visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
શ્રાવણના આરંભે શહેરમાં સવા ઈંચ વરસાદ ખાબક્યો
શહેર-જિલ્લામાં શ્રાવણ માસના આરંભે અડધાથી સવા ઈંચ વરસાદ વરસી જતાં સાર્વત્રિક આનંદ વ્યાપી ગયો છે. લાંબા સમયગાળા બાદ આજે ભાવનગર શહેરમાં ત્રણ-ચાર જોરદાર ઝાપટા વરસતા કુલ ૨૮ મીમી વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણીના ખાબોચીયા ભરાઈ ગયા હતા. જિલ્લામાં પાલિતાણા પંથકમાં પણ અડધાથી એક ઈંચ વરસાદ વરસી ગયો હતો.આજે શહેરમાં ત્રણ-ચાર જોરદાર ઝાપટા વરસતા સવા ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. ભાવનગર શહેરમાં સિઝનનો કુલ વરસાદ ૫૭૨ મીમી થયો છે. શહેરમાં આજે ધોધમાર વરસાદ વરસતા ઠેર-ઠેર પાણીના ખાબોચીયા ભરાઈ ગયાં હતાં.ભાવનગર શહેર ઉપરાંત જિલ્લામાં પાલિતાણા ખાતે ૧૩ મીમી, સિહોરમાં ૧૧ મીમી, ગઢડામાં ૭ મીમી અને ગારિયાધારમાં બે મીમી વરસાદ વરસી ગયો હતો.પાલિતાણા શહેરમાં આજે ત્રૂટક-ત્રૂટક ૧૩ મીમી વરસાદ વરસ્યો હતો. જ્યારે શેત્રુંજી ડેમના સ્ત્રાવ ક્ષેત્રમાં એક ઈંચ વરસાદ વરસી ગયો હતો. શેત્રુંજી ડેમની સપાટી એક ઈંચ વધીને ૨૮.૧ ફૂટને આંબી હતી.
ભારતની અત્યંત શરમજનક ૨૦૦ રને હાર
ત્રીકોણીય શ્રેણીની પ્રથમ મેચમાં ભારતને ન્યૂઝીલેન્ડના હાથે 200 રનથી કારમો પરાજય મળ્યો છે. આ સાથે જ ભારત આઇસીસી રેંકિંગમાં બીજા નંબર પરથી ખસીને ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. ન્યૂઝીલેન્ડે આપેલા 289 રનના લક્ષ્યાંક સામે ભારત 88 રન પર પેવેલિયન ભેગી થઇ ગઇ હતી. ભારત તરફથી જાડેજા(20), સેહવાગ(19) અને કાર્તિક(14)ને બાદ કરતા એક પણ ખેલાડી ડબલ ડિજીટમાં પહોંચી શક્યું ન હતું. ફરી એક વખત યુવરાજ સિંહે ખરાબ પ્રદર્શન કરતા માત્ર પાંચ રન જ બનાવ્યા હતા. જ્યારે રોહિત શર્મા(4), ધોની(2), રૈના(6), કુમાર(1), મિથુન(4), નહેરાએ(4) રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી ટફીએ ત્રણ વિકેટ મેળવી હતી. જ્યારે મિલ્સ અને ઓરામે બે-બે વિકેટ હાંસલ કરી હતી.ત્રિકોણીય શ્રેણીની પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડે આપેલા 289 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. સેહવાગ 19 રનના વ્યક્તિગત સ્કોર પર મિલ્સની ઓવરમાં હોપકિન્સના હાથે કેચ આઉટ થયો હતો. દિનેશ કાર્તિક 14 રન પર ટફીની ઓવરમાં એલબી આઉટ થયો હતો. જ્યારે રોહિત શર્મા માત્ર ચાર રનમાં પેવેલિયન ભેગો થઇ ગયો હતો.રૈના પણ કંઇ ખાસ કરી શક્યો ન હતો. અને તે છ રનના વ્યક્તિગત સ્કોર પર ટફીની ઓવરમાં સ્ટાયરસના હાથે ઝલાઇ ગયો હતો. ભારતે ધોનીના સ્વરૂપમાં પાંચમી વિકેટ ગુમાવી છે. ધોની માત્ર 2 રનના વ્યક્તિગત સ્કોર પર રનઆઉટ થયો હતો. યુવરાજ ફરી એક વખત નિષ્ફળ રહ્યો હતો. અને તે માત્ર પાંચ રનના વ્યક્તિગત સ્કોર પર મક્કાયની ઓવરમાં ટેલરના હાથે કેચ આઉટ થઇ ગયો હતો. જ્યારે પ્રવિણ કુમાર એક રન પર ઓરામની ઓવરમાં ટેલરના હાથે ઝલઇ ગયો હતો. મિથુન ચાર રન પર ઓરામનો શિકાર બન્યો હતો. જ્યારે જાડેજા વિલિઅમસનની ઓવરમાં ટેલરના હાથે કેચ આઉટ થયો હતો.આ પહેલા પ્રારંભિક ઝટકાઓ બાદ સુકાની રોઝ ટેલર અને સ્કોટ સ્ટાઈરિસની શાનદાર બેટિંગની મદદથી ન્યૂઝિલેન્ડે ભારત સામે 289 રનનો લક્ષ્યાંક મૂક્યો છે. ભારત તરફથી આશિષ નેહરાએ 4 અને પ્રવીણ કુમારે 3 વિકેટ ઝડપી હતી.એક સમયે 28 રનમાં 3 વિકેટ ગુમાવી દેનારી ન્યૂઝિલેન્ડની ટીમે વળતો પ્રહાર કર્યો હતો. શરૂઆતમાં પ્રવીણ કુમાર ત્રાટક્યો હતો અને તેણે ન્યૂઝિલેન્ડની મહત્વની બે વિકેટો લઈને ન્યૂઝિલેન્ડને દબાણમાં લાવી દીધું હતું. જ્યારે નેહરાએ પણ એક વિકેટ લઈને તે દબાણમાં વધારો કર્યો હતો.
પ્રિયંકા-સૈફ વચ્ચે કયા સંબંધો?
પ્રિયંકા ચોપરા એક એવી અભિનેત્રી છે કે, જેના દર બીજા દિવસે કોઈને કોઈ સમાચાર આવતા હોય છે. પ્રિયંકાએ થોડા સમય પહેલા જ પોતાનો 28મો જન્મ દિવસ મનાવ્યો હતો. સોમવારના રોજ પ્રિયંકાએ પોતાની વેબસાઈટ લોન્ચ કરી છે. આ વેબસાઈટ દ્વારા ચાહકો પ્રિયંકાને ઓળખી શકશે અને તેની સાથે વાત-ચીત પણ કરી શકશે.હાલમાં પ્રિયંકાના જીવનમાં શું ચાલી રહ્યું છે તે વિષે વાત કરવી હોય તો સૌ પહેલા તેની ફિલ્મોની વાત કરવી જોઈએ. આ વર્ષે પ્રિયંકાની ત્રણ ફિલ્મો રીલિઝ થવાની છે. અન્જાના-અન્જાની, સાત ખૂન માફ અને ડોન 2. પ્રિયંકા પહેલીવાર રણબિર કપૂર સાથે કામ કરી રહી છે. આ સિવાય સાત ખૂન માફમાં તેની સાથે નસરૂદ્દીન શાહ, જ્હોન અબ્રાહમ,ઈરફાન ખાન જેવા કલાકારો છે. આ ફિલ્મમાં પ્રિયંકા પોતાના સાતે પતિઓનું ખૂન કરી નાંખે છે. ડોન 2માં પ્રિયંકા શાહરૂખ ખાન સાથે કામ કરી રહી છે. આટલું જ નહિ પ્રિયંકા સૈફ અલી ખાન સાથે ત્રણ ફિલ્મો કરી રહી છે.જો કે પ્રિયંકા માટે બોલિવૂડમાં હજી પણ નંબર વનનું સ્થાન દૂર છે. તેની સાથે કેટરિના કૈફ અને કરિના કપૂર પણ છે. કરિનાની વી આર ફેમિલી રિલીઝ થવાની તૈયારીમાં છે. શાહરૂખ ખાન સાથે રા.વનમાં પણ કરિના કપૂર છે. આ ફિલ્મ સાયન્સ પર આધારિત છે. આ સિવાય ગોલામાલ 3માં કામ કરી રહ્યા છે. વિનોદ એજન્ટમાં પણ કરિના કપૂર અને સૈફ અલી ખાન સાથે કામ કરી રહ્યા છે. તો કેટરિના કૈફ જિંદગી મિલેંગી ના દોબારા અને તીસ માર ખાનમાં કામ કરી રહી છે.જો કે પ્રિયંકાએ કરિના અને કેટરિના કૈફથી ડરવાની બિલકુલ જરૂર નથી. પ્રિયંકા ખતરો કે ખિલાડી નામના રિયાલિટી શોમાં પણ ભાગ લઈ રહી છે.પ્રિયંકા એક ફિલ્મમાં કામ કરવાના 1 કરોડ રૂપિયા લે છે. જ્યારે કરિના અને કેટરિના રૂ 1.5 કરોડ લે છે. બોલિવૂડના ઘણાં જ ફિલ્મ મેકર પોતાની ફિલ્મમાં પ્રિયંકાને લેવા માંગે છે. પ્રિયંકા ઘણી જાહેરાતોમાં પણ કામ કરી રહી છે.પ્રિયંકા ભારતની ગ્રીન એમ્બેસેડર બની છે. હાલમાં તો પ્રિયંકા એનડીટીવીની ગ્રીન એમ્બેસેડર છે. પ્રિયંકા ગ્રીન એવોર્ડમાં હાજરી આપી હતી.ફિલ્મો સિવાય પ્રિયંકાનું અંગત જીવન પણ ચર્ચામાં હોય છે. પ્રિયંકા હંમેશા દાવો કરે છે કે, તે એકલી છે પંરતુ તેનું નામ તેના કો સ્ટાર સાથે જોડાઈ જાય છે. ફિલ્મ કમીનેમાં શાહિદને ચુંબન કર્યા બાદ તેનું નામ શાહિદ સાથે જોડાયું હતું. પ્રિયંકા એક સાથે ત્રણ ફિલ્મો સૈફ સાથે કરી રહી છે. આ જ કારણથી કરિના ચિંતામાં મુકાઈ ગઈ છે. ખતરો કે ખિલાડી નામના રિયાલિટી શો માટે પ્રિયંકાએ પોતાનું વજન ઉતાર્યુ છે અને તેને કારણે તે સેક્સી લાગી રહી છે.
ન્યૂઝ રીડર નિવસ્ત્ર થઈને સમાચાર વાંચશે
ટીઆરપી વધારવાની લ્હાયમાં દુનિયાભરની ન્યૂઝ ચેનલો આજકાલ અવનવા ગતકડા કરી રહી છે. ન્યૂઝ એન્કર બાદ હવે ‘ન્યૂડ એન્કર’ પણ ટીવીની સ્ક્રિન પર નજરે પડી રહી છે. એવામાં ન્યૂઝ ચેનલ બીબીસી પણ પાછળ રહેવા માગતી નથી. એવા સમાચાર છે કે બીબીસીની એક ન્યૂઝ એન્કર નિવસ્ત્ર થઈને સમાચાર વાંચશે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે તસ્મીન નામની એન્કર નિવસ્ત્ર થઈને બ્રેકફાસ્ટ શો હોસ્ટ કરશે. ચેનલની આ પ્રકારની પહેલને કારણે દુનિયાભરના લોકોને આશ્ચર્ય થયું છે. ધ સનના જણાવ્યા પ્રમાણે 30 વર્ષીય તસ્મીન લ્યૂસિયા ખાન નામની એક એન્કર બીબીસીના ડે બ્રેક શો દરમિયાન તદ્દન નિવસ્ત્ર થઈને સમાચાર બુલેટિન રજૂ કરશે. ધ સને બીબીસીના પ્રવક્તાના હવાલેથી લખ્યું છે કે તસ્મીન એક અનુભવી પત્રકાર અને ન્યૂઝ એન્કર છે. દર્શકો સામે નવા સ્વરૂપમાં અમે તેનું સ્વાગત કરીએ છીએ. ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડીગ્રી મેળવનારી તસ્મીનનું વાસ્તવિક નામ ફરહાના છે.
રામમંદિર પર કોર્ટનું પણ નહીં સાંભળીએ: વીએચપી
વિશ્વ હિંદુ પરિષદે આજે કહ્યું હતું કે અયોધ્યાના રામજન્મભૂમિ મંદિર મામલે જો કોર્ટનો ચુકાદો હિંદુઓને પ્રતિકૂળ આવશે તો તેઓ તેને માનશે નહીં.પરિષદના પ્રવક્તા આચાર્ય ધર્મેન્દ્રે અહીં પત્રકારોને કહ્યું હતું કે આ ધર્મ અને આસ્થા સાથે જોડાયેલો મામલો છે. દરેક હિંદુ માને છે કે ભગવાન શ્રીરામનો જન્મ અયોધ્યામાં થયો હતો. તેને સાબિત કરવાની શું જરૂર છે? જો રામમંદિરના મામલામાં ચુકાદો હિંદુઓની વિરુદ્ધ આવશે તો તેને માનવામાં આવશે નહીં. તેમણે પ્રશ્નના લહેજામાં કહ્યું હતું કે શાહબાનો મામલામાં ઉચ્ચતમ ન્યાયાલયનો ચુકાદો શું મુસલમાનોએ માન્ય હતો?‘હિંદુ ઉગ્રવાદ’ શબ્દ પર સખત વાંધો વ્યક્ત કરતાં આચાર્ય ધર્મેન્દ્રે કહ્યું હતું કે સાધ્વી પ્રજ્ઞા વિરુદ્ધ એક પણ પુરાવો મળી શક્યો નથી. તેમ છતાં તેને જેલમાં ગોંધી રખાય છે. જ્યારે મુંબઈ હુમલાના દોષિત કસાબ અને સંસદ પરના હુમલાના ગુનેગાર અફઝલ ગુરુને ચિકન બિરયાની ખવડાવામાં આવી રહી છે. એક પ્રશ્નના જવાબમાં વિશ્વ હિંદુ પરિષદના નેતાએ કહ્યું હતું કે વગર લગ્ને સાથે રહેવું (લિવ ઈન રિલેશનશિપ) અને સગોત્રીય લગ્ન જેવી વાતોને પણ હિંદુ ધર્મ માન્ય કરશે નહીં.
કાશ્મીરી યુવાનો હિંસા છોડીને કોલેજ જાય: મનમોહન સિંહ
વડાપ્રધાન મનમોહન સિંહે જમ્મુ-કાશ્મીર પર આયોજીત સર્વપક્ષીય બેઠકમાં કહ્યું હતું કે તેમને બેહદ અફસોસ છે કે હાલની હિંસામાં લોકોએ પોતાના દિલના ટુકડા ખોયા છે, તેમના દુખનો અહેસાસ તેમને છે. મનમોહન સિંહે બેઠક પહેલા પોતાના સંબોધનમાં કહ્યું હતું કે કાશ્મીર ધીરે-ધીરે દહેશતમાંથી બહાર નીકળી રહ્યું છે અને આપણે એક નવી શરૂઆત કરવાની જરૂરત છે. વડાપ્રધાન મનમોહન સિંહના આ ભાષણનું ટેલિવિઝન પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.મનમોહન સિંહે નવયુવાનોને અપીલ કરી હતી કે તેઓ શાળાઓ અને કોલેજોમાં પાછા જઈને ભણવા લાગે. તેમણે કહ્યું હતું કે ખૂનખરાબાનો સિલસિલો ખતમ થવો જોઈએ, જેથી ફરી કોઈ માસૂમનો જીવ જાય નહીં. સાથે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સુરક્ષાદળો કઠિન પરિસ્થિતિમાં કામ કરી રહ્યાં છે અને આપણે એવા કોઈ પગલાં ભરવા ન જોઈએ કે જેથી તેમના હોંસલા પસ્ત થાય.
વાછરડા માટે ગાયે રિંછને ખત્મ કર્યો
માતાની મમતા શું ન કરી શકે તેનું ઉદાહરણ તામિલનાડુના કાદમબુર નજીક જોવા મળ્યું હતું,. જ્યાં ગાયએ વાછરડાંના પ્રાણ બચાવવા માટે રિંછને મોતને ઘાટ ઉતારી દીધું હતું.વન્ય વિભાગના અધિકારીઓના કહેવા પ્રમાણે રિંછ, કાદમબુર જંગલીય વિસ્તારમાં કેરાલયમમાં પ્રવેશ્યું હતું. અહીં રિંછે ત્રણ બકરીઓના મારણ કર્યા હતા. ઉપરાંત બે લોકો ઉપર પણ હુમલો કર્યો હતો.
રિંછના ધ્યાનમાં ઘર પાસે બાંધવામાં આવેલા ગાય અને વાછરડું આવ્યા હતા. આથી રિંછે, વાછરડાં ઉપર હુમલો કર્યો હતો.પરંતુ, ગાય એ તેના બચ્ચાંની રક્ષમાં વળતો હુમલો કર્યો હતો. જેમાં રિંછનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.જંગલ વિભાગના કહેવા પ્રમાણે રિંછનું વજન લગભગ સાંઇઠ કિલો હતું. અઠ્ઠાવીસ વર્ષના આ રિંછને પાછળથી જંગલમાં દફનાવી દેવામાં આવ્યું હતું.
રમઝાનમાં ક્રિકેટ રમાવવું જોઈએ નહીં: યુસુફ
ઈંગ્લેન્ડમાં હોવા છતાં બર્મિંગહામ ટેસ્ટમાં ભાગ ન લઈ શકનારા પાકિસ્તાની ટીમના અનુભવી ખેલાડી મોહમ્મદ યુસુફે કહ્યું છે કે મુસલમાનોએ રમઝાનના પવિત્ર મહિના દરમિયાન ક્રિકેટ રમવું જોઈએ નહીં.ટ્રેંટબ્રિજ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ સામે મળેલા શરમજનક પરાજય બાદ યુસુફને ઈંગ્લેન્ડ બોલાવવામાં આવ્યો હતો. પરંતુ સમયસર ઈંગ્લેન્ડ પહોંચી ગયો હોવા છતા યુસુફે બીજી ટેસ્ટમાં રમવાની ના પાડી હતી.બેટ્સમેનોની નિષ્ફળતા ના કારણે પાકિસ્તાન ફરી એક વખત હારી ગઈ હતી પરંતુ યુસુફને તેનો કોઈ અફસોસ નથી. તે પોતાની તે વાત પર અડગ હતો કે રમઝાનના દિવસોમાં ક્રિકેટ રમવું જોઈએ નહીં.
એક અંગ્રેજી અખબારે યુસુફના હવાલેથી જણાવ્યું હતું કે રમઝાનમાં રોઝા ના રાખવા તે પાપ છે. હું માનું છું કે રમઝાન માસમાં ક્રિકેટ મેચનું આયોજન ના થવું જોઈએ. હું રમઝાનમાં ક્યારેય ક્રિકેટ નહીં રમું.યુસુફ પાકિસ્તાની ટીમમાં સામેલ એક માત્ર એવો ખેલાડી છે જેણે ઈસ્લામ ધર્મ અંગિકાર કર્યો છે. યુસુફનો જન્મ ખ્રિસ્તિ પરિવારમાં થયો હતો. તેણે યુસુફ યોહાના નામે પાકિસ્તાની ક્રિકેટ ટીમમાંથી રમવાની શરૂઆત કરી હતી. પરંતુ લાંબા સમય સુધી પાકિસ્તાની ક્રિકેટ ટીમ તરફથી રમ્યા બાદ તેણે ઈસ્લામ ધર્મ અંગિકાર કર્યો હતો.
કેન્દ્દ અને આંધ્રના ગૃહમંત્રીની ધરપકડ કરો: ભાજપ
પશ્ચિમ બંગાળના લાલગઢ ખાતે કેિન્દ્દય રેલ્વે મંત્રી મમતા બેનરજીએ જાહેરમાં એવો આક્ષેપ કર્યો છે કે આંધ્રપ્રદેશની પોલીસે નકસલવાદી નેતા આઝાદનું ખોટું એન્કાઉન્ટરં કર્યું છે અને કેિન્દ્દય ગૃહમંત્રી નકસલવાદઓને પરેશાન કરે છે.જેના પગલે ગુજરાત ભાજપે આંધ્ર અને કેન્દ્દના ગૃહમંત્રીની ધરપકડ કરવાની અને જો કેન્દ્રીય રેલ્વેમંત્રીનું નિવેદન ખોટું હોય તો તેમને મંત્રીમંડળમાંથી પડતાં મૂકીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે.પ્રદેશ ભાજપના મહમંત્રી વિજયભાઈ રુપાણીએ કહ્યું હતું કે મમતા બેનરજીના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે જો ગુજરાતમાં સોહરાબુદ્દીન એન્કાઉન્ટરના મુદ્દે ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અમિતશાહની ધરપકડ કરી તેમને જેલમાં ધકેલી દેવાયા હોય તો કેન્દ્દની સરકારના એક જવાબદાર મંત્રી દ્વારા જો જાહેરમાં એમ કહેવાતું હોય કે આંધ્ર પોલીસે આઝાદનું ખોટું એન્કાઉન્ટર કર્યું છે તો સીબીઆઈએ આંધ્રના ગૃહમંત્રીની પણ ધરપકડ કરવી જોઈએ અને તેમને જેલમાં મોકલી આપવા જોઈએ પરંતુ આંધ્રમાં કોંગ્રેસની સરકાર શાસનમાં છે એટલે સીબીઆઈ કોંગ્રેસનો હાથો બનીને આંખમિચામણાં કરી રહી છે.
તેલ કાઢી રહ્યું છે, સરકારી તંત્રનું તેલ
દુર્ઘટનાગ્રસ્ત જહાજ એમએસસી ચિત્રાના કારણે, મુંબઇ અને રાઇગઢ સહિતના આજુબાજુના વિસ્તારોના દરિયાઇ પર્યાવરણ ઉપર ખતરો ઊભો થયો છે. જેના કારણે, લોકોને હાલમાં સમુદ્રીય જીવોનું સેવન કરવાથી દૂર રહેવાની તાકિદ કરવામાં આવી છે. શનિવારે એમએસસી ચિત્રા અને એમ. વી. ખલિજા-3 જહાજ સાથે ટક્કરના કારણે, ચિત્રા જહાજ ધીમે-ધીમે દરિયામાં ડૂબી રહ્યું છે. જેથી મુંબઇ તથા રાયગઢના દરિયાઇ વિસ્તારોમાં ઝેરી પેસ્ટિસાઇડ્સ અને પેટ્રોલિયમ પદાર્થ ઢોળાયો છે. જેના કારણે, અહીં માછીમારી ન કરવા માટે ચેતવણી આપવામાં આવી છે તથા લોકોને દરિયાઇ જીવોનો ખોરાક તરીકે ઉપયોગ ટાળવા માટે સલાહ આપવામાં આવી છે.દરમિયાન આજે ચોથા દિવસે પણ જવાહરલાલ નેહરૂ તથા બોમ્બે પોર્ટ પર ટ્રાફિકનું આવાગમન અટકી ગયુ હતું. હજૂ તેને સાફ થતા સાત દિવસ લાગશે અને લગભગ દસ દિવસ પછીથી ટ્રાફિકની અવરજવર થઇ શકશે તેવો અંદાજ મુકવામાં આવી રહ્યો છે.દરમિયાન કોસ્ટગાર્ડ સહિતનું સમગ્ર વહિવટી તંત્ર તેલને સાફ કરવા માટેની કામગીરીમાં સહાય કરી રહ્યું છે. એક અંદાજ પ્રમાણે, આ કામગીરીમાં એક મહિના જેટલો સમય લાગી શકે છે.દરમિયાન આજે મુખ્યપ્રધાન અશોક ચવ્હાણ કોસ્ટ ગાર્ડના અધિકારીઓ સાથે બેઠક કરે તેવી વકી છે.
ધો.૧૧માં અંગ્રેજી બોલતા આવડતું હશે તો જ પાસ..
અત્યાર સુધી વિદ્યાર્થીઓ અંગ્રેજીની પરીક્ષા ગોખીને કે થોડી ઘણી મહેનતના આધારે પાસ થઈ જતા હતા, પરંતુ હવે ધોરણ-૧૧માં પ્રથમ અને દ્વિતીય કસોટીમાં આ પરીક્ષા ફરજીયાતપણે લેવાનો નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓને અંગ્રેજી બોલવાની અને સાંભળવાની પરીક્ષા પણ આપવી પડશે, જેથી વિદ્યાર્થીઓનો અંગ્રેજીનો પાયો વધુ મજબૂત થશે.શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૧ના અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજમા લિસનિંગ અને સ્પીકિંગની પરીક્ષા લેવાનો નિર્ણય લીધો છે. તેના માટે પાંચ-પાંચ ગુણ મળી કુલ દશ ગુણ રાખવામાં આવ્યા છે. આમ વિદ્યાર્થીઓની અંગ્રેજી બોલવાની અને સાંભળવાની ક્ષમતા તેમને અંગ્રેજીમાં પાસ કરવામાં મદદ કરશે.ધોરણ-૧૧માં અંગ્રેજીમાં અત્યાર સુધી ૫૦ માર્કનું એક પેપર લેવામાં આવતું હતું, પરંતુ હવે આ પેપર સ્ટાઇલમાં ફેરફાર કરી બોર્ડ દ્વારા માત્ર ૪૦ માર્કનું પેપર કરી દેવાનો પણ નિર્ણય લીધો છે. જ્યારે બાકીના ૧૦ માર્ક પૈકી પાંચ માર્ક અંગ્રેજી લિસનિંગ અને પાંચ માર્ક સ્પીકિંગની પરીક્ષાના આધારે આપવામાં આવશે.આ માટે બોર્ડના સચિવ ડૉ. કે.આર. ઝાંઝરુકિયાએ પરપિત્ર પણ જાહેર કરી દીધો છે, જેનો અમલ ચાલુ વર્ષથી કરવાનો રહેશે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલી નવી પેપર સ્ટાઇલમાં વિભાગ-એમાં ૭ માર્કના પ્રશ્નો, વિભાગ-બીમાં ૬ માર્કના પ્રશ્નો, વિભાગ-સીમાં ૧૪ માર્કના પ્રશ્નો, વિભાગ-ડીમાં ૫ માર્કના પ્રશ્નો અને વિભાગ-ઈમાં ૮ માર્કના પ્રશ્નોનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત પાંચ-પાંચ માર્કની લિસનિંગ અને સ્પીકિંગ ટેસ્ટ લેવામાં આવશે.
બે જગ્યાએ નામ ધરાવતા મતદારો સામે ફોજદારી થશે
ગાંધીનગર જિલ્લામાં વિધાનસભાની ૫ બેઠક પર મતદારયાદીની સુધારણા માટે સઘન કાર્યવાહી ચાલી રહી છે ત્યારે ચૂંટણીપંચના આદેશના પગલે મતદાર યાદીમાં બે સ્થળે નામ ધરાવતા મતદારોને જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા કોઇપણ એક સ્થળેથી નામ કમી કરાવી દેવા માટે નોટિસો ફટકારવામાં આવી છે.સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં નોટિસના સંદર્ભે સુનાવણી કરવામાં આવશે ત્યારે જે મતદારો હાજર નહીં રહે તેઓ સામે ફોજદારી કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ચૂંટણીતંત્રનાં સૂત્રોમાંથી જાણવા મળ્યા પ્રમાણે ૧થી વધુ સ્થળે નામ ધરાવતા ૨,૬૧૦ મતદારો જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા શોધી કાઢવામાં આવ્યા છે. તેમાં સૌથી વધુ માણસા વિધાનસભા મતવિસ્તારમાં ૭૯૫, ગાંધીનગર દક્ષિણ બેઠક પર ૫૯૯, કલોલ મત વિસ્તારમાં ૫૪૯, ગાંધીનગર ઉત્તર બેઠક પર ૪૬૩ અને વિધાનસભાની દહેગામ બેઠકના વિસ્તારમાં ૨૦૪ મતદારો એવા મળી આવ્યા છે.જેઓ બે જગ્યાએ નામ ધરાવે છે. આ પૈકીના કેટલાક પાસે મતદાર ફોટો ઓળખકાર્ડ પણ બે-બે છે. આ કિસ્સાઓમાં એક્સરખા નામવાળા જુદા જુદા મતદારો પણ હોવાની શક્યતા છે.આગામી તા.૧૧ અને ૧૨મીએ તાલુકામથકે મામલતદાર સમક્ષ સુનાવણી અંગેની નોટિસો તેઓને ફટકારાઇ છે. આ સુનાવણીમાં હાજર રહેવું અનિવાર્ય છે. આ મતદારોએ તેઓ ક્યાં મતદાર વિસ્તારમાં પોતાનું નામ ચાલુ રાખવા માગે છે તે નક્કી કરી લેવાનું રહેશે.સૂત્રોએ જણાવ્યું કે, આ પૈકીના જે મતદારો સુનાવણીમાં હાજર નહીં રહે એટલે કે, બે જગ્યાએ નામ ચાલુ રાખશે તો તેઓ સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. આ મતદારો પૈકી કોઇ સરકારી કર્મચારી હશે તો તેઓ સામે ખાતાકીય પગલાં લેવાની ભલામણ કરવામાં આવશે. સાથોસાથ જ તેઓ દ્વારા બે જગ્યાએ નામ ચાલુ રાખીને તેનો શું ફાયદો ઉઠાવવામાં આવ્યો તેની તપાસ કરીને સખત પગલાં ભરવાની ભલામણ ચૂંટણીતંત્ર દ્વારા કરવામાં આવશે.
અજય - યશપાલની મિલકતો જપ્ત કરવા આજથી કાર્યવાહી
સોહરાબુદ્દીન કેસમાં જેમની સામે બીનજામીનપાત્ર વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું છે તેવા બે નેતાઓ અજય પટેલ અને યશપાલ ચુડાસમા સામે સીબીઆઇ લૂકઆઉટ નોટિસ બહાર પાડવા જઈ રહી છે, તેથી તમામ જગ્યાએ એલર્ટ આપવામાં આવ્યા છે અને તેમની મિલકતો જપ્ત થઈ શકશે. જેની કાર્યવાહી મંગળવારથી કરાશે.સીબીઆઇના સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાગેડુ જાહેર થયેલા એડીસી બેન્કના અજય પટેલ અને યશપાલ ચુડાસમાનો નોન બેલેબલ વોરંટનો સમય મંગળવારે પૂરો થાય છે. તેઓ જો ઉપસ્થિત નહીં થાય તો સીબીઆઇ તેમની સામે લૂકઆઉટ નોટિસ ઇશ્યૂ કરશે, જેમાં એમ્બેસી, એરપોર્ટ, રેલવે સ્ટેશન તેમજ ચેકપોસ્ટ ઉપર બંનેને પકડવાની કાર્યવાહી કરવામાં આવશે.સૂત્રોએ વધુમાં કહ્યું હતું કે, અજય અને યશપાલની મિલકતોને જપ્ત કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. તેમના રહેવાનાં સ્થળો તેમજ ઓફિસનાં સ્થળો ઉપરાંત જ્યાં જ્યાં પણ મિલકત હોય ત્યાં સીલ મારી દેવામાં આવશે. તેમના વોરંટનો સમય પૂરો થવા આવ્યો છે.બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં સીબીઆઇએ રજુ કરેલા પ્રાથમિક રિપોર્ટમાં ૧૨મી ઓગસ્ટે સુનાવણી રાખવામાં આવી છે, જેમાં સીબીઆઇની તપાસ વધુ ત્રણ મહિના સુધી લંબાવવાની તેમજ તુલસી એન્કાઉન્ટર કેસની તપાસ માગી લેવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટર કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ ગૃહરાજ્યમંત્રી અમિત શાહ હાલ સાબરમતી જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. તેમની જામીનઅરજીનો ચુકાદો ૧૧મીએ થવાનો છે.
રાજ્યના એક કરોડ છાત્રોને પચાસ હજારનું વીમા કવચ
બાબરાના માર્કેટિંગ યાર્ડમાં રવિવારે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં ૩૪૮૯ લાભાર્થીઓને રૂ. ૨.૫૩ કરોડની સહાય ચૂકવવામાં આવી હતી. મેળામાં રાજ્યમંત્રી જયસિંહ ચૌહાણ તથા સંસદીય સચિવ એલ.ટી. રાજાણી ઉપસ્થિતરહ્યા હતા.અધ્યક્ષ સ્થાને ઉદ્દબોધન કરતા રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી જયસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, રાજ્યના પ્રાથમિક શાળાના ૯૦ લાખ અને માધ્યમિક શાળાના ૨૯ લાખ વિદ્યાર્થી ભાઇ બહેનો માટે રૂ. ૫૦ હજારનું વીમા કવચ રાજ્ય સરકાર દ્વારા અપાયું છે. રાજ્યમાં ૨૦૦થી વધુ ગરીબ કલ્યાણ મેળા યોજાઇ ગયા છે. આદિવાસીઓના ઉત્કર્ષ માટે વનબંધુ યોજના, શહેરી ગરીબ સમૃધ્ધિ યોજના, સાગર ખેડૂ વગેરે યોજના દ્વારા સરકારે રાજ્યના સવાઁગી વિકાસની પ્રતબિધ્ધતા પુરવાર કરી હોવાનું જણાવ્યું હતું. સંસદીય સચિવ રાજાણીએ ગરીબ કલ્યાણ મેળામાં મળેલી સહાયના કારણે ગરીબોમાં મોટો બદલાવ આવ્યો છે. હવે રાજ્યમાં દરેક નાગરિકે વિકાસ માટે સહયોગ આપવો જોઇએ આ ગરીબ મેળામાં વ્યક્તિગત યોજના ૨૩૯૭ અને સામૂહિક યોજનામાં ૫૧૬ લાભાર્થીને સહાય ચૂકવાઇ હતી. આ તકે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભૂપેન્દ્રભાઇ બસિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ભરતભાઇ કાનાબાર, જિલ્લા કલેક્ટર પી.આર. સોમપુરા, જિલ્લા વિકાસ અધિકારી પી.કે. સોલંકી વગેરે હાજર રહ્યા હતા. મેળાને સફળ બનાવવા બાબરાના મામલતદાર એન. જે. અઘેરા તથા ટીડીઓ સી.જે. દેવમુરારી વગેરેએ જહેમત ઉઠાવી હતી.
ઓબામા ફરી તાડૂક્યાં, કહ્યું ભારત આપણું પ્રતિસ્પર્ધી
એક જ અઠવાડિયામાં બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભારત પર નિશાન તાક્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભારત અને ચીનના તેજીથી વિકસી રહેલા અર્થતંત્રનો મુકાબલો કરવા માટે અમેરિકામાં વધારે ને વધારે સ્નાતકો ઉપલબ્ધ કરાવવાની વાત કરી છે. ઓસ્ટિનમાં ટેક્સાસ યુનિવર્સિટીમાં એક સભામાં ભાષણ કરતી વખતે ઓબામાએ જણાવ્યું હતું બૈજિંગ થી બેગ્લોર સુધી અને સિયોલ થી સાઓ પાઉલો સુધી નવા નવા ઉદ્યોગો વિકસી રહ્યાં છે. આપણા પ્રતિસ્પર્ધીઓની સંખ્યા તેજીથી વધી રહિ છે.તેમણે જણાવ્યું હતું કે અમારે એવી અર્થવ્યવસ્થાની જરૂર છે જે અમેરિકનોને ભરપૂર રોજગારી આપી શકે. આ વાતને ત્રણ શબ્દોમાં કહિ શકાય છે અને તે છે મેડ ઇન અમેરિકા. કારણ કે આપણે બીજા સ્થાન પર નથી રહેવા માંગતા.શિક્ષણ અને અર્થ વ્યવસ્થાને મહત્વપૂર્ણ મુદ્દા જણાવીને તેમણે જણાવ્યું હતું કે અમેરિકાને 2020 સુધીમાં 80 લાખ સ્નાતકોની જરૂર છે. સ્નાતકોની સંખ્યાની બાબતમાં અમેરિકા એક પેઢીમાં પહેલા સ્થાનેથી ઉતરીને 12 સ્થાને આવી ગયું છે.
અમેરિકાના કાળા રાષ્ટ્રપતિની કાળી રમત
અમેરિકાના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભારત પર નિશાન તાક્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભારત અને ચીનના તેજીથી વિકસી રહેલા અર્થતંત્રનો મુકાબલો કરવા માટે અમેરિકામાં વધારે ને વધારે સ્નાતકો ઉપલબ્ધ કરાવવાની વાત કરી છે. ઓસ્ટિનમાં ટેક્સાસ યુનિવર્સિટીમાં એક સભામાં ભાષણ કરતી વખતે ઓબામાએ જણાવ્યું હતું બૈજિંગ થી બેગ્લોર સુધી અને સિયોલ થી સાઓ પાઉલો સુધી નવા નવા ઉદ્યોગો વિકસી રહ્યાં છે. આપણા પ્રતિસ્પર્ધીઓની સંખ્યા તેજીથી વધી રહી છે.ઓબામાએ જણાવ્યું હતું કે, અમારે એવી અર્થવ્યવસ્થાની જરૂર છે જે અમેરિકનોને ભરપૂર રોજગારી આપી શકે. આ વાતને ત્રણ શબ્દોમાં કહી શકાય છે અને તે છે મેડ ઇન અમેરિકા. કારણ કે આપણે બીજા સ્થાન પર નથી રહેવા માંગતા. શિક્ષણ અને અર્થ વ્યવસ્થાને મહત્વપૂર્ણ મુદ્દા જણાવીને ઓબામાએ જણાવ્યું હતું કે, અમેરિકાને 2020 સુધીમાં 80 લાખ સ્નાતકોની જરૂર છે. સ્નાતકોની સંખ્યાની બાબતમાં અમેરિકા એક પેઢીમાં પહેલા સ્થાનેથી ઉતરીને 12 સ્થાને આવી ગયું છે.
અમેરિકામાં પેટની ચરબી મોઢામાંથી બહાર કઢાઇ
અમેરિકામાં પહેલી વાર પેટની વધેલી ચરબીને મોઢામાંથી બહાર કાઢવામાં આવી છે, નહિ કે ઓપરેશન કરીને.
કેલિફોર્નિયા યુનિવર્સિટીના સર્જનોએ જણાવ્યું હતું કે દેશમાં સૌ પ્રથમ વખત મોઢા દ્વારા પેટની ચરબી કાઢવામાં આવી છે. પેટની ચરબી ઓછી કરવાની આ પ્રક્રીયામાં પેટની આશરે 20 ટકા જેટલી ચરબી ઓછી કરવામાં આવી હતી.
સર્જરી કરનાર ડોક્ટરે જણાવ્યું હતું કે આ પ્રકારે સામાન્ય રીતે ઓપરેશન હાથ ધરીને જ પેટની ચરબી ઓછી કરવામાં આવે છે. જો કે અમે દર્દીના પેટની ચરબી ઓપરેશનની જગ્યાએ મોઢામાંથી બહાર કાઢી હતી. નવા રીતે ચરબી બહાર કાઢવાથી દર્દીને ઓછામાં ઓછા નુકસાનનો સામનો કરવો પડે છે. આ પ્રકારની સર્જરી કરતા આશરે એક કલાક જેટલો સમય લાગે છે. આ પ્રકારની સર્જરીના કારણે દર્દીને મોટા પ્રમાણમાં થતી પિડામાંથી મુક્તી મળે છે.
કમરિયા લચકે રે.... ઈસ 'ટેટૂ'સે ઝરા બચકે રે
આમ તો ટેટૂ બનાવવાંનો ટ્રેન્ડ હાલમાં ઘણો જ ચાલ્યો છે. પણ જ્યારે કોઈ હોટ એન્ડ સેક્સી ગર્લ તેનાં ટેટુઝ જાહેરમાં બતાવે તો જોવા વાળાની આંખો ચોકી જાય છે.હવે આ મોડેલે તેનાં ટેટૂઝ બિલો ધ વેસ્ટ કમરની નીચેનાં ભાગમાં કરાવ્યાં છે અને તેનાં ફોટોઝ પણ પડાવ્યાં છે.આ મોડેલ અન્ય કોઈ નહી પણ લંડનનાં ફેમસ ટીવી શો બિગ બ્રધરમાં ભાગ લેનારી મિશેલ હિટન છે. હાલમાં જ તેણે બિઝનેસમેન હગ હેનલ સાથે લગ્ન કર્યા છે.આ ટેટુમાં મિશેલે ફ્રોમ ધિસ મોમેન્ટ અને તેનાં લગ્નની તારિખ લખાવી છે. હવે હગ પણ આવું જ એક ટેટુ ચિત્રાવવાનું વિચારી રહ્યું છે.
અભિનેતાએ તડબૂચ સાથે સેક્સ માણ્યું
બ્રિટિશ રિયાલિટી શો બ્રિગ બ્રધરનો ટીનએજ સ્પર્ધક એન્ડ્ર્યુએ થોડા સમય પહેલા જ બિગ બ્રધરના ઘરમાં એક ચોંકવનારો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે, તેણે તડબૂચ સાથે સેક્સ માણ્યું હતું.એન્ડ્ર્યુએ કહ્યું હતું કે, માઈક્રોવેવમાં ફ્રૂટ્સ ગરમ કર્યા બાદ તેને મસ્તી કરવાનું મન થયું હતું.બિગ બ્રધરમાં આઈ હેટ નેવર નામની એક રમત ચાલી રહી હતી. આ રમતમાં દરેક સ્પર્ધકે કેટલીક વિચિત્ર વાતો કરવાની હતી.આ સમયે 19 વર્ષીય એન્ડ્ર્યુએ કહ્યું હતું કે, તેણે ક્યારેય સેક્સ ટોયનો ઉપયોગ કર્યો નથી પરંતુ તેને એક વખત ઉનાળામાં સખત કંટાળો આવતો હોવાથી તેણે તડબૂચ સાથે સેક્સ માણ્યું હતું.
લાંચ કેસમાં ફરાર રેલવે પીઆઇ પટેલની ધરપકડ
દારૂના કેસમાં ભરૂચના શખ્સને પાસામાં ફિટ કરી દેવાની ધમકી આપી રૂ. ૨પ હજારની લાંચ માગનાર રેલવે એલ સી બી પીઆઇ પટેલની સોમવારે બપોરે એસીબીએ ધરપકડ કરી હતી. પીઆઇને રાવપુરા પોલીસ મથકની કસ્ટડીમાં મોકલી આપી આવતી કાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.ભરૂચના ન્યૂકસક વિસ્તારમાં નિયામત અલીએ દારૂનો ધંધો બંધ કરી દીધો હોવા છતાં ગુરુ નામના શખ્સે તેનું નામ લખાવ્યું હોય પાસામાં ફિટ કરી દેવાની રેલવે એલસીબી પીઆઇ સૂર્યકાંત ભુદરભાઇ પટેલે ધમકી આપી હતી. પાસામાંથી બચવા માટે તેની પાસેથી ૨પ હજારની લાંચની માગણી કરતાં ગત શુક્રવારે નિયામત લાંચની રકમ આપવા માટે આવ્યો હતો.તેણે પી આઇને ફોન કરતાં એ એસ આઇ હસન મહંમદ વસીમ મહંમદ રાવે પી આઇ વતી પૈસા લેવા આવ્યો હતો. વડોદરા સ્ટેશન વિસ્તારની રેસ્ટોરન્ટમાં લાંચ રૂશ્વત વિરોધી વિભાગે છટકું ગોઠવતાં એ એસ આઇ રૂ. ૨પ હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાઇ ગયો હતો. એસીબી પીઆઇ સોલંકીએ તેની ધરપકડ કરી પી આઇની શોધખોળ હાથ ધરી હતી. એસીબીએ ગઇકાલે નિઝામપુરાની તપોવન સોસાયટી સ્થિત પીઆઇના ઘરે તપાસ કરતાં પીઆઇ તાળાં મારી રવાના થઇ ગયા હતા. પોલીસે તેમના ઘરે વોચ ગોઠવી તપાસ ચલાવી હતી. દરમિયાન સોમવારે એસીબીએ પીઆઇ એસ.બી. પટેલની ધરપકડ કરી તેમના ઘરે સર્ચ હાથ ધર્યું હતું. જોકે, ઘરમાંથી કોઇ વસ્તુ મળી આવી ન હતી. એ સી બીએ પીઆઇ પટેલને આજે રાવપુરા પોલીસ મથકની કસ્ટડીમાં મોકલી આપ્યા હતાં. આવતી કાલે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે.
11 August 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment