માટે તૈયાર રહેવું જોઈએ.કોંગ્રેસ મેમ્બર અને પાવરફુલ હાઉસ આર્મ્ડ સર્વિસ કમિટિના અધ્યક્ષ આઈક સ્કેલેટનના જણાવ્યા પ્રમાણે અમેરિકા અને ચીને વચ્ચે યુદ્ધની આશંકા છે, આથી અમેરિકાએ તૈયાર રહેવું જોઈએ.
વિશ્વ ક્રિકેટના મહાન લેફ્ટહેન્ડ બેટ્સમેનો
ક્રિકેટ જગતમાં જેટલુ યોગદાન રાઇટ હેન્ડ બેટ્સમેનનું છે તેટલું જ યોગદાન લેફ્ટહેન્ડ બેટ્સમેનોનું પણ છે. અને સમયાંતરે લેફ્ટી બેટ્સમેનોને રાઇટી બેટ્સમેનોને તગડી પ્રતિસ્પર્ધા આપતા જોવા મળ્યા છે. જેમકે, સચિન તેંડુલકર વી. બ્રાયન લારા અને ઇન્ઝમામ ઉલ હક વી. સઇદ અનવર. ઉપરાંત ઘણા એવા લેફ્ટી ક્રિકેટરો છે. જેઓએ પોતાની બેટ્સમેનશિપ સ્ટાઇલ અને આગવી પ્રતિભાશૈલીના કારણે લોકપ્રિયતા હાંસલ કરી છે. અહીંયા એવા કેટલાક મહાન લેફ્ટહેન્ડ બેટ્સમેન વીશે માહિતી આપવામાં આવી છે કે જેઓ તેમના સમયગાળા દરમિયાન મહાન ખેલાડી સાબિત થયા હતા.બ્રાયન લારા એક એવું નામ છે કે, જેણે ક્રિકેટ જગતમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. અને હાલની તકે તેને પામી શકે તેવા બેટ્સમેન કોઇ જણાઇ રહ્યાં નથી. સેહવાગ અને સચિનમાં એ પ્રતિભા રહેલી છે. પરંતુ આ બન્ને ખેલાડીને બાદ કરીએ તો બ્રાયન લારાની તોલે કોઇ આવી શકે તેમ નથી. તેણે ટેસ્ટ ક્રિકેટમાં સદી, બેવડી, ત્રેવડી અને 400 ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી છે. તેમજ તેમે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેનો હાઇએસ્ટ સ્કોર પાંચસો કરતા વધારે છે. તેનામાં શોટ ફટકારવાની ગજબ પ્રકારની ક્ષમતા હતી. અને તે લાંબો સમય સુધી મેદાન પર ટકી રહેવાની ક્ષમતા ધરાવતો હતો. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 131 ટેસ્ટ રમી છે. જેમાં 11953 રન બનાવ્યા છે. જ્યારે તેણે ક્રિકેટ જગતમાંથી નિવૃતિ લીધી ત્યારે તેણે તેના ચાહ
મનને શાંત કરવાના ઉપાયો
કહેવાય છે કે આપણા દિલ દિમાગને ક્યારેય પણ આરામ નથી મળતો. તે હંમેશા કાર્ય કરે છે. જ્યાં સુધી આપણે સંપૂર્ણ ઉંઘમાં ન આવીએ ત્યાં સુધી આપણું મગજ સતત વિચારતું રહે છે. આ કાર્યમાં વધુ સફળતા ત્યારે જ મળશે જ્યારે મગજ પર દબાણ આવશે. આ સ્થિતિમાં આપણો સ્વભાવ બદલાઈ જાય છે. ચિડીયાપણું, ગુસ્સેવાળો સ્વભાવ બની જાય છે. મન અશાંત થઈ જાય છે.યોગાસન કરવાથી મનની આ સ્થિતીમાં ફાયદો થશે. મનની અશાંતિ દૂર થઈ શકે છે. પ્રતિદિવસ સવારે નિમ્નલિખિત ક્રિયા કરવી. લાભ અવશ્ય પ્રાપ્ત થશે.
કેટરિના મલાઈકા સાથે સ્પર્ધામાં ઉતરી?
