11 August 2010

સૌરાષ્ટ્રમાં ત્રણ જિલ્લાઓમાં ઝાપટાંથી માંડી બે ઇંચ વરસાદ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

સૌરાષ્ટ્રમાં ત્રણ જિલ્લાઓમાં ઝાપટાંથી માંડી બે ઇંચ વરસાદ

અષાઢ મહિનાના અંતિમ દિવસે પણ મેઘરાજાએ સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાં હાજરી પૂરાવી હતી. કચ્છમાં પણ બે સ્થળે અડધાથી એક ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો. જામનગર, જુનાગઢ અને ભાવનગર જિલ્લામાં ઝાપટાંથી માંડી અઢી ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. રાજકોટ શહેર અને પોરબંદરમાં ઝાપટાં પડ્યા હતા.જ્યારે અમરેલી જિલ્લામાં સોમવારના દિવસે ફૂલ ગુલાબી તડકો નીકળ્યો હતો.જુનાગઢથી મળતા અહેવાલ મુજબ, સૌથી વધુ વરસાદ માણાવદર પંથકમાં ૫૭ મી.મી. પડ્યો હતો. જ્યારે વંથલી, કેશોદ અને જુનાગઢમાં એક ઇંચથી વધુ પાણી પડ્યું હતું. માળિયાહાટીના, મેંદરડામાં અડધો ઇંચથી વધુ વરસાદ થયો હતો. જ્યારે વિસાવદર, વેરાવળ, સૂત્રાપાડા, તાલાલા અને કોડીનારમાં ઝાપટાં પડ્યા હતા.જામનગર જિલ્લામાં દ્વારકા અને આસપાસના વિસ્તારમાં બે ઇંચ સુધીનો વરસાદ થયો હતો. જ્યારે કલ્યાણપુર પંથકમાં દોઢ ઇંચ પાણી પડી ગયું હતું. ભાણવડ, ખંભાળિયા અને જોડિયામાં ઝરમર ઝરમર વરસાદ થયો હતો. જામનગર શહેરમાં પણ પોણો ઇંચ વરસાદ થયો હોવાનું જાણવા મળે છે. રાજકોટ અને પોરબંદરમાં સવારથી મોડીસાંજ સુધી હળવા ભારે ઝાપટાં પડ્યા હતા. કચ્છના ભચાઉમાં એક ઇંચ જ્યારે નખત્રાણામાં અડધો ઇંચ પાણી પડ્યું હતું. અન્ય વિસ્તારોમાં ઝાપટાં પડ્યા હોવાનું જાણવા મળે છે. ભાવનગર જિલ્લાના બોટાદમાં ત્રણ દિવસના વિરામ બાદ બપોરે બે વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો અને સાંજ સુધીમાં એક ઇંચ નોંધાઇ ગયો હતો.


સૌરાષ્ટ્રમાં ત્રણ જિલ્લાઓમાં ઝાપટાંથી માંડી બે ઇંચ વરસાદ

અષાઢ મહિનાના અંતિમ દિવસે પણ મેઘરાજાએ સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાં હાજરી પૂરાવી હતી. કચ્છમાં પણ બે સ્થળે અડધાથી એક ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો. જામનગર, જુનાગઢ અને ભાવનગર જિલ્લામાં ઝાપટાંથી માંડી અઢી ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. રાજકોટ શહેર અને પોરબંદરમાં ઝાપટાં પડ્યા હતા.જ્યારે અમરેલી જિલ્લામાં સોમવારના દિવસે ફૂલ ગુલાબી તડકો નીકળ્યો હતો.જુનાગઢથી મળતા અહેવાલ મુજબ, સૌથી વધુ વરસાદ માણાવદર પંથકમાં ૫૭ મી.મી. પડ્યો હતો. જ્યારે વંથલી, કેશોદ અને જુનાગઢમાં એક ઇંચથી વધુ પાણી પડ્યું હતું. માળિયાહાટીના, મેંદરડામાં અડધો ઇંચથી વધુ વરસાદ થયો હતો. જ્યારે વિસાવદર, વેરાવળ, સૂત્રાપાડા, તાલાલા અને કોડીનારમાં ઝાપટાં પડ્યા હતા.જામનગર જિલ્લામાં દ્વારકા અને આસપાસના વિસ્તારમાં બે ઇંચ સુધીનો વરસાદ થયો હતો. જ્યારે કલ્યાણપુર પંથકમાં દોઢ ઇંચ પાણી પડી ગયું હતું. ભાણવડ, ખંભાળિયા અને જોડિયામાં ઝરમર ઝરમર વરસાદ થયો હતો. જામનગર શહેરમાં પણ પોણો ઇંચ વરસાદ થયો હોવાનું જાણવા મળે છે. રાજકોટ અને પોરબંદરમાં સવારથી મોડીસાંજ સુધી હળવા ભારે ઝાપટાં પડ્યા હતા. કચ્છના ભચાઉમાં એક ઇંચ જ્યારે નખત્રાણામાં અડધો ઇંચ પાણી પડ્યું હતું. અન્ય વિસ્તારોમાં ઝાપટાં પડ્યા હોવાનું જાણવા મળે છે. ભાવનગર જિલ્લાના બોટાદમાં ત્રણ દિવસના વિરામ બાદ બપોરે બે વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો અને સાંજ સુધીમાં એક ઇંચ નોંધાઇ ગયો હતો.


વરસાદી પાણીના નિકાલની તલાવડીઓ પુરાઈ ગઈ

પ્રાચીન કોટ વિસ્તાર બહાર વિકસેલા અમદાવાદમાં અને થોડા સમય અગાઉ મ્યુનિ.હદમાં સમાવેલા નવા વિસ્તારોમાં ૫૦થી વધારે મોટાં તળાવો તથા નાની તલાવડીઓ આવેલી હતી. તેમાંથી આજે માત્ર ૩૯ જેટલાં નાનાં-મોટાં તળાવો હયાત હોવાથી વરસાદી પાણીના નિકાલમાં સમસ્યા સર્જાઈ છે.કોટ વિસ્તાર બહાર વિકસેલા અમદાવાદને મ્યુનિ.નો દરજજો મળ્યો ત્યારબાદ ધીમેધીમે આસપાસની પંચાયતો અને નગરપાલિકાનો મ્યુનિ. હદમાં સમાવેશ કરવામાં આવતો ગયો અને તે સમયે જે-તે પંચાયત વિસ્તારોમાં તળાવો તથા તલાવડીઓ હયાત હતી. પરંતુ મોટા પ્રમાણમાં બાંધકામો થવા લાગતાં પુરાયેલી તલાવડીઓની જમીનો પણ બારોબાર વેચાઈ ગઈ અને મકાનો બંધાઈ જતાં પાણીના નિકાલની સમસ્યા ખડી થઈ છે. આ બાબતે ગુજરાત હાઇકોર્ટમાં રિટ થયા બાદ ઔડા અને મ્યુનિ. દ્વારા તળાવોના વિકાસની યોજનાઓ ઘડવાની ફરજ પડી હતી.ભૂગર્ભ જળનાં સ્તર ઊંચાં લાવવાના નામે દરેક કોમર્શિયલ બિલ્ડિંગ તથા રેસિડેન્શિયલ સ્કીમોમાં વૃક્ષારોપણ તથા પરકોલેશન વેલ ફરજિયાત બનાવવાની જોગવાઈ કરવામાં આવી હોવા છતાં કેટલાય બિલ્ડિંગોમાં કહેવાતા પરકોલેશન વેલ યોગ્ય ઊંડાઈ નહીં ધરાવતાં હોવાની ફરિયાદો વચ્ચે ખરા ટાણે જ કામ લાગ્યા નથી.


ગુજરાતનો કેમિકલ ઇમર્જન્સી પ્લાન ખોવાઈ ગયો : સરકાર

એક તરફ રાજ્ય વિકાસ કૂચ કરી રહ્યું છે તો બીજી તરફ કેમિકલ ઉદ્યોગો દ્વારા દુર્ઘટના થાય તો કઈ સલામતી રાખવી જોઈએ અને જો કોઈ દુઘર્ટના બને તો ક્યાં પગલાં લેવા જોઈએ તેની જાણકારી આપતો ‘કેમિકલ ઇમરજન્સી’ પ્લાન ખોવાઈ ગયો હોવાનું આરટીઆઈ એક્ટિવસ્ટિ અને કર્મશીલ રોહિત પ્રજાપતિએ કરેલી આરટીઆઈના જવાબમાં સરકારે જણાવ્યું છે.રોહિત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ‘ આ વર્ષે ૨૬મી જુને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી પાસે કેમિકલ ઉદ્યોગો માટેના કેમિકલ ઇમજર્નસી પ્લાનની માહિતી માગતી રજૂ કરી હતી પણ આ માહિતી તેમની પાસે નહી પણ ડાયરેકટ, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ , અમદાવાદ પાસે હોઈ શકે તેમ લખીને આ અરજી મને તબદીલ કરી હતી.’જોકે તેમણે ત્રણ વર્ષ અગાઉ જુન ૨૦૦૭માં આ અરજી ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને કરી હતી ત્યારે તેમણે અરજી ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટને તબદીલ કરી ન હતી. અને જણાવ્યું હતું કે, ‘કેમિકલ ઇમર્જન્સી પ્લાન વિચારણા અંતર્ગત છે અને વરસાદની બાબત લાગેવળગે છે ત્યાં સુધી કોઈ સ્પેસિફિક પ્લાન કેમિકલ ઇમર્જન્સીનો નથી.’ રોહિત પ્રજાપતિએ આ વર્ષે જે અરજી કરી તેના જવાબમાં ડાયરેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે, ‘ આ પ્લાન ( કેમિકલ ઇમર્જન્સી પ્લાન) જે તે જિલ્લાની કચેરીમાં હોય છે.


દૂષિત પાણીની રોજની ૧૨૦૦ ફરિયાદ

પહેલાં વરસાદમાં સેવાસદનની પોલ ઉઘાડી પડી ગયા પછી સ્થિતિની સમીક્ષા કરવા માટે નિમાયેલા ત્રણ ઉચ્ચાધિકારી પાસે નાગરિકોની ફરિયાદોનો વધારો થઇ રહ્યો છે અને તેમાંયે દૂષિત પાણીની ફરિયાદો સૌથી વધુ મળી રહી છે.શહેરમાં ચાર થી પાંચ ઇંચ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે અને તેના કારણે ઘણા વિસ્તારોમાં બબ્બે દિવસ સુધી પાણી ભરાઇ રહે છે.ગત મહિને પડેલા પાંચ ઇંચ વરસાદમાં શહેરીજનો ભારે કપરી સ્થિતિમાં મૂકાઇ ગયાં હતાં અને વરસાદી ગટર પાછળ ખર્ચેલ ૨૫૦ કરોડ રૂપિયા પાણીમાં ગયા હતા.આ સ્થિતિના પગલે, મ્યુ.કમિશનર મનોજકુમાર દાસે તમામ અધિકારીઓ, એન્જિનિયરોની બેઠક બોલાવી હતી અને ખખડાવ્યા હતા. નાગરક્લિક્ષી ફરિયાદો મામલે મ્યુ.કમિશનરે ત્રણ અધિકારીઓને જવાબદારી સોંપી હતી. જેમાં, ડેપ્યુટી મ્યુ.કમિશનર સી એમ મકવાણાને સ્ટ્રીટલાઇટ, રસ્તા, સફાઇને લગતી કામગીરી સોંપવામાં આવી હતી તો ડેપ્યુટી કમિશનર એ ઓ શર્માને ઝાડ પડવા, આરોગ્ય, જાનહાનિ સહીતની જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યારે સિટી અન્જિનિયર વી એન ટેલરને વોર્ડ સંબંધિત ટેકનિકલ ફરિયાદો, વરસાદી ગટર, ડ્રેનેજ, પાણી સહિતની ફરિયાદોની જવાબદારી સોંપવામાં આવી હતી.આ ત્રણેય અધિકારીઓ પાસે નાગરિકો તરફથી ફરિયાદોનો ઢગલો થઇ રહ્યો છે. જેમાં શહેરના મુખ્ય બાર વિસ્તારોમાં દૂષિત પાણી આવતુ હોવાની ફરિયાદો વધુ છે તદુપરાંત, સરેરાશ ૧ હજાર ફરિયાદ ડ્રેનેજ ઊભરાવવાની અને પાણીનો નિકાલ ન થવાની મળી છે.


શાહના ચહેરાનો રંગ ફિક્કો પડ્યો

બે અઠવાડિયાથી જેલમાં રહેલા પૂર્વ ગૃહરાજ્યમંત્રી અમિત શાહને રિમાન્ડ માટે ગાંધીનગર સ્થિત સીબીઆઇ કચેરી લવાયા ત્યારે તેમના ચહેરાનો રંગ બિલકુલ ફિક્કો જણાતો હતો. અહીં જુના સચિવાલય ખાતે શનિવારે સવારે ૧૦ વાગ્યે ગાડીમાંથી ઉતર્યા બાદ શાહ મીડિયા તરફ જોઈ માત્ર હાથ જોડી શક્યા હતા.રાજ્યકક્ષાના મંત્રી તરીકે જાહોજલાલી ભોગવ્યા બાદ હાલ જેલમાં દિવસો ગણી રહેલા શાહની બોડી લેંગ્વેજ ડાઉન થઈ હોય તેમ સ્પષ્ટ જણાતું હતું. આંખોમાંથી ઉજાગરા ડોકિયા કરતા હતા અને ચહેરા પરની લાલિમા ગાયબ હતી. પરંતુ તેમ છતાંય તેમણે ચહેરા પર બનાવટી હાસ્ય લાવવાનો પ્રયત્ન કર્યો હતો, જે પરિસ્થિતિની ગંભીરતાનું સૂચક લાગતું હતું.એટલું જ નહીં જુના સચિવાલયના બ્લોક નં-૧૧માં રિમાન્ડ પર લઈ જતાં સમયે પણ સીડીઓ ચડતી વખતે તેઓ સતત નીચેની તરફ બહાર જોઈ રહ્યા હતા. જો કે પોતાના સમર્થકોને શોધી રહેલી અમિત શાહની આંખોને નિરાશા મળી હતી, ત્યાં મીડિયા અને પોલીસના કાફલા સિવાય તેમના પક્ષનું કોઈ નજરે ચડ્યું નહોતું!અમિત શાહના આવ્યા બાદ બીજી ગાડીમાં સીબીઆઇના તપાસનીશ અધિકારીઓ કંડાસ્વામી અને અમિતાભ ઠાકુર આવ્યા હતા અને ફટાફટ કચેરીની સીડીઓ ચઢી ગયા હતા.


દેશના સૌથી સ્વચ્છ મંત્રીને ખોટી રીતે ફસાવ્યા: જેઠમલાણી

અમને હજુ સુધી ચાર્જશીટ અપાઇ નથી, પૂછપરછ માટે અમારી પ્રથમ માગ ચાર્જશીટ હતી. અમે તે સમયે પણ સંપૂર્ણ સહકાર આપવાની વાત કરી હતી. સીબીઆઇએ તેને અપાયેલા ૨૪ કલાકમાંથી માંડ ત્રણ કલાક પૂછપરછ કરી છે અને કહે છેકે હજુ વધુ તપાસ જરૂરી છે.આ નવી તપાસ નહીં પણ વધુ તપાસ છે માટે તેમને એ તમામ લાભો ન મળે. ચાર્જશીટ ફાઇલ થયા બાદ આરોપીની પૂછપરછ જેલ કસ્ટડીમાં થઇ શકે, પોલીસ કસ્ટડીમાં નહીં.કોઇ વ્યક્તિ નિવેદન આપે કે આ વ્યક્તિ ખંડણી માગે છે તેના આધારે તેને ખંડણીખોર કહી ન શકાય. ગુજરાત પોલીસે જ આ કેસની તપાસ કરી અનેક અધિકારીઓની ધરપકડ કરી છે. જે દર્શાવે છેકે ગુજરાત પોલીસની તપાસ યોગ્ય દિશામાં જ હતી. તે તપાસ માટે ગુજરાત પોલીસને સલામ કરવી જોઇએ. સીબીઆઇ પાસે જાહેરમાં દેખાડી શકાય તેવી ગુણવત્તાવાળા પુરાવા નથી. એક તરફ તમામ હકીકતો પ્રેસ સુધી પહોંચી જાય છે અને આરોપીઓને તેમના હક્કના કાગળો પણ આપવામાં આવતા નથી અને એવી રજૂઆત કરવામાં આવે છેકે આ દસ્તાવેજો જાહેર થઇ જાય તો દેશની સુરક્ષા જોખમાઇ શકે છે. સીબીઆઇને ત્રણ દિવસ અપાયા હતા તેમાં ૨૪ કલાકની પૂછપરછની પરવાનગી આપી હતી પણ તેમણે માત્ર ૩ કલાક જ પૂછપરછ કરી છે. તે સમયે પૂરતી પૂછપરછ નહીં કરી હવે રિમાન્ડની માગ કરે છે


સુરત : શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના સાત કેસ : ૨ પોઝિટિવ

શહેરમાં મંગળવારે શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના ૭ કેસ નોંધાયા હતા, જેમાંથી બે પોઝિટિવ આવ્યા છે. આ બે પોઝિટિવ કેસમાંથી એક દર્દી વલસાડનો છે. મંગળવારે નવી સિવિલમાં ૧, સ્મીમેરમાં ૨, અશકતાશ્રમમાં ૧, કાપ્સે હોસ્પિટલમાં ૧, એપલ હોસ્પિટલમાં ૧ અને લોખાત હોસ્પિટલમાં શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના બે દર્દી નોંધાયા હતા.આ સાત શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના દર્દીમાંથી બે પોઝિટિવ આવ્યા હતા, જેમાંથી એક દર્દી રૂઘનાથપુરા ખાતે રહેતો એક ૨૧ વર્ષીય યુવાન છે, જ્યારે બીજો દર્દી વલસાડનો છે. ઉલ્લેખનીય છે કે બીજા રાઉન્ડમાં શહેરમાં સ્વાઇન ફ્લૂમાં ૬ મોત, ૧૪ પોઝિટિવ કેસ અને ૧૨૬ શંકાસ્પદ દર્દી નોંધાયા છે.


પ્રેમિકાને પાવાગઢ પરથી ફેંકી દેનારા પ્રેમીને આજીવન કેદ

ભૂતકાળમાં પાડોશમાં રહેતી યુવતી સાથે પ્રેમસંબંધ ધરાવતો યુવાન પ્રેમના નામે તેણીને પાવાગઢ ભગાડી ગયો. તેની સાથે હર્યોફર્યો અને પછી યુવતીએ લગ્ન માટે જીદ પકડતાં તેણીને પાવાગઢના સાત કોઢાની પાછળ આવેલી ખીણમાં ધકેલી દીધી.
એક આશાભરી યુવતીની આવી કમકમાટીપૂર્ણ હત્યા કરવા બદલ એડશિનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ બી. એસ. ઉપાધ્યાયે આરોપી અંબાદાસ રામચંદ્ર બીટુને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે પોતાના ચુકાદામાં આરોપીના કૃત્યની ટીકા કરતાં નોંધ્યું છે કે આરોપીએ ૧૭ વર્ષીય દેવીકાનું પાવાગઢની ખીણમાં ધક્કો મારી મૃત્યુ નીપજાવી ખૂન કરેલું છે. સ્વાભાવિક છે કે દેવીકા આરોપી પર વિશ્વાસ મૂકી પોતાનાં મા-બાપને છોડી તેની સાથે જીવન વિતાવવાના હેતુથી ગઈ હતી. ઉમંગ અને વિશ્વાસથી આરોપી સાથે ગયેલી દેવીકાનો ગુનાહિત વિશ્વાસઘાત કરી આરોપીએ અધમ કૃત્ય કરેલું છે.આ કેસની વિગતો જોઈએ તો ફરિયાદી પાંડેસરા, આવિર્ભાવનગરમાં રહેતા જયસુખભાઈ મૂળજીભાઈ પ્રજાપતિએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની દીકરી દેવીકાને પાંડેસરા, ગુજરાત હાઉસિંગ બોર્ડ, કનકનગરમાં રહેતો અંબાદાસ બીટુ તા. ૨૧-૭-૦૭ના રોજ ભગાડી ગયો હતો. આમ ૨૪ વર્ષના અંબાદાસ સામે અપહરણની ફરિયાદ તો દાખલ થયેલી જ હતી.ઉલ્લેખનીય છે કે અંબાદાસ અને દેવીકા જૂના પાડોશી હોવાથી બંને વચ્ચે પ્રેમસંબંધ હતો. આથી તેણી લગ્નના ઇરાદે અંબાદાસ સાથે ભાગી હતી. બંનેએ તા. ૨૨મીના રોજ પાવાગઢમાં દર્શન કર્યા, હયાઁફયાઁ હતાં. સાંજના દેવીકા અને અંબાદાસ સાત કોઠાની પાછળ આવેલી ખીણ પાસે પહોંચીને તેણીને ૪૨૫ ફૂટની ઊંચાઈએથી અંબાદાસે નીચે ફેંકી દઈ મારી નાંખી હતી.


ભુજનો એકમાત્ર સંગીત ફૂવારો ગાયબ !

ભુજવાસીઓના મનોરંજન માટે નખાયેલ મ્યુઝિકલ ફૂવારાનો છેલ્લા કેટલાક વર્ષોથી કોઇ પત્તો જ ન હોવાનું શહેરીજનોના ધ્યાનમાં આવ્યું છે. આ મહત્વનું સાધન ક્યાં ગાયબ થઇ ગયું તે ચર્ચાનો વિષય બન્યો છે.આ અંગેની વિગતો મુજબ ભૂકંપ બાદ હાલમાં દાદા-દાદી પાર્ક તરીકે જાણીતા બાગમાં સંગીતમય ફૂવારો મુકાયો હતો. શનિ અને રવિવારના તે ચાલુ કરાતો હતો.
વડીલો માટેનો બાગ બન્યા બાદ આ ફાઉન્ટેઇન રાજેન્દ્રર બાગમાં ખસેડી જવાયો હતો, પરંતુ ત્યાંથી ક્યાંક ગાયબ થઇ ગયો હતો.
આ મુદ્દે નગરપાલિકાના મુખ્ય અધિકારી ચેતન ડુડિયાએ કહ્યું કે, શરૂઆતથી જ આ ફૂવારો ખાનગી સંસ્થા જ સંભાળતી હતી, જેથી તે સાધન ક્યાં ગયું તેની માહિતી સુધરાઇ પાસે ન હોવાનું કહ્યું હતું. આથી શહેરીજનોમાં તંત્ર પ્રત્યે અણગમો પેદા થયો હતો. ‘તળાવ સુંદરતામાં ચાર ચાંદ લાગી જાત’હાલમાં સુધરાઇ તળાવ સુધારણા અને બ્યુટીફિકેશન કામગીરી કરી રહી છે, ત્યારે જો આ ફૂવારો હયાત હોત તો તેના થકી છતરડી તળાવ કે અન્યત્ર તેને લગાવાત તો ચાર ચાંદ લાગી જાત તેવી લાગણી ભુજપ્રેમીઓએ વ્યક્ત કરી હતી.


૩જી મોબાઇલ યુગમાં આજે કચ્છ પ્રવેશશે: ભુજથી પ્રારંભ

કચ્છમાં બુધવારથી ૩જી મોબાઇલ સેવાનો પ્રારંભ થઇ રહ્યો છે. ભુજમાં તેના લોન્ચિંગની સાથે બિઝનેસ મીટિંગનું પણ આયોજન કરાયું છે એ અગાઉ ટેલિકોમ વિભાગ કચ્છ દ્વારા ઇનામ વિતરણ સમારંભમાં શ્રેષ્ઠ પ્રદાનને બિરદાવવાનો કાર્યક્રમ પણ યોજાયો છે.ભુજમાં હોટલ મંગલમ્ ખાતે રાત્રે આઠ વાગ્યે આધુનિક મોબાઇલ સેવાને કાર્યાન્વિત કરાશે, જેની સાથે ઉદ્યોગકારો તેમજ આગેવાનોની મીટ પણ યોજાશે, જે અંતર્ગત ચર્ચાવિચારણા કરાશે. બંને સમારંભ અગાઉ પ્રિન્સ રેસિડેન્સી હોટલ ખાતે યોજાનારા કાર્યક્રમમાં બેસ્ટ ટેલિકોમા એક્સચેન્જ, બેસ્ટ સીએસસી તેમજ શ્રેષ્ઠ કર્મચારીને સન્માનિત કરાશે.બંને સ્થળોએ ચીફ જનરલ મેનેજર સત્યપાલ ખાસ ઉપસ્થિત રહેશે. કચ્છના જનરલ મેનેજર આશિષ ઠાકરે બંને સ્થળે હાજર રહેવા જણાવ્યું છે.


હું ઘણો જ નિરાશ થયો છું: ધોની

ભારતીય સુકાની મહેન્દ્ર સિંહ ધોની ત્રિકોણીય શ્રેણીની પ્રથમ મેચમાં જ ન્યૂઝિલેન્ડ સામે મળેલા 200 રનના શરમજનક પરાજય બાદ નિરાશ થયો હતો.ધોનીએ જણાવ્યું હતું કે અમે જે રીતે રમ્યા હતા તે જોઈને હું ઘણો જ નિરાશ થયો છું. અમે આ હારનો સ્વીકાર કરીએ છીએ.પ્રથમ વન ડેમાં મળેલા કારમા પરાજય બાદ ધોનીએ કહ્યું હતું કે અમે હારનો સ્વીકાર કરીએ છીએ. વિકેટમાં ઉછાળ હતી અને બેટ્સમેનોએ આ ઉછાળને કારણે જ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. અમારા બેટ્સમેનો ન્યૂઝિલેન્ડના બોલરોના ઉછાળને સમજવામાં નિષ્ફળ રહ્યા હતા અને આ જ કારણ છે કે અમારી ટીમ આટલા ઓછા સ્કોરે ઓલ-આઉટ થઈ ગઈ હતી.


શું ઘરવાળા પ્રતિજ્ઞાને સળગાવવામાં સફળ રહેશે?

ક્રિષ્ના ઘર છોડીને ક્યાંક જતો રહ્યો છે. તેથી હાલમાં પ્રતિજ્ઞા તેને ખુબજ યાદ કરી રહી છે. પ્રતિજ્ઞાએ તેનાથી સત્ય છુપાવ્યું હોવાનું જાણતા ક્રિષ્નાને ભારે આઘાત લાગ્યો હતો અને તુટી ગયો હતો. તેથી જ તે ઘર છોડીને જતો રહ્યો છે.જો કે પ્રતિજ્ઞાએ આશા છોડી નથી. સુત્રોનાં જણાવ્યાં પ્રમાણે તે તેની સચ્ચાઈ બધા સમક્ષ લાવવાનો પ્રયત્ન કરી રહી છે. તેના ઘરની વ્યક્તિઓને સમજાવવાનો પ્રયત્ન કરી રહી છે કે તેની સાથે કોઈ જ અજૂગતો બનાવ બન્યો નથી તે પવિત્ર છે પણ આ બધામાં તેનાં પર સૌથી વધુ વિશ્વાસ મુકનાર તેનો પતિ ક્રિષ્નાની ગેરહાજરી તેને ખુબ લાગી રહી છે. તેથી હાલમાં પ્રતિજ્ઞા તેને ખુબ યાદ કરતી બતાવવામાં આવી રહી છે.ટુંક સમયમાં જે ક્રિષ્નાનાં ઘરવાળા પ્રતિજ્ઞાને મારી નાખવાનો પ્લાન બનાવશે. પણ તે ક્રિષ્નાને સોધવા ઘરમાંથી નિક્ળી ગઈ હોવાથી બચી જશે.

No comments:

Post a Comment