11 August 2010

વાદળ ફાટતાં કાશ્મીરમાં પૂરની સ્થિતી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

વાદળ ફાટતાં કાશ્મીરમાં પૂરની સ્થિતી


ગત મોડી રાત્રે ઉત્તર કાશ્મીરના કૂપવારા જીલ્લાના કારાલપોરા વિસ્તારમાં વાદળ ફાટ્યું હતું. જેના કારણે પૂર જેવી સ્થિતી સર્જાઇ છે.કારાલપોરામાં વાદળ ફાટતા અહીંના કેટલાક મકાનો, દુકાનો, કારાલપોરા વિસ્તારમાં સરકારી હોસ્પિટલ, પોલીસ સ્ટેશન તથઆ સંદેશા વ્યવહારના સાધનોને નુકશાન પહોંચ્યું હતું. રસ્તાઓ ધોવાઇ ગયા હોવાના કારણે, અહીં રાહત અને બચાવ સામગ્રી પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે.ઉલ્લેખનીય છેકે, લેહમાં ગુરૂવારની રાત્રે વાદળ ફાટ્યું હતું. જેમાં એક સો ચાલીસથી વધુ લોકોના મોત થયા છે. જ્યારે છસ્સોથી વધુ શખ્સો લાપતા થઇ ગયા છે. જેમાં સેનાના પાંત્રીસ જવાનોનો પણ સમાવેશ થાય છે.


શ્રીનગરમાં વાદળ ફરી ફાટ્યું

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં આજે વાદળ ફાટ્યું હતું. જેના કારણે, લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો છે. આથી લગભગ અઢીસો જેટલા ઘરોને નુકશાન પહોંચ્યું છે.મળતી માહિતી પ્રમાણે, જમ્મુ અને કાશ્મીરના ખમ્નોમાં વાદળ ફાટ્યું હતું. જેના કારણે, લગભગ અઢીસો જેટલા ઘરોને નુકશાન પહોંચ્યું છે અને લગભગ સો જેટલા પશુઓના મોત થયા છે. વાદળ ફાટવાના કારણે, રસ્તા પર તથા ઘરોમાં કાદવ અને કીચડનું સામ્રાજ્ય છવાઇ ગયું છે.સેના દ્વારા તૂર્ત જ રાહત અને બચાવની કામગીરી આરંભી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે, ગત શુક્રવારે રાત્રે લેહમાં વાદળ ફાટ્યું હતું. જેના કારણે 167 લોકોના મોત થયા હતા. જ્યારે લગભગ ચારસો જેટલા લોકો ઘાયલ થયા હતા. હજૂ પણ લગભગ બસ્સો જેટલા લોકો લાપતા છે. જેમાં સેનાના ત્રીસ જેટલા જવાનોનો પણ સમાવેશ થાય છે.


અનિલ ધીરૂભાઇ અંબાણી ગ્રૂપ [ADAG] : કર લો બેકિંગ સેકટર મુઠ્ઠી મેં

રિલાયન્સ ગ્રૂપ જ્યારે મોબાઇલ સેકટરમાં પ્રવેશ્યું ત્યારે તેણે 'કર લો દુનિયા મુઠ્ઠી મેં' સ્લોગન લઇને ધૂમ ધડાકાભેર પ્રવેશ કર્યો હતો, તેવી જ રીતે ફરી એકવખત અનિલ ધીરૂભાઇ અંબાણી ગ્રૂપ (ADAG)ની કંપની રિલાયન્સ કેપિટલ ટૂંક સમયમાં જ બેકિંગ સેકટરમાં પ્રવેશે તેવી પૂરેપૂરી શક્યતા છે અને ત્યારે તે કદાચ કહી શકે છે કે 'કર લો બેકિંગ સેકટર મુઠ્ઠી મેં'.વાત એમ છે કે આજે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નવા બેકિંગ લાઇસન્સ ઉદ્યોગ જગત અને નોન બેકિંગ ફાઇનાન્સ કંપનીને આપવાની વાત કરી છે. આરબીઆઇ ટૂંક સમયમાં જ ક્યાં ઉદ્યોગ ગ્રૂપ અને નોન બેકિંગ ફાઇનાન્સ કંપનીને લાઇસન્સ આપવા તે અંગેનો ટૂંક સમયમાં જ નિર્ણય આવી જશે તેમ સેન્ટ્રલ બેન્કે આજે રજૂ કરેલા ડિસ્કશન પેપરમાં જણાવ્યું છે.આરબીઆઇએ બેન્કોને લાઇસન્સ આપવા માટેનું આજે ડિસ્કશન પેપર રજૂ કર્યું તેમાં બિઝનેસ હાઉસની બેકિંગ સેકટરમાં પ્રવેશવાની વાત કરી છે તેમજ સાથો સાથ નોન બેકિંગ ફાઇનાન્સ કંપનીઓને ખાનગી બેકિંગ સેકટરમાં પ્રવેશવાની મંજૂરી અપાશે તેની ચર્ચા કરી છે. સેન્ટ્રલ બેન્કના આ બિઝનેસ મોડલ અંગેના ફિડબેક 30મી સપ્ટેમ્બર સુધીમાં મંગાવ્યા છે. હાલમાં દેશમાં 27 પબ્લિક સેકટર બેન્ક, 7 નવા ખાનગી સેકટર બેન્ક, 15 જૂની ખાનગી સેકટર બેન્ક, 31 વિદેશી બેન્કો, 86 રિજનલ રૂરલ બેન્ક, 4 લોકલ એરિયા બેન્ક, 1721 અર્બન કોઓપરેટિવ બેન્ક, 31 સ્ટેટ કોઓપરેટિવ બેન્ક અને 371 ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્કો છે.આરબીઆઇ ખાનગી બેન્કો માટે લાઇસન્સ આપવાની વાત કરી રહી છે તેમાં રિલાયન્સ કેપિટલ સહિત ઇન્ડિયા બુલ્સ, રેલીગેર, આઇએલએન્ડએફએસ, આઇડીએફસી, આઇએફસીઆઇ અને આદિત્ય બિરલા ફાઇનાન્સિયલ સર્વિસનો સમાવેશ થઇ શકે તેવી શક્યતા છે.આરબીઆઇની આ જાહેરાત બાદ આજે ભારતીય શેરબજારમાં એનબીએફસી સેકટરના શેરોમાં અંદાજે 14 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો.


શાહના જામીનની સુનાવણી 17મી પર ટળી

સોહરાબુદ્દિન એન્કાઉન્ટર કેસમાં અમીત શાહની જામીન અરજીની સુનાવણી ૧૭મી પર ટળી છે. છેલ્લા ૧૪ દિવસથી જેલમાં રહેલા અમીત શાહે જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટ સમક્ષ અરજી કરી હતી.જેની આજે હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન અમીત શાહના એડવોકેટ મીતેશ અમીને સ્પેશીયલ સીબીઆઇ જજ જી.કે.ઉપાધ્યાય સમક્ષ રજુઆત કરી હતી કે તેમના સીનીયર એડવોકેટ રામ જેઠમલાણી આજે હાજર રહી શકે તેમ નથી. માટે તેમને અન્ય તારીખની મુદત આપવી. કોર્ટે સીબીઆઇના એડવોકેટ અયાઝખાન તથા રૂબાબુદ્દિન તરફી એડવોકેટ મુકુલસિંહાને સાંભળી કેસની મુદત ૧૭મી પર મુકરર કરી છે.બીજી તરફ રૂબાબુદ્દિન તરફે એડવોકેટ મુકુલસિંહાએ એવી રજુઆત કરી હતીકે તેમને પણ આ કેસમાં રજુઆત કરવાની તક આપવામાં આવે તેથી તેમને પક્ષકાર બનાવવાની અરજી પર પ્રથમ સુનાવણી થવી જોઇએ.જે અંગે અમીત શાહ વતી લેખીત જવાબ રજુ કરવા માટે જણાવવામાં આવ્યું હતુ. રૂબાબુદ્દિનને પક્ષકાર બનાવવાની અરજી સંદર્ભે અમીત શાહ વતી ૧૩મી ઓગષ્ટના રોજ લેખીત જવાબ રજુ કરવામાં આવશે.સીબીઆઇએ શાહની ધરપકડ કરી કોર્ટના આદેશથી તેમને જેલમાં મોકલી આપ્યા હતા. ત્યાર બાદ સીબીઆઇએ જેલમાં ત્રણ દિવસ તેમજ બે દિવસના રિમાન્ડ દરમિયાન શાહની પૂછપરછ પણ કરી હતી


પત્નીએ પતિને 50 ટકા લીવર આપી દીધું

પત્નીને ‘અધાઁગિની’ પણ કહેવાય છે. શહેરના રન્નાપાર્ક વિસ્તારમાં રહેતાં ૪૬ વર્ષની જીજ્ઞા બહેન પટેલે આ ‘અર્ધાંગિની’ શબ્દને ખરા અર્થમાં જીવી બતાવ્યો છે. કેમ કે લીવર ખરાબ થઇ જતાં મૃત્યુની ખૂબ જ નજીક પહોંચી ગયેલા પોતાના પતિ સુનિલ પટેલને તેમણે પોતાના અંગમાં રહેલું અડધું લિવર આપીને નવું જીવન આપ્યું છે! સુનિલભાઇ પણ સાવિત્રી સમા જીજ્ઞાબહેનને ‘ભગવાન’ કહેતાં સહેજ પણ અચકાતા નથી. જો કે જીજ્ઞાબહેનના લિવરને સુનિલભાઇમાં જીવંત રીતે પ્રત્યારોપિત કરવાનું ગુજરાતનું સર્વપ્રથમ સાહસ શહેરની એપોલો હોસ્પિટલે ખેડ્યું છે.હોસ્પિટલના ડો ચિરાગ દેસાઇએ કહ્યું હતું કે,ગુજરાતમાં જીવંત લીવર ટ્રાન્સપ્લાન્ટનો આ પ્રથમ કિસ્સો છે. બ્રેઇનડેડ થયા બાદ લીવર ટ્રાન્સપ્લાન્ટ ઘણા થયા છે, પરંતુ જીવિત વ્યક્તિમાંથી લિવર લઇ પહેલી વાર કોઇ દર્દીમાં પ્રત્યારોપિત કરાયું છે. આ ઓપરેશન ૧૬ કલાક ચાલ્યું હતું અને ખૂબ સફળ રી તે પૂર્ણ થયું છે. ૧૦ દિવસ બાદ દર્દી પોતાના ઘેર પાછા ફરી શકશે.સુનિલભાઇને ફેબ્રુઆરીમાં લિવરમાં તકલીફ શરૂ થઇ હતી અને ડોક્ટરોને બતાવ્યાં બાદ પ્રત્યારોપણ જ છેલ્લું વિકલ્પ હોવાનું જાણવા મળ્યું હતું. પહેલાં તેમના માતા લિવર આપવા તૈયાર હતા પરંતુ ઉંમરલાયક હોવાથી તેમનું લિવર ન લઇ શકાય. તેથી પત્ની જીજ્ઞાબહેન સામેથી પતિને લિવર આપવાની તૈયારી બતાવી. જીજ્ઞાબહેન કહે છે કે,‘પતિનો જીવ બચાવવો એ મારી ફરજ હતી. મેં તો માત્ર મારી ફરજ બજાવી છે.’


મહિલાઓની ડોક અડવી કરતી ટાબરીયા ટોળી ઝડપાઇ

રાજકોટ શહેરમાં મહિલા , વૃધ્ધાઓને નિશાન બનાવી ચેન, મંગળસૂત્રની ઝોંટ મારી અદ્રશ્ય થઇ જતી અનેક ગેંગ સક્રિય છે. તાજેતરમાં પકડાયેલા બે શખ્સે ૩૬ ચિલઝડપની કબૂલાત આપી હતી. ત્યા આજે બે તરૂણને પોલીસે ઉઠાવી લેતા વધુ ૧૧ ચિલઝડપના ભેદ ઉકેલાયા છે. આ ટાબરીયા ગેંગમાં અન્ય ત્રણ સભ્યો સગા ભાઇ છે. જે પૈકી એકની ઉમર માત્ર ૧૨ વર્ષ છે. ચિલઝડપ કર્યા પછી ઘરેણાને ઓગાળીને સોની બજારમાં વેચી નાખતા હતા. ત્રણ સોની વેપારીની પણ ધરપકડ તોળાઇ રહી છે.


યુવાનને ભરવાડ શખ્સે માર મારી લૂંટી લીધો

શહેરની ભાગોળે આવેલા માર્કેટ યાર્ડના બકાલા વિભાગમા સોમવારે યોજાયેલા તાવા પાર્ટીમા શાકમા રસો ન હોવાનાં મુદે યાર્ડમાંજ દલાલી કરતા શખ્સે ભરવાડ યુવાનને માર મારી ચેઇન તેમજ રોકડની લૂંટ ચલાવ્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. લૂંટ ચલાવી નાસી છુટેલા શખ્સને પોલીસે બનાવ બાદ તુરંત ઝડપી લીધો હતો.બનાવ અંગે ગાયત્રીનગરમાં રહેતા અને જમીન મકાનનું કામ કાજ કરતા નરેન્દ્રભાઇ રવજીભાઇ રાતડીયા નાંમનો ભરવાડ યુવાનનાં મિત્રએ યોજેલા તાવામાં હાજરી આપવા સોમવારે રાત્રે માર્કેટયાર્ડ ગયા હતા.દરમિયાન ત્યાં બેડીપરામા રહેતા અને યાર્ડમાં જ દલાલી કરતા નારણ ઉર્ફે રાણો ગોદુભાઇ સરૈયા નામના ભરવાડ શખ્સે શાકમા રસો ઓછો હોવાના મુદે દેકારો કરી મુક્યો હતો. જેથી નરેન્દ્ર તેને સમજાવવા જતા ઉશ્કેરાયેલા નારણે ભરવાડ યુવાનને ફડાકા ઝીંકી ગળામા પહેરેલો દોઢ તોલાનો સોનાનો ચેઇન અને ખિસ્સામા રહેલા રૂ.૭૦૦ની લૂંટ ચલાવી નાસી છુટયો હતો.બનાવ બાદ ભરવાડ યુવાને બી ડીવીઝન પોલીસમા ફરિયાદ નોંધાવતા ફોજદાર બી.બાંભણીયાએ ગુનો નોંધી નાસી છુટેલા ભરવાડ શખ્સને દબોચી લીધો હતો. ચેઇન,રોકડ કબ્જે કરવા ભરવાડ શખ્સની આકરી પુછપરછ કરતા તેને કોઇ લુંટ નહીં કર્યાનું કહ્યું હતુ. તેમ છતા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.


અદભુત ખેલાડી છે સચિન તેંડુલકર: બીગ બી

બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચન ક્રિકેટના બાદશાહ સચિન તેંડુલકરના વખાણ કરવાની તક ગૂમાવવા માંગતા નથી. અમિતાભે કહ્યું હતું કે સચિન તેંડુલકર એક મહાન અને અદભુત ખેલાડી છે.અમિતાભે જણાવ્યું હતું કે સચિન એક એવો ખેલાડી છે જેની ઉંમરની અસર તેની રમત પર પડતી નથી, પરંતુ વધતી ઉંમરની સાથે સાથે સચીન નવો કિર્તીમાન પોતાના નામે કરી રહ્યો છે.સપ્ટેમ્બરમાં દક્ષિણ આફ્રિકામાં યોજાનારી ચેમ્પિયન લીગ માટે અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યાં છે. જો કે આની જાહેરાત મુંબઈમાં કરવામાં આવી હતી. ચેમ્પિયન લીગમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ અને ભારત સહિત કુલ 10 ટીમો ભાગ લેશે. 10થી 23 સપ્ટેમ્બર સુધી આ પ્રતિયોગિતા આયોજિત કરવામાં આવશે.અમિતાભે જણાવ્યું હતું કે સચિન નાનપણથી જ ક્રિકેટને ફ્રેન્ડ માને છે.અમિતાભ બચ્ચન એક સારા વક્તા છે તો શું તેમની આ ખૂબીની ઝલક દેખાશે ચેમ્પિયન લીગ દરમિયાન. તો શું અમિતાભ ક્રિકેટ કોમેન્ટરી કરશે. આ સવાલના જવાબમાં બીગ બીએ જણાવ્યું હતું કે આ કામને કરવા માટે ફક્ત સારા વક્તા હોવું જરૂરી નથી પરંતુ તમને ક્રિકેટની દરેક જાણકારી હોવી જરૂરી છે. અમિતાભે જણાવ્યું હતું કે એ જરૂરી છે કે ક્રિકેટના ઈતિહાસ પર પણ સારી પકડ હોવી જોઈએ.


મોત નિશ્ચિત હતું પણ...

ક્યારે, કયા સમયે કઈ ઘટના બનશે તેના વિશે કોઈ કહીં શકતું નથી. પરંતુ પુર્તગાલના એજોરેસ હવાઈ મથક પર જે થયું તે હચમચાવી દે તેવી ઘટના હતી.લિસ્બનથી આવી રહેલ સાટા ઈન્ટરનેશનલની એ-310 ફ્લાઈટ લેન્ડિંગ દરમિયાન એક બાજુ નમી ગઈ હતી. વિમાન જો થોડું વધારે અનિયંત્રિત થયું હોત તો ફ્લાઈટમાં 200 મુસાફરીની મોત નિશ્ચિત હતાં.જો કે પાયલોટની સમજદારીએ એક મોટી ઘટના ટાળી દીધી હતી. વિશ્વવિખ્યાત ફોટોગ્રાફર પાઉલો સેંટોસે આ ફોટોને પોતાના કેમેરામાં કેદ કર્યો હતો.


બ્લેકબેરીનો શુક્રવારે ફેંસલો

દેશમાં બ્લેકબેરી મેસેન્જર્સ અને ઇમેલ સર્વિસ હંગામી ધોરણે બંધ કરી દેવાશે, તે અંગેનો નિર્ણય આવતીકાલે એટલેકે શુક્રવારના રોજ લેવામાં આવશે. કારણ કે બ્લેકબેરી બનાવતી કેનેડાની કંપની રિસર્ચ ઇન મોશન (રિમ) દેશમાં સિક્યોરિટીને બાબતને ધ્યાનમાં રાખીને તેનું ડિકોડ એક્સીસ આપવા માટે તૈયાર નથી. આથી સરકારે નક્કી કરી લીધું છે કે બ્લેકબેરીની સર્વિસ હાલ ચાલુ રાખવી કે નહિં તે અંગેનો નિર્ણય આવતીકાલે લઇ લેવો તેમ સરકારી સૂત્રોએ આજે જણાવ્યું હતું.દેશમાં ગૃહ મંત્રાલયે રિમ પાસે આ અંગેની માહિતી માંગી હતી, આ અંગે આજે ટેલિકોમ ઓપરેટરો સાથે મીટિંગ મળી હતી. મીટિંગમાં નક્કી કરાયું કે આવતીકાલે આ ઇશ્યૂનું નિરાકરણ લાવી દેવામાં આવશે તેમ ઇન્ડિયા ઇન્ટરનલ સિક્યોરિટીના ચીફ યુ.કે.બંસલે કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે હાલ માં રિમ જે સિસ્ટમ દ્વારા ભારતમાં સેવાઓ આપી રહી છે તેનાથી સુરક્ષા એજન્સી બ્લેકબેરી દ્વારા મોકલવામાં આવતા સંદેશા પર નજર રાખી શકતી નથી. જેનાથી દેશની સુરક્ષા સાથે જોડાયેલ મોટો ખતરો દેખાઇ રહ્યો છે.બ્લેકબેરીની સર્વિસ માટે ચોક્કસ નક્કર પગલાં લેવામાં આવશે તેમાં કોઇ બાંધછોડ કરવામાં આવસે નહિં તેમ નામ ન આપવાની શરતે સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.


કરીએ ધ્વજવંદન અને બનીએ ગૌરવવંતા ભારતીય

૧૫મી ઓગસ્ટે દેશભરમાં ભારતના ૬૩મા સ્વાતંત્રયદિનની ધામધૂમથી ઉજવણી થશે. દિવ્ય ભાસ્કરે આઝાદીના પર્વને પોતાના વાચકો સાથે મળીને ઊજવવાનો નિર્ધાર કર્યો છે. આ એ દિવસ છે કે જેના માટે હજારો સ્વાતંત્રય સેનાનીઓએ પોતાના પ્રાણ ન્યૌછાવર કર્યા હતા. આ શહીદોના લોહી વડે ભીંજાયેલો છે આ દિવસ!સ્વાતંત્રયદિને યોજાતા ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લેવો એ કોઇ પણ સાચા ભારતીય નાગરિક માટે એક ગૌરવ લેવા જેવી બાબત ગણાય છે. ધ્વજવંદન કાર્યક્રમમાં સોસાયટી/ પોળ કે એપાર્ટમેન્ટ્સ, સંગઠનો, શાળા-કોલેજો, ખાનગી કંપનીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને વિવિધ એસોસિયેશનો પણ ભાગ લઈ શકે છે. આ કાર્યક્રમમાં મોડામાં મોડું ૧૩ ઓગસ્ટ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. રજિસ્ટ્રેશન વહેલા તે પહેલાના ધોરણે સ્વીકારવામાં આવશે.વધુમાં, રજિસ્ટ્રેશન કરાવનાર સંગઠનો-સંસ્થાઓની શોર્ટલિસ્ટ કરેલ યાદી ૧૪ ઓગસ્ટે દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત કરાશે. ધ્વજવંદન કાર્યક્રમને બાદમાં દિવ્ય ભાસ્કરમાં સમાચારરૂપે પ્રસિદ્ધ કરવામાં આવશે. આ કાર્યક્રમને લગતી વધુ માહિતી મેળવવા માટે ઉપરોક્ત નંબર પર સંપર્ક કરવા વિનંતી છે.

No comments:

Post a Comment