ફરાહ ખાને કેટરિના કૈફને તેની આગામી ફિલ્મ તીસ માર ખાંમાં સાઈન કર્યાની ઘણી ચર્ચા બોલિવૂડમાં થઈ હતી. એટલું જ નહી કૈટરિના પહેલી વખત કોઈ ફિલ્મમાં એક સેક્સી આઈટમ નંબર કરશે.સુત્રોનાં જણાવ્યાં અનુસાર, કેટરિના આ ઈટમ નંબર વૈજ્યંતીમાલનાં ગીત 'હોઠો પે એસી બાત..', 'શિલ્પા શેટ્ટીનાં યૂપી બિહાર લુટને..' અને બિપાશાનાં 'બિડી જલાઈ લે...' જેવાં ગીતોની યાદ અપાવશે.પણ લાગે છે કેટરિના આ દિવસોમાં ફિલ્મ દબંગમાં મલાઈકા અરોરા ખાનનું આઈટમ નંબર 'મુન્ની બદનામ હુઈ.. 'થી ઘણી જ પ્રભાવિત થઈ ગઈ છે. એક સમાચાર પ્રમાણે મલાઈકા દ્વારા કરવામાં આવેલાં આઈટમ નંબર જોયા બાદ કેટરિના પ્રયત્ન કરી રહી છે કે તેનું આઈટમ નંબર 'શીલા કી જવાની... ' મલાઈકાનાં આઈટમ નંબરથી સારુ રહે.
ભારત ચીનને પછાડશે!
તાજેતરમાં જ ભલે ચીનના આર્થિક વિકાસદરના આંકડા જાપાનને પછાડીને બીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઇ છે. પરંતુ ભારત જીડીપ ગ્રોથમાં ચીનને પછાડી શકે છે. એપ્રિલ થી જૂનના ત્રિમાસિકમાં જાપાનનો જીડીપી 1.28 ટ્રિલિયન ડોલર રહ્યો. આ ત્રિમાસિકમાં ચીનનો જીડીપી 1.33 ટ્રિલિયન ડોલર રહ્યો. અમેરિકા હજુ પણ દુનિયાની સૌથી મોટી ઇકોનોમી છે.મોર્ગન સ્ટેનલીએ કહ્યું કે ભારતનો વિકાસ દર 2011-2015ની વચ્ચે 9.5 ટકા રહી શકે છે. જ્યારે ચીનનો વિકાસ દર 9.1 ટકાની ઝડપથી વધી રહ્યો છે. મોર્ગન સ્ટેનલીએ કહ્યું કે ભારત આવતા બે વર્ષમાં જ ચીનની રફતાર પાસે પહોંચી જશે.
દહેજ માટે પુત્રવધુને ભીખારીની દિકરી કહી કાઢી મુકી
કાયદાની દ્રષ્ટીએ દહેજ લેવો ગુનો બને છે. પરંતુ આ નિયમ જાણે કાગળ ઉપર જ રહ્યો છે ત્યારે શહેરમા કરિયાવર મુદે પુત્રવધુને સાસરિયાઓ દ્રારા માર મારવાના કે કાઢી મુકવાના બનાવો રોજીંદા બની ગયા છે. આવા જ એક કિસ્સામાં પરિણીતાને પતિ સહિતનાઓએ કરિયાવર મુદે કડવા વેણ કહી કાઢી મુકતા મામલો પોલીસમા પહોંચ્યો છે.કોઠારિયા રોડ, ઘનશ્યામનગર-૧મા હાલ માવતરે રહેતી નીતા હીરાણી નામની મહિલાએ પોલીસમા ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, રણુજાનગર નજીક આવેલા ગણેશનગરમા રહેતા પતિ વિશાલ, સસરા અશોકભાઇ વેલજીભાઇ, સાસુ ચંદ્રીકાબેન,દિયર આલોક અને મામાજી સસરા અશોકભાઇ ભટ્ટી લગ્ન બાદ અવારનવાર કરિયાવર પ્રશ્ને તું ભિખારીની દિકરી છો, તેવા મેણાટોણા મારી મારકુટ કરી જો તારા માવતરેથી પૈસા નહીં લાવે તો મારી નાંખવાની ધમકી પણ આપી હતી. મહિલા પોલીસ મથકના ફોજદાર અમીનાબેન ગોરીએ તપાસ હાથ ધરી છે.
17 August 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment